Last Chatting in Gujarati Love Stories by Anand Gajjar books and stories PDF | લાસ્ટ ચેટિંગ (પ્રેમ અને ત્યાગ)

Featured Books
Categories
Share

લાસ્ટ ચેટિંગ (પ્રેમ અને ત્યાગ)

લાસ્ટ ચેટિંગ

( પ્રેમ અને ત્યાગ )

[ મારા મા બોલવાની હિંમત નથી એટલે તને મેસેજ માં ટાઈપ કરી ને જણાવી રહ્યો છું. તું સારી રીતે જાણે છે મારા ભૂતકાળ વિશે. 1.5 વર્ષ જેવો સમય થઇ ગયો એ ભૂતકાળ ને પણ તું એ વાત થી અજાણ નથી કે આ 1.5 વર્ષ ના સમય ગાળા માં મેં ક્યારેય કોઈ છોકરી સાથે વાત પણ નહોતી કરી. હા કારણ કે હું તૂટી ગયો હતો. મારા માં હિંમત જ નહોતી કોઈ છોકરી પર વિશ્વાસ કરવાની કારણ કે મને લાગતું કે બધી છોકરીઓ સરખી જ હોય છે. પણ ખબર નહિ તું કઈ રીતે મારા જીવન માં આવી ગઈ. એના ગયા પછી તું એવી પહેલી છોકરી છે જેની મારા જીવન માં એન્ટ્રી થઈ. કારણ ની મને ખબર નથી કેમ પણ આટલા સમય માં પહેલી વાર મેં કોઈ છોકરી સાથે Chatting કરી અને પહેલી વાર મારા ફેસ પર એક સરસ સ્માઈલ આવી. શરૂઆત માં મે તને મેસેજ કર્યો ત્યારે ખાલી મારી ઇબુક ની Advertisement માટે કરેલો હતો. પણ મને એ નહોતી ખબર કે એક મજાક મા શરૂ કરેલી એક ચેટિંગ મારા માટે આટલી બધી Important બની જશે. જ્યારે પણ તું વાત કરતી હતી ત્યારે એક અલગ જ પ્રકાર ની ખુશી મળતી હતી જે મને આટલા સમય માં ક્યારેય નહોતી મળી. હું તને એમ નથી કહી શકતો કે મને તારા પ્રત્યે લવ ની ફીલિંગ્સ છે કે એવું મને ખબર પણ નથી. પણ તું મને ફક્ત ગમે છે અને તારા સાથે વાત કરવી બહુ ગમે છે. કારણ કે જ્યારે પણ તારી સાથે વાત કરું છું ત્યારે ખુશ રહું છું. મને હજી સુધી તારા માં એવો Attitude નથી દેખાયો જે ઘણી બધી છોકરીઓ માં હોય છે. તારા માં સાવ નિસ્વાર્થ ભોળપણ રહેલું છે જેના કારણે તારી સાથે વાત કરવા આકર્ષાઉ છું. તારી સાથે વાત કરી ને મારો ખરાબ મૂડ પણ સારો થઈ જાય છે. તારી એ આદત પણ ખૂબ સરસ છે કે જો હું તને મેસેજ ના કરું તો તું મને સામે થી મેસેજ કરે છે જે દર્શાવે છે કે તું નિખાલસ છે અને તારા માં Ego નામ ની કોઈ વસ્તુ નથી. જો તારી સાથે વાત ન કરું તો મારો દિવસ પસાર જ નથી થતો. મને ખબર નથી તને મારા પ્રત્યે કેવી લાગણી છે પણ મને લાગે છે કે જો હવે હું તારી સાથે વાત કરીશ તો હું તને પ્રેમ કરી બેસીસ જેને તું Accept નહિ કરી શકે. બહુ જ યાદ આવશે એ આપણી લેટ નાઈટ સુધી ની Chattings અને Video Callings જેમાં આપણે વાત તો નહોતી થતી પણ એક બીજા ને જોયા કરતા. એક અલગ પ્રકાર ની Smile અને ખુશી આપતો હતો એ સમય. એક વાર તો એક દેવાંશી ને ખોઈ ચુક્યો છું અને હવે તને બીજી દેવાંશી બનતા નહીં જોઈ શકું. એની પહેલા કે હું તને પ્રેમ કરી બેસું મને હમેશા માટે બ્લોક કરી નાખજે. ]

આટલું લખી ને મે મારો મેસેજ ટાઈપ કર્યો અને હું મોબાઈલ ડેટા બંધ કરી ને સુઈ ગયો.

***

આ મેસેજ કર્યો હતો મેં મારી ધક ધક ગર્લ ને...એટલે કે મારી વિશુ ને....હા જેનો ફોટો જોઇને એક ક્ષણ માટે મારુ દિલ એક ધબકારો ચુકી જતું.

હજી થોડા મહિનાઓ પહેલા જ અમારી મુલાકાત સોસીયલ સાઇટ ફેસબુક પર થઇ હતી. સાલું જબરું કહેવાય નહીં, આ સોસીયલ સાઇટ્સ પણ કેવી છે થોડા જ સમય માં એક વ્યક્તિ ને બીજી વ્યક્તિ સાથે જોડી દે છે. બંન્ને ને એક બીજાની કેટલા નજીક લાવી દે છે. હા, તો વાત એમ હતી કે જોબ થી હું કંટાળી ને ઘેર આવી ને હજી મારા બેડ પર સૂતો જ હતો અને ફેસબુક મચેડતો હતો....એટલા માં મારી નજર સજેશન બોક્સ પર ગઈ અને હું એને સ્વાઇપ કરી ને બધા સજેશન જોઈ રહ્યો હતો...એટલા મા મારી નજર સામે થી એક નામ ગયું જેના પર ભૂલ થી મારા થી ક્લિક થઈ ગયું હશે અને રિકવેસ્ટ સેન્ડ થઈ ગઈ. મારા ધ્યાન મા તો આ વાત આવી પણ એટલા મા મારા કલીગ નો ફોન આવ્યો અને એક પ્રોબ્લમ નું સોલ્યુશન આપવામાં હું એની સાથે વ્યસ્ત થઈ ગયો અને આખરે હું ભૂલી જ ગયો.

