Devil - EK Shaitan -11 in Gujarati Horror Stories by Jatin.R.patel books and stories PDF | ડેવિલ એક શૈતાન-૧૧

Featured Books
Categories
Share

ડેવિલ એક શૈતાન-૧૧

ડેવિલ : એક શૈતાન

ભાગ ૧૧

રાધાનગર શહેર માં બની રહેલી ઘટનાઓ માં ઘણા લોકો ની હત્યા થાય છે-વાઘેલા એ હત્યારા નું વર્ણન દૈત્ય તરીકે કરે છે-પત્ની પીનલ ની બુદ્ધિ અને ફાધર થોમસે આપેલી ઈશ્વરીય વસ્તુઓ ના ઉપયોગ થી અર્જુન એ દૈત્ય ને મારી નાંખે છે-એ દૈત્ય ની ઓળખાણ થોડા સમય પહેલા મૃત પામેલા નાગેશ તરીકે થાય છે-અર્જુન ને એક બીજો રહસ્યમયી લેટર મળે છે-નાગેશ ની લાશ ને ચોરનાર સંદિગ્ધ વ્યક્તિ દ્વારા વિજકરંટ થી મૃત પામેલી આરઝુ નામ ની મહિલાની લાશની પણ કબર ખોદી ને ચોરી કરવામાં આવે છે-હવે આગળ......

અર્જુન ને પત્ર મળ્યા પછી ૨૦ દિવસ જેટલો સમય વીતી ગયો છતાંપણ રાધાનગર માં કોઈપણ પ્રકારની નવી ઘટના આકાર પામતી નથી.આ વાત અર્જુન ને ઘણી રાહત આપી રહી હોય છે..ધીરે ધીરે એનો વિશ્વાસ દ્દઢ થતો જાય છે કે રહસ્યમયી લેટર મોકલાવનાર વ્યક્તિ નો આશય પોતાને હેરાન કરવાનો હશે.

૧ મહિના સુધી ભય અને ખૌફ ના ઓથાર નીચે રહેલા રાધાનગર ના પ્રત્યેક નાગરિક અત્યારે પહેલાંની માફક હર્ષોલ્લાસ થી પોતાની જીંદગી જીવી રહયા હતા.પોતાની જીંદગી માં આવેલી આ ખુશી નો શ્રેય સમસ્ત રાધાનગર વાસી અર્જુન અને એના સ્ટાફ ને આપી રહ્યા હતા.એમાં પણ અર્જુન ને તો શહેર ના નાના મોટા ફંકશન માં ખાસ આમંત્રણ આપવામાં આવતું.

૨૬ મી જાન્યુઆરી એ રાધાનગર માં યોજાતા ધ્વજારોહણ કાર્યક્રમ માં અર્જુન ને મુખ્ય અતિથિ ની ખુરશી આપવા માં આવી હતી.પ્રજાસતાક દિવસ ને અનુરૂપ જ્યારે અર્જુન ને સ્પીચ આપવાનું કહેવામાં આવ્યું ત્યારે એને ખૂબ સરસ વાતો યુવા વર્ગ ને ઉદ્દેશી ને કહી.

"યુવા મિત્રો જો જીંદગીમાં સફળ થવું હશે તો તમને મળેલું દરેક કાર્ય પુરી મહેનત અને લગન થી કરો.હું મારી હથેળી ની રેખાઓ પર વિશ્વાસ નથી રાખતો કેમકે મને હથેળીની રેખાઓ કરતા મારા કાંડા ની તાકાત પર વધુ વિશ્વાસ છે.હંમેશા પોતાના માતાપિતા નું અને વડીલો નું સમ્માન કરો.દેશ અને તમારા કર્મ પ્રત્યે વફાદાર રહેશો તો સફળતા તમારા કદમ ચુમશે"

ત્યાં હાજર સૌ એ અર્જુન ની સ્પીચ ને તાળીઓના ગળગળાટ થી વધાવી લીધી હટી.રાધાનગર માં ઘણા યુવાનો હવે અર્જુન ને પોતાનો રોલમોડલ માનવા લાગ્યા હતા.આવી જ એક છોકરી હતી બીરવા પટેલ.૨૧ વર્ષ ની બીરવા અત્યારે શેઠ કાશીનાથ કોલેજ ના બેચરલ ઓફ સાયન્સ ના ૩જા વર્ષ માં અભ્યાસ કરતી હતી.ભણવામાં ખુબ તેજસ્વી એવી બીરવા ને જાસુસી કથાઓ વાંચવાનો ગાંડો શોખ હતો.બીરવા અર્જુન ને ૩-૪ વાર મળી હતી અને કાનુન વ્યવસ્થા પર થોડી ઘણી ચર્ચા પણ કરી હતી.અર્જુન અને બીરવા પરસ્પર એકબીજા ની બુદ્ધિક્ષમતા માટે માન ધરાવતા હતા.

