Devil - EK Shaitan -13 in Gujarati Horror Stories by Jatin.R.patel books and stories PDF | ડેવિલ એક શૈતાન-૧૩

Featured Books
Categories
Share

ડેવિલ એક શૈતાન-૧૩

ડેવિલ : એક શૈતાન

ભાગ-૧૩

આગળ ના પ્રકરણ માં તમે વાંચ્યું..અર્જુન દ્વારા હત્યારા દૈત્ય ને મારી નાંખ્યા બાદ રાધાનગરમાં શાંતિ નું મોજું ફરી વળે છે-અર્જુન ને ફરીથી બીજો એક રહસ્યમયી લેટર મળે છે-નાગેશ ની લાશ ને કબર માં થી ચોરનાર માણસ દ્વારા આરઝુ નામ ની મહિલા ની લાશ પણ કબરમાંથી ચોરવામાં આવે છે-વેલેન્ટાઈન ડે ની રાતે શ્રીજી ફાર્મહાઉસ માં થયેલા હત્યાકાંડ માં પંચ લોકો ની લાશ મળે છે-પૂર્વી નામ ની એક છોકરી બેભાન હાલત માં મળે છે-અર્જુન એની ટીમ સાથે રાતે ચોકી પહેરો ભરવા જાય છે-હવે વાંચો આગળ...

સળંગ ૨ રાતો સુધી પોલીસ દળ દ્વારા રાધાનગર માં ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવે છે.આ ૨ દિવસ દરમિયાન કોઈ પ્રકાર ની અનહોની ઘટના બનતી નથી.

હત્યાકાંડ ના ત્રણ દિવસ પછી પૂર્વી ના સંપૂર્ણપણે સ્વસ્થ હોવાની જાણ થતાં અર્જુન સિટી હોસ્પિટલ માં પૂછતાછ માટે પહોંચી જાય છે.અત્યારે પૂર્વી ના મમ્મી પણ પૂર્વી ના બેડ ની જોડે બેઠાં હોય છે.એમની હાજરીમાં જ અર્જુન શ્રીજી ફાર્મહાઉસ માં બનેલા હત્યાકાંડ ની પૂછપરછ ચાલુ કરે છે.

"હેલ્લો પૂર્વી મારુ નામ એસીપી અર્જુન છે..આ શહેર નો મુખ્ય પોલીસ ઇન્ચાર્જ..કેમ છે હવે તને..તારી તબિયત સારી છે ને?"અર્જુને શાંતિ થી પૂછપરછ ની શરૂઆત કરી.

"સારું છે સર..હવે પહેલાં કરતા ઘણું સારું લાગી રહ્યું છે.."પૂર્વી એ કહ્યું.

"પૂર્વી જો તને દેવાંગ અને તારા બીજા મિત્રો પર થયેલા હુમલા અને એમની મોત વિશે તો તને ખબર જ હશે..? જો તું મને એ હુમલાખોર વિશે જણાવીશ તો તારા મિત્રો ના કાતિલ સુધી પહોંચવામાં અમને સરળતા રહેશે..અને એવું થશે તો જ એમની આત્મા ને ખરા અર્થ માં શાંતી મળશે"અર્જુને કહ્યું.

અર્જુન ની વાત સાંભળી પૂર્વી એની પથારી માં બેઠી થઈ અને કંઈક બોલવા માટે જતી જ હતી પણ કંઈક વિચાર્યા પછી અટકી ગઈ.અર્જુન સમજી ગયો કે એના મમ્મી જોડે હોવાથી એને આવું કર્યું એટલે અર્જુને રિકવેસ્ટ કરી પૂર્વી ના મમ્મી ને જ્યાં સુધી પૂછપરછ ના પતી જાય ત્યાં સુધી બહાર બેસવા જણાવ્યું.અર્જુન ની વાત સાંભળી પૂર્વી ના મમ્મી પૂર્વી ના માથા માં હેત થી હાથ ફેરવી રૂમ ની બહાર જઈને બેઠાં.

"હા હવે બોલ પૂર્વી.."અર્જુને પ્રેમ થી પૂર્વી ને કીધું.

