Pahelo Varsaad - 1 in Gujarati Love Stories by Prinjal patel books and stories PDF | પહેલો વરસાદ

Featured Books
Categories
Share

પહેલો વરસાદ

આજે સાંજે સાંચી ના ઘરે જવાની વાત થી જ હું ખુબ ખુશ હતી કારણ કે મારે જ્યાં જવાનું હતું ત્યાં મારુ દિલ એટલે કે આરવ નો કાયમી વસવાટ હતો. સાંચી અને હું સ્કૂલ માં સાથે ભણતા હતા અને કૉલેજ પણ સાથે જ શરુ કરી હતી. સમય કેમનો નીકળી ગયો ખબર જ ના પડી. કૉલેજ નું લાસ્ટ યર સ્ટાર્ટ થઇ ગયું હતું એટલે હવે સ્ટડી માટે હું ક્યારેક સાંચી નાં ઘરે જતી હતી. સાંચી ના ઘર ની બાજુ માં આરવ નું ઘર હતું. પણ અમારા મળવાનું કારણ મારી અને સાંચી ની મિત્રતા નહોતી. એતો એક મસ્ત અને અલગ કારણ પાછળ ની અમારી લવ સ્ટોરી છે. હા પણ હવે કદાચ અમારી વચ્ચે ભલે વાત નથી થતી છતાં આજે પણ અમે એક બીજા ને જોઈ ને બસ જોવા નું કામ કરીએ છે. નજર નથી મળતી હવે અમારી પણ કદાચ આજેય અમારા વિચાર મળતા રહે છે. ભલે સાત મહિના ની અમારી ટૂંકી રિલેશનશિપ હતી પણ તોય બ્રેકઅપ ના એક વર્ષ પછીય અમે જોડે હોવાનો અહેસાસ સાચવી રાખ્યો છે. આજે પણ મારા દિલ માં એ બે વર્ષ પહેલા ની બધી વાતો ક્યાંક લપાઈ ને બેઠી છે.

નવા નવા અનુભવ ના સપના જોતાં ક્યારે સવાર પડી ગઈ ખબર જ ના પડી. આજે તો શૈલી એટલે કે હું ખુબ ખુશ હતી કેમકે આજે કૉલેજ નો પહેલો દિવસ હતો. ફટાફટ તૈયાર થઇ ને સાંચી નાં ઘરે થી એને લઇ ને અમે બંને કૉલેજ પહોંચ્યા. નવા લોકો નવી જગ્યા બધું નવું પણ મારી અને સાંચી ની જૂની મિત્રતા સાથે અમે ક્લાસ માં પ્રવેશ્યા. ત્રણ લેકચર પછી ઘરે આવવા નીકળ્યાં. સાંચી નાં ઘરે તેને ઉતારી હું ઘરે આવવા નીકળતી હતી ત્યારે મારી નજર ત્યાં ઉભેલા એક છોકરા પર પડી જે મને એકધ્યાને જોઈ રહ્યો હતો. હું તેને ઓળખું છું !! કદાચ હા. કેવી રીતે ??? અરે હા !આતો ધનસુખ અંકલ નો છોકરો છે આરવ.

