Premagni - 21 in Gujarati Fiction Stories by Dakshesh Inamdar books and stories PDF | પ્રેમાગ્નિ - 21

Featured Books
  • మీ టూ

    “సుకుమారమైన పువ్వుకి కూడా తుమ్మెద బరువు కాదు. మీరు మరీ అంత బ...

  • నెవెర్ జడ్జ్ ఏ Women - 5

    మౌనిక: రష్యా వెళ్లేముందు సార్ నాతో  చాలా మాట్లాడారు.ఒక వైపు...

  • ఆ ఊరి పక్కనే ఒక ఏరు - 23

    ఆ ఊరి పక్కనే ఒక ఏరు (ఏ స్పైసీ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్) శివ...

  • నెవెర్ జడ్జ్ ఏ Women - 4

    సూర్య ఇండియాకి వస్తుంది.తనకి తెలియకుండా కొంతమంది తనని Airpor...

  • మన్మథుడు

    "ఇక చెప్పింది చాల్లే అమ్మాయ్.. నీకు ఎంతవరకు అర్ధమయిందోకాని మ...

Categories
Share

પ્રેમાગ્નિ - 21

“મારા મોક્ષ, મારા મહાદેવ ! તમારી જોગણ, તમારી મનસા મારા મનના માણિગર. તમારી ઇચ્છા માથા પર ચઢાવી મેં સગપણ કર્યા મેલબોર્ન આવી પરંતુ હું તમને નહીં ભૂલી શકું. આજે અહીં રાધાક્રિષ્નાના મંદિરે દર્શન કરવા ગઈ હતી એમને જોતાં તમે જ દેખાતા હતા. હું હવે વધુ છળ છલાવો નહીં કરી શકું મને માફ કરો. હું તમારી પાસે આવવા ઇચ્છું છું. તમારી છું તમારી જ રહીશ. વ્યોમ ઘણાં સારા છે. એમને કોઈ વાતની જાણ નથી. હું બધાને દગો દઈ રહી છું એક મહાપાપ કરી રહું છું. હવે મારાથી આ પાપ વધારે નહીં થાય. હું કાલે વ્યોમને મારી ટિકિટ કરાવવાનું કહી દઉં છું. હવે મારાથી નહીં રહેવાય. મોક્ષ બસ મનસા મોક્ષમય થઈ જશે. તમે નહીં સ્વીકારી તો હું જીવ છોડી દઈશ પરંતુ હવે આ નાટક મારાથી વધારે નહીં થાય. વિનોદાબા – સમાજ બધા માટે આ છળ કરવા તૈયાર થઈ પરંતુ હવે બહુ થયું. હવે હું બધું સ્પષ્ટપણે કહી દઈશ. મને માફ કરો મોક્ષ. મને સ્વીકારી લો. તમારા જ શબ્દો મને યાદ આવે છે.

“કુદરતના કરિશ્માની વાકેફ છીએ. ક્યારે પૂર, ભૂકંપ જ્વાળામુખીમા પધરાવાશે તોફાન આવશે અની જાણ નથી... તૂટતો વિશ્વાસ દિલને સળગાવે છે, દિલનાં જિંદગીનાં અરમાન, તમે જ કહેત તે કહું કંઇ પણ દિલ તો તારામાં જ છે. તમે જે કંઇ કહેશો કરશો ભાંગતા તો હૈયા જ છે. ભરોસો એવો ના આપો કે ભરોસો જ ના રહે ! દિલ કહે એ જ વચન પાળીશું. આપેલા વચન જો દિલનાં નહીં હોય તો તોડીશું ભરોસો – બસ, પ્રેમનો ભરોસો પામવા માટે જ.”

