Kayo Love - 33 in Gujarati Fiction Stories by Pravina Mahyavanshi books and stories PDF | કયો લવ - 33

Featured Books
Categories
Share

કયો લવ - 33

કયો લવ ?

ભાગ (૩૩)

પ્રસ્તાવના

“કયો લવ?” સંપૂર્ણપણે એક કાલ્પનિક પ્રેમકહાણી છે. વાર્તામાં આવતા નામ, ઘટના, સ્થળ અને બીજા બધા જ બનાવો અને ચિત્રણ કાલ્પનિક છે.

“કયો લવ?” ની મુખ્યપાત્ર પ્રિયાની જિંદગીમાં કયો વળાંક આવશે ? ફેંસલો, કોને ક્યાં સુધી લઈ જશે?

જાણવા માટે વાંચતા રહો “ કયો લવ ? ” ભાગ : ૩૩

ભાગ (૩૩)

“ખોલને દરવાજો… પ્રિયા પ્લીઝ… પ્રિયા ફોર ગોડ સેક… દરવાજો ખોલ...” સોની દરવાજા પર બંને હાથે પછાડા કરતી આંસુ સારતી, કરગરતી, મોટા અવાજમાં તાણમાં કહેવાં લાગી.

પ્રિયાએ પોતાને બેડરૂમમાં પૂરી દીધી હતી. તે કોઈની સાથે પણ વાતો કરવા માંગતી ન હતી.

રાતના સમયે, બધી જ લાઈટ્સ ઓફ કરી અંધકારમય બેડરૂમનાં એક ખૂણે પોતાનું માથું ટેકીને લાંબા છુટ્ટા વાળો લઈ, બંને હાથે માથું દબાવતી પ્રિયા ટગરટગર એક પણ પલકારા માર્યા વગર અંધારામાં પણ સીલીંગ પર લટકેલું કાચના ઝુંમરમાં જાણે સર્વસ્વ ભાન ભૂલીને એવાં ગાઢ વિચારોમાં ધકેલાઈ ગઈ હતી કે આંખમાંથી આંસુની અવિરતપણે ધારા ક્યાં વહીને, એના જ કપડાને ભીંજવીને સુકવી પણ નાંખતા, એનો ક્રમ અશ્રુનાં ટપ ટપ કરતા ટપકા જ જાણતા.

પ્રિયાને, ગાંડાની જેમ ચાહનારો એ વ્યક્તિના શબ્દો, કાનમાં જાણે કોઈ તીષ્ણ વસ્તુનાં ઘાથી થતાં દર્દોની જેમ ભોંકાતા હતાં....“ કયો લવ ? અરે કયો લવ...વવવવવવ...”

“ આઈ એમ પ્રેગનેન્ટ, કેમ નથી સમજતો તું.… પ્રિયા કરગરતી હતી. ”

***

ભાગ: ૩૨ માં આપણે વાચ્યું કે જર્જરિત બંગલામાં પ્રિયા સાથે દર્દનાક ઘટના બની ગયેલી, પરંતુ સમયસર હોસ્પિટલમાં દાખલ થતાં બધું સુમુતરું પાર પડયું. આ સમયગાળા દરમિયાન હોસ્પિટલમાં જ પ્રિયા અને રુદ્ર, આદિત્ય અને સોની તેમ જ સૌમ્ય અને રિધીમાની પ્રેમ કહાણીની શુરુઆત થઈ ગઈ હતી... તેમ જ પ્રિયા, રોબર્ટ વિષે જાણવા માટે ખૂબ જ આતુર બનીને રિધીમાની એક એક વાત ધ્યાનથી સાંભળે છે.....… ઈન્ટરેસ્ટીંગ સ્ટોરી છે, એના માટે ભાગ:૧ થી ભાગ: ૩૨ જરૂર વાંચજો.....)

***

હવે આગળ....

રિધીમાએ કહ્યું, “ઓ.કે , બટ મેરી મમ સંધ્યા કી લવ સ્ટોરી ભી ઈન્ટરેસ્ટીંગ થી. ખૈર મેં આપકો શોર્ટ મેં બતાઉં તો મેરે મમ સંધ્યા કો અપના લાઈફ પાર્ટનર ચુન ને કે લિયે ભી યે દોનો બેસ્ટ ફ્રેન્ડ મેં સે કિસી એક કો ચુનના થા...ઔર ઉસસે ભી જ્યાદા શોર્ટ મેં બતાઉં તો મેં ઔર રોબર્ટ દોનો સોતેલે ભાઈ બહેન હૈ..”

બધાને આ વાત સાંભળી ને થોડું આશ્ચર્ય થયું. પરંતુ હવે બધાને આખી વાત સાંભળવાની ઉતાવળ લાગી હતી.

“મેં અબ રોબર્ટ કે બારે મેં બતાતી હું..” રિધીમાએ ઘણી સંભાળીને વાતની શુરુઆત કરી.

પ્રિયાએ ઝીણી આંખ કરી. અને ટટ્ટાર થઈને વાત સાંભળવા લાગી. બીજા બધા પણ ધ્યાનથી સાંભળવા લાગ્યાં.

