Hum tumhare hain sanam - 6 in Gujarati Love Stories by Irfan Juneja books and stories PDF | હમ તુમ્હારે હૈ સનમ - 6

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

હમ તુમ્હારે હૈ સનમ - 6

હમ તુમ્હારે હૈ સનમ

(ભાગ-૬)

આયત એની સહેલી સારા સાથે વર્ગમાં છે. બંને એકલી છે એટલે સારા પૂછે છે.

"તું રડી હતી આયત...?"

"હા સારા રડી હતી. પણ કેમ રડી એવું વિચાર્યું તો એમ થાય છે મારે શું કામ ને રડવું જોઈએ..."

"પણ રડી કેમ હતી ?"

"સારા મારા નાનીમાં મને બાળપણ માં એક વાત કહેતા હતા. કે એક માતા એ પોતાની મનની આગ ઠારવા પોતાના બાળકો ના છાતી પર પગ મૂકી દીધા. મને એ વાત ક્યારેય નહોતી સમજાઈ પણ આજે સમજાઈ છે..."

"આયત મને તો હજી પણ ના સમજાઈ તું સ્પષ્ટ સબ્દો માં કહીશ...?"

"સારા મારા અમ્મી એ બદલો લેવાનું નક્કી કરી લીધું છે. એ હવે મને અને અરમાન ને એક નઈ થવા દે. એ એમ સમજે છે કે અમે બંને તડપીસુ તો સાથે આબિદ અલી માસા અને અનિશા માસી પણ તળપસે. પણ સારા અમે બંને જ દુઃખી થસુ બીજું કોઈ આનો ભોગ નઈ બને.."

"સારા તું ચિંતા ના કર અલ્લાહ ને દુઆ કર.. કેમ કે હવે સૌનો પાલનહાર જ તારી તકલીફ સમજશે..."

સારા સ્કુલ એથી ઘરે આવે છે. આજે મૌલાના પાસે ગસ્ત (કુરાન નો પાઠ કરવા જવું ને ગસ્ત કહેવાય છે...) માટે રજા છે પણ એ એના અમ્મી પાસે બહાનું બનાવી ને એક જીવન નો ઉકેલ પૂછવા જવાનું વિચારે છે. વુજુ (હાથ પગ ધોઈ ને પાક સાફ થવું) કરી ને ત્યાંથી નીકળે છે. એના અમ્મી રોકે છે. આજે ગસ્ત માં મૌલાના ને પુછતી આવજે કે શાહીલ તારો પતિ ન બની શકે તો હું અરમાન તારા માટે ઇસ્લામિક રૂપ થી બની શકે?..

"જી અમ્મી પુછતી આવીશ..."

સારા પણ તૈયાર થઇ ને આવે છે.

"ચાલ આયત ગસ્ત માટે જઇએ..."

"અમ્મી હું જાઉં...."

"હા જા... હવે હું થોડી તને ગસ્ત માટે રોકીશ..."

બંને ગસ્ત માટે નીકળે છે. રસ્તામાં સારા પૂછે છે.

"આજે ગસ્ત નહોતું તો કેમ તે ગસ્ત નું કહ્યું..."

"સારા આજે મારે એક ખાસ ઉકેલ પૂછવાનો છે મૌલવી સાબ ને..."

"એવો તો શું સવાલ છે તારો...?"

"સારા એ આપના બંને ની સમજશક્તિ થી ઉપ્પર છે... અને હું સવાલ પૂછું તો તું મારી સાથે ના બેસતી..."

"કેમ મારા થી ખાનગી છે એ વાત..."

"હા એક શરમ નો પડદો છે..."

"સારું આયત.. ચાલ જલ્દી જઇયે..."

બંને મૌલાના પાસે આવે છે. મૌલાના એમને મદ્રશામાં બેસાડે છે. બંને રિયાલ પર કુરાન મૂકી ને અદબ થી મૌલાના સામે બેસે છે.

"મૌલવી સાબ આજે હું અમ્મી થી ખોટું બોલી ને આવી છું કે ગસ્ત પર જાઉં છું. પણ હકીકત એ તો મને એક જિંદગી નો સવાલ છે એ પૂછવા હું આવી છું..."