આ એ જ આરવ છે જેને હું રોજ દુકાને જોવ છું. પોતાના પપ્પા ની એ હંમેશા મદદ કરતો જેનું ઉદાહરણ મારા પપ્પા મારા ભાઈ ને આપતા. પણ એ મને કેમ જોઈ રહ્યો છે એ વિચાર મારા મન માં ફરતો રહ્યો અને હું ત્યાંથી ઘરે જવા નીકળી ગઈ. હું મમ્મી ની ઘરકામ માં મદદ કરતી અને માર્કેટ નું પણ નાનુંમોટું કામ કરતી. હવે તો માર્કેટ માંથી રોજ શાકભાજી લેવા હું જ જતી હતી. અને ત્યાં જ આરવની દુકાન હતી. હું જાઉં એટલે એ બસ મને જોઈ રહેતો. ધીરે ધીરે આ રોજ નો નિયમ બની ગયો હતો. કદાચ એના મન માં મારા માટે કંઈ હશે એ વિચાર તો મને આવ્યો જ નહિ અને ઉપર થી મન માં એને રોજ ના બોલવાનું બોલતી એ અલગ. એની દુકાને કાંઈ લેવા જાવ તો મારી સાથે બીતા બીતા થોડી વાત કરી લેતો. પછી મને સમજાયું કે એ સારો છોકરો છે એટલે હું પણ એની વાત નો જવાબ સારી રીતે આપતી હતી. હવે એને મારી સાથે વાત કરવામાં થોડો ડર ઓછો જણાતો. હવે કદાચ મારોય નિયમ બની ગયો એની આડીઅવળી વાતો નો સીધો જવાબ આપવાનો. વાતો રોજ થવા લાગી તો વાત કરવાની ઈચ્છા પણ વધવા લાગી. મને એમ હતું કે એ મારી સાથે એટલા માટે વાત કરે છે કેમકે એની અને ભાઈ ની મિત્રતા સારી હતી.

ધીરે ધીરે કરીને લગભગ બે મહિના નીકળી ગયા. હવે હું એને જોવા માટે કઈ ને કઈ બહાના બનવતી હતી. એક દિવસ હું આદિત્ય ભાઈ નો ફોન લઇ ને બેઠી હતી. તો એમાં આરવ નો નંબર સેવ હતો. પહેલા તો વિચાર્યું કે આવી રીતે છુપાઈ ને નંબર લઈશ તો ખોટી વાત કહેવાય. પણ રોજ એની વાતો સાંભળની ટેવ થઇ ગઈ હતી. એટલે આ "નોર્મલ ફ્રેંડશીપ"માં મેં સોશ્યિલ નેટવર્ક ને એડ કરી લીધું. બીજા દિવસે મેં એને મેસેજ કર્યો. પણ મારુ નામ નાં કહ્યું. એનો મૅસેજ આવ્યો. 'who are you'. રીપ્લાય જોઈ થોડી ખુશ થઇ ગઈ. પછી મારી ખુશી ને દબાવી ને મેં રીપ્લાય કર્યો ' Your girlfriend'. એતો બિચારો ડરી જ ગયો. થોડો ટાઈમ રીપ્લાય નાં આવ્યો. પછી મૅસેજ આવ્યો ' I have no girlfriend. and I am not interested. sorry, wrong number' મને લાગ્યું હવે જો સાચું નહીં કહું તો ટેન્શન કરશે એટલે મેં મેસેજ કર્યો ' girlfriend nahi but friend to banavi le. I am Shaili' કદાચ મૅસેજ જોઈ ને એય ખુશી નો માર્યો પાગલ થઇ ગયો હશે. થોડો ટાઈમ પછી કોલ આવ્યો. એ દિવસે અમે પહેલી વાર આટલી બધી મન ભરી ને વાતો કરી હશે. it was best day of my life.....

પછી તો રોજ અમારા બેઉ ની સવાર એકબીજા નાં good morning મેસેજ વગર જાણે અધૂરી બની જતી. કોલ, મેસેજ, લાઈક, કોમન્ટ આ બધા માટે અમે બેઉ એકબીજાને શોધતાં કે પછી ફોનની બધી એકટીવીટી અમારી એકબીજા માટે બની ગઈ હતી. પણ તોય રોજ બહાના કાઢી ને એને જોવાં જેવો આનંદ બીજાં કઈ માં નથી એજ હું માનતી હતી. પણ હજી તો વાત ફક્ત જોવા અને મોબાઈલ સુધી જ પહોંચી હતી. મુલાકાત નો સમય હજી નાં એને મળ્યો હતો નાં મેં વિચાર્યો હતો.

- PRINJAL