"શમણું એક સોનેરી સાંજનું...."
"હની,આર યુ ઓકે???", ઈશાની એ સંજયની પાસે આવી હાથને ધીમેથી સ્પર્શ કરતા આમ અચાનક જ સવાલ કર્યો.
"જીવનની આ રોજીંગી ઘટમાળ, સૂરજનું ઊગવું ને ચાંદનીનું ચમકવું, જીવનની ધીમી ચાલતી ગતિ ને સપનાઓની સુપરફાસ્ટ સાયકલ સાથે ચાલતા સંજયને હવે થોડો થાક લાગવા લાગ્યો હતો. સંજય પટેલ એટલે એસ.જી હાઈ-વે પર સર્વ સુખસઘવડ વાળા વિલામાં રહેતો એક ૨૬ વર્ષનો યુવાન, રંગે ઘઉંવર્ણો , કદકાઠીમાં માચો મેન કહી શકાય, આંખોમાં નવા શિખર સાર કરવાના સપના સાથે આંખોમાં કાંઈક ખૂટતું હોય એ પામી લેવાની ઝંખના. આ સંજય પટેલ એટલે એક યંગ બિઝનેસ ટાયકૂન્સ જેણે હોશિયારી, ઈમાનદારી, ભણતર, સાચી સમજ અને સિદ્ધાંતો બધું જ સાથે રાખીને જિંદગીની ડગર પર જુસ્સભેર ચાલતો એક જુવાનજોધ યુવાન. ઘણી જ નાની ઉંમરમાં ઘણું બધું મેળવી લેનાર વિનયભાઈ પટેલનો એકનો એક લાડકવાયો દીકરો સંજય પટેલ આજે કાંઈક વિચારોમાં હોય એવું લાગ્યું.
આજે સંજય અને ઈશાની ઘણા સમયે વીકએન્ડમાં એક રિસોર્ટમાં આવ્યા હતા. આમ તો બંનેના લગ્નને ૬ મહિના જ થયા હતા પરંતુ સંજય ઈશાનીને માટે ઘણો ખરો સમય કાઢી શકતો નથી એવું નથી કે સંજય સમય કાઢતો જ નથી પરંતુ કામનો બોજો અને જવાબદારીના લીધે પોતે ઇચ્છવા છતાં બંને જણા સાથે સમય પસાર કરી શકતા નહિ એટલે આજે ૬ મંથ એનિવર્સરી પર સંજયે નાની એવી ટ્રીપ પ્લાન કરી હતી એ પણ એક રિસોર્ટમાં, જેથી કરીને બંને સાથે સમય પસાર કરી શકે અને સુખ-દુઃખની વાત કરી શકે એકબીજાને મન ભરીને પ્રેમ કરી શકે, મનની વાતોને બહાર આવવા માટે મોકળાશ મળી રહે.
"યેસ ઈશુ, આઈ એમ ગુડ.", સંજયે ઇશાનીનો હાથ પકડીને નજીક લાવતા કહ્યું.
સુમધુરી સાંજ, સંજયનો સાથ, હથેળીમાં હાથ, શાંતિની એ પળ ઈશાની માટે તો જાણે જન્નત સમાન હતી. આથમતા સૂરજની આસમાની ઓઢણી, કુદરતી રંગોથી જ રચાયેલું મેઘધનુષ, દરિયા કિનારેથી વાતો એ ખુશનુમા વાયરો, સોનેરી સાંજને હલકા હાથે રાતમાં તબદીલ કરતી એ ચાંદની ચાંદની, રાતને ધીમે-ધીમે ઓગાળતી એ માસુમ મીણબત્તીની જ્યોત એમાં પ્રેમની કમી એક જોરદાર સોંગે પુરી કરી,
"જબ કોઈ બાત બિગડ જાયે, જબ કોઈ મુશ્કિલ પડ જાયે,
તુમ દેના સાથ મેરા, હો હમનવાબ..."
