( આગળ જોયું …. રિદ્ધિ અને મેહુલ બન્ને ફરવા જાય છે. ત્યાં બન્નેને વાત્ત વાતમાં ખબર પડે છે કે બન્ને એકબીજાને પહેલેથી જ પસંદ કરતાં હોઇ છે પણ બન્નેમાંથી કોઈ એકબીજાને આ વાત જણાવી શકતું નથી પણ પછીથી બન્નેને હકીકત ખબર પડતાં બન્ને ખુશ થઇ જાય છે. મેહુલ રિદ્ધિને પ્રપોઝ કરે છે અને રિદ્ધિ તેનો સ્વીકાર કરે છે. પણ આ ખુશી તેમની થોડીવાર માટેની હોઇ છે. મેહુલને એક કોલ આવે છે. તે કાંઈ બોલી નથી શક્તો અને તે રિદ્ધિને લઈને સંજીવની હોસ્પિટલ તરફ જાઇ છે. હવે આગળ……
રિદ્ધિ-મેહુલ બન્ને હોસ્પિટલ પોહચે છે. મિલન અને ઓફીસનાં બીજા બધાં લોકો ત્યાં હાજર હોઇ છે.
“ સરને કેમ છે છે હવે? કેમ થઈ ગયું આ બધું?” રિદ્ધિએ રડમસ અવાજમાં પુછ્યું.
“મેહુલ-રિદ્ધિ પંકજભાઈને થોડીવાર પહેલા જ હાર્ટએટેક આવ્યો છે અને તેમની હાલત ખૂબ જ સિરિયસ છે. ” મિલને પંકજભાઈની પૂરી હાલત વિશે માહિતિ આપી.
મિલનની વાત સાંભળી મેહુલતો જાણે ભાંગી જ પડ્યો. રિદ્ધિ પણ રડવા લાગી. પછી રિદ્ધિ- મેહુલે એકબીજાને સંભાળી પંકજભાઈનાં પત્ની અને બાળકોને સંભાળ્યા. મિલન બધાં માટે ચા-કોફી લઇ આવ્યો. પંકજભાઈનાં પત્ની કાંઇ જ બોલવાની હાલતમાં ન હતાં. બાળકો પણ તેનાં મમ્મીને આમ રડતાં જોઇ પોતે પણ રડતાં હતાં. થોડીવારમાં ડોક્ટરે પંકજભાઈની હાલતમાં પહેલાથી ઘણો સુધારો છે તેમ માહીતી આપી. આથી બધાના હૈયે ધરપત થઈ. પરંતુ પંદર દિવસતો પંકજભાઈને હોસ્પિટલમાં રેહવું પડશે તેવી માહીતી આપી.
મિલન અને મેહુલે હોસ્પિટલ રહેવાની જવાબદારી સંભાળી અને બાકીના બધાં ઓફીસ મેમ્બર અને પંકજભાઈનાં ઘરનાં લોકોને ઘરે જવા રવાના કર્યા.
મેહુલ પણ રિદ્ધિને ઘરે મુકી પાછો હોસ્પિટલ આવી ગયો.
“ કેમ આવતાં આટલું મોડું થઈ ગયું? બધું ઠીક તો છે ને. . ?” ભારતીબહેને પ્રશ્ન કર્યો.
“ મમ્મી પંકજભાઈને હાર્ટએટેક આવ્યો છે. તે અત્યારે હોસ્પિટલમાં એડમિટ છે. ” રિદ્ધિએ ચિંતા વ્યકત કરતાં જણાવ્યું.
“ હે ભગવાન, શું થઈ ગયું વળી પંકજભાઈને આમ અચાનક?” ભારતીબહેને પણ ચિંતા વ્યકત કરી.
“ મમ્મી બીજી કોઈ ખાસ માહીતી નથી પરંતુ કોઇક વાતતો જરૂર છે બાકી પંકજભાઈ એક્દમ તંદુરસ્ત વ્યક્તિ છે. ” રિદ્ધિ
રિદ્ધિ સખત ચિંતામાં હોઇ છે પંકજભાઈની તબિયતને લઇને . તે ફ્રેશ થઇને મેહુલને ફોન કરે છે અને પંકજભાઈની તબિયત વિશે પૂછે છે.
