Bhagva sathe astra in Gujarati Short Stories by N D Trivedi books and stories PDF | ભગવા સાથે અસ્ત્ર

Featured Books
  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

  • आखेट महल - 7

    छ:शंभूसिंह के साथ गौरांबर उस दिन उसके गाँव में क्या आया, उसक...

  • Nafrat e Ishq - Part 7

    तीन दिन बीत चुके थे, लेकिन मनोज और आदित्य की चोटों की कसक अब...

Categories
Share

ભગવા સાથે અસ્ત્ર

ભગવા સાથે અસ્ત્ર

  • નિધિ દવે ત્રિવેદી
  • ફેબ્રુઆરી, 1751ની સાલ. ત્રણ નદીઓના સંગમ પર આવેલું પરમ પવિત્ર સ્થળ અલ્લાહબાદ અફઘાન સુલ્તાન અહમદશાહ અબ્દાલી (જે અહમદ ખાનના નામે પણ ઓળખાય છે) ની ચડાઈને કારણે હિંસક લડાઈનું સ્થળ બની ગયું. અહમદખાને અલ્લાહબાદની પૂર્વમાં એક માઈલ દૂર ઝૂસી ખાતે પોતાની છાવણી કરેલ અને મણ જેટલા સ્તરીય ઊંચાઈએ આવેલ કીલ્લા પર પોતાનું તોપખાનું ગોઠવ્યું. પ્રતાપગઢના રાજા પૃથ્વીપત આવ્યા અને તેના દળ સાથે અબ્દાલી જોડે જોડાયા. અફઘાનીઓએ કિલ્લા પરથી તેમના ગોઠવેલા તોપખાનામાથી તોપગોળા છોડવાનું શરૂ કર્યું અને બીજી બાજુ ત્રાસવાદી આંતકી વ્યુહનો ભરપૂર ઉપયોગ શરૂ કર્યો. અલ્લાહબાદ શહેરના ખુલ્લા સ્થળોમાં લૂંટ ચલાવી. શહેરમાં આવેલા તમામ ઘરને આગ ચાંપી અને આદરણીય પરિવારોની 4000 જેટલી સ્ત્રીઓને કેદમાં લીધી. અફઘાની હિંસા “ખતરાની ઘંટી” તરીકેનો અહેવાલ બધી દિશાઓમાં ફેલાવા લાગ્યો. આમ માર્ચ, 1751ના મરાઠા સરદારનો નવાબના પત્ર પ્રમાણે – “અફઘાનીના ત્રાસને લીધે અલ્લાહબાદ અને વારાણસી જેવા પવિત્ર સ્થળમાં અંધકાર ફેલાઈ ગયો છે. તે દસ દિવસથી ભયમાં છે. બળદગાડીના ભાવ કાશીથી પટના સુધીના 80 રૂપિયા થઈ ગયા છે. મજૂરો મળતા નથી. નગરજનો જે દિશામાં જવા મળે તે તરફ સ્થળાંતર કરી રહ્યા છે.”

    આ સમય દરમિયાન દિલ્હીના વજીર સફદરજંગ શક્તિવિહીન હાલતમાં છે. તેમને ન તો સમ્રાટનું સમર્થન છે કે ન તો પોતાની પાસે શક્તિશાળી લશ્કર છે. અલ્લાહબાદ દ્વારા થઈ રહેલા વિરોધનાં સમયે સહાય પૂરી પાડીને વજીર તરીકેનું માન પાછું મેળવવાની તદુપરાંત સમગ્ર ભારતને અફઘાની ત્રાસવાદમાથી મુક્ત કરવાની ઉત્તમ તક હોવા છતાં સફદરજંગ અલ્લાહબાદના લશ્કરને આ સંકટભરેલી સ્થિતીમાં કોઈ સહાય કરી શકે એવી પરિસ્થિતીમાં નથી.

    ***

    [મુઘલ સમ્રાટ મોહમ્મદ શાહના શાષનકાળ દરમિયાન ઇરાનના નાદિર શાહ દિલ્હી પર આક્રમણ કરીને મયુર સીહાસન અને કોહિનૂર હીરો ભરતમાથી લૂંટી ગયેલો. આ હુમલા બાદ અબ્દાલી કુળના વારસ તરીકે નાદિરશાહના અવસાન બાદ અહમદશાહ અબ્દાલી જેવા અફઘાનીઓને ભારતમાં આવકાર મળી ગયો હતો. ભારતની જાહોજલાલીથી બંગસ (અફઘાની) અને રોહિલાઓ આકર્ષાયા હતા અને તેમણે રોહિલખંડ અને ફારૂકાબાદમાં પોતાની સત્તા સ્થાપી હતી. આ અફઘાની ફરી રંગીલા મુઘલ મોહમ્મદ શાહના રાજમાં તકનો ફાયદો ઉઠાવી ભારતને લૂંટવા આવ્યા છે. એકપછી એક સત્તા વધતાં અહમદશાહ અબ્દાલીનો જુસ્સો વધતો ગયો. ખુદાગંજ અને ફારૂકાબાદમાં ચડાઈ કરી જીત મેળવી. ત્યારબાદ ચંડેલીના રાજા હિંદુસિંહ, અસોથારના રાજા રૂપસિહ, વારાણસીના રાજા બલવંતસિહ, પ્રતાપગઢના રાજા પૃથ્વીપત અને આઝમગઢના રાજા અકબર શાહે પોતાનો સમ્રાટ તરફનો પક્ષ બદલીને બંગસ નવાબને ટેકો આપી સંધિ કરારથી જોડાયા. ફકત અલલ્હાબાદના “સુબા” (મુઘલ સામ્રાજ્યનું એક પદ – સમ્રાટ અને વજીરની દેખરેખ હેઠળ રાજ્ય ચલાવતો વ્યક્તિ) એ અબ્દાલી સાથે જંગ કરવાનું નકકી કર્યું. આ દરમિયાન અબ્દાલી જાતે સેના લઈને યુદ્ધ કરવા આવ્યો અને અલ્લાહબાદમાં તબાહી મચાવાની શરૂ કરી છે. આમ, અલ્લાહાબાદ દ્વારા છેડવામાં આવેલ જંગ માત્ર બે પ્રતિસ્પર્ધી પક્ષ વચ્ચેની તાકાતનો નથી, પણ ભારત પર અફઘાન શાષનના પુનરુત્થાનની શકયતા પણ દર્શાવે છે.]

