Premni Seema - 4 in Gujarati Drama by Sanjay Nayka books and stories PDF | પ્રેમની સીમા - 4

Featured Books
  • तमस ज्योति - 51

    प्रकरण - ५१मेरे मम्मी पापा अब हमारे साथ अहमदाबाद में रहने आ...

  • Lash ki Surat

    रात के करीब 12 बजे होंगे उस रात ठण्ड भी अपने चरम पर थी स्ट्र...

  • साथिया - 118

    अक्षत घर आया और तो देखा  हॉल  में ही साधना और अरविंद बैठे हु...

  • तीन दोस्त ( ट्रेलर)

    आपके सामने प्रस्तुत करने जा रहे हैं हम एक नया उपन्यास जिसका...

  • फाइल

    फाइल   "भोला ओ भोला", पता नहीं ये भोला कहाँ मर गया। भोला......

Categories
Share

પ્રેમની સીમા - 4

 

(પુન: પૂર્ણવિરામ પામતી પ્રેમ ગાથા)

Full length Gujarati Natak

PART-4

[ત્રીજું દ્રશ્ય]

(પ્રિયા ઘરની સાફ સફાઈ કરી રહી છે. ત્યાં બા આવે છે.)

બા : પ્રિયા ! એક વાત કહું ?

પ્રિયા : હા બા ! એમાં શું પૂછવાનું ?

બા : પ્રિયાના મ્રુત્યુ પછી રાહુલ સાવ તૂટી પડ્યો હતો (પ્રિયાની તસ્વીર ઉપર નજર કરતા કહ્યું). તેની પત્નીનું મ્રુત્યુ નહીં તેની તેના પ્રેમનું મ્રુત્યુ થઈ ગયું હતું. પ્રિયાના ગયા પછી રાહુલનું જીવન સાવ નિરસ થઈ ગયું. અમને તો ગામમાં રહેતા અને રાહુલે નોકરી માટે અહીં એકલાં રહેવું પડતું હતું. અમે રાત દિવસ તેની ચિંતા થતી રહેતી તેથી રાહુલની મરજી વગર તેના બીજા લગ્ન કરાવવાનો નિર્ણય લીધો. પહેલા અમને પણ આ નિર્ણય થોડો મુઝવણ ભર્યો લાગ્યો પણ હવે આ જ નિર્ણય અમને યોગ્ય પૂરવાર થયો છે. ખરેખર પ્રિયા ! તેં રાહુલના જીવનમાં ફરી પ્રેમનો સંચાર કરીને રાહુલને નવું જીવન આપ્યું છે. હવે ભલે અમે રાહુલથી દૂર રહીએ તો પણ અમને રાહુલની ચિંતા રહેશે નહીં કારણ કે રાહુલને હવે તારા પ્રેમનો છાંયડો છે. એક માઁ-બાપનેશું જોઈએ ? કે તેમનો દીકરો ખુશ રહે ! સલામત રહે ! બસ પ્રિયા મારા રાહુલ ઉપર આવી રીતે જ પ્રેમ વરસાવતી રહેજે. (પ્રિયાનો હાથ પોતાના હાથ લઈને કહે છે.)

(પ્રિયાએ બા નો જવાબ આંખના ઈશારે આપ્યો.)

બા : મારો રાહુલ ! ખૂબ માયાળુ છે. તેના ગુસ્સામાં પણ પ્રેમ છુપાયેલો છે. કોઈક વાર નારાજ રહે કે ગુસ્સો કરે તો પણ તું ગુસ્સો ના કરતી. તેનો ગુસ્સો એક ક્ષણનો હોય છે અને પ્રેમ અપાર હોય છે.

(બાપુજી આવે છે.)

બાપુજી : હા પ્રિયા બેટા ! હું પણ રાહુલને ઉપરથી ગુસ્સો કરું છું પણ મનમાં કંઈ પણ રાખતો નથી. મારો રાહુલ તેની ભૂલ ના હોય તો પણ મારી સામે ઉચે અવાજે બોલતો નથી. અમે રાહુલથી દૂર તો રહિએ છીએ પણ મન હમેંશા રાહુલમાં અટકી રહે છે. અમને તેની ચિંતા કોરી ખાતી હતી પણ હવે અમે ચિંતા મુકત થઈ ગયા છે. પ્રિયા બેટા ! આવી રીતે જ કુંટુંબ ઉપર અને રાહુલ ઉપર પ્રેમની છાયા રાખજે.

