આપણે કહાની મા આગળ જોયુ કે રોહિતે તેનાં પિતા સાથે તેની શંકા નુ સમાધાન કરવા ચર્ચા કરે છે ત્યા એક નવો રાઝ ખુલે છે.
તે ટેન્શન માં રોહિત ઓફિસે જાય છે પણ તેનો હાવભાવ એની દર્દ કહાની કહી જાય છે પણ તે છતા દર્દ સાથે રમત રમવા માં જીતી જાય છે અને તેનુ મન કામ માં લગાવે છે.
હવે કહાની આગળ વધારતા….
તે પછી રોહિત તેનાં કામ માં બીઝી થઈ જાય છે. એનુ કામ બપોર થતાં પુરુ કરી ને તે લંચ બ્રેક લે છે ત્યાં પાછો બધાં વિચારો માં ખોવાઈ ગયો અને વિચારવા લાગ્યો કે હવે આગળ શુ કરવુ??, પાપા એ કહેલી વાત પર વિશ્વાસ કરી ને શુ અહિંયા મારા વિચારો ને રોકી લેવા?? બસ રોહિત આમ જ વિચારો માં ખોવાયેલો રહ્યો લાંબા સમય સુધી પછી તેને નક્કી કર્યુ કે જો પાપા સાચુ જ કહેતાં હોય તો એક વાર હુ તપાસ કરી લવુ તો એમા વાંધો શુ છે ??
આમ , વિચારી ને તે તપાસ કરવાની શરુઆત કરી તેનો એક દોસ્ત પોલીસ ખાતા માં જ કામ કરતો જેનાં માટે એરપોર્ટ કે કોઈ પણ રોડ પર ની ફુટેજ માંગાવી આસાન હતી એટલે રોહિતે તેનાં એ દોસ્ત અંકિત ની મદદ માંગી અને તેને એરપોર્ટ અને તે રસ્તા ની જગ્યા થી તેના પપ્પા ગયા હતા એ રોડ પર થી એરપોર્ટ સુધી ની ફુટેજ ની એ રાત ની રેકોર્ડિંગ મંગાવી. અંકિતે કહયુ કે હુ કાલે તે સીડી તારી ઓફિસ માં પોસ્ટ કરી દઈશ. એટલે રોહિત પાછો ઓફિસ નાં કામે લાગ્યો. અને તેની ચાર વાગ્યાં ની આસપાસ ઈન્પોટન્ટ મિંટીગ હતી.એટલે એ બધાં કાગળો અને ફાઈલ તૈયાર કરવા કહયું.
તે ચાર વાગ્યા પહેલાં જ એ તે રેસ્ટોરન્ટ માં પહોંચી ગયો હતો, જયાં એની મિંટીગ હતી. એટલે એને એક કોફી ઓર્ડર કરી. અને તે શાંતિ થી કોફી પીતો પીતો ખુશી નાં ખ્યાલો માં ખોવાઈ ગયો. એમની પહેલી મુલાકાત યાદ કરી એ જ્યારે દિલ્હી થી અહીંયા આવ્યો હતો ત્યારે તે એરપોર્ટ પર લેવા આવી હતી રાજ સાથે તેના દોસ્ત તરીકે ઈન્ટરો કરાવ્યુ હતુ પણ આમ તો સચ્ચાઈ એ હતી કે રાજ આમ તો રોજ ખુશી ની વાતો કરતો એટલે રોહિત તેને રાજ થકી જાણતો હતો પણ વાત આમને સામને મળવા ની તો એ ખુશી ને આજે જ મળ્યો હતો. એનાં ખુલ્લા વાળ અને માંજરી આંખો ખરેખર ખુબ જ સરસ લાગતી હતી. રાજ જયારે ઈન્ટરો કરાવ્યો ખુશી સાથે ત્યારે એને ભાન આવ્યુ કે તે પબ્લીક માં ઉભો છે અને કદાચ તેને ખુશી ને કાંઈક વધુ જ પ્રેમ થી નીહાળી હતી. એને ભાન આવતાં તેને ઝુકેલી નજરો સાથે ખુશી સાથે હાથ મીલાવી હાઈ કહયુ એનાં જવાબ રુપે ખુશી એ હંસી ને હેલો કહયુ અને તે કાર માં રાજ જોડે જઈ ને બેસી ગઈ. ત્યા એરપોર્ટ થી ઘર સુધી ની મુસાફરી કદાચ જીંદગી ની સૌથી