is 1857no swatantray sangram viplav in Gujarati Short Stories by Kaushal Suthar books and stories PDF | ઈ.સ.1857નો સ્વાતંત્ર્યસંગ્રામ વિપ્લવ

Featured Books
  • ઈશ્વરીય શક્તિ - ભાગ 3

    ઈશ્વરીય શક્તિ ભાગ 3   જય માતાજી મહાનુભાવો. વડીલો મિત્રો સ્ને...

  • શિવ શક્તિ

    શિવ શક્તિ શિવ શક્તિ. શિવ વગર શક્તિ અધૂરી છે અને શક્તિ વગર શિ...

  • ભાગવત રહસ્ય - 75

    ભાગવત રહસ્ય-૭૫   માયા એવી છે કે-સુખ-સંપત્તિમાં ભક્તિ કરવા દે...

  • એક ષડયંત્ર.... - ભાગ 94

    (કનિકા જજને ફોન કરી ત્યાં બોલાવે છે. જજ પણ ત્યાં આવી અને રેક...

  • હમસફર - 28

    અમન : રાહુલ અંહીયા થી ચાલ્યો જા હું ગુસ્સામાં આવીને કંઈ ખરાબ...

Categories
Share

ઈ.સ.1857નો સ્વાતંત્ર્યસંગ્રામ વિપ્લવ

ઈ.સ. 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ / વિપ્લવ ...

કૌશલ સુથાર

* ઈસ્ટ ઇન્ડિયા કંપનીની શરુઆત અને હકૂમત :

વિશ્વમાં આપણા દેશનું અનોખું મહત્વ હતું.દેશ-પરદેશના લોકો આપણી સમૃદ્ધિ અને સંસ્કૃતિથી પ્રભાવિત થઈ રહ્યા હતા. વિશ્વના ઘણા લોકો આપણા દેશમાં વ્યાપાર કરવા અને ધન કમાવા આતુર હતા. વિદેશી વેપારીઓ વાયવ્ય સરહદેથી આવતા અને વેપાર કરતા યુરોપિયન દેશોમાં રેશમ, સુતરાઉ કાપડ, મરી મસાલા, તેજાના વગેરે ચીજવસ્તુઓની માંગ વધારે હતી. વર્ષોથી જમીન માર્ગે ચાલતો વ્યાપાર તુર્કી લોકોએ કોન્સ્ટેન્ટિનોપલ નામનું બંદર જીતી લેતા બંધ થઈ ગયો. પરંતુ યુરોપિયન પ્રજાને આ વસ્તુ વગર ચાલે તેમ નહોતું તેથી તેમણે નવો ભારત આવવાનો જળમાર્ગ શોધ્યો.

પોર્ટુગીઝ, ડચ અને ફ્રેન્ચ લોકો વેપાર કરવા આવ્યા. પરંતુ અંગ્રેજોની સામે ટકી શક્યા નહિ. ઈ. સ.1600માં ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથના સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની સ્થાપના થઈ.1613માં સર ટૉમસ રોએ જહાંગીર પાસેથી સુરતમાં વેપારી કોઠી સ્થાપવાની પરવાનગી લઈ લીધી.ત્યાર પછી દિલ્હીની સત્તા શાહજહાં પાસે આવી અને તેમણે અંગ્રેજોને બંગાળમાં વેપાર કરવાની છૂટ આપી હવે કંપની વધુ ને વધુ ધન કમાવાની હોડમાં લાગી ચૂકી હતી.ઈ.સ.1756 માં બંગાળના નવાબ સિરાજ- ઉદ-દોલા બન્યો.જેની અંગ્રેજો ઉપર ધાક હતી તેથી અંગ્રેજો તેને પસંદ કરતા ન હતા સિરાજ- ઉદ-દોલાના સેનાપતિ મીર જાફરને નવાબ બનવાની લાલચ આપી. કહેવાય છે કે ’લોભે લંકા જઈ’ અને ‘ઘર ફૂટે ઘર જાય.’ અંગ્રેજ અધિકારી રોબર્ટ ક્લાઈવને મદદ કરી અને તેણે ઈ.સ.1757માં પ્લાસીના યુદ્ધમાં સિરાજ-ઉદ-દોલા ને હરાવી દગાથી ખૂન કર્યું.ભારતમાં કંપનીની આ પહેલી લડાઈ હતી જેનાથી ભારતમાં અંગ્રેજ સત્તાની શરૂઆત થઈ. આ લડાઈ ભારતના ઇતિહાસમાં મહત્વની ઘટના ગણાય છે.આ બનાવથી ભારતનો ઇતિહાસ બદલાય છે.

આમ, વ્યાપાર કરવા માટે આવેલા અંગ્રેજોએ આપણા લોકોના લાલચને કારણે આપણા દેશ પર શાસન કરી ગયા અને સોને કી ચીડિયા કહેવાતા આપણા દેશને કંગાળ કરી નાખ્યો.

***

* 1857નો સ્વાતંત્ર્યસંગ્રામ / વિપ્લવ :

વેલેસ્લીની સહાયકારી યોજના અને ડેલહાઉસીની ખાલસા નીતિએ આખા દેશમાં ખળભળાટ મચાવી દીધો. પ્રજાનો અંગ્રેજ શાસન સામેનો અસંતોષ બહાર આવવા લાગ્યો. અંગ્રેજોની દમનનીતિનો કોરડો વીંઝાતો હતો. ડેલહાઉસીએ કરેલા સુધારાએ બળતામાં ઘી હોમ્યુ.રેલવે અને તાર-ટપાલની સુવિધા, ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા ઘણા લોકોને ખૂંચવા લાગી. રૂઢિચુસ્ત અને જૂની વિચારધારામાં માનતા લોકોને લાગ્યું કે અંગ્રેજો આપણી સંસ્કૃતિનો નાશ કરવા માંગે છે. અંગ્રેજોએ કરેલા સુધારા આમ તો તેમના વહીવટની સુગમતા માટે કર્યા હતા.ભારતીય પ્રજાને તેનાથી લાભ થયો હતો પણ તેની કિંમત ઘણી ચૂકવવી પડી હતી. લોકોમાં અસંતોષની આગ ભડકાનું સ્વરૂપધારણ કરવા લાગી હતી. આ અસંતોષ એટલે 1857 નો સ્વાતંત્ર્ય સંગ્રામ.(રાષ્ટ્રવાદના ઉદયની પ્રથમ ઘટના)

સ્વાતંત્ર્ય સંગ્રામના ઉદ્ભવમાં સામાજિક, ધાર્મિક, આર્થિક, રાજકીય, લશ્કરી અને તાત્કાલિક કારણો જવાબદાર હતા.જેવાં કે, કંપની ઇરાદાપૂર્વક ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવે છે, ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવો, વિસ્તારવાદની નીતિ, કૂટનીતિ, વિગ્રહો, લશ્કરમાં ઉચ્ચ હોદ્દાઓ પર અંગ્રેજ અધિકારીઓ માટે અનામત, અંગ્રેજ સિપાહી કરતા હિન્દી સિપાહીને ખૂબ જ ઓછો પગાર, એનફિલ્ડ રાઈફલની કારતૂસ બનાવવા ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ વગેરે મુખ્ય હતા.

