Stardom - 5 in Gujarati Fiction Stories by Megha gokani books and stories PDF | સ્ટારડમ - 5

Featured Books
Categories
Share

સ્ટારડમ - 5

હાઇલાઇટ,

નૈના શર્મા એ એક્ટ કરેલ શોર્ટ ફિલ્મ લોકો ને ઘણી પસંદ પડી, અને વિક્રમ પ્રજાપતિ સાથે જ એની અંગત સુમન એક ફીચર ફિલ્મ બનાવવા જઈ રહી છે, અને એ ફિલ્મ ની લીડ એક્ટ્રેસ તરીકે એ નૈના ને સાઈન કરે છે.

સાથે એ જ દિવસે મેઘા અને ઉદય પણ એકબીજા સામે પ્રેમ નો ઇઝહાર કરી દે છે,

નૈના માટે ડબલ સેલિબ્રેશન નો મોકો છે, એક એની બેસ્ટ ફ્રેન્ડ ની લવ લાઈફ ની શરૂઆત નો અને બીજું એની નવી લાઈફ ની શરૂઆત નો.

નૈના ખુશ છે, પણ આગળ શું બને છે, બીજા ક્યાં ક્યાં નવા કેરેક્ટર્સ એની નવી લાઈફ માં એન્ટ્રી મારે છે એ જોવું ઇન્ટરેસ્ટિંગ છે.

તો તૈયાર છો, શરૂ કરી નૈના શર્મા ની નવી લાઈફ ની સફર...?

ચાલો.

મારી અને ઉદય ની લવસ્ટોરી તો શરૂ થઈ ગઈ હતી, પણ નૈના અને પાર્થ ની લવસ્ટોરી શરૂ કરાવવા મેં અને ઉદય એક નાનો પ્રયત્ન કર્યો,

કારણે કે નૈના ને જો કોઈ સાંભળી શકે છે તો એ પાર્થ છે એ હું જાણતી હતી...

પણ નૈના, નૈના અત્યારે જમીન પર નહીં સાતમા આસમાન માં ઊડતી હતી.

તમને ક્યારેય પ્રેમ થયો છે? પહેલો પ્રેમ ?

એ પેહલા પ્રેમ માટે આપણી અંદર કેટલી ફીલિંગ્સ હોય છે, એ પ્રેમ માટે આપણે કાઈ પણ કરવા તૈયાર હોઈએ...

અને નૈના માટે એનો પહેલો પ્રેમ હતી એની કલાકારી, એની એક્ટિંગ...

એની સિવાય એને બીજું કાંઈ દેખાતું જ નહતું એ દિવસે,

એ ખુશ હતી એને એને જોઈ હું પણ ખુશ હતી પણ મને ચિંતા હતી તો બસ આટલી જ કે એ ક્યાંક કોઈ ખોટું પગલું ન ભરી લે, આગળ વધવા ની ચાહ માં વગર વિચાર્યે કોઈ ડીસીઝન ન લઈ લે, એટલે એને સમજાવા વાળું એને ઉડતા અટકાવી વિચારવા પર મજબુર કરવા વાળું માણસ એની સાથે રહે એ હું ઇચ્છતી હતી. અને ત્યારે પાર્થ થી કોઈ સારો વ્યક્તિ મને મગજ માં ન આવ્યો.

પણ પાર્થ, એ તો આ બધું પહેલે થી જાણતો જ હતો. જ્યારે મેં એને એ બધી વાતો કરી ત્યારે એને મને આટલું જ કહ્યું કે "મને ખબર છે બધી, અને હું નૈના ને સારી રીતે જાણું છું ગમે એ થઈ જાય હું એનો સાથ ક્યારેય નહીં છોડું ...."

એનો એ જવાબ સાંભળી મને ખાતરી થઈ ગઈ કે પાર્થ નૈના ને જરૂર થી પ્રેમ કરે છે "કારણ કે જ્યાં પ્રેમ હોય છે ને ત્યાં જ સાથ નિભાવા ની વાત હોય છે."

