Parki Maa - 1 in Gujarati Short Stories by Chitt Patel books and stories PDF | પારકી માં.. (ભાગ-૧)

Featured Books
  • શિવ શક્તિ

    શિવ શક્તિ શિવ શક્તિ. શિવ વગર શક્તિ અધૂરી છે અને શક્તિ વગર શિ...

  • ભાગવત રહસ્ય - 75

    ભાગવત રહસ્ય-૭૫   માયા એવી છે કે-સુખ-સંપત્તિમાં ભક્તિ કરવા દે...

  • એક ષડયંત્ર.... - ભાગ 94

    (કનિકા જજને ફોન કરી ત્યાં બોલાવે છે. જજ પણ ત્યાં આવી અને રેક...

  • હમસફર - 28

    અમન : રાહુલ અંહીયા થી ચાલ્યો જા હું ગુસ્સામાં આવીને કંઈ ખરાબ...

  • સંઘર્ષ - પ્રકરણ 5

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

Categories
Share

પારકી માં.. (ભાગ-૧)

પારકી માં...

ભાગ -૧

CHITT PATEL

“સર.. નિશિતા દવે હિયર.. મેં આઈ ટોક ફોર અ મિનીટ પ્લીઝ.. ”

“યસ યસ.. પ્લીઝ યુ મે..... ”ડો. આયુષ એ કહ્યું

“સર.. આ બેડનં. ૩ પર ના મિસ. પઠાણ ને તમે રજા આપી દીધી છે??”

“ઓહો.. મિસ. પઠાણ... યસ યસ.. તેણી એ સુંદર બાળકી ને જન્મ આપ્યો છે... નાઉ સી ઇસ ટોટલી ફાઈન... લેટ હર ગો... નો પ્રોબ્લેમ... ”

“સર.. એ તો તેના પતી સાથે નીકળી ગયી છે બટ... ”

“બટ.. વોટ નિશિતા... ??”

“સર તેણી તેણી દીકરી ને અહીં હોસ્પિટલ માં મૂકી ને જતી રહી છે.... ”

“વોટ???.. તારી ચોક્કસ કાંઇક ભૂલ થાય છે... આજુ બાજુ તપાસ કર તે ત્યા જ ક્યાંક હશે... ”

“સર.. મે આખી હોસ્પિટલ ના બધા જ સ્ટાફ અને પેશન્ટ ને પૂછ્યું... કોઈ એ તેમને જોયા જ નથી.... ”

“ઓહ ગોડ.. હાઉ કેન શી ડુ ધીસ.. ??.. લિસન.. હું આવું જ છુ.. પછી ડિટેલ માં વાત કરીએ. ”

“ઓકે સર.. ”આટલું કહી ને નિશિતા એ ફોન મુકયો.

આખી હોસ્પિટલ માં હવે આજ ચર્ચા હતી કે એક ફૂલ જેવી બાળકી ને કોઈ માતા કેવી રીતે આમ મૂકી ને જઈ શકે છે??..... થોડી જ વાર માં ડો. આયુષ ત્યાં આવી ગયા. તેમને તરતજ નર્સ નિશિતા ને બોલાવી.

નિશિતા દવે.

એક મિડલક્લાસ ફેમેલી ની છોકરી,એક અદભુત નર્સ, એક બાળ પ્રેમી સ્ત્રી. તે ડો. આયુષ ની નહી પણ પૂરી હોસ્પિટલ ની લાડકી હતી, તેની ઉમર માત્ર 20 વરસ ની હતી.

“મિસ પઠાણ ની કઈ ખબર, નિશિતા ??”

“નો સર.. તેમનો ફોને પણ બંધ આવે છે “

“તેણી એ reception પર જે એડ્રેસ આપ્યું છે ત્યાં સંપર્ક થયો?? ”

“સર.. સોરી ટુ સે બટ.. એ એડ્રેસ પણ ખોટું છે. ”

“નાઉ.. આઈ એમ શ્યોર કે.. આ દીકરી ના જન્મ ને કારણે તેણી આ માસુમ ને અહીં મૂકી ને ચાલી ગયી છે.. ”

“પણ સર.. એમાં આ ફૂલ જેવી બાળકી નો શું વાંક??? ”

“નિશિતા એક કામ કર.. હમણાં થોડાકસમય માટે તું એને સાચવ.. હું ટ્રસ્ટી ને વાત કરી ને પોલીસ નો કોન્ટેક કરું... ”

“ઓકે.. સર.. એમ પણ મને તેણી ની સાથે રેવું ખુબ ગમે છે. ”

આટલું કહી ને નિશિતા હવે પૂરી રીતે પેલી દીકરી ની પાછળ લાગી ગયી હતી. તેણે પહેલા દીકરી ને મિલ્ક પાઉડર પીવડાવી અને તેને સુવાડી દીધી.

