Hu Tari rah ma.. - 8 in Gujarati Fiction Stories by Radhika patel books and stories PDF | હું તારી રાહ માં - 8

Featured Books
  • మనసిచ్చి చూడు - 5

                                    మనసిచ్చి చూడు - 05గౌతమ్ సడన్...

  • నిరుపమ - 5

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • ధర్మ- వీర - 6

    వీర :- "నీకు ఏప్పట్నుంచి తెల్సు?"ధర్మ :- "నాకు మొదటినుంచి తె...

  • అరె ఏమైందీ? - 18

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • మనసిచ్చి చూడు - 4

    మనసిచ్చి చూడు - 04హలో ఎవరు.... ️ అవతల మాట్లాడకపోయే సరికి ఎవర...

Categories
Share

હું તારી રાહ માં - 8

( આગળ જોયું…રિદ્ધિ પર એસીડ અટેક થાય છે. રિધ્ધિનો શક કેયુર પર જાઇ છે પણ તેના આશ્ચર્ય વચ્ચે અભય આ કૃતય કરે છે. રિધ્ધિ કોલેજ સમયમાં અભય ને પોતનો ભાઈ માનતી હોઇ છે પણ અભય રિધ્ધિ સાથે કરેલ દગો રિધ્ધિ સહન નથી કરી શકતી. ભારતીબહેન મેહુલને રિદ્ધિને ઘરેથી લેવા-લઇ જવા ક્હે છે. મેહુલ રિદ્ધિને કઈં વાત કહેવાનો હોઇ છે હવે આગળ…)

સાંજે 6:00 વાગ્યે રિધ્ધિ અને મેહુલ કોફી શોપમાં મળે છે. બે ‘ કોલ્ડ કોફી વિથ બોર્નવીટા ‘ નો ઓર્ડર આપી મેહુલ અને રિદ્ધિ રાબેતા મુજબ કોર્નંર ટેબલ પર બેસે છે.

“ હા હવે બોલ શું વાત હતી?” રિધ્ધિ.

“ કહું છું કેમ આટલી ઉતાવળી થાઈ છે?” મેહુલ.

“ ના હવે તું કહે પ્લીઝ.” રિધ્ધિ

મેહુલે મનમાં વિચાર્યું,” શું રિદ્ધિને તેં વાત કહેવી યોગ્ય રેહશે?”

રિદ્ધિ પણ સામે તેવુ જ કંઇક વિચારતી હતી કે,” શું મેહુલ મને અહિયાં તેં જ વાત કહેવા લઇ આવ્યો છે જે હું મેહુલ માટે ફીલ કરું છું?”

રિદ્ધિ વાત તેમ છે કે ,” જો આ વાત સૌથી પહેલી તને જ કહું છું. મારે તારી થોડી મદદ જોઇયે છે અને આ મદદ મને કદાચ તું જ કરી શકે તેમ છે મને આવુ લાગે છે એટલાં માટે હું તને આ વાત જણાવું છું. પ્લીઝ તું મારી મદદ કરીશ ને”? મેહુલ

“ હા મેહુલ હું તારી શકય તેટલી મદદ કરીશ પણ તું મને જણાવીશ વાત શું છે?” રિધ્ધિ

“ વાત એમ છે કે…..” મેહુલ અચકાયો.

“ હા….બોલ…” રિધ્ધિની ધડકન એક્દમ વધી જાય છે.

“ હું એક છોકરીને પસંદ કરું છું.” મેહુલે રિદ્ધિ સામે જોતાં કહ્યુ.

“ રિદ્ધિએ શરમાતા પુછ્યું,” શું નામ છે તેનુ?”

રિદ્ધિ ને લાગ્યું કે હમણાં જ મેહુલ તેમ કહેશે કે તે છોકરી ‘ તું ‘ જ છે. રિધ્ધિ પોતાનું નામ મેહુલનાં મોઢે થી સાંભળવા તરસી ગઇ.

“ શિવાની છે તેનું નામ.” મેહુલએ નજર ફેરવતા કહ્યુ.

રિદ્ધિ એક્દમ ચોંકી ગઇ.તેને એક્દમ આંચકો લાગ્યો અને એક આંચકાથી કોઇએ તેનામાંથી જીવ કાઢી લીધો હોઇ તેવું લાગ્યું.અત્યારે રિદ્ધિ ને શું બોલવું તેની ખબર જ નહોતી પડતી પણ અચાનક તેને તેના મમ્મીની કહેલી વાત યાદ આવતાં તે સ્વસ્થ થઈ ગઇ.

સામે મેહુલની હાલત પણ કંઇક આવી જ હતી. તેને રિદ્ધિ સામે ખોટુ બોલવાનો ભારોભાર અફસોસ થતો હતો પણ આ જ તો એક માર્ગ હતો રિધ્ધિ સુધી પહોંચવાનો અને રિદ્ધિની ફિલિંગ્સ જાણવાનો. મેહુલને થયુ જો રિદ્ધિ મારા વીશે કઇં ફીલ કરતી હશે તો કદાચ તે મને અત્યારે….

