દિલ કબૂતર
ભાગ ૪
પોતાના મિત્રો ની મદદ થી શિવ ને અમાયા ના વિશે ની માહિતી મળે છે. જુબેદા ની સલાહ થી શિવ અમાયા ને જાતે જ પ્રપોઝ કરવા ગયેલા શિવ ને અમાયા તિરસ્કૃત કરી કાઢી મૂકે છે. અમાયા ના પિતા ને આખલા દ્વારા થયેલા હુમલા માં શિવ બચાવે છે.. હવે વાંચો આગળ...!!
આખલા ના હુમલા માં માંડ માંડ બચેલા હુસેનમિયાં ઘરે આવે છે..હાથે થોડું છોલાઈ જવાના લીધે એમનો ઝભ્ભો થોડો લોહીના ડાઘ વાળો હતો અને બેઠો માર વાગવાના લીધે પગે પણ હુસેનમિયાં થોડા લંગડાતા હતાં એટલે એમની પત્ની સલમાબાનુ અને દીકરી અમાયા એમને જોતાં ની સાથે દોડતાં એમની તરફ આવ્યાં અને ચિંતાતુર સ્વરે અમાયા એ પૂછ્યું..
"અબ્બુજાન શું થયું..આ લોહી શેનું છે..? અને તમે કેમ આમ લંગડાતા લંગડાતા ચાલો છો?"
"અરે દીકરી કંઈ વધારે નથી વાગ્યું..આ તો એક રખડતા સાંઢ એ અચાનક હુમલો કરી દીધો એમાં થોડું વાગી ગયું.."હુસેનમિયાં એ પલંગ માં બેસતાં કહ્યું.
"અરે શું તમે પણ..થોડું ધ્યાન રાખતાં હોય તો..સારું થજો અલ્લાહ નું કે તમને વધુ વાગ્યું નહોતું..ઉપકાર છે પરવરદિગાર નો જેને તમને સહી સલામત રાખ્યાં.."સલમાબાનુ એ આકાશ ની તરફ જોઈ અલ્લાહ નો આભાર માનતા કહ્યું.
"અરે ઉપકાર તો એ યુવક અને એના મિત્રો નો થજો જેમને પોતાની કોઈ ચિંતા કર્યા વિના કોઠાસૂઝ થી એ આખલા ને શાંત કર્યો અને મને વધુ ઈજા થતાં બચાવ્યો.."હુસેનમિયાં એ કહ્યું.
"ખુદા એ યુવક ને દુનિયાભર ની ખુશીઓ બક્ષે..શું નામ હતું એ યુવક નું?"સલમાબાનુ એ હુસેનમિયાં ની તરફ જોઈને પૂછ્યું.
"શિવ નામ હતું એનું..બહુ સારો છોકરો છે..હું અત્યારે તમારી સામે જીવિત અવસ્થા માં છું તો એનું કારણ શિવ નામ નો એ છોકરો છે..એના ચહેરા પર ગજબ ની ચમક હતી અને આંખો માં સહેજ પણ ડર નો ભાવ નહોતો.."શિવ ના વખાણ કરતાં હુસેનમિયાં બોલ્યાં.
હુસેનમિયાં ના મોંઢે શિવ નું નામ સાંભળી અમાયા ને સૌથી મોટો ધક્કો લાગ્યો..કેમકે એને જે છોકરા ની બેઇજ્જતી કરી કાઢી મુક્યો હતો એનું નામ પણ શિવ હતું..અને હુસેનમિયાં ના કહ્યા મુજબ નો યુવક બીજો કોઈ નહીં પણ એ જ છોકરો હોવો જોઈએ.મનોમન હવે શિવ જોડે પોતે કરેલાં વ્યવહાર નો એને પસ્તાવો થઈ રહ્યો હતો.!!
આમ પણ એ દિવસે પોતે શિવ ને હડધૂત કરીને ખરું ખોટું કહ્યું ત્યાર નું એ દેખાયો પણ નહોતો એ વાત શિવ ની સભ્ય માણસ તરીકે ની સાબિતી આપતાં હતાં.. કેમકે જો બીજો કોઈ છોકરો હોત તો હજુ પણ અમાયા ની આગળ પાછળ ફરવાનું બંધ તો ના જ કરત.