કલકત્તાથી ચૌદ માઈલ દૂર બરાકપુર નામની જગ્યા છે. સરકારનું ત્યાં લશ્કરી થાણું છે. ઊંચી જ્ઞાતિનો હિન્દુસ્તાની સિપાઈ નજીકના ડમ ડમ પાસે કૂવામાંથી પાણી ખેંચતો હતો.એક તરસ્યો ખલાસી (ચમાર) સિપાઈ પાસે આવ્યો અને પીવા માટે પાણી માગ્યું.હિન્દુસ્તાની બોલ્યો : 'તને પાણી અપાય નહીં, તું ચમાર છે' બંને વચ્ચે થોડીવાર ચડભડ ચાલી.અંતે ચમારે સિપાઈને ટોણો માર્યો:'તમારો ધર્મ અભડાય તેથી તમે લોકો મને પાણી આપતા નથી, પણ હું ડુક્કરના ને ગાયના મડદાંમાંથી જે ચરબી તારવું છું એ તમે સિપાઈઓ દાંત વડે કારતૂસ તોડતી વખતે મોંમા નાખો છો.'આ વાત પર ઝઘડો થયો અને સિપાઈ ચમારને મારપીટ કરવા લાગ્યો. આસપાસના લોકો ભેગા થયા અને તેમાંના એકે સલાહ આપી કે આનો નિવેડો લાવવા માટે જાતે ખાતરી કરવી જોઈએ.સિપાઈ અને ચમાર તે જગ્યા જોવા ગયા ત્યાં સિપાઈએ જોયું તો પચાસ-સાઈઠ ચમારો કારતૂસ પર પ્રાણીજ ચરબી લગાડી રહ્યા હતા.સિપાઈ ચોંકી ઉઠ્યો. ધૂઆપૂઆ થતા લશ્કરી છાવણીમાં પાછો ફર્યો. હિંદુ તથા મુસ્લિમ બેય કોમના અમુક સિપાઈઓને વાત કરી અને ક્રોધિત થયેલા એ સૌએ પેશાવર, સિઆલકોટ અને મેરઠ વગેરે લશ્કરી છાવણીઓના ભારતીય સૈનિકોને પત્રો દ્વારા જાણ કરી.

સિપાઈઓ જાન્યુઆરી 1857 સુધી બ્રાઉન બેસ્ટ બંદુક વાપરતા.જેને દેશી બનાવટનો તમંચો કહી શકાય. કંપનીએ તે મહિને વધુ રેન્જ વાળી એનફિલ્ડ રાઇફલ મંગાવી, જે નાની લખોટીના આકારની ગોળી ને ને લખોટીના આકારની ગોળી ને ને બદલે શંકુ આકારની બુલેટ છોડતી હતી.આ બુલેટ જાડા કાગળના કારતૂસમાં આગલા છેડે હતી.જેની પાછળ બારૂદ ભરેલો હતો.સિપાઈએ ગોળી તરફનું કાગળનું આવરણ દાંત વડે તોડીને ગોળી આગળ તરફ જ રહે તે રીતે કારતૂસ ને રાઈફલના નાળચામાં પેસાડવાનો રહેતો હતો. સહેલાઈથી પેસે તે માટે લુબ્રિકેશન માટે કાગળની બહારની સપાટી પર ગાય કે ડુક્કર ની ચરબી લગાડાતી હતી.ધાર્મિક દ્રષ્ટિએ ગાય ને ને ડુક્કરનું માંસ ખાવાની મનાઈ હોવાથી અનુક્રમે હિંદુ અને મુસ્લિમ સૈનિકોની લાગણી દુભાઈ, અંગ્રેજો તેમનો ધર્મ ભ્રષ્ટ કરવા માંગે છે તેવું તેઓને લાગ્યું. તેમણે ઉપરી અધિકારીને આ અંગે ફરિયાદ કરી પણ સંતોષકારક ખુલાસો ન મળતા.સૌ પ્રથમ બરાકપુરની 19મી પલટને આ ચરબીવાળા કારતૂસનો ઉપયોગ કરવાનો ઈનકાર કર્યો.

31મી મે, 1857 ના રોજ દેશભરમાં એકસાથે ઇસ્ટ ઇન્ડિયા કંપનીની હકૂમત સામે સંગ્રામનું આયોજન થયું.બહાદુરશાહ ઝફર, નાનાસાહેબ પેશ્વા, કુંવરસિંહ, રાણી લક્ષ્મીબાઈ વગેરે તેમાં સામેલ હતા. કુશળ અને બહાદુર સેનાપતિ તાત્યા ટોપે અને તીક્ષ્ણ બુદ્ધિથી આયોજન કરનાર રંગો બાપુજી તથા પ્રખર ધારાશાસ્ત્રી, પત્રકાર અજીમુલ્લાખાન પણ મહેનત કરી રહ્યા હતા.સંગ્રામ માટે પ્રજાને તૈયાર કરવા સૈનિકો માટે પ્રતીકરૂપે 'રોટી' અને પ્રજા માટે 'કમળ' ના પ્રતિકો ગામડાંઓ સુધી પહોંચાડવામાં મૌલવી, પુજારી, ભક્તો, લોક નાયકો, ખેપીયાઓ, ઓલિયા અને ભજનિકો એ લોકો સુધી આ સંદેશ પહોંચાડવામાં મોટો ભાગ ભજવ્યો.

એનફિલ્ડ રાઈફલમાં ગાય અને ડુક્કરની ચરબીવાળી કારતૂસ વાપરવાનો મંગલ પાંડેએ વિરોધ કર્યો.આ ઘટનાને લીધે 31મી મે એ નિશ્ચિત થયેલી સંગ્રામની શરૂઆત થોડા દિવસ વહેલી થઈ ગઈ.