આમને આમ બે ત્રણ દિવસ નીકળી ગયા. નિશિતા હવે ઘરે પણ જતી નહતી. પુરેપુરો સમય તે હવે આ માસુમ ની સેવા માં આપી દેતી હતી. હવે તો આખો હોસ્પિટલ સ્ટાફ પણ તેને મદદ કરતો હતો. બધાએ ભેગા થઈ ને તેણી ને એક નામ આપ્યું....

“નઝમા “

“સર.. મારે નઝમા વિશે તમને વાત કરવી છે. ”નિશિતા એ ડો. આયુષ ને કહ્યું.

“નઝમા??હુ ઇસ ધીસ???”

“સર.. મિસ. પઠાણ ની દીકરી નું નામ અમે નઝમા રાખ્યું છે.. ”

“ઓહ.. નાઈસ નેમ.. હું પણ તને બોલવાનો જ હતો.. નિશિતા આજે 5 દિવસ થઇ ગયા.. તેના માતા-પિતા નો કોઈ અતોપતો નથી.. ”

“સર મને તો એમ સમજાતું નથી કે કોઈ માં આમ પોતાની ફૂલ જેવી દીકરી ને મૂકી ને કેમ જઈ શકે??”

“નિશિતા.. મને એમ લાગે છે કે તેણી ની પણ કોઈ મજબુરી જ હશે.. ”

“બાય ધ વે.. સર હું નઝમા સાથે ખુબ ખુશ છુ.. ”

“પણ નિશિતા... ધ્યાન રાખજે... યુ આર નોટ હર મધર.... ”

નિશિતા દવાખાના નજીક એક મકાન માં ભાડે રહેતી હતી. તેના માતાપિતા અને મોટો ભાઈ એ રાજકોટ માં રેહતા હતા. નિશિતા અહીં અમદાવાદ માં એક મકાન માં ભાડે રહેતી નિશિતા ને હજી માંડ ૪ મહિના થયા હતા જોબ જોઈન કરે. પણ તે હોસ્પિટલ માં બધાને ખુબ વ્હાલી બની ગયી હતી. વળી નઝમા ના આવ્યા પછી તો નિશિતા ના મૂળ માં ગજબ ની તાજગી આવી ગયી હતી.

રાત ના લગભગ સાડા દસ વાગ્યા હતા.. આજે નિશિતા નઝમા ને હોસ્પિટલ માં મૂકી.. લગભગ સાત દિવસ પછી ઘરે આવી હતી. તે ખુબ જ થાકેલી હતી અને ખુબ જ પ્રઘાળ નિંદ્રા માં સુતી હતી. ત્યાં જ અચાનક તેનો ફોને વાગ્યો.

“હલ્લો.. થાકેલી નિશિતા હિયર.. ”તેને અડધી ઉંગ માં કીધું.

“નિશિતા હું હોસ્પિટલ માં થી બોલું છુ... imergency છે.. ”

“પ્લીઝ હેન્ડલ ઇટ યાર... આઈ મ ટુ ટાયર્ડ.. ”

“નિશિતા.. ઈટ ઇસ અબાઉટ નઝમા ”

“વોટ???શું થયું એને??”નિશિતા સફાળી બેથી થઇ ગયી.

“તેના હાર્ટ બીટ્સ ખુબ જ વધી ગયા છે.. ”

“ઓકે.. વેઈટ.. હું પાંચ જ મિનીટ માં પોહ્ચું છું”

નિશિતા ખુબ જ ઝડપ થઈ તૈયાર થઇ ને ત્યાં પોહ્ચી. ત્યાં જઈ ને જોયું તો નઝમા ની હાલત ખુબ નાજુક હતી. તેણી નું શરીર ધીમે ધીમે ઢીલું બની રહ્યું હતું.

ડો. રાજન એ આ હોસ્પિટલ માં બાળકો ના ડોક્ટર હતા. ખુબ જ ઓછા સમય માં તેઓ ત્યાં પહોંચી ગયા. તેમને ઝડપ થઈ ટ્રીટમેન્ટ શરુ કરી દીધી. નઝમા ના પ્રાણ માટે સૌ કોઈ હવે પ્રાથના કરી રહ્યું હતું.

ડો. આયુષ પણ હવે અહીં આવી ચુક્યા હતા. તેઓ નિશિતા ને સાંત્વના આપી રહ્યા હતા... એટલા માં જ ડો. રાજન બહાર આવ્યા. નિશિતા એ તરત જ ડો. ને પૂછ્યું..

“સર.. હાઉ ઇસ શી નાઉ??”

