Hu Tari rah ma.. - 10 in Gujarati Fiction Stories by Radhika patel books and stories PDF | હું તારી રાહ માં - 10

Featured Books
Categories
Share

હું તારી રાહ માં - 10

આગળ જોયું….પંકજભાઈ હોસ્પિટલમાં હોઇ છે અને એક મહિના પછી તે હોઁશમાં આવે છે. પંકજભાઈને હોંશ આવતાં મેહુલ તેમને મળવા સીધો જ હોસ્પિટલ જાય છે. તયારે પંકજભાઈ મેહુલ પાસે એક એવી માંગણી કરે છે જે મેહુલે નાછૂટકે પુરી કરવી જ પડે છે અને તેનાં લીધે તે ઘણો તકલીફમાં હોઇ છે. આઠ વર્ષ વીતી જાય છે તે વાતને અને આઠ વર્ષ પછી ફરી મેહુલ તેનો ભૂતકાળ રાહી અને ધ્રુવ સામે વર્ણવે છે. રાહી અને ધ્રુવ. બન્ને સ્ટુડન્ટસ હોઇ છે અને એક જ ક્લાસમાં. સાથે તે બન્ને મેહુલની ઓફીસમાં જોબ પણ કરતાં હોઇ છે…આગળ..

રાહી,ધ્રુવ અને મેહુલ ગાર્ડન જવાં રવાના થાય છે. ધ્રુવ. રસ્તામાંથી ચા- નાસ્તાનું પાર્સલ કરાવી લે છે.બધાં ગાર્ડન પહોંચી પેહલા ચા – નાસ્તો કરે છે. પછી રાહી પ્રશ્નો પૂછવાનું ચાલુ કરે છે.

“ સર તમે આજ તૈયાર છો તમારા ભૂતકાળમાં થયેલી તે ઘટના કેહવા માટે?”

“ રાહી હું મારા ભૂતકાળથી ગમે તેટલો ભાગુ પણ તેનાંથી હકીકત બદલાઇ નથી જવાની. મારે ભૂતકાળનો સામનો તો કરવો જ રહ્યો.તો પછી આજ જ હું મારા ભૂતકાળનો સામનો કરીશ.બોલો તમારા શુ પ્રશ્ન છે?” મેહુલે ઊંડો શ્વાસ લેતા કહયું.

“ પંકજભાઈને હાર્ટએટેક ક્યાં કારણોસર આવ્યો હતો?” ધ્રુવે ઉત્સુકતાથી પુછ્યું.

“ પંકજભાઈની પ્રોપર્ટી .” મેહુલ

“ પ્રોપર્ટી…!!!!?” રાહી

“ હા….પ્રોપર્ટી.” મેહુલ

“ પણ….પ્રોપર્ટી કઈ રીતે?” ધ્રુવ

“ પંકજભાઈની પ્રોપર્ટી તેની પીડાનું કારણ બની ગઈ હતી.” મેહુલ

“ હું કંઈ સમજી નહીં” રાહી

“ પંકજભાઈ અને તેનો એક ભાઈ આમ બે ભાઇઓ હતાં તે પોતે. પંકજભાઈએ પંદર વર્ષની ઉંમરથી જ પોતાના પિતાજીને બિઝનેસમાં મદદ કરવાની શરૂ કરી દીધી હતી. વીસ વર્ષની ઉંમરેતો પંકજભાઈએ પૂરેપૂરો બિઝનેસ સંભાળી લીધો હતો. આથી પંકજભાઈનાં પિતાજી પંકજભાઈથી ખૂબ જ ખુશ હતાં. પણ પંકજભાઈથી ત્રણ વર્ષ નાનો તેનો ભાઈ હેમલ તેટલો જ બેજવાબદાર.જેટલા મોહનભાઇ ( પંકજભાઈનાં પીતા ) પંકજભાઈને લઇને બેફિકર હતાં તેટલાં જ હેમલને લઇને ચિંતિત.” મેહુલ

“ તો શું આ બધું તેમણે તમને હોસ્પિટલમાં હતાં ત્યારે કહ્યું..?” ધ્રુવે પ્રશ્ન કર્યો.