મનસાએ મેસેજ પૂરો કર્યો અને સેન્ડ કર્યો. ત્યાં જ વ્યોમ રૂમમાં આવ્યો. મનસા થોડી ડિસ્ટર્બ થઈ ગઈ. એના હાથમાંથી ફોન છૂટી ગયો વ્યોમના પગ પાસે જઈ પડ્યો. વ્યોમે કહ્યું, “કંઈ નહીં લઈ લે” એમ કહી ફોન પાછો આપ્યો. વ્યોમ કહે, “તને થાક ખૂબ છે. તારી તબિયત સારી છે ને નહીંતર કોઈ દવા આપું.” મનસાએ સ્વસ્થ થતાં કહ્યું, “ના ના ઠીક છે દવાની જરૂર નથી.” વ્યોમે કહ્યું, “તો ઠીક.” અને એ રૂમની બહાર ગયો. પરંતુ એના મનમાં શંકા રોપાઈ કે કંઇક ગરબડ છે. મનસા ગભરાઈ કેમ ? ફોનમાં કંઇક કર્યું. ઠીક છે, કાલે વાત આમ વિચારીને બહાર બેઠેલા મમ્મી પપ્પા અને હેતલ વિકાસ પાસે આવી ગયો. થોડીવાર પછી મનસા પણ બહાર આવી.

વ્યોમે મનસાને જે ફોન આપેલો તેમાં જ રિંગ આવી એટલે મનસાએ વ્યોમને ફોન આપ્યો તો વ્યોમે ફોન લઈ રિસીવ કર્યો. એણે જોયું એની ફ્રેન્ડ અર્ચનાનો ફોન હતો. એટલે એ વાત કરતો કરતો બહાર ગાર્ડનમાં આવ્યો અને વાત કરવા લાગ્યો. અર્ચનાએ પૂછ્યું, “કેમ વ્યોમ, બહું મોંઘો થઈ ગયો છે ? છેલ્લા 7/8 દિવસથી તારો ફોન નથી ક્યાં છું ? તારા ઘરે ઇન્ડિયાથી મહેમાન આવવાના હતા તે આવી ગયા ?” વ્યોમ કહે, “શાંતિ રાખ, મહેમાન હજી અહીં જ છે પપ્પા મમ્મી પણ આવ્યા છે.” અર્ચના કહે, “તો કહેતો કેમ નથી હું એમને મળવા આવી જાતને !” વ્યોમ કહે, “તું આવીને મળી જજે. હમણાં અહીં જ છે. અને ફોન પર વાત બંધ કરી. પછી વ્યોમે ફોનમાં મેસેજ સેન્ડ ઓપ્શનમાં જઈને જોયું તો મનસાએ ઇન્ડિયાના નંબર પર મેસેજ મોકલેલા તે વાંચ્યા. એને ખૂબ આઘાત લાગ્યો. એને થયું, આટલો બધો દગો. મનસાએ મને ના કેમ ના પાડી ? મારો ઉપયોગ કર્યો. એ ખૂબ ડિસ્ટર્બ થઈ ગયો. ખૂબ દુઃખી થયો પરંતુ કંઈક વિચારીને સ્વસ્થ થવા પ્રયત્ન કર્યો અને ઘરમાં જઈને મનસાને હસતા હસતા ફોન પાછો આપ્યો.”

રાત્રે સૂવા માટે હેતલ અને મનસા રૂમમાં ગઈ ત્યારે મનસાને થયું, વ્યોમના ફોનમાંથી મોક્ષને કરેલા મેસેજ ડિલિટ કરવાનું ભૂલી ગઈ હતી તે પહેલાં કરી દઉં – એમ વિચારીને એણે ફોનમાંથી મોક્ષનાં મેસેજ ડિલિટ કર્યા. હેતલે મનસાને કહ્યું, “વ્યોમનાં ફોનથી મોક્ષને કોઈ મેસેજ ના કરીશ નહીંતર બહુ જ મોટો બખેડો થઈ જશે. મનસા, પ્લીઝ સાચવજે.” મનસાએ કહ્યું, “મેં મેસેજ કરેલા પરંતુ હવે ડિલિટ કરી દીધા છે. હું શું કરું, મારી પાસે બીજો કોઈ ઓપ્શન જ નથી.”