આ ઉપરાંત અમાયા એ સાંભળેલું કે જો કોઈ તમને ૧૦ છોકરા પ્રપોઝ કરવા આવે અને તને બધા ને નકાર માં જવાબ આપો તો એમાંથી જે ખાલી આકર્ષિત થઈને પ્રેમ નો પ્રસ્તાવ મુકવા આવ્યા હોય એ ફરીથી દેખા દેશે પણ જેને સાચો પ્રેમ કર્યો હશે એ ફરી વાર તમારી સામે નહીં આવે..પોતાનાં મન માં ચાલી રહેલાં ઘમાસાણ ને રોકવા હવે " ગમે તે કરીને શિવ ને મળીને sorry કહેવું પડશે અને અબ્બુ ની જિંદગી બચાવવા એને શુક્રિયા પણ કહેવું જ પડશે"મનોમન આવું બોલી અમાયા પોતાના રૂમ માં ચાલી ગઈ.
***
સવારે ક્લાસ માં જવા માટે અમાયા નીકળી ને જુબેદા ના ઘરે ગઈ..જુબેદા ની સાથે જ એ રોજ કલાસ માં જતી હતી. પોતાનાં મન માં ચાલતી બધી વાત જુબેદા ને કહેવી જોઈએ એમ વિચારી એને જુબેદા ને કહ્યું.
"જુબી..મારે તને એક વાત કહેવી છે..."અમાયા જુબેદા ને પ્રેમ થી જુબી જ કહેતી અને જુબેદા અમાયા ને અમુ.
"અરે બોલ ને અમુ..શું કહેવું છે તારે?"જુબેદા એ કહ્યું.
"કાલે એક રખડતાં સાંઢ દ્વારા અબ્બુજાન પર હુમલો કર્યો હતો..પણ ખુદા નો લાખ લાખ આભાર કે અબ્બુજાન ને વધુ ઇજા ના થઈ.."અમાયા એ કહ્યું.
"હાય અલ્લાહ..હવે કેમ છે ચાચા ને..વધુ તો વાગ્યું નથી ને..?"ચિંતાતુર સ્વરે જુબેદા એ પૂછ્યું.
"હવે ચિંતા કરવા જેવું કંઈ નથી..આમ તો અબ્બુ પર થયેલો હુમલો એટલો ઘાતક હતો કે એમની જીંદગી પર પણ ખતરો હતો..પણ.."આટલું કહી અમાયા ગળગળી થઈ ગઈ.
"પણ..કેમ અલી શું થયું..?"સખી સહજ ભાવે જુબેદા એ અમાયા સામે જોઈને ઉત્કંઠા થી કહ્યું.
"અરે કંઈ નહીં..એતો એક શિવ કરી ને યુવક અને એના મિત્રો ની બુદ્ધિ અને હિંમત ના લીધે અબ્બુ બચી ગયાં."અમાયા એ કહ્યું.
"શું નામ કહ્યું..શિવ..આપણી ચાલ માં તો શિવ તો એક જ છે..શિવાનંદ.."જુબેદા એ આશ્ચર્ય સાથે કહ્યું.
"તું ઓળખે છે એને..?"સવાલસુચક દ્રષ્ટિએ જુબેદા સામે જોઈ અમાયા એ કહ્યું.
"હા હું એમને બહુ સારી રીતે ઓળખું છું..શિવ મને નાની બેન જેવી ગણે છે અને હું પણ શિવ ને ભાઈજાન જ સમજુ છું.."જુબેદા એ કહ્યું.
"તો યાર મારા તરફ થી એમને sorry કહી દઈશ.."અમાયા એ કહ્યું.
"અલી અમુ..કોઈક ને શુક્રિયા કહેવું હોય તો thanks બોલાય,sorry નહીં.. લાગે છે તારું અંગ્રેજી કમજોર છે.."જુબેદા આટલું કહી જોર જોર થી હસી પડી.
"અરે મારા અંગ્રેજી ને તો કંઈ નથી થયું પણ..કોઈક ને ખોટું લગાડ્યું હોય તો sorry તો કહેવું જ જોઈએ ને.."અમાયા એ કહ્યું.