“એમ તો રોબર્ટ પહેલા એવો ન હતો. તેણે ખરેખર લાઈફમાં કંઈ કરવું હતું, કંઈ બનવું હતું, પૈસા કમાવા હતાં. તેમ છતાં તે અવળે રસ્તે ચઢ્યો. હવે જુઓ એના દિદારને, જિંદગીભરનાં માટે ફાફા મારીને જૈલમાં સડવાનું કામ કરતો રહેશે..” રિધીમાએ દુઃખ સાથે અણગમો દેખાડતા પોતાની મન ની ભડાશ કાઢી.

“હું થોડું અહિયાં જણાવીશ જ મારા મોમ ની લવ સ્ટોરી. નહિ તો ખબર પડશે જ નહીં કે અમે બંને ભાઈબહેન કેવી રીતે થયાં..!!” રિધીમા જાણે પૂર્ણ વિગતો આપીને બધાને ઝીણામાં ઝીણી વાત સમજાય એટલે ફરી પોતાના મોમની સ્ટોરી કહેવાં લાગી.

તે દિવસે મારા મમનાં દુકાને આવીને જે શૈલેશે ધમાલ મચાવ્યો હતો, એના થોડા દિવસોમાં મમને જાણ થઈ કે એ પ્રેગનેન્ટ હતાં. તો પણ શૈલેશ માનવા તૈયાર ન હતાં કે સંધ્યા તેના જ સંતાનની માં બનવાની હતી. તેણે શંકા સિવાય બીજું કંઈ આવડતું ન હતું. મમ આવા સમયમાં પણ પોતાના દુકાને પહેલી જતી અને મહેનત કરતી.

“આવા સમયગાળા દરમિયાન મારા મમ સંધ્યાને સાથ આપનાર બંને દોસ્તો જ હતાં. ત્રણેયમાં જીગરી દોસ્તી બંધાય ગયેલી. બંને બેસ્ટ ફ્રેન્ડ મારા મોમનાં ફ્રી સમયમાં અવારનવાર દુકાને આવી પહોંચતા. એમાં એક ફોરેનર થોમસ, અને બીજા હતા ઈન્ડિયન વિરેન. બંને બેસ્ટ ફ્રેન્ડ અજીબ માટીના બનેલા હતાં. જીવનમાં દુઃખ સુખ કોને ના હોય..? બટ એમના લાઈફમાં એન્જોય સિવાય બીજું કંઈ ન હતું. બધું દુઃખ એક તરફ અને એમનું એન્જોય પહેલા નંબર પર હતું. સાથે જ તેઓ બીજાને પણ ખુશ રાખવામાં માનતાં. અને કેમ નહિ રહેવા જોય એન્જોયમેન્ટ લાઈફમાં નંબર વન પર..?” બોલકી રિધીમા ઘણું બધું બોલી જતી હતી એમાં વળી પ્રશ્ન પણ પૂછી લેતી.

સૌમ્યે બધાનાં ચ્હેરા જોતા રિધીમાને હળવેથી કહ્યું,“ રિધીમાજી મુદ્દે કી હી બાત બતા દોના સબ કો...”

એમાં જ પ્રિયાએ પણ ઉતાવળે સ્વરે કહેવાં માંડયું, “ બ્રો, તમે ઊતાવળ નહીં બતાઓ ને... રોઝ મુદ્દા પર જ આવી રહ્યા છે. આમ વચ્ચેથી જ વાત કેવી રીતે ખબર પડે આપણાને...એમ પણ મને તો બધું જ ઈન્ટરેસ્ટીંગ લાગી રહ્યું છે. બ્રો...ઓઓ....પ્લીઝ્ઝ્ઝ.”

પ્રિયા જેમ જેમ રિધીમાની વાતો સાંભળતી જતી હતી. તેમ તે વધુ પોતાના મનમાં જિજ્ઞાસા જન્માવતી જતી.

નવ મહિના બાદ સંધ્યાએ પુત્રને જન્મ આપ્યો હતો. તેમ છતાં પોતાના પુત્ર માટે પણ શૈલેશમાં જરા પણ દયા માયા જેવી લાગણીનું મોજું દેખાતું ન હતું. મારા મમ સંધ્યાના ઘરની બાજુમાં એક માસી રહે છે તેઓએ ઘણી હેલ્પ કરી હતી. મારી પણ એમના કરતાં વધુ હેલ્પ કરી છે અને કરતાં રહેશે.” રિધીમા એકધારું બોલતી જતી હતી.

એ નવજાત શિશુને પંદર દિવસમાં તો સંધ્યા દુકાને લાવ્યાં હતાં. અને એવી રીતે પોતાનું રૂટીન ફરી સ્ટાર્ટ કરી દીધું હતું.

એ નાના બાળકને દુકાન પર બધા જ ઘણા રમાડતા. એમાં જયારે થોમસ પોતે ફ્રી હોય ત્યારે તે પણ અવારનવાર દુકાને આવતાં અને એ બાળક પર ખૂબ હેત લડાવતા. એ બાળક એણે ઘણું વહાલું થઈ ગયું હતું. તેથી તેણે જ નામ રાખ્યું હતું, ‘ રોબર્ટ’. પરંતુ શૈલેશ હજું એવો ને એવો જ હતો. તે જરા પણ બદલાયો ન હતો.