પણ મેહુલનાં આશ્ચર્ય વચ્ચે તેવું કંઈ જ ન થયું. ઉલટું રિદ્ધિ ખૂબ જ ખુશ થઇને શિવાની વીશે બધું પૂછવા લાગી.

આથી મેહુલ ખૂબ જ નિરાશ થઈ ગયો. તેને હવે તે વાતનો વિશ્વાસ આવી ગયો હતો કે રિદ્ધિ તેનાં વીશે કાંઈ જ ખાસ ફીલ નથી કરતી પણ મેહુલને તો તે વાતની કયાં જાણ જ હતી કે રિદ્ધિનાં ચહેરા પર જે સ્માઈલ અને ખુશી દેખાય છે તે તો તેની એક મજબૂરી છે. મેહુલને દુઃખી ન કરવાની મજબૂરી. મનમાં તો તે પણ તેવું જ કંઇક ફીલ કરતી હતી જેવુ મેહુલ પણ તેનાં વીશે ફીલ કરતો હતો.

કદાચ આને જ સાચો પ્રેમ કહેવાતો હશે!!?? કે પછી ભગવાનની આજે ખરેખર ‘ચેસ’ રમવાની ઈચ્છા હતી!!!?? બંને ખરેખર એટલાં અસમંજસમાં હતાં કે આગળ શું બોલવું તે મનોમન વિચારી રહ્યા હતાં.

થોડીવારમાં જ કોફી આવી ગઇ એટલે બંને કોફી પીવા લાગ્યા.

“ તો તે કહ્યું નહીં શિવાની વીશે કંઈ?” રિદ્ધિએ જાણવાની કોશિષ કરી.

મેહુલએ રિધ્ધિની આંખોમાં જોયા વગર જ જણાવ્યું,” શિવાની મારી કોલેજમાં જ છે. અમે બંને એક જ ક્લાસમાં છીએ.હું તેને પસંદ કરું છું પણ તેને કહી નથી શક્તો. હવે હુ શું કરૂ? પ્લીઝ તું મને જણાવ કે કઇ રીતે એક છોકરો પોતાના મનની વાત એક છોકરી ને જણાવી શકે? કેવી રીતે પ્રેમ વ્યક્ત કરવાથી એક છોકરીને મનાવી શકાય? શું કરવું શું નહીં મને તો કશું જ સમજમાં નથી આવતું.”

રિધ્ધિ મનમાં વિચારી રહી હતી કે,” મેહુલ મને ખુદને નથી ખબર કે આપણી પસંદને આપણાં પ્રેમને કઇ રીતે સામેવાળી વ્યક્તિ સામે વ્યક્ત કરવો..??” પણ પછી તેને યાદ આવ્યું કે તેને મેહુલની મદદ કરવાનું પ્રોમિસ કર્યું હતું. આથી રિધ્ધિએ પોતની જાતને સંભાળી લીધી.

“ જો મેહુલ તું ચિંતા ન કર.તું તેને પસંદ કરશ તો હું તને પ્રોમિસ કરું છું કે તે તારી લાઇફમાં જરૂર આવશે.” રિધ્ધિ.

મેહુલ ઉપરથી હસતો હતો પણ અંદરથી તેને તેની હાલત પર ખૂબ જ રડવું આવતું હતું.

***

હવે રિદ્ધિ મેહુલને સમયે સમયે શિવની વિષયે પૂછ્યા કરતી પણ મેહુલની હાલત કાપો તો લોહી ન નીકળે તેવી થઈ જતી અને રિધ્ધિ તેવું સમજતી કે મેહુલ શરમાય છે.

રિદ્ધિને પણ મન ન હોવાં છતા મેહુલની ખુશી માટે મેહુલનો બીજી છોકરી સાથેનો પ્રેમ સ્વીકારવો પડયો હતો પણ મનથી તો તે ખુબ જ નિરાશ થઈ ગઇ હતી. કેમ કે મેહુલ તેની પહેલી પસંદ અને પહેલો પ્રેમ હતો. પણ તે મેહુલની ખુશી માટે કાંઇ પણ કરવા તૈયાર હતી. પોતનો પ્રેમ કુરબાન કરવા પણ.

થોડા દિવસથી રિધ્ધિ ખૂબ દુઃખી લાગતી હતી આ વાત ભારતીબહેને સારી રીતે નોંધી હતી. તેણે રિધ્ધિને પુછ્યું પણ આ વિશે પણ રિધ્ધિએ ,” થોડી થાકી જાવ છું કામના લીધે.” તેવું બહાનું બનાવી વાટ ટાળી દીધી પણ રિદ્ધિનું મન જ સમજતું હતું કે તે પોતે કેટલી તકલીફમાં છે…!!! તે તકલીફમાં છે આ વાત જાણી તેનાં મમ્મી પણ તકલીફ થશે આ વિચારથી રિદ્ધિએ કોઈ વાત તેનાં મમ્મીને ન જણાવવાનું વિચાર્યું. પણ અંદરથી તે સાવ એકલું ફીલ કરતી હતી.