બીજા જ દિવસે મોબાઈલ મા નોટિફિકેશન આવ્યું Vishu Gajjar accepted your friend request. પણ મેં એ સમયે એના પર વધુ ધ્યાન ના આપ્યું કારણ કે 1.5 વર્ષ પહેલાં પ્રેમ માં મળેલ એક દગો જેણે ભૂતકાળ રૂપ બની ને દિલ ના ટુકડા કર્યા હતા અને મારી બીજી કોઈ છોકરી પર વિશ્વાસ કરવાની હિંમત છીનવી લીધી હતી.

2 દિવસ પછી હું ફરી પાછો ફેસબુક ખોલી ને બેઠો હતો અને અને મારા અનેક નવા રીડર્સ જેઓ એ મને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી એમને મારી ઇબુક ની લિંક મોકલી રહ્યો હતો કારણ કે માતૃભારતી અને પ્રતિલિપિ જેવા મોટા પ્લેટફોર્મ પર એક લેખક હોવાના કારણે ઘણા બધા વાંચકો ની ફ્રેન્ડ રિકવેસ્ટ આવતી હતી અને તેઓ મને બુક પ્રત્યે ના પોતાના મંતવ્યો જણાવતા. આટલા મા મારી નજર ફરી એ નામ પર પડી અને મને ખ્યાલ આવ્યો કે આ એજ આઈડી હશે જેના પર ભૂલ થી મેં રિકવેસ્ટ મોકલી અને મેં એ વાત ને ઇગ્નોર કરી ને એમા પણ મારી પ્રોફાઈલ ની લિંક મોકલી દીધી.

૧ કલાક પછી એમાંથી રીપ્લાય આવ્યો...

વિશુ :- Hii....

આનંદ :- Hii

વિશુ :- આ શું છે...આ બુક તમે લખી છે ? તારા વગરનો અધુરો વેલેન્ટાઈન ?

આનંદ :- હા

વિશુ :- કઈ રીતે બુક વાંચવાની ? મારા માં ઓપન નથી થતી. મને વાંચવાનો બહુ શોખ છે અને આ બુક વાંચવાની ખૂબ ઈચ્છા છે.

આનંદ :- આની એપ ડાઉનલોડ કરી લ્યો અને એમા રજીસ્ટર કરી ને આ લિંક ઓપન કરજો એટલે મળી જશે.

વિશુ :- સારું, થેન્ક્સ.....

આનંદ :- ????????????

અંતે અમે અહીંયા ચેટિંગ પુરી કરી અને હું મારા કામ માં પાછો વળગી ગયો.

( ૨ દિવસ પછી )

આમ તો જો કે મારી શિફ્ટ હમેશા મોર્નિંગ જ રહેતી પણ ક્યારેક કંપની ના કામ ને લીધે 1 અઠવાડિયાની નાઈટ શિફ્ટમા પણ જવું પડતું. એટલે એ દિવસે પણ મારી નાઈટ શિફ્ટ જ હતી. હવે નાઈટ શિફ્ટમા આખી રાત ફક્ત કમ્પ્યુટર્સ પર બેસી રહેવાનું અને પ્લાન્ટ માં થતી પ્રોસેસ નું નિરીક્ષણ કરવાનું એટલું બધું કંટાળાજનક હોય છે કે સાલું વાત જ ન પૂછો. જો પ્લાન્ટ માં કોઈ પ્રોબ્લમ આવે તો કમ્પ્યુટર માં દેખાતા ટેમ્પરેચર અને લેવલ ઇન્ડિકેટર જ એની જાણકારી આપી દેતા એટલે ઉભું થઈ ને ભાગવાનું અને પ્રોબ્લમ નું સોલ્યુશન શોધવાનું. સોલ્યુશન શોધવાનો તો કોઈ સમય જ નહીં. ક્યારેક 10 મિનિટ માં પ્રોબ્લેમ મળી જાય તો ક્યારેક કલાકો પણ જતા રહે. સાલી, ઇન્ડસ્ટ્રીયલ લાઈફ જ એવી હોય છે જ્યાં એક અલગ જ દુનિયા હોય છે જે તમને બધી જ જગ્યાએથી દુર લઈ જાય છે. જ્યાં જુઓ ત્યાં મશીનો જ મશીનો અને એમનો ઘોંઘાટભર્યો આવતો અવાજ, ક્યાંક કુલિંગ ટાવરમાંથી પાણી પડતું હોય એનો અવાજ, વેક્યુમ સિસ્ટમ માંથી આવતો અવાજ અને સ્ટીમ ટ્રેપ માંથી નીકળતા કન્ડેનસેટ નો તીવ્ર અવાજ, ક્યાંક કોઈ પંપ ચાલુ હોય એનો અવાજ, તો વળી ક્યાંક હેલ્પરો કે માણસો એક બીજા ને આવા ઘોંઘાટભર્યા વાતાવરણ મા જોર જોર થી બૂમો પાડી ને બોલાવતા હોય તેવા અવાજો. ટૂંક માં કહીએ તો નાઈટ માં પણ આવો ત્રાસ તો ખરો જ પણ આ સમય પર વાતાવરણ પણ એટલું શાંત હોય છે કે એક અલગ જ પ્રકાર નો એહસાસ કરાવે છે. રાત નું અંધારું હોવા છતાં પણ બળતી લાઈટો દિવસ નો અનુભવ કરાવે છે.

12 વાગવામાં હજુ 10 મિનિટ ની વાર હતી અને હું બહાર મારા કલીગ સાથે સેકેન્ડ શિફ્ટ માં થયેલ પેન્ડિંગ વર્ક્સ પર વાતો કરી રહ્યો હતો. અંતે સેકેન્ડ શિફ્ટ માં થયેલો બધો જ ચાર્જ તે મને આપી ને પોતાની શિફ્ટ માંથી છુટા પડ્યા અને મારી જવાબદારી શરૂ થઈ આગળના 8 કલાક માટે. એક સામાન્ય પ્રોબ્લમ ના કારણે સેકેન્ડ શિફ્ટ માં જ પ્લાન્ટ બંધ કરવો પડેલો એટલે મારે તો આગળ ના 8 કલાક જલસા જ હતા. ફક્ત ખુરશી પર બેસી રહેવાનું અને મોબાઈલ મચેડવાનું. જ્યારે પણ આવતા બગાસાં એની હદ વટાવી જાય ત્યારે ખુરશી પર જ સુઈ જવાનું.