    ***

    આ બાજુ, તાકતવર અફઘાન લશ્કર સામે લડવા “સુબા” દ્વારા લશ્કર અને શસ્ત્રોની વારંવાર માગણી છતા ની : સહાય સફ્દર જંગ દ્વારા કોઈ મદદ પ્રાપ્ત થતી નથી. ફેબ્રુઆરી થી એપ્રિલ દરમિયાન કિલ્લાની ચારે બાજુથી ચુસ્ત ઘેરાબંધી કરીને “સુબા” દ્વારા લશ્કર ગોઠવવામાં આવ્યું છે. બંને બાજુએ સમકક્ષ પ્રહારથી યોધ્ધા લડી રહ્યા છે. સમય જતાં દુશ્મની છાવણીનો આતંક અને શહેરમાં આંધળી લૂંટના કારણે સેનાનો જુસ્સો નબળો પડવા લાગ્યો છે.

    ત્યાં અચાનકથી મધ્યાહન સમયે પૂર્વ તરફથી ધૂળની ડમરીઓ હવામાં ઊડી રહી છે, દૂરથી આશરે છ હજાર થી પચાસ હજારની સંખ્યામાં ટોળું દોડીને યુધ્ધ સ્થળ પર આવી રહ્યું હોય એવું દેખાઈ રહ્યું. બન્ને પક્ષની નજર પૂર્વ તરફથી આવતા અવાજ બાજુ ગઈ. જેમ જેમ અવાજ નજીક આવતો ગયો, ધૂળની ડમરી શાંત થઈ અને દોડતા હાથી, ઘોડા સહિત વિચિત્ર પહેરવેશ ધારણ કરેલા હથિયારધારી માનવ શરીર દુશ્મન છાવણી તરફ યુધ્ધ કરવા દોડતા આવે છે. તેઓની મુખાકૃતીમાથી ગુસ્સો અને નિશ્ચલ પ્રેમના વિચિત્ર ભાવો દેખાઈ રહ્યા છે. તેઓએ આખા શરીર પર ભસ્મનું વસ્ત્ર પહેર્યું છે, અને કમરની ફરતે કાપડની નાની પોતડી સિવાય અંગ પર કાઇ જ ધારણ કરેલ નથી. તેઓમાના અમૂકના કંઠમાં રુદ્રાક્ષની માળા તો અમૂકના કંઠે પોખરાજ - માણેક જેવા અમુલ્ય રત્ન ધારણ કરેલા દેખાઈ આવે છે, તેઓના વાળની “લાંબી જટા” માથામાં ગોળ પાઘડી સમાન ગુંથેલી છે તો, અમુકની પગ સુધીની લાંબી જટા ખુલ્લી હવામાં લહેરાઈ રહી છે કોઈની જટાને ગલગોટાના તાજા ફૂલ દ્વારા શણગારવામાં આવી છે અને કાળી, ધોળી, કથ્થાઈ “લાંબી દાઢી” તેઓ દરેકની ઉમર દર્શાવી રહી છે આમ તેઓનું આખું સ્વરૂપ જોતાં રુદ્ર અને ડરામણું લાગી રહ્યું છે. આ યોધ્ધાઓના હાથમાં તલવાર, ત્રિશુળ, ભાલા જેવા હથિયાર રમી રહ્યા છે, તેમાના અમુક સાથે ચીપિયા પણ છે, તેઓની વાર કરવાની પધ્ધતિને આધારે લડવા આવાનાર દરેક શસ્ત્રવિધ્યામાં નિપુણ અને તાલીમબદ્ધ યોધ્ધા લાગી રહ્યા છે. રાજેન્દ્ર ગિરિ આ લશ્કરના નેતા છે.

    ***

    [ જ્યારે આધ્યગુરુ શંકરાચાર્યએ સનાતન ધર્મની ચારે દિશામાં ધજા ફરકાવીને દિગ્વિજય પ્રાપ્ત કર્યો ત્યારે સનાતન ધર્મની સંસ્કૃતિ બૌધ્ધ, જૈન અને મુસ્લિમ ધર્મને કારણે છિન્નભિન્ન થઈ લુપ્તપ્રાય બની ચૂકી હતી તેથી તેમણે ધર્મધજાના આશ્રયે સુદ્રઢ દસનામી સંપ્રદાય શાષનની નવરચના કરી. તેમાં મુખ્ય બે વર્ગ “શાસ્ત્રધારી સાધુ” અને “શસ્ત્રધારી સાધુ” એમ ભાગ પાડવામાં આવ્યા. જેમાં ધર્મશાષનનું વહીવટી તંત્ર, સાંભળનાર વર્ગ, પ્રજા સાથે સંપર્કમાં રહી વહીવટીતંત્રને માહિતી આપનાર વર્ગ, નાગાઓની ફોજ લશ્કર વિભાગ, ભજનાનંદી મહાત્માઓ - આ રચનાનું સંચાલન કુંભમેળામાં મુખ્યત્વે કરવામાં આવતું. ચાર મઠના ચાર શંકરાચાર્ય - સાત અખાડાના શ્રી મહારાજના સંપર્કમાં રહેતા. ચાર મઠ અને સાત અખાડા કાયમી રહેતા. એક અખાડાદીઠ ચાર શ્રી મહારાજની નિમણૂક ચૂંટણીપ્રથા દ્વારા કરવામાં આવતી. હાલ પણ એ પરંપરા ચાલે છે. ચૂંટણી દ્વારા ચૂંટાયેલા શ્રીમહારાજની કામગીરી એક કુંભમેળામાથી બીજા કુંભમેળામાં જવા માટે દત્તદરબાર તેમ જ તેમના રથ, હાથી, ઘોડા, પાલખી, ખરખંડા, ખજાનો, લશ્કર (સાધુઓની ફોજ), તેમ જ સમગ્ર વહીવટી સાધનોને પહોચાડવા માટેની રહે છે. તેઓ ત્રણ વર્ષ સુધી શ્રીમહારાજની પદવી ભોગવે છે. આ કામગીરી બજાવવા માટે તેઓ પોતાની સાથે જરૂર પૂરતા નાગાઓની ફોજ રાખે છે. નાગા સાધુ એટલે ફોજ.