(બાપુજી આંખ ભિની કરતા બોલ્યાં)

પ્રિયા : હા બા બાપુજી ! પણ બા-બાપુજી થોડા દિવસ રોકાઈ જાઓને ? તમે અમારા સાથે છો તો અમને વડીલોની કમી લાગતી જ નથી. અમને લાગે કે અમારા ઉપર માતા-પિતાનો આશીર્વાદ છે.

બાપુજી : એ તો રહેવાનો જ દીકરા ! પણ ગામમાં જવું જરૂરી છે.

બા : હા દીકરા ! રહેવાનું તો અમને પણ બહુ મન થાય છે અને સીમંતને હવે કેટલી વાર છે ? ત્યારે તો પાછા આવવાના જ છે ને ! પણ ગામમાં પણ અમારે ધ્યાન રાખવું પડે એમ છે. ત્યાં જો હમણાં નહીં જઈશુ તો ઉભો પાકને નુકશાન થશે તેના ઉપર નભતા ગામ લોકોને નુકશાન થશે અને બાપુજી વગર કોઈને એમાં ખબરના પડે અને ઢોર-ઢાંખરને પણ સાચવવાના ખરા ને ? પણ તું ચિંતા ના કર અને અમે આ બધું કામ કોકને સોંપીને તારી પાસે આવી જશું બરાબર ને ? બસ તું તારી તબિયતનું ધ્યાન રાખજે !

પ્રિયા : હા જરૂર બા !

(શાંતિ આંટી આવે છે.)

બા : હસી મજાકમાં દિવસો ક્યા પસાર થઈ ગયા તે ખબર જ ના પડી ! પણ હવે તો જવું જ પડશે. જો શાંતિ ... પ્રિયાની જવાબદારી તને સોંપી જાઉં છું બરાબર ને ?

શાંતિ આંટી : હા હું જરૂર પ્રિયાનું ધ્યાન રાખીશ.

(રાહુલ બા-બાપુજીનો સામાન રૂમમાંથી લાવી ને દરવાજા નજીક મૂકે છે.)

રાહુલ : બા ! બસનો ટાઈમ થવા આવ્યો છે અને બહાર ટેક્ષી તમારી રાહ જુએ છે.

બાપુજી : એક તરફ પ્રિયા અમને રોકવા આજીજી કરે છે અને બીજી બાજુ તું અમને ઘરથી કાઢવાની ઉતાવળ કરે છે.

રાહુલ : નહીં બાપુજી ! એવું નથી ! આ તો બસનો ટાઈમ !

બાપુજી : ચલ હવે રહેવા દે ! ચાલો તો પ્રિયા દીકરા અમે નીકળીએ ! તમે તમારા બાળકનું અને અમારા બાળકનું ધ્યાન રાખજો. (રાહુલ તરફ ઇશારો કરે છે.)

(પ્રિયા આંખોના ઇશારે હા પાડે છે.)

(બા-બાપુજી જતાં રહે છે અને રાહુલ તેમના પાછળ સામાન લઈને જાય છે.)

શાંતિ આંટી : ચાલ પ્રિયા, હું પણ નીકળુ છું પણ કંઈ પણ કામ હોય તો મને યાદ કરજે.

પ્રિયા : હા જરૂર આંટી !

(આંટી પણ નીકળી જાય છે. આંટીના ગયા પછી રાહુલ ગુસ્સામાં આવે છે અને સીધો પ્રિયાના રૂમમાં જાય છે અને પ્રિયાનો સામાન લઈને આવે છે.)

રાહુલ : આ રહ્યો તમારો સામાન ! તમે પણ જઈ શકો છો.

પ્રિયા : હા રાહુલ જરૂર જઈશ ! પણ એક વાર મને મારી વાત, મારી સચ્ચાઈ કહેવાનો મોકો તો આપો ?

રાહુલ : કઈ વાત અને કઈ સચ્ચાઈ ? એ જ ને કે તમારા પતિ મ્રુત્યુ પામ્યા છે કે પછી તમે 5 દિવસ માટે મારા પ્રેમ અને મારી સ્વર્ગવાસી પત્નીની આત્મા સાથે ખિલવાડ કર્યો ? કે પછી આ બાળક મારુ છે ? બોલો છે કંઈ જવાબ ?