લગભગ રોબર્ટ બે વર્ષ જેટલો થઈ ગયેલો હશે ત્યારે મોમે શૈલેશથી કંટાળીને છુટાછેડા લીધા હતાં.

ત્યારબાદ એમના ત્રણેની દોસ્તી હજું વધુ ગાઢ બની ગઈ. આ દોસ્તીમાં જ થોમસ સંધ્યાને વધુ પસંદ કરવા લાગ્યા હતાં. એવું તો નેચરલી બનતું જ હોય છે, મૂવીમાં પણ આપણે જોતા જ આવ્યાં છે કે એક હિરોઈનને, પ્યાર કરવા વાળા બે હિરો..પરંતુ અહિયાં મારા મમની કહાણી કંઈ જુદી હતી. ફોરેનર થોમસે મારા મમને લગ્ન માટે પ્રપોઝ કરેલું.

પરંતુ મારા મમ વિરેનને પસંદ કરતાં હતાં. આ વાતથી વિરેન બિલકુલ અણજાણ હતાં. જયારે થોમસે લગ્ન માટે પ્રસ્તાવ રાખ્યો ત્યારે જ સંધ્યાએ શાંતિથી કહ્યું હતું કે તે વિરેનને દિલથી ચાહે છે. થોમસે આ વાત વિરેનને કરી અને લગ્ન માટે પણ સમજાવ્યું. પરંતુ વિરેન માટે લગ્ન એક બંધન સમાન હતું. અને તેઓ હતાં આઝાદ મનના. તેમણે પ્રવાસ પસંદ હતો.

એમ ન હતું કે સંધ્યા વિરેનને પસંદ ન હતી. પરંતુ તેણે લગ્નનાં બંધન માં જોડાવું ન હતું. તેથી પોતાની લાગણી પર તેમણે કાબૂ રાખી હતી. અને સામે એવું કોઈ પાર્ટનર પણ મળવું જોઈએ ને જે તેમની જેમ જ આઝાદ જિંદગી જીવવામાં માણતું હોય..!! એવા વિચારો વિરેનના પોતાના અંગત હતાં.

પરંતુ હવે બંનેના હ્રદયો એકમેકને પામવા માટે તડપતા હતાં. જ્યાં સુધી બંનેએ એકમેકને ઈઝહાર કર્યું ન હતું ત્યાં સુધી તો ઠીક હતું. પરંતુ થોમસ દ્વારા જ હવે બંનેની લાગણીઓમાં પ્રેમનું વાવાઝોડું આવ્યું હતું. એકમેકને પામવા જીવ આતુર થતાં હતા.

અહિયાં પ્રેમના વાવાઝોડાની વાત આવતાં જ પ્રિયાને પહેલી વાર રુદ્ર માટે ધડકતા દિલની યાદગાર હોસ્પિટલનો સીન યાદ આવી ગયો.

***

પ્રિયા પોતાની એ મીઠી યાદોને ખૂલી આંખે ચલચિત્રોની જેમ એક પછી એક જોતી રહી.

જયારે પ્રિયા હોશમાં આવી ત્યારે પહેલી નજર એણે રુદ્ર પર ફેંકી. તેણે જોયું કે રુદ્ર બેબાકળો થઈને પોતાને હોશમાં ક્યારે આવે એની રાહ જોતો ઊભો હતો.

“રુદ્ર્હહહ..હહ” પ્રિયાનો ધીમો અવાજ સાંભળતા જ જાણે રુદ્રમાં જાન આવી હોય તેમ તે પ્રિયાની નજદીક ગયો.

“પ્રિયા, એક પણ શબ્દ નહીં બોલો.” હળવાશથી રૂદ્રે પ્રિયાના હોઠો પર હાથ રાખતાં કહ્યું.

ના છુટકે પ્રિયાના એક આંખથી આંસુની ધારા વહી રહી હતી. તે જોતાં જ રૂદ્રે એ આંસુને પોતાની હથેળી દ્વારા લૂછતાં કહ્યું, “ પ્રિયા પ્લીઝ, તમે સારા થઈ ગયા છો.”

“રોઝ રોઝ ક્યાં છે? બ્રો મળ્યા એમણે ?? હોશમાં આવતા જ પ્રિયાએ એક પછી એક પ્રશ્ન કરતાં કહ્યું. “અને મોમ ડેડ ક્યાં છે?”

“હા રોઝ સામેના વોર્ડમાં છે. સૌમ્ય જ લઈને આવ્યા હતાં. સોની,આદિત્ય પણ ત્યાં જ છે. બધા જ છે તમે ફક્ત આરામ કરો. હું મોકલું છું.” રુદ્ર એટલું કહીને રૂમની બહાર જતો રહ્યો.

થોડી વારમાં પ્રિયાના મોમ ડેડ મળવા માટે આવ્યા. પ્રિયાના મોમે પ્રિયાનાં માથા પર હાથ ફેરવતાં કહેવાં લાગ્યાં, “પ્રિયા..” એટલું કહીને તેઓ અટક્યા. પછી ફરી કહ્યું, “ બેટા, રૂદ્રે કેટલાય આમતેમ આટા માર્યા હશે ફક્ત તને હોશમાં જોવા માટે. એટલે અમે જ કહ્યું કે રુદ્ર તમે જ અંદર પ્રિયાની સામે બેસી રહેજો .”