***

ડૉક્ટર્સ બહાર આવ્યા.... પાર્થ તુરંત ડોકટર પાસે દોડતો પંહોચ્યો,

પાર્થ, " નૈના ...નૈના ની સ્ટિટ્યૂએશન..?"

"હજુ ક્રિટિકલ છે બ્લડ વધુ વહી ગયું છે અને ઘાવ પણ ઊંડો છે, બટ ડોન્ટ લુઝ હોપ અમે અમારી બેસ્ટ ટ્રાય કરીએ છીએ." ડોટકર આટલું કહી ચાલ્યા ગયા.

હું, ઉદય, પાર્થ, દીપ અને સુમન અમે બસ એક બીજા સામે જોયું કોઈ કાંઈ ન બોલ્યા.

ત્યાં જ નૈના નો બોડીગાર્ડ આવ્યો અને બોલ્યો "મેમ બહાર મીડિયા ની ખૂબ ભીડ જમા થઈ ગઈ છે, એ લોકો નૈના મેમ વિસે જાણવા માંગે છે "

"હમ્મ થોડો સમય હજુ સાંભળી લે." ઉદય બોલ્યો.

"આપણે મીડિયા ના સવાલ નો જવાબ દેવો જોશે ઉદય, કારણકે આ વાત હવે રોંગ વે માં જાય છે, લોકો આને ફેક કહવા લાગ્યા છે, અટેન્શન સ્ટંટ પણ કહે છે, ફિલ્મ પ્રમોટ કરવા માટે એક નાટક આ વાત સોશિયલ મીડિયા પર ચાલે છે, અને આ વાત ની શરૂઆત આર્યન જોશી એ ટ્વીટ કરી ને કહી છે કે, નૈના શર્મા અટેન્શન મેળવવા કાંઈ પણ કરી શકે છે, આ પણ એનો એક ફેક સ્ટંટ જ હશે લાઈમ લાઇટ માં આવવા.આમ પણ નાટકો કરવા માં ક્યારે પાછળ રહી છે નૈના શર્મા. "

સુમન મોબાઈલ માંથી વાંચી ને બોલી.

પાર્થ તુરંત બહાર મીડિયા પાસે જવા માટે ચાલવા લાગ્યો.

હું ઉદય સુમન અને પાર્થ પણ બહાર તરફ દોડ્યા.

બહાર જતા જ મીડિયા એ સવાલ નો સિલસિલો શરૂ કર્યો.

રિપોર્ટર"આ એક ફેક સ્ટંટ છે એવું આર્યન જોશી નું કહેવું છે, અને આ ટ્વીટ ને રીટ્વીટ કરી વિકી દવે એ પણ આ વાત ને સપોર્ટ કર્યો છે ."

" તમને શું લાગે છે કે ફિલ્મ પ્રમોટ કરવા આમે આવુ ઓછું કામ કરીએ?, અહીંયા નૈના એના જીવન અને મૃત્યુ સામે ફાઈટ કરે છે, થોડી શરમ કરો તમે અને એ લોકો પણ જે આને એક અટેન્શન સ્ટંટ કહે છે. " ઉદય ગુસ્સા માં બોલ્યો.

મીડિયા સવાલ કરતી રહી હું સાઈડ માં ઉભી રહી, વિકી દવે વિસે વિચારતી રહી.

વિકી દવે.

***

સ્ક્રિપટિંગ નું કામ શરૂ થઈ ગયું હતું, હું ઉદય અને નૈના અમે સાથે મળી સુમન સાથે કામ કરતા રહ્યા, નૈના કેરેક્ટર ને સમજતી રહી, અમે સ્ટોરી માં નવીનતા ઉમેરતા આવ્યા.

સ્ક્રિપટિંગ નું કામ હજુ અડધું પૂરું થયું હતું, અમે બધા કામ કરતા હતા ત્યાં જ સુમન નૈના પાસે આવી.