    સાધુઓના ધર્મશાષનવ્યવસ્થા આ પ્રમાણેની પદ્ધતિ રહેતી – 1) જગદગુરુ શંકરાચાર્ય 2) મહામંડલેશ્વર 3) મંડલેશ્વર 4) આચાર્ય 5) શ્રીમહારાજ 6) શ્રી મહંત 7) મહંત 8) નાગા સાધુ 9) મહાપુરુષ.

    આ જમાતની રચના અને કામગીરી – જમાતની સ્થાપના કુંભમેળામાં કરવામાં આવે છે. ઓછામાં ઓછા બાર સાધુઓના સમૂહને જમાતના નામથી ઓળખવામાં આવે છે. જેમાં મુખ્ય એક મહંત, તેના ત્રણ પેટા મહંત, પૂજારી, કોઠારી, ભંડારી, છોડીયા, છડીદાર, કોટવાલ અને બે નાગા હોય છે. આ પ્રકારની રચનાને જમાત કહેવામા આવે છે. જ્યારે આ જમાત કુંભમેળામાથી રવાના થાય છે, ત્યારે તેને એક સાધુશાહી પ્રથાના સહી સિક્કા કરી પ્રમાણપત્ર આપવામાં આવે છે, જે પ્રમાણપત્રને સાધુઓ “મહોરછાપ”ના નામે ઓળખવામાં આવે છે. આ જમાતમાથી પછી ગમે તેટલા સાધુઓ સાથે ફરતા હોય તેની સંખ્યામર્યાદા નથી પરંતુ જમાત શબ્દ સાધુઓના સમુહનું સૂચન કરે છે.

    કુંભમેળામાં અમુક નિર્ધારીત રકમ અખાડાને આપવામાં આવતી. મહોરછાપ ધારણ કરેલ મહંત અખાડાને રૂ. 750/-, ચારે શ્રીમહારાજને રૂ. 25/-, તેમજ અન્ય શ્રીમહંતોને રૂ. 5/-, આપે છે. આ રકમ દર વર્ષે કુંભમેળામાં અખાડાને ભેટ પુજા અર્થે મહંતોને આપવી પડે છે. તેમજ ભ્રમણ દરમિયાન જમાતને મળેલી ભેટ સોગાદ, સામગ્રી જે કાઇ હોય તે અખાડાને સુપરત કરવામાં આવે છે. તેમજ આ જમાતમાં “જાજમ બિછાવવી”ની પધ્ધતિ છે. કોઈપણ સાધુએ ક્યાય કોઈ જાહેર ક્ષતિ કરેલ હોય, ધર્મ વિરુધ્ધ કાર્ય કર્યું હોય તેનો ન્યાય – નિર્ણય કરવા માટે તે સમય બંને પક્ષને રૂબરૂ રાખીને ન્યાય કરવામાં આવે છે. દંડ આપવાની પણ વ્યવસ્થા હોય છે અને દંડ પૈસા ટકાથી માંડીને શિક્ષા સુધીનો હોય છે.

    આ રચના એટલા માટે કરવામાં આવેલી કે એ સમયમાં અમુક અમુક રાજાઓ સનાતન ધર્મનો સ્વીકાર કરતાં નહીં (આ સંદર્ભમાં થોડી સ્પષ્ટતા કરી લઈએ – તે સમયે દેશવ્યાપી બૌદ્ધ, જૈન અને મુસ્લિમ ધર્મ ફેલાયેલો હતો. અમુક રાજાઓ દેખાદેખીથી અમુક રાજા ખંડિયા હોવાથી દબાણ અને શેહના કારણે, તો અમુક રાજાઓ આધુનિક પરીવર્તનનો દેખાવ કરવા બૌદ્ધ, જૈન અથવા મુસ્લિમ ધર્મને અપનાવી બેઠેલા. અમુક શક્તિ ઉપાસક હતા જેથી તેઓને યુધ્ધ આપીને સનાતન ધર્મનું પાલન કરવાની ફરજ પાડવામાં આવતી. આ ક્રમ ધીમે ધીમે મોઘલયુગમાં પણ ચાલુ રહ્યો. અંગ્રેજોના જમાનામાં પણ આ ક્રમ હતો. જે અંગે અનેક ઐતિહાસિક પ્રસંગો સાક્ષી પૂરે છે. આવા ધર્મયુધ્ધના ઘણા પ્રસંગો ઇતિહાસના પાને લખાયા છે. આ યુધ્ધો ઉત્તર ભારત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, કચ્છ, ગુજરાત, સૌરાષ્ટ્ર, બંગાળ, મહારાસ્ટ્રમાં વધુ નોંધાયેલા છે. દક્ષિણ ભારત તરફ દેસનામ સંપ્રદાયનો વિસ્તાર અલ્પ છે.)

    ફરતા ફરતા નાગઓની જમાત કોઈ પણ રાજ્ય – આશ્રયના હેતુથી પોતાનું લશ્કર, તંબુ, હાથી, ઘોડા, નાગાફોજ લઈને રાજ્યની બહાર રહીને ધજા, નિશાન સ્થાપિત કરીને ડેરાતંબુ નાખીને રહેતા. ત્યારબાદ જમાતમાથી અમુક સાધુઓ ભિક્ષાવૃતિ માટે (ભિક્ષાવૃતિ શબ્દ સમજણ માટે લખાયો છે. તેઓ “માધુકરી” શબ્દ વાપરે છે.) વસ્તીમાં જતાં અને રાજ્યવ્યવસ્થા તેમજ રાજાનું ધાર્મિક વલણ જાણી લેતા.

    જો રાજા સનાતન ધર્મનું પાલન કરતો હોય તો જમાતના મહંત તેમને પોતાના તંબુમાં બોલાવવા માટે વિધિપૂર્વક આમંત્રણ મોકલી પોતાનો હેતુ જણાવતા. નિયત કરેલા સમય સુધી રહેવા માટે રહેવાની જગ્યા, ભોજન સામગ્રીની વ્યવસ્થા, પુજા અંગે ખર્ચ વ્યવસ્થા તેમજ જરૂરિયાત અંગે રજૂઆત કરી રાજાના આશ્રયમાં રહેતા, જેમાં જમાતના અમુક સિધ્ધાંત રહેતા.

