(20 December)
આપણે આગળ કહાની માં જોયુ કે ;
રેસ્ટોરન્ટ મા સાહિલ અને રોહિત બેઠાં છે એક ગાડી આવે છે અને તેમાંથી ખુશી, રેશિતા અને તન્વી……
રેશિતા અને રોહિત મસ્તી કરતા રેસ્ટોરન્ટ પહોંચ્યાં હતાં ….અને પછી કોફી નો ઓર્ડર ને એક નવુ પાત્ર કહાની નુ તન્વી ….
હવે કહાની આગળ……..
રોહિત રેશિતા ની મજાક કરતો હતો ત્યારે, રેશિતા એ પ્રેમ થી ટોન્ટ કરતા કહ્યુ ઓહ તારે તન્વી ને બોલાવી છે એમ ને……..
( તન્વી રોહિત ની દિલ્હી ની દોસ્ત, રોહિત દિલ્હી ભણતો હતો તેના મામા ના ઘેર ત્યારે તેની દોસ્તી તન્વી સાથે થઈ હતી ……ફકત તન્વી નહિ રેશિતા પણ તેની સાથે જ હતી ત્રણેય એક જ કોલેજ માં ભણતા હતા રેશિતા ને રોહિત તેના પાપા અને રેશિતા ના પપ્પા ની દોસ્તી ના કારણે જાણતો હતો અને તન્વી રેશિતા ની દોસ્ત બની હતી ને રોહિત સાથે ઈન્ટ્રો કરાવ્યો હતો. અને પછી રોહિત અને રેશિતા સારા દોસ્ત બની ગયા હતા. રેશિતા તેની માસ્ટર ડિગ્રી માટે કેનેડા ગઈ હતી એ પછી એક વર્ષ વિતી ગગયુ આજે રેશિતા ને છુટ્ટી નો માહોલ હોવાથી તે ઈન્ડીયા આવી હતી. તન્વી અને રોહિતે તેના પપ્પા ના ધંધા ને આગળ વધાર્યો હતો.)
રેસ્ટોરન્ટ માં બેઠાં બેઠાં રોહિતે મજાક મજાક માં બધુ પુછી લીધુ અને પછી એને ઘેર ડ્રોપ કરી ને તે પાછો ઓફિસ માં કાગળો અને ફાઈલો મુકી પોતાના ઘેર ગયો.
( બીજા દિવસે બપોરે ….) (17 december)
ઓફિસ માં રોહિત નુ પાર્સલ આવ્યુ તેનો દોસ્ત અંકિત જે એને ફુટેજ ની સીડી મોકલાવા નો હતો તે …રોહિતે તેની સેક્રેટરી ને અંદાજ એ મહોબ્બત માં કોફી મંગાવી અને તેને પાર્સલ ખોલી ને સીડી લેપટોપ માં લગાવતા અંકિત ને ફોન કરીને થેંન્કસ કહ્યુ ત્યાં સુધી માં કોફી પણ આવી ગઈ એટલે તેને ઓફિસ નો રુમ લોક કરી દીધો. રોહિત ના ટેબલ નીચે જ એક સ્વીચ હતી કયારેય કોઈ ઈન્પોટન્ટ મીંટિગ હોય જો એની ઓફિસ માં તો એ લોક થતુ પણ આજે રોહિતે સીડી લગાવી ખાલી પોતાના પર્સનલ કામ માટે એનો યુઞ કર્યો હતો. તેને સીડી લગાવી અને જ્યાં રોહિત તે રાત્રે ખુશી ને મળ્યો હતો. તે રસ્તા થી લઈ ને એરપોર્ટ સુધી ની અને રેશિતા ના ઘર સુધી ની ફુટેજ ની સીડી હતી.
તેને સીડી જોવાની શરુઆત કરી રોહિત ખુશી ને મળ્યો તે અને પછી એની ના અને એકલુ રોહિત નુ એરપોર્ટ પર આવવા નીકળવુ આટલુ જોયા પછી …એને જોયુ કે રેશિતા એ રોડ પર ઉભી હતી કારણ એ જે ટેક્સી માં અહિંયા સુધી આવી હતી તે રોહિત ને મળ્યા પછી એને રવાના કરી દીધી હતી પણ રોહિતે એને પ્રપોઝ કર્યા પછી ખુશી એ એકલા જવાનુ નકકી કર્યુ અને અડધો કલાક થયો હતો પણ ખુશી ને ટેક્સી મળી ના હતી પછી ખુશી એ એક કોલ કર્યો અને થોડી વાર રહી ને એક ગાડી આવી ….એ ગાડી માં થી સાહિલ ઊતર્યો અને ખુશી ને ગળે મળી લાઈક જેન્ટલમેન ખુશી માટે ગાડી નો દરવાજો ખોલ્યો અને ખુશી બેસી ગઈ….
આ શુ ખુશી એ રાત્રે સાહિલ ને મળી હતી તો પછી સાહિલે એ વાત કોઈને કરી કેમ નહી? કે પછી શુ સાહિલે જ તો ખુશી ને કાઈ…. (પણ ખુશી તો જીવતી છે જે રોહિત ને ત્યારે ખબર નહોતી)
આ સીડી જોતા તો રોહિત ને પસીનો થઈ ગયો. ત્યાર પછી તેને એરપોર્ટ સુધીની સીડી જોઈ તો એમા રોહિત ના પપ્પા ડીઆઈજી અમર સાથે નીકળ્યા અને પછી તરત જ તેમની લેફટ સાઈડ થી સાહિલ ની કાર આવી. સાહિલે ગાડી પાર્ક કરી અને તેમાંથી ખુશી અને સાહિલ ઉતર્યા. થોડાક આગળ જતાં સાહિલ નો ફોન આવતા તે ગાડી આગળ પાછો ગયો અને લોક ખોલી ને કોઈ ફાઈલ ખોલી અને પછી ઈશાણરા થી ખુશી ને પાછી ગાડી પાસે બોલાવી અને તેની સાથે કાઈક વાત કરી ને સાહિલ ગાડી માં બેસી નીકળી ગયો. અને ખુશી એન્ટ્રી બાજુ ગઈ એ પછી એ ત્યા થી બહાર આવી જ નથી બે કલાક ની સીડી માં એન્ડ ડીઆઈજી અમર નાં ઘર સુધી ની સીડી પણ ઓકે હતી. પણ હવે ખુશી નાં એરપોર્ટ પર આવ્યાં પછી એ નકામુ હતુ.