અર્જુન ની વાત સાંભળી પૂર્વી એ એની આંખો મીંચી દીધી અને મગજ પર જોર આપી કંઈ યાદ કરીને બોલતી હોય એમ બોલવાનું શરૂ કર્યું.

"સર, એ દિવસે વેલેન્ટાઈન ડે હોવાથી અમે એન્જોયમેન્ટ માટે દેવાંગ ના ફાર્મહાઉસ ઉપર ગયા,અમે અવારનવાર ત્યાં જતા હતા.અમે ત્રણ યુગલો હતા.હું અને દેવાંગ,રવિ અને તૃષા,નિરાલી અને પ્રથમ..!

દેવાંગે ફાર્મહાઉસ માં રોકતા બધા ને ઘરે જવાનું સૂચન આપી દીધું.એમના ગયા પછી અમે બધા એ સ્વીમીંગ પુલ ની પાસે જ ડ્રિન્ક કર્યું અને જોડે લાવેલું ભોજન પણ લીધું.ત્યારબાદ બધા એ ત્યાંજ સ્વીમીંગ પુલ ના પાણીમાં એકબીજા ના પાર્ટનર સાથે રોમાન્સ કરવાનું શરૂ કરી દીધું.

રાત ના ૧૨ વાગ્યા સુધી અમે બધા ત્યાંજ હતા..અમારા બધા પર દારૂ અને સેક્સ નો નશો સવાર થઈ ગયો હતો.નિરાલી અને પ્રથમ તો ત્યાં જ અશ્લીલ હરકતો કરવા લાગ્યા હતા એટલે મેં દેવાંગ ને રૂમ માં જવાનો આંખોથી ઈશારો કરી દીધો..મારી વાત સમજી દેવાંગ તરત જ ઉભો થઇ ને મારી સાથે મુખ્ય બિલ્ડીંગ માં ચાલ્યો..અમે બંને દાદર ચડીને ઉપર આવેલ ખૂણાવાળા રૂમ માં પ્રવેશ્યા અને ત્યાં જઈ એક બીજા સાથે શારીરિક સંબંધ બાંધ્યા પછી ૧:૩૦ વાગે સુઈ ગયા.

હજુ કલાક જેટલો જ સમય થયો હશે ત્યાં બહાર થઈ રહેલા અવાજ ને લીધે અમારી આંખ ખુલી ગઈ..અવાજ બિલ્ડીંગ માં થી જ આવી રહ્યો હતો એટલે શું થયું એ જોવા દેવાંગ એનું પેન્ટ પહેરી બહાર નીકળ્યો..હું સંપૂર્ણ નિઃવસ્ત્ર હોવાથી કપડાં પહેરવા રોકાઈ...મારે દેવાંગ ને બહાર જવા દેવાનો જ નહોતો..મેં એને બહાર જતા અટકાવ્યો હોત તો મારો દેવાંગ જીવતો હોત"આટલું બોલી પૂર્વી રડવા લાગી.

અર્જુને પૂર્વી ને પાણી આપ્યું અને શાંત થવા કહ્યું.થોડીવાર પછી પૂર્વી એ વાત આગળ વધારી.

"ત્યારપછી મને રવિ ની ચીસ સંભળાઈ..મેં ત્યાં જ દરવાજા માં ઉભા ઉભા જ જોયું તો દાદરા પર રવિ નો દેહ પડ્યો હતો અને એની પર એક સ્ત્રી સવાર હતી જે એની છાતી ની ચીરી ને એનું હૃદય હાથ માં લઇ ને આરોગી રહી હતી.એ હુમલાખોર મહિલા ની આંખો અને ચહેરો ખૂબ બિહામણો હતો.એના માથા ના વાળ નહિવત હતા અને ચહેરા નો અમુક ભાગ જુલસી ને કાળો પડી ગયો હતો..એનો હોઠ અને ગાલ ની ચામડી ચિરાઈ ગઈ હતી જેમાંથી વહેતુ લોહી જામી ગયું હતું.