પ્રિયા : હા છે જવાબ રાહુલ, મને એકવાર તક તો આપો ? (આંખો ભીની કરીને કહ્યું)

રાહુલ : નહીં બિલકુલ નહીં ! કારણકે તમે મને પહેલેથી જ કહી દીધું હતું કે તમને બધાંને ઉલ્લુ બનાવવામાં મજા આવે છે. તમે પહેલા મને.....પછી મારા બા-બાપુજીને પણ જુઠ્ઠું બોલ્યા. તમે હાલતા-ચાલતા મનઘડંત કહાની બનાવીને સામેવાળાને દગો આપો છો એટલે હું તમારી કોઈ પણ વાત માનવા તૈયાર નથી.

પ્રિયા : ઠીક છે રાહુલ ? હું તમારા આ ઘર અને તમારા જીવનમાંથી હમેશ માટે જતી રહીશ પણ મને આજ નો દિવસ રહેવાની મંજૂરી આપો. કારણકે શાંતિ આંટી મને મળવા આવવાના છે ને બા ના નિર્દેશ પ્રમાણે તેઓ મને આ સમયમાં કેવી કાળજી લેવાની તે જણાવશે અને હું અત્યારે અહીં થી જતી રહી તો તમને સવાલ પૂછશે.

(રાહુલ થોડો વિચાર કરે છે.)

રાહુલ : ઠીક છે. કાલની સવાર આ ઘરમાં તમારી છેલ્લી સવાર હશે.

(રાહુલ પ્રિયાને ચેતવણી આપીને પોતાના રૂમમાં જતો રહે છે.)

[અંધારું]

[અંતિમ દ્રશ્ય]

(પ્રિયા આંખો ભીની કરતી અને ઘરનાં ખૂણે ખૂણે પર નજર કરતી તેના રૂમમાંથી પોતાનો સામાન લઈને આવી રહી છે. રાહુલ તેની વિરુદ્ધ દિશામાં ઉભો છે જાણે પ્રિયાને જતી જોવા જ ના માંગતો હોય ! પ્રિયા ધીમે ધીમે કરીને રાહુલની તરફ આશભરી નજર કરીને જઈ રહી છે. જાણે એ આશાથી રાહુલના દિલ ને પિગળાવવાની કોશિશ કરી રહી હોય ! પણ રાહુલ તો પ્રિયાથી એટલો નારાજ હતો કે તેની સામે જોતો પણ નથી. આખરે પ્રિયા રાહુલને પોતાની દિલની વ્યથા સંભળાવવા આખરી કોશિશ કરે છે.)

પ્રિયા : રાહુલ, હું તમારા જીવનમાંથી હંમેશ માટેથી જઈ રહી છું અને ખબર નથી કે ફરી મળવાનું થાય કે નહીં ! રાહુલ પણ મરતા માણસને પણ તેની છેલ્લી ઇચ્છા પુરી કરવામાં આવે છે. તમે મને એક મોકો નહીં આપો ? ભલે તમે મને સ્વાર્થી કહો કે વિશ્વાસઘાતી પણ મારી હકીકત જણાવવાની તક નહીં આપો ?

રાહુલ : હવે કોઈ મોકો કે તક નહીં મળે બસ તમે જઈ શકો છો.

પ્રિયા : પણ મારા ગયા પછી બા-બાપુજીને મારા વિષે શું કહેશો ?

રાહુલ : શું કહેશો ? હું તમારો જેવો જુઠ્ઠો નથી ! હું તેઓને બઘી સાચી હકીકત કહીશ. પછી જે થશે તે જોવાય જશે ! તેઓને પણ તમારી હકીકત તો ખબર પડે ને કે જેના પણ આટલો વિશ્વાસ રાખી બેઠા છો તે કેટલી ફરેબી છે, મતલબી છે.

પ્રિયા : પણ રાહુલ ? બાપુજીની તબિયતનો તો વિચાર કરો !

રાહુલ : હું એ વિચાર કરી લઈશ ! તમે હવે જઈ શકો છો.

પ્રિયા : રાહુલ પ્લીઝ મને માફ કરી દો ! (પ્રિયા રોકાયેલા આશુઓના બાંધ તોડતા રાહુલને માફી માંગતા છેલ્લી વાર ફરી અરજ કરતા કહ્યું.)

(રાહુલ કંઈ જવાબ આપતો નથી. પ્રિયાની આખરી અરજ પણ ફગાવી દેવામાં આવી અને ધીરે-ધીરે કદમ કદમ વધારતી દરવાજા તરફ આગળ વધે છે.)

રાહુલ : પ્રિયા.... !