૧૪ મી ફેબ્રુઆરી નો દિવસ હતો..આજનો દિવસ દુનિયાભર માં વેલેન્ટાઈન ડે તરીકે ઉજવાતો હતો.સંત વેલેન્ટાઈન ની યાદ માં ઉજવાતો આ દિવસ પશ્ચિમ ના દેશો ની જેમ પુરા ભારત માં ધીરે ધીરે ઘણા વેગ થી યુવાનોમાં ખૂબ જ ફેમસ થઈ ગયો હતો.

લાખો યુવાન ધડકતા હૈયા સાથે ભારે ઉત્કંટના થી આ દિવસની જાણે પ્રતીક્ષા કરી ને બેઠા હોય એવું લાગતું હતું.પરસ્પર દિલ માં રહેલા પ્રેમ ને એકબીજા સામે જાહેર કરવાનો અને પોતાના પ્રેમ નો પ્રસ્તાવ મુકવાનો આ એક ઓફિશિયલી દિવસ રહેતો.

યુવક-યુવતી ઓ હાથ માં ગુલાબ સાથે અત્યારે રાધાનગર માં આવેલ બગીચા અને કાફે માં જોવા મળી રહ્યા હતા.ઘણા યુગલો ભલે જુના પ્રેમી હોય પણ આ દિવસ ની રાહ જોઇને બેસતાં. ઘણા ના દિલ તૂટતાં તો ઘણા ના દિલ નું મિલન થતું.

ઠંડી નું પ્રમાણ ધીરે ધીરે ઘટી ગયું હોવાથી અત્યારે રાધાનગર ની સડકો પર ફેશનેબલ કપડાં માં યુવક યુવતી ઓ નજર આવી રહ્યા હતા.જેની જેવી કેપેસિટી એવી ગિફ્ટ એ પોતાના પ્રિય પાત્ર માટે લાવતા.કોલેજીયન યુવક યુવતી થી રાધાનગર ના રેસ્ટોરેન્ટ અને કાફે માં રીતસર ની ભીડ જામી હતી.પ્રેમ ના આ દિવસે પ્રેમ ના સાગર માં ડૂબકીઓ મારવાની તૈયારી રૂપે ઘણા ગેસ્ટહાઉસ અને ફાર્મહાઉસ પહેલા થી જ પેક થઈ ગયા હતા.

નાયક ની ફેમિલી પણ હવે રાધાનગર માં રહેવા આવી ગઈ હતી.વાઘેલા પણ હવે સંપૂર્ણ સ્વસ્થ થઈ પોતાની ડ્યૂટી પર પાછો જોઈન થઈ ગયો હતો.રાધાનગર શહેરમાં પહેલાં થી જ કોઈ ગુનાકીય પ્રવૃત્તિ થતી ન હોવાથી પોલીસકર્મી ઓ ને એકંદરે શાંતિ રહેતી.

અર્જુન ને પણ રાધાનગર માં અત્યારે ચાલી રહેલા શાંત માહોલ ને લીધે પૂરતી રાહત હતી.કોઈ કામકાજ ના હોવાથી અર્જુન ડ્યૂટી ના ટાઈમ સિવાયનો સમય મોટાભાગે પીનલ માટે ફાળવતો હતો.પીનલ પણ અર્જુન ના સહવાસ માં ખૂબ ખુશ માલુમ પડતી હતી.

આજ થી ૪ વર્ષ પહેલાં આજના દિવસે જ અર્જુને પીનલ ને પ્રપોઝ કર્યો હતો.પીનલે પણ અર્જુન ના પ્રેમ નો સ્વીકાર કરી એ દિવસ ને યાદગાર બનાવી દીધો હતો.દરવર્ષે અર્જુન આ દિવસ ની ઉજવણી પીનલ સાથે ઘણા પ્રેમ થી કરતો,એટલે આજે પીનલ અર્જુન ના આવવાની રાહ જોઇને ઘર માં બેઠી હતી.