ત્યાં જ પ્રિયાના ડેડ ફક્ત ઊભા રહી પ્રિયાને જોતાં રહ્યાં.

પ્રિયાએ કહ્યું, “ ડેડ દૂર શું ઊભા છો, મારા નજદીક આવો ને..”

પ્રિયાના ડેડે વહાલ કરતાં કહ્યું, “ પ્રિયા આ બધું કેવી રીતે?”

“ડેડ લાંબી કહાણી છે. તમને ટુંકમાં તો જાણ થઈ જ ગઈ હશે.પછી માંડીને વાત કરીશ.”પ્રિયાએ હાલ પૂરતા ટુંકમાં પતાવ્યું કારણકે એના દિમાગમાં રોઝ છવાયેલી હતી.

“પ્રિયા, રૂદ્ર ને લગ્ન માટે હા પાડી દે. કેટલી રાહ જોવડાવશે અમને બધાને. આવો જમાઈ ભાગ્યે જ મળે.” પિતા પુત્રીની ચર્ચા બાદ પ્રિયાના મોમ જે વાત કરવાં મનમાં જ ક્યારના મલકાઈ રહ્યાં હતાં તે આખરે કરી જ લીધી.

“ઓહ્હ ગોડ! મોમ તમે હોસ્પિટલ પણ ન છોડ્યું, ડેડ તમે જ સમજાવોને મોમ ને..” અકળાઈને પ્રિયા કહેવાં લાગી.

પ્રિયાના ડેડ આ સાંભળી આછું મલકાયા.

એટલામાં જ રુદ્ર અંદર પ્રવેશ્યો સાથે જ રુદ્રના મોમ ડેડ પણ પ્રિયાની ખબર કાઢવા આવ્યાં. રુદ્રના મોમે તો પોતાની વહુ જ માની લીધી હોય તેમ પ્રિયાને ખૂબ લાડ કરી.

થોડીવારમાં બંને ફેમિલી જાણે સમજી ગયા હોય તેમ રુદ્ર અને પ્રિયાને એકલા છોડીને બહાર જતા રહ્યાં.

હજુ તો હોશમાં જ આવી હતી પ્રિયા ત્યાં તો જાણે બેડ પર પડ્યા પડ્યા બોર થઈ ગઈ હોય તેમ પીઠના બળે બેસવા માટે ઉઠવા લાગી. ત્યાં જ રૂદ્રે તેણે અટકાવતા કહેવાં લાગ્યો, “ પ્રિયા શું કરો છો તમે, આરામની જરૂરત છે તમને.”

“હા તો આરામ જ કરવાની છું બેસીને..”પ્રિયાએ રુદ્રની વાતને ઇગ્નોર કરતાં કહ્યું.

પ્રિયા પોતાને ફાવે એવી રીતે પાછળથી તકિયો લઈને બેસવા તો ગઈ પરંતુ તે એક હાથે ફાફા મારવા લાગી. રુદ્ર આ જોતો રહ્યો પરંતુ હેલ્પ કરી નહીં. પ્રિયા ફાફા મારતી રહી અને રુદ્ર ક્યાય લગી જોતો રહ્યો.

ફાફા મારતા જ પ્રિયાએ એક નજર નાંખી રુદ્ર તરફ. રુદ્ર અદબ વાળીને આ બધું જ જોતો હતો પરંતુ હવે તેનાથી રહેવાયું નહીં. તે પ્રિયાના નજદીક ગયો પરંતુ તેણે જરા પણ ટચ કરવાં વગર પાછળ એકદમ આરામથી તકિયો રાખ્યો. પ્રિયા તે સાથે જ ટેકીને બેસી ગઈ.

“તને ભૂખ લાગી હશે. શું ખાશો..?” રૂદ્રે પૂછ્યું.

“આઈસ્ક્રીમ..” પ્રિયાએ જાણી જોઈને કહ્યું.

“મને ખબર હતું જ તમે આઈસ્ક્રીમ જ માંગશો. હમણાં હું એ જ લેવા ગયેલો.” રૂદ્રે કહ્યું.

“ઓહ સાચ્ચે જ.” પ્રિયાએ આશ્ચર્યથી કહ્યું.

“હા આઈસ્ક્રીમ, પણ તમારા માટે નહીં મારા માટે. ગરમી ઘણી છે ને..” રૂદ્રે, પ્રિયાને ચીડવતા કહ્યું.

“હા તો તમે જ ખાઓ એમ પણ મારે ખાવું નથી.” પ્રિયાએ થોડી નારાજગી દેખાડતા કહ્યું. પછી થોડી વારે લાડમાં કહ્યું, “મને પહેલા બ્રશ કરવું છે એના પહેલા મને મોઢામાં કંઈ પણ નાંખવા નથી ગમતું.”

રૂદ્રે આઈસ્ક્રીમનું તો નામ લીધું પરંતુ પ્રિયા માટે આવેલ ખીચડી ટીફીનમાંથી કાઢીને પીરસવાની તૈયારી જ કરતો હતો. પ્રિયાની વાત સાંભળીને તે ફરી ટીફીનને બંધ કરી નાંખ્યું.

