Trapped 3
(ટ્રેપ્ડ 3)
રાજસ્થાન બોર્ડરથી ઘરે આવતા ટ્રેનમાં લેફ્ટેનેન્ટ કર્નલ સૂર્યપ્રતાપસિંહને છાયા શર્મા નામની સ્વરૂપવાન સ્ત્રી મળ્યા પછી બંને વચ્ચે લાગણીનો તંતુ જોડાયો. સર્જીકલ સ્ટ્રાઇક માટે સૂર્યપ્રતાપ સિંહને તાત્કાલીક દિલ્હી જવાનું થયુ. 29 સપ્ટેમ્બર, 2016ના દિવસે પાકિસ્તાનના ભિમ્બર, હોટસ્પ્રિંગ, કેલ અને લીપા સેક્ટરમાં સર્જીકલ સ્ટ્રાઇકમાં મિશનના બધા કમાન્ડોઝને ટેરેરીસ્ટ આગળ સરેંડર સરેન્ડર થવું પડ્યું. અચાનક સૂર્યપ્રતાપસિંહના માથામાં કાંઇક પછડાતા તે જમીન પર ઢળી પડ્યા. તેમને ટેરેરીસ્ટ્સ બંધક બનાવી ખૂબ ટોર્ચર કરી આર્મીના અન્ય પ્લાનની પૂછપરછ કરે છે, પરંતુ સૂર્યપ્રતાપસિંહ દરેક ટોર્ચરને સહન કરી એક શબ્દ પણ બોલતા નથી. છેવટે તેમની પૂછપરછ કરવા આ ટેરેરીસ્ટ ગ્રુપની હેડ – કોઇ લેડી આવે છે.....
હવે આગળ.....
.......પેલી સ્ત્રીના રૂમાલ બાંધેલા ચહેરાનો આકાર કંઇક જાણીતો લાગ્યો. આ અણિયારી આંખ ક્યાંક જોઇ હોય તેમ લાગ્યું. આવી જ કોઇ આંખમાં કેટલાય સમય સુધી ડૂબ્યો રહ્યો હોવાનો અકળ અહેસાસ થયો. ઘડીભરમાં હું તંદ્રામાંથી જાગ્યો..!
“લેફ્ટેનેન્ટ કર્નલ સૂર્યપ્રતાપસિંહ. આપ કો કોઇ તકલીફ તો નહીં હૈ ના યહા..?”
આ અવાજ ઘણો પરિચિત લાગ્યો, પણ અહીં પરિચિત અવાજ ક્યાંથી..? કદાચ મારા પરના ટોર્ચરને કારણે મને આવું લાગતું હશે. તેણે એક ઇશારો કર્યો એટલે સૌ બહાર ગયા. હવે રૂમમાં માત્ર અમે બંને જ હતા. તેણે ફરી વાત માંડી.
“આઇ એમ સોરી મિસ્ટર સૂર્યપ્રતાપસિંહ. બટ યુ નો ઇટ્સ ઓલ ઇન ફેટ..!”
તેના આ શબ્દો મારા મનમાં પડઘા પડી ક્યાંય સુધી સંભળાતા રહ્યા. આ એક શબ્દથી મારી નજર સામે પાછલો કેટલોયે સમય દ્રષ્ટિગત થવા લાગ્યો.! હું ગૂઢ વિમાસણમાં પડ્યો. આ શબ્દો....? આ શબ્દો તો....
મારી છાયાના...એટલે કે આ સ્ત્રી...?
“છાયા શર્મા...!” હું મનોમન બોલ્યો.
તે સ્ત્રીએ મોં પર બાંધેલ રૂમાલ કાઢ્યો. મારા પગ તળે ધરતી ખસી ગઇ. બધું જ જાણે ગોળ ગોળ ફરતું હોય તેમ ચક્કર આવવા લાગ્યા. તે સ્ત્રી બીજુ કોઇ નહીં પણ છાયા જ...!
“યસ મિસ્ટર સૂર્યપ્રતાપસિંહ, યુ કેન કોલ મી છાયા...! બટ ઇન રીયાલીટી હુ માયા છુ, એક મોહ છું, માત્ર એક પડછાયો જ. અને ક્યારેય પડછાયાને સાચો માની તેની પાછળ દોડનાર પાગલ જ ગણાય..!”
“તો આ બધો એક પ્લાન હતો..?”
“પ્લાન..? નોટ એક્ઝેટલી પ્લાન, બટ ઇટ્સ અ ટ્રેપ. અને યુ આર ટ્રેપ્ડ નાઉ..!”
“તે મને છેતરી..?”
“નો...નો...મેં કોઇને નથી છેતર્યા. તમારી ટ્રેઇનીંગ જરા કાચી રહેલી એટલે જ તો તમે અઅમ ઇઝીલી ટ્રેપ્ડ થયા..! એન્ડ માઇન્ડ વેલ, ઇટ્સ માય ડ્યુટી. તમે તમારી ડ્યુટી ભૂલ્યા એમાં મારો શું ફોલ્ટ..?”
“ડ્યુટી..?”
“યસ, ડ્યુટી. આઇ એમ ધ ચીફ ઓફ ધીસ સ્લીપર સેલ..!”