તો હવે નવા સવાલો ઉભા થયા જો ખુશી એરપોર્ટ સુધી આવી હતી તો એ રાજ કે પછી પરીવાર ને મળી કેમ નહિ ? અને પોસ્ટમોટમ રિપોર્ટ મુજબ તો એ તે સમય માં જ મરી હતી અને જો તે એ સમય માં મરી હોય તો તેની લાશ બહાર કેવી રીતે આવી? ત્યા તો કડક સિક્યોરીટી હોય છે? આવા અનેક સવાલો થી રોહિત નુ મગજ ભમતુ હતું
એ સિવાયે પણ એક બીજો સવાલ હવે થઈ રહ્યો હતો કે, “ સાહિલ એ રાત્રે તેને મળ્યો હતો તો કિધુ કેમ નહિ ? અને પોલીસે આટલી ઈન્વેસ્ટીગેશન કરી તો એમને આ વાત ધ્યાન માં નહિ આવી હોય? અને આવી હોય તો એમને આ બાબતે કોઈ પુછપરછ કેમ નથી? કરી કે પછી એમને આ જોયેલુ બધુ કોઇ પૈસા ની લાલચ માં નજર અંદાજ કર્યુ હોય?? કે પછી એમને આ ઈન્વેસ્ટીગેશન થી દુર રહેવાની ધમકી મળી હોય.??
અત્યારે હવે રોહિત ને શુ વિચારવુ એ ખબર જ નહોતી પડતી …એટલે એને આગળ સીડી જોવાનુ ચાલુ રાખ્યુ ધીરે ધીરે એને જોયુ કે રાજ ની ફલાઈટ ટેકઓફ થઈ ગઈ અને તેની અને ખુશી ની ફેમિલી વાળા બધાં ટેક્સી કરી ને ધેર ગયાં એમાં રોહિત પણ તેમની સાથે જ હતો.
એ પછી રોહિત મગજ ની ઉથલપાથલ સાથે રમતો રમતો કોફી નો કપ અને સીડી એમ જ લેપટોપ માં રોહિત એની ખુરશી માંથી ઉભો થઈ ને આમતેમ આંટો માર્યો અને પાછો તે પોતાની ખુરશી માં બેઠો અને તેની નજર લેપટોપ પરની ચાલુ સીડી પર પડી અને ખબર નહિ શુ જોયુ એ ખુરશી માંથી ઉભો થઈ ગયો એની હાલત ખરાબ થઈ ગઈ એને બહુ પસીનો થઈ ગયો. ચકકર આવે એવી હાલત થઈ ગઈ તે સીધો કેબીન ના વોશરુમ તરફ ગયો દિવાલ ના ટેકે અને પોતાનુ મોઢુ વારંવાર પાણી થી ધોયુ અને આઇના માં પોતાનુ મોઢુ જોયુ એની આંખો લાલ થઈ ગઈ હતી એ બહાર આવી ને બે સીટ ના સોફા પર બેઠો. પોતાના ખીસ્સા માંથી રુમાલ કાઢી મોઢુ લુછ્યુ અને પછી એને થોડો કન્ટ્રોલ કરી ને ખુરશી ની જમણી બાજુ નુ ડ્રોવર ખોલી ને એક દવા નુ પેકેટ કાઢ્યુ અને દવા લીધી અને ફરી એક વાર મોઢુ ધોઈ આવી ને તેને સીડી રિપ્લે કરી ને જોઈ.
રોહિત સીડી રિપ્લે કરી ને જોતો હતો ત્યાં જ એને એક કોલ આવ્યો એ સીધો ઉભો થઈ ને હોસ્પિટલ પહોંચી ગયો. (કોલ રોહિત નાં પપ્પા નો હતો, તે બપોરે લંચ લઈ ને સીધા મિતલ ભાઈ ને મળવા ગયા હતા અને એકાંકી બેન ની ખબર કાઢવા ગયાં હતા અચાનક એકાંકી બેન ને કાંઈક થઈ જતા એમને સીધા હોસ્પીટલ માં લઈ જવા માં આવ્યા. એટલે અશ્વિનભાઈ એ કોલ કરી ને રોહિત ને હોસ્પિટલ બોલાવી લીધો જેથી એમને સાથ મળી રહે એટલે )હોસ્પિટલ પહોંચ્યા પછી રોહિતે ડોકટરો સાથે વાત કરી ડોકટરો એ કહ્યુ કે, “ congratulation, રોહિત મિસિસ.અરોરા આઈ મીન એકાંકીજી ની તબિયત માં સુધારો થઈ રહ્યો છે, એમના શરીર માં 25% જેટલી રિકવરી થઈ છે . બસ દવા ઓ આમ જ ચાલુ રાખવી. સાચુ કહુ તો આ દવા ઓ થી તો શકય જ નથી નકકી કોઈ ચમત્કાર જ થયો જ છે કારણ કે રીપોર્ટ મુજબ તો આમને દવા થી કોઈ અસર જણાયેલી લાગતી નથી. any way મારે બીજા પેસન્ટ ને ચેક કરવાના છે so excuse me sir ” આટલી વાતો કરી રોહિત ડોકટર ને થેંન્કસ કીધુ અને ત્યાં થી નીકળી ખુશી અને તેના પપ્પા હતાં ત્યાં જઈ બધી વાત કરી મિતલ અરોરા ના ચહેરા પર આજે ધણાં સમય પછી ખુશી દેખાઈ હતી. રોહિત હોસ્પિટલ નુ કામ પતાવીને તેને જે મિંટીગ માં જવાનુ હતુ એ કામ પતાવી ને પાછો સીડી જોવા બેઠો અને ફરી એકવાર રીપીટ કરી ને તથા ઝુમ કરી ને એ વિડીયો અને ફોટોઝ જોયા.
તે પાછો ટેન્શન માં ખોવાઈ ગયો સાથે એને બહુ ગુસ્સો પણ આવતો હતો.એને સાહિલ ને ફોન કર્યો અને તેને મળવા આવવા કહ્યુ.
(19 december)
ડિઆઈજી અમર, રેશિતા, અંકિત, રાહુલ (રોહિત ની પેઢી નાં મેનેજર નો છોકરો ) અને રોહિત રેસ્ટોરન્ટ માં મળ્યાં હતાં.
રોહિતે બધા માટે કોફી મંગાવી અને ડિઆઈજી અમર કહે રોહિત તે કેમ બધાંને ભેગા કર્યા? મે તને એકલા મળવા નુ કહ્યુ હતુ ને ?? .....
ઓહ તમારુ એમ કહેવુ છે કે, “ મારે આપણી વચ્ચે કોઈ વાત થાઈ તો એના સાક્ષી ન રાખવા જોઈએ?”