"તો તે શિવ ને ક્યારે અને શું ખોટું લગાવ્યું..અને તું શિવ ને ક્યારે મળી..?"નવાઈ પામવાનો વારો હવે જુબેદા નો હતો.અચાનક જુબેદા ને શિવ અમાયા ને પ્રેમ નો પ્રસ્તાવ મુકવા જવાનો હતો એ વિચાર સ્ફુરી ઉઠ્યો.
અમાયા એ ત્યારબાદ જુબેદા ને શિવ કઈ રીતે રૂમાલ ના બહાને એની જોડે વાત કરવા માટે આવ્યો હતો અને પોતે કેવી ભાષા નો ઉપયોગ કરી એક-ફેલ બોલી હતી એ વિશે જણાવ્યું.
"યાર હવે કઈ રીતે શિવ ને મળીને એની માફી માંગુ એ જ સમજાતું નથી..તું તો શિવ ને સારી રીતે ઓળખે છે ને તો મારા તરફ થી માફી માંગી લેજે અને અબ્બુ ની જીંદગી બચાવવા બદલ એને thanks પણ કહી દેજે.."વિનંતી ના સુર માં અમાયા એ કહ્યું.
"સારું..હું શિવ ભાઈ જાન ને મળીને જણાવી દઈશ..પણ ખબર નહીં ભાઈ તને માફ કરે છે કે નહીં?"શેખી હાંકતા જુબેદા એ કહ્યું..હકીકત માં એ અમાયા ના મન માં શિવ પ્રત્યે ની લાગણી જાણવા માંગતી હતી.
"યાર પ્લીઝ..જુબી..તું ગમે તે કરી ને શિવ ને કહી દેજે કે હું દિલગીર છું..મારે કોઈ વ્યક્તિ વિશે પૂરતી જાણકારી મેળવ્યા વિના એને હડધૂત ના કરવો જોઈએ..સાચે જ મને એ બાબત નો પસ્તાવો થાય છે.."દિલગીરી ના ભાવ સાથે અમાયા એ કહ્યું.
"સારું હું મારા થી બનતો બધો પ્રયત્ન કરીશ..તારા માટે તો એટલું તો કરીશ શકું છું ડાર્લિંગ.."જુબેદા એ હસતાં હસતાં કહ્યું.
"તારો ખૂબ ખૂબ આભાર જાનેમન..."અમાયા એ જુબેદા ને ગળે લગાવી ને કહ્યું.
"અમાયા ના મન માં શિવ પ્રત્યે થોડી ઘણી તો લાગણી ઉભરાઈ આવી છે એ જુબેદા ને સમજતાં વાર ના થઈ.. કાલે જ શિવ ભાઈ ને મળી ને અમાયા એ કહેલી બધી વાત જણાવી દઉં..અરે કાલે કેમ આજે સાંજે જ શિવ ભાઈ જાન ને મળી બધી વાત જણાવી દઉં..એ ખૂબ જ ખુશ થશે..અને અમાયા એ એમના જોડે આવો ઉદ્ધત વ્યવહાર કર્યો છે એ મને કેમ ના જણાવ્યું?એ માટે એમને ચોક્કસ વઢવાની જરૂર" મનોમન આવું વિચારતી જુબેદા અમાયા ની સાથે કલાસ માં આવી.કલાસ માં પણ એનું મન ના લાગ્યું..કેમકે હવે શિવ ને બધી વાત નહીં કરે ત્યાં સુધી એના મન નો ઉભરો શાંત તો નહીં જ થાય એવું એને લાગતું હતું.
***
સાંજ ના સાડા ચાર નો સમય થયો હતો,શિવ પોતાની કુરિયર ઓફીસ માં બેઠો બેઠો આજ ના આવેલા કુરિયર ની ડિલિવરી ની ડિટેઇલ ને કોમ્પ્યુટર માં ફિલ અપ કરી રહ્યો હતો..બારણે થયેલા નોક નોક ના અવાજ ના લીધે શિવ નું ધ્યાન દરવાજા તરફ ગયું..ત્યાં જુબેદા ને ઉભેલી જોઈને શિવ ને આશ્ચર્ય થયું.."જુબેદા અહીં કેમ આવી હશે..?"શિવ હજુ આવું મનોમન વિચારતો જ હતો ત્યાં જુબેદા એ કહ્યું.
