Trapped 2 in Gujarati Short Stories by Dr Sagar Ajmeri books and stories PDF | ટ્રેપ્ડ 2

Featured Books
  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

  • ભિષ્મ પિતામહ

    पितामह भीष्म अने मकरसंक्राती   રાત્રી નો બીજો પહોર છે... આરત...

Categories
Share

ટ્રેપ્ડ 2

Trapped 2

(ટ્રેપ્ડ 2)

રાજસ્થાન બોર્ડરથી ઘરે આવતા ટ્રેનમાં લેફ્ટેનેન્ટ કર્નલ સૂર્યપ્રતાપસિંહને છાયા શર્મા નામની સ્વરૂપવાન સ્ત્રી મળ્યા પછી બંને વચ્ચે લાગણીનો તંતુ જોડાયો. સર્જીકલ સ્ટ્રાઇક માટે સૂર્યપ્રતાપ સિંહને તાત્કાલીક દિલ્હી જવાનું થયુ. પરત દિલ્હી જતા સાથે છાયા શર્મા તેમની સાથે જ રહી. દિલ્હી ઉતર્યા પછી સૂર્યપ્રતાપસિંહ જરૂરી તાલીમ બાદ 29 સપ્ટેમ્બર, 2016ના દિવસે પાકિસ્તાનના ભિમ્બર, હોટસ્પ્રિંગ, કેલ અને લીપા સેક્ટરમાં સર્જીકલ સ્ટ્રાઇક માટે ગયા, જ્યાં 4 કલાક ચાલેલા આ મિશનમાં 7 ટેરર લોન્ચ પેડ ડિસ્ટ્રોય્ડ કર્યા અને 38 ટેરરીસ્ટનો સફાયો કર્યો. મિશન પૂર્ણ કરી પરત ફરતા પાછળ ફરી ફાયરીંગનો અવાજ આવ્યો. પાછળ જોયું તો મિશનના બધા કમાન્ડોઝ સરેંડર કરેલા જોયા. અચાનક સૂર્યપ્રતાપસિંહના માથામાં કાંઇક પછડાતા તે જમીન પર ઢળી પડ્યા. હવે આગળ.....

....... મારી નજર સામે બધુ ધૂંધળુ દેખાવા લાગ્યુ. કાનમાં ફાયરીંગનો અવાજ આવ્યો અને ચોપરનો અવાજ આવ્યો. કોઇએ મને ઉંચકી ચોપરમાં સૂવડાવ્યો. ચોપર ટેક ઑફ થયું. મારી આંખ બંધ થઇ ગઇ.

કેટલાય કલાકો પછી જ્યારે આંખ ખૂલી. બધુ સાવ ધૂંધાળુ દેખાતુ હતુ. મારા હાથ પગ ચેર સાથે બાંધેલા હતા. ધીમે ધીમે સાફ દેખાયું. હું એક અંધારા રૂમમાં બંધ હતો. એક નાનક્ડી બારીમાંથી પ્રકાશ આવતો હતો. સામેનો દરવાજો ખુલ્યો. ચાર પાંચ જેટલા બુકાની બાંધેલા મણસો મારી સામે આવી ઉભા રહ્યા. “હોશ મેં આ ગયા..? સૂર્યપ્રતાપ સિંહ, જો પૂછા જાયે ઉસકા સહી સહી જવાબ દેના..!”

“તુમ સબ કૌન હો.? મુજે યહા ક્યોં લાયા હૈ.?”

“હમ સવાલ કરે ઉસકે જવાબ દો. આગે તુમ સબ કા ક્યા પ્લાન હૈ.? તુમ આર્મીવાલે ક્યા કરને વાલે હો.? હમારે સ્લીપર સેલ કે બારે મેં ક્યા જાનતે હો..?”