***

ઉનાળાની રજાઓ ચાલતી હતી આથી મેહુલને કોલેજમાં વેકેશન ચાલતું હતુ. મેહુલની પરીક્ષા પણ પુરી થઈ ગઇ હતી. આથી મેહુલ પોતાના પૂરા પરિવાર સાથે પંજાબ- હરિયાણા ફરવા ગયો હતો. હવે રિદ્ધિ ઑફિસમાં પણ એકલી થઈ ગઇ હતી. રિદ્ધિને આવુ ફીલ થતું કે મેહુલ મનથી તો કયારનો દુર થઈ ગયો છે પણ અત્યારે તો તેને જોઇ પણ નથી શકતી.

સામે મેહુલની હાલત પણ તેવી જ હતી. તે પણ રિદ્ધિને જોયા વગર રહી નહોતો શક્તો.આથી તેણે રિદ્ધિને કોલ કરવાનું વિચાર્યું. તરત જ મેહુલે રિધ્ધિને કોલ કાર્યો. રિદ્ધિ ઑફિસમાં વર્ક કરી રહી હતી. અચાનક જ ફોનની રીંગ વાગતા રિદ્ધિએ ફોનની સ્ક્રિન પર જોયું તો મેહુલનું નામ હતુ. રિદ્ધિનો ચહેરો એક્દમ ચમકી ગયો. તેણે કોલ ઉપાડ્યો.

“ Hi રિધ્ધિ “ મેહુલ.

“hi મેહુલ “ રિદ્ધિ.

“ how are you ?” મેહુલ

“ I am fine , you?” રિદ્ધિ.

“ I am also fine” મેહુલ.

“ કેવી ચાલે છે તારી Journey ?” રિદ્ધિ.

“ ખૂબ જ સરસ.બસ અહિં પંજાબમાં રોકાયા છીએ અને દરરોજ આજુબાજુનાં સ્થળોએ ફરવા નીકળી જઇએ.” મેહુલ

“ ઓહ….ગ્રેટ..” રિદ્ધિ.

“ આજ સુવર્ણ મંદીર દર્શન માટે આવ્યાં છીયે…અને એક વાત કહું?” મેહુલ

“ અહિયાં સુવર્ણ મંદીરમાં ‘તારા ફેવરીટ’ શાહરૂખ ખાનનું મૂવીનું શૂટિંગ ચાલે છે અને જ્યારે શાહરૂખ નો શીન ચાલતો હતો ત્યારે હું તેની ખૂબ જ નજીક હતો.

“ ઓહ….સરસ.. ફોટો લીધો..??” રિદ્ધિ.

“ હા ..તે કાંઇ પૂછવાની વાત છે..??”

“ હા તો મને watsapp કરજે.” રિદ્ધિ

“ હા મોકલું અને કાલે અમે શોપિંગ માટે જવાના છીએ તારે માટે શું લઇ આવુ તે જણાવ.” મેહુલ

“ ના મેહુલ મારે કાંઇ જ નથી લેવું તેં કીધું તેમા આવી ગયું.” રિદ્ધિ

“ ના એમ તો ન જ ચાલે કંઈક તો લેવું જ પડશે તારે.”મેહુલ

“ મેહુલ હું સાચું કહું છું મારે કાંઈ જ નહીં લેવુ અને આમ પણ તને છોકરીઓની વસ્તુમાં ખબર ન પડે.” રિદ્ધિએ મેહુલની મજાક કરી.

“ ઓહહો…chelenge કરો છો? હવે તો હું એવી વસ્તુ લઇ આવીશ તારા માટે કે જેને જોઇને તું પણ કહીશ કે આટલી સુંદર વસ્તુ તો હું પણ ન લઈ આવી શકી હોત મારા પોતાના માટે.” મેહુલ.

“ ઓહ…એવું છે …!! તો ચાલો જોઇએ.” રિદ્ધિએ હસતાં કહ્યું.

“સારૂં ચાલ હવે હું ફોન રાખું પછી વાત કરીએ.” મેહુલ

“ Ok Buy take care.” રિદ્ધિ

“ yah buy same to you.” મેહુલ

ફોન કટ થઈ જાઇ છે.રિદ્ધિનાં ચહેરા પર ખુશી આવી ગઇ હતી.જાણે રણમાં ફરતા તરસ્યા માણસને ઝરણું મળી ગયું હોઇ.

***

ત્રણ દિવસ પછી ફરી મેહુલનો કોલ આવે છે.

“ Hi રિદ્ધિ.” મેહુલ

“ હેય.. મેહુલ ..કેમ છે?” રિદ્ધિ.