“ રિદ્ધિ પેહલા પંકજભાઈની હાલત ઠીક હતી પણ થોડી વાર પહેલા જ ડોક્ટરે તેમની હાલત સિરિયસ જણાવી છે પણ તું ચિંતા ન કર હું છું ને. હું બધું જ સંભાળી લઈશ. હવે મને તું એ કહે કે તું જમી કે નહીં?” મેહુલ
“ હા થોડુ. ” રિદ્ધિ
“ સાચે જ જમીને?” મેહુલ
“ હા મેહુલ મમ્મીએ જમાડયું. તું જમ્યો. . ?” રિદ્ધિ
“ હા હું પણ જમ્યો. જમવાની ઇચ્છા તો નહોતી પણ મિલન જમી લે એટલાં માટે મારે પણ તેની સાથે જમવું પડયું. ” મેહુલ
“ તું ધ્યાન રાખજે તારું અને આરામ કરજે. ” રિદ્ધિ
“ તું પણ આરામ કર ચાલ થાકી ગઇ હોઇશ. ” મેહુલ
“ ના મને ઊંઘ નહીં આવે. ” રિદ્ધિ
“ ના રિદ્ધિ થોડીવાર તો આરામ કરવો જ પડશે બાકી તું બીમાર પડીશ. ” મેહુલ
“ પણ મેહુલ આજે જે થયુ તેનાં લીધે હું ખૂબ જ આઘાતમાં છું. એક તરફ તને મેળવવાની ખુશી છે તો બીજી તરફ પંકજભાઈની તબિયતની ચિંતા. પ્લીઝ મેહુલ મને નીંદર નહીં આવે તું સુઈ જા. મને નીંદર આવશે તયારે હું સુઈ જઇશ. ” રિદ્ધિએ જીદ કરી.
“ તો તને એવું લાગે છે કે મને ઊંઘ આવશે? મારી હાલત પણ કંઇક આવી જ છે. મારું ચાલે તો હું તને મારી પાસે જ બોલાવી લઉં અને તારી પાસે બેસીને આખી રાત વાત કરું. ” મેહુલ
“ હું તનથી ત્યાં નથી પણ મનથી તો સતત તારી સાથે જ છું. ચાલ આપણે ફોનમાં જ વાત કરીએ. આમ પણ મને ઊંધ આવવાની નથી અને તારી સાથે વાત કરીશ તો મને શાંતિ પણ મળશે. ” રિદ્ધિ
રિદ્ધિ અને મેહુલ બન્ને સવારનાં છ વાગ્યા સુધી ફોનમાં વાત કરતાં રહ્યાં. હવે રિદ્ધિ અને મેહુલ બન્ને ખૂબ જ થાક્યા હતાં. આથી રિદ્ધિએ ઓફીસેથી રજા લઇને ઘરે જ આરામ કર્યો. મેહુલ પણ પંકજભાઈનો નાનો ભાઈ હેમલ અને પંકજભાઈનાં પત્ની આવતાં ઘરે આરામ કરવા નીકળી ગયો.
ઘરે પહોંચી થોડીવાર આરામ કરી બપોરનાં સમયે થોડું ઓફીસ વર્ક પૂરું કરવા મેહુલ ઓફીસે જાય છે. ઓફીસે પણ બધાની ચર્ચાનો વિષય પંકજભાઈની તબિયત હોઇ છે. બધાનું તેમ જ માનવું હોઇ છે કે કોઈ સ્વસ્થ માણસને આમ હાર્ટએટેક આવી જ ન શકે.