“ઓકે ફાઈન, તો સાંભળ રાજ અને ખુશી જીવે છે. “ ડિઆઈજી અમર એ ગુસ્સે થી કહ્યુ
આ સાંભળી ને રોહિતે રેશિતા સામે જોયુ અને રેશિતા એ મોઢુ નીચે કરી ને કહ્યુ હા એ ખુશી જ હતી
રાહુલ ને ખુશી નો ફોટો બતાવ્યો ત્યારે એને ઉછળી ને ઉભો થઈ કહ્યુ કે હા આ જ છે તે છોકરી જે તે રાત્રે મને મળી હતી અને તેની સાથે એક છોકરો હતો. અને એક નાનકડી બેગ તેમની સાથે હતી. અને તે છોકરી ને બહુ જ વાગ્યુ હતુ મે એમને પુછ્યુ તો કિધુ કે તેમને આ જંગલ સાઈડ થી આવતા ગુન્ડા ઓ એ બંદુક ની અણી એ એમનો બધાં પૈસા લઈ લીધાં અને એમને પહેરેલી જવેલરી પણ ઉતારી લીધી હતી અને તેમની સાથે જે ભાઈ હતા એમને પણ ધણુ વાગ્યુ હતુ અમે આગળ નીકળ્યા ત્યાથી એમને લીફ્ટ આપી ને પપ્પા સાથે હતા એમને ચા પીવા માટે ગાડી ઉભી રાખી હતી અને ત્યારે પેલી છોકરી એ તેના ચહેરા પર થી દુપટ્ટો હટાવ્યો ત્યારે પપ્પા એ તે છોકરીનો ચહેરો જોયો હતો. અને તરત જ ચા નો કપ નીચે મૂકીને ત્યાં પેલી છોકરી અને છોકરો ઉભા હતા તે બાજુ ગયા અને કંઈક વાત કરી ત્યારે વાત કરીને આવતાં હતાં ત્યારે તેમનો એક્સિડન્ટ થયો અને પેલા બંને ત્યાંથી બીજી ટેકસી કરીને નીકળી ગયા. આ સાંભળીને રોહિતે એક ફોટો કાઢીને બતાવ્યો રાહુલ કહે હા આ જ એ છોકરો હતો જે પેલી છોકરી સાથે હતો તે રાત્રે, આટલું બોલ્યા પછી ઊભો થઈને જતો રહ્યો પણ રેશિતા અને તેના પપ્પા એકબીજા સામે જોતા રહ્યા ત્યાંજ અંકિત મેં એક કોલ આવ્યો અને તે પણ ત્યાંથી ઊભો થઈને નીકળી ગયો એટલે રોહિત, રેશિતા અને તેના પપ્પા એકલા પડ્યા એટલે રોહિતે ફરી એકવાર પૂછ્યું કે રાજ અને ખુશી ક્યાં છે અત્યારે ???
ત્યારે ડી.આઇ.જી અમરે કહ્યું કે એ ઇન્ડિયા આવવા નીકળવાનો છે. એ આવશે એટલે તને મળવા આવવાનું કહી દઈશ પછી તમે બંને એકબીજાને જે પૂછવું હોય તે પૂછી લેજો ઓકે આટલું કહીને ડીઆઈજી અમરે ટેબલ પર હાથ પછાડીને રેશિતા ને લઇને ચાલતા થયા.
ત્યાર પછી રોહિતે ખુશી ના ઘેર ફોન કરીને ખુશીની મમ્મીના ખબર અંતર પૂછ્યા ત્યાર પછી તે ઓફિસમાં ગયો અને ……. ઘેર જઈને…..
તેના પપ્પા સાથે વાત કરી તેના પપ્પા કહે મને આ બધી વાતની પહેલેથી જ ખબર છે ત્યારે રોહિતને ઝટકો લાગ્યો એટલે રોહિતે પૂછ્યું તમને કઈ રીતે ખબર પડી રોહિતના પપ્પા કહે તે રાત્રે ડી.આઇ.જી અમર અને સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ઓફિસર મિસ્ટર. કુલકર્ણી અને રાજ બધા સાથે જ હતા. રાજ સાથે અમે conference call કરી હતી એટલે એની સાથે જ તો પ્લાન અમારો discourse થયો હતો. શેનો પ્લાન પપ્પા તમે શું વાત કરી રહ્યા છો રોહિત અકડાઈને પૂછ્યું રોહિતના પપ્પા કહે ડી.આઇ.જી અમર નો ફોન આવ્યો હતો અને તેમણે મને બધી જ વાત કરી છે અને સાહિલે પણ એજ કર્યુ છે જે અમે કિધુ છે આ બહુ જ લાંબી કહાની છે રોહિત.
(18 december)
રોહિતે સાહિલને ફોન કરીને મળવા આવવાનું કહ્યું બીજા દિવસે બપોરે સાહિલ અને રોહિત રેસ્ટોરન્ટમાં મળ્યા રોહિતે અંકિત પાસેથી મંગાવેલી સીડી બતાવી અને પૂછ્યું કે આ શું છે પ્લીઝ કાંઈક explain કરીશ આના વિષે ટોન્ટ મારતા ગુસ્સામાં કહ્યું
આ સીડી જોઈને સાહિલ એ નીચી નજર કરી ને કહ્યું કે હા અમે રાત્રે મળ્યા હતા. જ્યારે તું ખુશી ને પ્રપોઝ કરીને નીકળ્યો ત્યારે ખુશીની કોઈ ટેકસી ન મળતા તેને મને કોલ કર્યો હતો અને હું એક મિટિંગમાં હતો અને ત્યાંથી એરપોર્ટ આવવા નીકળતો હતો ત્યાં જ ખુશીનો કોલ આવ્યો એટલે હું તેને લઈને એરપોર્ટ તરફ ગયો પણ ત્યાં પહોંચતા જ મારા બોસ નો ફોન આવ્યો કે સાહિલ તુ તારું લેપટોપ અહિંયા ભૂલી ગયો છે અને મારે ફાઈલ તૈયાર કરીને બીજા દિવસે સવારે આપવાની હતી એટલે મારે લેપટોપ લેવા જવું જરૂરી હતું એટલે હું ખુશીને એરપોર્ટ પર જ મૂકીને હું બોસ ના ઘરે ગયો. અને પછી બહુ લેટ થઈ ગયું હોવાથી હું એરપોર્ટ પર ના આવ્યો અને હું ઘર તરફ જવા નીકળ્યો ત્યારે મે મારી બેગ ખોલી ને લેપટોપ બરાબર ગોઢવ્યુ અને ત્યા જ મારી નજર ફાઈલો વચ્ચે રહેલી એક ડાયરી પર પડી મે તે ખોલી ને જોઈ ત્યારે મને બેગ માં ની ડાયરી સહજતા ખાતર વાંચવાનુ મન થયુ… ડાયરી નાં પન્ના ખોલ્યા એક પછી એક વાંચવાનાં શરુ કર્યા ત્યારે એને લાગ્યુ કે હુ એ ખુશી થી અજાણ છે જેને વર્ષો થી ઓળખે તેના થી ખુબ અલગ પડે છે તેનાં સપનાં, ચાહત તેના અહેસાસ…..