Hum tumhare hain sanam - 7 in Gujarati Love Stories by Irfan Juneja books and stories PDF | હમ તુમ્હારે હૈ સનમ - 7

Featured Books
Categories
Share

હમ તુમ્હારે હૈ સનમ - 7

હમ તુમ્હારે હૈ સનમ

(ભાગ-૭)

અરમાન ના અમ્મી અબ્બુ જેતપુર થી પાછા ફરે છે. ઘરે આવતા જ એ અક્રમ અને અરમાન ને મળે છે.

"સલામ અમ્મી તમે આવી ગયા..."

"હા બેટા.. "

"શું જવાબ આપ્યો એમણે..."

"એ તો શું જવાબ આપવાના જે આપવાનો હતો એ જ. જેતપુર માં તારા અબ્બુ ને કહી ને ગયા તા એમ જ ઇન્કાર કર્યો.."

"તો તમે આજે કેમ આવ્યા..."

"અમે ઇન્કાર સાંભળી ને જેતપુર ગયા હતા. થયું તારા સલમા માસી ને મોકલી ને એકવાર કોશિસ કરી લઈએ. કદાચ એમનું મન બદલાઈ જાય..."

"તો પછી શું થયું અમ્મી?"

"કઈ નઈ એમને પણ એ જ જવાબ મળ્યો... પણ બેટા તું ચિંતા ના કર આયત તારી જ છે..."

"અમ્મી ચિંતા છે કોને અહીં... આયત મારી હતી ને રહેશે. હું મારી ગમતી વસ્તુ કોઈને નથી આપતો...."

"અરમાન બેટા થોડા દિવસ જૂનાગઢ ના જતો. આયત ના મોટા બાપુજી પોલીસ માં છે અને એમના છોકરા ઝગડા ના મૂડમાં..."

"અબ્બુ હું કોઈ થી ડરતો નથી અને એમના છોકરાઓ ઝગડાના મૂડમાં છે તો મેં પણ હાથ માં બંગડીઓ નથી પહેરી... જેને રોકવો હોય મારો રસ્તો એ રોકી લે પછી હું થશે એ તો ત્યારે જ ખબર પડશે..."

અરમાન ખુબ જ ગુસ્સા માં બોલે છે. આયત ની સખી સારા આયત ની ઘરે આવે છે. ડેલી ખખડાવે છે. આયત ના અમ્મી દરવાજો ખોલે છે.

"સલામ માસી... આજે આયત સ્કૂલે કેમ નહોતી આવી?"

"એને તાવ આવ્યો છે. એ ઉપર રૂમ માં સુતી છે..."

"હું એને મળી આવું?"

"ના.. એ સુતી છે. એને અછબડા થયા છે. તું ના જઈશ એની પાસે... તને પણ થશે..."

આટલું કહી આયત ના અમ્મી સારા ને આયત ને મળતા રોકે છે. સારા એને મળ્યા વગર પોતાના ઘરે જઈ રહી હોય છે. રસ્તામાં શાહીલ મળે છે.

"ભાઈજાન શાહીલ આપ ક્યાં જાઓ છો?"

"આયત ને મળવા કેમ₹?"

"ના જશો એને અછબડા થયા છે. તમને ચેપ લાગશે.."

"મળવામાં કઈ ન થાય... તું જા હું તો એને મળી ને જ રહીશ..."

શાહીલ આયત ના ઘરે જાય છે. આયતના અમ્મી ફરી દરવાજો ખોલે છે. શાહીલ ને અંદર આવવા દે છે. શાહીલ એ આંગળા માં પડેલા ખાટલા પર બેસાડે છે.

"શું થયું છે આયત ને કાકી?"

"કઈ નઈ થોડો તાવ છે... સુતી છે..."

"હું એને મળી આવું કાકી?"

"ના બેટા અછબડા છે... પછી મળી લેજે... તારી જ તો છે એ..."

"કાકી ઓલો અરમાન તો હવે જૂનાગઢ નો રસ્તો ભૂલી ગયો... "

"બેટા એ એના બાપ જેવો જિદ્દી છે. આવશે... એ જરૂર આવશે..."

"કાકી મન તો કરે છે એ કાલે જ આવી જાય ... એકવાર આવી ગયો તો પોતાના હાથ પગ પર પાછો નઈ જઈ શકે..."