“ ના આ બધી વાતો મને પહેલેથી જ ખબર હતી. પંકજભાઈ અને હું સારા મિત્રો હતાં.તેમનાં જીવનની બધી જ વાતોની જાણ તેમણે મને કરેલી.” મેહુલ

“ પણ પ્રોપર્ટી અને હાર્ટએટેકને શું લેવા- દેવા..??” રાહીએ પુછ્યું.

“ ઘણી વાતો ઍવી હોઇ છે રાહી …જે સાંભળવામાં ભલે તેવું લાગે કે આ વાતોને કોઈ તાલમેલ નથી પરંતુ ખૂબ જ મળતી આવતી હોઇ.” મેહુલ

“ સર તમે અમને આખી વાત જણાવશો પ્લીઝ..” ધ્રુવ

“ હેમલ ખૂબ જ ઉડાઉ માણસ હતો. તેણે ક્યારેય ફેમિલી બિઝનેસમાં ધ્યાન જ નહોતું આપ્યું.લેટ નાઈટ પાર્ટી, ડ્રિન્ક,છોકરીઓ આ જ હેમલનાં મુખ્ય શોખ અને તેનું જીવન હતાં. આ વાતથી મોહનભાઇ ખૂબ જ દુઃખી હતાં અને હેમલનાં ભવિષ્યને લઇને ચિંતામાં પણ હતાં. તેમણે હેમલને સુધારવાની ખૂબ જ કોશિશ કરી પણ પરિણામ શૂન્ય હતું. આથી પંકજભાઈએ બધી જ પ્રોપર્ટી થોડા સમય માટે પંકજભાઈનાં નામ પર કરી દેવાનું નક્કી કર્યું. કદાચ આ કારણથી હેમલ સુધરી શકે તેવું તેમને લાગ્યું અને વકીલ પાસે તેમણે પેપર્સ બનાવડાવી લીધાં.” મેહુલ

“ પછી શુ થયું? હેમલભાઈમાં કંઇ ફર્ક આવ્યો..??” ધ્રુવ

“ પછી જે થયું તેનાં લીધે પંકજભાઈની આખી જીંદગી બદલાઇ ગઇ.પ્રોપર્ટી કોઈનો જીવ પણ લઇ શકે તેવું વિચારી પણ ન શકાય પણ પંકજભાઈનાં જીવનની હકીકત બની ગઇ.આખરે તે કાળ દિવસ આવી ગયો પંકજભાઈ અને અને તેનાં પરિવારનાં જીવનમાં.” મેહુલ

“ કયો દિવસ અને શું થયું હતું?” રાહી

“ હેમલ જ્યારે પોતાના ખર્ચ માટેનાં પૈસા લેવા ઓફિસે આવ્યો ત્યારે જ વકીલ ત્યાં હાજર હતાં અને મોહનભાઇ જોડે પ્રોપર્ટીનાં પેપર્સ બાબતે ચર્ચા કરી રહ્યાં હતાં. આ બધી જ વાત હેમલ સાંભળી ગયો આથી તેને ખૂબ જ ગુસ્સો આવ્યો અને તે ત્યાંથી જતો રહ્યો.

પણ હેમલ આ વાત ભુલ્યો નહતો.આ વાતને લઇને તે મનોમન ખૂબ જ ગુસ્સામાં હતો. તેણે આ વાતનો બદલો લેવાનું તેનાં પિતા સાથે નક્કી કર્યું.” મેહુલ

એક દિવસ હેમલ ઓફિસે ગયો અને મોહનભાઈને કહ્યું,” ચાલો પપ્પા આજ આપણે સાથે ઘરે જઇએ.”