"ભાઈજાન અંદર આવવાનું નહીં કો..કે પછી દરવાજે થી જ પાછી જ મોકલવી છે કે શું?"
"અરે sorry.. આવ આવ..જુબેદા.."શિવ એ પોતાની જગ્યા એ થી ઉભા થતાં કહ્યું.
શિવ એ ખુરશી પર જુબેદા ને બેસવાનું કહ્યું અને એ પણ જોડે ટેબલ પર બેઠો અને પછી જુબેદા સામે જોઈ સવાલ કર્યો.
"તમારા પાવન પગલાં અમારા ગરીબખાના માં પડવાનું કારણ?"હસતાં હસતાં શિવ એ સવાલ કર્યો.
"હા હવે બહુ મસ્કા મારવાની જરૂર નથી..અહીં આવવા પાછળ મારા જોડે કારણ પણ છે..મારા જોડે તમારી એક ફરિયાદ છે.."જુબેદા એ કહ્યું.
"મારી ફરિયાદ..?"ચમકીને શિવ એ કહ્યું.
"તમારા પેલા બદમાશ મિત્રો સાથે રહીને તમે પણ થોડા બગડી ગયાં છો.. એમના જોડે ફરવાની અસર તમારા પર પણ જણાવા લાગી છે..મને તમારા થી આવી આશા નહોતી.."નાટક કરતાં કરતાં જુબેદા એ કગ્યું.
"અરે મેં એવું તો શું કર્યું છે..મારા થી એવી તો કઈ ભૂલ થઈ ગઈ છે કે તું આવું બોલી રહી છે..?"શિવ ના અવાજ માં થોડી વ્યગ્રતા હતી.
"એતો તમને ખબર તમે એવા તો કેવા પરાક્રમ કર્યા છે..મને તો તમને ભાઈ કહેતાં પણ શરમ આવે છે.."આજે જુબેદા શિવ ને બરાબર નો હેરાન કરવાના મૂડ માં હતી.
જુબેદા ની વાત સાંભળી શિવ પોતે એવું તે શું ખોટું કર્યું છે એના વિચારો માં લાગી ગયો..અચાનક શિવ ને અમાયા વાળી વાત યાદ આવતાં એ બોલ્યો.
"અરે તું અમાયા અને મારી મુલાકાત ની તો વાત નથી કરી રહી ને..?"
"મુલાકાત..અરે એને મુલાકાત નહીં પણ બબાલ કહેવાય.."જુબેદા એ કહ્યું.
"અરે યાર..પણ અમાયા ને ગલતફહેમી થઈ અને એને મને થોડું કહી સંભળાવ્યું..પણ એતો હવે ચાલે જાય.."શિવ એ ધીરે થી કહ્યું.
"એનો મતલબ તમે સાચે જ અમાયા માટે સિરિયસ હતાં.. મને તો એમ કે હું રૂબરૂ માં વાત કરવાનું કહીશ તો તમે હિંમત નહીં કરો..પણ તમે તો બહુ ડેરિંગ વાળા નીકળ્યા..ડાયરેકટ વાત કરવા પણ જતાં રહ્યાં.."ચહેરા પણ ગજબ ના ભાવ સાથે જુબેદા એ કહ્યું.
"હા હવે એમાં શું..રાત ગઈ વાત ગઈ..હું એ બધી વાત ભૂલી ગયો છું.."મન ની વાત ચહેરા પર ના આવે એ રીતે શિવ એ કહ્યું..હકીકત માં એનું હૃદય હજુ પણ અમાયા ની યાદ માં જ ધબકતું હતું.
"એ વાત તો ભૂલી ગયાં હશો પણ શું તમે અમાયા ને ભૂલી ગયા..?"શિવ ની આંખો માં જોઈને જુબેદા એ પૂછ્યું.
જુબેદા ના આ સવાલ નો જવાબ ખોટો આપવો ઉચિત ના લાગતાં શિવ એ કહ્યું.