દાદર ની બાજુ વાળી દીવાલ પર નું દ્રશ્ય જોઈ મારો તો જાણે જીવ ગળા માં અટકી ગયો..તૃષા ની દેહ દીવાલ પર આવેલા લોખંડ ના સળિયા પર લટકતો હતો.એની પહોળી થઇ ગયેલી આંખો પરથી તો એવું લાગતું હતું કે એ અત્યારે જીવિત નથી..!!

દેવાંગ મેં જોયું ત્યારે એ ખુની ઔરત ની નજીક પહોંચી ગયો ને એને જોરદાર લાત મારી દીધી.એ હત્યારી સ્ત્રી નું ધ્યાન ન હોવાથી દેવાંગ ના પ્રહાર થી એ નીચે ગબડી પડી.પણ આશ્ચર્યજનક રીતે એ કુદકો મારી દેવાંગ ની સામે આવી ને ઉભી રહી.

અત્યારે એની આંખો ગુસ્સાના લીધે લાલ અંગારા ની માફક ચમકી રહી હતી.એના હોઠ અને ચહેરા પર લાગેલા લોહી ના લીધે એ વધુ ભયંકર લાગી રહી હતી.દેવાંગે એના ચહેરા પર જોરદાર મુક્કો મારી દીધો..દેવાંગ પ્રોફેશનલ મુક્કેબાઝ હોવાથી એનો એક મુક્કો કોઈને પણ ભોંયભેગા કરવા કાફી હતો પણ એ શૈતાન જેવી લાગતી સ્ત્રી પર એની કોઈ અસર જ ન થઈ હોય એમ એ ત્યાં જ સ્થિર ઉભી રહી...પછી એને જે કર્યું એ જોઈ હું મારી આંખો પર વિશ્વાસ રાખી શકું એમ નહોતી.

એ મહિલા એ પોતાના ગળાને સંપૂર્ણ ગોળ ગોળ ફેરવવાનું શરૂ કરી દીધું..મારા થી હવે ત્યાં ઉભું રહેવું શક્ય નહોતું..હું દોડીને રૂમ માં આવી અને બાલ્કની ખોલી ત્યાં છોડ પાછળ જઇ છુપાઈ ગઈ.!!

થોડીવાર માં રૂમ માં કોઈના પગલાં ના અવાજ થી હું ચમકી ગઈ..મેં ધીરે રહીને દરવાજા ના લોક માંથી જોયું તો દેવાંગ અત્યારે પલંગ માં પડ્યો હતો અને એ ચુડેલ અત્યારે એના પર સવાર થઈને એનું ગળું દબાવી રહી હતી..!!

દેવાંગે એની પકડમાંથી છૂટવાનો ભરપૂર પ્રયત્ન કર્યો અને ઘણા તડફડીયા પણ માર્યા પણ બધું વ્યર્થ..એ પિશાચ જેવી સ્ત્રી સામે એની તાકાત કામ ના આવી અને એના હાથપગ સુસ્ત પડી ગયા.. એ મરી ચુક્યો હતો...ત્યારબાદ એ ચુડેલે દેવાંગ ની છાતી ચીરી નાંખી અને એનું હૃદય બહાર કાઢી ભક્ષણ કરવા લાગી.."

"મારી આંખો સામે મારા દેવાંગ ને મારી નાંખવામાં આવ્યો પણ હું કંઈ ન કરી શકી..હું ઇચ્છત તો પણ કંઈપણ કરવા અસમર્થ હતી..મારી હિંમત જ નહોતી એ ચુડેલ નો સામનો કરવાની..ડર અને ભય ના લીધે હું ક્યારે બેભાન થઈ ગઈ એની મને ખબર જ ના રહી.."

"સાહેબ મારા બધા મિત્રો અને મારા દેવાંગ ની હત્યા એ શૈતાની ચુડેલે જ કરી છે.. કોઈપણ રીતે તમારે એનો અંત કરવો જ પડશે..નહીંતો ખબર નહીં હજુ બીજા કેટલાય લોકો નો જીવ લેવાશે.."પૂર્વી આટલું કહી રડવા લાગી..