“ I am. Fine ..you? “ મેહુલ

“ હમમમ…ઓકે તો…કેવું ચાલે છે ફરવાનું અને શોપિંગ …?”રિદ્ધિ

“ ખૂબ જ સરસ…અને અહિયાંનું વાતાવરણ તો આવુ છે જાણે દરેક જીવમાં ઇશ્વર વસેલા હોઈ. ખૂબ જ પવિત્ર છે અહિયાંનું વાતાવરણ અને ખૂબ સાફ મનનાં છે અહિયાંનાં લોકો..” મેહુલ

“ અને સાંભળ હજુ એક જરુરી વાત . આજ મારું 3rd યરનું રિઝલ્ટ છે.” મેહુલ

“ ઓહ…સરસ શું આવ્યુ તારૂં રિઝલ્ટ ?” રિદ્ધિએ આતુરતા પૂર્વક પુછ્યું.

“ એટલાં માટે જ તો તને ફોન કર્યો છે કે તું મારું રિઝલ્ટ જોઇ આપ.” મેહુલ

“ કેમ? તું જ જોઇ લેને તારું રિઝલ્ટ છે તો. આમ પણ તારું રીઝલ્ટ છે તો તું પહેલા જોવે તો વધારે સારું રહેને..!!! રિદ્ધિ

“ હા તે વાત તો સાચી પણ હું તને મારી ‘ લકી ચાર્મ ‘ માનું છું તો પ્લીઝ તું જ જોઇ આપને રિઝલ્ટ. પ્લીઝ....” મેહુલએ વિનંતી કરી.

“ ઓકે હુ તને હમણાં જ રિઝલ્ટ જોઈને તને વોટ્સએપમાં સેન્ડ કરું છું.” રિદ્ધિ

“ઓકે” મેહુલ.

રિદ્ધિએ ફટાફટ નેટ ઓન કરીને મેહુલનુ રિઝલ્ટ ચેક કર્યું. મેહુલ A1 ગ્રેડથી પાસ થયો હતો. રિદ્ધિ એક્દમ ખુશ થઈ ગઇ અને રીઝલ્ટનો સ્ક્રીન શોર્ટ લઇ લીધો અને ફરીથી મેહુલને કોલ કર્યો.

“ હલ્લો” રિદ્ધિ

“ હેય, શુ આવ્યુ રિદ્ધિ રિઝલ્ટ?” મેહુલ.

રિદ્ધિએ મેહુલની મજાક કરવાનું વિચાર્યું આથી તેણે પોતાનો અવાજ થોડો ગંભીર બનાવ્યો.

“ મેહુલ મે તારું રિઝલ્ટ જોયું. વાત એમ છે કે….” રિદ્ધિ અચકાતા સ્વરે બોલી.

“ હા બોલ રિદ્ધિ શું…..?” મેહુલનો અવાજ થોડો ગંભીર થઈ ગયો.

“ સોરી મેહુલ….” રિદ્ધિ એક્દમ ગભરાયેલા અવાજમાં વાત કરતી હતી.

મેહુલને હવે સમજાય ગયુ હતુ કે નક્કી રિઝલ્ટ નબળું જ આવ્યું છે.. પણ તો પણ તેને રિદ્ધિનાં મોઢે સાંભળવું હતું. આથી તે હિંમત કરીને આગળ બોલ્યો,” હા બોલ રિદ્ધિ શું વાત છે?”

“તારે તારી જર્ની પુરી કરીને જલ્દી જ પાછા આવવું પડશે…કેમ કે તારે મને પાર્ટી આપવાની છે.” રિદ્ધિ નો અવાજ ઉત્સાહમાં ફેરવાયૉ.

“શુ મતલબ હું કાંઇ સમજ્યો નહીં..!!??” મેહુલે પુછ્યું.

“ મતલબ એમ કે મે તારુ રિઝલ્ટ જોયું અને તું પાસ થયો છે અને તે પણ A1 ગ્રેડથી..” રિદ્ધિએ ખુશી વ્યકત કરતાં કહ્યુ.

“ ઓહ …ગોડ…તે તો મને ડરાવી જ દીધો હતો હો.” મેહુલએ નકલી ગુસ્સો વ્યકત કરતાં કહયું.

રિદ્ધિ આ સાંભળી હસવા લાગી. રિદ્ધિની હસી સાંભળી મેહુલ એટલો ખુશ થયો જેટલો તે તેનાં સારા રિઝલ્ટનાં સમાચારથી પણ નહતો.

“ congrachulation…અને હવે તે કહે કે પાર્ટી ક્યારે આપે છે..??” રિદ્ધિ

“ thank you …અને ગુજરાત આવીને પેહલા તને પાર્ટી આપીશ.”મેહુલ

“ તો તમે ક્યારે ફરી પધારશો વતન?” રિદ્ધિ આજ મજાકના મૂડમાં હતી.

“ જલ્દીથી.” મેહુલ

“ જલ્દીથી…પણ ક્યારે..??” રિદ્ધિ

“ આવતા અઠવાડિયામાં.” મેહુલ

“ ઑકે તો હું તારી રાહમાં છું.”રિદ્ધિ

“ ઓહ…તમે અમારી રાહમાં ??” મેહુલનાં અવાજમાં ચમક હતી.

“ હવે મને કામ કરવા દઇશ.?” રિદ્ધિએ શરમાતા કહ્યું.