"જુબેદા હું આજે પણ અમાયા ને બહુ જ લવ કરું છું..હજુપણ મારા હૃદય માં અને વિચારો માં એજ સર્વત્ર વ્યાપ્ત છે..હું એને બહુ જ યાદ કરું છું..એને જોવા ની ખૂબ ઈચ્છા છે પણ એને મને આજુ બાજુ દેખાવા ની ના કહી છે એટલે એનો ચહેરો પણ હું જોવા નથી જતો..આખરે પ્રેમ જો કર્યો છે એટલે એની દરેક વાત ને માન આપવું જરૂરી છે.."આટલું કહેતાં શિવ ની આંખો ભીની થઈ ગઈ.
"એ ભાઈલા આમ શું છોકરી ઓ ની જેમ રડે છે..હું અહીં તારા માટે એક ખુશ ખબર લઈને આવી છું..એ કહું એ પહેલા આમ બાયલા વેડા બંધ કર.."જુબેદા એ મજાક ના મૂડ માં હળવા ગુસ્સા થી કહ્યું.
"ખુશખબર..મારા માટે.."થોડી સ્વસ્થતા પ્રાપ્ત કરીને શિવ એ કહ્યું.
"હા ખુશખબર..તમારી અમાયા એ તમારી જોડે એ દિવસે કરેલા વ્યવહાર બદલ sorry કહ્યું છે..અને એના અબ્બુ ની જાન બચાવવા માટે thanks.."શિવ એ કહ્યું.
"જુબેદા તું સાચું કહે છે..?"ખુશ થતાં શિવ એ કહ્યું.
"તો હું ખોટું બોલું છું..જાઓ મારે નથી બોલવું તમારા જોડે.."ઉભા થતાં જુબેદા એ કહ્યું.
"ભૂલ થઈ ગઈ મારી બેન..માફ કરી દે..કાન પકડું બસ"કાન પકડતાં શિવ એ કહ્યું.
"સારું સારું..હવે બહુ થયું..તમે એને કરેલાં વ્યવહાર માટે એને માફ કરી દીધી એમ કહું ને.."જુબેદા એ કહ્યું.
"અરે મેં કીધું તો ખરું મને ખોટું જ નથી લાગ્યું ને તો પછી માફી આપવાનો સવાલ જ ક્યાં આવે છે..અને પ્રેમ કર્યો હોય એને ખોટું ના લાગે.."શિવ એ કહ્યું.
"વાહ મારા મજનુ ભાઈ..પણ મેં તો એવું કહ્યું છે એને કે ભાઈ નો સ્વભાવ બહુ કડક છે એ માફ ના પણ કરે.."જુબેદા એ કહ્યું.
"અરે પણ આવું કહેવાની શું જરૂર.."નવાઈ સાથે શિવ એ કહ્યું.
"જરૂર હતી..મેં અમાયા ની આંખો માં પણ તમારા માટે એક કૂણી લાગણી અંકુરીત થતી જોઈ છે..આ તક નો લાભ લઈ મોકા પર ચોકો મારી દેવાની તૈયારી કરો.."જુબેદા બોલી.
"પણ કઈ રીતે..?"શિવ એ પ્રશ્ન કર્યો.
"એની બધી જવાબદારી મારી..એ બધું મારા પર છોડી દો..હું બધું મેનેજ કરી લઈશ..પણ એ માટે તમારે હું કહું એમ કરવું પડશે.."જુબેદા ધીરે થી બોલી.
"અમાયા માટે હું કંઈપણ કરવા તૈયાર છું.."ઉત્સુકતાથી શિવ એ કહ્યું.
"તો સાંભળો.."આટલું કહી જુબેદા એ શિવ ને આગળ નો પ્લાન કહી સંભળાવ્યો.
"તો હવે મળીએ આવતીકાલે...હું હવે નીકળું..ક્યારનીયે ઘરે થી નીકળું છું..શબ્બાખેર.."આટલું કહી જુબેદા એ ત્યાં થી વિદાય લીધી.
જુબેદા ના ગયાં પછી આવતીકાલ ની રાહ જોતાં જોતાં શિવ હસીન સપના માં ખોવાઈ ગયો.
To be continued...
અમાયા ની અને શિવ ની લવ સ્ટોરી કઈ રીતે આગળ વધશે અને એને પોતાની મંજિલ મળશે કે નહીં એ જાણવા વાંચતા રહો દિલ કબૂતર નો નવો ભાગ આવતાં સપ્તાહે...
લેખક:- દિશા. આર પટેલ