અર્જુને પૂર્વી ને સાંત્વના આપી અને એના મિત્રો અને દેવાંગ ના મોત ને અંજામ આપવાવાળી એ શૈતાની સ્ત્રી ને એના કર્મોની સજા આપશે એવું વચન આપી ત્યાંથી વિદાય લીધી.

***

પૂર્વી સાથે પૂછપરછ પૂર્ણ કર્યા પછી અર્જુન સીધો પોલીસ સ્ટેશન આવ્યો..અત્યારે અર્જુન માં ચહેરા પર જોવા મળેલી ચીંતા અને અધીરાઈ જોઈ નાયક સમજી ગયો હતો કે પૂર્વી દ્વારા અર્જુન ને એવું જાણવા મળ્યું છે જે ખરેખર ખૂબ જ ખતરનાક હતું.

અર્જુન ના પોતાના કેબીન માં જઈને બેઠા પછી અડધા કલાક પછી નાયક હાથ માં ચા નો કપ લઈ કેબીનમાં પ્રવેશે છે..

"સર..આ ગરમાગરમ ચા ની ચૂસકી મારી લો..તમારો મૂડ સારો થઈ જશે.."નાયકે ચાનો કપ અર્જુન તરફ લંબાવતા કીધું.

"સારું કર્યું નાયક તું ચા લઈ આવ્યો..મને અત્યારે ચા ની ખૂબ જરૂર હતી..માથું અત્યારે ભમી રહ્યું હોય એવું લાગી રહ્યું છે." નાયક ના હાથ માંથી ચા નો કપ લઈને અર્જુને કહ્યું.

અર્જુને એક સિગરેટ સળગાવી અને ચા અને સિગરેટ ની સાથે મજા લીધી..અર્જુન દ્વારા ચા ખતમ થયા બાદ નાયકે અર્જુન જોડે વાત ચાલુ કરી.

"સાહેબ..તમે પૂર્વી જોડે પૂછપરછ માટે ગયા હતા તો એને શું કીધું આ હત્યાકાંડ વિશે..પૂર્વી એ હત્યારા ને જોયો છે..?"

"નાયક આ બધા હત્યાકાંડ પાછળ કોઈ પુરુષ નથી પણ એક સ્ત્રી છે..આ વખતે શૈતાન ના રૂપ માં એક સ્ત્રી આવી છે..પહેલા ના દૈત્ય કરતા પણ આ ચુડેલ જેવી સ્ત્રી ની તાકાત ઘણી વધારે છે..આટલું કહી અર્જુને પૂર્વી દ્વારા કહેવામાં આવેલી નાનામાં નાની વાત નાયક ને કરી..

"એનો મતલબ હવે આપણો મુકાબલો એક મહિલા શૈતાન સામે છે..કંઈપણ કરી ને એ જે કોઈપણ હોય એનો નાશ કરવો તો પડશે જ..આ શહેર પર આવેલી આફતો ને રોકવાની જવાબદારી આપણી જ છે..તો લોકો ના વિશ્વાસ પર આપણે ખરું ઉતરવું પડશે"નાયકે એક પોલીસ ને છાજે એમ કહ્યું..

"સાચી વાત છે નાયક..આમ હાથ પર હાથ ધરીને બેસી રહેવું યોગ્ય નથી..નજીક માં એ ચુડેલ ફરીથી દેખા દેશે..એ વધુ લોકો ને મારે એ પહેલાં એને રોકવી તો પડશે.."જોશભેર અર્જુને કહ્યું.

આ સાથે ફરીવાર ચાલુ થઈ ગઈ અર્જુન અને એના પુરા પોલીસ સ્ટાફ દ્વારા રાધાનગર ને રક્ષણ આપવાની કવાયત...!!

***

અર્જુન ની ધારણા થી વિપરીત બીજા ૧૦ દિવસ થી પણ વધુ સમય વીતી ગયો પણ હજુ સુધી પૂર્વી ના કહ્યા મુજબ ની કોઈ સ્ત્રી ક્યાંય જોવા મળી નહોતી કે ના શહેર ના કોઈ ખૂણે કોઈ નિર્દોષ નું લોહી રેડાયું હતું.

