Dhanani madana Manka - 6 in Gujarati Spiritual Stories by Dhanjibhai Parmar books and stories PDF | ધનાની માળાના મણકા - ૬

Featured Books
Categories
Share

ધનાની માળાના મણકા - ૬

ધનાની માળાના મણકા

લેખક ધનજીભાઈ છગનભાઈ પરમાર – મોરબી

—: નમ્ર નિવેદન :—

વ્હાલા જ્ઞાતિ બંધુઓ આપને જણાવતાં મને આનંદ થાય છે, કે આપની સમક્ષ મારી બુઘ્ઘિ અનુસાર “ધનાની માળાના મણકા”રૂપે મારા જીવનના અનુભવો અને મારા મનનું મનોમંથન કરીને આપની સમક્ષ મણકા રૂપે રચનાઓ રચીને આપની સમક્ષ રજુ કરતા આનંદનો અનુભવ કરું છું.

આપને આ મણકા (રચના)માં કાઈ સારૂ લાગે તો એ તમારૂ અને જે ન ગમે તે મારી અલ્પ સમજણ મિથ્યાજ્ઞાનની સજા છે. બાકી તો કોઈએ કહ્યું છે “કે પોતાની રચના ગમે તેવી હોય, રસિક હોય યા અરસિક હોય, છતાંય કવિને તો તે અત્યંત મઘુરી લાગે છે. આવી કવિતાઓ સાંભળીને મોં મચકોડ નારા અનેક મળે છે, પણ તે સાંભળીને હર્ષ પામનારા વિરલ હોય છે.” તો આપ જ્ઞાતિબંઘુ સમક્ષ આ મણકા રજુ કરવાનું સાહસ કરૂ છું.

લી.આપનો જ્ઞાતિબંઘુપરમાર ધનજીભાઈ છગનભાઈ

મણકો ૨૧૫

(રાગ-હાલોને વિદુર ઘરે જઈએ ઓધવજી.....)

હાલોને હરિદ્વાર જઈએ વસીએ વાલમજી.....હાલોને.....(૨).....ટેક.....

સાંજ સવારે આરતી દર્શન ગંગાજીના કરીએ.....વાલમજી.....

સાધુડાંની સંગત સંતો સાથે સત્-સંગ,

હરીજન હારે હેતેથી મળીયે.....વાલમજી.....

પૂજાને પ્રાર્થના ભજનને કિર્તન,

ગંગા સ્નાન કરી પવિત્ર થઈએ.....વાલમજી.....

પર્વતે વસે છે મંછા ને ચંડી દેવી,

માયાદેવીની સ્તુતિ કરીએ.....વાલમજી.....

પાવનધામ જઈ ધના પાવન થઈએ,

કનખલ જઈ શંભુસતિને નમીએ.....વાલમજી.....

મણકો ૨૧૬

(રાગ - માયા જોને મહાનર્તકી ન ચાલે.....)

ગુરૂ મારો ગગલો અને બીજી એની માં,

ભલભલાને સમજાવી દીધા બોલી ઉઠ્યા ભા.....

મૂછે લીંબુ લટકતાને જેની થતી હાજી હા,

એવા ને ઉઠ-બેઠ કરાવી પછી કહે તું ખા.....

રાજાએ પીટાવ્યો ઢંઢેરો હોય જે મોટા ભા,

સારો જોઇને લે ઘોડો ન ક્રોધ કરે બાબલાની બા.....

સામ સામું જોવે બધા સમાન સૌને દરદ,

આ છકલાઈ માં અટવાયેલ ત્યાં નીકળ્યો મરદ.....

બૈરીથી બીવેએ બીજા કઈને લીધે ઘોડો તરત,

સવારી કરીને આવ્યો ઘરે સ્ત્રીએ કરી શરત.....

વનિતા કહે વાલમ મારા તમો બુધ્ધિના બળદ,

કાળો ઘોડો શોભેના તમને તમો રૂપાળા અળદ.....

માયા પાસે ચાલેના પાલી હોય મોટા ખેરખાં,

ધના હસીને પચાવીલે ને હાજમોલાની ગોળીઆ.....

મણકો ૨૧૭

હરિ મારૂં હું પદ વધ્યું છે હમણા,

તમે ભાંગો ને હરિ ભ્રમણા.....

હરિ હું જોવા લાગ્યો મોટા સમણા,

તમે ભાંગો ને હરિ ભ્રમણા.....

હરિ હું ખોટાં કર્મો કરૂં છું બમણા,

તમે ભાંગો ને હરિ ભ્રમણા.....

હરિ મને કામક્રોધ લાગ્યા છે ગમવા,

તમે ભાંગો ને હરિ ભ્રમણા.....

હરિ તનના પાડે સાધુ સંતને નમવા,

તમે ભાંગો ને હરિ ભ્રમણા.....

હરિ ધનો દેખીને ડરે સામે જમડા,

તમે ભાંગો ને હરિ ભ્રમણા.....

મણકો ૨૧૮જગત આ છે અજ્ઞાનનું આશ્રય સ્થાન, અને દુઃખનું સદન છે.કામનાઓ ના તંબુઓ, શોકનું મુખ્ય મથક છે.....

શાશ્વત આનંદને સંતાડી રાખે, આત્મા ઉપર બાહ્ય જગત છે.માનવ આશ્રય ન લે જગતનો સુખો એનાથી પર છે.....

કામનાના તાણેલ તંબુ નીકળ બરો, મોહ માયા ને તેમાં લોભ છે.સાચો આનંદ સંસારમાં નથી, આત્મા પળદાથી પર છે.....

સચ્ચિદાનંદ ને મેળવવા બાહ્ય જગત ને છોડને.અસત્ માંથી સત્ સામેજા શાશ્વતને સલામત છે.....

મૃત્યુ અને નિયતિની ધના તું ફરિયાદ ન કર.અજ્ઞાન જગતનો આશ્રય મેલી, અનંત પરમાત્માને મળ.....

મણકો ૨૧૯હું તો હાલી મોટપને મોહીને હૈયાનો હારલો બેઠી ખોઈ,મોટપ મેલીદે માનુની તું પછી બેઠી બેઠી રોઈ.....હું તો.....

મોટપ આવી હિરણ્યકશિપુને ઉંબરા વચ્ચે જીવ ખોઈ,મોટપ આવી વનની ચણોઠડીને મુખ કાળુ હોઈ.....હું તો.....