પણ આજે ઊંઘ નહોતી આવી રહી અને મારે થોડું સ્ટોરી નું કામ પણ કરવાનું હતું એટલે નક્કી કર્યું કે આજે ફ્રી જ છું તો થોડું લેટ નાઈટ સુધી પોતાનું કામ પતાવી દઉં પછી આરામ કરીશ. કારણ કે એપિસોડિક સ્ટોરી હોવાના કારણે અઠવાડિયા માં એક ભાગ તો પબ્લિશ કરવો જ પડે અને એમાં પણ મારા હમણાંથી થોડા વ્યસ્ત શિડયુલ ના કારણે હું યોગ્ય સમય પર સ્ટોરી પબ્લિશ નહોતો કરી શકતો જેના લીધે વાચકો ની આતુરતા વધી રહી હતી અને તેઓ હવે પોતાની સહન શક્તિ ખોઈ ચુક્યા હતા જેના કારણે ઘણા લોકો ના સ્ટોરી ના આગળ ના ભાગો માટે પર્સનલી મેસેજ પણ આવતા હતા. મેં મારી બેગ માંથી હેન્ડસફ્રી કાઢયા અને મારા મોબાઈલ સાથે કનેક્ટ કર્યા કારણ કે મારી એક આદત હતી કે જ્યારે પણ મોબાઈલ માં ટાઈપિંગ નું કામ કરતો હોય ત્યારે મને ગીત સાંભળવા ખૂબ ગમતા અને કામ કરવામાં પણ મજા તો ત્યારે જ આવતી જ્યારે સોંગ્સ ચાલુ હોય. ગીત ચાલુ કરી ને મેં મારી સ્ટોરી નું કામ ચાલુ કર્યું. લગભગ અડધી કલાક ની મહેનત સુધી મારુ સ્ટોરી નું કામ ચાલુ રહ્યું અને મેં આગળ નો એક ભાગ ટાઈપ કરી નાખ્યો અને હવે નાહક નો શ્વાસ લીધો કારણ કે મારા માટે હવે એક અઠવાડિયા સુધી નું ટેનશન ઓછું થઈ ગયું હતું. મેં મારા મોબાઈલ નો ડેટા ઓન કર્યો અને પહેલા વોટ્સએપ ચાલુ કરી ને મારા મેસેજ ચેક કર્યા પછી મારુ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ચાલુ કરી ને તે ચેક કર્યું અને છેલ્લે મારા ફેસબુક પર કૂદકો માર્યો. થોડી વાર વોલ ચેક કરી ને ઓનલાઈન ફ્રેન્ડ્સ માં ઘૂસ્યો અને મારી સામે અનેક નવરી બજાર દેખાઈ જે હજુ સુધી ઓનલાઈન હતી જેમાં ના ઘણા ને તો હું ઓળખતો પણ નહોતો. મેં મારી મોબાઈલ ની નોટિફિકેશન બાર પર જોયું તો રાત ના 12 : 39 થયા હતા. આ ઓનલાઈન નામો માં એક બીજા પણ નામ નો સમાવેશ થતો હતો જેના સાથે મેં 2 દિવસ પહેલા વાત કરેલી અને વિચાર આવ્યો કે આ બોયફ્રેન્ડ - ગર્લફ્રેંડ ની રિલેશનશીપ પણ જોરદાર હોય છે. આખી દુનિયા ને રાત પડે છે ત્યારે આમને દિવસ ઉગે છે અને હું હસી પડ્યો. મને પણ કંટાળો આવતો હતો એટલે મને પણ મસ્તી સૂઝતી હતી અને મેં એ નામ પર એક Hiiii નો મેસેજ મોકલી દીધો. તરત જ સામે છેડે થી મને રીપ્લાય મળ્યો.

વિશુ :- Hiii ????????????

આનંદ :- કેમ છો ?

વિશુ :- મજામાં અને તમે ?

આનંદ :- હું પણ મજા મા...ક્યાં ના છો ?

વિશુ :- રાજકોટ

આનંદ :- સરસ...

વિશુ :- ખૂબ જ સરસ છે તમારી લખેલી બુક્સ. કેટલું દર્દ છુપાયેલું હતું આ લેટર માં. બોયફ્રેન્ડ નહી હોવા છતાં પણ એક અલગ એહસાસ કરાવી ગઈ અને આંખ માંથી આંસુ નીકળવા લાગ્યા મારી તો વાંચતા વાંચતા.

આનંદ :- લે...એમા આંસુ આવી ગયા ?

વિશુ :- હા, હું ખૂબ ઇમોશનલ છું અને કોઈ નું હર્ટ સાંભળું તો મને નાની નાની વાત માં રડવું આવી જાય છે.

આનંદ :- ઓહ..ખૂબ સેન્સિટિવ છો તમે...પણ એ જ સારું છે...આવા લોકો જ દિલ ના સાફ હોય છે એ ક્યારેય કોઈ સાથે વિશ્વાસઘાત નથી કરતા...By the way શુ કરો છો study ?

વિશુ :- હજુ તો 12 Sci. કમ્પ્લીટ કર્યું છે. તમે શું કરો છો ?

આનંદ :- જોબ પર છું.....

વિશુ :- તો તમે રાઇટિંગ સાથે જોબ પણ કરો છો ?

આનંદ :- ના, હું જોબ જ કરું છું પણ રાઇટિંગ તો મારો શોખ છે. ફ્રી હોય ત્યારે મને લખવું ખૂબ ગમે છે. દિલ ની વાતો કાગળ પર ઉતારવી ખૂબ ગમે છે.

