ઘરે પહોંચી ને મીતા વિચારો માં હોય છે ત્યાં જ તેને જીગર ની યાદ આવે છે. જીગર ના ઘરે થી નીકળી ગઈ અને તેને આખા દિવસમાં ફોન પણ નથી કર્યો. એને ચિંતા થતી હશે.
જીગર ને ફોન કરતા જ એનો ચિંતાતુર અવાજ સંભળાયો. મીતા ક્યાં છે તું? તને કઈ ખોટું લાગ્યું છે મારા થી? આટલા વર્ષો માં આવું ક્યારેય નથી થયું કે આપણે એક પણ દિવસ વાત ન કરી હોય. અને તું છેક બીજા દિવસે રાતે ફોન કરી રહી છે. તું જે રીતે ઘરે થી નીકળી ગઈ હતી એ જોઈ ને મને એવું લાગ્યું કે તને કંઈ ખોટું લાગ્યું છે. એટલે જ તને ફોન ના કર્યો અને તું ફોન કરે એની રાહ જોઈ. શુ થયું મીતા કંઈ જવાબ તો આપ ?
સોરી જીગર બે દિવસ બહુ વધારે બીઝી રહ્યા એટલે તારી સાથે વાત ન કરી શકી. આમ, પણ મારે તારી સાથે અગત્ય ની વાત કરવી છે. તો કાલે શાંતિ થી મળીએ. તું કોલેજ પછી મળી શકીશ મને.ચોક્કસ, પણ ચિંતા જેવું કંઈ નથી ને નહિ તો હું હમણાં જ આવી જાઉં. ના, એવું ચિંતા જેવું કંઈ નથી પણ કાલે મળીએ.
જીગર ને મોહિત સાથે થયેલી બધી વાત જણાવીશ. પછી એ શું કહે છે એ જાણીશ? અને પછી યોગ્ય નિર્ણય પર આવ્યા પછી મમ્મી ને જણાવીશ. એ જ યોગ્ય છે. અંતે , થાક ના કારણે એની આંખો મીંચાઈ ગઈ.
આ બાજુ જીગર પોતાને થયેલી વિચિત્ર લાગણી ને વાગોળી રહ્યો હતો. આ શું થઈ રહ્યું છે મને? મીતા માટે આ શું અનુભવી રહ્યો છું હું? અત્યાર સુધી મેં કોઈ દિવસ આ લાગણી નથી અનુભવી. અચાનક જ મીતા મારા હ્ર્દય પર સવાર થઈ ગઈ છે. એની જોડે વાત કરવા અને જોવા માટે મન તડપી રહ્યું છે. કાલે, મીતા ને આ વાત જણાવીશ.
એના મન માં શું છે એ મને નથી ખબર! પણ હું એને મારા મન ની વાત કહીશ. મને ખાતરી છે કે એ મને ના નહિ કહે. આમ પણ, જીવનસાથી તો એને પસંદ કરવો જ પડશે. તો જે એને બાળપણ થી ઓળખે છે એની જોડે જીવન વિતાવવા માં એને શું વાંધો હોય?
એનું ભણવાનું પતે ત્યાં સુધી હું રાહ જોવા તૈયાર છું. આમ, વિચારી જીગર સુવા માટે જાય છે. પણ, નસીબ માં શું લખાયેલું છે? એની ખબર કોને છે? નિયતિ એ મીતા માટે શું વિચાર્યું છે એ કોઈ જાણતું નથી.
બીજા દિવસે સવારે મીતા ના પપ્પા ની તબિયત ખરાબ થઈ જાય છે. પણ, એમનું ઓફીસ માં ફાઇલ પહોંચાડવું ખૂબ જ જરૂરી હતું. આથી, મીતા તેના પપ્પા ની ઓફીસ માં ફાઇલ આપવા માટે જાય છે.
ઓફીસ માં પ્રવેશ કરી રહી હોય છે અને ત્યાંજ તે માલિક ના પુત્ર સુદેશ સાથે અથડાય છે. સુદેશ નું વ્યક્તિત્વ જોઈને કોઈ પણ છોકરી તેને પોતાનો પતિ બનાવા ઈચ્છે. પણ, મીતા તો સોરી કહી ને ઓફીસ ની અંદર જતી રહી અને ફાઇલ રીસેપ્શન પર આપી ને નીકળી ગઈ.
સુદેશ માટે આ નવું હતું કે કોઈ છોકરી એ એને જોયા પછી બીજી વાર જોવાનો કે વાત કરવાનો પ્રયાસ ના કર્યો. એને અંદર કંઈ ખૂંચ્યું. એને રીસેપ્શન પર મીતા વિશે પૂછ્યું? પણ કઈ જાણવા ના મળ્યું. હજી પણ એનું મન માનવા તૈયાર નહોતું કે કોઈ છોકરી એને બીજી વખત જોયા વગર જઈ શકે.