ઉત્તર પ્રદેશના બિલિયા વિસ્તારના નગવા ગામમાં બ્રાહ્મણ કુંટુંબમાં જન્મેલો અને સાત રૂપિયાના પગારથી બ્રિટિશ લશ્કરમાં જોડાયેલો 26 વર્ષની ઉંમરનો મંગલ પાંડે 29મી માર્ચના રોજ સંગ્રામ માટે તૈયાર થઈ ગયો.બરાકપુર છાવણીના બાકીના સૈનિકોને પણ લલકાર્યા. પ્રતિભાવ ન મળ્યો ત્યારે તેણે તમંચા વડે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો, પણ નિષ્ફળ રહ્યો.31મી મે સુધી ધીરજ રાખી ન શકનાર મંગલને પકડવા મેજર હ્યુસને આદેશ આપ્યો. પણ કોણ માને ? મંગલની રાઈફલે તેને વીંધી નાખ્યો.બીજાને ધૂળ ચાટતો કર્યો.હિંદી સૈનિકોએ ધરપકડ કરવાની ના પાડી.છેવટે અંગ્રેજ સૈનિકોનો ઘેરાવો વધતા મંગલ પાંડે આત્મબલિદાનનો માર્ગ પસંદ કર્યો.પોતાની રાઇફલની ગોળી છોડી તે જમીન પર પટકાયો. લોહીથી લથબથ તેને હોસ્પિટલમાં લઈ જવાયો, કેમકે તેની પાસેથી 1857ના સંગ્રામના આયોજનની માહિતી મેળવવાની હતી.6 એપ્રિલ, 1857 ના રોજ તેના પર સૈનિક અદાલતનું નાટક શરૂ થયું.આખીયે કાર્યવાહી અંગ્રેજીમાં કરવામાં આવી અને તેને ફાંસીની સજા ફરમાવવામાં આવી. આ દેશ ભક્ત પાસેથી અંગ્રેજોની કશી માહિતી ન મળી. 8મી એપ્રિલ, 1857 ના રોજ સવારના સાડા પાંચ વાગે મંગલ પાંડેને ફાંસી આપી દેવામાં આવી.આ મંગલ પાંડે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનો પ્રથમ શહીદ બન્યો.

મંગલ પાંડેના બલિદાન સાથે જ 1857નો સંગ્રામ ફાટી નીકળ્યો એમ ઘણાં લોકો માનતા હતા છતાં એવું નહોતું બન્યું.સંગ્રામ શરૂ થયાની તારીખ કેટલાક સપ્તાહ પછીની 10મી મે, 1857 હતી.સ્થળ પણ મંગલ પાંડેનું બંગાળ પ્રાંતમાં આવેલું બરાકપુર નહીં, પરંતુ ઉત્તર ભારતનું દિલ્હીથી માત્ર 102 કિ.મી દૂરનું મેરઠ હતું.મેરઠ છાવણીના લગભગ ૩૦૦ વિદ્રોહી ઘોડેસવાર સિપાહીઓ બહાદુરશાહ ઝફરને ક્રાંતિના સેનાપતિ બનાવવા 10મી મે ના રોજ દિલ્હી પહોંચ્યા.સ્વાતંત્ર્ય સંગ્રામનો તે દિવસથી આરંભ થયો હતો, ત્યારથી દિલ્હી અને અંગ્રેજો બળવાનું કેન્દ્ર ગણતા.

10 મી મે, 1857 ના રોજ શરૂ થયેલો સંગ્રામ ૨૦મી જૂન, 1858 સુધી ચાલ્યો. સ્વાતંત્ર્યસંગ્રામના કેન્દ્રો ફક્ત બરાકપુર અને મેરઠ ન હતા.આ ઉપરાંત પણ દિલ્હી, આગ્રા, કાલ્પી, લખનઉ, અયોધ્યા, અલ્હાબાદ, બનારસ, જગદીશપુર, ગ્વાલિયર, અલીગઢ, મથુરા, ભરતપુર, અંબાલા, કાનપુર, ઇટાવા, બરેલી, સતારા, સાવંતવાડી, બેલગાંવ, કોલ્હાપુર, આબુ વગેરે સ્થળોએ પણ સંઘર્ષ ફાટી નીકળ્યો હતો.કેટલાક કંપનીના પક્ષવાળા બ્રિટિશ ઇતિહાસકારો અને આપણા ડાબેરી ઇતિહાસકારો સંગ્રામને 'સૈનિક બળવો'તરીકે ઓળખાવ્યો.પણ તે ભારતીય સૈનિકો પૂરતો મર્યાદિત ન હતો.નાનાસાહેબ પેશ્વા, રાણી લક્ષ્મીબાઈ, વીર કુંવરસિંહ, બેગમ હઝરત મહાલ, તાત્યા ટોપે ઉપરાંત ખેડૂતો, શ્રમિકો, ગ્રામજનો વગેરે જોડાયા હતા.