વિશુ :- ઓકે ખૂબ સરસ...

આનંદ :- 12 Sci. પછી શું વિચાર છે ?

વિશુ :- B.s.c નો વિચાર છે કારણ કે મને કેમિકલ ફિલ્ડ ખૂબ ગમે છે.

આનંદ :- ખૂબ સરસ... હું પણ કેમિકલ ફિલ્ડ માં જ છું...બહુ જ મજા આવે છે આ ફિલ્ડ માં જોબ કરવાની...

વિશુ :- તો તમે B.s.c ને એજ સ્ટડી કરેલું ?

આનંદ :- ના, મારી સ્ટડી અલગ છે. મેં પ્લાન્ટ ઓપરેટર ની સ્ટડી કરેલી છે. જેમાં B.s.c. & Chem. Eng. ની હાલ્ફ સ્ટડી આવી જાય અને ઓપરેશન મેઈન સબ્જેક્ટ આવે.

વિશુ :- ઓકે....મને પહેલા 10 માં હતી ત્યારે કેમિકલ બિલકુલ નહોતું ગમતું...પણ 11 માં આવ્યા પછી મારુ ફેવરિટ સબ્જેક્ટ થઈ ગયું. એક વાર હું લેબ માં ગયેલી અને મેં કેમિકલ નો લોચો માર્યો હતો જેના કારણે ધુમાડા નીકળવા લાગ્યા હતા...ખબર નહિ એ શું થયું હતું...????????????

આનંદ :- મેં તો ખાલી એક ફનેલ તોડી હતી લેબ માં....

વિશુ :- ત્યારથી મને સરે કહી દીધું કે તારે એકલી એ લેબ માં ક્યારેય નહીં જવાનું. ખૂબ મજા આવતી હો એ સ્કૂલ ના સમયે...????????

આનંદ :- સાચી વાત છે...એ સમય જ ગોલ્ડન સમય હોય છે. ફ્રેન્ડ્સ હતા, લાઈફ અને ફન પણ ખૂબ હતું પણ અત્યારે જોબ ના કારણે એટલા બીજી થઈ ગયા કે નજીક રહેવા છતાં પણ એક બીજા ને મળી નથી શકતા...ફક્ત ફોન પર જ વાતો થાય છે.

હજી મારો મેસેજ પૂરો જ નથી થયો એની પહેલા તો એને મને એક સ્ક્રીનશોટ મોકલ્યો.

વિશુ :- આ જુઓ...આજે કેટલાય દિવસ પછી મારી ફ્રેન્ડ નો મેસેજ આવ્યો...આ જ વાતો યાદ કરીએ છીએ..

એ સાથે મેં પણ એને મારા P.C. નો એક ફોટો પાડી ને મોકલ્યો અને જણાવ્યું કે આ મારી જોબ છે....કન્ટીન્યુઅસ આની સામે જોઈ રહેવું પડે...

વિશુ :- કેટલા સમય સુધી ?

આનંદ :- 8 કલાક

વિશુ :- બાપ રે....માથું અને આંખો પણ દુઃખી જતી હશે ને...

આનંદ :- હા....અને પ્રોબ્લમ આવે તો દોડવું પણ પડે...

વિશુ :- ઓહ...કેવી રીતે...

પછી તો અમારી વાતો આગળ વધતી જ ગઈ. હું એને પહેલા તો મારા વર્ક વિશે સમજવા લાગ્યો અને પછી એ એને સ્કૂલ માં કરેલા તોફાનો અને મસ્તીઓ વિશે વાત કરવા લાગી અને હું મારી કોલેજ ની યાદો તાજી કરવા લાગ્યો. ફક્ત થોડી મિનિટો ના જ સમય માં અમે બંને એકબીજા સાથે એવી રીતે ભળી ગયા હતા કે જાણે વર્ષો જુના ફ્રેન્ડ્સ હોય અને આટલા સમય પછી બંને વચ્ચે વાત થઈ હોય. એવું લાગતું જ નહોતું કે હજી થોડી મિનિટો પહેલા જ અમારી ફ્રેન્ડશીપ થઈ હતી. હજી થોડી મિનિટો પહેલા જ અમે બંનેએ એકબીજા સાથે વાતો ની શરૂઆત કરી હતી. વાતો કરતા કરતા ફરી અમે બંને કેમિસ્ટ્રી ના સબ્જેક્ટ પર આવ્યા. કેમિસ્ટ્રી નું થોડું સારું નોલેજ ના કારણે હું એને એ સબ્જેક્ટ સમજાવવા લાગ્યો અને અંતે એને પ્લાન્ટ જોવાની અને સમજવાની ઈચ્છા દર્શાવી અને અમે બંને એ વીડિયો કોલિંગ કરવાનો નિર્ણય કર્યો. સાચે જ, અમે બંન્ને એક બીજા સાથે થોડા સમય માં ઘણા બધા ભળી ગયા હતા અને અમને પણ નહોતી ખબર કે આટલા સમય માં અમે નંબર એક્સચેન્જ કરી લીધા. મારા વોટ્સએપ પર તરત જ એનો મેસેજ આવ્યો અને અમારી વાત વોટ્સએપ કોલિંગ સુધી પહોંચી ગઈ.

મેં મારી નોટિફિકેશન બાર પર જોયું તો 03:20 થઈ હતી. ટૂંક માં ઘણી મોડી રાત થઈ ગઈ હતી અને હજી સુધી અમે બંન્ને જાગતા જ હતા. છેલ્લા 2 કલાક ઉપર થી અમે વાતો જ કરી રહ્યા હતા અને સમય ક્યાં પસાર થઈ ગયો એની ખબર જ ન પડી. અંતે મેં એને સમય જોવાનું કહ્યું અને જણાવ્યું કે રાત બહુ થઈ ગઈ છે તો તમારે સુઈ જવું જોઈએ. અને અમે બંને એક બીજા ને ગુડ નાઈટ વિષ કરી ને છુટ્ટા પડ્યા.

