Short Love Stories 2 in Gujarati Short Stories by Krutarth Dave books and stories PDF | નાની પ્રેમ વાર્તાઓ 2

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

Categories
Share

નાની પ્રેમ વાર્તાઓ 2

                      1.  મેચ્યોરિટી

રાજ: નેહા મને હવે એ નથી ખબર પડતી કે આનો શું મતલબ છે. પહેલા તે હા પાડી અને હવે આવું કહે છે.
નેહા: તું ગમે તે કહે પણ હું મારા પેરેન્ટ્સની ઈચ્છા વગર હા નહીં પાડુ.
રાજ: પણ આ કંઈ ઉંમર છે? હવે તો તારે તારા નિર્ણય જાતે લેવા જોઈએ.

રાજ અને નેહા આજે દસ વરસ પછી એકબીજાને પાછા મળ્યા હતા. કહીએ તેમની પહેલાં મુલાકાતને આજે ૧૫ વર્ષ થઈ ગયા હતા. તે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતાં હતાં પણ સંજોગો વસાત બંને વિખૂટા પડી ગયા.  થયું એમ કે બંને જણા એકબીજાને પ્રેમ તો કરતાં હતાં પણ હજી સુધી આ વાત તેમણે એકબીજાને જણાઈ ન હતી અને જ્યારે પ્રેમનો એકરાર કરવાનો મોકો આવ્યો ત્યારે નસીબ એમની જોડે ગંદી મજાક કરી હતી એક રીતે આ તેમની મૂર્ખામી જ હતી.

રાજે નેહાને કોલેજના છેલ્લા વર્ષમાં એક ચિઠ્ઠી મોકલી જેમાં લખ્યું હતું કે હું તને ખૂબ પ્રેમ કરું છું આટલા વર્ષોથી કહેવાની હિંમત નથી પણ આજે આ છેલ્લો મોકો ચૂકવા નહોતો માંગતો જો તારી પણ હા હોય તેની મને ખાતરી છે તો મને જવાબ મોકલી દેજે. જો તારો જવાબ નહીં આવે તો હું સમજી કે તું મારા જીવનમાં હતી જ નહીં અને તને ફરી કદી મળવાની કોશિશ નહીં કરું. 

રાજએ  કોલેજના છેલ્લા દિવસે આ ચિઠ્ઠી નેહાના હાથમાં થમાવી દીધી અને કહેતો ગયો કે હું રાહ જોઇશ નેહાએ જવાબ તો મોકલ્યો ચિઠ્ઠી રાજના ઘરે પોસ્ટ પણ કરી પરંતુ ટપાલીના ભૂલને કારણે ચિઠ્ઠી રાજને ના મળી. રાજ સમજ્યો કે નેહાને તે પસંદ નથી. નેહાને જ્યારે જવાબ ના મળ્યો પોતાની ચિઠ્ઠીનો તો તેણે પણ વિચાર્યું કે રાજે તેને દગો દીધો .

આમને આમ વર્ષો વીતી ગયા બન્ને જણાએ લગ્ન ના કર્યા અને અંતે દસ વરસ પછી બંને એકબીજાને મળી શક્યા અને તેમણે તરત જ નક્કી કરી લીધું કે હવે તેઓ જરૂરથી લગ્ન કરશે બંને જણાને એકબીજા જોડે વાતચીત થી પોતાની ભૂલ સુધારી લીધી હતી પરંતુ હવે નવી મુશ્કેલી સામે આવી હતી અને તે હતી નેહાના માતા-પિતા.

નેહાના પિતા રાજની આ મૂર્ખામીથી અત્યંત ગુસ્સે હતા અને તેથી તે રાજને નેહા માટે યોગ્ય નહોતા સમજતા. રાજ પણ એ વાતથી ગુસ્સે હતો કે નેહાના પિતાને પોતાની ભૂલ દેખાય છે પરંતુ નેહાની કોઈપણ ભૂલ તેમને લાગતી નથી.