16મા મોગલ બાદશાહ શાહ આલમ (દુનિયા આખીનો શહેનશાહ) બીજાએ 1803 માં મરાઠાઓ સામે રક્ષણ મેળવવા માટે દિલ્હીનો કારોબાર અંગ્રેજોને સોંપી દીધો હતો. 1857માં માત્ર શોભાના રહી ગયેલા અઢારમા મોગલ બાદશાહ બહાદુર શાહ ઝફરનું દિલ્હી 106 દિવસના લાંબા સંઘર્ષના અંતે જીતી લીધા પછી ઈસ્ટ ઈન્ડિયા કંપનીના લશ્કરી અફસરોએ વિજયની ખુશાલીમાં પાર્ટીનું આયોજન કર્યું. ડિનર પાર્ટીમાં ગોરાઓ સમક્ષ ભોજન હાજર કરાયું, પણ દિલ્હીને મુક્ત કરાવનાર બ્રિગેડીઅર જનરલ જ્હોન નિકોલસન તે પાર્ટીમાં હજી જોડાયો ન હતો.પાર્ટી શરુ થયાના એક કલાક પછી આવ્યો.દિલ્હીમાં આશરે 5000 ક્રાંતિકારીઓનો ભોગ લેનાર ગોરા અંગ્રેજો માટે અવનવી વાનગીઓ બનાવી ચૂકેલ રસોઈયાની જ્હોન નિકોલસનને જરૂર ન હતી માટે તેણે તેમને ફાંસીના ગાળિયે લટકાવવાનું કામ પતાવી રહ્યો હતો. રસોઈયાઓ ક્રાંતિકારી હોય કે ન હોય, પણ બળવાના કેન્દ્ર દિલ્હીના હોય એટલે નિકોલસનની નજરે એ મોતની સજાને પાત્ર હતા. તેનામાં મનોવિકૃતિ રહેલી હતી દિલ્હી પરના હુમલા વખતે તોપમારા વડે કાશ્મીરી ગેટ તોડીને કંપનીનું સૈન્ય અંદર પ્રવેશ્યું એ પછી જ્હોન નિકોલસને પોતાના સૈનિકોને કત્લેઆમ ચલાવવાનો આદેશ આપ્યો.દિલ્હીના કુચા ચેલાન નામના મહોલ્લામાં વસતા 1400 નિર્દોષ લોકોને મારી નખાવ્યા.દિલ્હીને કતલખાનામાં ફેરવી દેવા જ્હોન નિકોલસન કેટલી હદે ગયો તેનું વર્ણન એડવર્ડ વાઈબર્ટ નામના 19 વર્ષીય યુવાન સૈનિકે ઇંગ્લેન્ડ વાસી પરિવારને મોકલેલા પત્રમાં લખ્યું: 'હુકમ છૂટ્યો કે દરેકે દરેક ભારતીયને વીંધી નાખ્યો.આ રીતસરની ખૂનામરકી હતી.મહિલાઓને જીવતદાન અપાયું. પરંતુ તેમના પતિઓ અને પુત્રો નજર સામે રહેંસાયા એ વખતે મહિલાઓના ચિત્કારો સાંભળીને હૃદયમાં મને અસહ્ય પીડા થતી હતી.' પરાજિત બહાદુરશાહના કુલ 16 પુત્રો પૈકી ઘણાખરાં પુત્રો શાંતિપૂર્વક અંગ્રેજોના શરણે થયા, છતાં નિકોલસને તેમને નગ્ન કરી બહાદુરશાહની સામે જ મારી નખાવ્યા.આ હત્યાકાંડમાં જે દિલ્હીવાસીઓ જીવંત બચ્યા તેમને જ્હોન નિકોલસનના અને બીજા અંગ્રેજ જુલમગારો કેપ્ટન વિલિયમ હોડસનના ફરમાન મુજબ દિલ્હીની સીમા બહાર વનપ્રદેશમાં ધકેલી દેવામાં આવ્યા. સૌએ બાકીનું જીવન જંગલી અવસ્થામાં વિતાવવું પડ્યું.એકવાર રાવલપિંડીની આસપાસના પ્રદેશમાં અંગ્રેજ પરિવારોને રંજાડતા પીંઢારાના માથા સાટે આકર્ષક રકમનું ઈનામ જાહેર કરવામાં આવ્યું. લોકો જાણતા હોવા છતાં બીકના માર્યા નિકોલસનના સૈન્યને માહિતી આપી નહીં. નિકોલસન વિફર્યો, ઘોડા પર ચડી તે એકલો પીંઢારાની શોધમાં નીકળ્યો છેવટે એક ગામમાંથી તેને ઝડપી, તલવાર વડે શિરચ્છેદ કર્યો.માથું પોતાની સાથે લેતો આવ્યો અને મેજ પર મૂકી લોકોને વારાફરતી પૂછ્યું: 'ઓળખી કાઢ કે કોનું માથું છે? ઓળખી કાઢનારને અલગ કર્યા તેથી એ લોકો એવું માન્યા કે પોતે બચી ગયા, પરંતુ સાચી વાત અગાઉ ન જણાવવા બદલ તેમને નિર્વસ્ત્ર કરી સો કોરડા મારવામાં આવ્યા સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન તેણે બેસુમાર રીતે ચલાવેલી હિંસાખોરીનો કંપનીના વહીવટકારોએ ખુલાસો માગ્યો ત્યારે તેણે ટૂંકમાં બરછટ જવાબ આપ્યો: 'બળવાખોરોની સજા મોત છે.' સંગ્રામની લડતમાં હજારો ભારતીયોને મારી નાખનાર નિકોલસન દિલ્હી પરના આક્રમણમાં જખમી થયેલો, તેથી વધુ જીવ્યો નહીં.મોતના સોદાગરે 1857માં દિલ્હી પરથી હલ્લો કર્યો.તે કાશ્મીરી ગેટ પાસે તેની કબર છે.કબ્રસ્તાન મોટું છે.તેનું નામ નિકોલસન સેમેટરી છે.ઘોંઘાટમય જૂની દિલ્હીમાં સંપૂર્ણ શાંતિમય વાતાવરણ ત્યાં છે.ઘણા લોકો મનની શાંતિ માટે ધ્યાન કરવા ત્યાં જાય છે પણ તેમાંના કેટલા જણાને ખબર હોય કે તેમની નજીક ક્યાંક જમીન પર મનોવિકૃતિ દેહહિન અસ્થિઅવશેષ તરીકે સૂતો છે ? ખબર ન હોય તેથી કેટલાક લોકો માગણી ઉઠાવે છે કે હજારો નિર્દોષ ભારતીયની હત્યા કરનાર ની યાદમાં કબ્રસ્તાન ન ઓળખાવું જોઈએ.

જ્હોન નિકોલસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનો નાદિરશાહ હતો. સંગ્રામ પછી તેના જેવી જ નાદિરસાહી વૃત્તિના અંગ્રેજોએ ભારતીયોના હૃદયમાં કાયમનો ભય બેસાડી દેવા મોતની અમાનુષી ઝડી વરસાવી તેની કક્ષાનો ભયાનક માનવસંહાર સાડા આઠ દસકા પછી બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન હેઠળના ફક્ત નાઝી શાસન દરમિયાન જોવા મળવાનો હતો.એક ખેલ છે નસીબનો કે જવાહરલાલ નહેરુના દાદા ગંગાધર નહેરુ એ વખતે દિલ્હીના કોટવાળ તરીકે હતા. મેરઠના સૈનિકો બહાદુરશાહ ઝફરને ક્રાંતિના સરદાર બનાવવા દિલ્હી આવ્યા ત્યારે હિંસા ફેલાવવાનો ભય જોતા ગંગાધાર નહેરુ પરિવાર સાથે અલ્હાબાદ જતા રહ્યા.હિટલર પારાવાર વગોવાયો.જ્યારે પોતાને સુધરેલી પ્રજામાં માનતા અંગ્રેજોના દુષ્કૃત્યો કદી આછેરા પ્રકાશમાય આવ્યા નહીં.આવવાનો સવાલ નહોતો કેમકે 1857 કે 1947 સુધીના 90 વર્ષ દરમિયાન અંગ્રેજ સરકારે સ્વાતંત્ર્ય સંગ્રામને ન શિક્ષણ ક્ષેત્રે અભ્યાસ ક્રમમાં સ્થાન મળવા દીધું કે ન તેનાં પુસ્તકો પ્રગટ થવા દીધા સ્વાતંત્ર્ય સંગ્રામ શબ્દ પ્રયોજતું એકમાત્ર પુસ્તક The first war of Independence વીર સાવરકરે 1909માં લખ્યું.બ્રિટિશ હકૂમતે તેના પર પ્રતિબંધ મૂક્યો અને સાવરકરની પચાસ વર્ષની કાળાપાણીની સજા વેઠવા અંદમાનની સેલ્યુલર જેલમાં મોકલી દીધા.1947માં દેશ આઝાદ થયો ત્યાં સુધીમાં તો અંગ્રેજોએ વિપ્લવ ના અંત બાદ કરતાં આશરે ૧૦ લાખનો નરસંહાર ભારતીયો માટે વિસ્મૃતિમાં કરી ચૂક્યો હતો.

ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ વ્યાપારની સાથે-સાથે સામ્રાજ્યવાદી નીતિ અપનાવી હતી.પડોશી દેશ મ્યાનમારમાં 1824માં આક્રમણનો પ્લાન ગોઠવ્યો.આક્રમણનું કેન્દ્ર તે વખતનું પાટનગર રંગીન હતું.વર્ષો પછી મંગલ પાંડેએ ક્રાંતિનો તણખો વેર્યો.તે બરાકપુર લશ્કરી સૈનિકોને હુકમ મળ્યો.બંગાળ આર્મીના કેટલાય સૈનિકો હિન્દુઓની ધાર્મિક પ્રથા મુજબ વરુણદેવનું દરિયો ઓળખવાનું કામ કરે નહીં.મુસ્લિમ સૈનિકો પણ વાયા ચિત્તગોંગ સેંકડો કિ.મી.ની ટાંટિયાતોડ કરવા તૈયાર ન હતા.દરેક સૈનિક ની પીઠ પર શસ્ત્ર સરંજામનું 10.5 કિ.ગ્રા.વજન હતું.ભારત સાથે પગપાળા રંગૂન સુધી 2, 665 કિ.મી. કાપી શકાય નહીં, તેથી તેમણે સામાન મૂકવા બળદગાડાની માંગણી કરી પરંતુ ભારતીયોને પશુ સમાન ગણતા અંગ્રેજોએ ઠુકરાવી દીધી. મુસ્લિમોએ કુરાન પર હાથ રાખીને અને હિન્દુ સૈનિકોએ હથેળીમાં ગંગાજળ તથા મોંમા તુલસીપત્ર મૂકીને કૂચ પર ન જવાના સોગંદ લીધા.જોહુકમી થાય તો સામનો કરવા સૈનિકો શસ્ત્રો સાથે તૈયાર હતા. બરાકપુર છાવણીના ગોરા અફસરોએ હુકમ આપ્યો છતાં 1400 સૈનિકોએ શસ્ત્રો સુપરત ન કર્યા, એટલે તેમના પર તોપમારો ચલાવવામાં આવ્યો.બ્રિટિશ સંસદમાં રજૂ થયેલા આંકડા મુજબ ભારતીયોનો મૃત્યુઆંક 400 થી 600 હતો.25 સૈનિકોને ફાંસી આપવામાં આવી.આ ભયાનક કૃત્યએ ભારતીય સૈનિકોના હૃદય પર કારમા જખમનો વર્ષો સુધી રૂઝ આવવા ન દીધો.વર્ષો પછી એ જ બરાકપુર છાવણીમાં મંગલ પાંડેની ૩૪મી બેંગાલ નેટિવ ઇન્ફન્ટ્રી તરીકે ભરતી થવાની હતી.

કાનપુરમાં 4 જૂન, 1857થી શરૂ થયો. સંગ્રામકારીઓએ શહેરોમાં કબજો સંભાળી લેતા નાનાસાહેબ પેશ્વાને આગેવાની લેવાની ફરજ પાડી. 22 દિવસના ઘેરા બાદ અનાજ- પાણીનો પુરવઠો ખૂટી જતા અંગ્રેજોને શરણાગતિ સ્વીકારવાની ફરજ પડી.નાના સાહેબ પેશ્વા અંતિમ પરાજય બાદ નેપાળ તરફ ગયા.પાછળથી તેમણે ભાવનગરના શિહોર ગામે વસવાટ કર્યો હોવાનું મનાય છે.1902માં તેમનું અવસાન થયું હોવાનું કહેવાય છે.

બિહારના જગદીશપુરના 90વર્ષના જાગીદાર કુંવરસિંહ સંગ્રામની આગેવાની લીધી.નવયુવાનની જેમ અંગ્રેજો સામે લડ્યા. તેમના હાથના કાંડામાં ગોળી વાગી.ઘાનું ઝેર શરીરમાં વ્યાપી ન જાય તે માટે તેમણે તલવારથી હાથને કોણીમાંથી કાપી ગંગા નદીમાં પધરાવી દીધો હતો અને એપ્રિલ 1858 માં તેઓ મૃત્યુ પામ્યા, પરંતુ મૃત્યુ પામ્યા પહેલા તેમણે પોતાનું જગદીશપુર અંગ્રેજોના કબજામાંથી પાછું મેળવ્યું હતું.

ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ એક વીરાંગના હતી.તેના દત્તક પુત્રનું ગાદી ઉપર નો હક અંગ્રેજો સ્વીકાર્યો નહીં, તેથી તેઓ સંગ્રામમાં જોડાયા હતા અને અંગ્રેજો સામે વીરતાપૂર્વક લડ્યા.અંગ્રેજ અધિકારીના મત મુજબ રાણી લક્ષ્મીબાઈ 1857 ના સંગ્રામના આગેવાનોમાં શ્રેષ્ઠ સ્ત્રીનેતા હતી.ઝાંસીની રાણીના જ એક વિશ્વાસઘાતી ના કારણે ઝાંસીનું પતન થતા; તે કાલ્પી તરફ ગયા. પછી ખૂંખાર લડાઈ લડી વીરગતિ પામ્યા.

કાનપુરના આગેવાન નાનાસાહેબ પેશ્વાની સૈન્યના બહાદુર અને શક્તિશાળી આગેવાન તાત્યા ટોપે હતા.તેમણે કાનપુર અને કાલ્પી મુક્ત કર્યું.એક પરિચિતે વિશ્વાસઘાત કરી તેને સરકારી અફસરો ના હવાલે કર્યો.સરકારે 18 એપ્રિલ, 1859ના રોજ તેને ફાંસી આપી હોવાનો સરકારી અહેવાલ પ્રસિદ્ધ થયો.જોકે જુદાં-જુદાં માધ્યમોના આધારે જાણવા મળે છે કે તાત્યા તો છટકી ગયેલ પણ અન્ય ભળતી વ્યક્તિને ફાંસી અપાયેલ.તાત્યાએ જીવનના અંતિમ વર્ષો નવસારીમાં ગાળ્યા હોવાનું મનાય છે.1858 માં સૈન્ય સાથે તાત્યા ગુજરાતના પંચમહાલમાં પંદર દિવસ રોકાયા હતા.