“ હા…હા…ઓકે તું કામ કર આપણે પછી વાત કરીએ...બાય.” મેહુલ

“બાય..” રિદ્ધિ

***

“ એક અઠવડ઼િયા પછી મેહુલ પરિવાર સાથે પાછો જૂનાગઢ આવે છે. ખૂબ જ થાકેલો હોવાથી તે એક દિવસ ઘરે આરામ કરે છે અને બીજા દિવસે ઓફિસે જઇને રિદ્ધિને સરપ્રાઈઝ આપે છે.

મેહુલ પાછળથી આવીને રિદ્ધિની આંખો મીચે છે. રિદ્ધિ ચોંકી જતા પૂછે છે….” કોણ”?

સામેથી કોઇ જવાબ ન આવતાં રિદ્ધિ ફરી કહે છે “ ઑકે હુ જ કહું …..તું મેહુલ છે ને..?”

મેહુલ રિદ્ધિની આંખો પરથી હાથ હટાવતા કહે છે ,” અરે હા હું જ….પણ તે મને કેવી રીતે ઓળખ્યો?”

રિદ્ધિએ આંખો નચાવતા કહયું,” એ જ તો ખાસ વાત છે મારી…હું નહીં કહું કેવી રીતે ઓળખ્યો મે તને…”

“ પ્લીઝ રિદ્ધિ કહે ને …મારી દોસ્ત નથી તું?” મેહુલએ રિદ્ધિને માનવતા કહયું.

“ છું ….તો..” રિદ્ધિ

“ તો કહે ને પ્લીઝ.”મેહુલ

“ ઓકે કહીશ પણ અત્યારે નહીં પછી ક્યારેક..” રિદ્ધિ

“ આ સારુ હો …” મેહુલે નકલી ગુસ્સો વ્યકત કર્યો.

“ ગુસ્સો કર કે ન કર હું તો નહીં જ કહું અત્યારે.” રિદ્ધિ

“ હા સારું.” મેહુલ

“ આ બેગમાં શું છે?” રિદ્ધિ

“ ગિફ્ટ છે તારા માટે અને ઓફીસનાં બીજા મેમ્બર્સ માટે …પંજાબથી લાવ્યો છું.” મેહુલ

“ ઓહ તુ સાચે જ લાવ્યો. હું તો મજાક કરતી હતી તે દિવસે.” રિદ્ધિ

“ ના તો પણ મારે તારે માટે કંઇક લાવવું જ હતું...અને ચાલ હવે જલ્દીથી ગિફ્ટ જોઇને બોલ ગમ્યું કે નહીં..?? પછી મારે પંકજભાઈને પણ મળવા જવું છે ઓફીસમાં અને તેમનાં માટે લાવેલ ગિફ્ટ પણ આપી આવુ.” મેહુલ

રિદ્ધિ ગિફ્ટ જોવે છે તો અચરજથી જોઇ જ રહે છે. મેહુલ તેનાં માટે પંજાબની ખાસ પ્રખ્યાત સ્તિચડ જરદૌશિ વર્કવાળી ડાર્ક બ્લુ કલરની પતિયાલા સલવાર અને પિન્ક કલરની આભલા ભરેલ શોર્ટ કૂરતિ લાવ્યો હતો.રિદ્ધિ આ ગિફ્ટ જોઇ ખૂબ જ ખુશ થઈ ગઇ.

“ અરે વાહ મેહુલ તારી પસંદ ખરેખર ખૂબ જ સુંદર છે. હું આજ વેરાયટી બજારમાં ઘણાં સમયથી શોધતી હતી પણ મને ક્યાંય મળી નહોતી.મને ખૂબ જ ગમી તારી લાવેલી ગિફ્ટ. Thnk you so Much.

”હા મારી પસંદ છે જ ખૂબ સુંદર” મેહુલે રિદ્ધિ સામે જોતાં કહ્યુ.

“ પણ મારે આ જ વસ્તુ જોઇ છે તે તને કેમ ખબર પડી??” રિદ્ધિ

“ તે હું પછી ક્યારેક કહીશ.” રિદ્ધિ

“ જો આ ખોટું. કેહવાય હો...” રિદ્ધિ

“ અને તે મને ‘ પછી કહીશ ‘ હમણાં જ કીધું તેને ખોટુ ન કેહવાય? મેહુલ મજાક કરતાં બોલ્યો.

“ એ હા સારું લઇ લે બદલો.” રિદ્ધિએ પણ નકલી ગુસ્સો વ્યકત કરતાં કહ્યુ.