છતાં રાજ અને તેના માતા-પિતાએ નેહાના પિતાને સમજાવવાની બહુ કોશિશ કરી પરંતુ તે ના માન્યા. નેહા પણ તેના પિતાની મરજી વગર લગ્ન કરવા તૈયાર નહોતી અંતે રાજ કંટાળીને હાર માની ગયો અને તેણે પણ નેહા જોડે લગ્નના વિચાર છોડી દીધા પછી થોડા દિવસ બાદ એકવાર રાજના પિતા તેની પાસે આવીને બેઠા થોડો સમય તે કંઈ ના બોલ્યા પછી જેવું રાજે જમીન પરથી તેમની તરફ પોતાનો ચહેરો ફેરવ્યો તેઓએ સ્મિત આપ્યું.

 " નેહા જોડે લગ્ન કરવા છે?"
રાજ નારાજ થઈ ગયો તેના પિતાના આ સવાલ સામે. "જાણે કે તમને કંઈ ખબર જ ના હોય કે આનો જવાબ શું છે" રાજે કીધું તો પછી તારી આ  જીદ છોડી દે અને જા નેહાના પિતા પાસે અને કહે એમને કે હું માનું છું કે મેં મૂર્ખામી કરી છે અને હું આ ભૂલ સુધારવા માંગું છું મને એક મોકો આપો જેથી હું મારી ભૂલ સુધારી શકું અને તમારી દીકરીને જીવનભર ખુશ રાખી શકું. જો દીકરા દરેક પિતા પોતાની પુત્રી માટે તેઓ પતિ પસંદ કરે છે જે જવાબદાર હોય અને પોતાની ભૂલ સ્વીકારી એને સુધારવા જેટલો સમજદાર પણ માટે જાન અને વાત કર એમ પણ લગ્ન પછી પત્નીની દરેક ભૂલ માટે પણ પતિએ જ સોરી કેહવુ પડે છે તો ત્યારથી એની થોડી પ્રેક્ટિસ થઈ જાય તો એમાં કંઈ ખાસ વાંધો નહીં પડે"

અને આ સાંભળતા જ રાજ અને તેના પિતા બંને ખડખડાટ હસી પડ્યાં પછી રાહ જ તેના પિતાને ભેટી પડ્યો અને નેહાના પિતા પાસે જવા તૈયાર થઈ ગયો.

દરવાજો ખોલતાં જ નેહા રાજને સામે જોઇને ચોકી ઉઠી કારણકે તેની છેલ્લી મુલાકાત વખતે રાજે તેને ફરી ના મળવાનું હોવાનું કહી ગુસ્સે થી ત્યાંથી જતો રહ્યો હતો પરંતુ થોડીવારમાં તે સ્વસ્થ થઈ ગઈ . રાજ નેહા ની સામે જોયા વગર સીધો તેના પિતા પાસે જઈ ઊભો રહ્યો અને તેમને ખૂબ શાંતિથી કહ્યું "હું જાણું છું કે તમે પોતાની દીકરીને કેટલો પ્રેમ કરો છો અને હું એ પણ જાણું છું કે હું ગમે તે કરું તમારી દીકરીને એટલો પ્રેમ કદી નહીં આપી શકુ અને હું મારી ભૂલ સ્વીકારી તેના માટે તમારી સામે હાથ જોડીને માફી માંગુ છું અને રિક્વેસ્ટ કરું છું કે તમે આ લગ્ન માટે તૈયાર થઈ જાવ કારણકે હું તમારી દીકરીને જીવનભર ખુશ રાખીને મારી આ ભૂલ સુધારવા માંગો છો."

"માંગો છો ?" નેહાના પિતાએ rajni raj ની આ પુલ પર કટાક્ષ કર્યો અને પછી થોડીવારમાં હસવા માંડ્યા અને કહ્યું "હવે આમ ઉભા જ રહેશો કે ગળે પણ મળશો જમાઈરાજા."