ગુજરાતમાં સંગ્રામનો આનંદ સાતમી લશ્કરી ટુકડીએ જૂન, 1857માં કરી, પરંતુ તરત જ તેને દબાવી દેવામાં આવ્યો.પંચમહાલના દાહોદ, ઝાલોદ અને ગોધરામાં જુલાઈમાં સંગ્રામના બનાવો બન્યા હતા.પંચમહાલ નાયકડા લોકોનો સંગ્રામ લગભગ એક વર્ષ સુધી ચાલ્યો હતો.ખેડા જિલ્લામાં આણંદના મુખી ગરબડદાસ પટેલે કોળી, નાયકડા વગેરે જાતિના આશરે 2000 લોકોને ભેગા કરી.ખાનપુરના ઠાકોર જીવાભાઈના સાથથી સંગ્રામ છેડ્યો હતો.માલાજી જોશી અને કૃષ્ણદાસ દવેએ પણ સાથ આપ્યો હતો.અંતે ગરબડદાસના સાથીઓ પકડાઈ જતા તેમને સરકારે તોપના ગોળે ચઢાવ્યા અને ગરબડદાસને દેશનિકાલની સજા રૂપે અંદમાન મોકલ્યા.જ્યાં તેમનું અવસાન થયું. ઈડરથી ૧૬ માઈલ દૂર ચાંડુપ ગામના લોકોએ નાથાજી અને યામાજીની આગેવાની હેઠળ સંગ્રામમાં જોડાયા.ઓખામંડળ અને બારાડી વચ્ચે નંદાણા ગામમાં બ્રિટિશ લશ્કરી છાવણી હતી. નૌસેનાનો સેનાપતિ ડોનાવન અધીરો બની 4 ઓક્ટોબરની વહેલી સવારે તો સૈન્ય લઈ બેટની ખાડીમાં પહોંચી ગયો.સામે હતો બેટ દ્વારકાનો કિલ્લો.ડોનાવને તોપમારાનો આદેશ આપ્યો.વાઘેરો પાસે આવી કોઇ આધુનિક યુદ્ધસામગ્રી નહોતી.કિલ્લા પર ધડાધડ ગોળા છૂટ્યા.વાઘેર સ્ત્રીઓએ રસ્તો શોધી કાઢ્યો.તે પોતપોતાના ઘરે રહેલા ગાદલા પલાળીને ભીના કર્યા અને કિલ્લા પર આવી.પુરુષોને કીધું તમે હથિયારથી યુદ્ધ કરો.અમે તોપગોળાથી આ ભીંજાયેલા ગોદડામાં લઈ ઠંડાગાર કરી દઈશું. આ કામ વાઘેર સ્ત્રીઓએ કર્યું.દુનિયાના ઈતિહાસમાં આવું ક્યાંય બન્યું નથી.પોતાના જાનની પરવા કર્યા વગર અંગ્રેજ દુશ્મનોના તોપગોળાને ઝીલી નકામા કરી દીધા.આ બધી લક્ષ્મીબાઈઓજ હતી, ગુજરાતની લક્ષ્મીબાઈઓ !

ઉત્તર ગુજરાતમાં ખેરાલુ, પાટણ, ભિલોડા મુડેટી વગેરે જગ્યાએ સ્થાનિક લોકોની સહાયથી સંગ્રામ થયો.ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના સમૌ ગામની પ્રાથમિક શાળામાં એક ખાંભી છે, ત્યાં લખાયેલું છે કે:29મી નવેમ્બર, 1857 અહીં ફાંસી અપાઈ હતી તે મગનલાલ (પાટણ) અને માધવજી (વિજાપુર)ને અંજલિ.

પંજાબના અમૃતસરનો ડેપ્યુટી કમિશનર ફ્રેડરિક કૂપર જાલિમ હતો.સિઆલકોટ લશ્કરી છાવણીના વિદ્રોહી(ક્રાંતિકારી) સૈનિકો તેના કેટલાક ગોરા અફસરોને સામસામા ગોળીબારમાં વીંધી નાખી કાશ્મીર તરફ નાસી છૂટતા હતા.આશરે 600 જણા હતા.રાવી નદી પાસે ઘેરી લઈ, 150 જણાને શૂટ કર્યા અને કેટલાક નદીમાં ડૂબ્યા.એક ટાપુ પર બાકીના 282 વિદ્રોહી સૈનિકોએ આશ્રય લીધો.ફ્રેડરિક સશસ્ત્ર શીખ ફૌજી ટુકડી સાથે ત્યાં આવી પહોંચ્યો.વિદ્રોહીઓ સ્વેચ્છાએ તેના શરણે થયા, પરંતુ ફ્રેડરિક તેમના આઝાદી ઝંખ્યાનો ગુનો માફ ન કર્યો. ફૌજી ટુકડીના ઘેરા વચ્ચે સૈનિકોને કૂચ કરાવી તેમની સાથે અજનાલા ગામમાં પહોંચ્યો.ત્યાં જૂના અવાવરૂ મકાનમાં ફ્રેડરિકે વિદ્રોહી હિંદુ-મુસ્લિમ સૈનિકોને પૂરી દીધા.મકાનને બારીઓ ન હતી.રાતભર એ સૈનિકો બંધિયાર જગ્યામાં ગોંધાઈ રહ્યા.સવાર પડી ત્યારે તેમને દસ-દસના જૂથમાં બહાર નીકળવા આદેશ આપ્યો સહેજ છેટેના કૂવા પાસે લાઈનમાં ઊભા રાખ્યા.ત્યારબાદ ફૌજી ટુકડીએ સૈનિકોને તેમના હૃદય પર ગોળી મારી નાખ્યા.તિવારીઓ, બ્રાહ્મણો અને મુસલમાનોએ સૌને ત્યારબાદ ગામના મહેતરાએ કૂવામાં નાખી દીધો.બાકીના વિદ્રોહી સૈનિકો જેઓ મોતના કૂવા પાસે આવવા તૈયાર નહોતા તેમને બળજબરીપૂર્વક તેમના બે પગ બાંધી કૂવા સુધી તેમને ઘસેડવામાં આવ્યા.ફ્રેડરિકના સૈનિકોએ ફાયરિંગ કરી તેમને મારી નાખ્યા.આ ગોઝારો ખેલ કલાકો સુધી ચાલ્યો.217 વિપ્લવી ભારતીય સૈનિકોના લોહીથી લથપથ મુદ્રણ આજના ગામના લદબદતા મૃતદેહોને અજનાલા ગામના મહેતરાઓએ નપાણિયા કૂવામાં નાખી ચૂક્યા હતા.બાકીના 66નો વારો આવ્યો ત્યારે જણાયું કે ૪૫ તો રાત્રે પ્રાણવાયુના અભાવે મૃત્યુ પામ્યા હતા.શેષ 21 જણા હતા.ફ્રેડરિકે જ તેમને ઠાર મારી પોતાનું કાળજુ ઠંડું કર્યું.બધા મૃતદેહોને સૂકા કૂવામાં નાખી કુવો પૂરી નખાવ્યો.સિમેન્ટથી ઉપર સીલ કરી દીધું.

