Zindagi pyar ka geet hai in Gujarati Film Reviews by Pritesh Hirpara books and stories PDF | ઝીંદગી પ્યાર કા ગીત હૈ

Featured Books
  • ડાન્સિંગ ઓન ધ ગ્રેવ - 2

    સ્વામી શ્રદ્ધાનંદની ખલીલી પરિવારમાં અવર જવરના સમયે ઇરાનની રા...

  • horror story

    હવે હું તમને એક નાની ભયાવહ વાર્તા સાંપડું છું:એક ગામમાં, રાત...

  • ઢીંગલી

    શિખા ને ઉનાળાનું વેકેશન પડ્યું હતું, તે હવે ચોથા ધોરણમાં આવવ...

  • હમસફર - 18

    વીર : ( શોકડ થઈ ને પીયુ ને જોવે છે) ઓય... શું મુસીબત છે ( એ...

  • ફરે તે ફરફરે - 12

    ફરે તે ફરફરે - ૧૨   એકતો ત્રણ ચાર હજાર ફુટ ઉપર ગાડી ગોળ...

Categories
Share

ઝીંદગી પ્યાર કા ગીત હૈ

મિત્રો નમસ્કાર. મને ગીત સાંભળવાનો અને એની સાથે જોડાયેલી વાતો જાણવાનો ગાંડો શોખ છે. ગીતમાં ખાસ કરીને હું એના શબ્દો , સંગીત અને ગીત કોણે ગાયું છે એ ખાસ માર્કં કરું છું. મારા જેવા ઘણા વ્યક્તિઓ છે જેમને ગીતને માણવાની સાથે જાણવું પણ એટલુંજ ગમતું હશે. દરેક ગીત એની એક અલગ વાત લઈને આવે છે. ગીત આપણને હસાવે છે , રડાવે છે , રાહત આપે છે અને દર્દ પણ આપે છે. દરેકને એના જીવનની પરિસ્થિતિ અનુસાર ગીતો પોતીકા લાગતા હોય છે. દરેકની ગીત ની પસંદગી અલગ અલગ હોય છે. બસ તો મેં નક્કી કર્યું કે હું પણ ગીત ઉપર લખીશ. હવે હું દર વખતે એક ગીતની સાથે આપને મળીશ. મને કોઈ પણ સૂચન આપવા હોય તો અહીં મારી પ્રોફાઇલમાં જઈ ને તેમાં આપેલા fb ના લોગોં પર ક્લિક કરશો એટલે મારી ફેસબૂક પ્રોફાઈલ મળી જશે. આ કોલમ માટે મને પ્રોત્સાહિત કરનાર મારા અંગત મિત્રો રોહિત સુથાર અને હાર્દિક કનેરીયાનો આભારી રહીશ. માર્ગદર્શન માટે સુધીર કાકુ (સુધીર કારીયા ) નોં પણ એટલોજ આભારી રહીશ.

दिल क्यों ये मेरा शोर करे

અમુક ગીત એવા હોય છે જે સાંભળતા જ આપણે એમા ડૂબી જઇએ છીએ. એવા ડૂબી જઈએ છીએ કે આજુબાજુનું બધું જ ભૂલી જવાય. 2010 માં આવેલી 'કાઇટ્સ' મૂવીનું ગીત "દિલ ક્યુ યે મેરા શોર કરે એ પણ એવું જ એક ગીત છે જેમાં ડૂબી જવાનું મન થાય . નાસીર ફરાજના શબ્દોને રાજેશ રોશનનું કર્ણ પ્રિય સંગીત મળ્યું છે અને અવાજ મળ્યો છે કેકે નો. આ ગીતની શરૂઆત એક ગિટાર અને પછી વાંસળીની ધૂન થી થાય છે જે ગીતને એક અલગ ઉંચાઈએ પહોંચાડે છે. વાંસળીની વાત એટલે કરી કેમ કે બોલીવુડમાં સારા એવા ગીતો છે જેની વાંસળીની ધૂન ખૂબ પ્રસિદ્ધ થઈ છે. એવા બીજા ગીતોની પણ વાત થશે. રાજેશ રોશનના મ્યુઝિકની પણ એક અલગ મજા છે. તેઓને પોતાના ખુદદાર સ્વભાવના લીધે બોલીવુડમાં ઓછું કામ મળ્યું છે. આ સ્વભાવ એમને એમના પિતા રોશન તરફથી વિરાસતમાં મળ્યો છે. એટલે જ રોશન જોડે પણ ભરપૂર ટેલેન્ટ હોવા છતાં તેમને ઓછું કામ કર્યું છે . એમનું અકાળે થયેલું અવસાન એ પણ એમાંનુ એક કારણ હતું. ઘણા લોકોને રોશન વિશેની જાણકારી નહીં હોય. " જો વાદા કિયા હૈ નિભાના પડેગા" આવું સુદર અને પ્રસિદ્ધ ગીત પણ રોશને કંપોઝ કરેલું છે. એમની જેમ જ રાજેશ રોશન જેટલા તેઓ હકદાર છે એટલુ તેમને નામ નથી મળ્યું. હવે તો તેઓ માત્ર પોતના ભાઈની ફિલ્મમાં જ સંગીત આપે છે. હજી પણ તેઓ સારું સંગીત આપે છે.