    - રોજેરોજનું રાજયભંડારમાથી સીધું સામગ્રી રોજ લાવવું, એકીસાથે સંગ્રહ કરવો નહીં.

    - રાજ્યવહીવટી તંત્રમાં દખલ કરવી નહીં.

    - પ્રજાને સદવિચાર આપીને શારીરિક તેમજ આર્થિક રીતે સમૃધ્ધિ પામે તેવું માર્ગદર્શન કરવું.

    - પ્રજાને કોઈપણ જાતની ઉશ્કેરણી કરવી નહીં.

    - કોઈ પણ સંસારી સ્ત્રી કે પુરુષને અખાડાના વિસ્તારમાં રાત્રિ આશ્રય આપવામાં આવતો નહીં.

    - આર્થિક લેવડ દેવડ પ્રજા સાથે કરવામાં આવતી નહીં. આવા ઘણા બાધા નિયમો દ્વારા જમાત રાજાને આશ્રયે રહેતી.

    પરંતુ જો જમાતના ગુપ્તચર સાધુઓ દ્વારા જ્યારે જાણવામાં આવે કે – રાજા સનાતન ધર્મના પૂજક નથી ત્યારે એક મોટા સોનાની થાળમાં કિનખાબનું કપડું ઢાંકી બે ગોળાઓ જમાતનો કોટવાલ અને તેની સાથે ચાર નાગા સાધુઓ થાળ લઈને રાજાની કચેરીમાં હાજર થતાં. એ સુવર્ણથાળ ઉપરથી કપડું હટાવીને થાળ રાજાની સમક્ષ રજૂ કરવામાં આવતો. અને કોટવાલ રાજાને સંદેશો આપતો કે જો આપને સનાતન ધર્મનો સ્વીકાર હોય તેમજ નાગા સાધુઓની જમાતને આશ્રય આપવાનો સ્વીકાર હોય તો બે ગોળાઓ પૈકી જે ભસ્મનો ગોળો છે તેનો સ્વીકાર કરો. અન્યથા બીજો ગોળો જે દારૂગોળો છે તેનો સ્વીકાર કરીને યુધ્ધ માટે તૈયાર થાઓ.

    ત્યારબાદ રાજા પોતાની ઈચ્છાથી અગર મંત્રણા દ્વારા તે જ સમયે અથવા ત્રણ દિવસમાં પોતાનો નિર્ણય આપાતા. જો સનાતન ધર્મનો સ્વીકાર હોય તો સાધુઓને દરેક પ્રકારની વ્યવસ્થા આપાવામાં આવતી. અને અસ્વીકાર હોય તો યુધ્ધ આપવામાં આવતું. યુધ્ધમાં નાગા સાધુ ખતમ થઈ જાય તો યુધ્ધની જવાબદારી બીજી જમાત લઈ લેતી અને યુધ્ધ ચાલુ રાખતી. સમગ્ર રાજસેનાનો જ્યાં સુધી નાશ ન થાય ત્યાં સુધી નાગા સાધુઓની ફોજ મેદાનમાં ઉતાર્યા કરતી. પણ આ પ્રકારના પ્રસંગો ઓછા નોંધાયા છે. કારણકે પ્રજાનો મોટોભાગ સમગ્ર ભારતમાં સનાતન ધર્મને માનતો હતો. રાજાના લશ્કરી સિપાહીઓ પણ ધર્મયુધ્ધને ટાળતા, જેથી આંતરિક ઘર્ષણ ઊભું થતું અને એક જ યુધ્ધે રાજ્ય પરાજય પામતું. ધર્મવિજય બાદ ત્યાં સનાતન ધર્મશાષન સ્થાપિત કરી મંદિરો, શિવાલયો બાંધવા, જૂનાપુરાણા હોય તેનો જીણોંધ્ધાર કરવો એવા ધાર્મિક કાર્યોની સુદ્રઢ વ્યવસ્થા કરીને જમાત આગેકૂચ કરતી. કોઈપણ જમાત અથવા મહંત શાષન ચલાવતા નહીં.]

    ***

    ઘણા સમયથી અલ્લાહાબાદ હિન્દુઓ માટે પવિત્ર સ્થળ રહ્યું છે. કુંભમેળાનો સમય થયો હોવાથી અહી ભક્તો ભારતના અલગ અલગ ભાગોએથી ત્રિવેણી સંગમમાં પધાર્યા છે. તેમજ 1749-1750 દરમિયાન મરાઠાનું સામ્રાજ્ય વધ્યું હતું. બુંદેલખંડમાં મરાઠાના સરદાર નારો શંકર દ્વારા રાજેદ્ર ગીરી અને તેમના અનુયાયીઓની માનસિક – શારીરિક શક્તિ, વિચિત્ર પહેરવેશ નિહાળીને તેમના આધિપત્યના વિસ્તારમાથી મરાઠાઓએ રાજેન્દ્રગીરીના ડરને કારણે નિકાલ કરવામાં આવ્યા. ત્યારબાદ રાજેન્દ્ર ગિરિ તેમના અનુયાયીઓ સાથે વિચરણ કરતાં કરતાં અલ્લાહબાદ શહેર તરફ આવેલા. અહી તેઓ અલ્લાહબાદના જૂના શહેરી વિસ્તારમાં ઝાંસીથી 32 માઇલ દૂર ઉત્તર - પૂર્વમાં મઠ સ્થાપિત કરીને રહેવા માંડ્યા, અહી સાધુઓને શાસ્ત્ર અને શસ્ત્રનું જ્ઞાન પૂરું પાડવામાં આવતું. ત્યારબાદ આસપાસમાં 114 ગામોમાં સાનાતન ધર્મનો પ્રચાર કરેલો. અલ્લાહબાદમાં અબ્દાલી સાથેના યુધ્ધની માહિતી મળતા તેઓ લશ્કરની મદદ માટે કુંભમેળામાં સ્નાન અને પુજા વિધિ પતાવ્યા બાદ પોતાની સેના લઈને દોડી આવ્યા. અચાનકથી આવી ચડેલા સાધુઓને લશ્કરના સેનાપતિએ રક્ષણ પૂરું પાડવા આગ્રહ કરતાં કહ્યું – “સાધો, આપકો શાયદ પતા ન હો, યહાં પર બંગસ અફઘાનને હમલા કિયા હૈ, આસપાસ કે સબ રાજાને બંગસ કે સાથ સંધિકરાર કિયા હૈ, લેકિન “સુબાજી” કે હુકમ સે હમ યહાં જંગ કે લિયે તૈનાત હુએ હૈ, હમ કુછ સૈનિક આપકે સાથ ભેજતે વાહસે સુરક્ષિત આપ અપને મઠ તક ચલે જાયે,”