તે પોતાની કેબીન માં ગયો. અને પટાવાળા ને બોલાવ્યો. પટાવાળો સુદેશ નો ખાસ હતો. ઓફીસ માં બનતી ઘટનાઓ થી તેને વાકેફ રાખતો હતો. તેને સુદેશે મીતા વિશે માહિતી ભેગી કરવા માટે કહ્યું.
આ બાજુ મીતા આ બધી વાતો થી બેખબર પોતાની દુનિયા માં મસ્ત હતી.તે નહોતી જાણતી કે જીગર એના વિશે શું અનુભવી રહયો છે? અને સુદેશ જેનું અસ્તિત્વ જ નહોતું તે એના વિશે બધું જ જાણવા માંગે છે.
ઘણી વખત એવું થતું હોય છે કે જીવન માં આપણે જેને જાણતા કે ઓળખતા પણ નથી તેવા લોકો આપણા વિશે જાણવા માંગે છે.બસ , આવું જ કંઈક મીતા ના જીવન માં થઈ રહ્યું હતું. એનું સીધું સાદું જીવન ગૂંચવડા ભર્યું બનવા જઈ રહ્યું હતું.
સુદેશ નો પટાવાળો બીજા દિવસે મીતા વિશે બધી માહિતી સાથે હાજર થઈ ગયો. મીતા કઈ કોલેજ માં ભણે છે? તેના દોસ્ત કોણ છે? તે કેટલા વાગે કઈ જગ્યાએ હોય છે? બધી જ માહિતી તેની પાસે હતી. અને આ વિગતો જાણ્યા પછી સુદેશ ને મીતા ને જાણવાં ની ઈચ્છા ઓર તીવ્ર બની.
સુદેશ જે માહોલ માં મોટો થયો હતો તેમાં છોકરાઓ જોડે હરવું ફરવું, વિદેશ પ્રવાસ કરવા, ટૂંકા કપડાં પહેરવા એ બધું છોકરીઓ માટે સામાન્ય વાત હતી. એને છોકરીઓ નું attention હંમેશા મળ્યું હતું. મીતા એ બધા થી અલગ હતી અને કદાચ એ જ વાત સુદેશ ના મન ને મીતા વિશે જાણકારી મેળવવા માટે આકર્ષિત કરી રહી હતી.
મીતા વિશે જાણ્યા પછી સુદેશ એટલું સમજી શક્યો કે તે એવી છોકરી છે જે એની જ દુનિયા માં જીવે છે. અને પોતાના લોકો ની તકલીફ દૂર કરવા માટે કઈ પણ કરી શકે છે. મીતા વિશે વધુ જાણવાની ઉત્સુકતા એના મન માં જાગી. અને એને કેવી રીતે પુરી કરવી ? એના વિશે વિચારવા લાગ્યો.
બીજા દિવસે જ્યારે મીતા ના પિતા મનુ ભાઈ ઓફિસ આવ્યા ત્યારે સુદેશે તેમને પોતાની કેબીન માં બોલાવ્યા. તેને મનુ ભાઈ ને કહ્યું કે આપણી ઓફીસ માં પાર્ટ ટાઈમ જોબ ની જગ્યા થઈ છે. જેમાં કોલેજ માં ભણતા છોકરા કે છોકરી ની જરૂર છે. મેં કાલે તમારી દીકરી ને ઓફીસ માં જોઈ અને સ્ટાફ પાસે થી તેના ઘણા વખાણ સાંભળ્યા છે. એટલે આ જોબ હું તેને ઓફર કરું છું.
મનુ ભાઈ આ વાત સાંભળીને ખુશ થઈ ગયા. પણ તેમને હા પાડતા પહેલા મીતા ને પૂછવુ જરૂરી લાગ્યું! આથી તેમને સુદેશ ને મીતા ને પૂછી ને કહી શકું એમ જણાવ્યું. સુદેશે પણ તેમને હા પાડી અને સાથે કહ્યું કે માત્ર ૪ કલાક જ ઑફિસમાં આવાનું રહેશે. અને તે પણ આખા દિવસ માં ગમે ત્યારે. પગાર પણ ૮૦૦૦ રૂપિયા શરૂઆતમાં અને 3 મહિના પછી ૧૨૦૦૦ ની આસપાસ થશે. એટલે નિર્ણય સમજી વિચારી ને લેજો. અને કાલ સવાર સુધી માં જણાવી દેશો.જેથી તમારી ના હોય તો મને બીજા કોઈ ને રાખવાની ખબર પડે.
શું જવાબ હશે મીતા નો? શું મીતા હા પાડશે? સુદેશ મીતા ને જાણી શકશે? જીગર મીતા ને પોતાના દિલ ની વાત કહેશે? મોહિત મીતા ને મનાવી શકશે? આ બધા જ સવાલો ના જવાબ માટે વાંચતા રહો આગળ ના ભાગ....
તમારા પ્રતિભાવ ratings ના રૂપ માં જરૂર થી આપજો......