"બેટા હાથ પગ ના તોડતો ડરાવી ને જ મોકલી દેજે..."

"કાકી મારી ગન દેખાડી.. હવામાં બે ચાર ફાયરિંગ કરીશ.. જો ડરી ને ચાલ્યો જશે તો ઠીક નહિતર પછી ઝગડો મોટો થશે..."

આમ જ શાહીલ પોતાનો ગુસ્સો એની કાકી સાથે વાત કરી દર્શાવે છે. સારા ગસ્ત માટે મૌલવી સાબ પાસે જાય છે.

"અસ્સલામું અલયકુમ મૌલવી સાબ..."

"વઅલયકુમ સલામ... કોણ છે..." મૌલવી સાબ એ ઘર ની ડેલી એ ઉભેલા વ્યક્તિ ને જવાબ આપ્યો.

"હું સારા..."

"હા બેટા.. ખુલ્લું જ છે આવી જા અંદર..."

સારા મૌલવી સાબ ના ઘરે આવે છે. એ જમતા હોય છે.

"મૌલવી સાબ આજે ગસ્ત નથી પણ એક સમસ્યા છે. એટલે હું તમારી પાસે આવી છું..."

"શું સમસ્યા છે બેટા..."

"આજે હું સ્કુલ એ ગઈ હતી પણ આયત નહોતી આવી. હું એ તપાસ કરવા ગઈ પણ એના અમ્મી એ મને ના મળવા દીધી..."

"હા તો એના અમ્મી એ કંઇક તો કહ્યું હશે ને કારણ..."

"હા એમને કહ્યું કે એને અછબડા થયા છે.. તું ના જા..."

"હા તો બેટા થયા હશે એમાં શું..?"

"પણ મને નથી લાગતું ... મને કંઇક ગળબળ લાગે છે..."

"કેમ તને ગળબળ લાગે છે?"

"કાલે એના રાજકોટ વાળા માસી અને માસા આવ્યા હતા. અને એ જતા પણ રહ્યા. અને આજે એ સ્કૂલે ના આવી એટલે મને ચિંતા થાય છે..."

"હા તો બેટા હું શું મદદ કરી શકું તારી એ કે મને..."

"તમે એમના ઘરે જાઓ ને ... કે એને સાચે અછબડા થયા છે કે બીજું કોઈ કારણ છે?"

"બેટા બોલાવ્યા વગર કેમ જાઉં હું કોઈના ઘરે?"

"તમે એમ કહેજો કે હું પાણી દમ કરવા આવ્યો છું... જે એ પીસે તો સારું થઇ જશે..."

"હા બેટા એ બહાને જઈ શકાય.... તું અહીંયા બેસ હું જઈને આવું. અહીં બેસી ને કુરાન નો એક ભાગ વાંચી લે. તને ઘણું પુણ્ય મળશે..."

"મૌલવી સાબ મેં તો તમને જમવા પણ ના દીધા..."

"બેટા આ ના જમવાનો મને એક રોજા જેટલું પુણ્ય મળશે..."

મૌલવી સાબ સારા ને પોતાના ઘર નું ધ્યાન રાખવા બેસાડીને આયત ના ઘરે જાય છે. ડેલી ખખડાવે છે. આયત ના અમ્મી દરવાજો ખોલે છે.

"અસ્સલામું અલયકુમ મૌલવી સાબ..."

"વલયકુમ સલામ... શું હું અંદર આવી શકું..."

"હા આવી જાઓ..."

મૌલવી સાબ ને એ અંદર બોલાવી ને ફળિયા માં બેસાડે છે.

"કેમ આજે અહીં મૌલવી સાબ?"

"મેં સાંભળ્યું કે આયત ને અછબડા થયા છે. તો પાણી દમ કરતો આવું..."

"એને દવા લઇ લીધી છે..."

"ડોક્ટર ની દવા થી દસ દિવસે એ મટે. ઈલ્મ પઢી ને પાણી દમ કરી ને એ પીવડાવો તો જલ્દી મટી જશે.. ક્યાં છે આયત મને લઇ જાઓ એની પાસે..."

"હા મૌલવી સાબ હું એના રૂમ માં એક નજર કરી આવું પછી તમને લઇ જવું..."

આયત ના અમ્મી એના રૂમ માં આવે છે. આયત જમતી હોય છે. એના ચહેરા પર એના અમ્મી એ ઢોર માર માર્યો હોય છે એના નિશાન પડી ગયા હોય છે.