પ્રિયાનો ચાકુનો ઘા હજુ સુધી સારો થયો ન હતો, એનો હાથ ઉપર નીચે થઈ રહ્યો ન હતો સાથે જ સખત દુઃખાવો પણ એટલો જ. તે પલંગ પરથી ઉતરવાની કોશિશ કરી રહી હતી એ જ વિચારે કે વોશબેઝનાં ત્યાં જઈ પહેલા બ્રશ કરી શકે. રૂદ્રે આ જોતા જ ટુથબ્રશ અને ટુથપેસ્ટ લાવીને આપ્યું સાથે જ બ્રશ પર ટૂથપેસ્ટ લગાવીને આપી. નાં છુટકે પ્રિયાને રુદ્રના કંધાનો સહારો લેવા માટે હાથ રાખ્યો અને બંને જણ ધીરે ધીરે વોશબેસ સુધી પહોચ્યા. પ્રિયાએ હાથમાં બ્રશ તો લીધો પરંતુ એણે ફાવ્યું નહીં. રૂદ્રે આ જોતા જ પ્રિયાનાં હાથમાંથી ટૂથબ્રશ લઈને દાંત પર ધીરે ધીરે ઘસ્યા.

રૂદ્રે લીધેલી આ બધી કાળજી પોતાનાં માટે જોતા પ્રિયા કહેવાં લાગી, “ઈમ્પ્રેસ પાડવા માટે આ બધું કરી રહ્યાં છો?”

રૂદ્રે સામે જવાબ આપ્યો, “નહીં, ઈમ્પ્રેસ તો ક્યારનો કરતો આવ્યો છું. હસબન્ડ બનવા માટે આ બધું કરી રહ્યો છું. પણ તમારું દિલ પીગળે તો ને.” રૂદ્રે પ્રિયાને ધીરેથી પલંગ પર બેસાડતા કહ્યું.

“પણ હમણાં તમે મારા હસબન્ડ ક્યાં છો? તો પણ આટલું બધું?” પ્રિયા જાણે હજું રુદ્રના દિલને ઊંડે ઊંડેથી પરખવા માંગતી હોય તેવી રીતે કહ્યું.

“તને પામીને જ રહીશ.” વિશ્વાસભર્યો રૂદ્રે પ્રિયાની આંખોમાં જોતા જવાબ આપ્યો.

“કઈ રીતે ? હું ના પાડીશ તો પણ ?” પ્રિયાએ પૂછ્યું.

“કઈ રીતે? એનો જવાબ તો હું નહી આપી શકું. મને મારા દિલ પર પૂરો વિશ્વાસ છે. હું તને જરૂર પામીને રહીશ.” રૂદ્રે ફરી આત્મવિશ્વાસથી જવાબ આપ્યો.

“રુદ્ર આટલો લવ સારો નહીં..”પ્રિયાએ અજ્ઞાત ડરથી ચેતવતા કહ્યું.

“આ શબ્દો સાંભળતા જ રૂદ્રે થોડી વાર માટે જાણે શાંત થઈને સાંભળ્યા કર્યું હોય તેમ બે સેકંડ માટે ચૂપ રહ્યો. પછી જાણે દિલની ભડાશ કાઢતો હોય તેવી રીતે પ્રિયાની નજદીક આવીને કહેવાં માંડ્યું, “ પ્રિયા, તું કયો લવની વાત કરે છે? પાછલા કેટલા વર્ષથી હું તારી પાછળ પડ્યો છું. ફક્ત તને મારી બનાવા માટે. લગ્નની હા પાડવા માટે, અને તું હમેશાં એક શબ્દથી મને રોક્યા કરે છે આટલો લવ સારો નહીં, આટલો લવ સારો નહીં..ઓહ્હ!! પ્રિયા હું તને લવ કરું છું લવ..!!” આટલું કહેતા રુદ્રનો અવાજ મોટો થતો ગયો.

“રુદ્ર! તું મારા પર હક જતાવી રહ્યો છે. આમાં મારી સહમતી જરૂરી છે.”પ્રિયાના ગળામાંથી અવાજ તો નીકળતો જ ન હતો તો પણ તેનાથી ચીસ પડાઈ ગઈ.

“પ્રિયા તું કઈ સહમતીની વાત કરે છે? આપણા બંને નાં મોમ ડેડ ક્યારના રાજી છે. આ અરેંજ મેરેજ હશે તો પણ હું તારા ફક્ત મોઢાથી એ સાંભળવા માટે તડપી રહ્યો છું કે તું મને લવ કરે છે. અને તારી સહમતીની તને એટલી જ પડી છે તો તું એમ કેમ નથી કહેતી મને કે, રુદ્ર તું મારા રૂમ માં એકલો શું કરી રહ્યો? તું હજુ પણ મારા દિલને ઊંડેથી પરખવાની કોશિશ કેમ કરી રહી છે? તું મને એટલી કેમ તડપાવી રહી છે?” રૂદ્રે આજે ન પૂછવાનું બધું જ પ્રશ્નનો મારો વરસાવીને પૂછી લીધું.

