Hu Tari rah ma - 7 in Gujarati Fiction Stories by Radhika patel books and stories PDF | હું તારી રાહ માં - 7

Featured Books
  • ભાગવત રહસ્ય - 107

    ભાગવત રહસ્ય-૧૦૭   જ્ઞાની પુરુષો –પરમાત્માના રૂપમાં એવા મળી જ...

  • ખજાનો - 74

    " તારી વાત પરથી એવું લાગી રહ્યું છે કે તમે લોકો મિચાસુને ઓળખ...

  • મૂર્તિનું રૂપાંતર

    મૂર્તિનું રૂપાંતર ગામની બહાર, એક પથ્થરોની ખાણ હતી. વર્ષો સુધ...

  • ભીતરમન - 53

    મેં ખૂબ જ ઉત્સાહ સાથે કાગળ ખોલી વાંચવાનું શરૂ કર્યું,"પ્રિય...

  • ગામડાં ની ગરિમા

    ગામના પાદરે ઉભો એક વયોવૃદ્ધ વડલો તેના સાથી મિત્ર લીમડા સાથે...

Categories
Share

હું તારી રાહ માં - 7

( આગળ જોયું ... રિદ્ધિનો કોઈ અજાણી વ્યક્તિ પીછો કરે છે. આથી મેહુલ રિદ્ધિને ઓફિસએ તેની સાથે જ લઈ જાય છે. લંચ બ્રેકમાં રિદ્ધિ ઘરે એકલી જતી હોય છે. ત્યારે ફરીવાર કોઈ તેનો પીછો કરે છે અને આ વખતે પીછો કરનાર વ્યક્તિ તેની સામે આવે છે. પીછો કરનાર વ્યક્તિને જોતાં રિદ્ધિ ચોંહકિ જાય છે હવે આગળ ...)

“ તો તું જ છે જે મારો ઘણા દિવસથી પીછો કરે છે તે ...?” રિદ્ધિ

“ હા ... એ હું જ છું.” અજાણ્યો માણસ

“ પણ કેમ ? કેમ તું મારો પીછો કરે છે?” રિદ્ધિ

“ કેમ કે હું તને દિલથી ચાહું છું અને તને કોઇની થતાં નહિ જોઈ શકું.” અજાણ્યો માણસ.

“ તું સાવ આવા ખરાબ વિચાર કરીશ મારા વિશે એવું તો મે સપનામાં પણ નહોતું વિચાર્યું હું તો તને મારો ‘ભાઈ’ માનતી હતી અભય. કેટલો વિશ્વાસ કર્યો હતો મે તારા પર અને તું આવી હરકત કરીશ એવું તો મે વિચાર્યું પણ નથી.” રિદ્ધિ

“ તું મને ‘ભાઈ’ માનતી તે મને ક્યારેય પસંદ જ નહોતું પણ તું મારા વિચાર જાણી મારા થી દૂર થઈ જઇશ અને બોલવાનું બંધ કરી દઇશ તે જ વિચારથી મે તને મારા દિલની વાત નહોતી જણાવી.” અજાણ્યો માણસ (અભય)

“ મને તો એમ હતું કે કેયુર મારો પીછો કરતો હશે પણ તું આવી હરકત કરીશ એવું હું વિચારી પણ નથી શકતી.” રિદ્ધિ

“ કેમ એક કેયુરને જ તને પ્રેમ કરવાનો હક છે? એક કેયુરને જ તારી પાછળ આવવાનો હક છે? હું પ્રેમ કરું છું તને તું માત્ર ને માત્ર મારી જ છો બીજા કોઇની નહિ.” અભય

“ કેટલા ગંદા વિચાર છે તારા ભાઈ માન્યો હતો મે તને અને તું...?” રિદ્ધિ એ ચીસ પાડતા કહયું.

“ ચુપ ... કોઈ ભાઈ નથી હું તારો સમજી? અને એક વાત કાન ખોલીને સાંભળી લે જો તું મારી ન થઈ તો હું તને કોઈ બીજાની થવા નહિ દઉ.” અભય ઉગ્ર થતાં બોલ્યો.

“ એમ ... ? શું કરીશ બોલ તું ? તું કઈ જ ન કરી શકે સમજ્યો. તું મારુ કઈ જ નહિ બગાડી શકે.” રિદ્ધિએ હીંમતથી કહયું.