મને આજે મારે એકપણ ઇન્દ્રિય પર વિશ્વાસ ના હતો. હજુ પણ મને ખાતરી ના હતી કે છાયા આ બધું..!
“તો આ બધું એક ટ્રેપ..!”
“અફકોર્સ. તમને શું લાગ્યું કે તમારી ટ્રેન ટીકીટ એમ જ કન્ફર્મ થયેલી.? તમારી સાથે હું એમ જ એ કમ્પાર્ટમેન્ટમાં આવેલી..? તમારી સાથે ચેટ, મેસેજીસ, કોલ્સ બધું જ આ એક પ્લાન મુજબ હતું. તમારા પર અમે કેટલાય મહિનાઓથી વૉચ રાખી હતી..!”
“ખતરનાક પ્લાનિંગ...!”
“એન્ડ યો નો માય માસ્ટર સ્ટ્રોક..? દિલ્હી રીટર્ન આવતા તમને આપેલો પેલો હલવો..! કાંઇ યાદ આવ્યુ.?”
“ઓહ...તો તે હલવામાં કોઇ દવા...!”
“યસ ડીઅર. ત્યારે જ તો તમારા લેપટોપમાંથી આ સર્જીકલ સ્ટ્રાઇકના પ્લાનની ખબર પડી..!”
“પણ તે તો મને ટ્રુ લવ... તે શું હતુ બધું..?”
“એક્સક્યુઅઝ મી. મેં ક્યારેય કોઇ લવ નથી કર્યો. મેં માત્ર મારી ડ્યુટી જ કરી. એન્ડયો નો એવરીથીંગ ઇઝ ફેર ઇન વૉર. એંડ વી આર ઇન વૉર વીથ યુ.”
“કેટલો મોટો દગો..! મારે પહેલેથી જ સમજી જવું જોઇતું હતું કે અહીં સાચી ફિલીંગ્સની કોઇ કિંમત નથી.!”
“યુ આર ઇમોશનલ ફૂલ. એન્ડ ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન... અમારા આ પ્લાનમાં તમારા આર્મી અને પોલીટિક્સના ઘણા મોટા માથા ઇન્વોલ્વ્ડ છે. ડોન્ટ થીંક ટુ મચ...ઇટ્સ ઑલ ઇન ફેટ.!”
વાત કરતા કરતા તેણે એક ઇંજેક્શન મારા હાથમાં માર્યુ. મારા મોંથી ‘આહ’ નીકળી ગયુ.
“ઉપ્સ, પણ અમારે ડ્રગ્સના ટેસ્ટીંગ માટે એક સારી બોડીની જરૂર હતી, એન્ડ યુ આર પરફેક્ટ ફોર ઇટ.”
“આ શેનું ઇંજેક્શન હતું..?” વ્યાકુળતા સાથે મેં પૂછ્યુ.
“હેવ યુ હર્ડ ધ નેમ ઑફ AH 7921 એન્ડ ક્રિસ્ટલ મીથ?” તેણે ચાલતા ચાલતા આગળ વાત ઉમેરી, “ ઇટ વોઝ ડેવલપ્ડ ઇન 1887, વાઇડલી યુઝ્ડ ઇન સેકન્ડ વર્લ્ડ વૉર એન્ડ ધેન બેન્ડ આફ્ટર 1970. આ ડ્રગ્ઝનો સાવ નાનો ડોઝ હ્યુમન બોડીમાં બ્રેન અને બ્લડ વેસલને ખૂબ ડેમેજ્ડ કરી કોઇને પણ ઇઝીલી પેરેલાઇઝ્ડ કરવા કેપેબલ છે..!”
મને ખ્યાલ આવી ગયો કે હવે મારી શું હાલત થશે. આના કરતાં બેટર હું ડેથ પસંદ કરીશ. ત્યાં સામે ટેબલ પર લેપટોપ ખોલી તેણે આગળ વાત માંડી.
“આજે તમારા માટે બીજુ સરપ્રાઇઝ પણ છે. મારા એક ક્લિકથી એક ખૂબ મોટી બેંકમાંથી અમારા એકાઉન્ટમાં 10 મિલીયન ડૉલર્સ ટ્રાન્સફર થશે અને આ ઐતિહાસિક ઘટનાના તમે સાક્ષી બની શકશો..!”
તેના બાકીના હથિયારબંધ માણસો મારી આસપાસ આવી ઊભા રહી ગયા હતા. ડ્રગ્સને કારણે મારી આંખ ઘેરાવા લાગી હતી. લેપટોપમાં કોઇ પાસવર્ડ આપી તેણે કહ્યું, “ઓકે. લેટ્સ ધ કાઉન્ટ ડાઉન બીગીન.” અને કોઇ બેંકમાંથી આમના એકાઉન્ટમાં મની ટ્રાન્સફર થવાની શરૂઆત થઇ.
શું સૂર્યપ્રતાપસિંહ આ ટ્રાન્સફર રોકી શકશે..?
શું સૂર્યપ્રતાપસિંહ આ ટ્રેપથી નીકળી શકશે..?
સૂર્યપ્રતાપ સિંહ સાથે શું થશે તે જાણવા આગામી ભાગ માટે થોડી રાહ...…
ટ્રેપ્ડ.… Trapped 4 coming soon.
***