“મુજે કુછ પતા નહીં હૈ.” મારા આટલા જવાબ સાંભળતા જ મારા મોં પર એક ફટકો માર્યો. મારા કપાળથી લોહીની ધાર મારી આંખ આગળથી ટપકવા લાગી. બીજાએ મારા બાંધેલા હાથ પર બેઝની સ્ટીકથી ઉપરા છપરી ફટકા માર્યા. અસહ્ય દુ:ખાવાથી મોંથી બૂમ નીકળી ગઇ. આંખમાંથી વહેતી આંસુની ધાર મોં પરના લોહી સાથે ભળી આખા ચહેરાને લાલચોળ કરતી રહી..! થોડીવારમાં જ મારી આંખ ઘેરાવા લાગી. હું બેહોશ થઇ ગયો. થોડીવાર પછી ફરી ભાન આવતા મારા હાથ સાથે કેટલાય વાયર જોડેલા જોયા. મને ખબર પડી ગઇ હવે મારે એક્સ્ટ્રીમ ટોર્ચરમાંથી પસાર થવું પડશે. ફરીથી મારી પૂછપરછ શરૂ થઇ.

“ અબ બતા, આર્મી કા આગેકા પ્લાન ક્યા હૈ.?”

“મુજે નહીં પતા...” અરધા હોશમાં મેં જવાબ આપ્યો.

“આર્મી કા આગેકા પ્લાન ક્યા હૈ.?”

“મુજે નહીં પતા...”

“ફિર પૂછતે હૈ....આર્મી કા આગેકા પ્લાન ક્યા હૈ.?”

“મુજે નહીં પતા...”

“લાસ્ટ ટાઇમ બાતાઓ...આર્મી કા આગેકા પ્લાન ક્યા હૈ.?”

“મુજે નહીં પતા...”

મારા વારંવારના આ જવાબ સાથે જ તેના એક ઇશારાથી મારે સામેની એક સ્વીચ ચાલુ કરી. સ્વીચ ચાલુ કરતા જ મારા શરીરમાં કેટલાય વૉલ્ટ કરંટનો ઝટકો લાગ્યો. બીજી વાર મોટા ઝટકા સાથે મારું આખું શરીર હવામાં ઊછળ્યું અને હું ખુરશી સાથે નીચે આડો પડ્યો. મારા આખા શરીરમાં ધ્રુજારી આવતી રહી. કોઇએ મને ખુરશીથી છોડી ઉંચકીને સ્ટ્રેચર પર નાખ્યો. મારા હાથમાં કોઇ ઇંજેક્શન માર્યુ હોય તેમ લાગ્યુ. મારી આંખ આગળ અંધારુ છવાઇ ગયુ.

કેટલાય કલાકો પછી મારી આંખ ખુલી તો ફરીથી હું કોઇ ખુરશી સાથે બંધાયેલો હતો. મારા પગમાં અસહ્ય દુ:ખાવો લાગ્યો. પગ તરફ જોતા જહું ચીસ પાડી ઉઠ્યો. મારા જમણા પગની બધી જ આંગળીઓ કપાયેલી હતી. હું મૃત્યુ ઝંખતો હતો. ગમે તે થાય પણ હું મારા દેશની કોઇપણ સીક્રેટ ઇન્ફોર્મેશન કોઇને ના આપવા મક્કમ હતો. હું જાણતો હતો કે આ કોઇપણ ઇન્ફોર્મેશન મેળવ્યા પછી પણ મને આ કોઇ જીવતો જવા દેશે નહીં. હું મારા દેશ સાથે દગો નહીં જ કરુ. આવી કૈંક યાતનાઓ મારા પર રોજ થવા લાગી. હું બંધનમાં હતો એટલે જમવાનું તો કાંઇ અપાતુ જ ના હતુ. કેટલાય કલાકો પછી મારા મોં પર પાણીની બોટલ રેડી પાણી અપાતુ..! માથાથી વહેલા લોહી સાથે મિશ્રિત નીતરતું પાણી જેમતેમ કરી મોંમાં આવતુ. મને અલગ અલગ ઇંજેક્શન અપાતા હતા. કેટલાય દિવસ સુધી ભૂખ્યા રહેવાથી શરીરમાં ઘણી અશક્તિ લાગવા લાગી હતી.