મોહનભાઇ અચરજથી ખુશ થતાં હેમલ સામે જોઇ કહ્યું,” બેટા હું દરરોજ પંકજ સાથે ઘરે જઉં છું. તું પંકજને આવવા દે આપણે ત્રણેય સાથે જઇએ.”

“ પપ્પા તમે દરરોજ મોટાભાઈ જોડે જ ઘરે જાવ છો. આજ મેં તમને સામેથી કહ્યું ઘરે આવવા મારી સાથે તો તમને મારા આગ્રહની જરાય પરવાહ નથી.? હું જ બધાને પોતાના માનું છું બાકી તમે બધાએ તો મને ક્યારનોય પારકો કરી દીધો છે. છોડો મારી આમ પણ કોને પરવાહ છે તો મારા આગ્રહની પરવાહ કરશે? હું જઉં છું. તમે આવજો પંકજભાઈ જોડે જ.” હેમલે ગુસ્સે થતાં કહ્યું.

“ અરે ના બેટા એવુ જરા પણ નથી ચાલ હું આવુ છું બસ..હવે ગુસ્સો છોડ બેટા અને હું તને અને પંકજને બન્નેને સરખાં જ ચાહું છું. પ્લીઝ આવું ફરીવાર ન બોલતો.” મોહનભાઇએ હેમલને મનાવતા કહ્યું.

“ નાં પપ્પા હુ જઉં છું તમે પંકજભાઈ જોડે જ આવજો અને રહી વાત પ્રેમની તો તે તમે મને કરતાં જ નથી પંકજભાઈને જ કરો છો કેમ કે તે તમને ઓફિસના કામમાં મદદ કરે છે અને હું મદદ નથી કરતો આટલા માટે.” હેમલ

“ બેટા જો મે કીધું ને હું પણ આવું છું તારી સાથે.” મોહનભાઇ

“ ઓકે પપ્પા.” હેમલે ખુશ થતાં કહ્યું.

“ ઓહ તો હેમલભાઈ તેનાં પપ્પાને ઇમોશનલી બ્લેકમેલ કરીને પ્રોપર્ટી મેળવવાના પ્લાનમાં હતાં?” રહીએ પુછ્યું

“ ના રાહી હેમલનાં મનમાં પ્રેમ, ભાવના, સવેંદના જેવું કંઇ હતું જ નહીં. આ બધું તો તેનું નાટક હતું. હકીકત તો કંઇક જુદી જ છે.” મેહુલ

“ શું હકીકત”? ધ્રુવ

“ હેમલનાં મનમાં માત્ર પૈસા મેળવવાની ભુખ હતી. તે મોહનભાઇને તેની સાથે કારમાં લઇ જઇ ધમકી આપવા લાગ્યો કે,” જો તે બધી જ પ્રોપર્ટી તેને નામ નહીં કરે તો તે અત્યારે જ તેમને જાનથી મારી નાખશે.મોહનભાઇ આ વાત સાંભળી ખૂબ જ હેબતાઈ ગયા અને પ્રોપર્ટી તેને નામ ક્યારેય નહીં કરે તેવું જણાવી દીધું. આથી ઉશ્કેરાઈને હેમલે ગાડી સ્પીડમાં ચલાવી ચાલું ગાડીએથી ઉતરી ગયો અને ગાડી બેકાબુ બનતા મોહનભાઇનું એક્ષિડેન્ટમાં મૃત્યુ થયું. હેમલે આ પૂરેપૂરી ઘટનાને એક્ષિડેન્ટ તરીકે જાહેર કર્યું.પણ પોલીસ તપાસમાં મોહનભાઇનું મૃત્યુ એક્ષિડેન્ટથી નહીં પણ મર્ડરથી થયું છે તેમ બહાર આવ્યું. આ વાત પોલીસે પંકજભાઈનાં એટેક આવવાના થોડા દિવસો પેહલા પંકજભાઈને કરેલી આથી તે થોડા દિવસોથી ચિંતામાં હતાં.આ બધી વાતો પંકજભાઈએ ખુદ મને કહેલી હતી.” મેહુલે ચોખવટ કરી.

