Shak-A-Ishq - 2 in Gujarati Love Stories by Rohit Suthar books and stories PDF | શક-એ-ઇશ્ક-૨

Featured Books
Categories
Share

શક-એ-ઇશ્ક-૨

ફિલ્મમાથી હાંકી કઢાયા બાદ વિવેકે ખુબ મહેનત કરી, પણ દરેક જગ્યાએથી નિષ્ફળતા જ મળી. કારણ સુપર સ્ટાર રાહુલ કપુર સાથેનો પંગો, જે હવે વિવેક સમજી ગયો હતો.

વિવેક અબ્બાસ સાથે એક પાર્ટીમા ગયો હતો. મોટા-મોટા પ્રોડયુસર, ડાયરેક્ટર, હિરો-હિરોઇન ત્યા મોજુદ હતા. જે પણ હિરોઇન વિવેકની સામે જોતી એ તો એની સ્ટાઇલ પર ઓવારી જતી. સંજનાની નજર વિવેક પર પડતા તે વિવેક પાસે ગઇ. બંનેએ સ્મિત આપીને હાથ મિલાવ્યા.

વિવેક અને સંજના વાત કરતા હતા ત્યા જ અબ્બાસ આવ્યો, “અરે ઇડિયટ તુ અહી શુ કરે છે, ત્યા એક પ્રોડ્યુસર મેડમ સાથે તને બ્રેક મળે એ માટે વાત કરીને આવ્યો છુ, જલ્દી ચાલ.” આ સાંભળતા વિવેક સંજનાને બાય કહીને અબ્બાસ સાથે ગયો.

જાણીતી સિરિયલ પ્રોડયુસર ટીના મહેરા પાંચ-છ ફિલ્મ સ્ટાર સાથે ઉભી હતી. અબ્બાસે વિવેકને મળાવતા કહ્યુ, “ મેડમ આ વિવેક શાહ છે, એક્ટિંગ બહુ સારી કરે છે, જો એક ચાંસ મળી જાય તો....”

“હમમમમ....” ટીના વિવેકને જોઇને ખુબ ઇમ્પ્રેસ થઇ. બ્લેક કલરના સુટ અને આછા બ્રાઉન કલરના વાળમા વિવેક કોઇ સુપરસ્ટારના રૂપને પણ ઝાંખો પાડી શકતો હતો. ટીનાએ પોતાનો કાર્ડ આપ્યો અને કહ્યુ, “કાલે બપોરે ૩ વાગ્યે મારી ઓફિસે મળજો.”

વિવેકે ખુશ થઇને કહ્યુ, “થેંક્યુ મેમ....”

ટીનાએ કહ્યુ, “વેલ્કમ...”

અબ્બાસના ખુબ જ કહેવાથી પહેલી વાર વિવેકે વ્હીસ્કી પીધી હતી. “આહહહ...કેટલો ખરાબ ટેસ્ટ છે આનો...ઉફફફ....”

“અરે પહેલા પહેલા આવુ લાગે ધીમે ધીમે આ જ ટેસ્ટ મીઠો લાગશે મારી જાન”

અબ્બાસ પણ ફિલ્મ ઇંડસ્ટ્રીમા કાસ્ટીંગ ડાયરેક્ટર તરીકે નવો જ હતો. જ્યારે એની નજર પહેલી વાર વિવેક પર પડી તો એમા એને ભવિષ્યનો સ્ટાર નજર આવ્યો. એ વિવેકથી પાંચેક વરસ મોટો હતો, પણ બંને વચ્ચે સારી એવી દોસ્તી થઇ હતી.

સંજના ફરી વિવેક પાસે આવી અને બંને વચ્ચે વાતચીત શરૂ થઇ. અબ્બાસની નજર પારખી ચુકી હતી કે સંજના વિવેક તરફ આકર્ષાઇ છે. બંને વધારે વાત કરી શકે એ માટે તે ત્યાથી સરકી ગયો. પહેલી જ મુલાકાતમા વિવેક અને સંજના નજીક આવી ગયા હતા, જ્યારે આ તો બીજી મુલાકાત હતી. સંજના પણ દેખાવે ખુબસુરત બલા જ હતી.

વિવેક અને સંજનાએ ભેગા મળીને એ રાતે ખુબ પીધી હતી, નશામા ધુત હતા. અબ્બાસ જ વિવેકને તેના ઘરે છોડવા ગયો હતો, સાથે સંજના પણ હતી. એ વિવેક સાથે એના જ ઘરે રોકાઇ હતી. ત્યાર બાદ અબ્બાસ ત્યાથી નીકળી ગયો.