    રાજેન્દ્રગીરી ઘોડા પર બિરાજમાન છે, તે મંદ મંદ હસ્યા અને સેનાપતિને બુલંદ અવાજમાં જવાબ આપ્યો – “નહીં નહીં સેનાપતિ, આપ ફિકર ન કરે યહ સબ સાધુ કી ફૌજ અલ્લાહાબાદ કી સેના કે સાથ મિલકર બંગસ કી સેના કો પરાસ્ત કરને કે લિયે ઉપસ્થિત હુઈ હૈ, હર હર મહાદેવ. રાજેન્દ્રગીરીનો બુલંદ અવાજ સાંભળી બીજા સાધુઓએ સાદ જીલ્યો – “હર હર મહાદેવ”

    રાજેન્દ્રગીરીનો જવાબ સાંભળી સેનાપતિ નતમસ્તક કરીને સાધુને ધન્યવાદ કર્યું. અચાનકના બહાદુર શસ્ત્રધારી સાધુના આગમનથી સેનાનો જુસ્સો વધી ગયો. અફઘાની દ્વારા કરવામાં આવેલા અત્યાચારનો ક્રોધાવેશમાં હુમલો કરી જવાબ આપવા લાગ્યા. સાધુઓના હસ્તક્ષેપે યુધ્ધને નવો વળાંક આપ્યો. મૃત્યુની પરવાહ કર્યા વિના યુધ્ધભૂમિમાં ઉતરેલા નીડર સાધુઓને જોઈને, હિમંત હારી ગયેલા અવધના સૈનિકોનો ઉત્સાહ બમણો થઈ ગયો.

    રાજેન્દ્રગીરી એક દિવસ ચૂક્યા વગર રોજ ઘોડા પર બિરાજમાન થઈ બંને હાથમાં હથિયાર લઈને દુશ્મન ની છાવણી તરફ દોટ મૂકતા અને દુશ્મનની હત્યા કરતાં આગળને આગળ વધતા જઇ રહ્યાં છે. સાધુઓનું આ વર્તન સેના માટે પ્રેરણાત્મક છે, જેના કારણે સૈનિકો કડક પ્રતિકાર કરી રહ્યા છે.

    હવે અબ્દાલી યુધ્ધની યોજનામા ફેરફાર કરવા પ્રતિબધ્ધ થયો. સામાપક્ષના ઉત્સાહને રોકવા તેને સેનાના “પેટ પર વાર” કરવાની કૂટનીતિ વિચારી. જમુનાથી લગભગ અડધો માઈલ દૂર દક્ષિણ પૂર્વમાં જમણા કાંઠે નાનો કિલ્લો આવેલો છે જે સ્થળનું નામ “એરિયલ” છે. આ સ્થળ પરથી અલ્લાહબાદના લશ્કરને જમવાનું પૂરું પાડવામાં આવી રહ્યું છે. લશ્કરને જમાડવાની મહત્વપૂર્ણ કામગીરીના ચાર્જમાં કમાન્ડર બકલ્લાહ છે. જેમણે નદીના પુલ પર સુરક્ષા માટે શટલ કર્યું હતું. બક્લ્લાહ દરરોજ સવારે અને સાંજે પુલ પર શટલ ખોલતા અને બંધ કરતાં. લશ્કરને વ્યવસ્થિત જમવાનો પુરવઠો પૂરો પાડવા તેમણે મહેનત અને ઉત્સાહ દાખવ્યો છે. આ નાના નગર પર છુપો હુમલો કરવાનું અબ્દાલી વિચારે છે. અબ્દાલી દ્વારા નવાબ અહમદ રહાનના પુત્ર મહમદ ખાન અને રાજા પૃથ્વીપતની આગેવાની હેઠળ “એરિયલ” તરફ હુમલો કરવા માટે લશ્કર સાથે મોકલવામાં આવ્યા. ત્યારબાદ આમ દુશ્મનના હુમલાના સમાચાર મળતા વારાફરતી અલ્લાહાબાદની અમુક સેના એરિયલ તરફ જવા રવાના થઇ. એરિયલ જેવા નાના સ્થળમાં ભીષણ યુદ્ધ શરૂ થયું અને બંને સેનાનો ભરાવો થઈ ગયો. યુધ્ધ બંને બાજુએ ચાલુ થઈ ગયું એરિયલમાં અને ઝૂસીમાં. જ્યારે બકલ્લાહએ મોટાભાગના લશ્કરીદળને સાથે લઈને એરિયલ ખાતે લોહિયાળ યુધ્ધ કરી રહ્યો છે, અફઘાનીઓએ આ સ્થળ પર કબજો જમાવ્યો પરંતુ બકલ્લાહે સમયસૂચકતા વાપરીને પોતાના માણસોને પાછા બોલાવીને પછી પુલ તોડાવી નખાવ્યો. આમ અબ્દાલીને એરિયલ બાજુથી કાઇ સફળતા મળી નહીં,

    ત્યાં ગોસાઇઓ (સાધુઓ) ગંગાના કિનારે જૂના શહેર અને કિલ્લા વચ્ચે છેલ્લા બિંદુ (પોઈન્ટ) સુધી તોપગોળાના કવર વગર હથિયાર લઈને અડગ લડત આપી રહ્યા છે. તેઓ સેના માટે એક મહાન સહાયક સાબિત થઈ રહ્યા છે. મલ્લ યુધ્ધ હોય કે તલવાર - ભાલા સાથે તે દુશ્મનને આગળ આવતા રોકી રહ્યા છે, અને દુશ્મનની સેનાને સતત થકવી રહ્યા છે, આવી કટોકટી દરમિયાન આ ગોસાઇ (સાધુ) ત્યાં હાજર રહીને પોતાની વફાદારી સાબિત કરી રહ્યા છે, સેનાની અવિરત મદદ કરી રહ્યા છે. આમ બંને બાજુથી અબ્દાલીને હારનો સામનો કરવો પડી રહ્યો છે.