રાત ના ૯:૩૦ વાગી ગયા હતા પણ અર્જુન આવ્યો નહીં એટલે પીનલે એના ફોન પર કોલ લગાવ્યો પણ અર્જુન નો ફોન સ્વીચઓફ આવતો હતો.૪-૫ વાર ટ્રાય કરવા છતાં કોલ નહીં લાગવાથી પરેશાન પીનલે મનોમન અર્જુન આવશે તો એને બરાબર ખખડાવી નાંખશે એવું પણ નક્કી કરી દીધું હતું.

અચાનક લાઈટ જતી રહી..ઘર માં બધે અંધારું થઈ ગયું એટલે પીનલ અજવાળું કરવા મીણબત્તી શોધવા માટે રસોડામાં ગઈ.પીનલે રસોડામાં પ્રવેશતા જ મહેસુસ કર્યું કે કોઈ એની પાછળ છે.પીનલ ના દિલ ની ધડકનો એટલા જોરથી ધડકવા લાગી કે અત્યારે એને પણ પોતાના દિલ ની ધડકનો સંભળાઈ રહી હતી.એને પોતાના સુકાયેલા ગળા માં થૂંક ઉતાર્યું અને પાછળ ફરી ને જોયું.

પાછળ જોતાની સાથે જ પીનલ નો જીવ તાળવે ચોંટી ગયો.એની આંખો સામે કોઈ મોં પર રૂમાલ વીંટેલી વ્યક્તિ હાથ માં ચાકુ લઈને ઉભી હતી.પીનલ ચીસ પાડવા જતી હતી પણ ચાકુવાળી વ્યક્તિ એ પોતાના મોં પર આંગળી રાખી એને ચૂપ રહેવા ઈશારો કર્યો.એનો ઈશારો સમજી પીનલે પોતાની ચીસ પોતાના ગળા માંજ દબાવી રાખી.

પેલા ચાકુવાળા વ્યક્તિ એ ચાકુ પીનલ ના ગળા પર રાખી દીધું અને પોતે પીનલ ની પાછળ આવી ગયો.પોતાના હાથના જોર વડે એ વ્યક્તિ પીનલ ને બેડરૂમ સુધી લઈ ગયો.પીનલ ના શરીર માં અત્યારે ડર ના લીધે ધ્રુજારી ફરી વળી હતી.!

"તમારે જે જોઈએ એ લઈ લો પણ મને કંઈ ના કરતા.."પીનલે ડરતા ડરતા કહ્યું.

"મારે કંઈપણ નથી જોઈતું તું આંખો બંધ કરી ને બોલ્યા વગર ચૂપચાપ ઉભી રે" ચાકુવાળા વ્યક્તિ એ કકર્ષ અવાજ માં પીનલ ને કહ્યું.

પીનલે બીક ના લીધે પોતાની આંખો મીંચી દીધી,આમપણ અત્યારે અંધારું હોવાથી આંખો ખુલ્લી હોય કે બંધ કોઈ ફરક પડવાનો નહોતો. પીનલ મનોમન કામના કરી રહી હતી કે અર્જુન કોઈપણ રીતે આવી જાય.

થોડીવાર સુધી નીરવ શાંતિ પછી એ વ્યક્તિ એ પીનલ ને કહ્યું "હવે તું આંખો ખોલી શકે છે"

પીનલે ડરતા ડરતા આંખો ખોલી તો એની સામે જે દ્રશ્ય હતું એ જોઈ પીનલને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો આવી રહ્યો.એના બેડરૂમ માં અત્યારે એની અને અર્જુન ની વિશાળ સાઈઝ ની ફોટોફ્રેમ રાખવામાં આવી હતી.એના આગળ એક ત્રિપાઈ પર ચોકલેટ ફ્લેવર ની કેક પર I LOVE PINAL લખેલું હતું.બેડ ને ગુલાબ ના ફૂલ ની પાંખડીઓ થી સજાવવામાં આવ્યો હતો.પીનલ ની આંખ માં હર્ષ ના આંસુ ઉભરાઈ આવ્યા અને એને ફરીને પાછળ ઉભેલી વ્યક્તિ ને પોતાની બાહોમાં લઈ લીધી.