પછી મેહુલ પોતાના કામે લાગી જાય છે. ત્યારે તેને રહી રહીને રિદ્ધિની વાતો યાદ આવે છે. રિદ્ધિનાં પણ કહેવા મુજબ કોઈ નાની ઉંમરની સ્વસ્થ વ્યક્તિને આમ અચાનક હાર્ટએટેક આવવો ખૂબ જ ઓછા કેસમાં આવું બને છે અને મેહુલ પોતે પંકજભાઈનાં સ્વભાવ વિશે જાણતો હતો. પંકજભાઈ સ્વભાવે પણ ઘણાં હસમુખ અને મિલનસાર સ્વભાવનાં હતાં. તો પછી પંકજભાઈને એટેક આવ્યો શા કારણે? બસ આ જ વિચાર હવે રહી રહીને આવતો હતો.
મેહુલને કયાંય ચેન પડતું નહતું. તેને પંકજભાઈને એટેક આવવાનું સાચું કારણ જાણવાનું નક્કી કર્યું. આથી તે થોડા દિવસનું પંકજભાઈનું વર્તન અને વાતચીત યાદ કરવા લાગ્યો અને તેને યાદ આવ્યુ કે તે પંજાબથી જ્યારે પાછો આવ્યો અને પંકજભાઈને ઓફીસમાં મળવા ગયો ત્યારે જ તે કંઇક ચિંતામાં જણાતાં હતાં પરંતુ કંઇક કામની વાતથી ચિંતામાં હશે આમ વિચારી મેહુલે વાત જાણવાનો આગ્રહ ન રાખ્યો.
હવે મેહુલને ભારોભાર પસ્તાવો થવાં લાગ્યો કે શા માટે તેણે તે દિવસે પંકજભાઈને આગ્રહ કરીને કોઈ વાત ન પૂછી?? જો તે દિવસે તેને પંકજભાઈને આ વિશે કાંઈ પુછ્યું હોત તો પંકજભાઈ કદાચ તેને સાચી વાત્ત જણાવીને તેનાં દિલનો ભાર હળવો કરી શકત. ઘણીવાર કોઈ કામની અને બીજી અંગત વાતો મેહુલ અને પંકજભાઈ વચ્ચે શેર થતી હતી.
મેહુલ પંકજભાઈની ઓફીસમાં જાય છે અને તેમની ચેઇર પાસે જઇને રડતાં જ મનોમન કહે છે, “ પંકજભાઈ તમે મારા મોટા ભાઈ છો. જે કાંઈ પણ તમારી તકલીફ છે તે મારી તકલીફ છે અને હુ તમને આ તકલીફમાંથી બહાર લઇને જ આવીશ. આ મારૂં પ્રોમિસ છે તમને…”
***
તે રિદ્ધિ સાથે પણ આ બાબતે ચર્ચા કરે છે પણ મેહુલને કોઈ વાતનો પ્રૂફ મળતો નથી.
આમ ને આમ એક મહિના સુધી મેહુલ સતત ચિંતામાં રહે છે. પણ રિદ્ધિનો સાથ હોવાથી તે પોતાની જાતને અને ઓફીસને સારી રીતે સંભાળી લેતો હતો. પંકજભાઈનો સગો ભાઈ હેમલ હતો પણ તે ક્યારેય ઓફીસનાં કામમાં ધ્યાન આપતો નહીં. પૈસા જોતાં હોઇ તયારે જ ઓફીસ આવતો અને પંકજભાઈ પાસેથી પૈસા લઇને જતો રેહતો.
આ એક મહિના દરમિયાન રિદ્ધિ અને મેહુલ બન્ને એકબીજાનો સધિયારો બનીને રેહતા. બંનેને એકબીજાની સારી એવી આદત પડી ગઇ હોઇ છે.
***
એક મહિનો થઈ ગયો હોવાં છતાં પંકજભાઈ હજુ હોસ્પિટલમાં જ હોઇ છે. બપોરનો સમય હોઇ છે. મેહુલ રિદ્ધિને તેનાં ઘર તરફ મુકી તેનાં ઘર બાજુ જવાં નીકળે છે ત્યાં જ તેને હોસ્પિટલથી કોલ આવે છે આથી મેહુલ હોસ્પિટલ તરફ આગળ વધે છે. તેને રસ્તામાં કેટલાય વિચાર આવે છે. તેને સતત પંકજભાઈની ચિંતા થતી હોઇ છે. હોસ્પિટલ પોહોઁચતા સુધીમાં તો મેહુલનાં મનમાં વિચારોનું વાવાઝોડું આવી ગાયું હોઇ છે.