રાજ ખુશીથી હસી પડ્યો અને પાછળથી તેના પિતાએ પણ તાળીઓ પાડી પછી એ સાંભળતાં જ રાજ ચોકી ગયો અને જ્યારે તેના પિતાએ તેને સમજાવ્યું કે જ્યારે નેહાના પિતાએ તેમને કહ્યું કે 'આ છોકરો મેચ્યોરિટી નથી બતાવી રહ્યો એટલે જ હું આ લગ્ન માટે તૈયાર નથી ત્યારે તેમણે  નેહાના પિતાને આશ્વાસન આપ્યું અને તેઓ માની ગયા' ત્યારે રાજને શાંતી અને ખુશી થઈ ગઈ. રાજ અને નેહા એકબીજાની સામે આંખો આંખોમાં મલકાતા મલકાતા હસવા લાગ્યા. અંતે તેમના સુખી સંસારના અણસાર દેખાવા લાગ્યા. 


                         2.    સત્ય

મીત એક અઠવાડિયા પહેલા જ અહીં શિફ્ટ થયો હતો. તેણે અહીં પોતાના બિઝનેસ રિલેટેડ કામ માટે બે મહિના રહેવાનું હતું. તેને અહી એક સારુ પરિવાર મળી ગયું હતું જેને ત્યાં પેઈંગ ગેસ્ટ તરીકે રહેવાનો હતો. એક બે દિવસની અંદર તેણે અહીંના પડોશીઓ જોડે સારી એવી ઓળખાણ કરી લીધી. ત્રણેક દિવસમાં જ તે અહીં મિતાલીને મળ્યો. અસલમાં તેણે તેની છોકરીને રમાડતા જોઈ. સવાર-સવારમાં જ્યારે તે ધાબેથી ઊંઘી ઉઠી નીચે ઉતરવા જતો હતો ત્યારે તેને સામેના  ધાબે તેને જોઈ. તેના નિશ્છળ પ્રેમ ને જોઈ તેની સવાર સુધરી ગઈ. થોડા દિવસ આમ જ તેણે ઘણી વાર મિતાલી ને જોઈ પછી એક દિવસ તે  ઓફિસથી ઘરે આવતો હતો ત્યારે ફરી મિતાલી ને તેની છોકરીને રમાડતા જોઈ આ વખતે તેને પણ તે છોકરીને રમાડવાનું મન થયું. તે ત્યાં છોકરીને રમાડવા પહોંચી ગયો. મિતાલી પહેલા થોડી શાંત રહી પછી તે પણ છોકરીના રમાડવામાં સહભાગી થઈ.  મીતે તેને પોતાનું નામ જણાવ્યું. "હું જાણું છું" તે બોલી પછી તેણે પોતાનો પરિચય આપ્યો અને પોતાની છોકરીનુ નામ 'મૈત્રી' જણાવ્યું. 

થોડા દિવસો તેમની આ વાતચીતનો સિલસિલો ચાલુ રહ્યો પછી એક દિવસ એક પડોશીએ મિતને મિતાલી જોડે વધુ પડતી વાતચીત ના કરવા જણાવ્યું. જ્યારે તેણે તેનું કારણ પૂછ્યું તો તેમણે 'મિતાલી એક કુવારી મા હોવાનું જણાવ્યું જેના લફરાબાજ પ્રેમીએ તેને છોડી દીધી હતી અને ત્યારથી તે અહીં તેની માતા જોડે રહે છે'. મીત જે પરિવારના ઘરે રહેતો હતો તેમની પાસેથી તેણે મિતાલી વિશે બધી જાણકારી મેળવી લીધી પછી કોઈની પણ વાત સંપૂર્ણ સત્ય ના માની. એણે મિતાલી જોડે ની વાતચીત ચાલુ રાખી પછી એક મહિનાના અંતે તેણે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. મિતાલી એ હા પાડી.