પ્રિયા ચૂપ જ રહી. ઘડીભર હોસ્પિટલના રૂમમાં એકદમ શાંતિ છવાઈ ગઈ.

રુદ્રને હોસ્પિટલનું ભાન થતાં જ તથા પ્રિયાને “તમે” માંથી “તું” નાં પુકારવા બદલ ભાન થયું. રૂદ્રે પ્રિયાના માસૂમ ચહેરા ભણી જોતા કહ્યું, “ સોરી..”

રુદ્ર પ્રિયાના પ્યારમાં પાગલ હતો, તે તડપી રહ્યો હતો પ્રિયાની ફક્ત હા સાંભળવા માટે.

રુદ્ર જાણે કઈ જ હમણાં બન્યું ન હોય તેવી રીતે ટીફીનમાંથી ખીચડી કાઢી એક નાની થાળીમાં પીરસી. પછી પ્રિયાની નજદીક જઈને એણે ચમચ વળે ખવડાવવા માટે હાથ આગળ કર્યો. પ્રિયા પણ રુદ્રનાં આંખમો આંખ મેળવી એના હાથેથી ચમચ દ્વારા ખીચડીનો સ્વાદ માણવા લાગી. પરંતુ ખીચડીનો સ્વાદ તો બાજુએ રહ્યો, બંને જાણે અણજાણી રીતે આંખો દ્વારા પ્યારનો સ્વાદ માણી રહ્યાં હોય તેમ એકમેકમાં ઓતપ્રોત હતા.

તેવામાં જ આદિત્યનું આગમન થયું. ધડપડ જીવ વાળો આદિત્ય આવતાની સાથે જ રુદ્ર પ્રિયાની આંખોનાં મિલનની આપ-લે જોતા જ મજાક કરવા લાગ્યો, “ઓહ ઓહ, ગલત સમય પર આવી ગયો,અહિયાંથી જાઉં કે ઊભો રહું?”

અચાનક આવેલા આદિત્યનો સ્વર સાંભળતા જ પ્રિયા થોડી શરમાઈ. અને એમાં જ વળી રુદ્ર ક્યાંથી શરમાવાનો? એના માટે તો પ્રિયા સાથેની આવી પ્યારની એક એક પળો અગત્યની હતી.

એમાં જ પાછળ સોની પણ આવી. સોનીએ જોયું કે રુદ્ર ખીચડી ખવડાવી રહ્યો છે. એણે એ જોતા જ કહ્યું, “જીજુ, અમને પણ મોકો આપો પ્રિયાની સેવા કરવા માટે, પછી ક્યારે આવી સેવા કરવા મળવાની છે? લગ્ન માટે મારી ફ્રેન્ડ પ્રિયા નાં પાડે તો પણ એણે લઈને ભાગી જશો એ તો નક્કી જ.”સોનીએ હળવી મજાક કરી.

આદિત્યે વચ્ચે જ લાડમાં ટાપસી પૂરી, “ જાનેમન સોની મારી પણ સેવા કર ને. મને પણ તારા હાથે થી ખીચડી ખવડાવને..!”

સોનીએ આ સાંભળી મોઢું મચકાવ્યું. રૂદ્રે ખીચડીની થાળી અને ચમચ સોનીને આપી દીધી. અને આદિત્ય પાસે જઈને કાનમાં ધીમે રહીને કહ્યું, “ તું હમેશાં બેન્ડ બજાને આ જાતા હૈ, સચ મેં !બેસ્ટ ફ્રેન્ડ હૈ ક્યાં દુશ્મન?”

આદિત્યે પણ ધીમેથી રુદ્રના કાનમાં કહ્યું, “ દુશ્મન.”

આડીઅવળી વાતો કરી આદિત્ય બધાને હસાવી રહ્યો હતો. થોડા સમય બાદ રુદ્ર અને આદિત્ય રૂમની બહાર જતા રહ્યાં. અને જાણે પ્રિયા પણ આ જ એકાંત પળોની રાહ જોઈ રહી હોય તેમ પોતાની બેસ્ટ યારા સોનીને તરત જ કહી દીધું, “ સોની, હું રુદ્ર સાથે લગ્ન કરવા માટે તૈયાર છું. પણ હમણાં હું એણે નહીં કહીશ. હું એણે પ્યાર કરવા લાગી છું. આજે એણે હદ કરી દીધી. એ મારા માટે પાગલ છે. એ મારા માટે સિરિયસ છે. ઓહ્હ ગોડ! રુદ્ર આટલો ચાહતો હશે મને..!!” પ્રિય પોતાનો હોશ ખોઈ બેસી હોય તેવી રીતે એક પણ શ્વાસ લીધા વગર બોલતી ગઈ.

સોની પણ ઉછળી પડી આ વાત સાંભળતા જ. “તો બોલી દેને યારા,રાહ શેની જોઈ છે?” સોનીએ આનંદમાં આવી ચિલ્લાવતા કહ્યું.

“શહ્હ્હ..!! ધીમેથી બોલ યાર. હમણાં નહીં. હું એમણે સરપ્રાઈઝ આપવા માગું છું. એ પણ આપણી લાસ્ટ યર ની ફાઈનલ એકઝામ થયા બાદ. હવે તું શાંતિ રાખજે અને સીક્રેટ પણ રાખજે.”