“ અચ્છા ... હું તને હમણાં બતાવું છું કે હું શું કરી શકું . બહુ જ ઘમંડ છે ને તને તારા રૂપનું જ્યારે આ સુંદર ચહેરા નું જ અસ્તિત્વ નહીં રહે પછી તને કોઈ પસંદ નહીં કરે.” આમ કહી અભય એ એસિડની બોટલ કાઢિ.

“ પ્લીઝ ... આવું ન કર હું તને ‘ભાઈ’ માનું છું અને તું પણ તો મને તારી ‘બહેન’ માનતો હતો પછી આવું કેમ કરે છે તું “? રિદ્ધિ એ અભય સામે કરગરતા કહયું.

અભય એ રિદ્ધિનો હાથ મજબૂતી પકડી લીધો અને એસિડ ફેકવા જ જતો હતો રિદ્ધિના ચહેરા પર ત્યાં પાછળથી આવીને મેહુલએ અભય ને ધક્કો માર્યો જેથી એસિડ અભયનાં ખુદના હાથમાં પડી ગયું.

અભય નો હાથ એસિડથી દાઝી રહ્યો હતો. અને તે ચીસો પાડી રહ્યો હતો. રિદ્ધિ દોડીને મેહુલ તરફ જતી રહી. રિદ્ધિ સતત રડયે જતી હતી. મેહુલ એ રિદ્ધિને શાંત કરી અને પોતે તેની સાથે છે તેમ સમજાવી આશ્વાસન આપ્યું.

“ રિદ્ધિ રડ નહીં થોડી જ વારમાં પોલીસ આવે છે અને તારા ગુનેગાર પકડી લઈ જશે.” મેહુલ

થોડી જ વારમાં પોલીસ આવી ગઈ અને અભયને પકડી ને લઈ ગઈ.

“ સર , લઈ જાવ આને અને એવી સજા આપજો કે એવી ભૂલ તે જીંદગીમાં ક્યારેય ન કરે . આને તો બે બે ગુના કર્યા છે. એક ગુનો મારો વિશ્વાસ તોડવાનો અને બીજો ... “ કહેતા રિદ્ધિ રડી પડી.

મેહુલએ રિદ્ધિના આસું લુછયા અને કહયું રિદ્ધિ પ્લીઝ શાંત થા. આજ ઘરે Call કરીને કહી દે તું જમવા નહીં આવે અને આપણે બહાર જ લંચ કરી આવીએ આથી તારો મૂડ પણ ફ્રેશ થઈ જશે અને તારા ઘરના લોકોને પણ ચિંતા નહીં થાય.

રિદ્ધિએ ઘરે Call કરી ઘરે જમવા આજ નહીં આવે તેવું કહી દીધું પછી બન્ને લંચ માટે એક રેસ્ટોરન્ટમાં ગયા.

રિદ્ધિનો મૂડ હજુ પણ ઓફ હતો. મેહુલ તેને જાતજાતની વાતો કહી હસાવવાની કોશીશ કરતો હતો પરંતુ તે નિષ્ફળ રહ્યો. હોટલ રજવાડીમાં જઇને બન્ને કોર્નર ટેબલ પર બેઠા મેહુલએ રિદ્ધિને ઓર્ડર કરવા કહયું. આથી મેહુલએ ઓર્ડર તો પોતે કરશે પણ રિદ્ધિએ પણ સાથે જમવું જોશે તેમ કહયું.

મેહુલએ ભીંડીનું શાક, રોટલી, અડદની દાળ કેરીનો રસ, ભાત, છાસ , પાપડ, ભરેલા મરચાં વાળી બે ગુજરાતી થાળી નો ઓર્ડર કર્યો પછી રિદ્ધિને જે થયું તે ભૂલી જવા માટે સમજાવવા લાગ્યો.

“ રિદ્ધિ પ્લીઝ ભૂલી જા તે વાતને તું એમ સમજ કે કઈ થયું જ નથી અને હા પ્લીઝ તારા ઘરે આ વાતની જાણ ન કરતી નહીં તો ઘરે બધા કારણ વગર પરેશાન થઈ જશે.” મેહુલએ સમજાવતા કહયું.