આ ગીત ની સિચવેશન એવી છે કે હૃતિક રોશન અને કંગનાની સગાઈ થઈ ગઈ હોય છે. એક દિવસ અચાનક બાર્બરા મોરી એની સામે બીજી વખત આવે છે. બાર્બરા મોરીની સગાઈ કંગનાના ભાઈ જોડે થઈ હોય છે. એની એન્ટ્રી થતાજ આ ગીત શરૂ થાય છે અને એક ડાયલોગ આવે છે.

" निंदा उस ग्यारह लड़कियों में से एक थी जिससे मैने ग्रीन कार्ड के लिए शादी की थी. मुजे वो लडकिया याद भी नही. लेकिन निंदा, निंदा वो अकेली लड़की थी जिससे देखकर मुजे कुछ हुवा था "

આપણા જીવનમાં ઘણા વ્યક્તિઓ આવે છે પણ જ્યારે કોઈ ખાસ વ્યક્તિ આવે ત્યારે એક અલગ જ ફીલિંગ આવે છે. આપણે એ ફીલિંગની અવગણના કરીએ ત્યારે દિલ બળવો કરે છે. અને એજ બળવા ને અહી "શોર " શબ્દ કહ્યો છે. એ શોર એવો તીવ્ર હોય છે જે તમે કાન બંધ કરીને એને દબાવી નથી શકતા કેમ કે એ શોર તમારા દિલમાં થી ઉઠે છે. અહીં હૃતિક રોશનને ખબર છે કે એ જે કરવા જઈ રહ્યો છે એમાં બહુ જોખમ છે પણ દિલ જે શોર કરે છે એના આગળ એનું કઇ નથી ચાલતું.

"दिल क्यों ये मेरा शोर करे

दिल क्यों ये मेरा शोर करे

इधर नहीं उधर नहीं, तेरी ओर चले "

આ એવો શોર છે કે સામે વાળી વ્યક્તિ પ્રત્યે તીવ્ર ખેંચાણ અનુભવાય છે. એને જ્યારે બીજા સાથે જોઈએ ત્યારે ઈર્ષ્યાનો ભાવ આવવો સહજ છે. અહીં હૃતિકના ચહેરા પર પણ આ ભાવ આછો આછો જણાઈ આવે છે.

"जरा देर में ये क्या हो गया

नज़र मिलते ही कहाँ खो गया

भीड़ में लोगों की वो है वहाँ

और प्यार के मेले में अकेला कितना हूँ मैं यहाँ"

એ પ્રિય વ્યક્તિ સાથે નજર મળે ત્યારે દિલને અચાનક જ કલ્પનાની પંખો ઊગી નીકળે છે અને દિલ કલ્પનાઓના આકાશમાં ઉડવા લાગે છે. નવી નવી કલ્પનાઓની એ શરૂઆત હોય છે. ઘણી વખત એવું થાય છે કે આજુબાજુ ઘણા લોકો હોય છે પણ આપણું દિલ તો ક્યાંક બીજે જ હોય છે . બસ એના જ વિચારો છવાયેલા હોય છે. એટલે જ ગમે તેવી ભીડમાં હોઈએ તો પણ આપણને એકલું જ લાગે છે અને એ એકલતા એવી હોય છે જેમાં રહેવું ગમતું હોય છે . એ વખતે એવી ફીલિંગ હોય છે કે બસ એનેની સાથેની કલ્પના અને ત્રીજા કોઈ પણ વ્યક્તિની હાજરી ત્યારે ખૂંચતી હોય છે.