પ્રિયાએ પોતાનો પહેલા હાથ સંભાળ્યો પછી બંને એકમેકને ખુશીથી પાગલોની જેમ વળગી પડી.

***

પ્રિયાને અચાનક ભાન થતાં જ રિધીમાની વાતો સાંભળવામાં ફરી મશગૂલ થઈ ગઈ.

રિધીમાની વાતો ચાલું જ હતી.

નાનું બાળક રોબર્ટને પણ મારા ડેડ વિરેન ખૂબ ચાહતા. બાળક હોય જ એવા કે કોઈને પણ ગમી જાય. રોબર્ટ ત્રણેક વર્ષનો જેટલો થઈ ગયેલો હશે ત્યારે મોમે બીજા લગ્ન શાંતિપૂર્વક વિરેન સાથે કર્યા. લગ્ન કર્યા બાદ પણ ત્રણેની દોસ્તીમાં કોઈ ફરક ન આવ્યો. આ લગ્નના એક વર્ષના સમયગાળા બાદ વિરેનનું સંતાન તરીકે એક બાળકી થઈ એનું નામ પણ અંકલ થોમસે ‘રોઝ’ આપ્યું એટલે કે એ છોકરી એટલે હું પોતે.

રિધીમા રોમાંચ ઊપજાવે એવી કોઈ કહાણી કહી રહી હતી જે સાંભળીને બધાને જ નવો અનુભવ થઈ રહ્યો હતો.

“હા પછી...” પ્રિયાએ વચ્ચે જ ટાપસી પૂરી.

સ્કૂલમાં રોબર્ટનું નામ રોની અને મારું નામ રિધીમા લખાવ્યું હતું.

મારા મોમ સંધ્યા બીજા લગ્ન કરીને સુખી થઈ ગયા હતા. મારા ડેડ વિરેન બંને સંતાનોને પોતાના પ્રેમથી ભીંજવી નાંખ્યા. મારા ડેડ પોતાનું બધું જ ઘરભાર વેંચીને અહિયાં ગોવામાં જ વસી ગયા હતાં. વર્ષો વિતતા ગયા અને અમે બંને ભાઈબહેન મોટા થતાં ગયા.પરંતુ એમાં જ એક આઘાતજનક દિવસ એવો આવ્યો કે અમારી જિંદગીમાં તૂફાન સર્જી નાખ્યું. મારા મોમનું આકસ્મિક મૃત્યુ વર્ષાની તોફાની મોસમમાં પાણીમાં તણાઈ જવાથી થયું હતું. એણી પણ ઊંડી કહાણી છે પરંતુ હું હમણાં કહેવા નથી માંગતી.

મોમ વગરનું જીવન એટલે ના કહી શકાય ના સહી શકાય એવું હતું. અમે તો એકલા પડી જ ગયા હતા પરંતુ મારા ડેડના માથે અમારી જિમ્મેદારી આવી ગઈ હતી, તેઓ ઘણા વફાદાર હતા. પોતાની પત્ની સંધ્યાને ખૂબ પ્રેમ કરતાં એટલે બીજા લગ્નનો વિચાર માત્ર આવતો નહીં. પરંતુ એમણે એક વાત ખૂબ જ વિચલિત કરતી હતી કે તેઓ સંધ્યાની ગેરહાજરી અને પ્યાર બંને બાળકોને પૂરા કરી શકશે કે નહીં ? તેઓ આ જિમ્મેદારી પર એકલા ખરા ઉતરશે કે નહીં ?

જોતજોતામાં અમે બંને બાળકો હવે મોટા થતા ગયા. ડેડ બની શકે એટલું બધું જ અમારા માટે કરતાં. એક દિવસની વાત છે જયારે રોબર્ટ દસમાં ધોરણમાં ભણતો હતો. પરંતુ તે દિવસે તે સ્કૂલેથી ઘરે પહોંચ્યો ન હતો. એની શોધખોળ થવા લાગી,પોલીસ સ્ટેશને જઈને ગૂમ થયાની ફરિયાદ પણ કરી આવ્યાં પરંતુ એનો પત્તો ક્યાં પણ લાગ્યો નહીં.

ચોથા દિવસનાં સાંજે તે ઘરે પહોંચ્યો હતો. મારા ડેડે તેણે ઘણો લાડ કર્યો પરંતુ તેનું બીહેવ ઘણું ચેંજ લાગતું હતું. ડેડે એણે ઘણું પૂછ્યું કે તું ક્યાં જતો રહ્યો હતો, પરંતુ તેણે એક પણ શબ્દ મોઢામાંથી કાઢયો નહિ. અમે બધા સમજી ન શક્યા કે રોબર્ટને રાતોરાત શું થઈ ગયું !! જે અમારી સાથે સરખી રીતે હવે વાત પણ નથી કરતો. હવે એ રીતસરનો ઘરેથી નીકળતો સ્કૂલના નામે પરંતુ એ હમેશાં ઘરે મોડો આવતો. અમને કોઈને કંઈ સમજ પડતી ન હતી.