મોટપ આવી સમ્રાટ સિકંદરને પછી ખાલી હાથે જાઈ,મોટપ મુક પછી બેસવું પડશે જગતની લાતો ખાઈ.....હું તો.....

મોટપ મુકાવે હેત અને પ્રિતને કુંટુંબ કબિલો ને ભાઈ,મોટપમાં કામ, ક્રોધ, લોભ વધે ને હાથમાં ન રહે પાઈ.....હું તો.....

મોટપમાં ધના મજા નથી પણ જે દાસી થઈ જાય,દામોદરની દયા ઉભરે માથે પડવાન દે ખાઈ.....હું તો.....

મણકો ૨૨૦

પામવા કરતાં ખોવામાં મજા, માન માનવ મારી વાત.....ટેક.....

જન્મ પામીને વધી જંજાળ,

ભવબંધનમાં કેદ થાય.....પામવા.....

વિદ્યા પામીને વૈભવ વધ્યો,

વિવેક અને વૈરાગ જાય.....પામવા.....

ધન પામીને વધ્યો અહંકાર,

દયા કરૂણા ભૂલી ગયો.....પામવા.....

પત્નિ-પુત્ર પામીને માયા વધી,

મોહ, મમતા, લોભમાં ખૂંપી ગયો.....પામવા.....

મોટપ પામીને કામી ક્રોધી થયો,

શરમ ધરમ ચૂકાય ગયો.....પામવા.....

ઉપરનું બધું ખોઈને નવરો થયો,

તરત ભક્તિમાં લાગી ગયો.....પામવા.....

પામવાનું પડતું મુક તું ધના,

હરિ ચરણમાં ખોવાઈજા.....પામવા.....

મણકો ૨૨૧

મુરખા મૂકતું ચાળા ઘસાય ગયા માળાના પારા.....ટેક.....

બાળપણ રમતમાં ખોયું જુવાનીમાં જંજાળ થઈ,

વૃધ્ધ પણામાં વાસના વધી ને ગાડી ચૂકાઈ ગઈ.....મૂરખા.....

સમયે તું સમજ્યો નહીં ને ભરાણો અવળો જઈ,

માત-પિતાની સેવા ન કરી તારી વારી આવી ગઈ.....મૂરખા.....

ભક્તિભાવમાં ઘ્યાન ન આપ્યું રહ્યો માયાને મોઈ,

ગર્વમાં રહ્યો ગળાડુબ ને બાજી બગડી ગઈ.....મૂરખા.....

જગતને જોવા જાત્રા કરતો ને ફરતો મસ્તાન થઈ,

મલીન મન ધોયું નહીં તન ધોયું ગંગામા જઈ.....મૂરખા.....

કામ, ક્રોધ, લોભ, મોહ છોડ્યા નહીં ને પડ્યો રોગી થઈ,

કળા ન જાણી કાનુડાની ને ધના નોબત વાગી ગઈ.....મૂરખા.....

મણકો ૨૨૨

દર્પણમાં જો ફાડી ડોળા તારા વાળ થયા ધોળા.....ટેક.....

મૂર્ખામી મૂકને મનવા તારા તબેલાના તૂટ્યાં તાળા.....

છૂટશે જોર કરીને ઝાઝુ તારા મન રૂપિ ઘોડા,

કર કાબુમાં તું કપાતર તારે ખાવા પડશે જોડા.....

ભલો થઈને ભોળવમાં તું મનુષ્ય ભોળાં,

અંત સમયે આવશે આડા વળશે ટોળે ટોળાં.....

ભગવાન જુએ છે ભલાઈનાં કરીલે કામ થોડા,

સંત સમાગમ ગરીબની સેવા કરીલે ને કોડા.....

દુનિયા આ દર્પણ છે ધના મુક વરણાગી વેડા,

જરા મરણ સ્વિકારી લે ભલે જમના આવે તેડાં.....

મણકો ૨૨૩

મૂરખો ક્રોધ કરીને ફરે જગતમાં એટલે ચડે,

જેને તેને મારતો દાટી પોતે ખાડામાં પડે.....

ક્રોધ કરે કામિની માથે વિષય વિકારથી બળે,

બાળકોને બહુ દાબ દાખવે ને ગર્વ પોતાનો ગાળે.....

કુળ-કપટ ને દગાબાજી કરી,ખોટા પૈસા રળે,

વાપરવા ઠેકાણે વાપરે નહીં પછી ડોક્ટરને જઈ ભરે.....

કહે કાંઈ ને કરે કાઈ સ્વાસ્થમાં સંચરે,

ઘરમાં શાંતિ મળેના કદી પારકા ઘરમાં ગરે.....

ધરમના કામમાં ઢીલ પાડેને વાહવાહમાં વાપરે,

મનમાની કરે મૂર્ખો બહુ ધનાતે વગર મોતે મરે.....

મણકો ૨૨૪

(રાગ - દેવાતો પડેછે અંતે સૌને નડે છે.....)

કહેવું તો પડે છે અંતે કહેવું તો પડે છે,

નીચના સરદારને અંતે કહેવું પડે છે.....

ખોલવું પડે છે મોઢું બોલવું પડે છે,

કાફરના કટકાને વઢવું પડે છે.....

કરવો પડે છે ક્રોધ કરવો પડે છે,

કામીને ક્રોધ કરી દમવો પડે છે.....

લોભીને લાલચુ કહેવો પડે છે,

માયા મમતાના કૂપમાં જઈ પડે છે.....

તનનો મોટો રાજા મન મનમાની કરે છે,

મનને માર ધના બહુ વસમો પડે છે.....

મણકો ૨૨૫

જડતા જ્યારે જાય જીવનમાંથી, જડતા જ્યારે જાય જી,

જીવવા જેવી જણાય જીંદગી, જીવવા જેવી જણાય જી.....

જડતા સાથે મળે મૂર્ખતા, જીંદગીમાં જોખમ જણાય જી,

મૂર્ખતા મૂકને જડતાને જવાદે, જીવન સુધરી જાય જી.....

જડતામાં જણાય ખાલીપો, પૂર્ણતા ન પમાય જી,

જડતાને અલવિદા કરતો પૂર્ણ પ્રેમાનંદ થાય જી.....

જડતા જ્યારે જોર જણાવે જગત દુશ્મન થાય જી,

જડતા મૂકી સહજતા સ્વિકાર મિત્ર જગ થાય જી.....

જડતામાં જોખમ જણાય ધના હરિ ભજન ન થાય જી,

જડતા, જીભ, જવાની જેની કાબુમાં હરિ રાજી હોય જી.....