“ સારૂં ચાલ હવે ગુસ્સે ન થા અને મને એ કહે કે આ રવિવારે ફ્રી છે?” મેહુલ

“ હા કેમ?” રિદ્ધિ

“ અરે મેડમ પાર્ટી તમે જ માંગી હતી યાદ કરો.” મેહુલ

“ અરે હા” રિદ્ધિ

“ તો આ રવિવારે કયાંક બહાર જઈશું.” મેહુલ

“ હા ઓકે.” રિદ્ધિ

“ હું રવિવારે સવારે જ તને લેવા આવી જઈશ.”મેહુલ

“ હમમમ...સારું.” રિદ્ધિ

“ સારુ તો ચાલ હવે હુ પંકજભાઈની ઓફીસમાં જાવ છું તેમને પણ મળતો આવુ અને ગિફ્ટ આપતો આવુ અને પછી મારા કામ માટે નીકળું.. બપોરે આવુ પાછો.” મેહુલ

“ હા ઓકે બાય.” રિદ્ધિ

***

“ ગુડ મોર્નિંગ સર “ મેહુલ

“ અરે આવ મેહુલ.. ક્યારે આવ્યો? પંકજભાઈ

“ બસ જો કાલ જ આવ્યો.” મેહુલ

“ સારું તું આવી ગયો.” પંકજભાઈ

“ ઓફીસ નું કામ કેવુ ચાલે છે ?” મેહુલે ઉત્સાહથી પુછ્યું.

“ હા બધુ બરાબર ચાલે છે.” પંકજભાઈ સહેજ ઉદાસ અવાજે બોલ્યા.

મેહુલને પંકજભાઈનો અવાજ થોડો ઢીલો લાગ્યો.આથી મેહુલે પંકજભાઈને પુછ્યું,” શું વાત છે પંકજભાઈ બધું બરાબર છે ને..? મેહુલ

“ અરે હા બધું જ ઠીક છે બસ તારા વગર આ ઓફીસ સૂની હતી.” પંકજભાઈએ સ્પષ્ટતા કરી.

“ હું આવી ગયો છું ને તમે હવે ચિંતા ન કરો હુ બધુ સંભાળી લઇશ.” મેહુલ

“ હા તારો જ તો સહારો છે..” પંકજભાઈ

મેહુલને પંકજભાઈની વાત થોડી અજીબ લાગી. પણ કદાચ તેનો વહેમ પણ હોઇ શકે તેમ માની તેને પંકજભાઈને પંજાબથી લાવેલી વસ્તુ આપી પોતાના કામ માટે નીકળી ગયો.

***

રવિવારે મેહુલ રિદ્ધિને 10:00 વાગ્યે લેવા માટે જાય છે. રિદ્ધિએ મેહુલે પંજાબથી લાવેલ પતિયાલા અને કૂર્તી પહેર્યા હોઇ છે. કાનમાં મેચિંગ ઝુમર અને મેચિંગ બિંદી લગાવેલી હતી.દર વખતેની જેમ રિદ્ધિને જોતો જ રહી જાય છે.

“ ઓહ…મેહુલ તું તો આજ ખૂબ જ સરસ લાગે છે.” રિદ્ધિ

મેહુલે પણ બ્લેક ડેનિમ જીન્સ પર ક્રીમ એન્ડ ચોકલેટ ચેક્ષનો શર્ટ પહેરેલો હતો. હાથમાં સ્પોર્ટ્સ વોચ અને ખાસ તેનાં ચહેરા પરની સ્માઈલ તેનાં ચાર્મમાં વધારો કરતી હતી.

Thnks …ચાલ હવે જઇએ..?”મેહુલ

હા પણ આપણે જઈશું ક્યાં..?” રિદ્ધિ

પેહલા આપણે કોફી પીવા જશું આપણાં ફેવરિટ કોફી શોપમાં પછી મૂવી જોવા માટે જઈશું. પછી કંઇક પ્લાન કરશું આગળ. “ મેહુલે પૂરો પ્લાન સમજાવતા કહ્યું.

બન્ને કોફીશોપમાં જઇ કોફી પીવે છે અને પછી મૂવી જોવા માટે ગયા.મૂવી જોતાં બન્નેનો હાથ એકબીજાના હાથમાં પરોવાય ગયો તેની બન્નેમાંથી કોઈને ખબર પડી. બંને એકબીજાનો સાથ ખૂબ એન્જોય કરી રહ્યાં હતાં.મૂવી પુરુ થતાં બપોરનાં 2:00 વાગી ગયા હોઇ છે એટલે પેહલા બંને લંચ માટે જાય છે.

તો મેડમ આજ તમે ઓર્ડર કરો.” મેહુલ

ના પાર્ટી તે આપી છે તો ઓર્ડર પણ તું આપીશ.” રિદ્ધિ

ના લાસ્ટ ટાઇમ પણ મેં ઓર્ડર કરેલો આથી આજે તો તારે ઓર્ડર કરવાનો છે. આમ પણ આજનો દિવસ તારા માટે સ્પેસીયલ છે એટલે બધુ તારુ ફેવરિટ થશે.” મેહુલે કહ્યુ.

ઓકે તો ચાલ હું ઓર્ડર કરું છું.” રિદ્ધિએ મેનુ હાથમાં લેતા કહ્યુ.