અહાહાહા...સોન્ગ પર એક કપલ ડાન્સ થઇ રહ્યો અને સમય જાણે બસ અહીંયા જ થંભી જાય એવો વિચાર સંજય અને ઈશાની બંનેના મનને રમાડી રહ્યો. રંગીન રાતને વધારે રંગીન બનવતા એ સુગંધિત અને બેનમૂન ફૂલોથી પથરાયેલ આખો રૂમ, વાતાવરણમાં એક અજીબ તાજગી હતી અને બંને એકબીજાના સાથની મઝા લેતા હતા ત્યાં જ બીજું સોન્ગ્સ વાગ્યું,
"મન ક્યુ બહેકા રે બહેકા આધિ રાતકો,
બેલા મહેક રે મહેક આધિ રાતકો,
કિસને બંસી બજાઇ આધિ રાતકો,
જિસને પલકે ચુરાઈ આધિ રાતકો......"
અને બસ રાત આમ જ મીણબત્તીની જેમ ધીમે-ધીમે ઓગળતી રહી અને સમયને પાછળ છોડતી રહી. અને આ ઘડીની રાહ જ જોઈ રહ્યા હોય એમ, હંસલાની જોડ એવા પ્રેમીપંખીડા પ્રેમમાં ગળાડૂબ. રાત પણ કાતિલ બનતી ગઈ ને ઘાયલ તો એમાં સમય પણ થયો હતો.
સોનેરી સવાર, કુદરતની નજીક, ગુલાબી ઠંડી ને દરિયાના મોજાની મઝા, અહાહાહાહા.. વાતાવરણ તો જાણે જન્નત,જન્નત...
સંજય વહેલા ઉઠી ગયો હતો એટલે ઈશાની માટે બેડ-ટી અને સાથે એનો ફેવરિટ બ્રેકફાસ્ટ ચીઝ ઓમેલેટ બનાવી એકદમ શાનદાર અને રોમેન્ટિક અંદાજમાં તૈયાર કરીને રૂમમાં દરવાજા પાસે આવે છે, ઈશાની હજી સૂતી જ છે એ જોઈને વધારે રોમેન્ટિક થઇ જાય છે અને બસ એ ઘડી એને બસ દૂરથી જોયા જ કરે છે પછી ટ્રોલી સાઈડમાં રાખી ઈશાનીને કાંઈક અલગ અંદાઝમાં જગાડવા અને આજના દિવસને વધારે સ્પેશ્યલ બનવા માટે એક સરસ સોન્ગ પ્લે કરે છે,
"મેરે દિલમેં જગા ખુદા કી ખાલી થી,
દેખા વહાં પે આજ તેરા ચહેરા હૈ..."
સોન્ગ સાંભળતા જ આંખો ચોળતી, આળસ મરડીને એક પરીની જેમ ઈશાની બેડ પર બેઠી થઇ અને સંજયને પ્રેમભરી નજરે તાકી રહી આજે એના ચહેરા પર એક અલગ જ તાજગી હતી અને સંજય પણ આજે કાંઈક અલગ જ અંદાજમાં હતો જે અંદાજ ઇશાનીએ પહેલા કયારેય જોયો જ નહતો. માચોમેન સંજયના ચહેરાની એ કયારેય ના જોયેલી સ્માઈલ, આંખોથી વરસતો ફક્ત ઈશાની માટેનો અનહદ પ્રેમ જોઈને તો ઈશાની આજે અંદરથી જ રાજીરાજી થઇ ગઈ. રોજ લેટ ઉઠતો સંજય આજે વહેલો ઉઠી ગયો, બેડ-ટી બનાવતી ઈશાની માટે આજે કોઈએ સ્પેશ્યલ બેડ-ટી બનાવી સાથે એનો ફેવરિટ બ્રેકફાસ્ટ ચીઝ ઓમેલેટ વિથ બેક પિઝા.. ઈશાનીના મનમાંથી અંદર જ વાહહહહહ ..... નીકળી ગયું.
"ગુડ મોર્નિંગ માય ઈશુ એન્ડ હેપી સિક્સ મંથ એનિવર્સરી મિસિસ ઈશાની સંજય પટેલ. ", સંજયે રોમેન્ટિક અંદાજમાં વિષ કર્યું.