    બીજી બાજુ, લાંબા અંતરાલ પછી સફદર જંગે દિલ્લીમાં વજીર તરીકે કોર્ટમાં પોતાનું સ્થાન - માન પાછું મેળવ્યું અને તરત જ ફારુકાબાદ તરફ સેના લઈને બળવાખોર માર્ગ તરફ કુચ કરી. એક બાજુ અલ્લાહબાદ પર લાદવામાં આવેલુ ભયનું વાદળ ઉઠાવી લેવામાં આવ્યું. અબ્દાલી સેના સાથે પોતાના રાજ્ય ફારુકાબાદના બચાવ માટે પાછો ફર્યો. ત્યારે તેના દ્વારા સેનામાં ભાડૂતી, પગાર પર રાખવામા આવેલ, લૂંટની લાલચમાં યુધ્ધ કરવા આવેલ અવિશ્વાસુ અફઘાન અલ્લાહાબાદની સેનામાં ભળી ગયા. અલ્લાહાબાદની સેના દ્વારા કરવામાં આવેલો પ્રતિકાર નીર્ભિક બહાદુર સાધુઓની સહાયને લીધે શક્ય બન્યો. આ પછી ગોસાઇઓને (સાધુઓને) વજીર સેનામાં પ્રવેશ મળ્યો, ઉત્તરભારતીય રાજકારણમાં એક પરિબળ તરીકે તેમની સલાહ અવશ્ય લેવામાં આવતી. મુગલ બાદશાહ દ્વારા પણ સાધુઓને “મદદ-એ-માસ”ની સગવડ પૂરી પડાતી.(જેના દસ્તાવેજ હાલ પણ ભારતીય અખાડામાં જોવા મળે છે.)

    એપ્રિલ થી જૂન સુધી વજીરની સેનાને હાનિ પહોચાડવા અબ્દાલીએ બહુ પ્રયત્ન કર્યા. રુહેલાઓએ તેમના સામ્રાજ્યને ટકાવવા બહુ મહેનત કરી પરંતુ તેમના સેનાપતિઓ વજીર સમક્ષ હારી ગયા.

    અંતે અબ્દાલીએ ડિસેમ્બર, 1751માં કુમાયૂનની તળેટીમાં જઈને આશ્રય લીધો. મોરાદાબાદ જિલ્લાના કાશીપૂરમાં 22 માઈલ ઉત્તર – પૂર્વમાં એક અસ્પષ્ટ ચીલકિયા નામનું સ્થળ આવેલું છે. આ સ્થળ ગાઢ જંગલોથી ત્રણ બાજુએ ઘેરાયેલું છે જેથી હુમલાઓથી રક્ષિત છે એમ વિચારી છાવણી (કેમ્પ) માટે પસંદ કરે છે. અબ્દાલીના શાહી ચાન્સેલર તેમના સમગ્ર દળો સાથે અહી આવીને રોકાવા લાગ્યા. આ અફઘાનો પરસ્પર સહવ્યવસ્થાથી છાવણીના સ્થળને વધુ મજબૂત કરવાની પ્રવૃતિમાં ગૂંથાઈ જાય છે. એક બાજુ ખીણ આવેલ હોવાથી છાવણીનો ભાગ ત્યાથી મજબુત કરવા લાગ્યા. બીજી બાજુ પાણીના ખડકો છે અને ખુલ્લા ભાગ તરફ વિશાળ મજબૂત દીવાલ બનાવવામાં આવી.

    લખનૌ અને અલ્લાહબાદથી હવે શીંગારામપુર અને ફતેહગઢની લડાઈનું સ્થળ બદલાઈને હવે કુમાયુન રેન્જના જંગલમાં શરૂ થયુ. આશરે આઠ સપ્તાહ સુધી તો લશ્કરી કાર્યવાહી તોપગોળો, દ્વંદ્વ યુધ્ધ અને નાની અથડામણો પૂરતી જ મર્યાદિત છે. વજીરના પક્ષે લશ્કરી દળોની સંખ્યા અને તોપગોળા – હથિયારની મજબૂતાઈમાં પુષ્કળ શ્રેષ્ઠતા છે. પરંતુ અફઘાનના કેમ્પની પાછળના ભાગો રક્ષાયેલા છે, જેથી મેદાનમાં શસ્ત્રોનો મારો આગળથી જ શક્ય બને તેમ છે.

    આ દરમિયાન અબ્દાલીએ પંજાબ પર આક્રમણ કર્યું, ત્યારે રાજધાનીમાં વજીરને બોલાવવા માટેની મંત્રણા કરવામાં આવી પરંતુ તે તેના જીવલેણ વિરોધી સામેના યુધ્ધને સમાપ્ત કર્યા વગર કેવી રીતે પાછા જઇ શકે? જેથી તેમણે મરાઠા વડાઓ જયપ્પા સિંધયા અને મલ્હાર રાવ હોકર અને તેમના પોતાના કમાંડરોને તેમજ ગોસાઇઓને (સાધુઓને) એક પરિષદમાં બોલાવ્યા અને તેમના અભિપ્રાયની સલાહ લીધી. વજીરે મરાઠા સરદારોને યુધ્ધમાં જોડાવા અને લશ્કરની મદદ કરવા જણાવ્યુ. ઉત્તર ભારતીય સત્તાઓ સાથે દુશ્મની રાખીને મરાઠી નીતિ અને વિસ્તાર આગળ વધારવાના ઉદ્દેશ ધરાવતા જયપ્પા સિંધયા એ ભારત પરની અફઘાની સ્થિતિની આડઅસરોના વિચારને નકાર્યા અને મડાગાંઠ કરીને રાજા જયપ્પાએ વજીરને જણાવ્યુ કે – “હમે યુધ્ધ મેદાનમે કરને કી આદત હૈ, નહીં કી ઘાટિક્ષેત્ર ઔર ગઢમે.”