"બેટા જો જીવન નો તું એક સવાલ લઇ ને તું આવી છે. હું એનો ઇસ્લામિક રૂપ થી એનું શું નિવારણ લાવી સકાય એ કહીશ તો પણ એક પાઠ મળ્યો ગણાશે. એટલે તારી ગસ્ત થઇ જશે તો તું ખોટું પણ નથી બોલી..."

"સારું મૌલવી સાબ આ સવાલ થોડો મારો પર્સનલ છે. તો શું સારા ને બહાર મોકલી શકાય...?"

"હા જરૂર બેટા. સારા બિટિયા તું બહાર ઓસરી માં બેસ અને તારો પાઠ યાદ કર..."

સારા મૌલવી સાબ ના કહેવાથી બહાર જાય છે.

"તો મૌલવી સવાલ એમ છે કે...

રોજકોટ માં મારા એક માસા હતા. અકબર માસા. જેમની પત્ની મારા માસી અનિશા. એમને ત્રણ દીકરા અને એક દીકરી હતી. એ સમયે મારી અમ્મી ની સગાઇ આબિદ અલી માસા સાથે થઇ હતી. અનિશા માસી પાંચમા બાળક ને જન્મ આપવાના હતા. એમને સાતમો માસ ચાલતો હતો. એટલે મારા અમ્મી નાનીમાં ના કહેવાથી અકબર માસા ને ત્યાં હતા. અકબર માસા એ એમને દાગીના , પૈસા ના મોહ દેખાડી પોતાની જાલ માં ફસાવી લીધા હતા.

મારી અમ્મી એ સમયે ૧૫ વર્ષ ની કુંવારી નાસમજ છોકરી હતી. એની સાથે એને સહવાસ કર્યો. આવું ઘણા દિવસ ચાલતું રહ્યું. એક દિવસ અકબર માસા ના અમ્મી એ એ જોઈ લીધું અને મારા અમ્મી ને જૂનાગઢ પાછા મોકલવાનું કહ્યું. અનિશા માસી આ વાત થી અજાણ હતા. પણ બેન ને અચાનક પાછી મોકલવાનું કારણ એમને ગળે ના ઉતર્યું. એમને કારણ પૂછ્યું તો કંઈક ફાલતુ કારણ આપ્યું.

અનિશા માસી ને જવાબ ન મળતા એમને નાની ને ચિઠ્ઠી લખી કે મને સુવાવળ માં એક મહિનો બાકી છે. રુખશાના ને અહીં મોકલી આપો. નાની એ દીકરી ની ચિંતા કરતા ફરીવાર એને રાજકોટ મોકલી.

રાજકોટ આવતા જ એ બંને ને ફરીવાર સહવાસ અને એકબીજા ની શરીર ની ભૂખ પોષવાનો મોકો મળી ગયો. આવું ફરીવાર ચાલવા લાગ્યું. અનિશા માસી એ આ વખતે બંને ને રંગે હાથે પકડ્યા.

આવું જોઈ ને અનિશા માસી થી ન રહેવાનું અને એ આબિદ અલી માસા ને ત્યાં પોતાના સંતાનો લઇ ને ચાલી ગઈ. અકબર માસા ને મોકો મળી ગયો એને અમ્મી ને જૂનાગઢ મોકલી દીધી અને બીજા લગ્ન કરી લીધા. અનિશા માસી ને સુવાવળ માં ૧૫ દિવસ બાકી હતા.

અનિશા માસી એ પણ અકબર માસા પાસે થી તલાક લઇ લીધા. અમ્મી ની એ દિવસો માં શાદી ની તારીખ ફિક્સ થઇ ગયી હતી. જયારે આબિદ અલી માસા ને ઝગડા નું સાચું કારણ ખબર પડી ને ત્યારે એમને અમ્મી સાથે ની મંગની તોડી નાખી અને એમને અનિશા માસી સાથે લગ્ન કર્યાં. એ લગ્ન બાદ અરમાન નો જન્મ થયો.