સવારે મનસા-હેતલ-વ્યોમ-વિકાસ બધા જ તૈયાર થઈને બેઠા છે. ચા-નાસ્તો પરવારીને બહાર જવાની તૈયારી કરવા લાગ્યા. મનસા કહે, “આંટી હવે મારે ઘરે જવું છે. અમારી ટિકિટની તૈયારી કરાવોને. બા એકલા છે અને ઘણાં કામથી પરવારવાનું છે.” માલતીબેન કહે, “કેમ ? હજી તો 10 જ દિવસ થયા છે. સારુ હું વિનોદાબા સાથે વાત કરી લઉં છું.” મનસા કહે, “ભલે પણ ટિકિટ કરાવો તો સારું.” વ્યોમે વચમાં જ કહ્યું, “જો મનસાને જવું જ હોય તો દબાણથી ના રોકો મમ્મી. હું આજે જ ટિકિટ કરાવી લઉં છું.” હેતલ કહે, “જો મનસાની ટિકિટ કરાવો તો મારી પણ સાથે જ કરાવો. હું મનસા સાથે જ ઇન્ડિયા પાછી જઈશ.”માલતીબહેન કહે, “લગ્નનું મુહૂર્ત હજી કાઢ્યું નથી એ પહેલાં જ એની તૈયારીની ઉતાવળ ?” એમ કહીને હસવા લાગ્યા. વ્યોમ મનસા સામે જોઈ રહ્યો – એનો મૂડ ઉતરી ગયો પરંતુ સ્વસ્થ રહેવા પ્રયત્ન કરવા લાગ્યો. એનું દિલ તૂટી ગયું હતું. એણે વિકાસ સાથે ચર્ચા કરીને એનાં એજન્ટને કહીને ઓનલાઈન ઇન્ડિયાની ચાર ટિકિટ કરાવી દીધી. પછી વ્યોમ કહે, “ચાલો આજે તો બહાર જઈએ પછી તો તમારે ઇન્ડિયા પાછા જવાનું છે.” માલતીબહેન કહે, “હા હા જાવ બધા આખો દિવસ બહાર ફરજો અને બહાર જ જમીને આવજો. મજા કરી આવો.” વ્યોમ માલતીબેનનાં શબ્દો પર હસી રહ્યો.

આજે બધે ફરતાં ફરતાં ડોકલેન્ડથી બધા પાંચ વાગ્યા આસપાસ યારા નદીનાં કિનારે આવેલ ક્રાઇન નામના વિશાળ કેસિનોમાં ગયા. હેતલ તો વિકાસનો હાથ જ નહોતી છોડતી, બન્ને એકબીજામાં મગ્ન થઈ ગયા હતા. મનસા અને વ્યોમ પાછળ પાછળ ચાલતા હતા. વ્યોમ આખો દિવસ કોઈ ને કોઈ સાથે ફોન પર વાતો કરતો રહેતો હતો. કંટાળીને મનસાએ કહ્યું, “તમે હવે ફોન મૂકો. ક્યારનાં વાતો કરો છો ?” વ્યોમે કહ્યું, “હમણાં કામ ખૂબ રહે છે. રૂબરૂ તો બધે જવાતું નથી એટલે ફોન કરીને મેનેજ કરું છું. મનસા, અત્યારે મોબઈલ એટલું સરસ ડીવાઈસ છે ને કે તમે ક્યાંય રૂબરૂ ન જઈ શકો તો ફોનથી સંપર્કમાં રહી શકો અને તમારા કામ-તમારી ફીલિંગ્સ બધું મેનેજ કરી શકો.” વ્યોમની વાત મનસા ધ્યાનથી સાંભળી રહી. સમજીને પણ અણસમજની જેમ ભાવ આપવા લાગી.