“ પણ હું ભૂલવા છતાં ભૂલી શકું તેમ નથી. મને તો એમ હતું કે તે વ્યકતી કેયુર હશે પણ મારા આશ્વર્ય વચ્ચે તે તો અભય નીકળ્યો. અને આશ્વર્ય તો મને એટલા માટે થાય છે કેમ કે અભય આવું કરી શકે એવું હું તો શું કોલેજની કોઈપણ વ્યક્તિ માનવા તૈયાર ન થાય કેમ કે અભય કોલેજનો સૌથી શાંત છોકરો હતો. બીજા છોકરાઓની જેમ ટોળટ્પ્પા, મજાક મસ્તી છોકરીઓની આગળ – પાછળ ફરવું આ બધુ આવડતું જ ન હતું અને સૌથી ખાસ વાત તેણે મને ‘ બહેન ’ બનાવી હતી. રાખડી બાંધતી હતી હું તેને. તેને મારી નહીં તો કઈ નહીં પણ મારી બાંધેલી રાખડીની પણ શરમ ન રાખી?” આટલું બોલી રિદ્ધિ રડવા જ લાગી.

મેહુલએ રિદ્ધિને પાણી પીવડાવ્યું અને શાંત કરી અને સમજાવી. અને ફરીક્યારેક કોઈ પર જલ્દીથી વિશ્વાસ ન કરવા જણાવ્યુ.

રિદ્ધિ થોડી શાંત થઈ જમવાનું આવી ગયું હતું પછી બન્નેએ સાથે જમ્યું થોડી વાતચીત કરી ઓફિસના સમયે સાથે ગયા.

રાતના 8:30 થયા હતા ઓફિસનો સમય પૂરો થતાં મેહુલ રિદ્ધિ પાસે આવ્યો અને કહયું,” ચાલ રિદ્ધિ હું તને ઘરે છોડી દઉં.”

“ અરે ના, હું જતી રહીશ તું પ્લીઝ ચિંતા ન કર.” રિદ્ધિ

“ ના રિદ્ધિ આજથી હું તને ઘરે મૂકી પણ જઇશ અને લેવા પણ આવિશ મે તને પ્રોમિસ કર્યું છે તારી સુરક્ષા કરવાનું અને હું મારૂ આપેલું પ્રોમિસ ક્યારેય તોડતો નથી.” મેહુલએ સ્માઇલ સાથે કહયું.

“ ઓકે બોસ .” રિદ્ધિએ પણ સ્માઇલ કરી પછી બન્ને નિકળીયા

રસ્તામાં પણ મેહુલ રિદ્ધિને ફરી ચિંતા ન કરવા અને ઘરમાં આજ જે થયું તે વિશે વાત ન કરવા જણાવ્યુ જોતજોતામાં રિદ્ધિનું ઘર નજીક આવી ગયું.

“ હલ્લો મેડમ હવે બાઇક પરથી ઉતરી જાઓ આપણે તમારા ઘરના ખૂણા સુધી પહોચી ગયા છીએ.” મેહુલએ જણાવ્યુ

“ અરે ઘરના ખૂણે કેમ? ઘર સુધી મૂકી જા.” રિદ્ધિ

“ અરે ના હો ... મને બહુ જ બીક લાગે. ક્યાક આંટી મારી ધોલાઈ કરી દે તો ...?” મેહુલએ મજાક કરતાં કહયું.

“ એ ... હા ... સારું ચાલ તો હું જાવ. બાય અને Thanks “ રિદ્ધિ

“ કોઈએ મને કહયું, હતું કે Friendship માં ... “ મેહુલ

“ બસ બસ યાદ આવી ગયું હવે નહીં બોલું.” રિદ્ધિ મેહુલને વચ્ચેથી અટકાવતાં બોલી.

પછી બન્ને સાથે હસી પડ્યા. રિદ્ધિ તેના ઘર તરફ ગઈ અને મેહુલ પોતાના ઘર તરફ.

જમીને મેહુલએ ફ્રી થઈ રિદ્ધિને મેસેજ કર્યો પછી બન્ને મોડે સુધી Chet કરતાં રહ્યા.

રોજ રિદ્ધિને લેવા આવવું અને ઘરે મુકવા આવવું આ હવે મેહુલ – રિદ્ધિના જીવનનો ક્રમ બની ગયો હતો. ફ્રી સમયમાં પણ બન્ને મેસેજ માં એકબીજા જોડે વાતો કરતાં રહેતા પણ બન્ને એકબીજાને પોતાના મનની વાત જાણ કરવામાં અસફળ રહેતા.