મારે પણ હજી 5 કલાક કાઢવાના હતા કારણ કે મારી ડ્યુટી 8 વાગ્યે પુરી થતી હતી. એટલે હું પણ મારી જગ્યાએ થી ઉભો થયો અને કેન્ટીન તરફ ચાલતો થયો. હું કેન્ટીન માં જઈ ને બેઠો અને ચા- નાસ્તો ઓર્ડર કર્યો કારણ કે મને ભૂખ પણ ખૂબ લાગી હતી. મેં મારો અડધો કલાક જેવો સમય તો ચા નાસ્તા માં જ પસાર કરી નાખ્યો અને 4 વાગ્યે કન્ટ્રોલ રૂમ માં પાછો ફર્યો. મેં મારું વોટ્સએપ ફરી થી ખોલ્યું અને એની પ્રોફાઈલ માં એન્ટર થયો કારણ કે મેં હજુ સુધી એના Dp પર ધ્યાન જ નહોતું આપ્યું અને વિડીઓ કોલિંગ માં પણ અંધારું હોવાના કારણે મને એનો ફેસ દેખાયો નહોતો. અને એની પ્રોફાઈલ માં પણ એનો Dp નહોતો. અંતે કોઈ કામ ન હોવાના કારણે મોબાઈલ પોકેટ માં મૂકી હું મારી ખુરશી પર જ આરામ કરવા લાગ્યો અને ક્યારે સુઈ ગયો એનું ધ્યાન જ ન રહ્યું. સવારે 7:30 વાગ્યે મારા પેન્ટ ના ખિસ્સા માં રહેલો મોબાઈલ વાઈબ્રેટ થવા લાગ્યો અને એ સાથે જ મારી ઊંઘ ઊડી. હું જાગ્યો અને જોયું તો મોબાઈલ માં 7:30 નો એલાર્મ વાગી રહ્યો હતો. મેં પાણી ની બોટલ ઉઠાવી અને બહાર નીકળ્યો અને મોઢા પર પાણી છાંટયું. ડ્યુટી ટાઈમ લગભગ પૂરો થઈ ગયેલો એટલે હવે મારે ઘર તરફ જ ભાગવાનું હતું. હું કેન્ટીન તરફ ગયો અને ત્યાં ચા પીને કમ્પની ની બહાર નીકળ્યો અને મારી બસ માં જઇ ને બેસી ગયો. બસ ઉપડવામાં હજી 15 મિનિટ ની વાર હતી. મેં મારી બેગ માંથી મારા ઈયરફોન કાઢ્યા અને ગીતો ચાલુ કર્યા. થોડી વાર માં બસ ઉપડી અને હું અમદાવાદ તરફ રવાના થયો.

નાઈટ શિફ્ટ બાદ હું સવારે 10 વાગ્યે ઘરે પહોંચતો અને ચા - નાસ્તો કરી ને તરત જ સુઈ જતો. પૂરતી ઊંઘ પુરી ના થઇ હોવાના કારણે હું સુઈ ગયો અને જ્યારે મારી આંખ ખુલી ત્યારે બપોર ના 2:30 વાગ્યા હતા એટલે કે મારો જમવાનો સમય. પણ મારી આદત ના કારણે સૌથી પહેલા મેં મારો મોબાઈલ હાથ માં લીધો અને નેટ કનેક્શન ચાલુ કર્યું જે સાથે જ વોટ્સએપ મેસેજો અને નોટિફિકેશનો ચાલુ થઈ ગયા. મેં વોટ્સએપ ખોલ્યું જેમાં અનેક મેસેજ સાથે એક ગુડ મોર્નિંગ નો મેસેજ વિશુ નો પણ હતો. મેં પ્રોફાઈલ પર ક્લિક કર્યું જેમાં એનો ફોટો રાખેલો હતો. કદાચ એણે હમણાં જ ચેન્જ કર્યો હતો. ફોટા માં પણ સામાન્ય લૂક, એક દમ ભોળો ચહેરો જે એના માં જરા પણ ઈગો અને એટીટ્યુડ ના હોવાની સાબિતી આપતો હતો. આંખો કાળી અને મોટી ચમકદાર જેમાં જોતા જ ખોવાઈ જવાનું મન થઇ જાય, વાળ ખુલ્લા અને એના ચહેરા પર ઢળતી વાળ ની લટ અને હોઠ પર હલકું સ્મિત, ડાબા હોઠ ની ઉપર નાનું એવું તીલ જે એની સુંદરતા માં અનેક ગણો વધારો કરી રહ્યું હતું. મેં પણ સામે ગુડ મોર્નિંગ લખી ને વિશ કરી દીધું. થોડી વાર મા એનો ફરી મેસેજ આવ્યો.

વિશુ :- શુ કરો છો ?

આનંદ :- નથિંગ...જસ્ટ અત્યારે જ સુઈ ને ઉઠ્યો.