ખુબસુરત અનુભવ સાથે ની હતી. ખુશી ગાડી માં પાછળ રોહિત સાથે બેઠી હતી એની સાથે આ સફર માં થયેલી વાતો ખરેખર આહલાદક અનુભવ હતો. ખુશી નુ હસવુ વાતો કરતા કરતા તેના વાળ સાથે રમવુ અને મસ્તી માં રોહિત ને મારવુ. એ ખુશી નો સ્પર્શ રોહિત ને રોમાંચિત કરી રહયો હતો. તેનાં દિલ માં ખલબલી મચાવી રહયો હતો. પણ છતાં માણસ તો માણસ છે ને અને મોકો મળે તો કોઈ થોડો હાથ થી જવા દે એટલે રોહિતે પણ આ સમય નો ફાયદો ઉઠાવ્યો અને તેને ખુશી સાથે ની પાકી દોસ્તી કરી આ સફર પછી તો જયારે પણ ખુશી ઘેર જતી તો રોહિત ને જરુર મળતી. તે દોસ્તી માં સમય જતાં વિશ્વાસ નુ તેલ પુરાયુ અને ખુશી અને રોહિત ની વાતો વધતી ગઈ. રોહિત ના બર્થ ડે પણ રાજ, રોહિત અને ખુશી એ સાથે સેલિબ્રેટ કર્યો.અને ત્યાં જ રાજે કહયુ કે હુ લંડન જવાનો છુ તો એ વાત સાંભળી ને રોહિત નાં દિલ નો એક ખુણો જે ખુશી માટે પ્રેમ થી ભરેલો હતો તે થનગની ઉઠયો એ વિચારી ને કે હવે તે ખુશી સાથે એકલો હરી ફરી સકશે. અને સમય જોતાં પોતાના દિલ ની વાત પણ કરી શકશે.પણ એ ખુશી ગમ માં પલટાતા વાર ના લાગી જ્યારે રાજના લંડન જવાની રાત્રે ખુશી એ તેનાં પ્રપોઝલ ને રિજેકટ કરી દીધુ છતાં પણ તે મકક્મ મને એરપોર્ટ પહોંચ્યો એટલુ જ નહી તેને તેનાં મન ની વેદનાં પહેલી વાર તેનાં પિતા સાથે સેર કરી હતી. તેનાથી રોહિત નુ મન થોડુ હળવુ થયુ હતુ. અને તે પછી આજ દિન સુધી તે બધુ ભુલાવા ની કોશીશ મા જ છે. પણ કહે છે ને કે જે આપણે ભુલાવા માંગતા હોય છે એ આપણે ભુલાવા ને બદલે વધુ યાદ આવે છે રોહિત સાથે પણ આ જ થયુ ખુશી ની મોત નાં સમાચાર મળ્યા પછી થી તો તે રોજ ભુલાવા ની કોશીશ માં વધુ નજીક જતો ગયો ખુશી ની,
તે વિચારો સાથે રમત રમતાં રમતાં કોફી પીતો હતો ત્યાં અચાનક એને રેશિતા ને જોઈ એની સાથે ચાર-પાંચ છોકરી ઓ હતી કદાચ તે તેની દોસ્તો સાથે હતી. રેશિતા ને જોઈ રોહિત નાં મન માં એક વિચાર આવ્યો કે તે રેશિતા ને પુછી લે તે રાત વિશે પણ ત્યાં જ એની મિંટીગ હતી તે માણસો આવી પહોંચ્યાં હતા એટલે તેને પહેલા મિંટીગ અટેન્ડ કરવાનો વિચાર કર્યો. તેને મિંટીગ અટેન્ડ કરી અને જોયુ તો રેશિતા તેનાં દોસ્તો સાથે નીકળી રહી હતી. રોહિત તેની ફાઈલો પેક કરી ને નીકળે તે પહેલા રેશિતા ગાડી માં નીકળી ગઈ એટલે રોહિતે તેનો પીછો કર્યો કે હુ તેને ઓવરટેક કરી લઈશ એમ વિચારી ને પણ આ અમદાવાદ નો ટ્રફિક અને સિગન્લ ઉપ્સ બાપ રે બાપ એમાં જ રેશિતા ની ગાડી આગળ નીકળી ગઈ. એટલે રોહિતે શોર્ટકટ લઈ ને તેનાં બંગ્લોઝ આગળ ની ગલી એ ઉભો રહયો.