ત્યા જ મને એક ફોન આવ્યો. મારા ફોન ઉપર ખુશીનો કોલ આવ્યો હતો કે હુ અહિયા એરપોર્ટ રોડ થી રોન્ગ સાઈડ ઉભી છુ શુ તુ મને લેવા આવી શકે છે ?? એટલે મે મારી ગાડી એ તરફ વાળી અને ત્યાં સુધી મે ખુશી ની ડાયરી વાંચી આમ કોઈની પર્સનલ ડાયરી નાં વંચાય પણ મને સહજતા ખાતર વાંચવાનુ મન થયુ. હુ ત્યાં પહોંચી ને ખુશી ને લઈ ને ઘેર તરફ જવા ગાડી વળાવી ત્યા ખુશી કહે મારે મેધા ના ઘેર થી એક બુક લેવાની છે એ તરફ ગાડી લેજે પછી ઘેર. એટલે મે એ તરફ ગાડી વાળી અને ત્યા જ રસ્તા મા અમારા પર કોઈએ અટેક કર્યો અને પછી અમારી પાસે થી પૈસા હતા એ બધાં લઈ લીધા અને ખુશી નુ બેસ્લેટ, ચેઈન બધુ જ પણ પછી ખુશી નાં હાથ મા એક વીંટી હતી એ તેને આપવાની ના પાડી એટલે ગુન્ડા ઓ એ મારવાનુ ચાલુ કર્યુ ખુશી મને બચાવવા આવી એટલે એ પણ થોડી ઘવાઈ હતી એ પછી અમે જોયુ તો ગાડી ને પંક્ચર થઈ ગયુ હતુ પણ અમને એક ટેકસી મળી ગઈ હતી અને અમે ઘર તરફ જ આવવા નીકળ્યા હતા ત્યા રસ્તા મા ડ્રાઈવરે ગાડી ઉભી રાખી હતી તો અમે રોન્ગ સાઈડ જઈ ને બેઠા હતી ત્યાજ પેલા ડ્રઈવર ની સાથે જે હતા એ એના પપ્પા હતા કદાચ એ અમારી પાસે આવ્યા અને ત્યાં જ મારો એક ફોન આવ્યો એટલા મા એ કાકા એ ખુશી સાથે કાંઈક વાત કરી અને એ કાકા રોડ ક્રોસ કરી ને જતા હતા ત્યાં જ એમનો એકસીડન્ટ થઈ ગયો ખુશી એકદમ ગભરાઈ ગઈ આ જોઈ ને એટલે અમે ત્યા થી બીજી ટેક્સી કરી ને નીકળ્યા ત્યા જ રસ્તા એક ગાડી એ અમને ઓવરટેક કરી ને ઉભી રહી.
(જે દિવસે રોહિતે સીડી જોઈ હતી તે દિવસે)
(17 december)
એને જોયુ કે રાજ ની ફલાઈટ ટેકઓફ થઈ ગઈ અને તેની અને ખુશી ની ફેમિલી વાળા બધાં ટેક્સી કરી ને ધેર ગયાં એમાં રોહિત પણ તેમની સાથે જ હતો.
એ પછી રોહિત મગજ ની ઉથલપાથલ સાથે રમતો રમતો કોફી નો કપ અને સીડી એમજ લેપટોપ માં રોહિત એની ખુરશી માંથી ઉભો થઈ ને આમતેમ આંટો માર્યો અને પાછો તે પોતાની ખુરશી માં બેઠો અને તેની નજર લેપટોપ પરની ચાલુ સીડી પર પડી અને ખબર નહિ શુ જોયુ એ ખુરશી માંથી ઉભો થઈ ગયો એની હાલત ખરાબ થઈ ગઈ એને બહુ પસીનો થઈ ગયો. ચકકર આવે એવી હાલત થઈ ગઈ તે સીધો કેબીન ના વોશરુમ તરફ ગયો દિવાલ ના ટેકે અને પોતાનુ મોઢુ વારંવાર પાણી થી ધોયુ અને આઇના માં પોતાનુ મોઢુ જોયુ એની આંખો લાલ થઈ ગઈ હતી એ બહાર આવી ને બે સીટ ના સોફા પર બેઠો. પોતાના ખીસ્સા માંથી રુમાલ કાઢી મોઢુ લુછ્યુ અને પછી એને થોડો કન્ટ્રોલ કરી ને ખુરશી ની જમણી બાજુ નુ ડ્રોવર ખોલી ને એક દવા નુ પેકેટ કાઢ્યુ અને દવા લીધી અને ફરી એક વાર મોઢુ ધોઈ આવી ને તેને સીડી રિપ્લે કરી ને જોઈ.
એ સીડી મા એને જોયુ કે રાજ, ખુશી અને ડિઆઇજી અમર બંને સાથે બહાર નીકળ્યા હતા.
રોહિત સીડી રિપ્લે કરી ને જોતો હતો ત્યાં જ એને એક કોલ આવ્યો એ સીધો ઉભો થઈ ને હોસ્પિટલ પહોંચી ગયો.
(સાહિલ અને રોહિત ની મુલાકાત )
(18 december)
સાહિલ અને ખુશી ટેકસી કરી ને નીકળ્યા હતા ત્યાંજ એમને કોઈએ ઓવરટેક કરી હતી એ ગાડી સામે આવી ને ઉભી રાખી હતી. અને એ ગાડી માં થી રાજ ઉતર્યો. રાજ ને જોઈ ને સાહિલ ચોંકી ગયો અને ખુશી રાજ ને જોઈ ને તેના ગળે મળી ને રડવા લાગી. સાહિલે પુછયુ કે તુ તો … તો પછી અહિંયા ક્યા થી એમ તુતટા તુતટા શબ્દો માં બોલ્યો. એટલે રાજ અને ખુશી એ અળગા થઈ ને કહ્યુ કે અમે બંને એકબીજા ને ખુબ પ્રેમ કરીએ છીએ સાહિલ પણ પપ્પા એમ ઈચ્છે છે કે ખુશી રોહિત સાથે લગ્ન કરે એટલે અમે આ નાટક કર્યુ છે પ્લીઝ દોસ્ત તુ સમજવાની કોશીશ કર અમે એકબીજા વગર જીવી શકીએ એમ નથીએકી શ્વાસે રાજ બધુ બોલી ગયો સાહિલ કહે શાંત થઈ જા પછી વાત કર સાહિલે પેલા ટેકસકી વાળા ને પૈસા આપી રવાના કર્યો અને પછી રોડ ની સાઈડ માં બાંકડા પાસે જઈને બેઠાં.