આવી જ રીતે સામાન્ય ચેટિંગ આગળ વધતી રહી બંન્ને વચ્ચે. ધીરે ધીરે સમય આગળ વધતો રહ્યો અને આ સમય ક્યારે મહિનાઓ માં બદલાઈ ગયો એની ખબર જ ન પડી. જેમ જેમ સમય આગળ જતો રહ્યો એમ દિવસે ને દિવસે બંને વચ્ચે ની મિત્રતા વધુ ગાઢ બનતી જતી હતી. બંને આખો દિવસ એક બીજા સાથે મેસેજ માં વાતો કરતા રહેતા. આખો દિવસ કેવો રહ્યો, આજે આખા દિવસ માં શુ શુ કર્યું, ક્યાં ક્યાં ગયા આ બધી જ વાતો થતી. ક્યારેક સમય મળે એટલે એક બીજા ને ફોન પણ કરી લેતા અને કોઈ આસપાસ ના હોય ત્યારે વીડિયો કોલિંગ પણ થતી રહેતી. લેટ નાઈટ સુધી ચેટિંગ અને જ્યારે પણ હું નાઈટ શિફ્ટ માં હોય ત્યારે તો ખબર જ નહીં અમારો સમય ક્યાં ખોવાઈ જતો. અડધી રાતે વીડિયો કોલિંગ જેમાં ફક્ત ઈશારા થી વાત થતી અને એકબીજા ને જોયા કરતા. દરરોજ એક બીજા ને પોતાના ફોટોસ મોકલવા. અને એમાં પણ જો બ્લેક કલર ના કપડાં પહેરેલા હોય તો કમ્પલસરી ફોટોસ મોકલવા જ પડે કારણ કે એ તો બંન્ને નો ફેવરિટ કલર. ટૂંક માં કહીએ તો બંને એક બીજા ના નજીક આવતા જતા હતા. એક બીજા ની લાઈફ ની બધી જ વાતો અમે વગર સંકોચે એક બીજા સાથે શેર કરતા હતા. પછી ભલે એ એક બીજા નું સુખ હોય કે દુઃખ, ભૂતકાળ હોય કે વર્તમાન પણ કોઈ જ વાત અમારા વચ્ચે છૂપેલી નહોતી રહેતી. એક બીજા પર નો વિશ્વાસ વધતો જતો હતો અમારો. મને એ વાત નો ખ્યાલ જ નહોતો કે હું કોઈ છોકરી પર આટલો બધો વિશ્વાસ કરીશ કારણ કે પહેલા લાગતું હતું કે બધી જ છોકરીઓ એક સરખી જ હોય છે જે તમારી સાથે ટાઈમપાસ જ કરે છે, બધી જ છોકરીઓ માં ઈગો અને એટીટ્યુડ હોય છે જે તમને ફક્ત હર્ટ કરે છે પણ જ્યાર થી એના કોન્ટેક્ટ માં આવ્યો ત્યારથી આ વ્યાખ્યા બદલાઈ ગઈ હતી કારણ કે એના મા ન તો એટીટ્યુડ હતો કે ના તો ઈગો, એકદમ ભોળી અને સીધી સાદી છોકરી. ક્યારેય કોઈ વાત નું ખોટું ના લગાડવું કે રિસાવું નહિ...ભૂલ મારી હોય તો પણ સોરી એનું કહેવું.

સમય સાથે હું પણ બદલાતો રહ્યો અને મને પણ એની આદત લાગતી રહી. રોજ એની સાથે વાત કરવી, જો એનો મેસેજ ના આવ્યો હોય તો ગમે નહિ અથવા વાત ન થાય તો ક્યાંય મૂડ જ ન લાગે. એનો મેસેજ આવતા ની સાથે જ ચેહરા પર એક અલગ જ પ્રકાર ની સ્માઈલ આવી જતી. જ્યારે એની સાથે વાત કરતો ત્યારે ખૂબ ખુશ રહેતો. કાંઈક અલગ જ જાદુ હતો એના વ્યક્તિત્વ માં જે મને હમેશા એની તરફ આકર્ષી રહ્યો હતો. મને ખબર નહોતી કે આ શું થઈ રહ્યું છે પણ કદાચ મારી શરૂઆત થઈ ગઈ હતી એની સાથે પ્રેમ માં પડવાની. હું કદાચ એને ચાહવા લાગ્યો હતો. મારા મન માં એના માટે લાગણીઓ એ જન્મ લઈ લીધો હતો. મને ખબર નહોતી કે મને જીવન માં બીજીવાર પ્રેમ થશે કે નહીં, પણ કદાચ જ્યારે પણ જીવનમાં દિલ તોડનાર ની એક્ઝિટ થાય છે ને ત્યારે દિલ જોડનાર ની એન્ટ્રી થતી જ હોય છે. કદાચ એનો પણ યોગ્ય સમય હોય છે. ખરેખર હવે મને સાચે જ એની સાથે પ્રેમ થઇ ગયો હતો. અજાણ્યો પ્રેમ જેને હું મળ્યો પણ નહોતો. ફક્ત એનો સ્વભાવ અને કેરિંગ નેચર જે મારા દિલ પર કબજો કરી ગયો હતો. મારા માટે તો એ સમય જ સાવ બદલાઈ ગયો હતો કારણ કે એની આદત જો પડી ગઈ હતી. પણ મેં થોડા સમય સુધી રાહ જોવાનું નક્કી કર્યું. પણ સમય જતાં મારી હદ વધતી ગઈ. જેમ જેમ સમય આગળ જતો ગયો મારો પ્રેમ વધુ ગાઢ બનતો ગયો. મારા માં હિંમત નહોતી કે ફક્ત એક ફ્રેન્ડ રહી ને એની સાથે વાત કરી શકું એટલે મેં નક્કી કરી લીધેલું કે એને મારી લાગણીઓ જણાવી દઈશ અને જો એનો જવાબ ના આવશે તો હું હમેશા માટે એની લાઈફ માંથી જતો રહીશ. એટલે અંતે મેં તે દિવસે રાતે એને મેસેજ ટાઈપ કર્યો અને અને હું મોબાઇલ ડેટા બંધ કરી ને સુઈ ગયો.

***

સવાર માં વહેલા ઉઠતા વેંત જ મેં મારો મોબાઈલ લીધો અને ડેટા ઓન કર્યો. વિશુ નો મેસેજ આવેલો હતો.

વિશુ :- શુ થયું વળી તમને ? કાઈ પણ બોલો છો. અને આપણે ફ્રેન્ડ તો રહી જ શકીએ ને ? ફ્રેન્ડ જેવો તો લવ પણ ના થાય.

આનંદ :- કઈ રીતે રહેવું ફ્રેન્ડ. જેટલી વાર તને જોઉં છું એટલી વાર પ્રેમ વધતો જાય તારા માટે. તારી સાથે વાત કર્યા વગર ચાલે નહિ અને અને અત્યારે ફ્રેન્ડ રહું પણ જે દિવસે તારા થી દૂર જવાનું થશે એ દિવસે તારા થી દૂર કઈ રીતે જઇ શકીશ હું ? મારા માટે તારા થી દુર થવું સહેલું નહિ હોય.