એટલામાં વ્યોમે કહ્યું, “મનસા, તારે (COIN) કોઈન રમવા છે ?” મનસા કહે, “મારું તો નસીબ સારું નથી. તમે પૈસા ખર્ચ ના કરશો. તમને નુકસાન જ થશે.” વ્યોમ કહે, “અરે એવું કંઈ નથી જે નુકસાન થવાનું હતું તે તો થઈ ગયું છે. હવે શું ફરક પડે છે ?” મનસાને વહેમ પડ્યો, વ્યોમ આવું કેમ બોલે છે ?શું ફરક પડે છે સારું થયું કે ખબર પડી ગઈ. પણ વિકાસ અને હેતલ તો ગેમ રમવામાં બિઝી થઈ ગયા. મનસાને થયું, વ્યોમ એકલો જ છે. અત્યારે વ્યોમ સાથે ચોખવટથી વાત કરી લઉં – મનસાએ વ્યોમને કહ્યું, “મારે તમારી સાથે જરૂરી વાત કરવી છે.” વ્યોમ કહે, “હવે શું કહેવું છે. મેં તારી ટિકિટ કરાવી જ લીધી છે.” મનસા કહે,

“મારે બા સાથે વાત કરવી છે.” વ્યોમ કહે, “અત્યારે ?” મનસા કહે, “અત્યારે અહીં રાતનાં 8 વાગ્યા છે પરંતુ ઇન્ડિયામાં તો બપોર હશેને ?” વ્યોમ કહે, “હા લે ફોન કરી લે વાત.” મનસાએ વિનોદાબા સાથે વાત કરી. વિનોદાબા તો મનસાનો અવાજ સાંભળીને હરખાઈ ઉઠ્યા. મનસાને કહે, “કેમ છે દીકરા ?” ત્યાં કેવું છે બધું તને ગમ્યું ? વ્યોમ કેમ છે ? તું ત્યાં મજામાં છે ને ?” મનસા કહે, “અહીં બધા મજામાં છે. અમે ઘણું ફર્યા છીએ. અત્યારે અમે અહીંના મોટા કેસિનોમાં છીએ. મા, તમે લોકો ખૂબ યાદ આવો છો. ઘણું ફરી લીધું મા, હવે પાછા આવવું છે. મેં માલતી આન્ટી અને વ્યોમને કહ્યું છે પાછા જવા માટે. વ્યોમે પરમદિવસની ટિકિટ બુક કરાવી છે એટલે કે અમે અહીંથી શુક્રવારે સવારની ફ્લાઈટમાં નીકળીને શનિવારે ઇન્ડિયા આવી જઈશું. મનસુખકાકા હસુમામાને બધી વિગત મોકલાવી દેશે અને વાત કરી લેશે.” વિનોદાબા કહે, “ભલે દીકરા તમે હેમખેમ પાછા આવી જાવ. વ્યોમકુમાર કેમ છે ?” “અહીં જ છે મા, લો એમને ફોન આપું છું.” મનસાએ વ્યોમને ફોન આપ્યો. વ્યોમે વાત કરી, “જય શ્રીકૃષ્ણ મા કેમ છો ? તમારી તબિયત કેમ છે ? મનસા હેતલ-મમ્મી પપ્પા બધા મજામાં છે. મનસાને અહીં ખૂબ ગમી ગયું છે. પરંતુ તમારી ચિંતા કર્યા કરે છે. પરમદિવસે અહીંથી નીકળીને ત્યાં આવી જશે. ત્યાં બધાને યાદ આપજો. ચાલો ફોન મૂકું છું જય શ્રીકૃષ્ણ.”