ઝડપથી મેહુલ બાઇક પાર્ક કરીને પંકજભાઈને જે રૂમમાં રાખવામાં આવેલા હોઇ છે તે તરફ આગળ વધે છે. રૂમમાં પ્રવેશતા જ તે દ્રશ્ય જોઈને ખુશ થઈ જાય છે. પંકજભાઈને પૂરા એક મહિના પછી હોંશમાં આવેલા જોઈને મેહુલની આંખમાંથી આસું સરવા લાગે છે. તે તરત જ પંકજભાઈને ભેટી પડે છે.
પંકજભાઈનાં પત્ની સિવાય ત્યાં બીજુ કોઈ હાજર નથી હોતું. ત્રણેયની આંખોમાં આસું હતાં. ડોક્ટરે આવીને પંકજભાઈને તપાસ્યા અને તેમની હાલત જણાવતા બોલ્યા,” પેશન્ટની હાલત પહેલા કરતાં ઘણી સારી છે. હવે તમે તેમને થોડા જ સમયમાં ઘરે લઇ જઇ શકો છો. ” આટલું કહી ડૉક્ટર ત્યાંથી જતા રહે છે.
ડોક્ટરના જવાં પછી પંકજભાઈએ મેહુલને પોતાની નજીક બોલાવ્યો અને જે વાત કહી તેનાંથી મેહુલનાં પગ તળિયે થી જમીન સરકી ગઇ.
પંકજભાઈ વિનંતિ કર્યે જતા હતાં,” પ્લીઝ મેહુલ માની જા મારા માટે મારા પરિવાર માટે. મારી અને મારા પરિવારનાં ભવિષ્યનો સવાલ છે. તું મારી સામે નહીં તો મારા પરિવાર સામે તો જો. મારા બાળકો સામે તો જો.
“ ના પંકજભાઈ હું તમારી આ વાત ક્યારેય નહીં સ્વીકારું. મહેરબાની કરીને મને આ ભાર ન સોંપો. હું સમજુ છું અને જાણું પણ છું કે તમે મારા માટે ઘણું કર્યું છે પરંતુ હું ક્યારેય તમે કહો છો તે વાત નહીં સ્વીકારું મહેરબાની કરીને મને માફ કરો. ” મેહુલ
“ મેહુલ બસ થોડા સમયની જ વાત છે પ્લીઝ તારી એક ‘હા’ ના લીધે ઘણાં લોકોના જીવન બરબાદ થતાં બચી જશે. ” પંકજભાઈએ સમજાવતાં કહ્યું.
પંકજભાઈનાં પત્ની (રીના) બન્નેની વાતો ચુપચાપ સાંભળે જતાં હતાં. તેમનાં આંખોમાં અનરાધાર આંસુ વરસ્યે જતાં હતાં.
“ ના પંકજભાઈ તમે મને બીજું કંઈપણ કહો પણ હું આટલી મોટી જવાબદારી તો નહીં જ સંભાળી શકું. ” મેહુલે આનાકાની કરતાં કહયું.
“ પ્લીઝ મેહુલ માની જા તને રિદ્ધિનાં સોંગધ છે. ” પંકજભાઈ
“ પંકજભાઈ પ્લીઝ મને રિદ્ધિનાં સોંગધ ન આપો. રિદ્ધિ મારો ‘ જીવ’ છે. તેનાં સોંગધ પર મારે કંઈપણ કરવું પડશે. ” મેહુલ
“ એટલાં માટે જ તને રિદ્ધિનાં સોંગધ આપું છું. પ્લીઝ મારા માટે એટલું કરી દે. ” પંકજભાઈએ મેહુલને આખરી વિનંતી કરી.
મેહુલે કચવાતા મને પંકજભાઈની વિનંતી સ્વીકારી લીધી.
***
આજે આઠ વર્ષ પછી ફરી મેહુલની આંખોમાં તે જ આસું ઉભરાઈ આવ્યાં જેનું કારણ માત્ર ‘ રિદ્ધિની જુદાઈ’ હતી.