રોહિતે કહ્યુ કે મે બહાર જવાનુ નાટક કર્યુ અને ખુશી મરી ગઈ છે એમ એક પ્લાન કર્યો છે એક દોસ્ત હોસ્પીટલ માં કામ કરે છે એની મદદ થી અમે ખુશી ની વસ્તુ ઓ એક ડેડ બોડી ને પહેરાવી ને એમ ખાતરી આપી દઈશુ કે તે ખુશી ની જ છે અને અમે બંને અહિયા થી નીકળી જઈશુ . ત્યાં જ સાહિલ બોલ્યો કે પણ ખુશી જે હંમેશા પહેરે છે તે જવેલરી તો, આટલુ સાહિલ બોલ્યો ત્યાં રાજ વચ્ચે જ બોલ્યો એ અટેક મે જ કરાવ્યો હતો.જે વસ્તુ ઓ ચોરાઈ છે એ બધી જ લાશ પર ફીટ કરી ને વહેમ ને પાકો કરવા અને લોકો ને વિશ્વાસ કરાવવા મા એ ખુબ ઉપયોગી થશે. એટલે ….પ્લીઝ દોસ્ત કોઈને કહેતો નહિ. કે હુ જીવુ છુ એમ ત્યાં જ તરત જ સાહિલે કહ્યુ કે પણ તમે હવે જશો ક્યાં ? રાજ કહે કાલ ની અમારી ઓસ્ટ્રેલીયા ની ફલાઈટ છે ત્યા સુધી અમે એક હોટલ બુક કરાવી છે બસ ત્યા થી અમે કાલે નીકળી જઈશુ. સાહિલ કહે તમે અમારા ઘેર આવી ને પણ રહી શકો છો રાજ કહે ના દોસ્ત બસ તુ આ અમે જીવીયે છીએ તે વાત ને છુપાવી ને રાખજે ……સાહિલ કહે કેમ નહિ પણ યાર બહુ ભુલ લાગી છે ત્યાં જ ખુશી કહે આ ભુખખ્ડ ખાધા પછી જ માનશે સાહિલ કહે હા સાચી વાત કરી આમ પણ તમે આટલી બધી બકવાસ કરી છે એ સાંભળી ને તો પછી આટલુ કહેતા કહેતા ત્રયેણ હસતાં હસતા ગાડી માં બેસી રેસ્ટોરન્ટ ગયા.ત્યાં ગમમ્ત કરતા કરતા નાસ્તો કર્યો, ત્યાર પછી સાહિલ ટેકસી કરી ને તેના ખેર જવા નિકળી ગયો અને ખુશી અને રાજ પણ હોટલ તરફ ગયાં. બસ…આટલુ કહ્યુ …સાહિલે ત્યાર પછી રોહિત તો ખુશ ખુશ થઈ ગયો …..અને પછી ત્યારે જ સાહિલે ગળગળા થઈ ને કહ્યુ કે રોહિત આ દોસ્તી ખાતર મે કોઈ ને કીધુ નથી અને તુ પણ કોઈ ને નહી કહેતો એમના પ્રેમ ખાતર…આટલુ કહી સાહિલે રોહિત ના હાથ પર હાથ મુક્યો રોહિતે પણ હાથ મુકી ને કહ્યુ કે વિશ્વાસ રાખ નહી કહુ કોઈને પણ……ત્યા થી બંને નીકળ્યાં પણ રોહિત ને ખબર પડી કે રાજ અને ખુશી જીવે છે તે ખુશી થી ઝુમી ઉઠયો પણ તે પોતાની ખુશી ને કન્ટ્રોલ કરી અને તેને ડિઆઈજી અમર ને ફરી એક વાર આભાર કહેવાનુ મન થઈ આવ્યુ કારણ જો પોલીસે કોઈ ઈન્વેસ્ટીગેશન નથી કરી તો એ એમની જ મહેરબાની અને એમની જ મહેરબાની થી રાજ અને ખુશી સલામત છે .
રોહિત ડિઆઈજી અમર ને થેંન્કસ કહેવા માટે તેમના ઘેર ગયો પણ તે બહાર ગયા હતા એક પાર્ટી અટેન્ડ કરવા માટે એટલે તે રેશિતાને મળી ને ઘેર ગયો તે વિચારતો હતો બધુ ત્યાં જ એને દિમાગ મા ઝબકારો થયો રાહુલ ના પપ્પાં એ ખુશી સાથે શુ વાત કરી હતી અને એને ફુટેજ જોઈ હતી તેમાં તો ત્રણેય સાથે હતા તો પછી ખુશી સાહિલ સાથે કેમ???? તે ત્યા એરપોર્ટ પર તો સાથે જ હતાં તો અલગ કયારે થયાં ? અને એમને લુટ કરાવા ની કયા જરુર જ હતી ખુશી ને કીધુ હોત તો એ જાતે ઉતારી ને આપી દીધી હોત…
એને તરત જ ડિઆઈજી અમર ને કોલ કર્યો. અને ફોન પર જ વાત કરી એટલે ડિઆઈજી અમરે કહ્યુ કે કાલે આપણે મળી ને વાત કરીએ એકલા મળશુ આપણે ઓકે બીજા કોઈ ને આ વાત કહેતો નહિ બસ આપણા સુધી જ રાખજે......
આટલી વાત કરી ને ..બસ ...રોહિત સુવા જતો હતો ત્યા એને એક કોલ આવ્યો. તેમના મેનેજર ના છોકરા નો હતો.રાહુલ ની મમ્મી ની તબીયત ખરાબ હોવાથી
તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડે તેમ હતાં. વધુ પૈસા અત્યારે તાત્કાલિક જમા કરાવવાના થતા રાહુલ રોહિત ને કોલ કર્યો, એટલે રોહિત તરત જ હોસ્પિટલ પહોંચ્યો. અને કેશ કાઉન્ટર ઉપર પૈસા જમા કરાવ્યાં. રાહુલે રોહિત નો આભાર માન્યો અને રોહિત ઘેર આવવા જ નીકળતો હતો ત્યાં એક નર્સે આવીને રોહિત ને પર્સ આપી અને કહ્યું કે સર આ તમારું પર્સ કેશ કાઉન્ટર ઉપર રહી ગયુ હતુ. રોહિતે થેંન્કસ કહું અને કહ્યુ કે કદાચ ફોર્મ ભરવા રહ્યો ત્યારે એ સાઈડ માં મુકયુ તુ so કદાચ લેવાનું ભૂલી ગયો હોઈશ. એને પર્સ ખોલી ને જોયુ અને ત્યાં જ રાહુલે કહ્યુ કે આજે પપ્પા ની બહુ યાદ આવે છે?? આવી ઈમોશનલ વાત કરતો હતો ત્યાં જ એને કિધુ કે એ રાત્રે જો અમે ચા પીવા ના રોકાયા હોત તો પપ્પા જીવતા હોત. આ વાત સાંભળી ને રોહિત ના કાન ખુલ્લા થી ગયાં એ દિલાસો તો આપતો હતો એમ વાત કરતા કરતા એને એટલી ખબર પડી કે ખુશી અને સાહિલ એ કહેલી કહાની ને મળતી આવતી હતી એટલે તે અડધી રાત સુધી ત્યાં જ રહ્યો અને
(19 december)
વહેલી સવારે ઘેર આવી ને ફરી ડિઆઈજી અમર ને ફોન કર્યો. ત્યાં જ એને યાદ આવ્યુ કે જે દિવસે તે રેશિતા ને ઘેર ગયો હતો તેનો પીછો કરતાં ત્યા એક છોકરી હતી. તે કોણ હતી રેશિતા તો એમના ખાનદાન મા ત્રણ પેઢી પછી જન્મેલી એક લોતી છોકરી છે તો પછી એ કોણ હતુ???
