22 Single - 1 in Gujarati Comedy stories by Shah Jay books and stories PDF | ૨૨ સિંગલ - 1

Featured Books
Categories
Share

૨૨ સિંગલ - 1

૨૨ સિંગલ

ભાગ-૧

હેલ્લો, વાચક મિત્રો.

મારી પહેલી નવલકથા “દોસ્ત સાથે દુશ્મની”ને સારો પ્રતિસાદ આપ્યા બદલ આપનો ખુબ ખુબ આભાર. તમારા પ્રતિભાવો જાણ્યા પછી લખવાની ઈચ્છા બમણી થઇ ગઈ. અને મારામાં એક નવા આત્મવિશ્વાસનો સંચાર થયો. તો બસ આજે લઈને ફરી આવ્યો છું, આપની સમક્ષ મારી એક નવી કૃતિ.

“દોસ્ત સાથે દુશ્મની” એક સસ્પેન્સ સ્ટોરી હતી. ત્યાર પછી કૈક નવું લખવાની ઈચ્છા થઇ. એમાં ગુજરાતી ભાષાના ખુબ જાણીતા હાસ્યકથા લેખક “જ્યોતીન્દ્ર દવે” ની બુક વાંચી અને હાસ્યકથા લખવાની ઈચ્છા થઇ. કોઈના મુખ પર સ્માઈલ લાવવું એ ખુબ જ અઘરું કામ છે, અને એ પણ લખાણ દ્વારા- તો એનાથી પણ અઘરું. મેં પણ અહિયાં એક શીર્ષક હેઠળ હાસ્યકથા લખવાનો પ્રયત્ન કર્યો છે, અને શીર્ષક છે- “૨૨ સિંગલ”.

જયારે ૨૧ મી સદીના સોશીયલ મીડિયા ના જમાનામાં ૨૨ વર્ષે સિંગલ રહેવું એ ક્યાંક તો છોકરા માટે અચીવમેન્ટ કહેવાય અથવા દુનીયાની નજરમાં કૈક કાળું-ધોળું હોવું. બસ, તો હું આવા જ એક ૨૨ વર્ષના છોકરા હર્ષની સ્ટોરી લઈને આપણી સમક્ષ આવ્યો છું. આશા રાખું છું કે આપને પસંદ આવશે. તમારા પ્રતિભાવો મોકલતા રહેશો. તમે મને email પણ કરી શકો છો, મારું મેઈલ આઈડી છે

jay.shah0908@gmail.com.

“હાય, યાર….. મારો બોયફ્રેન્ડ કાલથી મારા મેસેજનો રીપ્લાય જ નથી કરતો?”

“હમમમમ.......”

“કાલે રાત્રે ૧૦ વાગ્યે મેસેજ કર્યો હતો, અત્યારે સવારના ૧૦ થવા આવ્યા પણ હજી એણે કેમ રીપ્લાય નહિ કર્યો હોય? શું થયું હશે એને? કઈ પ્રોબ્લેમમાં તો નહિ હોય ને? મારી કોઈ ભૂલ તો નહિ થઇ ગઈ હોય ને? શું કરું યાર, કઈ ખબર નથી પડતી.”

“અરે, જો મારા ફ્રીઝે એટલી જોરથી પી કરી છે કે આખા રસોડા માં પાણી જ પાણી થઇ ગયું છે, જાણે ગટર કચરા થી ઉભરાય ને એમ. સાલું ટ્રે ને ગમે એટલી એડજસ્ટ કરું તો પણ પાણી બહાર જ પડે છે, બોલ હું શું કરું?”

“હેં? આ શું બોલે છે? હલો, હર્ષ?”

“હા, બોલ એવું કેમ થતું હશે? ટ્રે માં પાણી કેમ નથી પડતું?”

“એ યાર મને કેમ ની ખબર!!!!!??”

“હા,તો હું પણ એ જ કહું છું કે તારા બોયફ્રેન્ડ ને શું હું હશે એની મને કેવી રીતે ખબર.”

“હેં?”

“અરે યાર, થોડીક તો શાંતિ રાખ. હજી મેસેજ કર્યા ને ૧૨ કલાક થયા છે અને આજે રવિવાર છે, સુતો હશે આરામ થી, ઉઠશે એટલે આપશે રીપ્લાય. થોડોક તો એને શ્વાસ લેવા દે.”

“હા, કદાચ એવું જ હશે.ચલ પછી વાત કરું, બાય.”