(રાહુલના મોઢેથી પ્રિયાનું નામ સાંભળતા પ્રિયાની કરમાઈ ગયેલી ઉમ્મીદ ફરી જીવંત બની અને અશ્રુને લૂછતા રાહુલ તરફ ઉમ્મીદ ભરી નજર કરી.)

રાહુલ : પ્રિયા ! ટેબલ પર રેડિયાની બાજુમાં એક કવર મુક્યુ છે અને તે કવરમાં રૂપિયા છે. એ રૂપિયા તને અને તારા બાળકને કામ લાગશે !

(પ્રિયાની ઉમ્મીદ ઉપર ફરી પાણી ફરી વળ્યું. પ્રિયા ટેબલ પાસે જાય છે કવર લે છે અને રેડિયો ચાલુ કરીને રાહુલ તરફ ભીની આંખે જોતા-જોતા રૂમમાંથી બહાર નીકળી જાય છે.)

રેડિયોનો અવાજ:

આર.જે : તમારું સ્વાગત આ પ્રોગ્રામમાં છે જેનું નામ છે ‘ડાઇરેક્ટ દિલ સુધી’ તો આજે કોણ છે આપણી સાથે જે પોતાનો સંદેશો બીજાને પાઠવવા માંગે છે ?

(રાહુલ પ્રિયાના ગયા પછી પોતાના રૂમ તરફ આગળ વધે છે.)

આર.જે : તમારૂ નામ ?

સામેથી : મારુ નામ છે 'પ્રિયા' (જોરદાર સંગીત)

(રાહુલના આગળ વધતા કદમ અટકે છે.)

આર.જે : હા પ્રિયા ! તમે કોને પોતાનો સંદેશો પાઠવવા માંગો છો ?

પ્રિયા : મારા પ્રિય પતિને.

આર.જે : કેમ તેઓ તમારા સાથે નથી ? મતલબ કે બહાર ગામ ગયા છે ?

પ્રિયા : નહીં ! તેઓ મારી સાથે જ છે પણ તેઓ મારી વાત સાંભળવા નથી માંગતા તેથી હું આ પ્રોગ્રામ મારફતે મારો સંદેશો મોકલવા માંગુ છું.

આર.જે : હા આ પ્રોગ્રામ આ જ તો કાર્ય કરે છે. શું હું કારણ જાણી શકું કે કેમ તમારા પતિ તમારી વાત સંભાળવા નથી માંગતા ? શું થયુ હતું ?

(રાહુલ રેડિયા તરફ જુએ છે.)

પ્રિયા : મે મારા ભગવાન જેવા પતિને ઘોકો આપ્યો છો અને હું તેની માફી માંગવા આવી છું.

(ફરી જોરદાર સંગીત)

આર.જે : ઑહ્હ

રાહુલ : આ તો પ્રિયાનો અવાજ છે !

(રાહુલ પ્રિયાનો અવાજ ઓળખતાં અને વાત સાંભળવાની ઉત્સુકતા કાનમાં રાખીને રેડિયાની તરફ આગળ વધે છે.)

પ્રિયા : લગ્ન પહેલા હું એક યુવકના પ્રેમમાં હતી અને બન્ને એકબીજા સાથે લગ્ન કરવા માંગતા હતા પણ મારા ઘરવાળા આ લગ્ન માટે રાજી ના હતાં તેથી અમે ઘરવાળાની મંજૂરીની પરવા કરવા વગર કોર્ટ મૅરેજ કરવાનો નિર્ણય લીધો પણ કોર્ટ મૅરેજ કરવામાં એક અડચણ ઉભી થઈ. મારી ઉમર 18 વર્ષથી ઓછી હતી. 18 વર્ષમાં 6 મહિના ઘટતા હતાં. તે દરમિયાન મારા મમ્મી-પપ્પાએ મારી મરજી વિરુદ્ધ મારા લગ્ન રાહુલ સાથે કરી દીધા. તે સમયે 18 વર્ષ સમાપ્ત થવામાં ફક્ત 7 દિવસ બાકી હતા. મારે ફકત 7 દિવસ કાઢવાના હતા તેથી મારા પતિને પહેલી રાત્રે જ એક જુઠ્ઠી કહાની કહી દીધી કે આ મારા બીજા લગ્ન છે અને મારા પતિ મ્રુત્યુ પામ્યા છે અને ફરી હું કોઈને પ્રેમ નહીં કરું ! મારા ભોળા પતિ મારા પર કંઈ પણ આડા અવળા સવાલ પૂછ્યા વગર મારી વાત માન્ય રાખીને અમે એકબીજાથી અલગ અલગ રૂમમાં રહેવા લાગ્યા. 7 દિવસ રાહુલ મારા પર કોઈ શંકા ના કરે તેથી તેના માટે તેમની ભાવતી વાનગી બનાવીને ખવડાવતી ગઈ. આ વાનગી બનાવવામાં પણ મે ધોકો આપ્યો હતો મે તે બધી વાનગી તેમની સ્વર્ગવાસી પત્નીની ડાયરીમાંથી વાંચીને બનાવતી હતી. આમ આવી રીતે બન્ને વચ્ચે હસી મજાક થવા લાગી અને લાગણીની આપ લે થવા લાગી અને રાહુલ મારા પ્રેમમાં પડયા. બીજી તરફ 7 દિવસ પણ વીત્યા. હું રાહુલના પ્રેમનો વિચાર કર્યા વગર તેમને ફરી એકલા છોડીને જતી રહી હતી.