રાહીએ મેહુલને પાણી આપતાં કહયું,” પ્લીઝ મેહુલસર શાંત થાઓ. પહેલાં તમે પાણી પીઓ અને પછી મને બધી વાત શાંતિથી કરો.
ધ્રુવે મેહુલને શાંતવના આપતાં કહયું,” સર પ્લીઝ તમે ચિંતા ન કરો. હું અને રાહી છીયે તમારી સાથે. અમે તમને રિદ્ધિમેમને શોધવામાં પુરી મદદ કરશું.
કોફીશોપની સીલિંગ સામે જોતાં મેહુલ ફીકા સ્વરે બોલ્યો,” આઠ વર્ષ થઈ ગયાં. રિદ્ધિની હવે કોઈ ખબર નથી. પહેલા તો તેનાં મમ્મીને સમજાવીને રિદ્ધિની જાણકારી મેળવી લીધી હતી પરંતુ તેને મારા પર ભરોશો જ ક્યાં હતો?? ભરોશો હતો તો પેલા…. ” મેહુલ કોઈનું નામ લેવા જતો હતો ત્યાં અટકી ગયો.
“ સર અમે તમારી મદદ કરવા તૈયાર છીયે પણ તમે અમને આખી વાત નહીં જણાવો ત્યાં સુધી અમને કેમ ખબર પડશે કે આખી વાત શું છે? રાહીએ કહયું.
મેહુલ હજુ પણ સીલિંગને જ તાકયે જતો હતો. કદાચ તે હજુ સુધી તેનાં ભૂતકાળમાંથી બહાર આવ્યો નહોતો. રાહી અને ધ્રુવ બન્ને ક્યારના મેહુલને બોલાવવાની કોશિશ કરતાં હતાં પણ મેહુલ અત્યારે તે લોકોને જવાબ આપવાની હાલતમાં નહોતો. માત્ર મેહુલનું જ મન જાણતું હતું કે તે અત્યારે કેવડી મોટી પીડામાંથી પસાર થઈ રહ્યો છે. આજ સુધી તેને તે ઘટના પછી તેનાં જીવનમાં આવનાર કોઈપણ માણસને તેનો ભૂતકાળ જણાવ્યો નહોતો. કદાચ તે હવે રાહી અને ધ્રુવને જણાવવા જઈ રહ્યો હતો.
“ સર તમે ઠીક છો?? જો તમે અત્યારે આ વાત ન કરવાં માંગતા હોઇ તો નો પ્રોબ્લેમ આપણે પછી વાત કરશું. ” ધ્રુવે મેહુલ સરને દીલાશો આપતાં કહ્યુ.
“ હા સર અત્યારે તમારી હાલત ઠીક નથી લાગતી. આપણે આ વિશે પછી વાત કરશું. આમ પણ સાંજનાં સાત વાગી ગયા છે તો હું પણ ઘરે જવાં માટે નીકળું. ” રાહી
મેહલે પાણી પીતાં ઊંડો શ્વાસ લઇને કહ્યું,” હા તમે લોકો અત્યારે હવે ઘરે જાવ. કાલ તમારા ક્લાસ પૂરા થાય પછી ગાર્ડનમાં મળશું. ત્યાં જઇને હું તમને પુરી વાત કરીશ.
રાહી, ધ્રુવ અને મેહુલ પોતપોતાના ઘરે જવાં નીકળ્યા.
મેહુલ રાહી અને ધ્રુવથી છૂટો પડ્યા પછી તેનાં મનમાં સતત તે જ વિચાર આવતો હતો કે કઇ રીતે તે રાહી અને ધ્રુવને તેનો ભૂતકાળ જણાવશે? આઠ વર્ષ થઈ ગયા હતાં. ઘણું બધું બદલાઇ ગયું હતુ. શું તે ફરીથી તેનાં ભૂતકાળનો સામનો કરી શકશે?? આ જ વિચાર તેને ડરાવતો હતો.