વિવેકે એક રોમેંટીક સોંગ વગાડ્યુ અને સંજના સાથે ડાંસ કર્યો. સંજનાનો ઉભાર વારંવાર વિવેક સાથે અથડાતો હતો. સંજનાને આ ગમતુ હતુ. તેણે વિવેકને બાહોમા ભરી લીધો. વિવેકે સંજનાના હોઠ પર ખુદના હોઠ મુકી દીધા. નશામા ડુબેલા બંનેની અંદર કામના સળવળી ઉઠી. વિવેક તેને હાથમા ઉપાડી બેડરૂમમા લઇ ગયો. બંને કામક્રીડામા મગ્ન થઇ ગયા હતા.

સવારે જ્યારે વિવેકને ભાન આવ્યુ તો તેના શરીરે માત્ર ચાદર જ ઓઢેલી હતી અને સંજના પણ તેને ચિપકીને જ ઉંઘેલી હતી. “ઓહહહ....શીટ, આ મારાથી શુ થઇ ગયુ?” સંજના પણ હવે જાગી હતી.

વિવેકે તેની સામે જોઇને કહ્યુ, “સોરી, પણ નશામા...”

સંજનાએ તેની વાત કાપીને પોતાની આંગળી તેના હોઠ પર મુકી દીધી, “ઇટસ ઓકે સ્વીટ હાર્ટ જે થયુ એમા મારી પણ મરજી હતી જ ને?” તેણે વિવેકના ગાલે ચુંબન કરીને આલિંગન આપતા કહ્યુ.

વિવેકે અસહજ થઇને સંજનાને અળગી કરી, “મને તારામા કોઇ રસ નથી.” આ સાંભળીને ગુસ્સામા આવીને સંજના બોલી, “જસ્ટ ગો ટુ હેલ...” અને ત્યાથી નીકળી પડી.

વિવેક દુખી હતો, ફ્રેંડ દ્વારા મેસેજ મળ્યો હતો કે ઇશાના લગ્ન થઇ ગયા છે. એ પ્રિયતમા જેની સાથે સાત વરસથી પ્રેમમા હતો, એ હવે કોઇ બીજાની જીવનસંગિની બની ચુકી હતી. તેની આંખોમા આંસુ આવી ગયા હતા.

***

સાસરીમા પહેલો દિવસ હતો, ઇશાએ બધા માટે ભોજન બનાવ્યુ સાથે સ્પેશિયલ વાનગી ખીર બનાવી. તેના સાસુ હીરાબા અને મોટા નણંદ અનિતા ભોજનનો સ્વાદ માણીને ઘણા રાજી થયા. હીરાબાએ તો ઇશાનો હાથ ચુમી લીધો. ભેટમા સોનાનો હાર અને બંગડી આપ્યા, જે તેમના સાસુએ તેમને આપ્યા હતા. આ જ ખાનદાની પરંપરા હતી.

અમન પોતાના વિચારોની દુનિયામા ખોવાયેલો હતો, જે રાતે થયુ એનાથી ઘણો દુખી અને વ્યથિત હતો. જ્યા સુધી સત્ય વાત ખબર ના પડે ત્યા સુધી મનની વાત મનમા રાખવાનો નિર્ણય કર્યો.

ઇશા આ બધુ સમજતી હતી, જાણતી હતી કે અમનને એક પતિ તરીકે એના હક મળવા જોઇએ, પણ દરેક ક્ષણે એના દિલમા વસતો વિવેક એને આ બધુ કરવાથી રોકતો હતો.

***

વિવેક નિયત સમય મુજબ ૩ વાગ્યે પ્રોડ્યુસર ટીના મેડમની ઓફિસે પહોચી ગયો. પ્યુનને સમાચાર આપ્યા અને મેડમ અંદર બોલાવે એની રાહ જોતો હતો. લગભગ કલાક રાહ જોયા બાદ મેડમે બોલાવ્યો.

“સીટ વિવેક, સોરી અગત્યની મિટિંગ હતી તમારે રાહ જોવી પડી.” ટીનાએ કહ્યુ.

“નો...નો...ઇટ્સ ઓકે મેમ.” વિવેકે કહ્યુ.

“અત્યાર સુધી હુ સિરિયલને પ્રોડ્યુસ કરતી હતી, પણ હવે ફિલ્મ પ્રોડ્યુસ કરવી છે. સિમિત બજેટમા બની શકે એ માટે નવા કલાકાર સાથે બનાવવાનો પ્લાન છે.” ટીનાએ કહ્યુ.

આ સાંભળીને વિવેક ખુશ થયો, “મેડમ પ્લીઝ મને એક ચાંસ આપો, આઇ વીલ પ્રુવ માયસેલ્ફ.”