આ વખતે અર્જુન કોઈ ચુક કરવાના મૂડ માં નહોતો..રાધાનગર માં કોઈ નવી ઘટના આકાર ના પામે એ હેતુ થી અર્જુને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.ફાધર થોમસ જોડે થી વધુ પવિત્ર જળ એ પોતાના સ્ટાફ ના લોકો માટે લઈ આવ્યો હતો.અર્જુન મનોમન જાણતો તો હતો જ કે કોઈપણ સમયે એ શૈતાની શક્તિ નો ઓછાયો આ શહેર પર પડી શકે છે.

નવી કોઈ ઘટના ના બનતા પોલીસકર્મી ઓ માં રાહત નો માહોલ હતો.શ્રીજી ફાર્મહાઉસ માં બનેલી ગોઝારી ઘટના પછી ૨ અઠવાડિયા જેટલો સમય વીતી ગયો હતો.અને એક દિવસ સવારે અર્જુન ને એક કોલ આવ્યો જેની અપેક્ષા એને ક્યારનીયે હતી.

સતનામ બિલ્ડર ની રાધાનગર માં ચાલતી સાઈટ પર એવોજ હત્યાકાંડ સર્જાયો જેવો શ્રીજી ફાર્મહાઉસ પર.આ બિલ્ડીંગ સાઈટ શહેર ની પૂર્વ દિશા માં ગુરુદ્વારા ની પાછળ તરફ નિર્માણ પામી રહી હતી.હજુ તો એ સાઈટ પર બાંધકામ ચાલુ થયું ન્હોતું પણ ત્યાં પડેલા બિલ્ડીંગ મટીરીયલ ની જાળવણી કરવા ત્રણ ચોકીયાતો રાખેલા હતા.

સવારે જ્યારે ડ્યૂટી બદલાતા બીજા ત્રણ ચોકીદારો સાઈટ પર ગયા તો ત્યાંનો નજારો જોઈ એમને આ સાઈટ અને સતનામ બિલ્ડર ના માલિક સાહિલ બ્રહ્મભટ્ટ ને તાત્કાલિક કોલ કરી જણાવી દીધું.સાહિલ મારતા ઘોડે ઘટનાસ્થળે આવી ગયો જ્યાં નું દ્રશ્ય જોઈ એના પર રુંવાડા ઊંચકાઈ ગયા.

થોડી પણ વધુ રાહ ના જોતા એને અર્જુન ને કોલ લગાવી ત્યાં આવી જવા જણાવી દીધું.અર્જુન પોતાની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયો.ત્યાં હાજર સાહિર બ્રહ્મભટ્ટ અને ચોકીદારો ના બયાન લઈ એને સાઈટ ની અંદર બનેલા ભયાનક હત્યાકાંડ ના ભોગ બનેલા ચોકીદારો ની લાશો ની તપાસ કરવાની શરૂ કરી દીધી.

અર્જુન ની નજર અત્યારે જે જોઈ રહી હતી એ જોવા પથ્થર નું હૃદય જોઈએ..એવુંપણ નહોતું કે અર્જુન લાગણીવિહીન હતો..પણ આ પ્રકારની લાશો હમણાં થી જોવાની એને જાણે ટેવ પડી ગઈ હોય એવું માલુમ પડતું હતું.

એક ચોકીદાર ની લાશ અત્યારે કોન્ક્રીટ અને સિમેન્ટ નો માલ તૈયાર કરતા મશીન ની અંદર પડી હતી..અર્જુને એ લાશ ને મશીન ની બહાર કઢાવી તો જોયું કે એની આખી ગરદન કોઈએ મરોડી દીધી હોય એમ એનું માથું પીઠ તરફ હતું.

બીજા ચોકીદાર ની લાશ ક્રેઇન ના હુક પર લટકતી હતી.એ હુક એની પીઠ માં ઘુસી ગયો હતો અને એમાંથી લોહી ટપકી રહ્યું હતું.અત્યાર સુધી જોયેલી લાશો માં ભયંકર માં ભયંકર દ્રશ્ય અર્જુન ને આ લાગી રહ્યું હતું.