વ્યોમે ફોન મૂક્યા બાદ મનસાને કહ્યું, “વ્યોમ ! મને માફ કરજો મને ખબર છે તમે મોક્ષને મોકલેલ મારા મેસેજ વાંચ્યા છે. મેં હાથે કરીને મેસેજ ફોનમાં રહેવા દીધા હતા. મેં ધાર્યું હોત તો SEND કર્યા બાદ ડિલિટ કરી નાખ્યા હોત પણ તમારી સાથે ચીટિંગ કરીને થાકી ગઈ હતી. કેવી રીતે તમને કહું, કેવી રીતે કબૂલું ? એ જ વિચારતી હતી એટલે મેસેજ વંચાવીને જ તમને જાણ કરી.” મનસાએ બે હાથ જોડ્યા. “વ્યોમ થઈ શકે તો મને માફ કરજો. મેં કુટુંબની લાગણી અને મારી માની ઇચ્છાને વશ થઈને જ તમારી સાથે સંબંધની હા પાડેલી. મોક્ષ મારો પ્રથમ અને અંતિમ પ્રેમ છે. હું તમને કાયમ છેતરી ના જ શકત. હું તમને કહી જ દેવાની હતી. મેલબોર્ન આવવા માટે એટલે જ તૈયાર થઈ કે હું દેશમાં ને દેશમાં હિંમત ના કરી શકત. હું અહીં તમારી સાથે વાત કરીને તમને સમજાવવા પ્રયત્ન કરી રહી છું કે તમે જ મને રીજેક્ટ કરો. આમેય હું તમારા કાબેલ તો નથી જ. અહીં આવ્યા પછી એવું કારણ ઊભું કરી શકાશે કે હું અહીંના કલ્ચર સાથે મેચ થઈ શકતી નથી. વ્યોમ, તમે તમારું જીવન તમારી પસંદગી પ્રમાણે જીવો હું એવું ઇચ્છું છું. તમે પેલા દિવસે હોટલમાં સોફ્ટડ્રિંકમાં વ્હીસ્કી ભેળવીને પીતા હતા મને ખબર પડી ગઈ હતી કારણ કે તમને ભાન ભૂલીને મારી પાસે આવી મને કિસ કરવા ગયા હતા મેં તમને ધક્કો મારી દૂર ધકેલ્યા હતા. તમે મને કહી જ નહોતા શકતા કે તમે સિગરેટ-દારુ પીઓ છો. તમારો શોખ તમે છૂપાવતા હતા તમારી છબી બનાવી રાખવા. વ્યોમ, હું કંઈ જ બોલી નહોતી કારણ કે હું તમારા જીવનમાં આવી શકું તેમ પણ નથી. તમે તમારા ફોનમાં તમારી મિત્ર અર્ચનાને મોકલેલા મેસેજ ડિલિટ કર્યા વિના મને ફોન આપેલો. તમારે એની સાથે છેલ્લા ચાર વર્ષથી સંબંધ છે. તમે મને નહોતું જણાવ્યું તમે પણ મનસુખકાકા અને માલતીકાકીની ઇચ્છા કે દબાણથી જ સગાઈ કરી છે. તમે વેવિશાળ (સગાઈ) વખતે કામનું બહાનું કાઢીને અહીં ઓસ્ટ્રેલિયા ઝડપથી પાછા આવી ગયા હતા પરંતુ અર્ચનાને કારણે જ તમે પાછા આવી ગયા હતા. તમે મને આપેલા ફોનમાં બધા જ મેસેજ અને ફોટા છે.”

વ્યોમ કહે, “મનસા, મને માફ કરી દે. હું તારા જેટલી હિમત ના બતાવી શક્યો.” મનસા કહે, “આપણે બન્ને કોઈ બીજાના પ્રેમમાં છીએ. સામસામે એકબીજાન માફ કરી ભૂલી જઈશું.”

વ્યોમ અને મનસા – હેતલ અને વિકાસ જ્યાં ઊભા હતા ત્યાં ગયા. અત્યાર સુધીમાં હેતલે લગભગ 300 ડોલર જીતી લીધા હતા. મનસા કહે, ચાલો તારે ટ્રીટ આપવી પડશે. હેતલ કહે, શ્યોર આજે જ. પરમદિવસે તો પાછા જવાનું છે.

ક્રાઉનમાં જ આવેલા બાર એન્ડ રેસ્ટોરન્ટમાં ગયા. ત્યાં વ્યોમ અને વિકાસ બીયર લીધી અને એમણે પીવાનું ચાલું કરી દીધું. મનસા અને હેતલે આઈસ્ક્રીમ મંગાવ્યો. કંઇ ખાવાની ઈચ્છા જ નહોતી. મનસાને હાશ થઈ હતી કે આજે વ્યોમ સાથે બધી ચોખવટ થઈ ગઈ. વ્યોમ અને વિકાસની એક પછી એક બીયર પીતા જોઈને મનસાને મોક્ષનું મુક્તક યાદ આવી ગયું. મોક્ષ કહેતા...

