એક કદમ પ્રેમ તરફ
ભાગ- ૧
લંડન સિટી ની શિયાળાની સાંજે સ્નો ફોલ થઈ રહ્યો હતો. વિવાન તેના રૂમમાં વિન્ડોઝ પાસે ઉભા રહીને બહારનો નજારો જોઈ રહ્યો હતો.
જો કે આ દ્રશ્ય તો તે છેલ્લા ઘણા વર્ષો થી જોતો આવ્યો છે, સ્નો ફોલ થવો એ અહીંની સામાન્ય બાબત છે.
વિવાન તો કોઈ બીજા જ વિચારોમાં ખોવાયેલ છે. તે મિસ્ટર ધનરાજની વાતોને લઈને વિચારમાં છે.
આખરે એવું તો શું છે???? કે તેના પિતા તેને ત્યાં જવાની વાત સાંભળી ને ગુસ્સે થઈ જાય છે. અને હમણાં જ તેમના બેડરૂમ પાસેથી પસાર થતી વખતે પોતે સાંભળેલી વાતો????
શું રહસ્ય છુપાયેલું છે એ બધી વાતો પાછળ??? વિવાન વિચારી રહ્યો છે.
***
વાડિયા કોલેજમાં આજે ચહલપહલ જોવા મળી રહી હતી. કોલેજ કેમ્પસ સ્ટુડન્ટસથી ભરેલું હતું. આજે કોલેજનો પહેલો દિવસ હતો.
નવા વર્ષમાં ફર્સ્ટ યરમાં એડમિશન લઈને આવેલા દરેક વિદ્યાર્થીના ચહેરા પર એક ખુશી છલકાઈ રહી છે, તેમનામાં ઉત્સાહ છે, કોલેજ લાઈફમાં કઈક નવું કરવાનો ઉમંગ દેખાઈ છે.
નવા વિદ્યાર્થીઓ કોલેજમાં ફરીને આખી કોલેજ જોઈ રહ્યા છે, કોલેજનું બાંધકામ એકદમ સુંદર રીતે કરવામાં આવ્યું છે.
કોલેજના મેઈન ગેટ માંથી અંદર પ્રવેશતા જ સામે કેમ્પસ આવે છે, કેમ્પસની એક તરફ કોલેજનું પાર્કિંગ આવેલું છે અને બીજી તરફ કેન્ટીન આવેલી છે, કેન્ટીનની બાજુમાં જ કોલેજનું ગાર્ડન આવેલું છે. કેમ્પસ માંથી પસાર થતા આગળ જ કોલેજની ભવ્ય ઇમારત છે.
કોલેજની ઇમારતમાં નીચે એક તરફ પ્રિન્સીપાલની ઓફિસ આવેલી છે અને તેની બાજુમાં પ્રોફેસર માટેનો સ્ટાફરૂમ છે. તેની બીજી તરફ લાયબ્રેરી છે, લાયબ્રેરીની બાજુમાં કોમ્પ્યુટર રૂમ છે.
ઇમારતના બીજા અને ત્રીજા ફ્લોર પર ક્લાસરૂમ આવેલા છે, દરેક કલાસરૂમમાં પ્રોજેક્ટરની સુવિધા છે જેથી વિદ્યાર્થીઓને આધુનિક ટેકનોલોજી દ્વારા શિક્ષણ મળી શકે.
વિદ્યાર્થીઓ આવી સુવિધાયુક્ત કોલેજમાં એડમિશન મળવાથી ખુશ છે.
જુના વિદ્યાર્થીઓમાં જે લોકો માત્ર મોજ – મસ્તી માટે જ કોલેજ કરવા આવે છે તેઓ કેમ્પસમાં આમથી તેમ ફરીને નવી આવેલી છોકરીઓ માંથી કોને પટાવશે તેની શરત લગાવી રહ્યા છે.
ત્યાં જ કોલેજના પાર્કિંગમાં એક બ્લેક ઓડી એન્ટર થાય છે, તેમાંથી એક 5’8” હાઈટ ધરાવતો હેન્ડસમ નવયુવાન હાથમાં કારની ચાવીને ગોળ ગોળ ફેરવતો નીચે ઉતરે છે, ડાર્ક બ્લુ લેવીસનું જીન્સ ઉપર રેમન્ડનો શર્ટ, એક હાથમાં રાડોની વોચ અને બીજા હાથમાં સોનાની લક્કી, ગળામાં પણ સોનાની ચેઇન.