આર.જે : ઓહ્હ આ તો તમે ઘણું ખોટું કર્યું.

(રાહુલની આંખોમાં આંસુઓ ચમકવા લાગ્યા હતાં બસ હવે બહાર રેલાવવાની વાર હતી.)

પ્રિયા : હા ! મે જ ધોકો આપ્યો હું જ તેનો પ્રાયશ્ચિત પણ કરીશ.

આર.જે : પછી શું થયું ?

પ્રિયા : હવે હું 18 વર્ષની થઈ ગઈ હતી. હવે મને મારા જીવનસાથી પસંદગી માટે કોઈ રોકી શકશે નહીં.

હું ગાંડી ઘેલી થઈને પ્રેમીને મળવા ગઈ પણ મારો પ્રેમી ના આવ્યો. મને ચિંતા થઈ ત્યાં ઉભા-ઉભા મનમાં અનેકો વિચારો ભમવા લાગ્યા. તેનો સંપર્ક કરવા કેટ-કેટલા ફોનો કર્યા પણ જવાબમાં ફોન સ્વિચ ઓફ આવ્યો. સવારથી સાંજ થઈ મારા પગ જરૂર થાક્યા હતાં પણ મારી આંખો તેની રાહ જોતા નહી થાકી અને આખરે તેનો ફોન આવ્યો. એણે કહ્યું કે તે એક છોકરી સાથે ફોરેન જાય છે અને ત્યાં તેઓ લગ્ન કરી લેશે. તે છોકરી સાથે લગ્ન કરી કરશે તો તેનું અમીર બનવાનું સપનું સાકાર થઈ જશે. મારું દિલ કચડીને પોતાના સપના જાવવા નિકળી ગયો જે રીતે રાહુલનું દિલ તોડીને હું મારા સપના વિણવા નિકળી ગઈ હતી અને તેણે તે જ વાક્ય બોલ્યો કે જે મે મારા પતિને લખી હતી કે મને આશા છે કે તું તારા પ્રેમના પ્રેમમાં અડચણ નહી બને ! સાચુ કહેવાયું છે કે જે ખાળો ખોદે તે જ પડે ! મારા સાથે પણ તે જ થયું મે મારા પતિને ધોકો આપ્યો અને મારા પ્રેમીએ મને ઘોકો આપ્યો. મને પતિ અને પ્રેમી વચ્ચેનો તફાવત ખબર પડી ગયો હતો. હું મારા પ્રેમની લાશ લઈને ચુપચાપ ત્યાંથી નિકળી આવી. આટલી બેબસી અને લાચારી મે મારા જીવન કદી જોઈ ન હતી.