આ તરફ રાહી અને ધ્રુવ પણ મેહુલની વાતો કરી રહ્યાં હતાં. રાહી અને ધ્રુવનાં મનમાં પ્રશ્નોનો માળો ગુંથાય રહ્યો હતો. મેહુલસરનાં જીવનનો પાછલો ભાગ તે બન્ને માટે ઘણાં પ્રશ્નો ઊભાં કરી રહયું હતુ.
“ ધ્રુવ તને શું લાગે છે શું હશે સરનાં મનમાં? કઈ ઍવી ઘટના બની હશે જે મેહુલ સરને આટલી હદ સુધી પીડા આપી રહી છે? “ રાહીએ પોતાના મનનાં પ્રશ્નો રજૂ કર્યા.
“ કંઇક વાત તો નક્કી છે રાહી બાકી તું જુવે છે ને મેહુલ સરને?? તેમનુ અડગ વ્યક્તિત્વ . ઓફીસમાં પણ કંઇક વર્ક વિશે મૂંઝવણ હોઇ તો મેહુલસર ચપટી વગાડતાં સોલ્વ કરી દે છે. તે પોતે આવડો મોટો બિઝનેસ સાંભળે છે. છેલ્લાં ત્રણ વર્ષથી તો તેમણે બીજી બે ફેક્ટરી પણ શરૂ કરી દીધી છે અને તેનું મેનેજમેન્ટ પણ તે એકલા હાથે જ સંભાળે છે. ” ધ્રુવ
“ હા અને સ્વભાવથી પણ ખૂબ જ સારા છે. બધાં કર્મચારીઓને પોતાના પરિવારની જેમ રાખે છે. તો એવું તે કયું દુઃખ છે જેનાં લીધે મેહુલસર જેવા મજબૂત મનનાં માણસ પણ આંસુ સારવા મજબૂર બની ગયા?” રાહી
“ પણ મને તો તે વાતનો પ્રશ્ન છે કે રિદ્ધિમેમએ કેમ મેહુલસરનો સાથ ન આપ્યો? તે તો કદાચ હકીકતથી વાકેફ હશે જ…કે પછી તે પણ હકીકતથી અજાણ હશે?” ધ્રુવ
ધ્રુવ અને રાહી બન્ને ખૂબ જ અસમંજસમાં હતાં.
“ જે વાત હશે તે કાલ સામે આવી જશે અને હકીકત જે પણ હોઈ આપણે મેહુલસરનો પૂરો સાથ આપશું રિદ્ધિમેમને શોધવામાં. ” રાહી
“ હા રાહી તું બરાબર કહે છે. હું પણ તારી સાથે છું. ” ધ્રુવ
ઘર આવતાં ધ્રુવ અને રાહી બન્ને છુટા પડ્યા.
***
બીજા દિવસે ક્લાસ પૂરા કરી રાહી અને ધ્રુવ બન્ને ઓફીસ જાય છે. બન્ને પોતાનુ વર્ક પુરું કરી મેહુલસરની રાહ જોતાં હોઇ છે.
મેહુલ ઓફિસે આવી બન્નેને ઓફીસનું થોડુ કામ સમજાવે છે અને પછી ફ્રી થઈને બધાં ગાર્ડન તરફ જાય છે.
***
આઠ વર્ષ પછીનું મેહુલનું જીવન હવે પ્રસ્તુત થવા જઈ રહ્યુ છે. શું થયુ હતું ગયા આઠ વર્ષમાં? રિદ્ધિ ક્યાં હતી ? શું મેહુલ અને રિદ્ધિ આજે પણ સાથે હતાં? પંકજભાઈએ ઍવી કઈ વાત કહી હતી જે મેહુલ કરવા તૈયાર નહોતો? મેહુલનાં જીવનમાં આઠ વર્ષ પહેલા શું થયું હતું જેને મેહુલ આજ પણ ભૂલી નથી શક્તો ?? રાહી અને ધ્રુવ હકીકત જાણી મેહુલની મદદ કરી શકશે?? જોશું આગળ…. રાધિકા પટેલ નાં સૌ વાંચક મિત્રોને જય શ્રી કૃષ્ણ.