મણકો ૨૨૬

ગોઠડી માંડને ગોવિંદથી તું અંતમાં આનંદ થાય,

ગોઠડી કરી નરસિંહ મીંરાએ ભવસાગર તરાય.....

ગોઠડી રાખી સુદામાએ દુઃખ દારિદ્ર જાય,

ગોઠડી રાખ ગોવિંદથી તારી સજા કમ થાય.....

સાત વારનો મનવા મળ્યો સમય તને,

સાતમા વારે સન્મુખ રહે હરિ ભાગવત શરણ જે જાય.....

સન્મુખ મળ્યા જટાયુને રામ સામે જીવજાય,

દાહ સંસ્કાર સ્વહસ્તે કરે એ દિનાનાથ કહેવાય.....

ગોઠડી બાંધી ભિસ્મપિતા એ કુરૂક્ષેત્રની માંય,

ગોઠડી કર ધના રામનામની રામ બોલે જીવજાય.....

મણકો ૨૨૭

ક્ષમા નથી જોતી શામળા કર સજા ભરપૂર,

ક્ષમાથી જાય શાંતિ મનની તારાથી થાય દૂર.....

સજામાં મજા છે સાચી સ્મરણ સદાયે હોય,

ક્ષમાથી છકી જતા મનડું વિનય વિવેક દે ખાય.....

કુંતા ફોઈ કૃષ્ણ પાસે સજા માગે સદાકાળ,

પ્રેમાનંદ મળે સજામાં ક્ષમામાં સદા દુકાળ.....

પ્રેમ નરસિંહ મીંરા પામ્યા સજા સહન હોય,

ધ્રુવ પ્રહલાદે પૂરણ પચાવી નામ અમર હોય.....

મૃત્યુ મંગલ થવાનું ધના શાશ્વત શાંતિ હોય,

ક્ષમાની ન રાખે ખેવના ક્ષમાશીલ જે હોય.....

મણકો ૨૨૮

વિવેક વગરનો માનવો માનવી વાનર વેશ,

વિવેક વગર હાલતાં ચાલતાં ખાવાનો ઠેશ.....

વિવેક છે આભુષણ સાચું વિવેક વગર બધું કાચું,

વિવેક વગર વિચરે તેનુ કાળું થાતું ડાચું.....

વિવેકથી વૈભવ વધે જ્ઞાન આવે સાચું,

અવિવેક અજ્ઞાન મોટું જીવનમાં આવે મોચું.....

વિવેક છે પશુ પક્ષીમાં અણહક્કનું નથી ખાતું,

વિવેક વગરના માનવનું નથી પેટ ભરાતું.....

સમય સારો છે વિવેક રાખી હરિ શરણ જાતું,

વિવેક રાખી ધના વર્તન કર નહીંતો ખાસે લાતું.....

મણકો ૨૨૯

વગર વિચાર્યું બોલમાં પછી નથી ભૂંસાતું,

ધર્મરાજના ચોપડામાં ખૂલી જાય છે ખાતું.....

તીર કમાનથી છૂટ્યા પછી પાછું નથી વળાતું,

વગર વિચારે બોલેલું પછી નથી પળાતું.....

તીર જખમ કરે છે ઉંડા છતા છે રૂઝાતું,

વાકબાણના ઘા મારેલા કદીના ભૂલાતા.....

લોભ રાખ ખોટા વાણીવિલાશમાં મન થશે ખાટું,

બોલ તોલ કરીને મનવા પાછળ પડશે પાટુ.....

વચને મહાભારત થાય વચને રામ વન જાતા,

વચન વિચારો બોલ ધના રાજાના રંક થાતા.....

મણકો ૨૩૦ વાગશે ચોટ કારમી કાળની સહન નથી થાતી,કાળ કરશે કામ એનું વિધાતા વિપરીત થાતી.....

અભિમાન ન રહેશે તારૂ વક્રદ્રષ્ટિ વિભુ કરશે,સરળથા સ્વમાન રહેશે સ્વાર્થી માન ખોશે.....

ઈર્ષા તું અળગી કરને ઈર્ષામાં બળી જાતો,ઈશ બેઠો છે માથે તેના વાળ ન વાંકો થાતો.....

કાળ કરશે કાળું મોઢું ઈર્ષાળુ અજ્ઞાની,ઈર્ષામાં અળધો રહ્યો ચિંતા કરી બીજાની.....

દેવાવાળો દે છે સૌને ખોટી પીડા શાને લેતો,તારા ભાગ્યનું ખા ધના બીજો નથી લઈ લેતો.....

મણકો ૨૩૧

વીરાસન વાળી લક્ષ્મણ બેઠો લીધા તીર ધનુષ,

સીતારામની કરતા રખવાળી લીલાકરે માનુષ.....

વીરાસન વાળી ચોરની રખવાળી કર મન જાણી,

આત્મારામ ને આડા આવે કામ, ક્રોધ, મોહ, લોભ ચોર ચારી.....

ચાર ચોરને મારી હટાવને તારા સંસારમાં લૂંટ પાડે,

સમશેરલે તું સત્યની હાથમાં યુધ્ધકર જોર આણી.....

ધુળના ઢેફાં ચાંદી સોનું હીરા અને જવેરાત,

વિદ્યા જ્ઞાનને ભક્તિ મેળવ છે એમાં અમિરાત.....

સજાગ રહીને સામનો કર દુષ્ટ જાશે ઘર ભાળી,

આળસ અહંકાર છોડી ધના બેસ વીરાસન વાળી.....

મણકો ૨૩૨

વેર તજને વાલથી વહેવાર થશે તુટ,

વહાલ વધાર વિશ્વમાં સબંધ થાય મજબૂત.....

વેર વધારે આળસ અહંકાર તેને તું તોડ,

મોહમાયામાં અંધ નથા હરિથી હાથ જોડ.....

વેર કર કામ ક્રોધ સાથે થાયે સીધાદોર,

વેર ન રાખ ઘર સંસારમાં થઈશ બહુ બોર.....

વેર છે વેરી તારો માનવ કરે વેરવિખેર,

વેર કરાવે વિયોગ વહાલામાં તેને તું છોડ.....

વેરને કર વિદાય ધના સહયોગ વધાર,

સહાનુભુતિ રાખ સર્વેંમાં દુઃખ ન રહે લગાર.....

મણકો ૨૩૩વોરવા ગયો તો ખાંડ અને લઈ આવ્યો મીઠું,મૂર્ખાની જમાતમાં અચરજ આજ દીઠું.....