(એક અઠવાડિયા પછી)
એ દિવસ ની બપોરે રેસ્ટોરન્ટ માં સાહિલ (રાજ નો કોલેજ નો દોસ્ત) અને રોહિત બંને બેઠાં હતાં. અને વેઈટર ત્રણ વાર પુછી ને ગયો; “સર આપનો ઓર્ડર??”.. દર વખતે થોડી વાર રહી ને …..બસ આ જ જવાબ મળતો વેઈટર ને…બંને કાંઈ બોલ્યા વગર શાંતિ થી બેઠાં હતા પણ રેસ્ટોરન્ટ માં બેઠેલા કોઈ પણ કહી શકે કે આ બંને ઝગડયા હતાં કારણ કે બેઠા તો હતાં બંને એક જ ટેબલ પર પણ બંને નાં મોઢાં એકબીજા ની સામે ગુસ્સે થી જ જોતા હતાં થોડીવાર થઈ એટલે રેસ્ટોરન્ટ ની બહાર એક ગાડી આવી એમાંથી ત્રણ છોકરી ઉતરી એમાંની એક રેશિતા હતી , બીજી ખુશી અને ત્રીજી તન્વી ..( લાસ્ટ અઠવાડીયા માં આવેલુ નવુ પાત્ર કહાની નું ) …. હા એજ ખુશી જે રાજ ને ચાહતી, એજ ખુશી જે એનાં માતા પિતા માટે મરી ગઈ….. તો પછી એ જીવતી કેવી રીતે થઈ? અને જીવતી છે તો તેની ફેમિલી સાથે કેમ નથી? , આ સવાલો નાં જવાબ માટે લાસ્ટ વીક જે બન્યુ એ જાણવુ પડશે….
(એક અઠવાડિયુ આગળ….)
એ દિવસે રોહિત રેશિતા નો પીછો કરી ને ગાડી આગળ નીકળી જતાં રોહિત તેનાં ઘર પાસે ની ગલી એ આવી ને રેશિતા ની રાહ જોતો ઉભો રહ્યો ત્યાં એક ગાડી આવી જેમાં રેશિતા સાથે બીજી એક છોકરી મોઢે દુપટ્ટો બાંધીને હતી. તે છોકરી અને રેશિતા બંને ગાડી માથી ઉતર્યા ત્યાં જ રોહિત તેનાં ઘર પાસે આવ્યો અને રેશિતા ને ગાડી માં બેઠાં બેઠાં જ બુમ પાડી. ત્યાં રોહિત નો અવાજ સાંભળી ને રેશિતા જાણે એકદમ ચોંકી ગઈ. અને એની સાથે જે દુપટ્ટો બાંધેલી છોકરી હતી તે રેશિતા નાં ઘર માં જતી રહી. તે પછી ખુશી એ પાછળ ફરી ને જોયુ અને રોહિત ની ગાડી પાસે આવી અને હેલો કહ્યુ ત્યાર પછી રોહિતે હાઈ કરી ને પુછયુ કે ચાલ કોફી પીવા આવવુ છે “ શેરી” …. રોહિતે રેશિતા ને ચીડવતા કહ્યુ એટલે જાણે રેશિતા ને ગુસ્સો જ કરવો હતો એમ કહે રોહિ પાગલ છે કોઈ નાં હિત નુ વિચારતો જ નથી કોઈ સાંભળે તો કેવુ લાગે લાગે? લાગવા મા તો એમ લાગે કે રોહિત ને આ શેરી હેરાન કરે છે રેશિતા ને ટપલી મારતા રોહિત કહે છે અને પછી આંખો મારી ને કહે ચાલ ને શેરી કે પછી હુ તારા બોયફ્રેન્ડ જેવો નથી લાગતો …..?? આ સાંભળી ને રેશિતા કહે હા તે તારા જેવો પાગલ આ દુનિયા માં એક જ છે હોય ને બીજો હોય તો આ દુનિયા ને ભારે પડે આટલુ કહેતા કહેતા તે ગાડી માં બેઠી અને કહે ચાલ પાગલ કોફી પીવડાવ…..
બંને ગાડી માં બેઠા અને મસ્તી થી એકબીજા ની ઉડાવતા કોફી હાઉસ પહોચ્યા. ત્યાં બંને એ કોફી નો ઓર્ડર આપ્યો ને પછી રોહિત એ મુળ વાત ચાલુ કરી. અને કહ્યુ કે; “ તારા પપ્પા એ હેલ્પ કરી તે બદલ આભાર”….પછી રેશિતા એ અજાણી બની ને પુછયુકે; “ કઈ હેલ્પ??.. રોહિત કહે પેઢી માં અમારે રેડ પડી હતી ત્યારે તારા પપ્પા એ મદદ કરી હતી ને એના માટે…..પાગલ શેરી …” ઓહ એના માટે થેન્કસ ના હોય અને આમ પણ રાજ નો કોલ આવે અને પાપા મદદ ના કરે એવુ બને ખરુ …રોહિત ….ઓકે તારે કાઈક કામ હતુ ને બોલ શુ કામ હતુ ?? રેશિતા એ પુછયુ “અરે ! અમારા ઘર મા પેલી કામ કરતી બાઈ હતી ને એ ભાગી ગઈ કોઈ છોકરા જોડે એટલે મમ્મી ટેન્શન મા હતા કારણ એમને કાંઈ કામ થાય નહિ ને એટલે , તો મે એમ કિધુ મમ્મી ટેન્શન ના લે તુ , હુ એક બાઈ ને ઓળખુ છુ …. એને બોલાવી લઈશુ. આપણા પૈસા પણ બચી જશે , હા પણ જો એ ખાવાનુ વધુ ખાશે ભુખખ્ડ છે ને એટલે …..” આ રોહિતે હસતાં હસતાં કહ્યુ. એટલે રેશિતા એ પ્રેમ થી ટોન્ટ કરતા કહ્યુ ઓહ તારે તન્વી ને બોલાવી છે એમ ને…
( તન્વી રોહિત ની દિલ્હી ની દોસ્ત, રોહિત દિલ્હી ભણતો હતો તેના મામા ના ઘેર ત્યારે તેની દોસ્તી તન્વી સાથે થઈ હતી ……ફકત તન્વી નહિ રેશિતા પણ તેની સાથે જ હતી ત્રણેય એક જ કોલેજ માં ભણતા હતા રેશિતા ને રોહિત તેના પાપા અને રેશિતા ના પપ્પા ની દોસ્તી ના કારણે જાણતો હતો અને તન્વી રેશિતા ની દોસ્ત બની હતી ને રોહિત સાથે ઈન્ટ્રો કરાવ્યો હતો. અને પછી રોહિત અને રેશિતા સારા દોસ્ત બની ગયા હતા. રેશિતા તેની માસ્ટર ડિગ્રી માટે કેનેડા ગઈ હતી એ પછી એક વર્ષ વિતી ગગયુ આજે રેશિતા ને છુટ્ટી નો માહોલ હોવાથી તે ઈન્ડીયા આવી હતી. તન્વી અને રોહિતે તેના પપ્પા ના ધંધા ને આગળ વધાર્યો હતો.)
ઉપ્સ આ બધુ શુ છે???
આ ખુશી જીવે છે ? તો પછી એ લાશ કોની હતી જેના અંતિમ સંસ્કાર થયા ?? અને એ લાશ ના હાથ માં તેમની ખાનદાની વીંટી હતી એ કઈ રીતે આવી ??
અને રેશાતા ના ઘેર જે પેલી દુપટ્ટા વાળી છોકરી હતી એ કોણ હતી ?? શુ એ ખુશી હતી?? તો એ રેશિતા ના ઘેર કેવી રીતે હોય તે…..અને આ સાહિલ રોહિત કેમ એકબિીજા પર ગુસ્સે છે???
આ બધાં સવાલો ના જવાબ માટે વાચો આગળ નો ભાગ…..
આપ દોસ્તો નો આભાર કે આપે આ કહાની વાંચી અને આપનો કહાની માટે નો અભિપ્રાય આપવા વિનંતી ….
આ કહાની મા કે મારા લખાણ મા કાંઈ ભુલ થતી હોઈ તો જણાવવા વિનંતી……
તે સાથે જ આપના મતે આ કહાની નો અંત કેવો હોઈ શકે તે …..અભિપ્રાય સાથે આ ભાગ આપની સમક્ષ મુકુ છુ ….
કશીશ આપની આભારી…