અજનાલાની ઘટના બાદ તેને લગતો સત્તાવાર રિપોર્ટ તૈયાર કર્યો.જેમાં તેણે લખ્યું : 'ઇંગ્લેન્ડ પંજાબના દરેક અંગ્રેજ શાસક પાસે ફરજપરસ્તીની જે અપેક્ષા રાખે તેનો અમલ કર્યાનો અને ન્યાય તોળયાનો મને આનંદ છે. મૃત્યુદંડની ઘટનાને પ્રત્યક્ષ જોનારા ટોળાબંધ ગામલોકો ખુશ થયા કે અંગ્રેજો ન્યાયના પંથે ચાલે છે.'

આ તો રીતસરની કત્લેઆમ હતી.ઈંગ્લેન્ડના છાપાંઓમાં ઉપરનું પરાક્રમ છાપ્યું ત્યારે લોકોએ તેને હીરો તરીકે વખાણ્યો.પણ દુનિયાને 2014માં ખબર પડી કે તે પરાક્રમ નહીં, પણ કડક શબ્દોમાં વખોડવાલાયક હિંસક કારસ્તાન હતું.કૂવામાંથી મૃતકોના અસ્થિ-અવશેષો કાઢવામાં આવ્યા.હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા.અત્યારે પણ તે સ્થળે સેલ્યુટ ટુ માર્ટિયર્સ ઑફ 1857, 26 બેંગાલ, આઈએનએફ લખેલી તકતી છે.

મેજર વિલિયમ હોડસને દિલ્હી જીત્યા પછી બહાદુરશાહ ઝફરના બે પુત્રો મિર્ઝા મુઘલ તથા મિર્ઝા સુલતાન અને પૌત્ર મિર્ઝા બખ્તને 22મી સપ્ટેમ્બર, 1857 ના દિવસે જાતે ગોળીએ દીધા હતા.આ ત્રણેના નગ્ન શબ ત્યાર પછી લાલ દરવાજા નામના બાંધકામ પર ત્રણ દિવસ સુધી લટકાવી રાખ્યા હતા.દિલ્હી ગેટ પાસેનો તે દરવાજો ખૂની દરવાજો તરીકે ઓળખાય છે. ભારતીયોના હૃદયમાં ધાક બેસાડવાનું કામ અંગ્રેજો કરતા હતા.નિર્દોષ ભારતીયોને ફાંસીએ લટકાવીને તેમના મૃતદેહોને દિવસો સુધી પ્રદર્શિત કરી રખાતા હતા.બ્રિટિશ કર્નલ સર વિવિયન મેજેન્ડીએ વિપ્લવ પછી 1859માં તેના પુસ્તક up against the pandies માં લખ્યું: 'ઘોડા પર બેસી નીરવ ગ્રામ્ય રસ્તે કુદરતનો આનંદ લેતા આગળ વધતા હોય અને ત્યારે ઓચિંતી નજર બિલકુલ સામે છેલ્લી છેલ્લી યાતનામાં તરફડતું કે બિલકુલ નિષ્પ્રાણ શરીર દેખાય ત્યારે શાંતિ પ્રદાન કરતા વિચારોની માળા તૂટી જાય છે.કમકમાટી છૂટવા માંડે છે.પવનના ઝોકા લાગવાને લીધે મૃતદેહો સ્હેજસાજ હલતા રહે તે દેખવું ગમે તેવું દ્રશ્ય નથી.'

ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ પશ્ચિમ, ઉત્તર તથા પૂર્વ ભારતના દરેક જિલ્લામાં ફાંસીગરોની ટુકડીઓ મોકલી હતી તેનું નેતૃત્વ ગોરો અફસર કરતો. સામેથી આવતો કોક વણિક, બ્રાહ્મણ, કારીગર, ખેડૂત જો ગોરા અમલદારની આંખ મળે કે તરત નતમસ્તક ન થાય તો તેની ખેર નહીં.ગોરા સાહેબના આદેશ મુજબ ફાંસીગરો તેને ગાળિયો પહેરાવે, દોરડાનો બીજો છેડો આંમ્રવૃક્ષની ડાળ તરફ ફેંકે, અમલદારનો હાથી સૂંઢ વડે તે છેડો પકડી દોરડાને ખેંચે અને પંખીની જેમ તરફડીને મરી જાય.અંગ્રેજો આ તરીકા આર્ટિસ્ટિક મેનર તરીકે ઓળખતા હતા.કાળજુ કંપાવી નાંખે તેવું કલાત્મક !

વીર સાવરકર એકમાત્ર નીડર લેખક કે જેમણે બ્રિટિશ શાસન દરમિયાન જ 1909માં ગામોની ભયાનક સ્થિતિનું વર્ણન પોતાના '1857ના પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ'પુસ્તકમાં કર્યું .તેમણે નોંધ્યું કે ગરીબ ખેડૂતો, વિદ્વાન બ્રાહ્મણો, નિર્દોષ અને નિરુપદ્રવી મુસલમાનો, બાળકો, સ્ત્રીઓ ભૂલકાંઓ તેડેલી મહિલાઓ, યુવા છોકરીઓ, વૃદ્ધો, અંધજનો, અપંગો વગેરે કેટલાય લોકો ભભૂકતી જ્વાળાઓમાં ભસ્મ બન્યા.પથારીવશ વયોવૃદ્ધ લોકો ભાગી ન શક્યા તેઓ પથારીમાં મૃત્યુ પામ્યા.માનો એકાદ જણ હેમખેમ બચી તું પણ શું ?