મિતાલી અને મીત બંનેના પિતા આ દુનિયામાં નથી. બંનેની માતાઓ પણ પોતાના બાળકોના નિર્ણય પર ભરોસો હતો તેથી તેઓ પણ તૈયાર થઈ ગયા. બધા પડોશીઓ આ વાતથી અચરજમાં અને નાખુશ પણ હતા. મીત અને મિતાલીને ક્યાં કોઈની પડી હતી. તેઓ બસ એકબીજાની ચિંતા કરતા હતા અને તેમના પરિવારની. મીતે મિતાલી અને તેની (જે હવે મીતની પણ દીકરી હતી) દીકરીની સાથે તેની માતાને પણ પોતાના ધરે રહેવા મનાવી લીધા. બંનેએ કોર્ટ મૅરેજ કરી લીધા. 

પાડોશીઓની  ગૉસિપ અને અફવાઓ વચ્ચે છુપાયેલુ...

સત્ય: 
મિતાલીનો કોઈ પ્રેમી નહોતો. એક દિવસ મિતાલીના એક શત્રુએ (કારણ કે આવા લોકો મિત્ર કહેવા યોગ્ય નથી) તેના ખાવાનામાં બેભાન કરવાની દવા નાખી પછી... જ્યારે મિતાલી ભાનમાં આવી ત્યારે એ દુર ઉભો હસતા ચહેરે ભસ્યો ," મારી પાસે તારા ફોટો અને વિડિયો પણ છે" તે આગલ કંઈ બોલે તે પહેલા જ મિતાલી ગુસ્સેથી લાલચોલ થઈ તેને ધીબેડી નાખી લગભગ અધમરો કરી નાખ્યો અને એવી તે ખરાબ રીતે માર્યો કે પછી બાપ બનવા કે પછી પુરુષ કહેવડાવા લાયક જ ના રહ્યો (અને આ કહેવા ખાતર નાપુરુષ નહિં પરંતુ સંપુર્ણ સત્ય અને મેડિકલ ડેફિનેશન સાથેની વાત છે). ત્યારબાદ જ્યારે મિતાલીને ખબર પડી કે તે 'માં' બનવાની છે તેણે સમાજની ચિંતા કર્યા વગર બાળકને જન્મ આપ્યો. 
જ્યારે એકવાર મીતે શાંત મને મિતાલીને તેના પ્રેમી વિશે પુછ્યુ ત્યારે મીત પરના વિશ્વાસને કારણે તેણે આ બધુ જણાવ્યુ. મીત જ્યારે જ્યારે તેને મલતો હતો ત્યારે ત્યારે એના પ્રેમમાં વધુ ઊંડો ઉતરતો જતો હતો. અંતે પોતાની અને મિતાલીની માતાની સંમતિ મેળવી તેણે લગ્નનો પ્રસ્તાવ મુક્યો.

[તેમના આ લગ્ન સફળ રહ્યા કે નહિં તે ખબર નથી કારણ આ સત્ય ઘટના નથી પરંતુ મારી કાલ્પનિક વાર્તા છે છતાં મિતાલી અને મીત જેવા, માણસને પારખવા અને વિશ્વાસ મુકવાવાળા લોકો પર મને ગર્વ છે. તેઓ જાણે છે કે જીવન પોતાની અને ભગવાનની ઉપર રાખવામાં આવતા ભરોસાના બૅલૅન્સથી જ પુર્ણ બને છે.]

આ વાર્તા અલગ રીતે પણ કહી શકાત પરંતુ મારે આ વાર્તા કોઈપણ શાબ્દિક અલંકારો અને રૂપ-ગુણના વર્ણનો વગર કરવી હતી. જો આ રીત બરોબર ના લાગી હોય તો માફ કરજો. આ એક પ્રયોગ માત્ર હતો.