હું ફરી રાહુલના ઘરે જઈ શકતી ન હતી કારણ કે મારા ઘોકા બાદ રાહુલ મારું મોઢું શું ? નામ પણ લેવા માંગતા ના હશે. તેથી હું મારા મમ્મી પપ્પાને ઘરે ગઈ પણ તેઓએ પણ મારા સાથે છેડો કાપી નાખ્યો. હવે હું એકલી થઈ ગઈ હતી. મારા પાસે આશ્રય છુપાવવા માટે સહારો પણ ના હતો. એક પુરુષ ઘરથી બહાર રહે તો તેને કંઈ કહેવાતું નથી પણ એક સ્ત્રી ઘરેથી બહાર રહે તો તેના પર લાખો સવાલોના અંગારા વરસે છે મારા સાથે પણ તે જ થયું. મને આશ્રય આપે તેવું કોઈ ઠેકાણું ના હતું. હું આશરો માટે ભડકતી હતી અને દુનિયાની હવસ ભરી નજરથી દૂર ભાગતી હતી. મે પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરી જ્યાં મારા ભૂતકાળના હિસ્સાના કિસ્સા કોઈ જાણતું ન હતું. આમ 6 મહિના વીત્યાં. આ 6 મહિનામાં મને મારા પતિની યાદ સદંતર આવતી જ રહી. રાહુલ ચાહતે તો કાનુની પગલાં લઈ શકતે કારણ કે અમારા છૂટાછેડા હજી થયા નથી. રાહુલ ઇચ્છેતે તો મને અને મારા ખાનદાનને સમાજમાં બદનામ કરી શકતે ! તે ચાહતે તો મારા જુઠ્ઠા પ્રેમની ધજ્જીયા ઉદાવી શકતે ! પણ તેમણે આ માંથી કંઈ પણ પગલું લીધુ નહી. કોણ આવા પતિને ખોવા માંગે ! તેમના સાથે વિતાવેલા ઇન્દ્રધનુષ્યના 7 રંગો જેવા 7 દિવસોની યાદ આવી. એ હસી-મજાક, એ રેડિયોના ગીતો, એ તેમની સચ્ચાઈ એક એક ક્ષણ યાદ આવી અને મે રાહુલ પાસે જવા અને તેમના પાસે માફી માંગવાની હિમ્મત ભેગી કરી કારણ કે હું પણ તેમને પ્રેમ કરતી થઈ ગઈ હતી. મારે રાહુલના ઘરમાં અને દિલમાં જગ્યા જોઇતી હતી. પણ રાહુલ પાસે જવું કેવી રીતે ? ક્યાં મોઢે જવું ? હું જે રીતે રાહુલને છોડીને ગઈ હતી તે રીતે તો રાહુલ મારું મોઢું પણ જોવા નહીં માંગે ? પણ મારે રાહુલ પાસે માફી માંગવી હતી અને રાહુલના ચરણોમાં ઝૂકીને કહેવું હતું કે હા રાહુલ મને તમારા સાથે ફરી પ્રેમ થયો છે.

(રાહુલની આંખોમાંથી ઉભરાવા આતુર આંસુઓએ પોતાની ધીરજ ગુમાવી અને સળસળાટ આંસુની ઘારા વહેવા લાગી.)

પ્રિયા : મને ખબર હતી કે રાહુલ મને ફરી અપનાવશે નહીં પણ મારે રાહુલનું દિલ પણ જીતવાનું હતું તેથી મેં પ્રેગનેટ હોવાનું નાટક કર્યું.

(જોરદાર બેક ગ્રાઉન્ડ વાગે છે.)

રાહુલ : પ્રેગનેન્ટ હોવાનું નાટક ??

પ્રિયા : રાહુલના બા-બાપુજીની હાજરીમાં ઘરમાં પ્રવેશ કર્યો. રાહુલે તેના બા-બાપુજી માન ખાતર મને કંઈ પણ બોલવા વગર ઘરમાં જગ્યા આપી. મારી પાસે આજ મોકો હતો મારા ધોકા કે વિશ્વાસઘાતને પ્રેમમાં પરિવર્તીત કરવાનો પણ રાહુલ ના માન્યા. રાહુલના પગ પકડીને આજીજી કરી પણ રાહુલ નહી માન્યા અને મને હકીકત કહેવાનો મોકો જ નહીં આપ્યો. આખરે મારી સચ્ચાઈ અને પ્રેમ સાબિત કરવા મારે રેડિયાનો સહારો લેવો પડ્યો.

આર.જે : ઓહ્હ ગ્રેટ ! આ તો જબરજસ્ત કહેવાય. આવી લવ સ્ટોરી અમે કદી સાંભળી જ નથી. પ્રિયાની વાત પરથી લાગે છે કે રાહુલે પ્રિયાને એક મોકો આપવો જોઈએ અને હવે માનવું જોઈએ કે પ્રિયા ફરી ધોકો આપવા માટે નહીં પણ ફરી પ્રેમ કરવા આવી છે. પ્રિયા અમે તમારી સાથે જ છીએ તમે અમારા પ્રોગ્રામની મારફતે તમારો સંદેશો પહોચાડી શકો છો.