ઇશાનીએ એક મસ્ત મોર્નિંગ હગ સાથે રીટર્ન વિષ કર્યું,"સેમ ટૂ યુ મિસ્ટર બિઝી પટેલ."
સંજય હંમેશા કામમાં ગળાડૂબ રહેતો એટલે ઈશાની સંજયને બિઝી પટેલ કહીને જ બોલાવતી અને બંને ને ગમતું પણ ખરું.
શું વાત છે ને પટેલ સાહેબ! આજે તો તમે બહુ જ મહેરબાન છો ને કાંઈ!!!!!!!
સંજય પણ કાંઈ આજે ચૂપ રહે એમનો હતો નહિ.
"યેહ તો બસ શુરુઆત હૈ મેરી જાન, પિક્ચર તો અભી બાકી હૈ મિસિસ પટેલ." એને પણ હિન્દી માં ડાયલોગ બોલી ઈશાનીને વધારે ખુશ કરી દીધી.
બંને સાથે બેસીને બ્રેકફાસ્ટ કર્યો અને બસ થોડી વાતો કરીને બંને આગળના આજના પ્લાનની તૈયારી કરી રહ્યા. ઘણી વાર વાતો કર્યા પછી ઇશાનીએ સંજયને તૈયાર થવા માટે ઓર્ડર આપી દીધો અને એક પ્રિન્સની જેમ રાજકુમારીનો ઓર્ડર આજે સરઆંખો પર રાખીને સંજય તૈયાર થવા ગયો. ઈશાની હજી ત્યાં જ બેઠી હતી અને પોતાના જ નસીબ પર જાણે આજે હરખાઈ રહી હોય એમ એકલી જ મનમાં મુસ્કુરાઈ રહી હતી અને એકલા બેઠા બેઠા એને પોતાની ડાયરીમાં કાંઈક ટપકાવ્યું.
"સવાર બની સુંગધી ને સાંજના હજી શમણાં સેવું,
જીવન બને સુમધુર આપણું બસ એવા જ રોજ હું શમણાં જોવું."
સંજય પાછળ ઉભો રહી બધું જ વાંચી રહ્યો હતો અને ધીમેથી આવીને પાછળથી જ ધીમા અવાજે બોલ્યો,
"જીવન આપણું સુમધુર જ છે અને રહેશે એવી સોના જેવી ખાતરી આપે છે તમારા પતિપરમેશ્વર." ઈશાની ડાયરી બંધ કરીને પાછળ જોઈને શરમાઈ ગઈ પછી થોડો ખોટો ગુસ્સો કરીને બોલી,
"આમ કોઈની પર્સનલ ડાયરી વાંચવી, કોઈની ઇઝાજત વગર એ એક ક્રાઇમ છે મિસ્ટર પતિદેવ." પ્રેમથી મોઢું મચકોડીને તૈયાર થવા જતી રહી.
સંજય બહાર ઉભો રહીને મનમાં જ હસી રહ્યો અને આગળના પ્લાન માટે શું તૈયારી તૈયારીઓ કરવાની છે એ વિચારી રહ્યો....
હવે સંજય એમની સિક્સ મંથ એનિવર્સરી પર ઈશાની માટે કેટલા શમણાં લઈને આવે છે એ જોવા થોડી તો રાહ જોવી જ રહી સાથે ઈશાનીનું એ શમણું શું હશે? શું બંનેની આ પ્રેમાળ લવ સ્ટોરીની પ્રેમલીલા આમ જ ચાલતી રહેશે કે પછી એમાં કોઈ મોટો વળાંક આવશે? ઈશાની અને સંજયની આ SIP (સંજય ઈશાની પ્રેમ)ની SIP (Systematic Investment Plan ) બરાબર થઇ છે કે કેમ એ જોવા માટે મળીએ આપણે બીજા અંકમાં.
આપણા અભિપ્રાયને હંમેશા દિલ ખોલીને વધાવ્યો છે આજે પણ આશા છે આપ સહુ ખાલી સ્ટાર આપવા સાથે કાંઈક કમેન્ટ્સ પણ આપો જેથી આગળ કાંઈક અમે પણ શીખતાં રહીએ.
બિનલ પટેલ
૮૭૫૮૫૩૬૨૪૨