પગમાં નાઇકના શુઝ, આંખો પર રે-બનના ગોગલ્સ ચડાવેલા છે, સ્ટાઈલિશ હેર સ્ટાઈલ છે, અને અરમાનીના perfume ની મહેક…
કાર પાર્ક કરીને તે કેમ્પસમાં આવે છે, દરેક વિદ્યાર્થી તેની પર્સનાલીટી જોઈ રહે છે, છોકરીઓને તો જાણે તેમના સપનાનો રાજકુમાર અહીં તેમની સામે આવી ગયો હોય તેવો આભાસ થાય છે.
કેમ્પસમાં આવીને તે આજુ બાજુ નજર ફેરવે છે, તેને જોતા એવું લાગે છે કે તે કઈક શોધી રહ્યો છે.
કેમ્પસ માં એકતરફ છોકરીઓનું એક ગ્રુપ ઉભું છે, તે ત્યાં જઈને એક છોકરીને વિનમ્રતાથી પૂછે છે, “excuse me???, પ્રિન્સીપાલ સરની ઓફિસ કઇ તરફ છે?” તે છોકરી તેને રસ્તો બતાવે છે, ફરી એવી જ વિનમ્રતાથી તે કહે છે, “ thank you?”.
તે પ્રિન્સીપાલની ઓફિસ તરફ આગળ વધી જાય છે, છોકરીઓ તેને જતા જોઈ રહે છે, જ્યાં સુધી તે નજર સામેથી દેખાતો બંધ ના થયો ત્યાં સુધી…
પહેલા તે પ્રિન્સીપાલની ઓફિસમાં જાય છે અને સરને મળીને પોતાનો પરીચય આપે છે, સર તેને બેસવા કહે છે અને બન્ને કઈક વાતો કરે છે.
એટલી વારમાં ૧૦ વાગી જાય છે. તે ઓફિસમાંથી બહાર આવે છે અને પોતાના ક્લાસ તરફ જાય છે.
***
મોહિની પોતાના માતા – પિતાને પગે લાગીને કોલેજ જવા નીકળે છે, તેના ઘરથી કોલેજ 5 કિ.મી. ના અંતરે છે આથી તે પોતાની એકટીવા લઈને જ કોલેજ જાય છે.
આજે કોલેજનો પહેલો દિવસ છે, આથી મોહિની ખૂબ ખુશ છે, તે કાનમાં ઇયરફોન લગાવીને સોન્ગ સાંભળતા પોતાની મસ્તીમાં જઇ રહી છે.
આગળ રસ્તા નું કામકાજ ચાલુ હોવાથી ત્યાં રસ્તા પર પથ્થર અને કાંકરી પડેલી છે, મોહિની સાવધાનીથી એકટીવા ચલાવે છે છતાં પણ તેની એકટીવામાં પંકચર પડી જાય છે.
મોહિની આ જોઈને થોડી ગુસ્સે થઈ જાય છે, “હવે, હું કોલેજ કઈ રીતે જઈશ?? અહીંયા તો ક્યાંય ગેરેજ પણ નથી. તે વિધિને કોલ લગાવે છે, પણ તેનો કોલ નથી લાગતો.
મોહિની એકટીવાને ત્યાં જ સાઈડમાં પાર્ક કરીને બસમાં જ જવાનું વિચારે છે, કારણ કે આજે કોલેજનો પહેલો દિવસ છે અને તે લેટ થવા નથી માંગતી.
મોહિની થોડું ચાલીને બસ-સ્ટેન્ડ પર આવીને બસની રાહ જોતી ઉભી રહે છે, થોડીવારમાં બસ આવે છે અને તે કોલેજ પહોંચે છે પરંતુ તે થોડી લેટ થઈ ગઈ છે. મોહિની તેનો કલાસરૂમ શોધીને ક્લાસરૂમ તરફ જાય છે.
***
૧૦ વાગે કોલેજનો પ્રથમ બેલ વાગે છે, દરેક વિદ્યાર્થીઓ પોત પોતાના ક્લાસ તરફ જાય છે. ક્લાસમાં દરેક વિદ્યાર્થી પોતાને સાનુકૂળ લાગે ત્યાં બેસે છે.
થોડીવારમાં પ્રોફેસર ક્લાસમાં આવે છે, દરેક વિદ્યાર્થીઓ તેમને ગુડ મોર્નિંગ વિશ કરે છે, પ્રોફેસર પણ તેમને વિશ કરીને પોતાનો પરિચય આપે છે.
પ્રોફેસર કહે છે, “આઈ એમ પ્રોફેસર માધવ, હું તમને ઇંગ્લિશ ભણાવીશ, પણ આજે ફર્સ્ટ ડે છે અને તમે પણ બધા ન્યૂ સ્ટુડન્ટસ છો તેથી પહેલા તમે તમારો પરિચય આપશો.”