બોલો સાહેબ, આ છે ૨૨ વર્ષના સિંગલ યુવાનના રવિવારની સવાર. હા, આ જ છે, લેખનો નાયક એટલે કે આપણો હીરો એટલેકે જેની મમ્મી એને પ્રેમથી ચીકુ કહીને બોલાવે છે (પ્રેમ-બેમ કઈ નહિ વિરાટ કોહલી ને બધા ચીકુ-ચીકુ કહે છે એટલે આ ભાઈ એ પણ બધાને ઘરમાં આ જ નામ થી બોલાવવા માટે કીધું છે), પાન કાર્ડ અને આધાર કાર્ડ પ્રમાણે નામ હર્ષ.

આજકાલ ના ૨૨ વર્ષ ના યુવાનો ને કેવા પ્રોબ્લેમ હોય. કોઈનો હબી, કોઈનો બેબી, કોઈની ડાર્લિંગ- રીપ્લાય ના આપે, બ્રેક-અપ, પેચ-અપ થાય, એકતરફી લવ હોય, ક્રશ થાય, લવ ટ્રાયંગલ બને, અને હમણાં જે પેલો નવો વા આવ્યો છે એ કેમ ભૂલાય- ફ્રેન્ડ-ઝોન વા અને ભાઈ-ઝોન વા.

પણ આ બધુ કરતા હર્ષ બિચારો સિંગલ છે. એન્જીનીયરીંગ કર્યા પછી બે મહિના ઘરે બેઠો ત્યારે જોબ મળી (થોડી જલ્દી કહેવાય નહિ!!!??). ઘરથી દુર બીજી સિટીમાં જવું પડ્યું, પણ ગયો. રૂમમાં એકલો રહે છે. ઘરના બધા કામ જાતે કરવાની એષણા ભાઈ માં બહુ જ છે એટલે જાતે જ કરવાનો આગ્રહ પણ રાખે છે. અને એમાં કેવા કેવા પ્રોબ્લેમ આવે છે એનું તો એક ઉદાહરણ જોઈ જ લીધું ઉપર.

પણ આ તો હજી ટ્રેઈલર છે, આ લઘુવાર્તાઓમાં હજી તો ઘણી બધી કડી ઉમેરાશે. આ ૨૨ વર્ષ ના સિંગલ અને એકલા રહેતા હર્ષ ને કેવા કેવા પ્રોબ્લેમ થાય છે અને એમાંથી કેવી રમુજ ઉપડે છે એ જોઈશું આપણે આ “૨૨ સિંગલ” માં.

***

ભાઈ ની ગર્લફ્રેન્ડ

હર્ષ નો એક નાનો ભાઈ છે, ૧૨ સાયન્સમાં ભણે છે. અને ભાઈ ની એક ગર્લફ્રેન્ડ છે અને પોતે લુખ્ખો. ભાઈ એ કેમ ની ગર્લફ્રેન્ડ બનાવી એ જાણવું છે પણ મોટા ભાઈ ના અહં ની લીધે સીધુ તો પુછાય નહી એટલે એક તરકીબ કરે છે.......

(હર્ષ અને એના મિત્ર વચ્ચે ની વાતચીત )

ફ્રેન્ડ : “હાય,શું છે ભાઈ?”

હર્ષ : “કઈ નહિ ,આ બેઠા. તું બોલ.”

ફ્રેન્ડ : “કઈ નહિ હું પણ આ બેઠો. ઘણી વાર નવરા બેઠા બેઠા કંટાળો આવે તો થોડું કઈ કામ કરી લઉં.”

હર્ષ : “બરાબર. તમારે સાલી શાંતિ છે. બોલ, શું કરે ભાભી?”

ફ્રેન્ડ : “કોની ભાભી? કેવી ભાભી ? શું લ્યા સિંગલ લોકોની મઝાક ઉડાવે.”

હર્ષ : “બે મને હમણાં જ ખબર પડી કે મારા ભાઈ ની ગર્લફ્રેન્ડ છે.”

ફ્રેન્ડ : “શું વાત કરે!!! પણ એમાં કોઈની જલતી હોય એવી બૂ કેમ આવે?”

હર્ષ : “હા, ખરેખર જલન થાય છે.” “એની ગર્લફ્રેન્ડ?!!!! કેમ ની હોય? હજી તો બચ્ચું છે.દેખાવે તો મારા કરતા ય જાય એવો છે.”

ફ્રેન્ડ : “પૂછી જો તારો જ ભાઈ છે.”

હર્ષ : “ના એવું થોડું પુછાય. મોટા ભાઈ તરીકેની કઈ ઈજ્જત હોય કે નહિ.”

થોડી વાર વિચાર્યા પછી “તું પૂછી જોય તો??”

ફ્રેન્ડ : “તારે પટાવવી ને? તું પૂછ. હું નહિ પડું એમાં.”

હર્ષ : “ભાઈ ને ના પડે. બસ ને, આવી તારી ફ્રેન્ડશીપ??”