“ઉમંગથી ઉજવો ભલે તહેવાર છે ફિરંગીઓનો...

શું ફરક પડે છે જ્યારે નિશ્ચય છે રીબાવવાનો...

મોજથી મનાવી લો અવસર ચીરીને કાળજા કોઈના...

અમે તો જોતા-અનુભવતા રહીશું દર્દ જિંદગીના

પીજો-પીવરાવજો મદિરા, બહાના છે તહેવારનાં

અમે તો પીધા છે ઝેર જિંદગીનાં ઝૂરી-ઝૂરીને

રખે માનતા અમે જલીએ કે તડપીએ છીએ

અરે ! તમે શું જલાવતા, અમે તો જીવીએ છીએ

પ્રેમના અંગારમાં....”

મનસાએ હેતલને કહ્યું, “મેં વિનોદાબા સાથે વાત કરી લીધી છે તું પણ તારા મમ્મી-પપ્પા સાથે વાત કરી લે અને તેઓને સમાચાર આપી દે કે આપણે પરમદિવસે અહીંથી રવાના થઈને આવીએ છીએ.” હેતલે વિકાસ પાસેથી ફોન લઈને ઇન્ડિયા એનાં ઘરે મમ્મી-પપ્પા સાથે વાત કરી લીધી. લગભગ અડધો કલાક વાત કરતી રહી. હસતી હસતી બધું જણાવતી રહી. મનસા એને જોઈને વિચારતી રહી કે કોઈના માટે પરદેશ સ્વર્ગ છે, મારા માટે મારો પ્રેમ મારો મોક્ષ સ્વર્ગ છે.

મનસાને વિચાર આવ્યો. એણે વ્યોમ પાસે ફોન માંગ્યો અને કહ્યું, “મારે એક મેસેજ SEND કરવો છે તમારો ફોન આપશો ?” વ્યોમે હસતા હસતાં કહ્યું, “હવે તો કાયદેસર લો અને મેસેજ કરો.” એમ કહી પાછો બીયર પીવા લાગ્યો.

મનસાએ ફરીવાર ફોન ચેક કર્યો. પછી મોક્ષને મેસેજ લખવાનું ચાલુ કર્યુ –

“મોક્ષ ! હું તમારી ઇચ્છાને માન આપીને વ્યોમના ઘરે અહીં મેલબોર્ન આવી છું. પરંતુ હું તમને ભૂલી નથી. મેં હર પળ તમારી જ પૂજા કરી છે. આજે તો વ્યોમને પણ બધું સાચું કહી દીધું છે. હું તમારા સિવાય કોઈને સ્વીકારી નહીં શકું. વ્યોમે આપણા મેસેજ પણ વાંચી લીધા. વ્યોમને પણ અહીં અર્ચના નામની છોકરી સાથે પ્રેમ છેએ બંનેએ એકબીજાને પરણવાનું વચન આપેલું છે. મોક્ષ, વ્યોમે તો મને મુક્ત કરી દીધી છે. આમેય મોક્ષ મેં ક્યારેય કોઈને મારામાં રસ લેતો કર્યો નથી અને મારું તન-મન બધું જ પવિત્ર છે. અબોટ છે. આપણો ઓરા અભડાવ્યો નથી. હું પરમદિવસે ઇન્ડિયા ઘરે પાછા આવવા નીકળી જઈશ. અહીં મેલબોર્ન હેતલ-વિકાસ-વ્યોમ અને અર્ચનાને મુબારક. મોક્ષ, નવરાત્રી નજીક આવી રહી છે. તમે મારા આ મેસેજ વાંચીને મને લેવા આવી જજો. મોક્ષ, હું તમારી રાહ જોઈશ. તમારો મીઠો જીવ મનસા.” પરંતુ મનસાને ખબર જ નથી કે મોક્ષને મેસેજ સેન્ડ જ નથી થયો. વ્યોમનાં ફોનમાં બેલેન્સ જ નહોતું રહ્યું.

***