સાહિલે બતાવ્યું કે ત્રીજા ચોકીદાર ની લાશ પાણી ની ટાંકી માં છે..અર્જુને જોયું તો પાણી ની ટાંકી માં રહેલા ખૂબ થોડા પાણી માં લોહી થી ખરડાયેલી એક લાશ પડી હતી..એના માથા ના ભાગ માંથી વહી રહેલા લોહીના લીધે ટાંકી નું સંપૂર્ણ પાણી લાલ થઈ ગયું હતું..એટલે અર્જુને એ લાશ ને બહાર કઢાવી એનું નિરીક્ષણ કરવાનું ચાલુ કર્યું...આ ચોકીદાર નું માથું કોઈ ભારે વસ્તુ થી કચડી દેવામાં આવ્યું હતું.

આ ત્રણેય ચોકીદાર ની લાશ માં એક વસ્તુ શ્રીજી ફાર્મહાઉસ માં મળેલા યુવકો ની લાશો સાથે મેળ ખાતી હતી...જે હતી આમાંથી પણ કોઈ ની લાશ માં હૃદય હાજર નહોતું..ત્રણેય ની છાતી ચીરી હૃદય ને કાઢી લેવામાં આવ્યું હતું.

અર્જુને ફોરેન્સિક ટીમ અને ફોટોગ્રાફર ને બોલાવી આ જગ્યા એ હાજર નાના માં નાની વસ્તુ ની તપાસ કરાવી અને ફોટા પડાવ્યા.બધી પોલીસવિધિ પતિ ગયા બાદ લાશો ને પોસ્ટમોર્ટમ માટે મોકલાવી દીધી.

***

રાધાનગર માં બનેલા હત્યાઓ નો સીલસીલો અટકવાનું નામ નહોતો લેતો..પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ફોરેન્સિક રિપોર્ટ પરથી પણ કંઈ સાબિત થતું નહીં. શૈતાની શક્તિઓ નો મુકાબલો કઈ રીતે કરવો એ વિચારી અર્જુન હંમેશા તણાવ મહેસુસ કરતો.

અર્જુન એની પત્ની પીનલ જોડે નાના માં નાની વાત વહેંચતો હતો.અર્જુન નો તણાવ ઓછો કરવામાં પીનલ શક્ય એટલો પ્રયત્ન કરતી પણ રાત ના ઉજાગરા અને કામ ના ભારણ ના લીધે અર્જુન ની ચિંતા માં કોઈ ઘટાડો થતો નહીં.

સતનામ બિલ્ડર ની સાઈટ પર બનેલી ઘટના પછી રાધાનગર માં ખાસો ઉહાપોહ મચી ગયો હતો.લોકો ની જીંદગી હંમેશા એક ભય ના છાયા નીચે પસાર થઈ રહી હોય એવું સૌને લાગતું.ક્યારે કોની સાથે કઈ ઘટના બની જાય એ વિચારે સમસ્ત શહેરીજન ને અંદર થી પરેશાન કરી મુક્યો હતો.

અર્જુન હજુપણ હિંમત હાર્યા વગર પુરા જોશ સાથે એ શૈતાન નો નાશ કરવા માટે પ્રયત્નશીલ હતો.એકવાર એ હત્યારી સ્ત્રી અર્જુન ની સામે આવી જાય એની રાહ હતી.અર્જુન હવે એનો મોટાભાગ નો સમય પોલીસ સ્ટેશન માં જ પસાર કરતો.પીનલ ને ઘણીવાર અર્જુન ની બહુ ચિંતા થતી.

સતનામ બિલ્ડર વાળી ઘટના ને ઘણો સમય વીતી ગયો હતો પણ કાતિલ નો કોઈ સુરાગ મળ્યો નહતો..ફોરેન્સિક રિપોર્ટ માં પંજા ના નિશાન મળતા પણ ફિંગરપ્રિન્ટ ના નહીં. અર્જુન જાહેર માં એવું કહી પણ શકે એમ નહોતો કે આવું બધું કોઈ ચુડેલ કે શૈતાની શક્તિ ધરાવતી મહિલા કરી રહી છે,કેમકે જો આવું કહેવા જાય તો લોકોમાં ડર નું પ્રમાણ વધુ વધી જાય,જે અર્જુન કોઈકાળે નહોતો ઉચ્છતો.