"આયત જમવાનું મૂક... અને જલ્દી સુઈ જા આ ચાદર ઓઢી ને .. મૌલવી સાબ આવે છે. આ ચાદર ના હતાવતી..."

થોડીવાર પછી આયત ના અમ્મી મૌલવી સાબ ને લઇને આયત નાં રૂમ માં જાય છે મૌલવી સાબ ત્યાં બેસે છે. એના અમ્મી ને કહે છે. એક ગ્લાસ પાણી લઇ આવો. આયત ના અમ્મી એ કિચન માં લેવા જાય છે.

"બેટા મોઢા પર થી ચાદર હટાવ..."

આયત ચાદર હતાવે છે. મૌલવી સાબ એના ચહેરા પરના ઘાવ જોઈ ને સમજી જાય છે.

"રાજકોટ વાળા ને ના પાડી દીધી તારા અમ્મી અબ્બુ એ??"

આયત ડોકું હલાવી ને હા માં જવાબ આપે છે.

"તું અમ્મી અબ્બુ સામે કઈ બોલી તી બેટા...."

આયત મોઢું હલાવી ને હા માં જવાબ આપે છે.

"સારું ચાલ ઓઢી ને સુઈ જા..."

એના અમ્મી આવે છે. પાણી આપે છે. મૌલવી સાબ કુરાન ની એક સુરાહ પઢી ને પાણી દમ કરી આપે છે જેથી એનું મન શાંત થાય. અને એના અમ્મી ને જતા જતા કહે છે.

"મેં પાણી દમ કરી દીધું છે. એનાથી ૩ દિવસ માં અછબડા મટી જશે પણ ચહેરા પર થોડા દાગ રહી જશે.. જાણે કોઈ એ એને બેરહેમી થી મારી હોય..."

મૌલવી સાબ ઘરે પહોંચે છે. ત્યાં સારા બેઠી હોય છે.

"બેટા સબ્જી પણ ઠંડી થઇ ગઈ હશે. જા ગરમ કરી ને લઇ આવ..."

"મૌલવી સાબ.. તમે એ તો કહો એને અછબડા છે કે નહિ..."

"બેટા એ છોડ... તું એની સહેલી છે. એને સમજાવ કે સગાઇ તો તૂટે માં બાપ સામે ના બોલાય. એમનો હંમેશા આદર કરાય..."

"મૌલવી સાબ વાત સગાઇ ની નથી એથી બહુ આગળ વધી ગઈ છે..."

"એટલે? તું કહેવા શું માંગે છે..."

"એ હું તમારી સામે ન બોલી શકું..."

"બેટા હું તમને કુરાન પઢાવું છું. એક પિતા સમાન દરજ્જો છે મારો તું મને કે બેટા વાત શું છે..."

"મૌલવી સાબ.. એ એના પ્રેમમાં છે..."

"મૌલવી સાબ થોડીવાર ચુપ રહી ને કહે છે. જા બેટા સબ્જી ગરમ કરી ને લઇ આવ."

મૌલવી સાબ કુરાન ને ચુંબન કરી ને અલ્લાહ સામે દુઆ કરે છે. સારા એમને સબ્જી ગરમ કરતા કરતા જુવે છે. એમને જમવાનું આપી ને સારા ઘરે જાય છે. રાત્રે આયત ની અમ્મી એના રૂમ માં આવે છે. આયત પોતાના ચહેરા પર ના નિશાન એક મેકઅપ દર્પણ માં જોઈ રહી હોય છે.

"તું હજી પણ એને યાદ કરે છે..."

"ના અમ્મી હું એને ભૂલવાની કોશિસ કરું છું. પણ એ વારંવાર યાદ આવે છે..."

એના અમ્મી એ સાંભળી ને ફરીવાર એને મારવા જાય છે.

"અમ્મી ના મારો બે દિવસ બ્રેક લઈલો. નહીંતર નાક માંથી લોહી બહાર આવી જશે..."

"તું સમજ તી કેમ નથી. હું તને અરમાન સાથે લગ્ન કરવા નથી માંગતી... "

"લગ્ન કરવા કોણ માંગે છે અમ્મી. પ્રેમમાં લગ્ન થવા જરૂરી નથી. પ્રેમ તો બે મન નો મેળ છે..."