“અહહ....બટ વિવેક દરેક વસ્તુની એક કિંમત હોય છે જે તમારે ચુકવવી પડશે.” ટીનાએ સિગારેટ સળગાવતા કહ્યુ.

“મતલબ...હુ સમજ્યો નહિ.” વિવેકે આશ્ચર્યથી ટીના સામે જોયુ.

ટીના ઉભી થઇને વિવેક પાસે ગઇ અને પોતાના હાથ એના ગળા પર વિંટાળ્યા અને કહ્યુ, “તારે તારી જાતને મને સોપવી પડશે.” ટીનાએ વિવેકના કાન પાસે ધીમુ હોટ બાઇટ ભર્યુ. એ વાસનાની નજરથી વિવેકને જોઇ રહી. તેણે જે પ્રકારે બચકુ ભર્યુ હતુ, એને ઇશાની યાદ આવી ગઇ. ઘણી વાર એ પણ આમ જ કરતી.

“સોરી મેમ હુ આમ નહી કરી શકુ.” વિવેક ઉભો થઇને જવા લાગ્યો.

“વિચારી લેજે, સોલો હિરો તરીકે ત્રણ ફિલ્મોનો કોંટ્રેકટ. તારી કિસ્મત બની જશે, બહુ ઉતાવળ નથી ફોન પણ કરી શકે છે.” ટીનાએ સિગારેટનો કસ લઇને ધુંમાડો છોડતા કહ્યુ. વિવેકે અવગણના કરી અને ત્યાથી જતો રહ્યો.

***

રાતે રૂમમા અમને જ વાત શરૂ કરી, “કાલે તુ કેમ રડતી હતી?”

ઇશા કઇક વિચારીને બોલી, “મારા લગ્ન થઇ ગયા અને હંમેશા માટે હુ મારા પરિવારથી અલગ થઇ ગઇ, બસ એ જ વાતનો દુખ....”

“ઓહહહ...મને પણ આ જ લાગતુ હતુ.” મનોમન વિચારતા તેને થોડી શાંતિ વળી. આ ૨૪ કલાકમા ના જાણે કેટલાય વિચારો તે કરી ચુક્યો હતો.

“અરે એવુ થોડી છે, તુ ઇચ્છે ત્યારે તારા ઘરે જઇ શકે, ઇચ્છે એટલો સમય ત્યા રહી શકે અને બા અને બહેનનો સ્વભાવ ખુબ જ સારો છે કોઇ તને રોકશે થોડી, લગ્ન થવાનો મતલબ એ થોડી છે કે તુ હંમેશા માટે અલગ થઇ ગઇ.” અમને પ્રેમથી કહ્યુ.

ઇશા એની સામે તાકીને જોઇ રહી.

“શુ યાર કેટલા બધા સપનાઓ, અરમાનો મનમા હતા. જીવનસાથી સાથેનો એ પહેલો સ્પર્શ, પ્રેમભરી વાતો, પ્રેમની ઉષ્માથી ભરેલો પહેલો આલિંગન, એકબીજાનો સાથ, પ્રેમ પરિણય....ઓહ...બધુ અધુરુ રહી ગયુ.” અમને પોતાના સપના અને વિચારો જણાવ્યા.

ઇશા મનોમન વિચારી રહી, “આ તો મારુ સપનુ, મારા વિચારો હતા, જે હુ વિવેક માટે વિચારતી હતી.” એ બધુ ફરી યાદ આવતા આંખોમાથી આંસુ સરી પડયા.

“અરે હવે કેમ રડે છે, શુ થયુ?” પુછીને અમને ઇશાના આંસુ લુછ્યા. ઇશા કઇ જ ના બોલી અને ઉંધી ફરીને સુઇ ગઇ.

અમન ફરી આશ્ચર્યમા પડયો. આ બધુ એની સાથે શુ બની રહ્યુ છે, તે સમજી નહોતો શક્તો. આખી રાત ઇશા વિશે અને પોતાના તુટેલા સપનાઓ વિશે વિચારતો રહ્યો.

સવારે જય અને તેની પત્ની અમૃતા પગફેરાનો રિવાજ નિભાવવા માટે ઇશાની સાસરીમા તેને લેવા માટે આવ્યા. ચા-નાસ્તો કરીને થોડી વાતચીત કરીને ઇશા ને લઇને રવાના થયા. ઇશા તો બસ વિવેકથી દુર થવાના વિરહમા તડપી રહી હતી, તો બીજી તરફ અમન ઇશાના આવા વર્તનથી મનમા ચાલતા ચક્રવાત સામે ઝઝુમી રહ્યો હતો.