વોરવા ગયો તો ગાવલડી ને લઈ આવ્યો ગોધો,મૂર્ખો જાયે સમાજમાં તો થાયે બહુ દોઢો.....

વોરવા આવ્યો વિઠ્ઠલાને મેળવી બેઠો વલોપાત,મૂર્ખો માયામાં મોહી પડ્યો ઉપડી ગયો સનેપાત.....

વોરવા ટાણે વોર્યું નહીં ને બંધ થયા હાટ,મૂર્ખો ધનો માન્યો નહીં ને પડ્યો ચતોપાટ.....

મણકો ૨૩૪

વંદન કરીયે વિભુવરને બંધન તુટી જાય,

વંદન કરીયે વડિલોને આનંદ ઉરમાં થાય.....

વંદન કરીયે માતપિતાને પીડા સર્વે જાય,

વંદન કરીયે સવારે સુરજને પથ પ્રકાશીત થાય.....

વંદન કરીયે ગુરૂવરને આપ્યું સાચું જ્ઞાન,

વંદન કરીયે પૃથ્વીમાતાને ભાર સહે સદાય.....

વંદન કરીયે વાયુદેવને શ્વાસ સારો લેવાય,

વંદન કરીયે વરૂણદેવને આત્મા ચોખ્ખો થાય.....

વંદન કરીયે નિલગગનને શાશ્વત સત્ય જણાય,

વંદન કરીયે ધના અગ્નિદેવને સર્વે ટળે બલાય.....

મણકો ૨૩૫

થઈજા ને ખબરદાર બંદા થઈજા ને ખબરદાર,

ભગવત ભક્તિની કર કમાણી નતો થશે દેવાદાર.....

થાકીને સાને સુતો જગમાં કોઈ નથી આપનાર,

ઉઠ અભાગી જીવડા તને ઉઠાડશે લેણદાર.....

કર્મમાં પીછેહઠ ન કર પૂરૂં કરશે પૂરનાર,

તારા કરેલાં ભોગવવા તારે સાથ ન આપે ઘરનાર.....

થામીલે તું હાથ હરિનો ન રહે કોઈ જંજાળ,

મોહ માયા મૂકીદે સર્વે છે તે ભ્રમજાળ.....

થડકાર મૂકી શરણજા હરિ કરે સો હોય,

થઈજા હરિનો બંદો ધના સર્વેદે ને ખોય.....

મણકો ૨૩૬

કરવા પડે છે અંતે કરવા પડે છે,

પાપના પોકાર અંતે કરવા પડે છે.....

બાળપણામાં બહુના નડે છે,

યુવાનીમાં થોડા વસમાં પડે છે.....

વૃધ્ધપણામાં એ વધી પડે છે,

અંતે પછી ખાટલે પડે છે.....

ખાટલે મોટી ખોટ જણાય છે,

પાપના એકરાર પછી કરવા પડે છે.....

રોગી થઈને પછી બરાડા પાડે છે,

ધના ધોકા જ્યારે જમના પડે છે.....

મણકો ૨૩૭

મૂરખો માયામાં મોજુ માણે, એની ભેર કોણ તાણે.....ટેક.....

મૂરખો માયામાં બહુ માલે,

મૂરખનો હાથ કોણ ઝાલે.....મૂરખો.....

મૂરખો માયાને માને મારી,

મૂરખને કોણ દે પછી તારી.....મૂરખો.....

મૂરખો ભૂલ કરે બહુ ભારી,

મૂરખની અંતે ન ફાવે કારી.....મૂરખો.....

મૂરખો ફાંફા મારી પછી થાકે,

મૂરખ અટવાણો એના વાંકે.....મૂરખો.....

મૂરખને જ્ઞાન ક્યાંથી જાગે,

મૂરખ સદ્ ગુરૂ જોઈને ભાગે.....મૂરખો.....

મૂરખને પછી પસ્તાવો થાતો,

ધના જમડા ઘેર મૂરખ જાતો.....મૂરખો.....

મણકો ૨૩૮

મૂરખો ધણીપણું બહુ કરતો, પછી પોતેજ ખાડામાં પડતો.....ટેક.....

મૂરખો પરણીને લાવ્યો પત્નિ પછી નિત્ય રૂઆબ કરતો,

હાકે ઉઠાડે હાકે બેસાડે આખલો થઈને ફરતો.....મૂરખો.....

ખાવા બેસેને ખેલ કરતો ખારૂં મોરૂં બકતો,

સાસુ સસરાની નીંદાકરી ખોટા આનંદ કરતો.....મૂરખો.....

બાર માસનો ઘરવા થયો થઈ બબલાની બા,

એક બે ત્રણ ચાર પાંચ થયાને બોલી ઉઠ્યો ભાં.....મૂરખો.....

એકને રમાડે એકને નવાડે એકને કે તું ખા,

એકને તેડે એકને મેલે થયો ગરવીગા.....મૂરખો.....

ઉભરો ઓસરીયો યુવાનીનો નીકળી ગયો વા,

પત્નિ પૂત્રો એક થયા ન થાય ચૂં કે ચાં.....મૂરખો.....

ઘરમાં કોઈ ગણે નહીં ને યાદ આવે બાપૂનેબા,

ધના ધીરજ ધરજે નહીંતો છૂટશે વેલણનાઘા.....મૂરખો.....

મણકો ૨૩૯

મૂરખો કામની કથા કરે પછી પાપમાં જઈને પડે.....ટેક.....

કામના પ્રિય બહુ લાગે જ્યાં ત્યાં આથડે.....મૂરખો.....

લાલ લૂગડું ભાળ્યું નથીને ભૂરાયો થઈ મરે,

કામનામાં અંધ થાય પછી પારકા ઘરમાં ગરે.....મૂરખો.....

મૂરખો નીકળે ઘરની બારે નેણાં ન નીચા ઢાળે,

માયામાં મોહિત થઈને જીવ પોતાનો બાળે.....મૂરખો.....

વય વધે પણ વાસના ન ઘટે વિચારે બહુ ચડે,

દેહ દુનિયાનું ભાન ન રહે વાહનમાં ભટકાઈ પડે.....મૂરખો.....

વિમો જાય પાકી પછી સ્ત્રી, બાળકો આનંદ કરે,

કામના મૂક ધના સુણ રામકથા તો કામ મરે.....મૂરખો.....