રોજ રોજ આવું જોતા ડેડે એક દિવસ તેણો પીછો કરવાનું નક્કી કર્યું. પીછો કરતા જ એમણે સમજમાં આવી ગઈ વાત ત્યારે ખૂબ મોટો ધક્કો લાગ્યો. રોબર્ટ શૈલેશ સાથે બેસીને દારૂની મજા માણી રહ્યો હતો. શૈલેશ એ જ મારી મમ સંધ્યાનો પહેલો પતિ અને રોબર્ટનો પિતા...!!

એટલું જોઇને ડેડ ત્યાંથી ઘરે આવી ગયા. રોબર્ટ રાત્રે ઘરે આવ્યો તો પણ ડેડે ક્યાં હતો એમ પણ પૂછ્યું નહીં. એવું ને એવું કેટલા દિવસો સુધી ચાલતું રહ્યું તો પણ ડેડે મોઢું બંધ જ રાખ્યું. હા એમણે બીજા ઘણા ઉદાહરણો આપી રોબર્ટને સમજાવાનો પ્રયત્ન પણ ચાલુ જ રાખ્યો હતો કે તું વધતો જુવાન છે, તારે સારા માર્ગે જવાનું છે અને જિંદગીમાં ભણીગણીને આગળ વધવાનું છે.

આટલું સમજાવ્યાં બાદ પણ એણી ગાઢ દોસ્તી શૈલેશ સાથે અકબંધ બની રહી. પરંતુ હા રોબર્ટ ભણતો સારી રીતે હતો. એણે પોતાનું એજ્યુકેશન સારી રીતે પાસ કર્યું. ડેડ એમ ચાહતા હતા કે રોબર્ટ સામેથી શૈલેશ વિષે પૂછે, અને વિગતમાં એની વાતો કહે પરંતુ ના તો રોબર્ટે સામેથી કંઈ કહ્યું ના ડેડ સામેથી કંઈ પૂછી શક્યા.

કોલેજ પત્યા બાદ એકાએક એવું બન્યું કે રોબર્ટનો મુંબઈથી ફોન આવ્યો અને કહેવાં લાગ્યો કે હું હમણાં મુંબઈમાં છું. હું થોડા દિવસોમાં ઘરે આવી જઈશ. પરંતુ થોડા દિવસો શું પરંતુ પૂરા છ મહિના પતી ગયા તો પણ ના રોબર્ટનો ફોન આવ્યો કે નાં ખૂદ પોતે રોબર્ટ આવ્યો. મારા ડેડે તો પોલીસ સ્ટેશને જઈ ગૂમ થવાની ફરિયાદ તો કરી દીધી હતી પરંતુ પોલીસ દ્વારા પણ શોધખોળ ચાલુ છે એમ જવાબ મળતો.

મારા ડેડને આમ હાથ પર હાથ ધરીને બેસી રહેવાનું સારું લાગ્યું નહીં. એ પોતે જ રોબર્ટને શોધવા માટે મુંબઈ જવા નીકળી પડયા. હું ડેડ સામે જીદ કરવાં લાગી કે મને પણ સાથે લેતા જાવ પરંતુ મને બાજુવાળાં માસીને ત્યાં સોપીને નીકળી પડયા એકલા મુંબઈ. હું રોબર્ટ સાથે ડેડની પણ રાહ જોતી રહી પરંતુ બંનેમાંથી કોઈની પણ ખબર અંતર મળ્યા નહીં. હવે મારો જીવ ગભરાવા લાગ્યો કે અચાનક અમારી સારી ચાલતી જિંદગીમાં આ કેવું ભયાનક તોફાન આવી ચુક્યું કે અમારું પરિવાર અસ્તવ્યસ્ત થઈ ગયો.

મારાથી પણ આમ બેસી રહેવાય એવું લાગ્યું નહીં હું પોલીસ સ્ટેશને જઈને ધક્કા ખાવા લાગી પરંતુ ત્યાં એવું જ જાણવા મળતું કે અમારી ટીમ શોધખોળ માટે લાગી ગઈ છે. હું અકળાઈ અને માસીને મારા સાથે મુંબઈ આવવા માટે કહ્યું. માસી મારા સાથે સહમત થયા અને અમે બીજા દિવસે મુંબઈ જવા માટે તૈયારી જ કરી રહ્યાં હતાં ત્યાં તો રોબર્ટ લથડતા પગે ઘરમાં પ્રવેશ કર્યો.

મિશ્રિત લાગણીઓ સાથે હું રોબર્ટને જોતી રહી અને સાથે એક જ પ્રશ્ન કર્યો કે ડેડ ક્યાં છે? ડેડ તારી સાથે નથી? ક્યાં છે ડેડ? એણે જવાબ આપ્યો, “ ડેડ ? એટલે..? ડેડ ક્યાં છે? મને શું ખબર !! હું તો કીધું હતું ને કે હું આવી જઈશ મારી રીતે!

રોબર્ટ જરૂર કંઈ તો છુપાવી રહ્યો હતો. એના ચહેરા પરથી પહેલી વાર મને એવું લાગ્યું કે તે કોઈ મોટો ષડયંત્ર રચીને આવ્યો છે.”

(ક્રમશ..)