“નીડ નોટ ટુ વરી.. એક દમ ફસ્ટ ક્લાસ છે.. બસ ખાલી ગુંગળામણ ને કારણે શ્વાસ માં તખલીફ હતી.. ”

“થેન્ક ગોડ.. થેન્ક યુ સો મચ સર... ”નિશિતા એ હાશકારા સાથે કહ્યું

નિશિતા તરત જ નઝમા ના વોર્ડ માં ગઈ. તેણી ને જોતા જ તે રડી પડી. તેને હાથ માં લીધી અને છાતી એ ચાંપી દીધી...

“આજ થઈ હું તને છોડી ને ની જાઉં... પ્રોમિસ.... ”નિશિતા એ ગડગડતા અવાજે કહ્યું.

સવાર ના આઠ વાગ્યા હતા. રેલ્વે સ્ટેશન ભરચક હતું. ચારેય બાજુ કલબલ હતી. ફેરિયા અને કુલી પોતાના બિસનેસ માં લાગી ગયા હતા. અમદાવાદ કેમ મહાનગર કેહવાય છે એ રેલ્વે સ્ટેશન પર સ્પષ્ટ જોઈ શકાતું હતું. ચારેય બાજુ વિશાળ જન મેદની હતી.

નિશિતા ચારેય બાજુ જોઈ રહી હતી. ત્યાં જ કોઈકે પાછળ થઈ આવી ને તેણી આંખો ઢાંકી દીધી....

“હું કોણ છુ??”એ વ્યક્તિ બોલી.

“માય ડીયર.. મારો ભાઈ.. રાજ.. ”નિશિતા બોલી.

“વાહ... તું મને ઓળખી ગયી??”

“કેમ છે બેટા તું ? ”નિશિતા ની માં એ પૂછ્યું

“એક દમ ફર્સ્ટ ક્લાસ.... પણ પપ્પા ક્યાં છે??”

“અરે દીદી... પપ્પા એક અરજન્ટ મીટીંગ માટે રાજકોટ ગયા છે... કાલે સીધા અમદાવાદ આવી જશે. ”રાજ એ કહ્યું.

“ઓકે.. ચાલો હવે ઘરે જઈએ??”

“હા.. દીદી.. યાર બઉ જ ભૂખ લાગી છે.. ”

“અરે... તારા ફેવરેટ સેવ-ટામેટા તૈયાર જ છે ઘરે.. ”

બધા ઘરે પોહ્ચ્યા. રાજ તો તરત જ સેવ-ટામેટા પર તૂટી પડ્યો. જમી ને બધા બહાર ગેલરી માં બેઠા.

“બેટા તારે આજે હોસ્પિટલ નથી જવાનું???” નિશિતા ની માં એ પૂછ્યું.

“મમ્મી.. તું કેટલા દિવસ પછી આવી છુ.. તને મૂકી ને હું હોસ્પિટલ જાઉં???.. આજે તો રજા મૂકી છે.. ”નિશિતા એ કહ્યું.

એટલા માં જ ઘર માં ફોન રણક્યો. રાજ એ બૂમ પાડી...

“નિશી દીદી.... તમારો ફોન... ”

“અરે અત્યારે કોણ છે??નિશિતા એ પૂછ્યું..

“દીદી... હોસ્પિટલ માં થી છે.. ”

“ઓહ ગોડ... !!! ”

“શું થયું બેટા??”નિશિતા ની માં એ પૂછ્યું.

“હશે કોઈક emergency... ”

“હલ્લો.. નિશિતા દવે હિયર .. ”

“નિશિતા.. હોસ્પિટલ માં થી વોર્ડબોય રજની બોલું છુ ”સામે થી એક ચિંતાતુર અવાજ આવ્યો.

“અરે.. રજની કાકા શું થયું.. આટલા બધા ટેન્સન માં કેમ લાગો છો??”

“નિશિતા.. હું તને આ વાત કહીશ પછી.. ટુ પણ ટેન્સન માં આવી જઈશ... ”

“એવું તે શું થયું છે કાકા???”

“અરે તું અહિયાં હોસ્પિટલ માં આવ જલ્દી.. ” આટલું કહી ને ફોને કટ કરી નાખ્યો.

“મમ્મી.. હું હોસ્પિટલ માં જઈ ને આવી.. ”

“અરે પણ હમણાં તો.... ”

નિશિતા ઝડપ થઈ હોસ્પિટલ પોહચી.. ત્યાં જઈ ને જોયું તો.. દ્રશ્ય ખુબ જ ભયાનક હતું..

એ બધું જ પડતું મૂકી ને નઝમા તરફ દોડી.. ત્યાં જઈ ને જોયું તો.... .

(ક્રમશ:)