અને હું ફરી મારો મોબાઈલ બંધ કરી ને પાછો સુઈ ગયો. ના તો એનો કોઈ મેસેજ આવ્યો હતો કે ના તો મારા થી એને મેસેજ થઈ શક્યો. મારા મા તો હિંમત જ નહોતી રહી એને મેસેજ કરવાની છતાં પણ બીજા દિવસે મેં ફરી વાર મેસેજ કર્યો. અને એનો પણ સામે રીપ્લાય આવ્યો. અમારા વચ્ચે થોડી વાત પણ થઈ. પણ એના માં મને એ વિશુ નહોતી દેખાતી જે પહેલા હતી. જે આખો દિવસ બોલ - બોલ કર્યા કરતી, જેની વાતો આખો દિવસ પુરી જ નહોતી થતી. કદાચ મારી જ ભૂલ હતી, મેં જ એને મારી લાગણીઓ જણાવવામાં થોડી પહેલ કરી નાખી હતી. અમારા વચ્ચે ફ્રેન્ડશીપ તો હતી પણ પહેલા જેવી નહોતી રહી. કેટલું બધું બદલી નાખે છે બોલાયેલા શબ્દો. ક્યારેક કોઈ સંબંધ જોડી દે છે તો ક્યારેક કોઈ સંબંધ તોડી પણ દે છે. આના પછી પણ ઘણી વાર અમારા વચ્ચે આ જ બાબત પર વાત થઈ. મારી એના પ્રત્યે ની કેટલી કૂણી લાગણીઓ છે એના વિશે પણ દરેક વખતે એનો એક જ જવાબ મળતો કે હું તમારી લાગણી સારી રીતે સમજી શકું છું. પણ હું હજી આના માટે તૈયાર નથી. કારણ કે મારા મમ્મી - પપ્પા ક્યારેય આપણા સંબંધ માટે નહીં માને અને વચ્ચે હજી ઘણો સમય છે. ખબર નહિ ક્યારે શુ થઈ જાય એનો ડર લાગે છે.

મેં પણ એને ઘણી વાર હિંમત આપી કે એ ચિંતા છોડી દે તારા મમ્મી - પપ્પા ભવિષ્ય માં જરૂર માની જશે. પણ એ હજી આના માટે તૈયાર નહોતી. એનો ફક્ત એક જ જવાબ હતો કે મને ખૂબ ડર લાગે છે અને હું ચાહું તો પણ તમને હા નથી પાડી શકતી કારણ કે મને તમારી ચિંતા થાય છે. તમે મારા થી કેટલા બધા દૂર છો અને એકવાર તમારું દિલ તૂટ્યું છે અને તમને હર્ટ થયું છે અને અલગ થશુ ત્યારે શુ હર્ટ થશે એ હું સમજી શકું છું. એનો ફક્ત આ જ ડર હતો જે એક સંબંધ ને મજબૂત બનાવતા રોકી રહ્યો હતો. આખરે થોડા દિવસ પછી એ સમય આવી જ ગયો કે એને થોડી હિંમત કરી. પણ એનો અંત માં એક જ સવાલ હતો કે જો મમ્મી પાપા નહિ માને તો આપણે શું કરીશું ? કારણ કે મારા મા એમની અગેન્સ જવાની હિંમત નહિ હોય કારણ કે તમને ખબર જ છે કે પપ્પા મમ્મી એ મને કેવી ધમકી આપેલી છે અને પછી અલગ થવું પડશે. અંતે અમે બંને એક નિર્ણય સાથે સંમત થયા કે અલગ થવું પડશે તો એ દર્દ સહન કરવા માટે તૈયાર રહીશું.

મેં એને પ્રપોઝ કર્યું અને એને સામેથી હા પાડી હમેશા માટે મારી ધક ધક ગર્લ બનવાની મંજૂરી પણ આપી દીધી. ખૂબ જ અમૂલ્ય હતો એ દિવસ મારા માટે કે જે છોકરી મને ગમતી હતી એ આજે હમેશા માટે મારી બનવા તૈયાર હતી. મને ખબર નહોતી કે આ કિસ્મત નો ખેલ હતો કે એક અજાણ્યા સફર થી શરૂ કરેલી ચેટિંગ થી અમે અહીંયા સુધી પહોંચી ગયા હતા. અમારી વાતો ચાલુ જ હતી અને રાત ના 2 વાગી ગયા એની અમને ખબર જ નહોતી. અંતે અમે ગુડ નાઈટ વિશ કરી ને એક બીજા થી અલગ થયા.

બીજે દિવસે સવાર માં એનો મેસેજ આવ્યો અને બંને એ એકબીજા ને ગુડ મોર્નિંગ વિશ કર્યું અને એક નવા સંબંધ ની શરૂઆત કરી. મારા મન માં તો આખો દિવસ વિશુ જ રહેતી હતી. ક્યારે એ ફ્રી થાય અને ક્યારે એની સાથે વાત થાય બસ એજ ઝંખના રહેતી. થોડા દિવસ સુધી આવી રીતે ચાલ્યું પણ મને આ દિવસો માં વિશુ કાંઈક બદલાયેલી જ લાગતી હતી. એ પહેલાં ની જેમ મારી સાથે બધી જ વાતો શેર નહોતી કરી શકતી. કાંઈક તો ખૂટતું હતું અમારી વચ્ચે. મને વિશુ ના મન માં એક ડર દેખાતો હતો જેના કારણે એ ના તો મને કહી શકતી હતી કે ના તો કોઈ બીજા સાથે શેર કરી શકતી હતી. એ ફક્ત અંદરો - અંદર ડરતી હતી. અંદરો અંદર તૂટતી રહેતી હતી જે હું અનુભવી શકતો હતો. મારા માટે વિશુ ની ખુશી થી વધુ કાઈ જ નહોતું. મારા થી હવે રહેવાય તેમ નહોતું કારણ કે હું મારી વિશુ ને આવી રીતે તૂટતી નહોતો જોઈ શકતો. અંતે મેં એને પૂછ્યું.

આનંદ :- વિશુ, મને ખબર છે તું અંદર થી ડરી રહી છે પણ કોઈ ને કહી શકતી નથી. શુ વાત છે પ્લીઝ મને કહે...