રિદ્ધિએ પંજાબી શાક,નાન, છાસ, સલાડ, પાપડ ,સ્નેક્સ અને લસ્સીનો ઓર્ડર કર્યો.બન્ને જમીને પછી ભવનાથ તરફ જાય છે. ત્યાં ફરતા ફરતા બન્ને અંદર સુધી પહોંચી જાય છે. ત્યાં જંગલની અંદર ઝરણું આવતાં બન્ને ત્યાં બેસી ગયા. રિદ્ધિ અને મેહુલ સફરને યાદગાર બનાવવા એકબીજા સાથે ઘણી તસવીર ખેંચી. મેહુલે રિદ્ધિની પણ અલગથી ઘણી તસવીર ખેંચી જેમા રિદ્ધિ ઝરણાં પાસે બેસીને પાણીમાં રમત કરતી હતી.

મેહુલ ચાલ એક ગેમ રમીએ.” રિદ્ધિ બોલી.

ગેમ? કેવી ગેમ?” મેહુલે પુછ્યું.

“ truth એન્ડ dare વાળી ગેમ.” રિદ્ધિએ કહ્યુ.

પણ આપણે તો બે છીએ તેમાં શું ગેમ રમશુ? તે ગેમ તો ઘણાં લોકો હોઇ તો રમવાની મજા આવે.” મેહુલ

અરે આપણાં બેમાં પણ મજા આવશે ચાલ રમીએ.” રિદ્ધિ

ઓકે .” મેહુલ

ચાલ તો પહેલો પ્રશ્ન હું કરુંપણ સાચું કહેવાનું હો.” રિદ્ધિ

નાં પહેલો પ્રશ્ન હું કરીશ.” મેહુલ

ઓકે ચાલ તું કર પહેલો પ્રશ્ન .” રિદ્ધિ

તું મને કેવી રીતે ઓળખી ગઇ જ્યારે મે તારી આંખો મીંચી હતી..?” મેહુલ

અરે તે તો સાવ સામાન્ય છે. તારા હાથ પરથી.” રિદ્ધિ

મારા હાથ પરથી? પણ કેવી રીતે? “ મેહુલે પ્રશ્ન કરતાં કહ્યુ.

હા.. તારા હાથપરથી. જો તારા હાથ પર પેહલી અંગુઠી છે તેનાં પરથી ખબર પડી ગઇ કે તું છે.” રિદ્ધિએ સ્માઈલ સાથે કહયું.

સ્માર્ટ હો બાકી તું તો.” મેહુલે કહ્યું.

ચાલ હવે મારો turn.” રિદ્ધિ

હા પૂછ મેહુલ

તને કેમ ખબર પડી કે મારી પસંદ કલરની પતિયાલા અને કૂર્તી છે?” રિદ્ધિ

વાહ મોકો જોઇને ચૉકૉ માર્યો હો બાકી..” મેહુલ

ચાલ હવે વાયડો થા અને જવાબ આપ.” રિદ્ધિ

અરે તે તો હું એમ લાવ્યો છું. પેલા દિવસે ગાર્ડનમાં તું આવાં કંઇક કપડામાં સજજ થઇને આવી હતી અને તારી પાસે વેરમાં રેડ કલર તો હતો આથી મને લાગ્યું તારા પર કલર શૂટ થશે આથી હું કલર લાવ્યો.” મેહુલે ચોખવટ કરતાં કહયું.

ઓહ….એવું..?” રિદ્ધિ.

હમમમ…” મેહુલ

ઓહ તો તું મારી પસંદનું એટલું ધ્યાન રાખે છે કે પછી શિવાની માટે પણ કંઇક લાવ્યો? અરે હું પણ પાગલ છું કેવાં પ્રશ્નો કરું છું…!!! તે તો તારા માટે ખાસ છે તો તું તેનાં માટે તો કંઇક વધારે સ્પેશિયલ લાવ્યો હોઇશબરાબરને?” રિદ્ધિ

મેહુલે રિદ્ધિને શિવાની વિશેની ખોટી વાત કહેવા બદલ ભારોભાર અફસોસ થવા લાગ્યો પણ હવે તે રિદ્ધિને બધી વાત જણાવી દેવા માંગતો હતો.આથી તેણે રિદ્ધિને કહયું,” મારે તને એક વાત કરવી છે જે ખૂબ ખાસ છે.” મેહુલ

શું વાત છે? કેમ તું આમ અચાનક સિરિયસ થઈ ગયો? બોલ મને શું વાત છે..?” રિદ્ધિ

રિદ્ધિ તારાથી મેં એક વાત છુપાવી છે જે આજે હું તને કહેવા જઇ રહ્યો છું. વાત છુપાવવા બદલ અને જો વાતથી તને ખોટું લાગે તો પ્લીઝ તું મારાથી દુર નહીં જાય તે વાતનું પેહલા તું મને પ્રોમિસ આપ.” મેહુલે રિદ્ધિની આંખમાં આંખ નાંખી વાત કરી.

તું પ્લીઝ ચિંતા કર મને તેવું કાંઇ નહીં થાય અને તુ મને વાત કહે.” રિદ્ધિએ મેહુલનો હાથ પોતાના હાથમાં લીધો.