"તું એને કહી કેમ નથી દેતી એ અહીં ના આવે એ તો તારા હાથ માં છે ને..."

"અમ્મી મારા હાથ માં શું છે તમે પાસે બેસજો હું નિરાંતે કહીશ..."

"શું છે તારા હાથ માં ?"

"મને તમે કહેશો ઝેર પીજા હું પી જઈશ... તમે કહેશો ઠંડી માં આંખ પલકાવ્યા વગર ઉભી રે હું ઉભી રહીશ... તમે કહેશો તું જમવાનું છોડી દે ભૂખી મરી જા મારી જઈશ...."

"તું કહેવા શું માંગે છે...?"

"અમ્મી સાચું તો એ છે કે હું રોજ નમાજ પઢી ને એક જ દુઆ કરું છું કે હમણાં જ ડેલી ખખડે ને એ આવે. મારે એને જોવો નથી ના એને મળવું છે. બસ એ મારા માટે આવે છે. એ જ મારા સાચા પ્રેમ ની નિશાની છે..."

આટલું સાંભળતા જ આયત ના અમ્મી એક થપ્પડ મારે છે. આયત ની નસકોરી ફૂટે છે ને નાક માંથી લોહી નીકળે છે.

"કહ્યું તું ને અમ્મી હવે ના મારતા નહીંતર લોહી નીકળશે..."

આયતના અમ્મી ગુસ્સો કરી ને નીચે જાય છે. આયત ના અબ્બુ ફળિયામાં સુતા હોય છે.

"તમારી દીકરી ની આ બારમા ની પરીક્ષા પતે એટલે પરણાવી દો એને..."

"રુખશાના પણ આટલી જલ્દી કેમ..."

"એને હવે વધુ સમય અપાય એમ નથી. એ આપણાં હાથ માં હવે રહી નથી...."

"એવું ના બોલ રુખશાના દીકરી શરમ અને મહાબા વાળી છે..."

"એ પ્રેમ માં પડી છે... એના માટે ઝેર પીવા તૈયાર છે...."

"એવું ના બને... હું શાહીલ ને વાત કરું છું..."

"શાહીલ ને નહિ સલીમ ભાઈ ને વાત કરો કે બે મહિના પછી નિકાહ કરી ને લઇ જાઓ તમારી અમાનત ને..."

સવાર નો સમય છે. સારા ફરીવાર આયત ના ઘરે આવે છે. એના અમ્મી રોકે છે પણ સારા મૌલવી સાબ એ કહ્યું એ ઠીક થઇ ગઈ એમ કરી ને આયત ને મળવા આવી જ જાય છે.

"આયત તને તો બહુ નિશાન થઇ ગયા છે... એ આવશે તો શું કરીશ...."

"આ એના પ્રેમ ની નિશાની છે. સારા એ આવશે તો જોશે કે મેં એના પ્રેમ ની નિશાની કેટલી સુંદર રીતે સજાવી છે..."

"આયત પણ એ ક્યારે આવશે...? એ કાલ આવશે..."

"તને કેમ ખબર..."

"મેં જવાબવાળી ચિઠ્ઠી મોકલી છે એ આજે મળી જશે..."

"તો એ આવશે... તને પાક્કી ખાતરી છે..."

ત્યાં જ આંગણામાં કાગડો ઝાડ પર બેઠા બેઠા બોલ્યો...

"હા હવે તો પાક્કું.. જો આ કાગડો પણ કે છે એ આવશે..."

અરમાન ક્રિકેટ ગ્રાઉન્ડ પર છે. કપ્તાન ટોસ જીતી ને બેટિંગ લઇ ને આવે છે.

"ચાલ અરમાન પેડ પેરી લે... બેટિંગ લીધી..."

"આજે હું નઈ જાઉં ઓપનિંગ માં... હું ચોથા નમ્બરે જઈશ..."

"આમ ના કર તું સ્પિનર ને સારું નથી રમતો... "

"કપ્તાન તું ઈજ્જત ના ઉતાર હું બધા ને રમી શકું છું..."