    તીવ્ર કટોકટીમાં મરાઠાઓનું ઉદાસીન વલણ જોઈને ગોસાઇઓની (સાધુઓની) આકરી ટીકાનો સામનો કરવો પડ્યો. રાજેન્દ્રગીરીએ કહ્યું કે – “મહારાજ, દુશ્મન ખુલ્લી જગામે હી હૈ, સમસ્યા એક પાનીકી હી હૈ, અફઘાન છાવણી કી પૂર્વ ઔર પશ્ચિમ પાંખોમે હમલા હો શકતા હૈ.”

    આ શબ્દો સાંભળીને મક્કમ મરાઠાએ જવાબ આપ્યો કે – “સાધો આપ તો નવાબ કી સેવામે હો, તો ફીર આપહી વહા હમલા ક્યો નહીં કરતે.”

    ગોસાઈ (રાજેન્દ્રગીરી) એ સહેલાઇથી ચૂનૌતિનો સ્વીકાર કર્યો. તેમણે જાહેર કર્યું કે – “હમ અગલી સુબહ હોતે હી વહા હમલા કરેંગે ઔર એહમદ ખાન (અબ્દાલી) કો જિંદા કેદ કરકે વજીર કે સમક્ષ ઉપસ્થિત કરેંગે.”

    રાતના સમય દરમિયાન ગોસાઈઓએ હુમલો કરવાની યોજના વિકસાવી. સફદર જંગથી માહિતી ગુપ્ત રાખવામા આવી અને જ્યારે ગોસાઇ (સાધુ) પોતે લડાઈનો સંપૂર્ણ નક્શો સમજાવતા હતા, ત્યારે એહમદ ખાનના કેમ્પ પર વિપરીત ક્ષણે હુમલો કર્યો. દિવસે દિવસે ગોસાઇના 15,000 સૈનિકો નવાબ પહેલા સમીક્ષામાંથી પસાર થતા રહ્યા અને પછી તેઓએ અફઘાન કેમ્પ તરફ કુચ કરી. હુમલાના બિંદુથી ચોક્કસ અંતર પર ખીણમાં રોકાઈ રહેતા અને કલાકો સુધી હુમલાના યોગ્ય સમય માટે રાહ જોતાં.

    વજીરના અંગત આદેશ હેઠળ અન્ય એક બળ વિપરીત દિશામાં દુશ્મન તરફ આગળ વધ્યો. વજીરની હાજરી અને તેના બંદુકોના અશિષ્ટ અહેવાલ અબ્દાલીને મળતા નિર્ણય લેવામાં આવ્યો હતો કે – “જે તે સમયે નિર્ણય લેવામાં આવશે”. સંદેશાવાહકોના સમાચારને આધારે ધમાકેદાર બિંદુ (પોઈન્ટ) એથી માણસોને પાછા ખેંચી લેવા માટે મુલ્લા સરદાખાન, ડુંડીખાન અને હાફિઝ રહીમતખાન - અહેમદ ખાન પાસે આવ્યા. ગુપ્ત રીતે આગળ વધી ચૂકેલા ગોસાઈ (સાધુ) ની યોજનાથી થનાર વિપરીત અસરને જણાવી, પરંતુ એહમદ ખાને તેમની પાંખની મજબૂતાઈ ઘટાડવાનો ઇનકાર કર્યો અને રૂહેલાઓને પોતાની પોસ્ટમાં પાછા મોકલ્યા. એહમદ ખાનની અણધારી યોજનાવિહીન વર્તુણૂક વજીરના કેમ્પમાં નકામી સાબિત થઈ રહી છે. આ બાજુ વજીરના કેમ્પમાં ઉત્સાહ વધી રહ્યો છે. આ બાજુ પંજાબમાં અફઘાનીઓની વિરુધ્ધ વજીરને પ્રચંડ સફળતા મરાઠાની સહાયથી મળી ગઈ છે.

    હારેલા અફઘાનીઓએ ફરી પર્વતોમાં આશ્રય આપવા વિનંતી કરી, ત્યારે બહુમતિમાં વિરોધ હોવા છતાં મરાઠાઓએ પોતાનો સત્તાસ્વાર્થ વિચારીને અફઘાનીનો પક્ષ લીધો અને તેમના સંપૂર્ણ વિનાશનો તેમજ દેશનીકાલનો વિરોધ કરતાં અહમદખાન સામે પ્રતિક્રિયા આપવાની જવાબદારીની પ્રતિબધ્ધતા જાળવી રાખવાની માંગ કરી, અને ગોસાઇ દ્વારા કરવામાં આવનાર ગુપ્ત હુમલાની વાત પણ અફઘાનીને ખાનગી રાહે જણાવી. આ બાજુ ગોસાઇઓ દ્વારા ફરી અફઘાનીઓને “ચીકલીયા”ના પર હુમલો કરવાની ધમકી આપવામાં આવી, ત્યારે મરાઠા દ્વારા પ્રાપ્ત માહિતીને આધારે અબ્દાલીએ આગમચેતીના પગલાં લીધા. નિષ્ક્રિય અને લઘુદ્રસ્ટીવાળા સફદર જંગ આ દરમિયાન ન કોઈનો ખુલાસો લીધો કે ન અફઘાન વિરુદ્ધ કોઈ પગલાં. મરાઠા દ્વારા રાજકારણમાં ફક્ત વજીરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

    આ બાજુ ખીણ કોતરની પોઝિશનથી ગોસાઈ (સાધુ) એ અફઘાની છાવણીનો ઘણા દિવસો સુધી પૃથ્થક્કરણ ચાલુ રહ્યું. ગોસાઈની સેના આગળ વધી ત્યારે શત્રુની એક વિસ્ફોટક છાવણી પર અફઘાનનું તોપખાનું ત’આપુઈ બિંદુએ જીવંત છે અને તેના દ્વારા સંપ્રદાયને હટાવવાની તૈયારી છે એમ જાણવા મળે છે, પરંતુ સન્યાસીઓની બુધ્ધિ ક્ષમતા ખુબ જ મજબૂત છે, આવા વિચારથી વિષાદ કરી શકાય તેમ નથી, તેથી તેઓએ લડવાનું નક્કી કર્યું. સમય જતાં અફઘાન છાવણીમાં સિપાહીઓ અને ઘોડાના સ્તંભમાં ઘટાડો થઇ રહ્યો છે.