મણકો ૨૪૦

નિર્લજ ને લાજ હોય શાની એ કરે મનમાની,

આળસુ થઈને ઉંઘી રહેને થાય અભિમાની.....નિર્લજ.....

લાજ ન આવે લેતાં બીજાનું મન થાયે હરામી,

માન અપમાન મન ન લાવે ભલે થાતી બદનામી.....નિર્લજ.....

સમજાવ્યો સમજે નહીં એને શિખામણ નકામી,

ક્રોધી થઈને ફરતો ઘરમાં સ્ત્રીને કરતો સલામી.....નિર્લજ.....

વ્યસન વ્યભિચારી વધે પછી પાપની ભરાય પાલી,

ભોગ વધારી રોગ વધારે પછી થાય ઘર ખાલી.....નિર્લજ.....

નિર્લજ ને જો લાજ આવે જરી તો જન્મ ન આવે ફરી,

હાથે કરી ધના હલકો થઈને જશે લાકડામાં બળી.....નિર્લજ.....

મણકો ૨૪૧

મૂરખા મીઠું બોલ મધ જેવું તેમાં નથી લેવું કે દેવું,

મીઠું બોલી માન વધાર પછી ન પડે જોવું.....મૂરખા.....

કડવું બોલી કલેશ વધશે પડશે પછી રોવું,

કડવાશ થી કામ અટકતા રળેલું પડે ખોવું.....મૂરખા.....

મીઠાશથી મળે શાન માન ને શાણી ઘરવાળી,

કડવાશ થી વધે કામ ક્રોધ બાકી વધે ખોટું પાણી.....મૂરખા.....

મીઠાશથી જગ જીતી જવાયે મીઠાશ માવાને ભાવે,

કટુ વેણ બોલી દ્રોપદી મહાભારત યુધ્ધ કરાવે.....મૂરખા.....

મીઠું બોલી ધના મેળવ શાંતિ આનંદ મંગળ થાયે,

કટુ બોલી વધારના કટળાટ મીઠું બોલવામાં શું જાયે.....મૂરખા.....

મણકો ૨૪૨

મૂરખા નહીં મૂકાય માયા તારી સુકાય ગઈ કાયા.....ટેક.....

માયા મૂકવી છે અઘરી ભરપૂર ભોગવીલે ભાયા.....

સ્વ અનુભવ વગર જાય ન અભરખા,

અનુભવ કર સંસારનો ન મારવા પડે વલખા.....

અધુરો ઘડો છલકે ઝાઝો ભરેલો શાંત થાયે,

સંસારના સુખ દુઃખ માણ મજબૂત તો વૈરાગ થાવે.....

પુરણ ભરેલો આનંદ માણે અધુરો અકડાયે,

ધના જગતની જંજાળ જાણ્યા પછી મન ફરી ન થાયે.....

મણકો ૨૪૩

તડકામાં જે તપી જાણે તે તંદુરસ્ત થાયે,

છાયા નથી સારી એટલી તરત દરદી થાયે.....

તડકામાં જે તપી જાણે ને પરસેવો હાલ્યો જાય,

છાસ રોટલો ખાઈ જાણે તે કદી વૃધ્ધ ન થાય.....

સુખ સંપતી છાયા જાણો આછલકાઈ આવી જાય,

તડકો જેણે માન્યો મીઠો તેના ગુણગવાય.....

મહાન બન્યો જેજે મોટા જીવન એના જોઈ જાવ,

વારસામાં જેને મળ્યા રાજપાટ ખોઈ બેઠા સાવ.....

તડકે તપ્યા તે પામે ઘણું સુખનો ન અભાવ,

છાયાની મૂક માયા ધના તડકે તન તપાવ.....

મણકો ૨૪૪

ક્રોધ કરે મન જાણી મનવા ક્રોધ કરે મન જાણી,

એને નથી શકતો નાણી, અને કરે ખોટી ઘાણી.....

ઘડીમાં ભરાય બહુ પાણી, થયો ક્રોધનો બંધાણી,

આ છે અજ્ઞાન ની એંધાણી, કરે બધું ધુળ ધાણી.....

કામના મારી મરે નહીં ને ક્રોધથી છુટે ગંદીવાણી,

જ્ઞાની થઈને મારે ગોથા ભવાઈ ખોટી ભજવાણી.....

કામના ક્રોધ છુટે નહીં આ માયા છે મતવાલી,

ક્રોધને કર કાબુમાં ધના બની ગયો મવાલી.....

મણકો ૨૪૫

બકબક કરમાં બાલકા હે આધીન તું કાલકા,

જગત હે યે સબ માનવ જુઠા જાલસા.....

હો જાયેગા તેરા માનવ સબ ખાલસા,

મત રખ માનવ માયાકી જુઠી લાલસા.....

મોહ, મમતા, મદ છોડ હો ગયા બેહાલસા,

કામ, ક્રોધ, લોભ છોડ કર કરલે માનવ જલસા.....

દાન ધરમ સત્ય સેવા કર નીકલે તેરી નામસા,

ભક્તિ ભાવથી કિર્તન કરલે હોજા તું બાદશા.....

ધના બકબક બંધકર મૌનથી થા માણસા,

મૌન તપ સબસે બડા છૂટે યમકા સાણસા.....

મણકો ૨૪૬

આકરોથામાં યુવાન તને સત્ય કહું છુ,

સંસારમાં વાયે વાયરા ઉના લાગે બહુ લૂ.....

આ સંસારમાં શાંતિ નથી ક્યાંથી મેળવીશ તૂં,

મોહ માયાના આ કૂપમાં તને મળશે નહીં ભૂ.....

છળ કપટ થી ભરેલ સંસાર ભૂલા પડે મોટા ભા,

ભલભલા ભોળવાયા જગમાં હતા મોટા ખેરખા.....

ભણીગણી ભલે મોટો થયો ન ભૂલતો બાપાને બા,

માન મર્યાદા જો ચૂકશે તો દુનિયા કહેશે જા.....

સત્ય, પ્રેમ, કરૂણા છે સુખી થવાના રસ્તા આ,

સત્ પંથે ચાલી કર કમાણી તારા કરમનું ખા.....

સર્વે પ્રત્યે રાખ પ્રેમભાવના નીંદા ગીત ન ગા,

કરૂણા રાખ ધના નાના મોટા પ્રત્યે અભિમાનીન થા.....

