Moutnu Rahashy - 4 in Gujarati Fiction Stories by Ritik barot books and stories PDF | મોતનું રહસ્ય ચાર - 4

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

મોતનું રહસ્ય ચાર - 4

જેમ નક્કી થયું હતું તે મુજબ જેન્દ્રો અને તેના મિત્રો રાત્રી ના સમયે ગામ મા પેહરો દેવા લાગ્યા. કેટલીક કલાકો સુધી પહેરો દેવા છતા પણ કોઈ દેખાયું નહીં. જેન્દ્રો અને તેના મિત્રો બઉ થાકી ગયેલા લાગતા હતા. જેન્દ્રા એ નીર્ણય લીધો કે તમે બધા જાઓ હું અહીં જ છુ. જેન્દ્રા ની વાત માની બધા પોતાના ઘેર પરત ફર્યા. જેન્દ્રો અહીં એકલો ગામની ચોકીદારી કરી રહ્યો હતો. જેન્દ્રા ને થકાન ના કારણે ઊંઘ આવી ગઈ. અચાનક કોઈક ના પગ નો અવાજ થયો, જેન્દ્રો તો ઘોર નિંદ્રા મા હતો. આ અવાજ ધીરેધીરે જેન્દ્રા તરફ વધી રહી હતી. અવાજ જેન્દ્રા પાસે આવી થોમ્ભી ગઈ. જેન્દ્રા પર કોઈએ હાથ મુક્યો. કાળી સોલ ઓઢેલો વ્યક્તી જોઈ જેન્દ્રો ડરી ગયો. કાળી સોલ વાળો વ્યક્તિ બીજું કોઈ નહીં ભરત હતો. જેન્દ્રો બોલ્યો:'ભરત તું અહીંયા'? ભરત:'યાર હું પણ તારી સાથે પહેરો દઉં એવું મને મનમાં થયું તો ચાલી આવ્યો તારી પાસે'. જેન્દ્રો:'ઓહો! આભાર તારો કે તું અહીં આવ્યો'. ભરત:'એમાં શું આભાર આ પણ મારો જ ગામ છે અને તું હવે સુઈ જા હું ચોકી કરું છું'. આમ જેન્દ્રો ઊંઘી ગયો. ભરત અચાનક ઉભો થઈ ને ચીમનલાલ ના ઘર તરફ વળ્યો. ભરત ચીમનલાલ ના ઘર મા ગયો. ભરત તરત જ પાછો ફર્યો. સવારે ચીમનલાલ ના છોકરા ની મોત ની ખબર મળી. જેન્દ્રો ભરત ને:'યાર તે જોયો નહીં કોઈને રાત્રે અહીં આવજા કરતા'? ભરત:'ના યાર હું ચીમનકાકા ના ઘેર પાણી પીવા ગયો તો ચીમન કાકા બહાર જ સુતા હતા મેં એમને પાણી પીવું છે એમ કીધું અને પછી પાછો આવી ગયો'. જેન્દ્રો:'હે તો-તો આ કોઈ અંદર નો વ્યક્તિ જ લાગે છે જેણે આ ખૂન કર્યું છે'. ભરત ના યાર અંદર નો વ્યક્તિ ન જ હોય કારણ કે તેમ ના પરિવાર મા માત્ર પાંચ સભ્યો છે,એક ચીમન કાકા બીજો તેમનો છોરો જેનું ખૂન થયું,તે બંને ની પત્નીઓ અને ચીમનલાલ કાકા ના છોકરા નો છોકરો પણ એ તો પાંચેક વર્ષ નો જ છે'. જેન્દ્રો:'જો તે ઘર નો વ્યક્તિ નથી તો તે ગામ બહાર નો વ્યક્તિ જ હોઈ શકે કારણ કે,આપડું ગામ એકતા અને સંપ ની બાબત મા બીજા ગામો થી ઘણું આગળ છે. આમ એ તો નક્કી જ હતું કે આ હત્યાઓ કરનારો બહાર નો વ્યક્તિ છે. પણ એ કોણ છે ? તેની કોઈને જાણકારી પણ નથી. ફરી જેન્દ્રા એ તેના મિત્રો ની મિટિંગ બોલાવી. જેન્દ્રા એ તેના મિત્રો ને કહ્યું:'મિત્રો ગામમા આપણી દોસ્તી ની ચર્ચા શા માટે થાય છે'?