"નૈના, તારી પેહલી ફીચર ફિલ્મ ના હીરો ને મળવા ઇચ્છતી હતી ને તું, ચાલ આજે તારી એ ઈચ્છા પણ પુરી કરી દઈએ."

"મતલબ, .."

"મતલબ કે વિકી દવે આપણી ફિલ્મ નો હીરો ...."સુમન વિકી તરફ ઈશારો કરતા બોલી.

(વિક્રમ પ્રજાપતિ ની ફિલ્મ માં હીરો તરીકે ખૂબ સારી ભૂમિકા નિભાવેલ વિકી દવે એ એક જ ફિલ્મ થી ઘણું નામ બનાવી લીધું હતું )

નૈના વિકી ને મળી ઘણી એક્સાઇટેડ થઈ ગઈ હતી.

ત્યાં સુમન ફરી બોલી "નૈના તારા કેરેક્ટર ને તે ઘણું સમજી લીધું, હવે તારે તારી અને વિક્રમ ની કેમિસ્ટ્રી પર ધ્યાન આપવા નું રેહશે, તો ફ્રેન્ડશીપ કરો, હરો ફરો, એક બીજા સાથે કમ્ફર્ટેબલ થાઓ, વધુ ને વધુ સમય એક બીજા સાથે સ્પેન્ડ કરો.

તમારા બંને ની રીઅલ કેમિસ્ટ્રી દેખાવી જોઈએ ફિલ્મ માં લોકો ને એ કેમિસ્ટ્રી ફિલ થવી જોઈએ, સમજાયું..?"

નૈના એ હા પાડી.

નૈના અને વિકી બંને નું ઇન્ટરોડક્શન સુમન એ સારી રીતે કરાવ્યું.

નૈના અને વિકી બંને એક બીજા સાથે વાતો માં લાગી ગયા, અને અમે સ્ક્રિપટિંગ ના કામ માં.

સમય વીતતો રહ્યો, નૈના વધુ ને વધુ સમય વિકી સાથે વિતાવવા લાગી. કોઈ વખત કોફી પર, લંચ, ડિનર વગેરે જુદા જુદા બહાને બંને એક બીજા માં ખોવાય ગયા.

ફિલ્મ નું પ્રિ પ્રોડક્શન નું કામ પણ પૂરું થવા આવ્યું, શૂટિંગ શરૂ થવા પર હતી.

ઉદય ના ઘરે એના બર્થડે સેલિબ્રેશન ની નાની પાર્ટી હતી, ઉદય એ એના જાણીતા અને અંગત મિત્રો અને ફેમિલી સાથે બર્થડે મનાવવા નું પસંદ કર્યું હતું, બધા મસ્તી ના મૂડ માં હતા, ત્યાં નૈના નો ફોન વાગ્યો.

નૈના વાત કરતી કરતી સાઈડ માં ચાલ્યી ગઈ.

નૈના ફોન માં વાત પૂરી કરી અને મારી અને ઉદય પાસે આવતા બોલી. "ઉદય સોરી મારે જવું પડશે."

"પણ ક્યાં..?' હું બોલી પડી.

"અરે વિકી નો ફોન હતો, એને કંઈક જરૂરી કામ છે..તો "

હું બોલી"શું જરૂરી કામ..?"

"અરે હવે શૂટિંગ શરૂ થવા પર છે તો સીન ને રિહસ કરવા બોન્ડિંગ બનાવી...."

"એ બધું પછી પણ થઈ શકે છે, આજે નહીં.." ઉદય બોલ્યો.

"અરે આઈ નો... પણ હું એ કામ સાથે કાંઈ સેક્રિફાઇઝ નઇ કરવા માંગતી... તો ....સોરી....જવું પડશે..."

નૈના અંતે પોતાની વાત રાખી સોરી કહી પાર્ટી છોડી ચાલ્યી ગઈ.