મને ખ્યાલ આવી ગયો હતો કે હવે હું વધુ જીવી શકીશ નહીં. મારા ચહેરા આગળ મારા પરિવારજનો, ઘર, મિત્રો અને મારી છાયાની યાદ દરેક પળ ઉપસી જતી..! આ યાદ એ મારા પરના અસહ્ય ત્રાસ સામે ઢાલ બની રહેતી. ઘડીભર આ યાદમાં હું જાણે આ મારનો બધો જ દુ:ખાવો ભૂલી જતો.! મારા પરના ટોર્ચરનો દોર હજુ પૂરો થયો નહતો. મને બાંધેલી સ્થિતિમાં બીજા રૂમમાં લઇ જવામાં આવ્યો. ત્યાં ફરી મારી પૂછપરછ કરવામાં આવી.

“અબ તુજસે સબ પૂછને એક ખાસ મહેમાન આને વાલા હૈ...ઉસે દેખ તેરા હોશ ભી નહીં રહેગા.” એક ખંધા હાસ્ય સાથે કહેવાયેલા આ શબ્દોએ મારા મનમાં કંઇક આશંકાઓ ઊભી કરી. સામે દરવાજેથી મોં પર રૂમાલ બાંધેલ કોઇ સ્ત્રી આવી. મારી આંખ આગળ સૂકાયેલા લોહીના કારણે અને સૂઝેલી આંખથી થોડું અસ્પષ્ટ દેખાયું. ધીમે ધીમે સાફ દેખાયુ. બધા હથિયારબંધ ટેરેરીસ્ટ્સ પેલી સ્ત્રી આગળ નમતા હતા. સૌને તેની આગળ નમતા જોઇ મને ખ્યાલ આવ્યો કે આ સ્ત્રી આ ટેરેરીસ્ટ ગ્રુપની લીડર હશે. તે મારી સામે આવી મને જોઇ રહી. તેના રૂમાલ બાંધેલા ચહેરાનો આકાર કંઇક જાણીતો લાગ્યો. આ અણિયારી આંખ ક્યાંક જોઇ હોય તેમ લાગ્યું. આવી જ કોઇ આંખમાં કેટલાય સમય સુધી ડૂબ્યો રહ્યો હોવાનો અકળ અહેસાસ થયો. ઘડીભરમાં હું તંદ્રામાંથી જાગ્યો..!

“લેફ્ટેનેન્ટ કર્નલ સૂર્યપ્રતાપસિંહ. આપ કો કોઇ તકલીફ તો નહીં હૈ ના યહા..?”

આ અવાજ ઘણો પરિચિત લાગ્યો, પણ અહીં પરિચિત અવાજ ક્યાંથી..? કદાચ મારા પરના ટોર્ચરને કારણે મને આવું લાગતું હશે. તેણે એક ઇશારો કર્યો એટલે સૌ બહાર ગયા. હવે રૂમમાં માત્ર અમે બંને જ હતા. તેણે ફરી વાત માંડી.

“આઇ એમ સોરી મિસ્ટર સૂર્યપ્રતાપસિંહ. બટ યુ નો ઇટ્સ ઓલ ઇન ફેટ..!”

તેના આ શબ્દો મારા મનમાં પડઘા પડી ક્યાંય સુધી સંભળાતા રહ્યા. આ એક શબ્દથી મારી નજર સામે પાછલો કેટલોયે સમય દ્રષ્ટિગત થવા લાગ્યો.! હું ગૂઢ વિમાસણમાં પડ્યો. આ શબ્દો....? આ શબ્દો તો....

સૂર્યપ્રતાપસિંહે સાંભળેલા આ શબ્દો કોના હતા..?

શું ખરેખર આ કોઇ પરિચિત અવાજ હતો..?

સૂર્યપ્રતાપ સિંહને આ રીતે બંધક બનાવનાર કોણ હતું..?

સૂર્યપ્રતાપ સિંહ સાથે આ શું થઇ રહ્યું છે તે જાણવા આગામી ભાગ માટે થોડી રાહ...…

ટ્રેપ્ડ.… Trapped 3 coming soon.

***