મણકો ૨૪૭

(રાગ - પાટું મારી પટારો તોડ્યો..... રામવાળા આવા બારવટાં નોતા ખેલવા)

(મોરબીમાં આવેલ ૧૧/૮/૧૯૭૯ ના મહા ભયાનક જળ હોનારતના સાડત્રીસ વર્ષ પૂરા થયા તેની શ્રધ્ધાંજલી રૂપે.....)

સાડત્રીસ વરસનો સમય વહી ગયો રે લોલ, યાદ આવે ચલચિત્રની જેમ રે,

કાનુડા કાળા આવી કસોટી શાને કરતો.....

અગિયાર/આઠ/ઓગણીસો ઓગણએંસી એ રે લોલ, બોલ્યા કાંઈ બોળચોથ ને દિન રે,

કાનુડા કાળા આવી કશોટી શાને કરતો.....

શ્રાવણ વદ ચોથ ગાય પૂજનને દિવસે રે લોલ, કાળ બની આવ્યો તું શાને કાન રે,

કાનુડા કાળા આવી કશોટી શાને કરતો.....

સાતમ આઠમના મેળા માણવા રે લોલ, પીયર આવી હતી દિકરીઓ અનેક રે,

કાનુડા કાળા આવી કશોટી શાને કરતો.....

રક્ષા બાંધી બેને પૂનમે છતા રે લોલ, કાળ ભરખી ગયો ભાઈ અને બેન રે,

કાનુડા કાળા આવી કશોટી શાને કરતો.....

ડેમ તોડ્યો ત્રણ વાગતા રે લોલ, તણાતા જાય અરમાન ભર્યા અનેક રે,

કાનુડા કાળા આવી કશોટી શાને કરતો.....

મોરબી માશાણમાં ફેરવ્યું રે લોલ, હતું જે ગુજરાત નું પેરિસ રે,

કાનુડા કાળા આવી કશોટી શાને કરતો.....

સ્મશાનમાં લાકડાં ખૂટ્યા રે લોલ, દાહ આપ્યો મંદિર ચોક માય રે,

કાનુડા કાળા આવી કશોટી શાને કરતો.....

સદગતિ આપજે સર્વ સ્વર્ગવાસી ને રે લોલ, રાખજે તારા શરણ ની માયરે,

કાનુડા કાળા આવી કશોટી શાને કરતો.....

સાડત્રીસમા વર્ષે શ્રધ્ધાંજલી અર્પતો રે લોલ, ધનો કહે રાખજે સર્વેની લાજરે,

કાનુડા કાળા આવી કશોટી શાને કરતો.....

મણકો ૨૪૮

(રાગ - મોજમાં રહેવું મોજમાં રહેવુ.....અનુભવિને.....)

દોડતા રહેવું દોડતા રહેવું દોડતા રહેવું રે,

હરિસર લૂટવા માટે દોડતા રહેવું રે.....

ચાલતા રહેવું ચાલતા રહેવું ચાલતા રહેવું રે,

સાધુ સંતોના સતસંગમાં જાતા રહેવું રે.....

દેખતા રહેવું દેખતા રહેવું દેખતા રહેવું રે,

પોતાના દોષોને સદા જોતા રહેવું રે.....

સુણતા રહેવું સુણતા રહેવું સુણતા રહેવું રે,

નીંદા કુથલી સ્વની સુણતા રહેવું રે.....

જમતા રહેવું જમતા રહેવું જમતા રહેવું રે,

ગમ, ગર્વ, અને ક્રોધને સદા ખાતાં રહેવું રે.....

બોલતા રહેવું બોલતા રહેવું બોલતા રહેવું રે,

સીતારામ નામ સદાયે જપતા રહેવું રે.....

આનંદમાં રહેવું આનંદમાં રહેવું આનંદમાં રહેવું રે,

આત્માનુ ભૂતિ કરી ધના પરમાનંદમાં રહેવું રે.....

મણકો ૨૪૯

હાલે હડકવા જીવને હાલે હડકવા રે,

તારા મારા નો જીવને હાલે હડકવા રે.....

મારે છે ગોથાં જે ભણ્યો મોટા પોથાં રે,

અજ્ઞાનથી ઉચારે વેણ બધા ખોટા રે.....

હાલ હલાવે મૂર્ખો દેખે જ્યા પોચાં રે,

જ્ઞાનીનો ડોળ કરી ને બહુ મારે લોચા રે.....

હાલે હડકવા પછી સ્વમાન ખોતા રે,

હાથે કરી સમાજમાં વેરના બીજ બોતા રે.....

હડકવા મૂક ધના હેરાન તું થાશે રે,

શ્યામને સમરીલે જન્મ મરણ જાશે રે.....

મણકો ૨૫૦

આજ મારે મંદિર આનંદ આનંદ થાય છે રે લોલ,

કેવિન થયો છે બાર માસનો રે લોલ.....

કેક કાપે છે એ મોજથી રે લોલ,

કાપ્યા પછી મોઢાં મીઠાં થાય છે રે લોલ.....

જગદીશ ને પપા પપા બોલતો રે લોલ,

હેત - લક્ષ - માંની મીઠાશ સદા આપતી રે લોલ.....

લાલાથી મીઠાશ સદા રાખજે રે લોલ,

જીજ્ઞાસાથી ક્રિષ્ના તને મળશે રે લોલ.....

કાનાને પાય કેવિન લાગતો રે લોલ,

તે તૃપ્તિ નો છે પ્રભાવ રે વિરુ મહેન્દ્ર નો સાથ મળતો રે લોલ.....

ભ - રત હોય તે ભાઈ હોય રામનો રે લોલ,

જય - શ્રીની કૃપા દ્રષ્ટિ પછી થાય છે રે લોલ.....

દિવ્ય જ્યોતની ચાંદની ચમકતી રે લોલ,

જીતેન્દ્ર થઈ અનુજ જ્યારે થાય છે રે લોલ.....

કેવિને કાપી ધના કેકને રે લોલ,

કંચન ને આનંદ આનંદ થાય છે રે લોલ.....

મણકો ૨૫૧

મૂરખા સમજીને થા શાણા,

નહીંતો પડશે દુઃખના પાણા.....

મૂરખા નહીં રહે ખાવા દાણા,

નહીં ટકે તારી પાસે નાણા.....

મૂરખા સાચવીલે તું સદ્ ટાણા,

નહીંતો ગાવા પડશે ગરીબીના ગાણા.....

મૂરખા તારા ખાલી હશે ભાણા,

નહીં મળે પછી તને ખાણા.....