વિકી અને નૈના હવે ધીરે ધીરે એક બીજા ઉપર હક જતાડતા થઈ ગયા,

શૂટિંગ શરૂ થઈ સમય વીતતા વિકી અને નૈના એક બીજા ની ઘણી નજીક આવતા જતા હતા.

એ વાત મને અને પાર્થ અમને બંને ને ખટકતી હતી, પણ ત્રીજી વ્યક્તિ પણ હતી જેને આ વાત ખટકતી હતી, એ હતો દીપ.

દીપ ની લાગણી વિસે અમને ઘણા સમય પછી ખબર પડી, જેમ પાર્થ નૈના ને પ્રેમ કરતો હતો એમ દીપ પણ નૈના ને પ્રેમ કરતો હતો.

પણ નૈના .... એ બસ એના સપના ને પ્રેમ કરતી હતી, સપનું, સ્ટાર બનવા નું સપનું, એક્ટિંગ થી લોકો ના દિલ જીતવા નું સપનું, એને આ રિલેશનશિપ માં ઇન્ટરેસ્ટ હતો પણ એ ક્યારેય એને સિરિયસ લેવા નથી માંગતી.

વિકી અને નૈના વચ્ચે જે ચાલતું હતું, એ વાત થી અમે ત્રણ લોકો દુઃખી હતા . પણ નૈના ખુશ હતી.

એને એક એવો કંપેનીઅન મળી ગયો હતો, જેની સાથે એ ક્વોલિટી ટાઈમ વિતાવી શકતી હતી અને વિતાવતી હતી.

શૂટિંગ દરમિયાન બંને ના એક બીજા સામે આંખો ના ઈશારા ની વાતો જોઈ મેં એને પૂછી જ લીધું.

"નૈના શું ચાલે છે તમારા બંને વચ્ચે..?"

"કોની વચ્ચે...?" નૈના વાત થી અજાણ બનતા બોલી.

"તારી અને વિકી વચ્ચે.."

"ઓહહ કાંઈ નથી ચાલતું..''

"ખોટું ન બોલ..., મેં જોયું .." હું બોલી.

"અચ્છા ઓકે ઓકે....આઈ થિંક આઈ એમ ઇન લવ વિથ વિકી...., હું વિકી ના પ્રેમ માં પડી ગઈ છું. "નૈના બ્લશ કરતા બોલી.

"શું..... લવ..? તું સ્યોર છે કે આ લવ છે... અટરેક્શન નહીં...?"

"હા હવે ....."

"વિકી પણ તને પ્રેમ કરે છે..?"

"યસ, ઑફ કોર્સ..." નૈના વિકી સામે જોઈ ને બોલી.

ત્યાં નૈના નો શોટ રેડી હતો અને એ એના કામ માં બિઝી થઈ ગઈ.

શૂટિંગ પત્યા બાદ મેં આ બધી વાત ઉદય ને જણાવી, દીપ નૈના ને પ્રેમ કરે છે એ વાત થી અજાણ ઉદય એ બધી વાત દીપ ને કહી અને દીપ એ એ વાત પાર્થ ને.

એ દિવસે દીપ અને પાર્થ બંને ના દિલ તૂટ્યા હતા.

સુમન વિકી અને નૈના ના કામ થી ઘણી ઈમ્પ્રેસ હતી, ફિલ્મ ના શૂટિંગ નો લાસ્ટ ડે હતો.

શૂટિંગ પૂરું થયા બાદ સુમન એ એના ઘર માં નાની પાર્ટી રાખી હતી, પાર્ટી દરમિયાન પણ નૈના અને વિકી સાથે જ રહેતા હતા, કોઈ વખત એક બીજા નો હાથ પકડી ઉભા રહેતા તો કોઈ વખત વિકી નૈના ની કમર માં એનો હાથ રાખી વાતો કરતો નજરે ચઢતો.