ફ્રેન્ડ : “એય, ચલ અવે. ઈમોશનલ અત્યાચાર ના કર. જયારે હોય ત્યારે ફ્રેન્ડશીપ ના નામે બ્લેકમેલ કરે છે. કાલે આવું છું તારા ઘરે ત્યારે વાત કરીશ તારા લાડકા ભાઈ સાથે.”

(ફ્રેન્ડ અને હર્ષના ભાઈ વચ્ચેની વાતચીત)

ફ્રેન્ડ : “ઓ છોટુ. તારી ગર્લફ્રેન્ડ તો લા બહુ જોર લાગે એવી ખબર પડી.”

હર્ષનો ભાઈ : “કેમ ભાઈ એ કીધું? એ વિચારતા હશે નહિ કે મેં કેમની પટાવી.”

ફ્રેન્ડ : “હા એટલે અમે જ્યારે તારી ઉંમરના હતા ત્યારે ....”

હર્ષનો ભાઈ : “બસ બસ, તારી ઉંમર એટલે, હું કઈ પોલીયો ના બુંદ પીતો બચ્ચો નથી. કોઈને પીવડાવવા પેદા કરી શકું એવો છું.”

ફ્રેન્ડ : “હમમમમ....”

હર્ષનો ભાઈ : “ખબર છે , તમારી અને ભાઈ ની ગર્લફ્રેન્ડ કેમ નથી.”

ફ્રેન્ડ : “કેમ?”

હર્ષનો ભાઈ : “હા હા હા, ભાઈ છોકરી સાથે કેવી વાત કરે ખબર.?”

એકવાર ભૂલમાં ભાઈ નો ફોન હાથમાં આવી ગયો અને ભાઈ પાછા એકદમ શરીફ એટલે ફોનમાં લોક તો હોય નહિ. whatsapp ના મેસેજ વાંચ્યા, કોઈ કાવ્યા સાથે વાત કરતા હતા.”

ફ્રેન્ડ : “એની હાહરી, કાવ્યા સાથે??!!!! મરી ગયો સાલો.”

હર્ષનો ભાઈ : “કાવ્યા સાથે દેશ વિદેશ ની વાતો કરે.”

ફ્રેન્ડ : “ઓહોઓ...”

હર્ષનો ભાઈ : “ના ના, ત્યાં ફરવા જવાની ને એવી નહિ. ત્યાના પ્રમુખ નું નામ પૂછે, પછી ત્યાં શું શું થાય છે એ વિષે પૂછે. કાવ્યાને તો ભાઈ GST વિષે સમજાવતા હતા. હા હા હા. બિચારી કાવ્યા, જવાબ માં ખાલી હમમમમ, હા ,ના, બસ એમ જ કરે.”

ફ્રેન્ડ : “તો શું થયું?”

એના ભાઈ એ એકદમ સ્ટ્રોંગ લુક આપતા કહ્યું “બસ એટલે જ તમે સિંગલ છો. છોકરીઓ ને ભાષણ ના અપાય. એમી સાથે તો મસ્ત વાતો કરાય, થોડું ફલર્ટ કરાય ,એમની તારીફ કરાય, મુવી સિરયલ ની વાતો કરાય.”

ફ્રેન્ડ : “તને બહુ અનુભવ લાગે ભાઈ..”

હર્ષનો ભાઈ : “જાવ જાવ, તમે ને ભાઈ બંને સરખા. જો જો સિંગલ જ મરશો. મમ્મી કોઈ છોકરી બતાવે ને તો આનાકાની કર્યા વગર ઘોડી એ ચડી જજો ,નહિ તો આખી જીન્દગી હાથ હલાવતા રહી જશો.”

નાનો ભાઈ ખાલી ઉમરમાં જ નાનો હતો ,બાકી તો બધાને ચડે એમ હતો, ફ્રેન્ડ તો બિચારો ગમ ખાઈ ગયો.

“અને હા, ભાઈ કહેતા હતા કે એ એમની ખુદ ની ઇચ્છાથી સિંગલ છે. એમને જરાક કહેજો કે અરીસામાં એક વાર બરાબર એમનું મોઢું જોઈ લે, દાઢી રાખવાનો ટ્રેન્ડ ચાલે એટલે એવું નહિ કે જે બે-ચાર વાળ ફૂટ્યા હોય એ વધારતા જ જવાનું, જરા જોવાનું કેવા દેખાય છે એ. સીધે સીધુ જ કહી દેતા હોય કે કોઈ છોકરી સામે જોતી પણ નથી.”