“ તો શું રિદ્ધિમેમને તમે આ વાતની જાણ કરી હતી?” રાહીએ પુછ્યું

“ સમય જ ન રહ્યો.” મેહુલ

“ પણ કેમ? તમે ફોન કરીને કે રૂબરૂ પણ આ વાત તેમને જણાવી શકતને રિદ્ધિમેમને?” ધ્રુવ

“ કહેવું તો ત્યારે પણ ધણું હતું અને આજ પણ ઘણું છે પણ રિદ્ધિ તયારે પણ સાંભળવા તૈયાર નહોતી અને આજ પણ તે વાત સાંભળવા તૈયાર નથી.” મેહુલે આંખમાં આવેલા આસું સાફ કરતાં કહ્યું.

“ પણ કારમાં મોહનભાઇ અને હેમલભાઈ વચ્ચે શું વાત થઈ તે પોલીસને કેમ ખબર પડી?” ધ્રુવે અચાનક જ પૂછી લીધું

મેહુલ હજુ પણ મૂક મને રિદ્ધિની યાદોમાં ખોવાયેલો હતો.

“એય ડફોળ ચૂપ થઈ જા.જોતો નથી સર કેટલા ઉદાસ છે અત્યારે. અને તું છો કે સવાલ પૂછવામાં લાગેલો છે.” રાહીએ ધ્રુવને રોકતા કહ્યું.

“ ઓહ સોરી” ધ્રુવને પોતાની ભુલ સમજાઈ

“ કારમાં બેસતાં પહેલાં અજાણતા જ હેમલનાં ફોનમાં રેકોર્ડર શરૂ થઈ ગયું હતું. પોલીસે તાપસ સમયે બધાનાં ફોન જપ્ત કર્યા હતાં તયારે તપાસમાં આ બધી વાતો જાણવા મળી હતી.” મેહુલે સ્વસ્થ થતાં ખુલાશો કર્યો.

“ બસ આ જ વાત પંકજભાઈને મનોમન દુઃખી કરતી હતી.તે મનોમન ઘૂટાયાં કરતાં હતાં. તે હેમલને પણ સજા અપાવી શકે તેમ નહતા. કેમ કે તેણે આખી જીંદગી હેમલની સંભાળ રાખવાનું પિતાજીને વચન આપ્યું હતુ.પણ આ જ વાતનો હેમલે ખૂબ જ ફાયદો ઉઠાવ્યો હતો. આથી જ હોસ્પિટલમાં પંકજભાઈએ ઍક નિર્ણય લીધો હતો જેને સાંભળીને હું ખુદ ચોંકી ગયો હતો પરંતું પંકજભાઈના પરિવારની સેફ્ટી માટે મારે તેમની વાત સ્વીકારવી પડી.” મેહુલ ઍક પછી ઍક વાત કહ્યે જતો હતો.

“ પણ ઍવી તે કઈં વાત હતી જે તમને સ્વીકાર નહોતી? શું પંકજભાઈએ કોઈ ખોટી માંગણી કરી હતી તમારી પાસે?” રાહી