વિકી અને નૈના નો સ્ટોરી ફૂલ જોશ માં ચાલતી હતી. શુટીંગ પત્યા બાદ ડબિંગ અને એડિટિંગ નું કામ ચાલતું હતું.

અને આ તરફ કોલેજ ની લાસ્ટ એક્ઝામ શુરું થવા પર હતી,

નૈના ને હવે ગ્રેજ્યુએટ થવા માં કોઈ ઇન્ટરેસ્ટ નહતો, એને એક્ઝામ ન આપવા નો નિર્ણય કર્યો, એ નિર્ણય થી નૈના ની ફેમિલી ખુશ ન હતી, પણ નૈના ને કોઈ ની અનુમતિ લીધા વિના પોતા નો નિર્ણય કર્યો અને એના પર અડગ રહી.

અમારી એક્ઝામ નો લાસ્ટ ડે હતો.

પેપર આપી હું મારા ઘરે પહોંચી ત્યાં મને સુમન નો કોલ આવ્યો, "નૈના ક્યાં છે..?"

"મને નથી ખબર, થોડા દિવસો થી અમારી વાત પણ નથી થઈ...કેમ શું થયું..?"

"હું ક્યાર ની એને કોલ કરું છું, ફોન જ રિસીવ નથી કરતી, ફિલ્મ માં પ્રમોશન વિસે ચર્ચા કરવા ની છે.., રિલીઝ ડેટ પણ નક્કી થઈ ગઈ છે, ત્રણ કલાક પેહલા મેં એને મારી ઓફીસ એ આવવા માટે નો સમય આપ્યો હતો હજુ નથી પહોંચી. " સુમન ગુસ્સા માં બોલી.

"ઓહ..., હું કરું કંઈક..., એક કલાક ની અંદર તે ત્યાં પહોંચી જશે... યુ ડોન્ટ વરી......" આટલું કહી મેં ફોન કાપ્યો,

તુરંત નૈના ને ફોન કર્યો.

એને મારો ફોન રિસીવ ન કર્યો.

હું એના ઘરે જવા નીકળી પડી, .....ત્યાં નૈના નો મને કોલ આવ્યો.

"હેલો ક્યાં છે તું, મારો ફોન કેમ ન રિસીવ કર્યો...અને સુમન નો ફોન પણ તું રિસીવ નથી કરતી...ઘરે છે ને તું...હું આવું છું ત્યાં...નૈના....?"

"હમ્મ, પ્લીઝ જલ્દી આવ યાર, "નૈના નો અવાજ ભારી હતો.

"નૈના શું થયું, તું રડે છે..?"

"ના.." નૈના રડતા બોલી.

"શું ના ખોટું શું બોલે છે...., હું તારા ઘરે આવી ને વાત કરું..."

મેં તુરંત પાર્થ અને ઉદય ને કોલ કરી નૈના ના ઘરે બોલાવી લીધા.

અમે બધા નૈના ના ઘરે પહોંચ્યા નૈના સાચે રડતી હતી,

પહોંચતા ની સાથે જ નૈના મને ભેટી પડી અને રડવા લાગી......

નૈના શા માટે રડતી હતી..?, એવું શું કારણ છે કે નૈના એની ફિલ્મ ડિરેકટર નો ફોન પણ રિસીવ નથી કરતી ?,

તમને શું લાગે છે, કે શું હશે એની પાછળ કારણ..?

કોમેન્ટ કરી ને જણાવો મને કે તમને શું લાગે છે કે શું છે એની પાછળ કારણ..?

અને હા સ્ટારડમ ભાગ 5 તમને કેવો લાગ્યો...? કેટલા સ્ટાર આપશો આ ભાગ ને અને શું તમને સ્ટારડમ ની સ્ટોરી ગમે છે ..?

કોમેન્ટ કે મેસેજ માં મને કહો...

તમારા રિવ્યુ ની રાહ માં

Megha gokani