Yuddh no ant in Gujarati Biography by jadav hetal dahyalal books and stories PDF | યુદ્ધ નો અંત

Featured Books
  • ભાગવત રહસ્ય - 68

    ભાગવત રહસ્ય-૬૮   નારદજીના ગયા પછી-યુધિષ્ઠિર ભીમને કહે છે-કે-...

  • મુક્તિ

      "उत्तिष्ठत जाग्रत, प्राप्य वरान्निबोधत। क्षुरस्य धारा निशि...

  • ખરા એ દિવસો હતા!

      હું સાતમાં ધોરણ માં હતો, તે વખત ની આ વાત છે. અમારી શાળામાં...

  • રાશિચક્ર

    આન્વી એક કારના શોરૂમમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી એકત્રી...

  • નિતુ - પ્રકરણ 31

    નિતુ : ૩૧ (યાદ)નિતુના લગ્ન અંગે વાત કરવા જગદીશ તેના ઘર સુધી...

Categories
Share

યુદ્ધ નો અંત

યુદ્ધ નો અંત

જાદવ હેતલ

નમસ્કાર મિત્રો, આ કથા જ્યારે બીજા વિશ્વયુદ્ધના અંતે અમેરિકા દ્વારા હિરોશિમા પર લિટલ બોય નામ નો પહેલો અણુબોમ્બ ફેંકવામાં આવ્યો તે સમય ની છે. આ કથા એક સત્ય કથા છે. જો તેમાં કોઈ ભુલચુક હોય તો આશા છે કે તમે વાચક તરીકે એને માફ કરી ને પણ વાંચશો અને આ કથા ને યોગ્ય પ્રતિભાવ આપશો..

***

જો કોઇને કહીએ તો એ વાત માનવી મુશ્કેલ થઈ પડે કે માત્ર બાર માણસો એંસી હજાર માણસો ને થોડી જ ક્ષણોમાં મોત ને ઘાટ ઉતારી દે. પણ હા એ ગોઝારા દિવસે અમારી બાર સભ્યોની ટીમે એકસાથે ચાલીસ હજાર નાગરિકો ને દુનિયા માં કોઇ એ ના આચરી હોય એવી ક્રુરતા થી જાપાન ના હિરોશિમા ના ચાલીસ હજાર નાગરિકો ને કાળ ના ખપ્પર માં હોમી દીધા હતા.

એ ટીમ નો હું પણ એક સભ્ય હતો. અને એ મિશન પુરુ કરવામાં મારું પણ યોગદાન હતુ. હું કેપ્ટન રોબર્ટ લુઇસ. એક વાત તો જરુર થી કહું છું કે યુધ્ધ જ્યારે પણ થાય છે ત્યારે જીત ભલે ગમે તેની થાય પરંતુ હારવાનું બંન્ને પક્ષે જરુર થી થાય છે. જીત તો માત્ર કહેવાતી જીત પણ બંન્ને પક્ષ ને આર્થિક નુકસાન તો થાય છે જ પરંતુ બંન્ને પક્ષે માનવો નું તો નિકંદન જ નીકળે છે. અને એમાં ય વાત જ્યારે વિશ્વયુદ્ધ ની હોય ત્યારે એ આંકડો કરોડો ની સંખ્યા એ પહોંચી જાય છે. આંકડો જોનાર ને માત્ર એ આંકડો લાગે છે પરંતુ હકીકતમાં તો એની પાછળ હોય છે અનેક ની માતા ઓ નું કલ્પાંત, અનેક વિધવાઓ ની ચીસો અને અનેક ના બરબાદ થયેલા જીવન. ક્યારેક એવું પણ બને છે કે એ યુદ્ધ ના કાળમાં નિર્દોષ નાગરિકો નો પણ ભોગ લેવાઈ જાય છે એવું બને છે ત્યારે એક સૈનિક તરીકે અમારા માટે બહુ જ શરમ ની વાત હોય છે. પરંતુ દેશ માટે થઈ ને ક્યારેક અમારેય એવા કાર્ય ના ભાગીદાર બનવું પડે છે. એવા જ એક કાર્ય નો ભાગીદાર છું હું.