પ્રિયા : રાહુલ ! મને માફ કરજો ! ભલે મે તમારા ઘરમાં પ્રવેશ કરવા પ્રેગનેન્સીનું નાટક કર્યું પણ સાચું માનજો મારા પાસે બીજો વિકલ્પ જ ના હતો. તમારા ઘરમાં આવવાનો રસ્તો ખોટો હતો પણ મારો પ્રેમ ખોટો નથી. રાહુલ તમે કહેતા હતા ને ? કે તમારા શોખ એકલા ના શોખ છે પણ રાહુલ....હવે એ શોખ અને સપના મારા પણ થઈ ગયા છે. હાં રાહુલ હું આવીશ તમારા સાથે વગર ડેસ્ટીનેશનની મુસાફરી જ્યાં આપણને રોકવાવાળુ કોઈ ના હશે .. હું પોતે પણ નહીં। હું પણ તમારા સાથે દરિયાના મોંજા સાથે ફૂટબોલ રમીશ ભલે મોજાંના છાંટા આપણા બંને ઉપર ઉડે...હું ચાલીશ લીલીછમ ઘાસમાં તમારા સાથે હાથમાં હાથ રાખીને અને રાત્રીનો અંધકાર અગિયાના અજવાળે રસ્તો કાપીશુ. હું તૈયાર છું તમારા સાથે ઝરમર વરસાદમાં એકીટસે આકાશ તરફ જોવા જ્યાં સુધી વરસાદના ટીપાથી આપણા બન્નેના ચહેરા પલળાય પલડાઈ નહીં જાય કારણ કે હવે એ શોખ અને સપના મારા પણ થઈ ગયા છે. મે મારી વાત કહી દીધી છે અને હવે મારી પાસે મારી સચ્ચાઈ સાબિતી આપવાનો કોઈ માર્ગ નથી. રાહુલ તમે ભલે મને હવે સહારો નહીં આપો પણ મારો છેલ્લો સહારો ભગવાન જ છે. મારો પ્રેમ સાબિત કરવા મારે જીવ જાય તો પણ હું તૈયાર છું.

આર.જે : નહીં નહીં ! પ્રિયા એવું કોઈ પગલું નહીં લેતા જેનાથી રાહુલે આખી જિંદગી અફસોસ કરવો પડે ! હેલ્લો લિસનર તમારું શું માનવું છે ? તમે પણ તમારા મંતવ્યો આપી શકો છો ? રાહુલે પ્રિયાને માફ કરી દેવી જોઈએ કે નહીં ?

(દિલ હચમચી જાય તેવું બેક ગ્રાઉન્ડ વાગે છે.)

(રાહુલ રેડિયો બંધ કરે છે અને આંસુઓનો વરસાદ વરસાવતો ત્યાં જ ઢળી પડે છે.)

રાહુલ : ‘પ્રિ.....યા’ (હ્દય ધ્રુજાવી નાખે એવી રીતે ચિલ્લાય છે.) પ્રિયા મને માફ કરી દે હું તારા પ્રેમને સમજી શક્યો નહીં.

(રાહુલ ઝડપથી દરવાજા તરફ દોડે છે ત્યાં આંટી પ્રિયા સાથે આવે છે.)

આંટી : સારું થયું કે પ્રિયા મારે ઘરે આવી....નહીં તો...તે શું કરી લેત શું ખબર ! રાહુલ ભલે પ્રિયા તને ધોકો આપ્યો હોય અને તારો વિશ્વાસ તોડ્યો હોય પણ પ્રિયાએ તેની માફી પણ દુનિયાની સમક્ષ માંગી ને ! બધાંની સમક્ષ માફી માંગવી સહેલી નથી એ આ નિર્દેશ કરે છે કે પ્રિયા તને કેટલા હદ સુધી પ્રેમ કરતી હશે ! ભલે તેણે તારુ દિલ તોડ્યું પણ દિલ જોડવાનું પણ તેણે જ સાહસ કર્યું ને ! પ્રિયા તો તેનો પ્રેમ સાબિત કરવા મ્રુત્યુને પણ ભેટવા તૈયાર હતી. રાહુલ હવે તો પ્રિયાને માફ કરી દે !