વિશુ :- હું નથી રહી શક્તી... બહુ જ ડર લાગે છે મને...તમને ખબર છે ઘણા દિવસ થી હું અંદર જ રડું છું. ઘર માં પણ કોઈ સાથે વાત કરવાનો મૂડ જ નથી થતો. તમારા મેસેજ આવે ને મમ્મી બાજુ માં જ બેઠી હોય છે પણ હું સરખી રીતે વાંચી પણ નથી શકતી અને ડીલીટ કરવા પડે છે. મને માફ કરી દો. મારા મા હિંમત નથી એમને કહેવાની કે અગેન્સ જવાની. પપ્પા જે કહે છે એ જ ઠીક છે. હું આ રિલેશનશીપ માં આગળ નહિ વધી શકું. I am Heartly Sorry....forgive me...????????

આનંદ :- ઠીક છે, જો તું ખુશ ના હોય આ રિલેશનશીપ થી તો નથી રહેવું આપણે આ રિલેશનશીપ મા. તોડી નાખ રિલેશનશીપ. ભૂલી જા બધું કે આપણી વચ્ચે કાંઈ હતું. મને પણ માફ કરજે વિશુ. મારે હમેશા માટે તારી જિંદગીમાંથી દૂર જવું પડશે. આપણે ખાલી ફ્રેન્ડ્સ નહિ રહી શકીએ કારણ કે ફ્રેન્ડ્સ રહીને પણ આપણને એક બીજા સાથે વાત કરવાની આદત નહિ જાય. અને જ્યારે વાત કરીશુ તો બધો Past ભૂલી નહીં શકીએ. દરરોજ તૂટી ને મરવું પડશે. એના કરતાં સારું છે કે એક બીજા ને ભૂલી ને હમેશા માટે દૂર થઈ જઈએ. મને માફ કરી દેજે વિશુ. હું હમેશા માટે જઇ રહ્યો છું તારી જિંદગીમાંથી. હું તારો નંબર ડીલીટ કરી દઉં છું કારણ કે હું તને બ્લોક નહિ કરી શકું. પણ તું મને બ્લોક કરી દેજે. આ આપણી વચ્ચે થયેલી Last Chatting હતી. ( આટલું ટાઈપ કરતા કરતા મારી આંખમાંથી આંસુ ટપકી પડ્યા )

હું આગળ કાંઈ બોલી શકું એમ નહોતું. કારણ કે હું વિશુ ને ખૂબ પ્રેમ કરતો હતો અને વિશુ ને આવી રીતે હર્ટ થતી નહોતો જોઈ શકતો. હું નહોતો ઇચ્છતો કે વિશુ મારી સાથે એવી રિલેશનશીપ માં રહે જેમાં ફક્ત ડર હોય અને એ પોતાને Unsecure ફિલ કરતી હોય. મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો કે હું વિશુ ને ફોર્સ કરું કે એને હિંમત આપું કારણ કે મને ખબર હતી કે હવે વિશુ હિંમત નહિ કરી શકે. મારી પાસે ફક્ત આ એક જ રસ્તો હતો. મને ખબર હતી કે મારા માટે આ વાત Possible નહોતી. કારણ કે હું વિશુ થી દૂર રહી શકું એમ પણ નહોતું. કારણ કે વિશુ સાથે કરેલી એ વાતો, યાદો મારા માટે ભૂલવી સહેલી નહોતી. મને એ પણ ખબર હતી કે હવે મારુ દિલ કેટલી હદ સુધી તૂટવાનું છે અને મારી કેવી હાલત થવાની છે. જેના સાથે વાત કર્યા વગર હું એક દિવસ નહોતો રહી શકતો એની સાથે હવે આખી જિંદગી માટે સંબંધ તોડી ને દૂર થવાનું હતું. પણ સવાલ બંને ની જિંદગી નો હતો. બંને ના ભવિષ્ય નો હતો અને ખાસ કરી ને તો વિશુ ની ખુશી નો હતો. જો મારા થી દુર રહી ને વિશુ ખુશ રહેતી હોય તો મને એ પણ મંજુર હતું. મારા પાસે એક જ રસ્તો હતો અને એ હતો મારા પ્રેમ નો ત્યાગ. કારણ ફક્ત એક મજબૂરી જેના કારણે એક સંબંધ ને તૂટવું પડ્યું. બે હમસફરો એક થતા પહેલા જ હમેશા માટે એકબીજાથી દૂર થઇ ગયા. બે હસતા ચહેરાઓ રડવા માટે મજબૂર થઈ ગયા અને હંમેશા થતી રહેતી વાતો એક Last Chatting માં ફેરવાઈ ગઈ.

The End

( દરેક વ્યક્તિ ના જીવન માં કોઈક તો એવું હોય જ છે જેને એ ખૂબ પ્રેમ કરે છે પણ કહી શકતો નથી અથવા કોઈ મજબૂરી ને કારણે એનો સાથ છોડવો પડે છે. મજબૂરી પણ ઘણા પ્રકારે હોય છે. માતા પિતા ની ખુશી, ક્યારેક સોસાયટી નો ડર, ક્યારેક બંન્ને માંથી એક વ્યક્તિ નો ત્રાસ. ઘણા બધા કારણો હોય છે અલગ થવાના અને ક્યારેક એક કારણ પણ માંડ મળે છે ભેગા થવાનું. પણ ક્યારેક એક બીજા ની ખુશી માટે પણ પ્રેમ નું Sacrifice કરવું પડે છે )

◆ તમને આ સ્ટોરી કેવી લાગી ?

◆ બન્ને વચ્ચે થયેલા પ્રેમ ના ત્યાગ વિશે તમારા શુ મંતવ્યો છે ?

◆ શુ આ વાર્તા અહીંયા અધૂરી જ રહી જવી જોઈએ કે બંન્ને ના મિલન સાથે Happy Ending થવી જોઈએ ?

આ સવાલો ના જવાબો અને તમારા મંતવ્યો W.app - 7201071861 પર આવકાર્ય છે.