એક છોકરી ઉભી થઇને પોતાનો પરિચય આપે છે ત્યાં જ ક્લાસના દરવાજા પાસેથી એક મધુર અવાજ સંભળાય છે, “ મે આઈ કમ- ઇન સર????” દરેક વિદ્યાર્થીઓનું ધ્યાન ત્યાં જાય છે, ત્યાં એક ખૂબ જ સુંદર છોકરી અંદર આવવા માટે પરમિશન માંગી રહી છે.
તેને જોઈને છોકરાઓની હાર્ટ બીટ વધી જાય છે, લાંબા કાળા વાળ, જોતા જ કોઈ પણ ઘાયલ થઈ જાય તેવી મોટી આંખો, ગુલાબની પાંખડી જેવા કોમળ અને ગુલાબી હોઠ, લાંબી સુરાહીદાર ગરદન.
રેડ કલરના સલવાર કમિઝ અને ઉપર એવા જ રંગની ઓઢણીમાં તે સ્વર્ગની અપ્સરા જેવી દેખાઈ રહી છે. તેને જોઈને જ લાગે કે ભગવાને આને નવરાશની પળોમાં ઘડી હશે.
સર તેને અંદર આવવા પરમિશન આપે છે, તે ક્લાસમાં આમ થી તેમ નજર દોડાવે છે, અને એક ખાલી જગ્યા પર જઈને બેસે છે.
ફરી થી પરિચય વિધિની શરૂઆત થાય છે, એક પછી એક દરેક વિદ્યાર્થી પોતાનો પરિચય આપે છે, અને પોતાના વિશે જણાવે છે.
ત્યાં પેલી છોકરીનો નંબર આવે છે, તે પોતાની જગ્યા પર ઉભી થઇને તેનો પરિચય આપવાની શરૂઆત કરે છે, “ માય નેમ ઇસ મોહિની રાઠોડ. “
તેના નામ જેવું જ તેનું રૂપ હતું, એકદમ મોહક, કોઈ પણ મોહ પામે એવું.
પોતાનો પરિચય આપીને તે નીચે બેસી જાય છે, પણ પેલો છોકરો તેને જોયા જ કરે છે, શાયદ તેને તે ગમી જાય છે, પણ તે પોતાના માઈન્ડ ને કંટ્રોલમાં રાખે છે, કારણ કે તે અહીંયા કોઈ બીજા જ કામ થી આવ્યો હોય છે અને તે પહેલાં તેના કામ ને જ મહત્વ આપવા માંગે છે.
ફર્સ્ટ lectur પૂરો થાય છે, દરેક વિદ્યાર્થી આજુ બાજુમાં રહેલા વિદ્યાર્થી સાથે દોસ્તી કરવાના પ્રયત્નો કરે છે.
બીજો lecture સ્ટાર્ટ થાય છે, આ lecture માં પણ આગળ ના lecture ની જેમ જ પ્રોફેસર અમુક વિદ્યાર્થી ના પરિચય પૂછે છે અને દરેકને મહેનત કરી આગળ વધવા માટે ઓલ ધ બેસ્ટ કહે છે.
બ્રેક પડતા બધા વિદ્યાર્થી ફ્રેશ થવા બહાર નીકળે છે, અમુક કેન્ટીનમાં નાસ્તો કરવા જાય છે.
મોહિનીની સ્કૂલ ફ્રેન્ડ વિધિ પણ આ જ કોલેજમાં હોય છે. વિધિ અને મોહિની બન્ને સ્કૂલમાં પણ સાથે જ હોય છે અને હવે કોલેજમાં પણ તે બન્ને સાથે જ રહે છે.
વિધિ મોહિની પાસે આવે છે અને પૂછે છે, “ મોહિની, મેં તને વહેલા આવવા કહ્યું હતું ને, તું ક્યાં રહી ગઈ હતી, કેમ લેટ થઈ ગઈ??”
મોહિની કહે છે, “ સોરી, વિધિ. પણ હું શું કરું? સંજોગો જ એવા ઉભા થયા કે હું લેટ થઈ ગઈ.”
વિધિ આ સાંભળીને થોડી ચિંતામાં પૂછે છે, “ શુ થયું હતું મોહિની, બધું ઠીક તો છે ને?”
આ સાંભળીને મોહિની વિધિને કોલેજ આવતી વખતે જે થયું તે કહે છે.