રાહુલ : બસ આંટી બસ, હું જ ગાંડો હતો જે પ્રિયાના પ્રેમને સમજી ના શક્યો. છેલ્લા કેટલા દિવસથી પ્રિયા મને સમજાવતી તૂટી ગઈ પણ મે તેની વાત ન સાંભળી. પ્રિયા મને માફ કરી દે. પ્રિયા ..... હવે તારે કોઈ સચ્ચાઈ સાબિત કરવાની જરૂર નથી જો હવે હું તારો પ્રેમ નહીં સમજુ તો મારા જેવો અભાગો આ દુનિયામાં કોઈ ના હશે ! મે પણ તને એક વાર કહ્યું હતું ને કે હું ફરી પ્રેમ નહીં કરીશ પણ હું પણ ખોટો હતો મને પણ તારા સાથે ફરી પ્રેમ થયો છે.

(રાહુલ પોતાની બાહો ફેલાવીને પ્રિયાને અને પ્રિયાના પ્રેમને સ્વીકારે છે અને પ્રિયા આંસુની ધારા વરસાવીને રાહુલને ભેટી પડે છે.)

રાહુલ : આઈ લવ યુ પ્રિયા

પ્રિયા : આઈ લવ યુ ટુ રાહુલ ....

(શાંતિ આંટી પણ ખુશીના આંસુ સાથે તેમનો પ્રેમને આવકારે છે. બન્ને સ્નેહ મિલન બાદ છુટા પડે છે.)

પ્રિયા : પણ બા-બાપુજીને શું કહેશું ? મે તો મારો 7 મહિનો ચાલે છે એમ કહ્યું છે શું થશે ?

રાહુલ : હા બા-બાપુજી હતા ત્યારે તારુ પેટ ઊપસેલું હતું અને હવે નથી તો શું થશે ?

પ્રિયા : ઉભા રહો ! તમે મારા પેટ પર નજર કરી હતી ?

રાહુલ : યાર નજર પડી જાય .. એ બધું છોડો બા-બાપુજીને ખબર પડશે તો શું થશે ?

(અચાનક પ્રવેશદ્વારથી બા-બાપુજી આવે છે.)

બા : જે થશે તે થશે કેમકે અમે બધું સાંભળી લીધું છે.

રાહુલ : બા-બાપુજી ? તમે ? તમે તો ગામ માટે નીકળ્યા હતા ને ?

બાપુજી : હા નીકળ્યા તો હતા પણ પ્રિયાની વાત સાંભળી તો પાછાં ફર્યા.

રાહુલ : તમે ક્યારે પ્રિયાની વાત સાંભળી ?

બાપુજી : ચલ રહેવા દે ! કેમ રેડિયો તારા પાસે જ છે ? મોબાઈલમાં રેડિયો ના આવે ?

રાહુલ : ઓહ્હ !

પ્રિયા : બા-બાપુજી મને માફ કરી દેજો ! મે તમારા સાથે પણ પ્રેગનેટ હોવાનું નાટક કર્યું ?

બા : પ્રિયા દીકરા કંઈ નહીં અમે પણ સમજી શકીએ ! જો આ નાટક જ હતું તો તેને હકીકત બનાવી દેજે બસ !

(પ્રિયાએ શરમની ઓઢણી ઓઢી લીધી અને રાહુલ અને પ્રિયા બા-બાપુજીના આષિશ લે છે.)

રાહુલ : બાપુજી ! એક વાત કરુ ?

બાપુજી : શું ?

રાહુલ : એકવાર રેડિયો ચાલુ કરું ?

બાપુજી : ના ભાઈ ના ! ખતરનાક ગીતો વાગે છે યાર !

રાહુલ : નહીં....આજે નહીં વાગે.

બાપુજી : ચલ ઠીક છે ! જોઈએ તો ખરા ?

(રાહુલ સિવાય બધાં રેડિયા તરફ તીરછી નજર કરે છે. રાહુલ રેડિયો ચાલુ કરે છે.)

ગીત વાગે છે:

ફરી દિલ ધડક્યું..... ફરી પ્રેમ થયો......

ફરી મન મહેક્યું..... ફરી પ્રેમ થયો.......

(રાહુલ પ્રિયા બન્ને એકબીજાનો હાથ પકડીને ગીત ગાતા ઝૂમે છે. બા-બાપુજી અને શાંતિ આંટી બન્ને ઉપર રોમ રોમથી પ્રેમના શુભ આશિષ વરસાવતાં તાળીઓ પાડે છે.)

[પડદો પડે છે.]

(સમાપ્ત)

Written by:

© Sanjay Nayka

sanjay.naika@gmail.com