આવા સવાલો વધુ થતા તેણે રેશિતા ને પણ રેસ્ટોરન્ટ બોલાવી અને અંકિત ને પણ બોલાવ્યો જો ડિઆઈજી અમર કાંઈ કહે તો એ કહી શકે કે મને મદદ કરી એ આ દોસ્ત છે ત્યા જ ડિઆઈજી અમર નો ફોન આવ્યો અને એમને કિધુ કે આપણે બપોરે રેસ્ટોરન્ટ માં મળીયે ત્યાર પછી એને રાહુલ ને ફોન કરી એની મમ્મી ની તબિયત પુછી તો રાહુલ કહે હવે બધુ ઠીક છે મમ્મી ની તબિયત સારી થતી જાય છે અને માસી પણ આવ્યા છે તેથી થોડો સપોર્ટ મને મળી ગયો છે. ત્યાર પછી રોહિતે રાહુલ ની સાથે થોડી ચર્ચા કરી ને પછી બપોરે રેસ્ટોરન્ટ માં બોલાવ્યો.
(19 december ની રાત્રે રોહિત અને તેના પપ્પા )
જયારે રોહિત ને ખબર પડી કે રાજ અને ખુશી જીવે છે તો એ ખુશ થઈ ગયો એને થયુ કે લાવ આ વાત પપ્પા સાથે કરુ કે જોવો તમે એક વાત રાજ શાથે ખોટી કરી એનુ શુ પરીણામ આવ્યુ એટલે તે પપ્પા સાથે વાત કરી ને રાજ અને ખુશી ને ઘર માં લાવવા માંગતો હતો એટલે તેણે વાત કરી.
તેના પપ્પા સાથે વાત કરી તેના પપ્પા કહે મને આ બધી વાતની પહેલેથી જ ખબર છે ત્યારે રોહિતને ઝટકો લાગ્યો એટલે રોહિતે પૂછ્યું તમને કઈ રીતે ખબર પડી રોહિતના પપ્પા કહે તે રાત્રે ડી.આઇ.જી અમર અને સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ઓફિસર મિસ્ટર. કુલકર્ણી અને રાજ બધા સાથે જ હતા. રાજ સાથે અમે conference call કરી હતી એટલે એની સાથે જ તો પ્લાન અમારો discourse થયો હતો. શેનો પ્લાન પપ્પા તમે શું વાત કરી રહ્યા છો રોહિત અકડાઈને પૂછ્યું રોહિતના પપ્પા કહે ડી.આઇ.જી અમર નો ફોન આવ્યો હતો અને તેમણે મને બધી જ વાત કરી છે અને સાહિલે પણ એજ કર્યુ છે જે અમે કિધુ છે આ બહુ જ લાંબી કહાની છે રોહિત.
હવે રોહિત ના મગજ માં કાંઈ ઉતરતુ નહોતુ એ હવે પાગલ થઈ રહ્યો હતો એને જયારે બધી પહેલી સુલઝી ગઈ હોય એમ લાગે ત્યાં જ નવી પહેલી આવી ને ઉભી રહે છે.
હવે રોહિત ને ગુસ્સો આવતો હતો એને ડિઆઈજી અમરે પણ કાઈ કહ્યુ નહિ અને આ વાત તેનાં પપ્પા ને પણ ખબર છે અને આટલા અજાણ્યાં બની ને રહે છે તેથી તેને પપ્પા ને પુછવાની કોશીશ કરી પણ તે ખુશી ના ખેર એના મમ્મી ની તબિયત ની ખબર કાઢવા જવુ છે એમ કહી ને નીકળી ગયાં હતા.
પણ રોહિત ને ચેન પડતુ નહોતુ એટલે તેને સાહિલ ને ફોન કર્યો એટલે તે કહે તને તારા પપ્પા એ કાંઈ કિધુ છે તો એ સાચુ જ કિધુ હશે. આ સાંભળી ને રોહિત ને ઔર ગુસ્સો આવ્યો એટલે સાહિલે એને શાંત પાડતા કહ્યુ કે ઓકે કાલે આપણે બધાં મળીએ પછી વાત કરીએ એમ સાહિલે કિધુ એટલે રોહિતે પુછયુ કે બધા એટલે કોન બીજુ ?? એ કાલે મળીએ એટલે તને ખબર પડી જશે.
(20december)
રેસ્ટોરન્ટ મા સાહિલ અને રોહિત બેઠાં છે એક ગાડી આવે છે અને તેમાંથી ખુશી, રેશિતા અને તન્વી…..
તન્વી ને જોતા જ રોહિત ઉભો થઈ ગયો અને પુછવા લાગયો કે તન્વી અહી શુ કરે છે ??
સાહિલ કહે શાંતિ રાખ ભાઈ ….રોહિત નો ગુસ્સો હવે આઉટ ઓફ કન્ટ્રોલ થતો હતો.
છતાં પણ તેને કંન્ટ્રોલ કર્યો રેશિતા તન્વી અને ખુશી ને બંને એ પ્રેમ થી આવકારી અને લંચ માટે નો ઓર્ડર આપી ને જુની યાદો ની સાથે તેની મજા લીધી. ત્યાર પછી ત્યાર પછી ત્યાં થી રેશિતા અને ખુશી નીકળી ગયાં અને સાહિલ પણ મિંટીગ ના બહાને નીકળ્યો. હવે તન્વી અને રોહિત એકલાં પડ્યાં. રોહિત નો ગુસ્સાવાળા ચહેરાને કંન્ટ્રોલ કરતો જોઈને તન્વી ને હસવુ આવતુ હતુ. તેને રોહિત ને કહ્યુ, “ વાહ વાહ કયા બાત હૈ રોશન સા શમા હૈ ઔર જનાબ કા ચહેરા જઝડા ચમન..”
રોહિત કહે તમારા બધા નુ પતિ ગયુ હવે કે હજી કાંઈ બાકી રહે છે ??