“ પંકજભાઈએ મને ફેક્ટરી સોંપી દેવાનો અને બધી જ પ્રોપર્ટી મારા નામ પર

કરી દેવાનો નિર્ણય કરી લીધો હતો.”મેહુલ

“ પણ આવુ શા માટે ?”ધ્રુવ

“ કેમ કે આ પ્રોપર્ટીએ તેનાં પિતાજીનો તો ભોગ લીધો જ હતો પણ હવે તેમનાં બાળકોને નુકશાન પહોંચાડવાની તૈયારીમાં હતો. જો પ્રોપર્ટી પંકજભાઈનાં નામે રહે તો તેનાં બાળકો સુરક્ષિત નહોતા આથી પંકજભાઈ પ્રોપર્ટી મારા નામ પર કરી દેવા માંગતા હતાં.આથી તેમનાં બાળકો અને પત્ની સલામત રહે.પહેલા પંકજભાઈએ સીધું જ પ્રોપર્ટી મારા નામ પર કરી દેવાનું કહયું તો વાત મારા ગળે ન ઉતરી પણ પછી તેમણે મને આખી હકીકત જણાવી રિદ્ધિનાં સોગંદ આપ્યાં ત્યારે જઇને હું આ વાત માનવા માટે તૈયાર થયો.પણ મને નહોતી ખબર કે મુસીબત આટલેથી ટળવાની નહોતી.મુસીબતે તો જાણે પંકજભાઈનાં ઘરનો રસ્તો પસંદ જ કરી લીધો હતો.સાથે સાથે મે મારી રિદ્ધિને પણ ખોઈ દીધી.

“ પણ તો પંકજભાઈએ હેમલને પોલીસનાં હવાલે કેમ ન કરી દીધો? તે તો ગુનેગાર કેહવાય ને? તો પછી તેને સજા કેમ ન અપાવી?” રાહીએ અચરજ સાથે પુછ્યું.

“ પંકજભાઈએ મોહનભાઇને વચન આપેલું કે તે હેમલનું ધ્યાન રાખશે અને હેમલનાં જન્મ પછી તરત જ તેનાં મમ્મીનું મૃત્યુ થયું હતું ત્યારે પંકજભાઈની ઉંમર સાત વર્ષની હતી.આથી બાળપણથી જ પંકજભાઈએ હેમલને એક પીતા જેવો ઉછેર આપ્યો હતો.આથી હેમલ આજે નહીં તો કાલ સુધરી જશે તે આશામાં તેને સજા અપાવીને તેનું ભવિષ્ય બરબાદ નહીં કરવાનો નિર્ણય લીધો પણ પંકજભાઈને નહોતી ખબર છે કે તેની વધારે પડતી ભલાઈ તેમને મોતનાં માર્ગ પર લઇ જશે.મેહુલે અફસોસ સાથે કહયું.

રિદ્ધિ અને પંકજભાઈ બન્ને મારી તાકાત હતાં.તે જ હેમલે મારી પાસેથી છીનવી લીધાં.મને તો તે વાત નથી સમજાતી કે માણસો પૈસા અને પ્રોપર્ટી પાછળ આટલી કેમ આંધળી દોટ મુકે છે. સાચી મિલકત તો ખરેખર પ્રેમ અને પરિવાર છે. મારી પાસે આજે આટલી પ્રોપર્ટી હોવાં છતાં હું રિદ્ધિ વગર ખૂબ જ અકેલું મહેસુસ કરું છું.બધી સુખ- સુવિધા વગર અધૂરા છે. વ્યર્થ છે બધું.” મેહુલ

રિદ્ધિની વાત આવતાં મેહુલની આંખો ફરી ભીની થઈ ગઇ.ધ્રુવે મેહુલને સાંભળતા કહયું,” સર પ્લીઝ શાંત થાઓ હું અમે સમજીએ છીએ પરીસ્થિતીને.”

“ એ જ તો પ્રોબ્લેમ છે કે પરીસ્થિતીને હું સમજુ છું. તમે સમજો છો પણ જેને સમજવી જોઇયે તે કેમ સમજવા તૈયાર નથી?? ત્યારે પણ તે જીદ લઇને બેઠી હતી આજે પણ તે જીદ લઇને બેઠી છે.” મેહુલ

“ પણ તમે આ બાબતે રિદ્ધિમેમની સાથે વાત કેમ નથી કરતાં? તેમ કહેતાં હોઇ તો અમે મદદ કરીએ તેમણે હકીકત જણાવવામાં.” રિદ્ધિ

“ પણ તમે તેને જણાવવા જશો ક્યાં? મને ખુદને નથી ખબર કે રિદ્ધિ અત્યારે ક્યાં છે ..? તો હું તમને શું કહું તેનાં વિશે? રિદ્ધિ ત્યારે પણ તેની જીદને કારણે જ ગઇ હતી.બાકી શુ તેને શોધવાની ટ્રાય નહીં કરી હોય? તે મળી પણ હતી પણ તેને મારી વાત પણ નહોતી સાંભળવી અને મારી સાથે પણ નહોતું રેહવું અને ઍક દિવસ તે એટલી દુર જતી રહી કે આજે તેનો કોઈ અતોપતો જ નથી.” મેહુલે નિશ્વાસ નાખતા કહયું.