કાનીયો:'આપણે એકતા થી ગામ મા ચોરી કરનારી ગેંગ ને પકડી હતી આથી આપણી દોસ્તી અને બહાદુરી ના ચર્ચા ગામ આખા મા થાય છે'. હસમુખ બોલ્યો:'પણ આ વાત નો એ વાત થી લેવો કે દેવો'. જેન્દ્રો:'આપણે તે દિવસે ની જેમ જ એકતા અને સંગઠન મા કાર્ય કરવાનું છે આ હત્યારાને પકડવા માટે'. ત્યાં થી એક તાંત્રિક પસાર થઈ રહ્યા હતા જે ખૂબજ જ્ઞાની હતા. તાંત્રિક બાબા ભવિષ્ય જોઈ સકતા હતા,તેવું ગામ વાસીઓ માનતા હતા. હવે જેન્દ્રા પાસે આ બાબા ની મદદ લેવા સીવાય કોઈ છુટકારો ન હતો. જેન્દ્રા એ પ્રણામ બાબા એમ બાબા ને આદર આપ્યું. બાબા:'શુ:ખી રે પુત્ર'. કાનીયો અને હરિ બબળવા માંડ્યા"આ વુ હોય કંઈ?આ બાબા ને થોડી ખબર હોય કે આ ઘટનાઓ શા માટે થઈ રહી છે?"બાબા આ વાતો સાંભળી ગયા અને બોલ્યા:'પુત્ર તમને વિશ્વાસ ન હોય તો વાંધો નહીં, પણ પુત્ર આ તો મારા વર્ષો ની તપસ્યા નો ફળ છે મને ભગવાને ભેટ રૂપે આપ્યો છે. હું ગામના હીત માટે જરૂર કહીશ કે આ કોણ કરી રહ્યું છે'. બાબા નું કહેવું હતું કે:'આ એ આત્મા નો બદલો છે. એ આત્મા ગામ થી નારાજ છે હવે આગળ કાંતિલાલ ના ભત્રીજા રમેશ નો વારો છે'. આમ કહી બાબા ત્યાં થી ચાલ્યા ગયા. જેન્દ્રા અને તેના મિત્રો ને ખબર હતી કે હવે કોની હત્યા થવાની છે. જેન્દ્રા એ આ હત્યા રોકવા માટે એક ઉપાય પણ શોધ્યો. હસમુખ બોલ્યો:'યાર જેન્દ્રા આ વખતે આપણી સામે એક પ્રેત આત્મા છે કોઈ મનુષ્ય નઈ કે તેને આમ કરતા ક ને પકડી લઈએ'. હસમુખ ની વાત માં દમ હતો પણ જેન્દ્રા નું કહેવું હતું:'જુઓ મિત્રો આપણે જો આમ ડરી જઈશું તો ગામનું શું થવાનું?થોડી હિમ્મત કરો તો એવરી થીંગ્સ ઇસ પોસીબલ યાર'. જેન્દ્રા નો ઇંગ્લિશ મા બોલવાથી જરાક વટ પડ્યો. આમ હસમુખ બોલ્યો:'યાર જેન્દ્રો સાચો છે આપણે કરી શકીએ'. આમ યોજના મુજબ ચારેય મિત્રો કાંતિલાલ ના ઘર ની બાજુ ના વૃક્ષ પાસે સંતાઈ ગયા. આ યોજના સમયે ભરત ઘેર હતો તે થી આ યોજના ની જાણ તેને ન હતી. હવે યોજના મુજબ હરિ નરીયા વાળા આ કાંતિલાલ ના મકાન પર ચળી બેઠો. હસમુખે તેના ડબલા પણ કેમેરા વાળા ફોન ને કાંતિલાલ ના ઘર ની અંદર એવો તે સેટ કર્યો હતો કે જે થી બધું રેકોર્ડ થઈ જાય. આ ખુન થવા વાળી વાત ની કાંતિલાલ અને તેના પરીવાર ને ખબર હતી. તેઓ થોડાક નીડર હતા કે આ છોકરા ઓ જે માત્ર ઓગણીસ વર્ષ ના છે તોય આવી યોજના બનાવી તેમની જાન જોખમ મા મૂકી મારા ભત્રીજાની મદદ કરી રહ્યા છે,પણ એક તરફ ડર પણ હતો કે આ વખતે આ છોકરા ઓ નો સામનો એક આત્મા વિરુદ્ધ હતો.