મૂરખા સમજીને થાને માણા,

નહીંતો સબંધના તૂટશે તાણાવાણા.....

મૂરખા હરિની ફેરવીલે માળા,

નહીંતો ધના જમ પાસે ન ચાલે ચાળા.....

મણકો ૨૫૨

સમજીને રહેને સમાજમાં શાંતિ તો થાયે,

ડહાપણ ડોળમાં ડોઢા હશે તે પણ જાયે.....

જ્ઞાની બનીને ડોળમાં દરિયો તું ડુબી જાવે,

અજ્ઞાની બની ઉલેચ વિરડો નીર્મળ નીર પાવે.....

અહંકારી બની ઉંચે ન જાતું નાનો થા વે,

નમ્રતાથી નમન કર એ મોટો કહાવે.....

સ્વાર્થમાં છેતરાયો સંસાર પોતે લાતો ખાયે,

નિશ્વાર્થ ભાવે કર કર્મ લક્ષ્મી દોડી આવે.....

સમજ ધના શાનમાં માયા નાચ નચાવે,

ભલભલાને થાતો અપચો કોઈ સંત જન પચાવે.....

મણકો ૨૫૩

સમજણ આપને શામળા માયાથી કાઢ બહાર,

માયા બહું મીઠી લાગે હોય જાણે એજ આહાર.....

સમજણ છતાં છૂટેના માયા છે મોહની નાર,

મોહીનીનો માર બહું ખાધો છતાં રહ્યો હું ગમાર.....

માયાથી મુકાવ માધવા તારો છે આધાર,

નીરાધારનો તું છે આધાર હું નિર્બલ ને લાચાર.....

માયા કૂપમાં ડૂબ્યો બહું હું ચોટી ખાલી બહાર,

ચોટી પકડી બહાર કાઢ ચત્રભૂજ કરને વહાર.....

હારી થાકી વિનવે ધનો તને માયાનો ગુલામ,

માયાથી મુકાવ મોહના સ્વિકાર મારા પ્રણામ.....

મણકો ૨૫૪

કેમ ન કાંઈ કળાય પ્રભુ તારી માયામાં મન તણાય,

શું છોડું અને શું પકડું મને ના કાંઈ સમજાય.....પ્રભુ.....

ભૂલો પડ્યો હું માયાની ભ્રમ જાળમાં,

માયા છે ઉપાધી મોટી વધારે તું બાળમાં.....પ્રભુ.....

મઘથી મીઠી લાગે માયા કેમે કરી ના ભૂલાય,

માયા મોટી વાઘણ જેવી તું બચાવે તો બચાય.....પ્રભુ.....

માયાથી દેખાય મૃગ સોનાનો સીતા જેવા છેતરાય,

જળ ઠેકાણે સ્થળ દેખાતાં ભલભલા પલળી જાય.....પ્રભુ.....

હીંમત આપ હરિ માયા જાયકળી પાછુંના ફરાય,

ધરણીધર ધ્યાન દે ધના પર તો ભવસાગર તરાય.....પ્રભુ.....

મણકો ૨૫૫

(રાગ - તમે ભાવે ભજીલો ભગવાન જીવન.....)

તમે શાને મુંઝાણા મનમાં કાંઈ નથી આ તનમા,

પંચ તત્વનું પૂતળું આ પડી જશે એક ક્ષણમાં.....

વાયુ ભેગો વા વહી જાશે પડશે શરીર પળમાં,

આકાશમાં તેજ ભળસે ન રાખે કોઈ ઘરમાં.....

જાન જોડશે જાડી અને પછી લઈ જાશે સ્મશાનમાં,

કાષ્ટ ઉપર કાયા સુવાડી હવાલે કરે અગનમાં.....

પાણી તારૂં વરાળ થશે અભિમાન ઉતરશે ઉરનાં,

રાખ થાશે કાયા તારી મળી જશે જમીનમાં.....

મોહ મૂકીદે માન ધના તું કાંઈ નથી આ જગમાં,

આત્માનુભવ કરીલે તું પડીજા સંતોના પગમાં.....

મણકો ૨૫૬

(રાગ - હું તો કાગળીયા લખી લખી થાકી કાનુડા તારા.....)

હું તો શરીરને માનું સારૂં જીવને જાણતો નથી,

હું તો ઈન્દ્રીયો ને લાડ લડાવું જરાએ દમતો નથી.....

મને હરિ રસ લાગે ખારો જરાએ ગમતો નથી,

હું તો માયામાં છું મતવાલો રામ હારે રમતો નથી.....

મને સત્-સંગના સહેવાયે કુથલીથી કંટાળતો નથી,

મને દાન આપતાં હાથ દુઃખે લાંચમાં રોકાતો નથી.....

મને સેવા કરવીના સદે દુઃખીયાં મને ગમતાં નથી,

સેવા લેવાના અભરખા ઝાઝાં હું કોઈને નમતો નથી.....

ધનો થયો અભિમાની કોઈને વતાવતો નથી,

એની થશે અવળી ગતિ પણ પસ્તાતો નથી.....

મણકો ૨૫૭

પરોઢ થયુને પશુ પંખી જાગ્યા જાગ્યા નરનેનાર રે,

એક ન જાગ્યો મનખો મારો છે મોટો ગમાર રે.....

અભિમાની છતી આંખે આંધળો ભટકું હું બહાર રે,

આંતર ઝાંકી કરીન કદી સદા અંધકાર રે.....

ઇન્દ્રીય સુખમાં આનંદ માનતો દુઃખ દરિયામાં ડોલું રે,

પરમાનંદતો પાસ ન આવે સદાય સોગ હોય રે.....

સ્વાર્થમાં છેતરતો સૌને મુક્યાન મા અને બાપ રે,

જગ આખાને જીતવા મારે કરતો રોજ ઉપાય રે.....

પરોઢ થયું તું જગ ધના હવે જોને થયો ઉજાશ રે,

અજવાળે ઉજાળ આયખું જોને ઉગ્યો ભાણ રે.....

મણકો ૨૫૮

(જન્માષ્ટમી નીમીતે લખેલો મણકો.....)

આજ મારે જન્માષ્ટમીનો તહેવાર છે રે,

જનમશે મારા ઉરમાં આનંદ લાલ.....આજ.....

આજ મારે મારવો ક્રોધ રૂપી કંશને રે,

માયા રૂપી માસી નો કરવો અંત.....આજ.....

લોભ રૂપી બગ ભગતને મારવો રે,

ઠાર મારવો અહંમ ધેનાકાસુર.....આજ.....