એ ચાકુવાળી વ્યક્તિ બીજી કોઈ નહીં પણ અર્જુન હતો,એને પીનલ ને સપ્રાઇઝ કરવાના ઉદ્દેશ થી આ બધું કર્યું હતું.

"શું તમે પણ..આવું તો કોઈ કરતું હશે..તમને ખબર છે હું કેટલી બધી ડરી ગઈ હતી.."પીનલે ધીમા હાથે અર્જુન ની છાતી માં મુક્કા મારતાં કહ્યું.

"પીનલ જો મેં તને આમ ડરાવી ના હોત તો તારા આ ચહેરા પર અત્યારે જે મસ્ત સ્માઈલ જોવા મળી રહી છે એ જોવા ના મળત"અર્જુને પીનલ ની રેશમી ઝુલ્ફો માં હાથ ફેરવતા ફેરવતા કીધું.

"પણ સાવ આવો મજાક તો કોઈ કરતું હશે..બીકમાં ને બીક માં મારો જીવ જતો રહ્યો હોત તો?"પીનલે અર્જુન ના ખભા પર માથું મૂકીને કહ્યું.

"અરે પાગલ તું તો મારો શ્વાસ છે..હું જીવતો હોય ત્યાં સુધી તને કંઈ થવા દઉં ખરો મારી વ્હાલી.આકાશ નો પુનમ નો ચાંદ આજે ધરતી પર આવ્યો હોય એવું લાગે છે.."અર્જુને પીનલ ની ફરતે પોતાના હાથ વીંટાળતા કીધું.

"હા હવે વ્હાલી વાળા ના જોયા હોય તો મોટા...આજે તમારા ઈરાદા સારા નથી લાગી રહ્યા"પોતાના ચાંદ જેવા ચહેરા પર શરમ ની લાલિમા સાથે પીનલે કહ્યું.

"ચાલ હવે આજે આપણા પ્રેમ સંબંધ માં બંધાયા ના ચાર વર્ષો નું સેલિબ્રેશન કરીએ"અર્જુને પીનલ નો હાથ પકડી કેક રાખી હતી એ ત્રિપાઈ સુધી લઈ જતા કહ્યું.

બંને એ સાથે મળી કેક કટ કરી અને પછી એકબીજા ને વારાફરથી ખવડાવી.રૂમ માં ફેલાયેલી આછી રોશની માં અત્યારે બંને જણા મસ્તી ના મૂડ માં આવ્યા હોય એમ એકબીજા પર કેક લગાવવા લાગ્યા.જ્યારે બંને ના પુરા કપડાં કેક થી ગંદા થઈ ગયા ત્યારે પીનલ અને અર્જુન સાથે જ બાથરૂમ માં ઘુસ્યા.

ધીરે ધીરે બંને એ એકબીજા ના શરીર પર ના કપડાં ના આવરણ ને દૂર કર્યા અને પછી શાવર ચાલુ કર્યું. શાવર માંથી વરસતી પ્રત્યેક બુંદ જ્યારે પીનલ ના પારદર્શક આંતરવસ્ત્રો ને ભીંજવતી નીચે પડતી ત્યારે અર્જુન ના પુરુષ દેહ માં જાણે ઠંડી નું એક લખલખું પસાર થઈ જતું હતું.

પાણી ધીરે ધીરે બંને ને પૂર્ણ પણે ભીંજવી રહ્યું હતું.આંતરવસ્ત્રો માંથી પણ હવે એકબીજા ના જનનંગો સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા.જ્યારે પોતપોતા ના શરીર ની ગરમી હદ બહાર વધી ગઈ ત્યારે બંને એ એકબીજા ની આંખોમાં જોયું અને એકબીજા માં સમાવાની હોડ રૂપે લપાઈ ગયા.

ટીપ ટીપ કરીને વરસતું પાણી બંને ના હોર્મોન્સની માત્રા ને વધારવા માટે કાફી હતા.અર્જુને પીનલ ના અને પીનલે અર્જુન ના આંતરવસ્ત્રો ને દૂર કરી ને એકબીજા ને સંપૂર્ણ નિઃવસ્ત્ર કરી દીધા.