તન્વી કહે જસ્ટ રિલેક્સ યાર બાકી તુ ગુસ્સા બમાં પણ હેન્સમ લાગે છે
ઓહ તો મેડમ ને હજી ફલર્ટ કરવાનુ બાકી રહી જાય છે રોહિતે આછુ સિમ્ત આપતકઆ કહ્યુ
તન્વી એ પછી સિરીયસ થઈ ને કહ્યુ જસ્ટ ચિલ કર હુ તને કહુ છુ શુ થયુ હતુ તે રાત્રે અને બધા ડાઉટ પણ કલીયર કરુ છુ …..
રોહિતે ત્યારે બંને માટે કોફી નો ઓર્ડર આપ્યો અને કોફી ની સાથે તન્વી એ વાત શરુ કરી….
(25 year ago)
આ 25 વર્ષ પહેલા ની વાત છે દિલ્હી મા એક જેકે નામનો નામી ગુન્ડો હતો. કિડનેપીન્ગ મારપીટ લુટ નો પેસો હતો તેને પતની અને એક બાળક સાથે ધરસંસાર માંડયો હતો પણ તેની પત્ની પણ કમ ના હતી તે પણ ગુન્ડા ના કામ કરતો જેકે તો એને બિરદાવતી પરિણામે તેનો છોકરો પણ ગુન્ડા ની લિસ્ટ માં આવે તેમ બનાવ્યો. પણ જેકે ની એક પ્રેમિકા હતી દિલ્હી ની બારડાન્સર મીના જેકે તેના પ્રેમ છે તે જાણી ને તેની પત્ની એ તેને મરાવી નાખી. તે દિવસે મીના તેનાં ઘેર હતી તેના ઘર ના આ જાણતા ન હતા કે તે પૈસા કયાં થી લાવે છે તે લોકો માટે તો મીના એક કંપની માં જોબ કરતી હતી. અને પૈસા મોકલતી હતી ધીરે ધીરે એમના ઘર ની પરીસ્થીતિ સારી થતી જતી હતી. મીના ની એક મોટી બહેન હતી તેના લગ્ન એક શ્રીમંત પરીવાર માં થયા હતાં તેને એક વર્ષ નુ બાળક પણ હતુ. તે સમયે એની બહેન પિયર આવી હતી ત્યારે મીના પર જેકે ની પહેલી પત્ની એ અટેક કરાવ્યો હતો જેમાં મીના તો બચી ગઈ પણ તેના પરીવઆર માંથી કોઈ ના બચ્યુ તેને લાગ્યુ કે હવે હુ એનો સામનો નહિ કરી શકુ એટલે તે દિલ્હી છોડી ને ગુજરાત આવી અહીયા આવતાએને જાણવા મળ્યુ કે તે જેકે નાં છોકરા ની માં બનવાની છે તે તેની જીંદગી હવે તેનાં છોકરકઆ માટે જીવવા માંગતી હતી એટલે તેને જુની બધી જ ઓળખો મીટવી દિધી હતી નવાનામ થી નવી જીંદગી શરુ કરી હતી એક ઘર માં એને કચરા પોતા નુકામ મળી ગયુ હતુ તે ઘર ના એને એક પરીવાર ની જેમ જ રાખતા હતા. એ ઘર બીજા કોઈનુ નહિ રોહિત તમારુ હતુ મીના તમારા ઘર માં આવી ને રહી હતી . તે સમયે મીના એકસીડન્ટ થયો અને તેને હોસ્પીટલ લાવવા મા આવી એ સમયે જ તારી મમ્મી ને લિવરપેઈન શરુ થયો અને તેમને પણ હોસ્પીટલ લાવવા માં આવ્યાં. એ એકસીડન્ટ માં મીના તો મરી ગઈ પણ તેનુ બાળક બચી ગયુ . અને અનિતા આન્ટી ને મિસકેરેજ થયુ એટલે તારા પપ્પા એ મીના નાબાળક ને પોતાનો બાળક કહી ને અનિતા આન્ટી ને આપ્યો . પણ જેકે એ સમયે એક ડિલ કરવા ગુજરાત આવ્યો હતો એટલેરતેને ખબર પડી કે મીના જીવે છે અને તેનુ બાળક પણ છે પણ અણધાર્યુ સમય નુ પરીણામ મીના એની ગાડી સાથે જ ટકરિય છે અને…તેથી જેકે ને આઘાત લાગે છે તે એકદમ બીમાર પડી જાય છે અને થોડા દિવસો માં ગુજરી જાય છે . એ પછી ઘણા વર્ષો વિત્યાભં બાદ જેકે ની પત્નકઈી જેકે ની માલકતો નુ લિસ્ટ મંગાવે છે અને તેમાં વકીલ એક ઘટસ્ફોટ કરે છે કે જેકે એને અડધી મિલકત અને વારિસ મીના ના છોકરા ને બનાવ્યો છે તો તે ગુસ્સા થી પાગલ થઈ જાય છે અને તે રાજ ને મારવાની કોશીશ કરે છે …
એના એમએલે મંત્રી ઓ સુધી ના કોન્ટેકટ છે એટલે તેણે એમની મદદ થી રાજ જે ફલાઈટ માં જવાનો હતો તેમાં બોમ્બ પ્લાન્ટ કરાવે છે પણ આ વાત ની તારા પપ્પા ને ખબર નહોતી એમની પોલીસ ની પહોંચ થી એટલી ખબર પડી હતી કે તે રાજ ને મરાવાની છે એટલે તારા પપ્પા એ ડિઆઈજી અમર અને મારા પાપા કુલકર્ણી એ થઈ ને એક પ્લાન બનાવ્યો જેમા એમને પ્રેમ પ્રકરણ બનાવી ને ઘર છોડવુ અને બંને નુ લુટારા થી મોત અને બે ખોટી લાશ. પણ પ્લાન આખો ઉધો પડ્યો જયારે ખબર પડી કે રાજ ને મારવા જેકે ની પત્ની એ બોમ્બ પ્લાન્ટ કરયો છે એ ન્યુઝ મળ્યા પછી ઓન્લી ખુશી નુ મોત જ પ્લાન કરવાનુ નકકી કર્યુ અને બંને ને આઉટ ઓફ ઈન્ડીયા મોકલવા નો પ્લાન કર્યો . એટલે ખુશી ને સાહીલ સાથે મોકલી અને આ પ્લાન કર્યુ ખર મા પણ સાહિલખુશી ની ડાયરી વિશે કહેવાનુ પહેલા પ્લાન માં હતુ પણ ચેન્જ કર્યો એ સાહિલ ને કહેવાનુ રહિ ગયુ અને તેને ઘેર આવી હંગામો કર્યો અને એ જયારે તને મળ્યો ત્યારે એ ખુબ ગભરાયેલો હતો એટલે એને જુનો અમારો