ગૌ ને દેવી કાનુડાના હાથમાં રે,

ચારજે કાના થઈ ગોવાળ.....આજ.....

ધના હૈયે પ્રેમ સદા રાખજે રે,

પ્રેમને વશ થશે નંદલાલ.....આજ.....

મણકો ૨૫૯

(રાગ - નંદ ધેર આનંદભયો.....)

ઘેર ઘેર આનંદ થયો નૌમીનો દિવસ થયો,

પૂર્ણ પ્રકાશ થયો ઉરમાં આનંદ ભયો.....ઘેર.....

તમસકો ત્યાગ દીયો ઉજાશ અપનાલીયો,

આશા તૃષ્ણા છોડ દીયો લાલાને ધ્યાન કીયો.....ઘેર.....

કાલીમા લે લીયો સ્વસ્વરૂપ મૂજકો દીયો,

જેલસે મુક્ત કીયો આનંદ ઘેર આગયો.....ઘેર.....

મુજકો અપનાલીયો કંશકો માર દીયો,

મટુકીકો તોડ દીયો માયા કો છોડ દીયો.....ઘેર.....

ગર્વકો ગીરા દીયો ધનાકો બોધ દીયો,

સમય સમજી ગયો મહાઉત્સવ માન લીયો.....ઘેર.....

મણકો ૨૬૦

શ્રાપ નથી માફ કોઈને સૌને જાવું પડે છે,

નામ તેનો નાશ સાત દિનમાં કાયા પડે છે.....

મૃત્યુ મંગલ થવાનું માન મહાઉત્સવ એને,

શુકદેવ સંત સામેથી મળશે જીજ્ઞાસા જો સાચીકરશે.....

ભાગવત ભણાવી દેશે ભવબંધન તારા ટળશે,

સંત વગર અંત ન થાયે અજ્ઞાન ક્યાંથી બળશે.....

સંત સમાગમ કર જ્ઞાન જ્યોત ઝળહળશે,

રામનામનો આશ્રય કર સત્ય મારગ મળશે.....

જગતનો નિયમ ધના આવે જવા માટે,

સૌના કરેલા ભોગવવા સૌને ભોગવેના કોઈ સાટે.....

મણકો ૨૬૧

હલેસા માર નાવિક થઈ તારી હોડી ડુબવા ગઈ,

મધદરીયે તું આવી ઉભોને હોડી હાલકડોલક થઈ.....

સમજ્યા વગર સફર ખેડી ને હોડી ફસાઈ ગઈ,

માલ ભર્યો મહીં મસ મોટો વેપાર માટે થઈ.....

વેપાર કરવાનો લોભ લાગ્યો માલ ભર્યો અતિશય,

વજન વધ્યો વહાણ માથે તરવાની તાકાત ગઈ.....

કામ, ક્રોધ, લોભ, મોહ નાખ દરિયામાં કોડીની કિંમત નહીં,

કાળા પથ્થર જેવા વજનદાર એ પલાળ્યા પલળે નહીં.....

રામરતન,પ્રેમપદારથ, ને સત્ય સોનુ વજન તેમાં નહીં,

હળવી ફૂલ હોડી લાગે ધના ડૂબવાની આશંકા નહીં.....

મણકો ૨૬૨

(રાગ - બેસવું હોયતો બેસી જાજો ગાડી ઉપડી જાય છે.....)

થોડી થોડી ચાલે ગાડી, પાછી અટકી જાય છે,

થોડી વારે ચાલે આગળ,પાછી પાછળ જાય છે.....

વેગ પકડે છે કોઈ વારે, બંધ બહુ રહી જાય છે,

ચાલુ જયારે થાય ત્યારે, સારૂં ચાલી જાય છે.....

વેગ વધારે જયારે જયારે, અવરોધ આવી જાય છે,

ઉંચા અવરોધ પાર કરે કે, ઢાળે ઢળી જાય છે.....

યાત્રિકો ભરે અતિશય ને, ડિઝલ ખૂટી જાય છે,

સ્ટેશન આવે સામે ત્યાં, છૂક છૂક બોલી જાય છે.....

પકડે ગાડી વેગ ધના, અડચણ સામે આવી જાય છે,

ઢાળે તું ધીરજ ધરજે, નહીંતો બ્રેક ફેલ થાય છે.....

મણકો ૨૬૩

(રાગ - ઠંડે ઠંડે પાની સે નહાના ચાહીયે, ગાના આયે યા ન આયે ગાના ચાહીયે.....)

ખૂલે મનસે હરદમ બહોત હંસના ચાહીયે,

હસી આયે યા ના આયે ઝૂઠ તો ઝૂઠ હસના ચાહીયે.....

ગમ બહોત હે જીવનમે હસકે સહેના ચાહીયે,

સહા જાયે યા ના જાયે હરદમ હસના ચાહીયે.....

ગમ બઢાતે અપને વાલે ફીરભી પ્રેમ કરના ચાહીયે,

ચાટા મારકે ગાલ પર હરદમ હસના ચાહીએ.....

ગમ છૂટતે હસતે હસતે ગલે લગાના ચાહીએ,

ગમસે મત ગભરા બંદે હરદમ હસના ચાહીએ.....

ગમ હોગા કમ સદા રામનામ રટના ચાહીએ,

ગમ હે જ્ઞાન ગંગા ધના હરદમ હસના ચાહીએ.....

મણકો ૨૬૪

(રાગ - તું શાને ફરે છે અભિમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં.....)

સંતો સમજાવે તને શાનમાં, તું આવને જરી ભાનમાં,

શાને ઉતાવળે જાય છે તાનમાં, વાત લેજે જરા કાનમાં.....

નથી દેવું પડતું કાંઈ બાનમાં, મળે છે મફતનાં ભાવમાં,

ખોટું શરીર શણગારમાં, મા બાપને લજાવમાં.....

જ્ઞાન મેળવ આવશે કામમાં, ક્યાં જવું છે તારે જાનમાં,

અટવાશે અજ્ઞાને અંધકારમાં, રખડવું પડશે રાનમાં.....

સંતોની શીખલે ધ્યાનમાં, શાને ચાલે છે ગુમાનમાં,

હરિ ર્કિતન કર આવી તાનમાં જીવીજા તું સ્વમાનમાં.....

આ દુનિયા છે દોરંગી, તારી હાલત કરશે કઢંગી,

ધના માન માયાના રાગી, શાને બેઠો રામનામ ત્યાગી.....