કદાચ એ સમય જ એવો હતો કે જ્યારે વેરઝેર માણસો પુરતુ નહિ દેશો વચ્ચે ફેલાઇ ગયું હતુ. એક દેશ બીજા દેશ પર કબ્જો જમાવવા તેને કચડી નાખવા તૈયાર થઇ ગયો હતો. અને એ સમય ની શરુઆત થઇ હતી ૧ સપ્ટેમ્બર ૧૯૩૯ થી. જ્યારે જર્મની એ વર્સેલ્સ ની સંધિ નો ભંગ કરીને પોલેન્ડ પર આક્રમણ કર્યું . ત્યાર બીજા વિશ્વયુદ્ધ ની શરુઆત થઇ તે કાળરાત્રી ૬ વર્ષ સુધી ચાલી અને અનેક સૈનિકો અને નાગરિકો ને મ્રૃત્યુની ઉંઘ માં સુવડાવતી ગઇ. અમારી અને અમારા દેશ ની ભુમિકા આ યુદ્ધ માં છેલ્લે જરુર શરુ થઈ પરંતુ એ યુદ્ધ નો અંત અમારા જ દેશ અમેરિકા એ કર્યો હતો. હા પણ એના માટે અનેક સૈનિકો અને નાગરિકો નો ભોગ લેવાઇ ગયો.

૭ ડિસેમ્બર૧૯૪૧ એ દિવસે હું ઘરે મારા પરિવાર સાથે હસી મજાક કરતા ડિનર લઇ રહ્યો હતો જ્યારે અમને સમાચાર મળ્યા કે જાપાને અમારા દેશ ના મહત્વ ના નૌકામથક પર્લ હાર્બર પર હમલો કર્યો છે. એમાં જાપાને U. S Navvy ના ૮ યુદ્ધ જહાજો ને ડુબાડી દીધા. ૩યુદ્ધ જહાજો, ૩ ડિસ્ટ્રોયર, એન્ટિએરક્રાફ્ટજહાજ, અને એક માઇનલેયર ને પણ નુકસાન પહોંચાડ્યું છે. ૨૪૦૩ અમેરિકનો માર્યા ગયા. અને બીજા ૧૧૭૮ નાગરિકો ગુમ થઇ ગયા. આ ઉપરાંત પ્રશાંત મહાસાગર માં આવેલા અમેરિકન માલિકીના અડધો ડઝન ટાપુઓ પર કબ્જો જમાવ્યો છે. અમને બીજા દિવસે તરત જ આર્મી ના અમારા કેમ્પ માં હાજર થઈ જવાનો હુકમ મળ્યો હતો . અને ત્યારે જ હું સામાન બાંધી દેશ માટે પોતાની ફરજ બજાવવા નીકળી પડ્યો.

જાપાને અમારા પર્લ હાર્બર પર હુમલો કરી ને અમને યુદ્ધ નું આમંત્રણ આપ્યું હતુ એ જોઇ અમારા બધા નું લોહી ઉકળતું હતુ. અમારામાં નો દરેક સૈનિક અને પાયલટ યુદ્ધ માં કંઈ કરી બતાવવા માટે થનગની રહ્યાં હતા.

અમેરિકા એ ગુમાવેલા એ ટાપુઓ ને પાછા મેળવવા માટે ગુઆમ ટાપુ ના મોરચે લડતા અમારા ૭૮૦૦ સૈનિકો શહીદ થયા. ઇવો જિમા ટાપુ માટે ૨૬૦૦૦ અમેરિકન સૈનિકો, અને ઓકિનાવા ટાપુ માટે ૧૨૫૦૦અમેરિકન સૈનિકો શહીદ થયા. અને એ સિવાય પ્રશાંત મહાસાગર માં ખેલાયેલા ‘બેટલ ઓફ મિડ વે’ અને ‘બેટલ ઓફ કોરલ સી’ જેવા ભીષણ મહા સંગ્રામો માં બંન્ને પક્ષે લાખો યોદ્ધાઓ માર્યા ગયા. એ યુદ્ધ માંજાપાને પોતાનું મોટાભાગનું નૌકાદળ ગુમાવી દીધુ. એ સાથે બ્રહ્મદેશ, સિંગાપુર, મલાયા, ફિલિપાઈન્સ જેવા જિતેલા પ્રદેશો પણ ગુમાવી દીધા. આ છતાં ય જાપાન હાર સ્વીકારવા તૈયાર ન હતું. બંન્ને પક્ષે સૈન્ય ખુવારી નો આંકડો મોટો થતો જતો હતો. અને અમેરિકા વહેલી તકે યુદ્ધ સમેટવા માગતુ હતુ. જેથી સૈન્ય ખુવારી ના આંકડો ઘટાડી શકે.