“ પણ મેહુલ સર આ બધી વાતમાં તમારો શું ગુનો હતો? તમે તો માત્ર મદદ કરી હતી ને પંકજભાઈની તો પછી ઍક વખત મળેલા તો તયારે કેમ ન સમજાવ્યું.?” ધ્રુવ અને રાહી.

જ્યારે હોસ્પિટલની બહાર નીકળીને મેં રિદ્ધિને કોલ કરવાનું વિચાર્યું અને જેવો મે પોકેટમાં હાથ નાખ્યો ફોન કાઢવા ફોન પોકેટમાં નહોતો આથી હું સીધો જ રિદ્ધિનાં ઘરે ગયો.ત્યાં જઇને જાણવા મળ્યું કે રિદ્ધિ થોડીવાર પેહલા જ બહાર ગઇ આથી ભારતીઆંટીને હું ચિંતા કરાવવા માંગતો નહોતો આથી હું ત્યાંથી નીકળી ગયો અને સીધી જ પહેલા જઇને નવા ફોનની વ્યવસ્થા કરી. નવા ફોનમાંથી જ્યારે મે રિદ્ધિને ફોન કર્યો ત્યારે તેનું વર્તન એક્દમ બદલાયેલું લાગતું હતુ.તેણે મારી સાથે વાત પણ સરખી રીતે ન કરી અને તરત જ ફોન કટ કરી દીધો.મને એમ કે બીમાર હશે એટ્લે સરખી વાત નહીં કરતી હોઇ આથી મેં ફરી તેને ફોન લગાવ્યો.પણ તેણે ફરી તેવું જ વર્તન કર્યું અને મને કહી દીધું કે હવે ફોન કરવાની જરૂર નથી.હું કંઇ બોલું તે પેહલા ફરી તેનો ફોન કટ થઇ ગયો. હું રિદ્ધિનાં વર્તનથી ખૂબ જ આઘાતમાં હતો.મેં તેને મેસેજ પણ કર્યો કે મારે જરુરી વાત કરવી છે. પણ તેણે કંઇ રીપ્લાય જ ન આવ્યો. આથી મે મિલનને આ બાબતે વાત કરી અને હોસ્પિટલમાં મારી અને પંકજભાઈ વચ્ચે જે વાત થઈ તે પણ કહી. આથી મિલનએ સલાહ આપી કે,” આવી ગંભીર બાબત ફોનમાં કહેવાને બદલે તું રૂબરૂ કહે તો જ વધારે સારું રેહશે.” આથી મે પણ વિચાર્યું કે કાલે રિદ્ધિ જ્યારે ઓફીસે આવશે ત્યારે તેની જોડે શાંતિથી બેસીને આ બાબતે વાત કરશે.”

બીજા દિવસે હું રિદ્ધિની રાહ જોતો હતો પણ તે ઓફિસે આવી જ નહીં.આથી હું જાણવા માટે હું તેનાં ઘરે ગયો તો તેનાં મમ્મી ત્યાં હતાં આથી મે તેમની જોડે વાત કરી.