અરમાન અનિશા. માસી નો દીકરો છે. પણ એના જન્મ પહેલા એના અબ્બુ આબિદ અલી બની ચુક્યા હતા. મારા અમ્મી ના અહીં જૂનાગઢ માં જ મારા અબ્બુ સુલેમાન સાથે લગ્ન થયા...

તો મૌલવી સાબ મને એ કહો કે મારા અને અરમાન ના લગ્ન થઇ શકે...?"

મૌલાના થોડા વિચાર માં પડી ગયા અને ખુબ જ ગહન કરી ને બોલ્યા.

"જો બેટા એમના પાપ એમના માથે. ના અરમાન ની કોઈ ભૂલ છે ના તારી. એ સંતાન આબિદ અલી નું કહેવાય છે પણ એનો જે શારીરિક પિતા છે એ અકબર છે. અને એના જન્મ બાદ ૨ વર્ષ પછી તારો જન્મ છે. એટલે તું સુલેમાન ભાઈ ની સંતાન છે. એટલે તમારા બંને ના પિતા કે માતા કોઈ સંજોગો માં એક નથી. ઇસ્લામિક રૂપ થી તમે સગા ભાઈ, ચાચા , મામા સાથે નિકાહ ન પઢી શકો પણ આ સ્થિતિ માં તમારો બંને નો નિકાહ બિલકુલ જાયજ છે.... તું બેટા એની સાથે નિકાહ પઢી શકે.."

"ખુબ ખુબ આભાર મૌલવી સાબ આજનો મારો ગસ્ત પૂરો થયો..."

આયત અને સારા ગસ્ત પૂરો કરી ને ઘરે જવા નીકળે છે.

"આયત તારો જવાબ મળી ગયો તને?"

"હા સારા મળી ગયો..."

"ચાલ તો હું જાઉં છું. કાલે પૂછીશ કે તારા માસા માસી આવ્યા તો શું વાત થઇ... "

"હા સારા સંભાળી ને જજે..."

આયત પોતાના ઘર તરફ જઈ રહી છે. રસ્તા માં શાહીલ મળે છે.

"ગસ્ત કરી ને આવી...?"

"હા ભાઈજાન શાહીલ..."

"તું હજી પણ મને ભાઈજાન કહીશ???"

"કેમ ભાઈજાન શાહીલ ભાઈજાન ન કહું તો શું કહું?"

"કાકી એ કહ્યું છે કે હું તારા વિષે વિચારું હવે... અને કાકા એ કહ્યું છે કે અરમાન આવે તો એના હાથ પગ તોડી નાખજે..."

"એવું... તો શું ભાઈજાન તમેં એના હાથ પગ તોડી શકશો? મેં સાંભળ્યું છે એ ભણેલો ગણેલો ગુંડો છે. એના અબ્બુ સિવાય કોઈ ની માર નથી ખાધી એને. તમે મારશો એ તમને છોડશે એમ? કોશિસ કરી ને જોઈ લેજો ભાઈજાન... એ જરૂર આવશે...."

આયત ઘરે આવે છે. થોડી જ વારમાં ડેલી ખખડે છે. આયત ખોલે છે. સામે એના અનિશા માસી અને આબિદ અલી માસા (થનારા સાસુ સસરા) હોય છે. આયત બંને ને જોઈ ને ખુબ જ ખુશ થાય છે.

"અસ્સલામું અલયકુમ માસી.. અસ્સલામું અલયકુમ માસા..."

કહી ને બંને નું સ્વાગત કરે છે. આયત ના અમ્મી પણ ગળે મળી ને ફોર્માલિટી નિભાવે છે. બંને ને લિવિંગ રૂમમાં લઇ જઈને રુખશાના એમની સાથે બેસે છે. એ આબિદ અલી ની કલોઝ થવાની કોશિસ કરે છે પણ આબિદ અલી ઇગ્નોર કરે છે.

"દીદી કેવું ચાલે છે બધું લાઈફ માં... ?"

"બસ શાંતિ છે તું કે કેવું ચાલે છે... ?"

"અહીં પણ શાંતિ જ છે દીદી..."

"તમારા બાળકો કેમ છે.. ?"

"બધા મજામાં અને પોતાની લાઈફ માં ખુશ છે..."