કાનપુરમાં હજારો રહેણાંક મકાનો સળગાવી દેતા અને જો કોઈ ઘરથી ભાગી બહાર આવે તો તેને ગોળીથી વીંધી નાખતાં. આવું હીન કૃત્ય જનરલ જેમ્સ નીલ કરાવતો.વિદ્રોહીને ફાંસી આપતા પહેલા રક્તપાતમા મારા ગયેલા સ્ત્રી-પુરુષોને બાળકોનું લોહી સાફ કરાવે અને પોતું પણ આપે નહીં.હથેળી ફેરવીને જ લોહી એકાદ પાત્રમાં સમેટવાનું રહેતું.ધાર્મિક રૂઢિ પ્રમાણે ઘણાખરા હિન્દુઓ પારકા લોહીને સ્પર્શવું મહાપાપ ગણતા હતા.મૃત્યુ પછી નર્ક મળે તેવો દૃઢ ખ્યાલ હતો.નર ભક્ષી વાઘ-દીપડાની તોલે આવતો જેમ્સ નીલ અલ્હાબાદમાં પણ હિંસાનો કેર ફેલાવી ચૂક્યો હતો.તે 'અલ્હાબાદનો જલ્લાદ' કહેવાતો.1858માં હજારોની વસ્તીવાળા અલ્હાબાદને ભડકે બાળી લગભગ 2/3 વસ્તીનો ખાતમો કર્યો.બ્રિટિશ સરકારે મદ્રાસના માઉન્ટ રોડ પર તે ગોરા યમરાજનું કાંસાનું બાવલુ બનાવ્યું. આઝાદ ભારતની અવહેલના કરતું એ બાવલુ 1962ના વર્ષ સુધી માઉન્ટ રોડના રાહદારીઓની નજરે ચડતું રહ્યું.લોકો તેને કદાચ શિલ્પકળાનો નમૂનો માની નજર અંદાજ કરતા રહ્યા.

અંગ્રેજ અફસરો ક્રાંતિકારીઓને તોપના મોઢે બાંધ્યા અને બારુદ દાગી તેમના ફૂરચા કાઢયા.ક્રાંતિકારીઓની પીઠને નાળચાં વાટે લાગતાં આઘાતના મોજાં એટલા પ્રચંડ હતા કે તેમનો જમણો હાથ છૂટો પડીને એક તરફ અને ડાબો હાથ બીજી તરફ ફેંકાઈ જાય, જીવતાજીવત પેટમાં ગડી વળેલા રહેતા આંતરડા તોપની આગળ બહુ છેટે દોરડાની જેમ લાંબા પથરાય અને છૂટું પડેલું માથું દડતું દડતું કેટલે દૂર સુધી પહોંચે તે કહેવાય નહિ.આવા નિર્દયી અને રાક્ષસી જેવા હતા અંગ્રેજો !

ક્રાંતિ લડત નિષ્ફળતામાં પરિણમતી જોતા વિદ્રોહી સૈનિકો પોતાની જાન બચાવવા ઉત્તરના પ્રદેશો તરફ નાસી છૂટ્યા હતા.નાસી ગયેલાઓનો રેજિમેન્ટના સિપાઈઓ પીછો કરતા જેનાથી બચવા અમુક મુસલમાન સૈનિકો વેશપલટો કરી ફકીર તો હિન્દુઓ ચીપિયો- કમંડળ લઈ સાધુ થયા હતા.આશ્રય લેવા માટે અનુકૂળ દેશી રાજ્ય જમ્મુ-કાશ્મીર હતું, કેમકે ત્યાં અંગ્રેજોની હકૂમત નહોતી.જમ્મુ-કાશ્મીરના તત્કાલીન મહારાજા રણવીર સિંહે પહેલાં અંગ્રેજો દ્વારા થતી પૂછપરછમાં અજાણ્યા હોવાનો ડોળ કર્યો.પરંતુ ચીમકી મળી ત્યારે પીછો કરતાં આવેલી કેપ્ટન સી.એ.મેકમેહોન અને 124 ભાગેડુ સૈનિકોને કબજો સોંપી દીધો. વિદ્રોહી પૈકી 84 સૈનિકો હિમાચલ પ્રદેશની ખીણ પાર કરી ચીનમાં જતા રહ્યા. વિપ્લવ માટે અંગ્રેજો મુસ્લિમ ઉલેમા ને વધુ જવાબદાર ગણતા એટલે મુસ્લિમોની આડેધડ કતલ ચલાવાતી હતી.આ કોમના હજારો લોકો પોતાના કાનપુર, લખનઉ, અલ્હાબાદ વગેરે ગામો નગરો ત્યાગીને હંમેશ માટે દક્ષિણ ભારત તરફ જતા રહ્યા.હિન્દુઓ નર્મદા પ્રદેશ તરફ ગયા. જ્યાં અહલ્યાબાઈ હોલ્કરે તેમને આશરો આપ્યો.ભોજપુરના હજારો હિન્દુઓ ભાગી કેરળ પહોંચ્યાં ત્યાંથી વહાણો દ્વારા મોરેશિયસ જઈને વસ્યા.આજે ત્યાંની વર્ણસંકર ભાષા ભોજપુરી અને ફ્રેન્ચની બનેલી છે.1859માં ગોરખપુરના 600 પરિવારો સિંગાપુર જતા રહ્યા.આ બધા લોકો ભાગ્યશાળી હતા, પણ તેમની સંખ્યા વધારે ન હતી.બદકિસ્મત લગભગ દસ લાખ કરતા વધારે લોકોની અંગ્રેજોએ બેરહેમીપૂર્વક હત્યા કરી.

સંગ્રામમાં સંકલનનો અભાવ હતો.કેન્દ્રિય નેતાગીરી ને બદલે સ્થાનિક નેતાગીરી નીચે લડાઈ.જયાં જરૂર પડે ત્યાં સૈનિકો કે શસ્ત્ર પહોંચાડવાની વ્યવસ્થા ન હતી.સંગ્રામ નિર્ધારિત તારીખ કરતા વહેલો થયો તેથી અંગ્રેજી ચેતી ગયા.સંગ્રામ ઉત્તરભારત સુધી મર્યાદિત રહ્યો. જુદા-જુદા આગેવાનો પોતાની સત્તા પાછી મેળવવા જોડાયા હતા.બ્રિટિશ શાસન પહેલાં જુદી જુદી પ્રાદેશિક સત્તા નીચે જીવતા લોકો ભારત મારું રાષ્ટ્ર છે કે અમે ભારતના નાગરિકો છીએ, એવી વિભાવના પ્રજા કે રાજામાં વિકાસ પામી ન હતી.ઘણા રાજાઓ તે સમયે અંગ્રેજોના પક્ષમાં હતા અથવા ઉદાસીન હતા. શીખો અને ગુરખાઓ અંગ્રેજોના પક્ષમાં રહીને લડતા, તેથી તેઓ સંગ્રામને નિષ્ફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવતા.સંગ્રામના લશ્કર શસ્ત્રોમાં અંગ્રેજો વધારે ચડિયાતા હતા.સ્વાતંત્ર્યસંગ્રામ નિષ્ફળ જવાના કારણો કહી શકાય.

- કૌશલ સુથાર

સંદર્ભ સૂચિ :

  • સામાજિક વિજ્ઞાન પાઠ્યપુસ્તક, ધો.8
  • સફારી મેગેઝિન