“ આન્ટી રિદ્ધિ ક્યાં છે? કેમ આજ ઓફિસે નથી આવી?”મેહુલ

“ બેટા રિદ્ધિ હવે ઓફિસે નહીં આવે. તેણે જોબ છોડી દીધી છે.” ભારતીબહેન

“પણ શા માટે? તેને થયું છે શું? કોઈએ કશું કહ્યું ? કાંઈ પરેશાની છે?” મેહુલ

“તે તો કંઇ ખાસ ખબર નથી પણ હવે તેને જોબ નથી કરવી તેમ તેણે કીધું.” ભારતીબહેન

“ પણ ઍવી તે શું વાત થઈ ગઇ કે તેણે આમ અચાનક જોબ છોડી દેવાનો નિર્ણય કર્યો? કંઇ પણ થાઈ રિદ્ધિ કોઇપણ નિર્ણય લેતા પહેલા એકવાર તો મારી જોડે વાત કરે જ.” મેહુલે અચરજ સાથે કહયું.

“ હા પણ આ તેનો આખરી નિર્ણય છે તેમ રિદ્ધિએ જણાવ્યું છે.” ભારતીબહેન

“ રિદ્ધિ ક્યાં છે તમે તેને બોલાવો પ્લીઝ મારે તેની જોડે એકવાર વાત કરવી છે.” મેહુલ

“ રિદ્ધિ ઘરે નથી. તેણે આ શહેર છોડી દીધું છે.” ભારતીબહેન

“ પણ શા માટે? અને મને મળ્યા વગર જ તે આમ ચાલી ગઇ?” મેહુલ ખૂબ જ આઘાતમાં હતો

“ કદાચ તેને તને મળવું જ નહીં હોઇ આટલા માટે કંઇ કહ્યા વગર જ આમ જતી રહી.”ભારતીબહેન

“ પણ આન્ટી તમારે તો મને એકવાર જાણ કરવી જોઈતી હતી ….જે હોઇ તે હવે તમે મને તે જણાવો કે રિદ્ધિ અત્યારે ક્યાં છે ? હું ત્યાં જઈને રિદ્ધિ જોડે રૂબરૂ વાત કરીશ.” મેહુલ

“ સોરી બેટા હું તને નહીં કહી શકુ કે રિદ્ધિ અત્યારે ક્યાં છે તે. રિદ્ધિએ સાફ મનાઈ કરી છે મને આ માટે . મારે તને જાણ કરવી જ હતી તે જતી હતી ત્યારે પણ રિદ્ધિએ મને તેનાં સોગંદ આપી રોકી રાખી.આથી હું મજબૂર હતી.બસ આનાથી વધારે હું તને કંઇ જ નહીં જણાવી શકું.” એટલું કહી ભારતીબહેન રડવા લાગ્યા.

“ આન્ટી તમને ખબર નથી તમે મારી આશા પર પાણી ફેરવી દીધું..એક તમે જ તો હતાં મારી આશા અને તમે પણ…હવે પ્લીઝ રડો નહીં અને સાંભળો તમારી જાતને..હું રિદ્ધિની રાહ જોઇશ.તે આવશે એકવાર તો તે નક્કી છે.” મેહુલ

હું દરરોજ રિદ્ધિનાં ઘર પાસે જતો અને તેની રાહ જોતો કે એક દિવસ તો રિદ્ધિ આવશે…પણ રિદ્ધિ ન આવી. છ મહિના વીતી ગયા આ વાતને. મારી જીંદગી આમ જ યંત્રવત ચાલવા લાગી હતી એક મશીનની માફક. હુ રિદ્ધિની રાહ જોતો દરરોજ પણ ભારતીઆંટી રોજ મને આવતાં જતાં જોતાં.તેમનાંથી મારી આ હાલત ન જોવાઇ આથી તે એક દિવસ ઓફીસે આવ્યાં બપોરનું ટિફિન લઈને.

“ બેટા ચાલ જમી લે. હું તારા માટે જમવાનું લાવી છું.” ભારતીબહેન

“ ના આન્ટી હું બપોરે નથી જમતો મને આદત નથી.” મેહુલ

“ આદત નથી કે છોડી દીધી?” ભારતીબહેનની આંખોમાં આંસું આવી ગયા.

“ અરે આન્ટી પ્લીઝ આમ રડો નહીં.હું સાચે જ બપોરનાં સમયે નથી જમતો.” મેહુલે આંખમાં આવેલ આંસુ રોક્યા અને ભારતીબહેનથી નજર છુપાવી દીધી.