૧૫ જુન ૧૯૪૪ ના રોજ તેના પાટનગર ટોકિયો અને બીજા ઔદ્યોગિક શહેરો પર B 29 બોમ્બરો વડે મોટાપાયે આકાશી હુમલા કર્યા . જાપાન ના મોટા ભાગ ના ઔદ્યોગિક શહેરો ને અને નાગરિકો ના રહેઠાણોને ખાસું નુકસાન થયું. જાપાન માં મોટા ભાગ ના મકાનો લાકડાના હતા એટલે આગ ચાંપનારા પદાર્થો ધરાવતા incendiary પ્રકારના બોમ્બ વડે ટોકિયો, ઓસાકા, યોકોહોમા સહિત ના જાપાન ના ૬૭ શહેરો પર બોમ્બ મારો ચલાવ્યો. રોજ રાત્રે હુમલો કરી ત્યાં તારાજી ફેલાવા માં આવતી.

૯ માર્ચ ૧૯૪૫ ના રાત્રે સામટા ૨૭૯ વિમાનોએ ૬થી ૭ ટન જેટલા બોમ્બ સાથે ટોકિયો પર હુમલો કર્યો . લગભગ ૪૦ કિમી જેટલા વિસ્તાર ને ભસ્મીભુત કરી દેવાયા. શહેર ના ૨૬૭૦૦૦ જેટલા મકાનો નાશ પામ્યા અને એમાં ૧૮૫૦૦ જેટલા લોકો માર્યા ગયા. ટોકિયો પછી ઓસાકા, કાબે, નગોયા, 7 જેવા શહેરો પર પણ બોમ્બમારો કરવામાં આવ્યો. અમારા વિમાનો એ લગભગ ૧૦૦૦૦ ટન બોમ્બ ફેંક્યા હશે. જેમણે જાપાન ના શસ્ત્રો બનાવતા ૬૦૦૦ કારખાના નો નાશ કર્યો . પણ જાપાન ય લડાયક મિજાજ ધરાવતો દેશ એમ આસાનીથી હાર માની લે એવો નહતો.

એક તરફ અમે જાપાન પર હવાઇ હુમલા કરી જાપાન ને ઝુકાવી દેવા પ્રયત્ન કરતા હતા. ત્યાં બીજી તરફ ચાલી રહ્યું હતું એક સિક્રેટ મિશન ‘મેન હટન’. જે નો સુત્રધાર હતો બ્રિગેડીયર જનરલ લેસ્લી ગ્રોવ્સ. એણે ઇટાલી, જર્મની અને હંગેરી છોડીને અમેરિકા માં વસેલા ભૌતિક નિષ્ણાતો એનેરિકો ફર્મી, જે. રોબર્ટ ઓપન હાઇમર, લિઓ ઝિલાર્ડ ને એકઠા કર્યા. અને અણુબોમ્બ બનાવવાનું કાર્ય પ્રમુખ હેરી ટ્રુમન ના આદેશથી શરુ કરાવી દીધું હતુ. એક તરફ જર્મનીમાં હિટલરે પણ અણુબોમ્બ બનાવવા ની કવાયત શરુ કરી દીધી હતી. એટલે અમેરિકા એ પોતાનું કામ ૧૯૪૧ માં શરુ કર્યું હતુ. પણ બીજી સમસ્યા ઓ આવતી હોવા ને લીધે વિલંબ થયે જતો હતો.