"ભાઈજાન તમારા કુટુંબ ને શ્રાપ લાગે છે. બધા છોકરાઓ સુંદર અને બધી પત્નીઓ બદસૂરત..."

"આવું કેમ બોલે છે રુખશાના મારી પત્ની અનિશા તો દેખાવડી જ છે..."

"આ તમારી બીજી પત્ની છે ને એટલે પહેલી તો ઓળા જેવી હતી..." રુખશાના આબિદ અલી ને ના સંભળાવાનું સંભળાવી રહી છે.

"રુખશાના એ બધી વાતો છોડ આયત આવશે એટલે આ કલંક પણ મટી જશે..."

"કેવી રીતે આવશે આયત ... એના અબ્બુ ને આવવા દો એમની શું મરજી છે..."

"તારી શું મરજી છે રુખશાના એ કહે... ના કહેવા બોલાવ્યા છે અમને અહીં? જો ના કહી તો તારો અને મારો દરેક સંબંધ કટ થઇ જશે...."

"શાંતિ રાખો દીદી એ આવે પછી વાત કરી લેજો..."

અરમાન અને અક્રમ ઘરે બેઠા છે. એ બંને વિચારી રહ્યા છે કે જૂનાગઢ માં શું ચાલતું હશે. અક્રમ કહે છે કે અત્યારે મીટીંગ બેઠી હશે ને વાતો થતી હશે.

આયત ના ઘરે એના અબ્બુ થોડીવાર માં એના મોટાભાઈ સલીમ અને દીકરો વકીલ હોય છે શાહીલ થી મોટો એને લઇ ને આવે છે. એ આવી ને અકળાઈ ને બેસે છે.

"બોલ ભાઈ આબિદ કેમ આવ્યો છે...?" સલીમ બોલે છે.

"ભાઈ એ મારે તમને જવાબ આપવાની જરૂર નથી તમારી ઘરે આવીશ ત્યારે આપીશ"

"અનિશા તને તમીઝ છે કે નઈ સલામ તો કર મને.."

"સલીમ ભાઈ તમે બહાર થી આવ્યા તમે કરો ને સલામ..."

"ચાલ આબિદ એ કે આવવાનું કારણ શું છે..."

"હું આયત નો હાથ અરમાન માટે માંગવા આવ્યો છું મંજુર છે..."

"નથી મંજુર ...." સલીમ બોલે છે.

"સલીમ મેં તને નથી પૂછ્યું. હું સુલેમાન ને પૂછું છું... બોલ સુલેમાન... દીકરી તારી છે..."

"આબિદ ભાઈ સલીમ ભાઈ મારા મોટા ભાઈ છે. પિતા નો દરજ્જો ધરાવે છે. એમનો જવાબ એ જ મારો જવાબ છે..."

"ચાલ અનિશા ઉભી થા... મારે હવે એક મિનિટ પણ અહીં નથી બેસવું..." આબિદ અલી ગુસ્સા માં ઉભા થાય છે.

"પણ ભાઈ આટલી રાત્રે ક્યાં જશો... જમી લો કાલે સવારે નીકળી જજો..."

"એ પ્રશ્ન તારો નથી સુલેમાન.. તે અમને બોલાવી ને અપમાન કર્યું છે. જ્યાં અપમાન થાય ત્યાં એક પળ પણ હું ના રહી શકું..."

"ઉભા રહો તમે હું એકવાર આયત ને મળી લઉ..." અનિશા આબિદ અલી ને કહે છે.

અનિશા જી આયત ને મળવા બીજા રૂમ માં જાય છે.

"બેટા આયત તે તારા અમ્મી અબ્બુ નો જવાબ તો સાંભળી જ લીધો છે. અમે અરમાન ને કહીશું ના જઈશ તો એ નહિ રોકાય એ અહીં આવશે. અને આ તારા બાપુજી સલીમ ની તો કોઈ હેસિયત જ નથી એને રોકવાની. બસ હવે આવે તો તું એને ના કહેજે તો એ નઈ આવે...."

"માસી મારી જીબ સળી જાય પણ હું એને ના કેમ કહી શકું.. તમે જ કહો...."