વિધિ આ સાંભળીને થોડો ગુસ્સો કરીને કહે છે, “ શુ યાર તું પણ મોહિની, તે તો એવી રીતે કહ્યું જાણે કઈક સિરિયસ બની ગયું હોય, તે તો મને ડરાવી જ દીધી.”
આ સાંભળીને મોહિની હસી પડે છે અને સાથે વિધિ પણ હસવા લાગે છે.
પછી વિધિ કહે છે, “ ચાલ કેન્ટીનમાં જઈએ, મને તો ભૂખ લાગી છે.”
મોહિની પણ સાથ પુરાવતા કહે છે, “ હા, ચાલ જઈએ, મને પણ ભૂખ લાગી છે.”
બન્ને કેન્ટીનમાં આવે છે અને કોર્નરના એક ખાલી ટેબલ પર બેસે છે.
મોહિની વિધિ ને પુછે છે, “ બોલ શુ ખાઈશ? આજની પાર્ટી મારા તરફથી.”
વિધિ એ કહ્યું, “ મારી ફેવરિટ સેન્ડવીચ અને કોફી.”
મોહિની ઓર્ડર આપવા એક છોકરાને બોલાવે છે, મોહિની તેને પૂછે છે, “ તારું નામ શું છે?”
એ છોકરો કહે છે, “ અહીંયા બધા મને છોટુ કહીને જ બોલાવે છે, મેડમ.”
વિધિ છોટુનું સાચું નામ પૂછે છે, ત્યારે છોટુ એ કીધું કે, “ મારુ નામ મીત છે.”
આ સાંભળીને મોહિની કહે છે, “ મીત, સરસ નામ છે, હવે જા અમારા માટે સેન્ડવીચ અને કોફી લઇ આવ.”
મીત કહે છે, “ ok, મેડમ.” અને તે ત્યાંથી જતો રહે છે, મોહિની અને વિધિ વાતોએ વળગે છે.
10 મિનિટમાં નાસ્તો આવી જાય છે, મોહિની અને વિધિ વાતો કરતા કરતા નાસ્તા ને ન્યાય આપે છે.
થોડીવારમાં પેલો અજનબી છોકરો ત્યાં કેન્ટીનમાં એન્ટર થાય છે, પરંતુ તેનું ધ્યાન મોબાઈલમાં હોવાના કારણે તે એક છોકરા સાથે અથડાઈ જાય છે.
તેનો મોબાઈલ નીચે પડી જાય છે, તે મોબાઈલ લઈને પેલા છોકરાને સોરી કહે છે.
મોહિની નાસ્તો કરતા કરતા આ દ્રશ્ય જોવે છે, કારણ કે તે કેન્ટીનના દરવાજાની સામેની બાજુ જ બેઠી હોય છે.
મોહિની તેને જોયા કરે છે, પેલા અજનબીનું ધ્યાન પણ મોહિની પર જાય છે, બન્નેની આંખો મળે છે અને મોહિનીના દિલ માં એક અલગ જ તરંગ ઉદભવે છે. મોહિની એ અજનબી પ્રત્યે આકર્ષણ અનુભવે છે.
પછી મોહિની અને વિધિ નાસ્તો પતાવે છે, મોહિની બિલના પૈસા ચૂકવે છે અને બન્ને ક્લાસમાં પાછા જાય છે.
બ્રેક પત્યાં પછી નવો lecture સ્ટાર્ટ થાય છે, lecture લેવા એક મેડમ આવે છે, ક્લાસમાં આવીને મેડમ પોતાનો પરિચય આપે છે અને તેઓ જે વિષય ભણાવવાના છે તેના વિશે ચર્ચા કરે છે.
ત્યારબાદ તે ભણાવવાનું શરૂ કરે છે, થોડીવાર પછી તેમનું ધ્યાન પેલા અજનબી પર પડે છે, તેનું ધ્યાન ક્લાસમાં નથી હોતું, મેડમ તેને ઉભો કરે છે અને તેનું નામ શું છે તે પૂછે છે.
તે અજનબી તેનું નામ કહે છે, “……
(ક્રમશઃ)
દોસ્તો, કોણ છે એ અજનબી????? તે કયા કામ માટે અહીંયા આવ્યો છે??? શુ મોહિની અને તેની વચ્ચે કોઈ સંબંધ બંધાશે???
આ દરેક સવાલના જવાબ મેળવવા માટે વાંચતા રહો એક કદમ પ્રેમ તરફ…
સ્ટોરી વાંચ્યાબાદ સ્ટોરી તમને કેવી લાગી તેના પ્રતિભાવ આપવાનું ચૂકશો નહિ..
Thank you…
Gopi kukadiya.