એક દિવસની વાત હતી મેહુલ સવારે રિદ્ધિને લેવા માટે ગયો તેણે રિદ્ધિના ઘરની થોડે દૂર રહી રિદ્ધિને મેસેજ કર્યો, ” હું આવી ગયો છું તું આવી જા.”

રિદ્ધિ પુજા ઘરમાં હતી આથી અનાયાસે ભારતીબહેનએ રિદ્ધિના મોબાઇલમાં આવેલ મેસેજ વાચ્યો . જોયું તો મેહુલનો મેસેજ હતો. ભારતીબહેનને થયું આ તે જ મેહુલ છે આથી તેણે મેહુલને મેસેજમાં પોતે રિદ્ધિના મમ્મી છે અને તેને ઘરે આવવા કહયું.

મેહુલ થોડો ગભરાઈ ગયો કે,” હવે શું થશે? ક્યાક રિદ્ધિના મમ્મી ગુસ્સે થશે તો?” મેહુલ વિચારતો હતો પછી ધીમી ગતિએ રિદ્ધિના ઘર તરફ વળ્યો.

રિદ્ધિના ઘર પાસે જઇ મનમાં જ ભગવાનનું નામ લઈ ડરતા ડરતા મેહુલ અંદર ગયો. પરંતુ મેહુલના આશ્વર્ય વચ્ચે રિદ્ધિના મમ્મીએ મેહુલને સારી રીતે આવકાર્યો.

“ આવ મેહુલ હું ભારતી રિદ્ધિની મમ્મી,” ભારતીબહેનએ પોતાનો પરિચય આપતા કહયું.

“ જય શ્રી કુષ્ણ આંટી હું મેહુલ.” મેહુલએ પોતાનો પરિચય આપ્યો.

ત્યાં જ રિદ્ધિ પણ આવી પહોંચી. રિદ્ધિ મેહુલને ઘરમાં જોઈ આશ્વર્યચકિત થઈ ગઈ.

“ રિદ્ધિ જો મેહુલ આવ્યો છે જા તું ગરમા ગરમ ચા બનાવી લાવ.” ભારતીબહેન

“ હા મમ્મી હમણાં બનાવી લાવું.” રિદ્ધિ

“ અરે ના આંટી ઓફિસનો ટાઈમ છે તો હું નિકળીશ “ મેહુલ

“ રિદ્ધિને સાથે લીધા વગર ?” ભારતીબહેન

મેહુલ ચૂપ થઈ ગયો પછી ભારતીબહેન હસવા લાગ્યા.

“ અરે તેમાં આટલો ગભરાઈ છે શા માટે ? તું રિદ્ધિને લેવા જ આવ્યો છે તો તેને સાથે લઈને જ જવાનું હોય ને .” ભારતીબહેન

“ ઓકે આંટી ”મેહુલ બસ આટલું જ બોલી શક્યો.

“ તું દરરોજ આવે છે રિદ્ધિને લેવા કે પછી આજે કઈ ખાસ ... “ ભારતીબહેન

“ ના મમ્મી મેહુલ દરરોજ મને લેવા અને મૂકવા આવે છે એ તો તેના ઘરેથી ઓફિસનો સ્સ્તો આપણાં ઘરથી થઈને નીકળે છે એટલા માટે મે જ મેહુલને કહેલું કે તું મને સાથે લઈ જજે.” રિદ્ધિએ કહયું

“ હમમ .. ઓકે બેટા.” ભારતીબહેન

“ મેહુલ બેટા એક વાત કહું?” ભારતીબહેન

“ હા આંટી શું વાત છે? “ મેહુલ

“ બેટા હવેથી તું રિદ્ધિને ઘરેથી જ લઈ - મૂકી જજે આમ શેરીના ખૂણે જ ઉતારવી રિદ્ધિને તે ઠીક વાત નથી. જો ખોટું ન લગાવતો પણ હું સમજુ છું તમારો અને રિધ્ધિનો સંબધ અનૈતિક નથી પણ મને આ સમાજનો ડર લાગે છે. ‘ સમાજ ‘ ને વાતો કરવાનો બસ એક જ મોકો કાફી છે.’સમાજ ‘ માટે છોકરીની ઇજ્જત વાતો કરવા માટેનો મનગમતો ‘ વિષય ‘ છે પછી ભલે તે છોકરી તેના સગા ભાઈ સાથે કેમ ન હોય? બસ ખોટા શબ્દો રૂપી ‘ મસાલો ‘છાટી વાતોને એવી તે જાહેર કરે જાણે એ કોઈ છોકરીની ઇજ્જત નહીં પણ ‘ મસાલા વેફર’ હોય “. ભારતીબહેન