“ તું આમ મારાથી નજરો ચોરી લઇશ તો શું મને ખબર નહીં પડે કે તું રિદ્ધિની યાદમાં આજ પણ કેટલો તડપે છે..!!” ભારતીબહેન

“ તો હું શું કરું આન્ટી તમે જ કહો? રિદ્ધિનો છેલ્લાં છ મહિના થયાં કોન્ટેક્ટ જ નથી. કોલ પણ નથી લાગતો તેનો.દરરોજ ઍવી આશા સાથે ઊઠું છું કે આજ રિદ્ધિનો કોલ આવશે ..પણ દરરોજ રિદ્ધિની રાહમાં મારો દિવસ પૂરો થઈ જાઇ છે. અને તમે કહો છો હું જમી લઉ. કેમ ગળેથી કોળિયો ઊતરે તમે જ કહો.!!!” મેહુલ

“ બેટા ચાલ જમી લે . જો તે તારી હાલત સાવ કેવી બનાવી લીધી છે..!!” ભારતીબહેન

“ આન્ટી ઍક વાત સમજી લો રિદ્ધિ નથી તો હું પણ નથી. તેનાં વગરનાં જીવનની હું કલ્પના પણ ન કરી શકું.” મેહુલ

“ હું તને રિદ્ધિ ક્યાં છે તે જણાવીશ પણ તું પહેલા જમી લે.” ભારતીબહેન

“ સાચ્ચે આન્ટી..!!???” મેહુલે ખુશ થતાં કહ્યુ.

“ હા બેટા સાચે જ. “ ભારતીબહેન

“ ચાલો જલ્દી ટિફિન ખોલો અને હા પહેલા મને રિદ્ધિનો નવો નંબર આપો એટ્લે પેહલા હું રિદ્ધિ જોડે વાત કરું પછી જ હું જમીશ.” મેહુલ

“ નાં બેટા તું હમણાં વાત ન કરતો. મને રિદ્ધિએ નવા નંબર તને આપવાની ના કહી છે. હું મારા ફોનમાંથી ફોન કરી અને સ્પીકર પર ફોન રાખું એટ્લે તું રિદ્ધિનો અવાજ સાંભળી લે.” ભારતીબહેન

“ હા ઓકે આન્ટી.” ભારતીબહેન

ભારતીબહેન રિદ્ધિને કોલ કરી ફોન સ્પીકર પર રાખે છે. ઘણાં દિવસો પછી રિદ્ધિનો અવાજ સાંભળી મેહુલ ભાવવિભોર થઈ જાય છે. થોડી ઔપચારીક વાતો કરી રિદ્ધિ ફોન મુકી દે છે. પછી ભારતીબહેન મેહુલને જમાડે છે અને રિદ્ધિ તેનાં મામાનાં ઘરે વડોદરા જતી રહી છે તેમ જણાવે છે.

મેહુલ રિદ્ધિને મળવા વડોદરા જવાનું નક્કી કરે છે અને. બીજા જ દિવસે વડોદરા પહોચી જાય છે.

આગળ…શું થશે જ્યારે મેહુલ અને રિદ્ધિ છ મહિના પછી મળશે? શુ હશે રિદ્ધિનું રીએકશન? શા માટે રિદ્ધિ મેહુલથી દુર થઈ ગઇ? શું રિદ્ધિ અને મેહુલ ફરી ઍક થાશે કે પછી બન્નેનાં નસીબને બીજું જ કંઇક મંજુર છે? પંકજભાઈ અત્યારે ક્યાં છે ? જોશું આવતાં ક્રમમાં.. ત્યાં સુધી રાધિકા પટેલનાં સૌ વાંચક મિત્રોને જય શ્રી કૃષ્ણ.....આપના અમુલ્ય અભીપ્રાય આપવાનું ચૂકશો નહીં.

***