યોજના મુજબ જેન્દ્રો અને કાનીયો રમેશ ના રૂમ ના એક ખાંચામા સંતાઈ ગયા. અને હસમુખ બહાર વૃક્ષ પાસે સંતાઈ બેઠો હવે આ જંગ મા કોણ વિજય થશે તે હવે નસીબ પરજ નિર્ભર છે.

બધાય પાસે જાણકારી આપવા માટે એક ફોન હતો જેથી એ જેન્દ્રા ને જણાવી શકે કે બહાર શું થઈ રહ્યું છે. જેન્દ્રા એ હસમુખ ને કોલ કર્યો. જેન્દ્રો: 'બાર શું હાલે? ઓવર'. હસમુખ:'બહાર શાંતી છે ઓવર'. જેન્દ્રો:'ઓકે ઓવર એન્ડ આઉટ'. આમ જેન્દ્રો કોઈ મિશન પર હોય તે રીતે વાત કરી રહ્યો હતો. આ એક મિશન તો છે પણ ઇમ્પોસીબલ નથી તેવું જેન્દ્રા ને મન ની અંદર ખાને વિશ્વાસ હતો. ગામમા શાંતિનો વાતાવરણ હતો. આકાશ મા વાદળાઓ ના ઘડઘડાટ સીવાય કોઈ અવાજ નહોતો થઈ રહ્યો. અચાનક વીજળી ના કડાકા સાથે મેઘરાજા મન મૂકી ને વર્ષી પડ્યા. વરસાદી માહોલ વરચે વીજળી ના ચમકારા થી ગામ આખું ગુંજી ઉઠ્યું. આજુ-બાજુ વરસાદ અને વીજળી વરચે ના યુદ્ધના અવાજો સાંભળી ગામ વાસીઓ પણ આંનદીત થઈ ઉઠ્યા હતા. બાળકો રાત્રી ના સમયે પણ બહાર નાહવા જવા ઉત્સુક હતા. પરંતુ તેમની માતા તેમને આવું કરવા થી રોકી રહી હતી. ગામ અચાનક થી જાણે જાગી ગયું હોય તેવો માહોલ હતો. પણ આ બધા ની વરચે જેન્દ્રા અને તેના મિત્રો હત્યારા ની રાહ જોઈ બેઠા હતા. સવાર ના ચાર વાગ્યા હતા. જેન્દ્રા ને થયું હવે રમેશ સેફ છે. જેન્દ્રા ને થયું એ તાંત્રિક તો ઢોંગી છે. આમ જેન્દ્રા એ નક્કી કર્યું કે કાલે તો આ ખૂની ને પકડીસુજ. જેન્દ્રો અને તેના મિત્રો એકઠા થઇ બહાર ની તરફ ગયા અને બધા એકઠા તેમના ઘર તરફ વળવા લાગ્યા. અને અચાનક તેમને એક ચીખ સંભળાઈ એ ચીખ રમેશ ની હતી. બધા રમેશ ના ઘેર દોડી ગયા,અને જોયું તો રમેશ ખૂન થી લતપત જમીન પર પડ્યો હતો. અને સુરાગ રૂપે મળ્યો એ લાલ કપડો.

જેન્દ્રો અંદરો-અંદર ખૂબ પસ્તાયો તે ને થયું આ એની બેદરકારી થી થયું છે. જેન્દ્ર ના આંખો માથી અશ્રુઓની વરસાદ થઈ પડી. તેના મિત્રો એ જેન્દ્રા ને સમજાવ્યો કે આમા આપળો કંઈ દોષ નથી દોષ હાલત નો છે. જેન્દ્રા ને આ વખતે એક સુરાગ મળ્યો જે હતો એક સોલ. જેન્દ્રા ને મનો મન જાણ થઈ ગઈ હતી કે આ ખૂન કોણ કરી રહ્યું છે. અને હવે જેન્દ્રો તેના પર કળી નજર રાખવા નો હતો. પછીના દિવસે ફરી મિત્રો વરચે મિટિંગ થઈ અને આ વખતે ભરત પણ ત્યાંજ હતો. હવે જેન્દ્રા ને ફરી આ બાબા પાસે જવા સીવાય કોઈ છુટકારો ન હતો. જેન્દ્રા એ બધા ને કહ્યું ચાલો બાબા પાસે આગળ ની જાણકારી મેળવા. બધા આશ્ચર્યચકિત થઈ ગયા. પણ જેન્દ્રા ને ખબર હતી કે ખૂની કોણ છે પણ તે આ સમયે કંઈ બોલી ન શક્યો. જેન્દ્રો અને તેના આ મિત્રો ની ટોળકી તાંત્રિક પાસે પહોર્ચી. જેન્દ્રા એ બાબા ને પહેલા તો આદર્યો અને પછી સવાલ કર્યો:'બાબા કી જય હો બાબા તમે સાચા હતા તે હત્યારો ત્યાં આવ્યો હતો'. તાંત્રિક:'બેટા એ તો કુદરત ની આપેલી ભેટ છે'. જેન્દ્રા એ બાબા ને રાત્રે ગામ મા આવવાનો આગ્રહ કર્યો. તાંત્રિક ની મંજૂરી મળી હવે હત્યારો પકડાવવાનો હતો

મોટા રાઝ નો ખુલાસો થવાનો હતો. અને આ કાર્ય જેન્દ્રા ના પ્લાન મુજબ થવાનો હતો.

ક્રમશ: