Tu ne tari dosti - 1 in Gujarati Fiction Stories by mayank makasana books and stories PDF | તું ને તારી દોસ્તી - 1

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

તું ને તારી દોસ્તી - 1

તું ને તારી દોસ્તી!

આજે આમ જ અચાનક તેનો ફોન આવ્યો, ઘડીભર તો હું સ્તબ્ધ થઇ ગયો, જાણે કે તે સમયે પૃથ્વી એ ભ્રમણ બંધ કરી ને જરા આરામ ના લીધો હોઈ ! તેવો અનુભવ થયો. પછી અચાનક બીજી ક્ષણ માં ભાન આવતા માથું જરા ધુણાવી ફરી નંબર ચેક કર્યો, તેણે ફોન કે મેસેજ કરવાની ના પાડી છે. પણ મનુષ્ય હોવાની આ નબળાઈ ખરી કે જો તેના હાથ માં જીવનદોરી હોઈ તો તેને ખેંચી ને કે ઢીલ આપી ને પરખે તો ખરો જ. અને આમ પણ પાણી માંથી બહાર નીકળેલી માછલી અને પ્રેમ ના દરિયા માં ડૂબતો માનવી તરી જવા માટે થાય તેટલા તરફડીયા મારી ને બચવાના પ્રયત્નો તો કરે જ. પણ હું તેને મનાવવા કે તેની સાથે ફરી મેળ કરવા તેવા મારા નિજ સ્વાર્થ માટે તેને આપેલા શબ્દો ને ખોટા સરનામે કેમ જવા દઈ શકું? હા, તે ખરું કે ફોન લિસ્ટ સ્ક્રોલ કરતા કરતા તેનું નામ આવે એટલે તેને મેસેજ કરવાનું જે મન થાય, ત્યારે જ લાગતું હોઈ છે કે આપણું મન કોઈ માં કેટલું બંધાયેલ છે. પણ, તેને મારી પાસે થી ચતુરાઈ થી લીધેલું વચન અને મેં તેને આપેલું પણ, “કે આજ પછી હું તેને કોલ કે મેસેજ નહિ કરું” મારાથી કેમનું તોળાઈ! માટે તેનો નંબર જ ડીલીટ કરી નાખ્યો હતો .વચન મેં આપ્યું હતું તેના કરતા સ્વીકાર્યું હતું તેમ કેહવું વધુ યોગ્ય ગણી શકાઈ .પણ તેની પાસે હજી પાવર ઓફ અટર્ની હતી કે તે કરી શકે મને ફોન જયારે દિલ કરે. આજે ઘણા સમયે તેના નામનો ફોન રણક્યો હતો. નંબર પણ ઘણા સમય પેલા ડીલીટ કરી દીધો હોવાથી થોડો અજાણ્યો લાગ્યો, પણ નંબર પર નજર જતા લાગ્યું કે આંજે વરસાદ આવશે.

મેં ફોન હાથ માં લીધો અને શું કહીશ તેને? તે શું બોલશે? આટલા બધા સમય પછી ફોન કેમ કર્યો હશે? શું તેને મને માફ કરી દીધો હશે? આ બધા વિચાર ની વચ્ચે હું ફોન ઉપાડવા જ જતો હતો ત્યાં અચાનક રીંગ વાગતી બંધ થઇ ગઈ. જે વરસાદ ની હું ચાતક બની ને રાહ જોતો હતો તે તો ખાલી વાછટ નીકળી. હું થોડો ગમગીન અને થોડો ભીંજાઈ ગયો.

શું થયું હશે? કેમ આમ કર્યું? તે કોઈ તકલીફ માં હશે? તેને કઈ થયું તો નહિ હોઈ ને ? આવા ખરાબ વિચારો થી મગજ ભરાઈ ગયું અને દિલ ધ્રુજી ઉઠ્યું. આમ પણ આને કુદરત ની કમાલ કહો કે જેને પણ તમે સૌથી વધુ ચાહતા હશો ને તેના વિશે સૌથી પેલા ખરાબ વિચાર આવશે કે તેને કઈ થયું તો નહિ હોઈ ને આ વિચાર ભલે થોડો ખરાબ હોઈ પણ તેની પાછળ નું કારણ તો ચાહિતા માટે ની ચીંતા જ તો છે.

આવા વિચારો ની ધમાલ વચ્ચે મગજ એ ડોકિયું કર્યું. ”અલ્યા, પાગલ તેને થોડી ખબર હશે કે તું ફરી છે કે નહિ માટે missed call કર્યો હશે. તું શેની રાહ જોવે છે, જલદી થી call કર.

હું ત્યારે ઓફીસ માં હતો, માટે જલદી થી ટેબલ પરથી ઉભો થઇ ને હું બહાર તરફ ભાગ્યો. સીડી ઉતરતા ઉતરતા તેને call કરવા જઇ જ રહ્યો હતો ત્યાં. “હું તને ક્યારે પણ call કે મેસેજ નહિ કરું “ આ વાક્ય મગજ માં ગુંજવા લાગ્યું ,મારી આંગળીઓ અચાનક જ ફોન ના સ્ક્રીન પણ અડતા અડતા બળવા લાગી .દિલ અને બુદ્ધિ નો પાછો ક્રોસ થયો. હવે શું કરવું. તેના વચન ની પાલન કે આ missed call નો જવાબ .મગજ માં વિચિત્ર વિચિત્ર વાતો આવા લાગી. ક્યારેક શ્રી રામ ની વાત કે પ્રાણ જાયે પણ વચન ના જાયે તો ક્યારેક બોલીવૂડ ની ફિલ્મ નો ડાઈલોગ કે રૂલ્સ હોતી હી તોડનેકે લિયે હે.આવા બધા ખ્યાલીપુલાવ ની વચ્ચે શું કરવું શું ના કરવું ની આ મુંજવણ માં મેં આખો દિવસ તે આવેલા missed call ને જોઈ ને કાઢી નાખ્યો. મને મન હરખાતો હતો કે તેનો call આવ્યો મતલબ તે મને યાદ કરતી હશે અને પછી થયુ કે તો missed call કેમ ? આ બધી મુંજવણ માં મેં બે દિવસ આમ જ કાઢ્યા. ત્રીજા દિવસે રવિવાર હતો, મારા દર રવિવાર ના નિયમ મુજબ હું અને મારા ભાઈ બધા ભેગા થઇ એ. અમે બધા ભેગા થયા, તેમની સાથે થોડી મજાક મસ્તી પછી દિલ ના પાછા ખુલેલા જખમ થોડા ભરાયા હોઈ તેવો અનુભવ થતો હતો કે ત્યા જ ફરી ફોન રણક્યો .જોયું તો તે જ નંબર દિલ માંથી અવાજ આવ્યો. આ વખતે નહિ, ના આ વખતે નહિ, આ વખતે નહિ missed call થવા દઉં. ફોન ની બીજી જ રીંગ વાગી ને હું ફોન ઉપાડવા જતો જ હતો કે મારી નજર સામે બેઠેલા મારા ભાઈ ઓ પર પડી. માટે ના છુટકે મારે call કટ કરવો પડ્યો. કામ નો call છે તેમ કહી ને હું ત્યાંથી દોડી ને બહાર જતો રહ્યો, અને દોડતા દોડતા જ મેં તેને call કર્યો. શ્વાસ જરા ચડી ગયો હતો .ફોન ની રીંગ જઈ રહી હતી. હૃદય તેટલું જોર જોર થી ધડક તું હતું કે રીંગ અને હૃદય નો અવાજ ભળી રહ્યો હતો, રીંગ ની સાથે સાથે જ દિલ માં સવાલ આવતા હતા કે શું કહીશ? તે શું બોલશે? હું શું કહું તેને ? આવા સવાલ ચાલતા હતા. ટ્રીંગ… ટ્રીંગ… ટ્રીંગ… ટ્રીંગ.. ની સાથે જ અચાનક અવાજ આવતો બંધ થઇ ગયો . તેને ફોન ઉપાડી લીધો હતો, મારા માં હિંમત ના હતી, કઈ પણ બોલવાની માટે હું મૌન જ રહ્યો. 2 મિનીટ સુધી અમે બંને એ એક બીજા નું મૌન જ શામ્ભ્ડ્યું. પછી થોડીક ક્ષણો બાદ તે તરફ થી અવાજ આવ્યો . “હેલ્લો, મંથન ?” તે જ અવાજ જેને હું સંભાળતા થાકતો ના હતો, તેજ અવાજ આટલા લાંબા સમય પછી પણ તેવો જ મીઠો હતો. આવા આકરા અને ખરાબ ભૂતકાળ પછી પણ તેના અવાજ માં કોઈ કંપન કોઈ અટકણ નો હતી તે તે જ શ્રુતિ હતી જે પેહલા હતી. “હેલ્લો, મંથન? સંભળાઈ છે?” થોડાક ઊંચા અવાજ માં બોલી . “હેલ્લો, હા બોલ” મારાથી તેથી આગળ ના બોલાયું .

“શું કરે છે?” શ્રુતિ બોલી. “તારા ફોન ની રાહ જોતો હતો” હું મન માં બોલ્યો. ‘કઈ નહિ જો બસ આમ જ અહિયાં બેઠો તો” મારી જીભ થોડી અચકાતી હતી .તે પૂછતી રહી અને હું જવાબ આપતો ગયો. તેને આખા ગામ વિષે પૂછ્યું, પણ મારા વિષે એક પણ વાત ના કરી. એટલે મેં પણ પૂછવાનું ટાળ્યું. હું તો તેના ફોન આવવાથી જ ખુશ હતો. “તું તો કૈક બોલ “ શ્રુતિ એ કહ્યું. મારા માટે પૂછવા માટે એક જ પ્રશ્ન હતો,”તે મને માફ કર્યો કે નહિ ?” થોડી હિંમત કરી ને મેં છેવટે પૂછી જ નાખ્યું. “ તે મને માફ કર્યો કે નહિ શ્રુતિ?”

“ટોપીક ચેન્જ કર” શ્રુતિ એ કહ્યું. “ ના શ્રુતિ ના, આજે નહિ તો ક્યારે. તું ક્યાં સુધી આ સવાલ થી ભાગતી રહીશ, અને હું ક્યાં ક્યાં અને ક્યાર સુધી આ સવાલ નો જવાબ માંગતો રહીશ. તને મારા સમ છે,તે મને ક્યારે પણ ખરા દિલ થી દોસ્ત માન્યો હોઈ તો મને જવાબ આપ. શ્રુતિ આજે મને જવાબ આપ”. આટલું કહ્યા પછી મેં જરા હાશકારો ખાધો, અને શ્રુતિ ના જવાબ ની રાહ જોતો હતો, પણ જવાબ ક્યાંથી આવે તેને ફોન મૂકી દીધો હતો.

***