    આ બાજુ, ગોસાઇ (સાધુ) કમાન્ડર સેના સાથે આગળ વધે છે પરંતુ તેમના નેતા રાજેન્દ્રગીરી નથી, તેઓ પોતાની જાતને લાંબા સમયથી કોતરમાં રાખીને અફઘાન કેમ્પનું અવલોકન કરતાં રાજેન્દ્રગીરીના ચેલામાના એક છે. જે રાજેન્દ્રગીરીના કમાન્ડર તરીકે કામ કરી રહ્યા છે, છાવણીની દ્રસ્ટીએ તેઓ ગુપ્તચરનું કામ કરી રહ્યા છે. ત્યારે યુધ્ધનો અવાજ સંભળાતા, હવે છુપાઈ બેસેલો અબ્દાલી સેનાને તૈયાર કરે છે, બધા સાથે બેસી નમાઝ પઢે છે અને અલ્લાહની બંદગી કરે છે. શરૂમાં અફઘાન અગ્નિમાં કવર હેઠળ આગળ વધ્યા અને તેમની સ્થિતિ લઈ લે છે. તોપખાનું, દ્વંધ્ધ યુધ્ધ એક કલાક સુધી ચાલુ રહ્યું છે. જે પછીથી અફઘાનીઓએ તેમની અગ્નિબંધી દૂર કરી અને એકદમ તલવારથી ઘસારો કર્યો, રોકટ ફાટી નીકળ્યા અને જે હવે “મારો યા મરો”ના ઉદ્દેશ સાથે યુધ્ધ કરવા પ્રભાવિત થાય છે. તરંગની માફક એક પછી એક તેઓ દુશ્મન પર હાવી થઈ રહ્યા છે. જો મરાઠા દ્વારા માહિતી આપવામાં ન આવી હોત તો અત્યારે પરિસ્થિતિ કઈ અલગ જ હોત.

    જ્યારે દિવસના ગોસાઇ (સાધુ)ના કમાન્ડરએ તેના વિશાળ દુશ્મન તરફ ઉડાન ભરી, ત્યારે અધવચ્ચે સાધુઓ પાછા ફરવા જઇ રહ્યા છે પરંતુ કમાન્ડર દ્વારા યુધ્ધમાં ઘોડા પર આરુઢ થઇને પાછા ફરવા વિનંતી કરે છે. એકતાની પ્રેરણા પૂરી સાધુઓ પરત આવે છે અને પગના ક્રમાંકો વચ્ચે પોતાનું સ્થાન મેળવ્યું. અનુયાયીઓ આનંદદોષણા સૂત્ર ઉડાવતા દુશ્મનની વચ્ચે ભાગ લે છે. દુશ્મનના ઝુંડે તેમના પર હુમલો કર્યો. તેમની પર કિનારા પર ધસમસતું મોજું આવે તેમ સેનાનું ઝુંડ આવ્યું. સૂર્ય આ કલાક નીચે જતો રહ્યો અને પશ્ચિમના ક્ષિતિજની તેજસ્વિતાનો ઉદય થયો. કેટલાક સાધુ પહાડોમાં માર્યા ગયા અને અન્ય લોકો વેરવિખેર થઈ ગયા. ફક્ત કમાન્ડર ખેતરમાં એકલો છૂટી ગયો તેમણે એક અફઘાનોને પડકાર્યો જે આગળ આપ્યો. તેમણે લાંબા સમય સુધી દુશ્મનની તલવાર સામે લડત આપી અને છેલ્લો નીચે પડી ગયા.

    આમ, સન્યાસીઓએ છેકસુધી વજીરની વફાદારી નિભાવી હતી. આ પ્રસંગ બાદ અબ્દાલી સામેથી વજીર અને અવધના નવાબ સફદર જંગ સાથે શાંતિકરાર કરવા માટે આવ્યો હતો.

    રાજેન્દ્રાગીરીના અવસાન બાદ મુઘલ નવાબ અને વજીર સફદર જંગ ફરી યુધ્ધ લડવાની હીમત કરી શક્યા ન હતા. તેમણે તેમની સાથે થોડાક બહાદુરો પણ કર્યા હતા, સફદર જગતે તેમની હાજરીમાં તેમને હરાવી ન શકાય તેવો અસાધારણ વિશેષાધિકાર આપ્યો હતો. તેમને મોગલ સામ્રાજ્યમાં સર્વોચ્ચ રેકૉર્ડ દ્વારા માત્ર એક ઊચ્ચ સન્માન મેળવ્યું હતું, ઈતિહાસમાં તેઓની અદ્રશ્યતાએ યુદ્ધના પાસાને બદલ્યા હતા. રાજેન્દ્રગીરી નિર્ભીક મૃત્યુ પામ્યા હતા. એ વાત સાચી છે કે, ઇતિહાસકાર તેને એક જનરલનો દરજ્જો ન આપી શકે પરંતુ ધીરજ, ભયભીત અને ભયંકર જેવા શબ્દ પ્રત્યે વફાદારી માટે તેમની ક્ષમતા જનરલ જેવી જ છે એ હકીકત કોઈ નકારી શકે તેમ નથી.

    ઈતિહાસમાં આવા ઘણા ધર્મયુધ્ધ ખેલાયેલા છે – ઔરંગઝેબ સાથેની લડાઈમાં શિવાજીને સાધુઓનો સહકાર મળ્યો હતો. આ યુધ્ધ દરમિયાન મોઘલ સેનામાં સામિલ સનાતન ધર્મી સૈનિકો મુઘલ સેના છોડીને સાધુ સાથે જોડાઈ ગયા હતા. પાનીપતના ત્રીજા યુધ્ધમાં પણ સાધુઓનું યોગદાન રહેલું છે. જ્યારે જરૂર પડી છે સાધુ સંપ્રદાયે શાસ્ત્રને બાજુમાં મૂકીને શસ્ત્ર ચાલાવ્યા છે એના અનેક ઉદાહરણ ઇતિહાસના પાને લખાયેલા છે. એક સંતોષી યોદ્ધા સામાન્ય નૈતિક સંબંધોથી મુક્ત હોય છે અને ભક્તની ભાવનાથી તેના તમામ કાર્યોમાં મજબૂત હોય છે.

    ***