આટલું સાંભળતા જ અનિશા જી રડી પડે છે. એ આયત ને ભેટી ને રડે છે. અનિશા જી ને આબિદ અલી નીકળે છે ત્યાં સલીમ બોલે છે.

"મેં સાંભળ્યું છે, તમારો દીકરો બે દિવસ પેલા અહીં આવ્યો તો. એને કઈ દેજો હવે ના આવે મારા છોકરાઓ ગુસ્સામાં છે. હવે આવશે તો મોટો ઝગડો થશે..."

"જો ભાઈ સલીમ તારા છોકરાઓ ને કેજે કે એ તૈયારી કરી ને રાખે મોટા ઝગડાની. એ આવશે તો જરૂર..."

આટલું કહી આબિદ અલી અને અનિશા નિસાકો નાખી ને ત્યાં થી નીકળી રાત્રે જેતપુર જાય છે. બહેનો માં સલમાબાનું સૌથી મોટા એટલે અનિશા જી આખી વાત કરે છે. સલમાબાનું પણ કહે છે કે રુખશાના આવું કેમ કરી શકે. આયત તો ફક્ત અરમાન માટે જ બની છે. બીજે દિવસે સવારે એ જૂનાગઢ પોતાના દીકરા હારુન સાથે જાય છે. બહેન ને જોતા જ રુખશાના એને ભેટવા જાય છે એ રુખશાના ને ધક્કો મારી ને દૂર કરે છે.

"તે અનિશા અને આબિદ અલી ને ના કેમની પાડી..."

"અરે બહેના બેસો તો ખરા... "

"મારે ના તારા ઘર નું પાણી પીવું છે ના બેસવું છે.... તું મને જવાબ આપ..."

"બહેના ના ગમ્યું તો ના પાડી... એમાં શું મોટી વાત છે..."

"રુખશાના કુરાન હાથ માં લે અને કસમ ખા કે તને અરમાન નથી ગમતો..."

"જુવો બેન ગમતો હોય તો પણ હવે મારો વિચાર નથી ના મેં પાળી છે..." સુલેમાન બોલ્યો..

"તું ચુપ રે.. તારા થી તો કઈ થતું નથી તારા એ નકચંડા ભાઈ સલીમ ને લઇ ને આવી ગયો. એનો દીકરો વકીલ છે તો શું એ બોસ છે... એને ના પાડી છે... "

"બહેના બેસ તો ખરી...." રુખશાના વાત ને શાંત કરવાની કોસિસ કરે છે.

"નથી બેસવું હું જાઉં છું. આબિદ અલી અને અનિશા મારે ત્યાં સાંજ સુધી છે. તમારો વિચાર કરી ને આવી જજો નહીંતર આજે હું છેલ્લી વાર તારી ઘરે આવી એટલું સમજી લેજે..."

એટલામાં આયત સ્કુલ એથી આવે છે. એ સલમા માસી ને જોઈ ને ભેટી પડે છે. સલમાબાનું પણ એને પ્રેમ થી ચુંબન આપે છે.

"જુવો બેન ઉભા રહો અત્યારે જ વાત નો ફેંસલો કરી દઉં વિચારવાની જરૂર નથી... અહીં આવ આયત... " સુલેમાન બોલે છે.

આયત એના અબ્બુ પાસે જાય છે એ પોતાનો હાથ દીકરી પર મૂકે છે.

"બેટા માસી ને કઈ દે અરમાન તને નથી પસંદ... તને મારા સમ છે. જો તું નહિ કહે તો મારુ મરેલું મોઢું જોઇશ..."

"માસી... એ વાત સાચી છે... કે... મને અરમાન સિવાય કોઈ પસંદ નથી...." આટલું બોલતા જ રુખશાના આયત ને થપ્પડ મારે છે.

સલમાબાનું અને હારુન પાછા જેતપુર જાય છે. આયત એના અમ્મી ના થપ્પડ થી ગાલ થતી પીડા ને વેઠી રહી છે અને સુલેમાન અને રુખશાના આયત પર શબ્દોના પ્રહાર થી વર્ષી રહ્યા છે.

ક્રમશ:....