ટિમ ની બે વિકેટ પડે છે. અરમાન બેટિંગ માટે જાય છે. સ્પિનર ને એ ખુબ જ સારી રીતે રમેં છે. અરમાન ૯૯ એ પહોંચે છે. ત્યાં રફીક ટપાલી એની નજરે પડે છે. જે મેદાન ના ગેટ પાસે ઉભો હોય છે. અરમાન એક પોઇન્ટ તરફ શોટ મારી એક રન દોડે છે. દોડતો દોડતો એ મેદાન નો બહાર ગેટ પાસે જતો રે છે.

"મારી ચિઠ્ઠી આવી?"

"હા આવી ગઈ...."

"લાવ આપ.."

"પહેલા ૧૦૦ રૂપિયા આપ..."

"આપણે ૫૦ ની વાત થઇ થી..."

"ના ૧૦૦ આપે તો જ..."

"કાલે લઇ લેજે બીજા પચાસ ચાલ આપી દે.."

"હા લે.. લઈજા પણ કાલે પચાસ આપવાનું ભૂલતો નઈ.."

અરમાન ચીઠ્ઠી લઇને કપ્તાન ને કહી ને ઘરે જાય છે. એ ચિઠ્ઠી ખોલે છે.

""""

તમને સલામ અને તમારો આભાર,

તમે કોઈની પરવાહ કર્યા વગર મને મળવા આવ્યા અને ચિઠ્ઠી આપી ને ગયા મને એ ખુબ ગમ્યું. તમારી એ ચિઠ્ઠી ને હું ખુબ જ સાચવી ને રાખું છું અને જયારે જયારે તમારી યાદ આવે છે હું એ વાંચી લઉ છું.

તમે આવ્યા એ અમ્મી અબ્બુ ને ના ગમ્યું પણ તમે આવ્યા એ મને ખુબ ગમ્યું. હું જાણું છું કે તમને અમ્મી અબ્બુ નો જવાબ મળી ગયો હશે.

જેમ તમે મનમાં અનેક વ્હેમ પાળી ને બેઠા છો એમ હું પણ પાળી ને બેઠી છું પણ એ વ્હેમ ની સાથે અરમાન પણ મારા મનમાં જીવે છે અને એ બધા વ્હેમ અરમાન થી ડરે છે.

તમારો ગુસ્સો અને ઘમંડ બહુ છે. ગુસ્સા નો મને વાંધો નથી પણ ઘમંડ મને પસંદ નથી કેમ કે એ અલ્લાહ ને પસંદ નથી. હું તમને હંમેશા ચાહતી રહીશ આપણે મળીએ કે ના મળીએ...

તમારી આયત....

""""

અક્રમ ત્યાં આવે છે. સાંજના ૩:૩૦ વાગ્યા હોય છે. અરમાન લેટર ને વારંવાર વાંચી રહ્યો હોય છે.

"કેટલી વાર વાંચ્યો?"

"૧૦૦ વાર તો થઇ ગયો હશે...." અરમાન હસતા કહે છે.

અરમાન લેટર મૂકી ને અક્રમ ને પૂછે છે.

"કેટલા પૈસા છે તારી પાસે...?"

"૬૦૦ - ૭૦૦ હશે કેમ?"

"એમાં થી ૫૦૦ મને આપ..."

"પણ કેમ?"

"પેલા આપ પછી કહું છું..."

અક્રમ અરમાન ને ૫૦૦ રૂપિયા આપે છે.

"અક્રમ હું જૂનાગઢ જાઉં છું..."

"એકલા? અને અત્યારે તાબે પહોંચતા સાંજ પડી જશે..."

"હા એકલા... અક્રમ એકલા જ જવું પડશે... એ શાહીલ ને પણ બતાવું પડશે કે હું એકલો આવું છું..."

"અરમાન પાગલ ન બન.. એ ત્યાં ગુંડા લઇ ને ફરે છે અને તું એકલો ત્યાં રાત્રે ના જા...."

"અક્રમ તું ચિંતા ના કર એ મારુ કઈ નઈ ઉખાડી શકે..."

"એની પાસે ગન છે... અને ફાયદો ઉઠાવશે તારા એકલા હોવાનો..."

"અક્રમ તું દુઆ કર એ મને મારી નાખે... હું આયત શાહીલ ના હાથે મારવાનું પસંદ કરીશ પણ એ એમ કહી જાય છે હું ફટ્ટુ છું. હું ડરપોક છું એ નહિ બને...."

આટલું કહી અરમાન એકલો જૂનાગઢ જવા નીકળે છે...

ક્રમશ:....