***

વિવેકે ઓફિસમા થયેલી ટીના સાથેની વાત અબ્બાસને ફોન પર કરી અને અબ્બાસે કહ્યુ, “યાર તુ બેવકુફ છે, આટલો મસ્ત ચાંસ છોડાતો હોય. કઇક પામવા માટે કઇક ગુમાવવુ પડે ભાઇ, અને એમ પણ તારે તો મજા જ છે ને? પેલી ટીના સુંદરતાનો અંબાર છે, ઘણા લોકો એના પર ફિદા છે અને એનુ દિલ તારા પર આવ્યુ છે ભાઇ, મોકો હાથથી જવા ન દે.” વિવેકે સામે જવાબ ના આપ્યો અને ગુસ્સામા ફોન કટ કર્યો.

વિવેકને મનથી હતુ કે ઇશા તેને ચાહે છે, સમજશે એની ભાવનાને, કરિયરને અને ક્યાય બીજે લગ્ન નહી કરે, પણ એના વિચારથી વિપરીત થયુ હતુ. ઇશાને ઘણીવાર ફોન પણ કર્યા હતા પણ તે સ્વિચ ઓફ આવતો હતો. ઇશાએ દગો આપ્યો છે એવા વિચારથી એને ગુસ્સો આવતો હતો.

રાતનો સમય હતો, કોઇકે ડોરબેલ વગાડી. વિવેકે બારણુ ખોલીને જોયુ તો સામે સંજના શરાબની બોટલ લઇને ફરી આવી હતી. “હેયય...લેટ્સ હેવ ફન બેબી.” સંજનાએ આંખ મારીને કહ્યુ.

વિવેકની તો ઇચ્છા હતી કે એના મો પર જ બારણુ બંધ કરે પણ એના હાથમા રહેલી શરાબ જોઇને મન પાછુ પડ્યુ. ઇશાની યાદો અને દુખમાથી નીકળવાનુ સૌથી આસાન માર્ગ એટલે શરાબ. તેણે સંજનાને આવકારી અને બંનેએ મળીને શરાબની મહેફિલ સજાવી. બંને પોતાના સ્ટ્રગલ વિશે વાત કરતા રહ્યા. સંજનાએ બેસ્ટ ફ્રેંડ બનવા માટે ઓફર કરી, વિવેક મનથી એકલો હતો. કોઇનો સાથ ઝંખતો હતો, એણે હસીને સંજના સાથે હાથ મિલાવ્યો. એ દિવસ પછી બંનેની દોસ્તી જામી ગઇ હતી.

***

બેંકમાથી ઘરે આવ્યા બાદ અમન હંમેશા તેની બા અને બહેન સાથે મજાક મસ્તી કરતો રહેતો, પણ હવે તો તે એક્દમ ઉદાસ પોતાની ધુનમા ખોવાયેલો રહેતો. છેલ્લા બે દિવસથી બદલાયેલા અમનના વર્તન વિશે એ બંનેને ખબર પડી ગઇ. તે અનિતાની નજીક હતો, કોઇ પણ વાત તેનાથી છુપાવતો નહી. અનિતા તેના રૂમમા આવી અને તેના મનની વાત જાણવાનો પ્રયાસ કર્યો. પહેલા તો તેણે આનાકાની કરી, પણ અંતે પોતાના મનની લાગણીઓ બહેન સમક્ષ રજુ કરી જ દીધી.

“દીદી મને એવુ લાગે છે કે ઇશા આ સંબંધથી ખુશ નથી, કેમ કે તે અહી ચાર દિવસ રહી પણ અમારા વચ્ચે વાતનો વ્યવહાર પણ નહતો. તે ઉદાસ ઉદાસ જ રહેતી હતી, રડ્યા કરતી.”

“જો આમ જ હોત તો તે લગ્ન માટે હા જ ના પાડત ને? કોઇ બીજી વાત તેના મનમા હશે. તારે એક પતિ તરીકે એના મનની વાત જાણવાનો પ્રયાસ કરવો જોઇએ, એ ચોક્ક્સ મનની વાત તને કહેશે.”

અમનને અનિતાની વાત યોગ્ય લાગી. ઇશાના આવા વર્તનથી પોતે પણ ક્યા વધારે વાત કરતો હતો. પ્રેમ અને હુંફ આપવી તો દુરની વાત રહી. આવા જ વિચારો કરીને ફરીવાર ઇશા સાથે પ્રેમથી વર્તન કરવાનો નિશ્ચય કર્યો. તેણે અનિતાનો આભાર માન્યો, તેના કારણે થોડી રાહત મળી હતી.

***

ક્રમશ:

રોહિત સુથાર “પ્રેમ”