"शुरू हो गयी कहानी मेरी

मेरे दिल ने बात ना मनी मेरी

हद से भी आगे ये गुजर ही गया

खुद भी परेशान हुआ और

मुझको भी ये कर गया"

ઉપરની પંક્તિ આ ગીતમાંની મારી ફેવરિટ છે. જ્યારે એક વખત કોઈથી પ્રેમ થઈ જાય ત્યારે એને સમજાવું બહુ ભારે પડી જતું હોય છે. દિલને સાચું શુ ? ખોટું શું એ ખબર જ નથી પડતી. પ્રિય વ્યક્તિના વિચારોમાં એક વખત દિલ અટવાઈ જાય પછી એને આપણે ગમે તેટલો પ્રયત્ન કરીએ તો પણ નથી સમજાવી શકતા. એમનમ નથી કહ્યું ને કે પ્રેમ આંધળો હોય છે. દિલ ત્યારે પ્રેમમાં કોઈ હદ ને નથી માનતું. બીજા કોઈ તો જવા દો આપણું પોતાનું કહેવું પણ નથી માનતું. એ વખતના ભાવ જ એવા હોય છે. તીવ્ર આકર્ષણ હોય છે જે આગળ જતાં સાચા પ્રેમમાં પરિણમી શકે.

એક વખત પ્રેમનો નશો ઉતરી જાય અને હકીકતનું ભાન થાય ત્યારે આ વાત સમજાય અને ત્યારે ઘણી વખત દિલ હદ બહાર પછતાય છે. કહેવાય છે વિચારીને પ્રેમ ના થાય. પ્રેમમાં આટલું જોખમ હોવા છતાં એનો વીમો કોઈ વીમા કંપની લેતી. પ્રેમ વિચારીને ના થાય છતાં આ જમાનામાં તો પ્રેમ વિચારીને જ કરવો પડે.

હવે આ વાત કરું આ ગીત સાંભળવું કેમ ગમે એવું છે ? આ ગીતની શરૂઆત એક વાંસળીની ધૂનથી થાય છે જેનાથી આ ગીત પ્રત્યે મન આકર્ષાય છે. આ ગીતના શબ્દો એકદમ સરળ છે પણ પણ દિલને ટચ કરી જાય છે. આ ગીતમાં રાજેશ રોશને સાવ ઓછા ઇન્સ્ટ્રુમેન્ટનો બહુ સારો ઉપયોગ કર્યો છે. વાંસળી , પિયાનો , કી બોર્ડ અને વાયોલીનનું એરેજમેન્ટ આમા સારું છે. પહેલા એક દમ સ્લો પછી ધીરે ધીરે ઉપર અને છેલ્લે એકદમ હાઈ પીચ પર આ ગીત ચાલે છે. આ ગીતમાં રાજેશ રોશને કેકેના અવાજનો ખૂબ અસરકારક રીતે ઉપયોગ કર્યો છે. કેકેનુ નામ આવે એટલે પૂછવાનુજ ના હોય. એના અવાજમાં કોઈ પણ પ્રકારનું ગીત શૂટ થાય છે. કેકેની રેન્જ પણ સારી છે. આ ગીતમાં કેકેનો અવાજ સંગીત થોડુંક લાઈટ પ્રકારનું હોવાથી કેકેનો અવાજ સ્પષ્ટ રીતે સાંભળી શકાય છે. ગીતને હાઇ ક્વોલિટીમાં ડાઉનલોડ કર્યા પછી કાનમાં ઈયરફોન ભરાવીને આ ગીત સંભાળજો . બસ એમાં તમેં ડૂબતા જ જશો ડૂબતા જ જશો

પ્રિતેશ હિરપરા "મિત્ર"