અર્જુને પીનલ ની સામે જોયું તો શરમ ના લીધે એને પોતાના બંને હાથ પોતાના ઉન્નત ઉરોજ પર રાખી ને એને છુપાવવાની નાકામ કોશિશ કરી જોઈ.અત્યારે એની આંખો માં સ્ત્રી સહજ શરમ ની સાથે એક પ્રેમભર્યું આમંત્રણ અર્જુન ને મહેસુસ થઈ રહ્યું હતું.

અર્જુને પોતાના હાથ વડે પીનલ ના હાથ ને એની છાતી પર થી દુર કર્યા અને એના કોમળ મુલાયમ અધરો પર પોતાના અધર રાખી દીધા.અર્જુન ની આ હરકત થી પીનલ જાણે કોઈ વેલ વૃક્ષ ફરતે વીંટળાઈ જાય એમ એના દેહ ને વીંટળાઈ ગઈ.અત્યારે બંને ના શરીર એકબીજા ને ચીપકી નએ એકબીજામાં સમાઈ ગયા હોય એવું લાગી રહ્યું હતું.

અર્જુને ધીરે રહી ને પીનલ ની પીઠ પર રહેલો પોતાનો હાથ પીનલ ના સ્તન યુગમ પ્રદેશ માં લાવી ને ધીરે રહીને દબાવ્યો.અર્જુન ની આ ચેષ્ઠા પીનલ ને પરમ સુખ ની અનુભૂતિ કરાવી રહી હતી.ધીરે ધીરે એની આંખો માં પ્રેમ અને વાસના નો મીશ્રીત નશો પ્રસરાઈ રહ્યો હતો.હજુ પણ બંને ના હોઠ એકબીજા માં બીડાયેલા હતા.જ્યારે અર્જુન ની દાઢી અને મૂછ ના વાળ પીનલ ના મુલાયમ મુખ પર કાંટા ના જેમ ચુભતા ત્યારે એના મોઢે થી એક મીઠી આહ નીકળી જતી.

અર્જુન થી હવે ધીરજ કરવી અશક્ય બની ગઈ.પાણી થી ભીંજાયેલા પીનલ ના દેહ ને જોઈને અર્જુન ને ખજુરાહો ના મંદિર માં કંડારેલી કોઈ બેનમૂન પ્રતિમા નો અહેસાસ થઈ રહ્યો હતો.અર્જુન પોતાની જાત ને અત્યારે નસીબદાર સમજી રહ્યો હતો કે એના લગ્ન આવી સૌંદર્ય ની મૂર્તિ સમાન સ્ત્રી સાથે થયા હતા.એના પ્રેમ નો એક છાંટો મળી જાય તો પણ કોઈનું જીવન ધન્ય બની જાય.જ્યારે આવી વિનસ ની દેવી જેવી સ્ત્રી દ્વારા પોતાને તો આખો પ્રેમ સમુદ્ર પીવા મળી રહ્યો હતો જે અત્યારે અર્જુનની અધીરાઈ માં વધારો કરી રહ્યો હતો.

અર્જુને પીનલ ને ઊંચકી લીધી અને એને ઉઠાવી ને બેડ પર લાવી સુવડાવી દીધી.પીનલ ની આંખો અત્યારે બંધ હતી.પીનલ ની ખૂબસૂરતી નો નશો ધીરે ધીરે અર્જુન ને પાગલ કરી રહયો હતો.પીનલ પણ અત્યારે અર્જુન તરફ થી કોઈ પ્રતિક્રિયા થાય એની રાહ જોઇને બેઠી હતી.રાહ જોતા જોતા એના વધી રહેલા શ્વાસો શ્વાસ ના લીધે એની છાતી નો ઉંચો નીચો થઈ રહેલો ભાગ અર્જુન થી છુપો નહોતો.

જ્યારે અર્જુન ને ખબર પડી કે પીનલ હવે પોતાની અંદર એને સમાવવા માટે હવે ઉતાવળી બની છે તો એને ઘડી નો પણ વિલંબ કર્યા બાદ પોતાના ફોલાદી દેહ નો સંપૂર્ણ ભાર પીનલ ના નાજુક દેહ પર રાખી દીધો.પીનલ પણ આજ પલ ની રાહ જોઈ બેઠી હોય એમ આંખો ખોલી ને અર્જુન ની આંખો માં જોઈ રહી.