“ તો શું મમ્મી આખી જિંદગી એક છોકરીએ સમાજના ડર વચ્ચે જીવવાનું? શું એક છોકરો – છોકરીનો સારો મિત્ર ન હોઈ શકે? રિદ્ધિ

“ હા બેટા હું ક્યાં ‘ના’ કહું છું? ચોક્ક્સ એક છોકરો અને છોકરી સારા મિત્રો હોઈ શકે પણ શર્ત એક તમારે સમાજ સામે આ વાત સાબિત કરવી રહી.” ભારતીબહેન

“ અને એ કઈ રીતે?” રિદ્ધિ

“ મે કહયું ને જો મેહુલ તને ઘરેથી જ લેવા મૂકવા આવશે તો લોકોને ખબર પડશે કે આ વાતની જાણ મને અને તારા પપ્પાને પણ છે આથી સમાજને બોલવાનો મોકો નહીં મળે.” ભારતીબહેન

“ આંટી તમારી વાત એકદમ બરાબર છે હું સમજી ગયો તમારો કહેવાનો મતલબ અને હવે દરરોજ હું રિદ્ધિને ઘરેથી જ લઈ – મૂકી જઈશ. આ બહાને તમારા હાથની મસાલા ચા પીવા મળશે.” મેહુલ

અને બધા ખટખડાટ હસી પડ્યા.

રિદ્ધિ મેહુલ ઓફિસ જાવ માટે નીકળે છે . મેહુલ મનમાં જ વિચારતો હોય છે કે કેટલા ‘ સમજદાર ’ છે રિદ્ધિના મમ્મી બાકી આ જમાનામાં જો કોઈ મમ્મી – પપ્પા તેની દીકરીને બીજા છોકરા જોડે જોઈ જાય તો છોકરા નું તો આવી જ બને પણ સાથે છોકરી પર પણ પાબંધી લાગી જાય.

જો સમાજની દરેક વ્યક્તિ આવું વિચારે તો દુનિયામાં મહિલાઓ પર થતી ગુનાહીત પ્રવૂતિઑ અત્યાચાર નાબૂદ થઈ જાય પણ અફસોસ સમાજ આજે ભૌતિક રીતે બદલાયો છે પણ વિચારોથી તો આજે પણ ઘણો પાછળ છે.

વિચારોમાં જ ઓફિસ આવી જાય છે રિદ્ધિ અને મેહુલ પોતપોતાના કામમાં લાગી જાય છે.

“ રિદ્ધિ મારે તને એક વાત કહેવી છે.” મેહુલ

“ હા બોલ શું વાત છે.” રિદ્ધિ

“ અત્યારે નહીં જ્યારે આપણે ફ્રી થશુ ત્યારે કહિશ.” મેહુલ

“ ના બોલ શું વાત છે તું નહીં કહે ત્યાં સુધી મને વિચાર જ આવ્યા કરશે.” રિદ્ધિ

“ એવી કઈ ખાસ વાત નથી કીધુને ફ્રી થઈને કઇશ.” મેહુલ

“ હા સારું “ રિદ્ધિએ મોં બગાડતાં કહયું.

“ ચાલ હવે હસી દે પછી હું બૅન્કએ જઇશ. “ મેહુલ

“ અને ન હસું તો ? “ રિદ્ધિ

“ તો ... તો ... હું તને વાત નહીં કહું.” મેહુલ

“ જોતો કેવો હેરાન કરે છે.” રિદ્ધિ એ રડમસ અવાજે કહયું.

“ હા સારું ચાલ આજ સાંજે કોફી પીવા જઇએ પછી ત્યાં જઈને તે વાત કહીશ.” મેહુલ

“ રિદ્ધિ એકદમ ખુશ થઈ ગઈ.” મેહુલ બૅન્ક માટે નીકળે છે.

શું વાત હશે જે મેહુલ રિદ્ધિને જણાવવા નો હશે ? આ વાતથી રિદ્ધિ મેહુલના સબંધમાં શું નવો વણાક આવશે ? જોઈએ આગળ... ત્યાં સુધી રાધિકા પટેલ ના સૌ વાંચક મિત્રો ને જય શ્રી કૃષ્ણ.

(ક્રમશ :)