પ્લાન તને કહ્યો પણ તેનાથી ભુલ થી સાચુ બોલાઈ ગયુ એટલે બધી ઉલઝનો વધી અને તે ડિઆઈજી અમર અને રેશિતા સાથે વાત કરી તે પછી તારાથી કાંઈ પણ છુપાવુ ઠીક ના લાગ્યુ એટલે તને બધી વાત કરી અઅને હા ખુશી અને રાજ આઉટ ઓફ ઈન્ડીયા ગયાં એ પહેલાં તે દિલ્હી માં મારે ઘેર રહ્યા ંહતા એટલે હુ પણ તેમના સારી દોસ્ત બની ગઈ છુ એન્ડ તે દિવસે એકાંકી આન્ટી ને તબિયત સુધરવાનુ કારણ એ હતુ કે ખુશી અને રેશિતા મળી ને આવ્યા હતા હવે તેના ઘેર પણ ખબર છે કએ ખુશી જીવે છે એમ એકચ્યુલી ખુશી તો તેની મમ્મી ના કોમાં માં ગયા પછી તરત જ આવવઆ માંગતી હતી પણ એને ઔસ્ટેલિયા નો બિઝનેસ સેટઅપ માટે ત્યાં ના રહેવાસી ના ડોક્યુમેન્ટ હોવાથી ઈન્ડીયાના લેટ વીઝા મલ્યાસો એ આવી ને તરત જ એનાં મમ્મી પપ્પા ને મળી અને રાજ ને આજ ની ફલાઈટ છે તે આજે આવાનો છે અત્યારે સો ખુશી ત્યાં જ ગઈ છે એન્ડ એ લોકો નેક્સ્ટ વીક પાછા પણ જતા રહેસે પણ એકલા નહિ ખુશી તેના મમ્મી પપ્પા ને લઈ ને જશે એમનો બધોજ બિઝનેસ ત્યા સેટઅપ થઈ ગયો છે હવે એટલે વાંધો નહિ અને રેશાતા ને પણ વેકેશન પુરુ થતાં ક્રસમસ પછી લંડન જવાની છે સાહિલે પણ તેની યુનિવર્સીટી માં એડમીસન લીધુ છે તો એ બંને પણ ત્યા જશે .”…. આટલુ કહી ને તન્વી રોહિત ને કહે છે કે બોલો જનાબ હવે કોઈ ડાઉટ છે આપને??
રોહિત કહે હા
તો પુછી લો રોહિત સર હસતા હસતા કહ્યુ
આ રાહુલ ના પપ્પા …
આટલુ બોલતા જ રોહિત ને અટકાવી ને કીધુ કે તે પણ પ્લાન માં સામેલ હતા એકઝેટ ટાઈમ પર એકઝેટ જગયાએ એમની ગાડી લઈ ને જો પોલીસ ની ઈન્વેસ્ટીગેશન કરવામા આવે તો ગવાહ રુપે પણ અચાનક પ્લાન બદલાતારાજ ની જગ્યા એ સાહિલ તો એ પુછવા ખુશી ને મળ્યા હતા પણ બદનસીબે એ ટકરાઈ ગયગઆ એક ટ્રક સાથે અને એમનુ મોત થયુ ….
આટલુ કહી ને તન્વી કહે જનાબ હવે તો ડિનર ટાઈમ થયો થોડી મહેરબાની કરશો રોહિત કહે ચાલો મેડમ રેસ્ટોરન્ટ માં .. તન્વી કહે ના મારે ત્યાં નથી જવુ મારે તો આ રોડ પર ની લારી માંથી પાંઉભાજી ખાવી છે રોહિત કહે હા ચાલો તો ત્યાં તમારો હુકમ સર આંખો પર…..
બંને મસ્તી કરતાં હસતા ત્યાં થી નીકળ્યા અને રોહિતે પુછયુ તારો ફયુચર પ્લાન શુ છે??
તન્વી કહે હવે પાપા નો દિલ્હી નો બિઝનેસ તો મોટા પપ્પા એ ચલાવાનુ નકકી કર્યુ છે તો પાપા નવો બિઝનેસ ગુજરાત માં કરવઆ માંગે છે તો હુ પણ અહીં જ રહિશ પાપા ને હેલ્પ કરવા …..
હમમ બધા સેટ થઈ ગયા ખુશી રાજ, સાહિલ રેશિતા …અને આપણે બે જ બાકી રહી ગયાં . રોહિત કહે
તન્વી એ શરમાઈ ને કહ્યુ કે હા તો હવે આપણે પણ સેટ થઈ જશુ ધીરે ધીરે…ત્યાં જ તેને આઈસ્ક્રીમ પાર્લર જોયુ અને રોહિત ને કહે ચાલ આઈસ્ક્રીમ ખાઈએ …
રોહિત કહે કોણ પાગલ આટલી ઠંડી માં આઈસ્ક્રીમ ખાઈ
તન્વી કહે હુ ચાલ એમ કહેતા તે આઈસ્ક્રીમ પાર્લર ગયા ને આઈસ્ક્રીમ ની મજા લીધી ..
ત્યાર પછી બંને બેઠાં હતા ત્યાં જ આ શાંત વાતાવરણ વચ્ચે દરિયાં ના મોજા નો અવાજ માં રોહિત કહે તન્વી ને કે હુ તો સેટ થઈ જઈશ . કારણ કે મને તો કોઈ પણ ખુબસુરત હસીના મળી જશે પણ તારુ શુ થશે ચુડેલ…..
ત્યાં જ તન્વી એ પ્રેમાળ ગુસ્સા થીઉભા થઈને જતા જતા કહ્યુ કે કોઈ રાક્ષસ સાથે જે મારા રંગરુપ નુ નહી મારા દિલ ને જુએ તે….
ત્યાં જ રોહિતે તન્વી નો હાથ પાછળ થી આવી ને પકડયો અને તન્વી ને ઘુમાવી ને તેની બાહોં માં લીધી અને બીજો હાથ તન્વી ની કમર પર મુકી ને કહે તારે મને રાક્ષસ જ કહેવો હોય તો સીધુ મોંઢા પર જ કહી દે ….
આટલુ કહી ને બંને હસી પડ્યાં ….
અને આ ખુબસુરત વાતાવરણ ઠંડી લહેરો ની આહટ અને એકબીજા ની બાહો માં સમાવા ની પળ….
આ અંતિમ ભાગ સાથે આ કહાની પુર્ણ થાય છે….
તે તમામ દોસ્તો નો આભાર કે જેમને મને મારી ભુલો બતાવી જેથી હુ તેને સુધારી શકુ…
અને તે દોસ્તો નો પણ આભાર કે આ કહાની ને અંતિમ રુપ શુ આપવુ એ એડવાઈઝ આપી…..
આપ સૌ દોસ્તો ની હુ આભારી છુ કે તમે મને આટલુ સારુ પ્રોત્સાહન આપ્યુ …
અને આભાર આ માતભારતી નો કે એમને મને પ્લેટફોર્મ પુરુ પાડયુ …
આપ સૌ ની આભારી…. કશીશ… આપની સખી…
(પુર્ણ)