હર્ષનો ભાઈ જે રીતે બોલતો હતો જાણે આજે જ એની જવાની ફૂટી હોય. કદાચ બાળપણથી હર્ષે એને જે હેરાન કર્યો હશે એનો બધો ગુસ્સો ફ્રેન્ડ સામે કાઢ્યો. ફ્રેન્ડ તો બિચારો શું બોલે, હજી વધારે ઈજ્જત નીકળે એ પહેલા ભાગ્યો ત્યાથી સીધો હર્ષ પાસે. હર્ષ પાસે જઈને હર્ષ ની ૩૪ ની સાઈઝ ની બમ પર એક જોરથી મારી અને એના ભાઈ સાથે થયેલી બધી વાત કરી.

“જોયું ભાઈ, સિંગલ છીએ તો જાણે અપંગ જેવું ફીલ કરાવે છે. જ્યાં જાવ ત્યાં ફ્રેન્ડ મળે અને એક જ સવાલ- શું કરે ભાભી. જો ના પાડી દીધી કે નથી તો પેહલા તો આપણને ધ્યાનથી જોશે - જાણે પોતે મોટો સીઆઈડી ઓફીસર હોય અને કોઈ કાતિલ એમની સામે આવી ગયો હોય, પછી એટલુ જોરથી હસશે. આ કરતા તો અપંગ હોઈએ એ સારું , સહાનુભુતિ તો મળે. કોઈ વાર તો આવું દિમાગ જાય ને કે સાલાને બે પગની વચ્ચે એવું મારું કે એની ગર્લફ્રેન્ડ ભવિષ્યનું વિચારીને એને છોડીને જતી રહે.

ખબર છે, તને? એન્જીનીયરીંગ ના પહેલા સેમ માં હું જ્યાં રહેતો હતો ત્યાં બાજુમાં ચોથા ધોરણમાં ભણતો એક છોકરો હતો. એક દિવસ આમ જ હું મોબાઈલ લઈને બેઠો હતો અને કંઇક થયું એટલે હસ્યો તો મને પૂછે, ગર્લફ્રેન્ડ?? મેં કીધું ના ફ્રેન્ડ છે, તો આવડું નાનું બચ્ચું કહે કે બધી છોકરીઓ પહેલા આવું જ કહે પછી ગર્લફ્રેન્ડ બની જાય. છોકરીની “ના માં જ હા” હોય છે. હું વિચારતો જ રહ્યો કે આવું ‘પાવન’ જ્ઞાન આ ‘પામર’ જીવમાં ક્યાંથી આવ્યું. હજી બાકી હોય એમ મને મારી ઉંમર પૂછી, મેં કીધું ૧૮ વર્ષ. તો પાછો કહે- તો તો બોસ તમારી 4 ગર્લફ્રેન્ડ હોવી જ જોઈએ. મેં પૂછ્યું કઈ રીતે? તો મને કહે જો મારી ઉંમર દસ વર્ષ છે અને મારી બે ગર્લફ્રેન્ડ છે તો તમારી ચાર હોવી જ જોઈએ. બાકી તમે મર્દ ના કહેવાવ.

બોલ લા, આ દસ વર્ષ નો ટેણીયો મને નામર્દ કહી ગયું. મેં કીધું ગલફ્રેન્ડ બનાવી તો દેવાય પછી એના નખરા કોણ સહન કરે. ત્યારે પાછુ જ્ઞાન આપ્યું- એમનું સાંભળવાનું જ નહિ અને બંને ને ખબર હોવી જોઈએ કે આપણી એક કરતા વધારે ગર્લફ્રેન્ડ છે. મેં કીધું - દોસ્ત એવું ખબર પાડવા દઇયે તો જીવતા ના બચીએ. મને કહે - ના એમ કરવાથી એને ખબર પડે કે હું લડાઈ કરીશ અને છોડવાની વાત કરીશ તોં આને કોઈ ફર્ક નહિ પડે કારણકે આપણી એક કરતા વધારે છે એ તો એને ખબર જ છે.

બોલ, અને પછી તો હું એને શાષ્ટાંગ પ્રણામ લાગ્યો તો વળી મને ચાર ગર્લફ્રેન્ડ દેવો ભવ ના આશીર્વાદ આપ્યા.”

ફ્રેન્ડ : “બસ બસ પગલે અબ રુલાયેગા ક્યાં. આ હું છું ને તારી ડાર્લિંગ.”

બંને પોતાના હાથમાં લવ-લાઈન શોધવા લાગ્યા.

પ્રિકેપ :

(કોઈ પણ છોકરાનું બ્રેકઅપ થવાનું કારણ શું હોઈ શકે ? આમ તો ઘણા બધા હોઈ શકે, પરંતુ આવતા ભાગમાં કહીશ હર્ષના બ્રેકઅપ નું કારણ, ‘સબસે અલગ કુછ હટકે’ કારણ સાથે...… ત્યાં સુધી હસતા રહો, ખુશ રહો.)