બંને વચ્ચે શબ્દોમાં તો કોઈ વાતચીત ના થઈ પણ એકબીજા ની આંખો ઘણું બોલી ગઈ એવું લાગતું હતું.ફરી થી બંને એ એકબીજા ના અધરો ને ચુમવાનું શરૂ કરી દીધું.આ વખતે તો ક્યારેક અર્જુન પીનલ ના આખા શરીર પર ચુંબનો ની વર્ષા કરતી તો ક્યારેક પીનલ અર્જુન ના શરીર પર.

પછી શરૂ થઈ એકબીજા ને પ્રેમ આપવાની હરીફાઈ જેમાં કોનો હાથ ઉપર છે એ તો સમજી શકાય એમ નહોતું.ક્યારેક અર્જુન હાવી થતો જણાતો તો ક્યારેક પીનલ.જાણે વર્ષો ના તરસ્યા રણ માં ભટકતા મુસાફરો ને મીઠા જળ નો વેરડો મળી જાય અને એ પોતાની તરસ છીપાવે એમ અર્જુન અને પીનલ પોતાના પ્રેમ ની તરસ છીપાવી રહ્યા હતા.

ઘણો સમય એકબીજા ને પ્રેમ નો આસ્વાદ આપવાની આ મીઠી લડાઈ ચાલુ રહી.એકબીજા ના પ્રેમસાગર માં ડૂબકી લગાવવાની આ કોશિશે એમના દરેક અંગ ઉપાંગ ને થકવી નાંખ્યા હતા.જ્યારે થાક એની ચરમસીમા એ પહોંચ્યો ત્યારે અર્જુન અને પીનલ મીઠી નીંદર માં ક્યારે સુઈ ગયા એની જાણ જ ના રહી.!!

અર્જુન અને પીનલ ના જેમ શહેર માં સેંકડો યુવક યુવતીઓ એકબીજા ને પ્રેમ અને સેક્સ થી રિઝવવામાં લાગી ગયા હતા.આજ ની રાત ઘણા લોકો માટે ખૂબ હસીન સપના જેવી બનવાની હતી.વેલેન્ટાઈન ની રાત નો નશો યુવાન હૈયા પર લાંબો સમય રહેતો.

સવારે ઉઠી અર્જુને પીનલ ની સામે જોયું તો એ હજુ પણ એની બાહો માં લપાઈ ને સૂતી હતી.અર્જુને ઉભા થઇ પોતાનો બોક્સર પહેર્યો અને રસોડા માં જઇ ગરમાગરમ ચા બનાવવા લાગી ગયો.થઈ રહેલા અવાજ ને લીધે પીનલ ની આંખ ખુલી ગઈ..એને ઉભા થઇ પોતાના શરીર ને ચાદર માં લપેટયું અને રસોડામાં આવી.

"અરે તમે રહેવા દો..હું ચા બનાવી આપું છું"પીનલે અર્જુન ને ચા બનાવતા જોઈને કહ્યું.

"અરે તું જાગી ગઈ?,સારું ચલ હવે તું ફ્રેશ થતી આવ..હું તારા માટે ત્યાં સુધી ગરમાગરમ પકોડા અને ચા તૈયાર રાખું છું.."અર્જુને પકોડા નો લોટ બાંધતા કહ્યું.

"તમે કેમ આ બધી તકલીફ લો છો..મને નથી ગમતું મારુ કામ તમે કરો એ",પીનલે કહ્યું.

"ઓ..તકલીફ વાળી... છાની માની ન્હાવા જાય છે કે આ ચાદર પાછી ખેંચી લઉં"અર્જુને મજાક ના અંદાજ માં કીધું.

"તમે પણ સવાર સવાર માં મજાક..સારું બાબા તમે જીત્યા ને હું હારી"આટલું કહી પીનલ સ્નાન કરવા માટે બાથરૂમ માં જાય છે.

અર્જુન અને પીનલ સાથે બેસી ચા નાસ્તો કરે છે અને પછી સ્નાન કરી અર્જુન પોલીસ સ્ટેશન જવા માટે નીકળી જાય છે.બુલેટ ચલાવતાં એ કિશોર કુમાર નું જૂનું ગીત ની ગાતો હોય છે..

"રાત કલી એક ખ્વાબ મેં આઈ ઔર ગલે કા હાર હુઈ,

સુબહ કો હમ નીંદ સે જાગે આંખ ઉનહીં સે ચાર હુઈ.."