રિદ્ધિ શિવાની નામની કોઈ છોકરી મારા જીવનમાં છે નહીં. હું તને ખોટું બોલ્યો હતો તે વાત.” મેહુલે ચોખવટ કરતાં કહ્યું.

પણ કેમ..?” રિદ્ધિએ પ્રશ્નાર્થ સ્વરે કહયું.

રિદ્ધિ હું શિવાની નામની કોઈ છોકરીને નહીં પણ તને પ્રેમ કરું છું. શિવાની તો માત્ર બહાનું હતી તારા દિલમાં શું છે મારા માટે તે જાણવાનીબાકી મારાં જીવનમાં તું પહેલી છોકરી છે જેને હું દીલથી પ્રેમ કરું છું.” મેહુલે ચોખવટ કરતાં કહયું.

રિદ્ધિની આંખોમાં આંસુ અને હોંઠૉ પર મૌન હતું.

રિદ્ધિ પ્લીઝ કંઇક તો બોલ.. હું જાણું છું કે તને મારી વાતોથી ખૂબ આઘાત લાગ્યો હશે અને તું દુઃખી પણ હોઇશ. બસ આટલા માટે હું ડરતો હતો તને વાત કહેતાં. પ્લીઝ મને માફ કરી દે. તને મારી વાતથી ખોટું લાગ્યું હોઇતો તું મને કહે.. તું કહીશ તેમ કરવાં તૈયાર છું પણ તું કંઇક બોલ.” મેહુલનો અવાજ ગળગળો થઈ ગયો.

રિદ્ધિએ મેહુલને જોરથી એક થપ્પડ મારી અને રડતાં રડતાં બોલી,” તું મને અત્યારે કહે છે વાત? પાગલ હું ક્યારની સાંભળવા રાહ જોતી હતી.” રિદ્ધિ

મતલબ તું પણ મને…..?”મેહુલ રિદ્ધિને જોતો રહી ગયો. મેહુલ ને હસવું કે રડવું કાંઇ સમજાતું નહોતું.

હા હું પણ તનેહું પણ તને તારા જેટલું ચાહું છુંઅને કદાચ તેનાંથી પણ વધારે.” રિદ્ધિ રડયે જતી હતી.

પણ તો તે મને કીધું કેમ નહીં..?” મેહુલે રિદ્ધની આંખમાંથી આસું સાફ કરતાં પુછ્યું.

કેવી રીતે કહું..? હું તને ખુશ જોવા માગતી હતી અને તું પેલી શિવાનીના પ્રેમમાં છો તેવી વાતો કરતો હતો.” રિદ્ધિ

અરે ના પાગલ હુ તો તને પ્રેમ કરતો અને તને કરું છું.. હુ તારો છું.” મેહુલ

હા તું મારો છે બીજાં કોઈનો નહીં અને હું તને કોઈનો થવા પણ નહીં દઉં.” રિદ્ધિએ મેહુલની નજીક જતા કહ્યું.

મેહુલે રિદ્ધિના કપાળને ચૂમી લીધુ અને બન્ને થોડીવાર પલને માણતા રહ્યાં.

મારી ઇચ્છા તો પેહલા તને જણાવી દેવાની હતી પણ મને ડર હતો કે કયાંક તું નારાજ થઇને મારી જોડે વાત કરવાનું છોડી દઇશ તો..?? “ મેહુલ

અને ક્યારેક હું સાચે દુર જતી રહી તો…??” રિદ્ધિ

નાં આમ ના બોલ પ્લીઝ હું તને મારાથી ક્યારેય દુર નહી જાવા દઉં.” મેહુલ

બન્ને વાતો કરતાં હોઇ છે ત્યાં મેહુલનાં ફોનની રિંગ વાગે છે . મેહલે ફોન રિસીવ કર્યો. થોડીવારમાં મેહુલના હાથમાંથી વાત સાંભળતા ફોન પડી જાય છે અને તે કાંઈ બોલવાની હિંમતમાં નથી રહેતો. તે તરત રિદ્ધિને લઇને સંજીવની હોસ્પિટલ તરફ જાય છેઆગળ

Finally મેહુલે પોતાના પ્રેમનો ઇઝહાર રિદ્ધિ સામે કરી દીધો અને રિદ્ધિએ તેણે સ્વીકારી પણ લીધો. બન્નેનાં જીવનમાં ખુશી રૂપી અમીછાંટ થઇ હતી ત્યાં એવું તેં શું થશે કે બંનેની ખુશી પર પાણી ફરી જશે..? મેહુલને કોનો કોલ આવ્યો હતો? અને શા માટે તેઓ હોસ્પિટલ તરફ જવા નીકળે છે? બધાં સવાલોના જવાબ જોશું આવતાં અંકમાં….તમારા અમુલ્ય અભિપ્રાય આપવાનું ચૂકશો નહીં….ત્યાં સુધી રાધિકા પટેલનાં સૌ વાંચક મિત્રોને જય શ્રી કૃષ્ણ..

***