એક દિવસ સાંજ નો સમય હતો..અર્જુન સાંજ નું જમ્યા પછી ડ્યૂટી પર જવાની તૈયારી જ કરતો હતો કે એના મોબાઈલ માં એક રિંગ વાગી..અર્જુને જોયું તો ડિસ્પ્લે પર પીનલ નું નામ હતું..અર્જુને ફોન ઉપાડ્યો તો સામેથી પીનલ નો ઉત્સાહી અવાજ સંભળાયો..

"અર્જુન..એક ખુશ ખબર છે.."

"બોલો,શું ખુશખબર છે.."અર્જુને કહ્યું.

"આ બધું કોણ કરાવે છે એ વિશે થોડી ઘણી માહિતી મળી ગઈ છે.."પીનલે કહ્યું.

"શું વાત કરે છે?? કોણ છે આ બધા પાછળ?"પીનલ ની વાત સાંભળી અધીરા બનેલા અર્જુને પૂછ્યું.

"અરે થોડી ધીરજ તો રાખ..તારે એ માટે એક જગ્યા એ જવું પડશે.."પીનલે કહ્યું.

"તું બોલ ક્યાં જવાનું છે..હું હમણાં ને હમણાં જ ત્યાં પહોંચું." અર્જુને ઉતાવળા સુર માં કહ્યું.

"તું પેલા લાયબ્રેરીયન ભારતીબેન ને તો ઓળખે છે ને?"પીનલે પૂછ્યું.

"હા પેલા ચર્ચ માં મળ્યા હતા એ.."અર્જુને યાદ કરતા કહ્યું.

"હા એજ ભારતીબેન...તે મને ફોરેન્સિક રિપોર્ટ અને ખુની વિશે જે જે માહિતી આપી એ બપોર ના સમયે લાયબ્રેરી માં જતી તો ભારતીબેન ને જણાવતી..તો અત્યારે એમનો કોલ આવ્યો..એ જણાવતા હતા કે એમના હાથ માં કંઈક એવું લાગ્યું છે જે તારા પતિ એટલે કે તમને ઉપયોગી થઈ શકે છે આ બધી ઘટનાઓના માસ્ટર માઈન્ડ સુધી પહોંચવામાં"પીનલે વિગતવાર વાત કરી.

"ઓકે તો હું હમણાં જ નીકળું છું,ભારતીબેન ને મળવા માટે.." અર્જુને કહ્યું.

"ધ્યાન રાખજો તમારું..."પીનલે કહ્યું..

"લવ યુ યાર..તું ચિંતા ના કર મને કંઈ નહીં થાય.."આટલું કહી અર્જુને કોલ કટ કરી દીધો અને પોતાની બુલેટ લઈને નીકળી પડ્યો રાધાનગર માં આવેલ મોટામાં મોટી લાયબ્રેરી મહાત્મા ગાંધી લાયબ્રેરી તરફ..!!!

To be continued.....

ભારતીબેન જોડે એવી તો શું માહિતી હતી ખુની વિશે જે અર્જુન ને કામ આવી શકે એમ હતી? શું અર્જુન આ બધી ઘટનાઓ ને રોકી શકશે? હત્યાઓને અંજામ આપવા વાળી સ્ત્રી કોણ હતી? આ બધી ઘટનાઓ પાછળ હકીકત માં કોનો હાથ હતો? આ બધા સવાલો ના જવાબ આવતા સપ્તાહે.. એ માટે વાંચતા રહો ડેવિલ-એક શૈતાન. આ નોવેલ અંગે આપનો અભિપ્રાય મારા whatsup નમ્બર 8733097096 પર જણાવવા વિનંતી..

ઓથર:- જતીન. આર.પટેલ