"સાહેબ આજે તો મૂડ બદલાયેલો બદલાયેલો લાગે છે" અર્જુન ના પોલીસ સ્ટેશન માં પગ મુકતા ની સાથે નાયકે કહ્યું.

"તું તારું કામ કર..."અર્જુને કહ્યું..પણ આટલું બોલ્યા પછી એ પોતાની હસી છુપાવી ના શક્યો.

"સારું તમે કહો એમ..પણ કાલે રાતે કંઈક તો થયું જ છે"નાયક આજે અર્જુન ની ફીરકી લેવાના મૂડ માં હતો.

અર્જુન નાયક ની વાત નો કોઈપણ પ્રકારનો જવાબ આપ્યા વિના પોતાની કેબીન માં ઘુસી જાય છે.ખુરશી માં બેસી ને મારબલો સિગરેટ ના કશ ખેંચતા ખેંચતા અર્જુન પીનલ ના વિચારો માં ખોવાઈ જાય છે.

સવાર ના ૧૧ વાગ્યા હતા ત્યાં બહાર થઈ રહેલી હો હા સાંભળી અર્જુન ઉભો થઇ પોતાની કેબીન માંથી બહાર આવે છે.

"સાહેબ અમારા નાના શેઠ અને એમના મિત્રો ની કોઈએ હત્યા કરી નાંખી"નાયક જોડે ઉભેલા ૫૫-૬૦ વર્ષ ના નોકર જેવા લાગતા વૃદ્ધ કાકા એ અર્જુન ને કીધું.

"કોની થઈ છે હત્યા..?અને કઈ જગ્યા એ?"અર્જુને એમની વાત સાંભળી ચોંકતા પૂછ્યું.

"સાહેબ મારા નાના શેઠ દેવાંગ પંડિત અને એમના કોલેજ મિત્રો ને અમારા શેઠ ના શ્રીજી ફાર્મહાઉસ ખાતે ગઈકાલ રાતે કોઈએ મારી નાંખ્યા"એ વૃદ્ધ કાકા એ રડતાં કહ્યું.

"શ્રીજી ફાર્મહાઉસ તો મશહૂર વકીલ વિનાયક પંડિત નું છે ને?"અર્જુને કંઇક યાદ કરતાં કહ્યું.

"હા સાહેબ.. વિનાયક સાહેબ જ મારા મોટા શેઠ છે..મારુ નામ જીવણલાલ છે,વર્ષો થી એમના ફાર્મહાઉસ પર જ કામ કરૂં છું"આંખ માં આવેલ આંસુ લૂછતાં એ વૃદ્ધ માણસે કહ્યું.

"કાકા તમે ચાલો અમારી સાથે,નાયક તું જીપ રેડી કર..."અર્જુને એ વૃદ્ધ કાકા અને પછી નાયક ને ઉદ્દેશી ને કહ્યું.

"ઓકે સર.."નાયકે પોતાના અંદાજ માં કીધું.

પાંચ મિનિટ માં તો અર્જુન અને નાયક નીકળી પડ્યા પાછા રાધાનગર માં બનેલા આ નવા હત્યાકાંડ ની તપાસ માટે.

TO BE CONTINUED........

કોને કર્યો હતો આ હત્યાકાંડ?લાશ ચોરનાર વ્યક્તિ નો આ હત્યાકાંડ સાથે કોઈ સંબંધ ખરો?અર્જુન ને મળેલા રહસ્યમયી લેટરો આખરે કોણ લખતું હતું અને એનો ઉદ્દેશ શું હતો?રાધાનગર શહેર પર આવેલી આફતો અટકશે ખરી?નવી આવેલી આ મુસીબત નો સામનો અર્જુન કઈ રીતે કરશે? આ સવાલો ના જવાબ આવતા સપ્તાહે રજૂ થનાર ડેવિલ એક શૈતાન ના નવા બેગ માં.તો વાંચતા રહો ડર,રોમાંચ અને સસ્પેન્સ ની અનુભૂતિ કરાવતી આ અદભુત નોવેલ.આ નોવેલ અંગેનો આપનો અભિપ્રાય મારા whatsup નમ્બર 8733097096 પર આપવા વિનંતી.

ઓથર :- જતીન. આર.પટેલ