ટોચ ના ભૌતિક નિષ્ણાતો એ અણુબોમ્બ બનાવવાના અભિયાન પર સંશોધન કરી રહ્યાં હતા એ દરમિયાન બ્રિગેડીયર જનરલ લેસ્લીએ જુદા જુદા રેગિસ્તાન માં જુદી જુદી કવાયત અણુ બોમ્બ ફેંકવા ની પુર્વ તૈયારી ના ભાગ રુપે શરુ કરાવી દીધી હતી. ત્યારે અમે એ કવાયત ના હેતુ થી અજાણ હતા. એણે વાયુસેના ના ૧૫૦૦ અફસરો નું ગ્રુપ નં ૫૦૯ રચ્યુ. જેનો હું પણ એક સભ્ય હતો. અને એ ગ્રુપ ના સરદાર તરીકે નિમણુક કરી કર્નલ પોલ ટિબેટ્સ ની. પોલ ટિબેટ્સ ને B 29 બોમ્બર પ્લેન ના સંચાલન નો પુરો અનુભવ હતો. અને કવાયત કરાવવા નો હેતુ અણુબોમ્બ ની ફેંકવા ના મહાવરા રુપે હતો.

કર્નલ પોલ ટિબેટ્સ ને B 29 બોમ્બર પ્લેન ને ૧૫૮0 નો ટર્ન મારીને તેમજ વધુ ઝડપ પ્રાપ્ત કરવા મોરો નમાવીને મહત્તમ સ્પીડ પકડીને પાછા વળી જવાની પ્રેક્ટિસ વારંવાર કરાવવા માં આવતી. કર્નલ પોલ ટિબેટ્સે એ જ પ્લેનને એ રીત થી અનેકવાર સફળતાપુર્વક ઉડાડ્યું હતું. વિશેષ પ્રેક્ટિસ માટે કેરેબિયન સમુદ્ર માં આવેલા ક્યુબા તરફ પ્રેક્ટિસ કરાવવામાં આવતી. ત્યારે પણ અમારી ટીમને એ વાત ની પાકી ખાતરી નહોતી કે અમારે જાપાન પર અણુબોમ્બ ફેંકવા જેવું વિનાશક કામ કરવાનું છે.

પ્રશાંત મહાસાગર માં મરિઆના ટાપુસમુહ નો ટિનિઆન તરીકે ઓળખાતો ૧૦૧ ચોરસ કિમીનો વિસ્તાર ગ્રુપ નં ૫૦૯ માટે હવાઇ અડ્ડો બની ગયો. વિરાટ કદ ના પંદર B29 બોમ્બર પ્લેન ને અહિં લાવી દેવામાં આવ્યા. ટિનિઆન ટાપુ થી જાપાન ૨૫૬૦ કિમી દુર હતું.

ટિનિઆન ટાપુ પર ગ્રુપ નં ૫૦૯ ને અલગ એરિયા ફાળવવા માં આવ્યો. એ વિસ્તાર ની ચોતરફ તાર ની વાડ કરવામાં આવી. એ પછી એટલો કડક ચોકી પહેરો રાખવામાં આવ્યો કે જનરલ કક્ષાના અફસરે પણ અંદર જવા માટે પોતાનું ફોટો આઇ. ડી. વાળું ઓળખપત્ર બતાવવું પડતુ. અને વારેવારે B29 પ્લેન્સ ટેક ઓફ કરીને ક્યાં જતા તે વાત થી બધા પાયલટ અજાણ હતા..

જુલાઈ ના છેલ્લા ત્રણ અઠવાડિયામાં ત્રણ અમેરિકન વિમાનો ટિનિઆન ના ગ્રુપ નં ૫૦૯ ના રન વે પર ઉતર્યા. આ ત્રણેય માં કિરણોત્સર્ગી U235 ના એકેક નાના ચક્કા નું પાર્સલ હતું. અને બાકીનું ખુટતું મટિરિયલ U235 ભૌતિક નિષ્ણાતો એ બનાવેલા અણુબોમ્બ માં હતું જે ‘ઈનડિઆનાપોલીસ’નામનું ક્રુઝર યુદ્ધ જહાજ માંબોમ્બ ના લોખંડી પટારા સાથે અમેરિકા ના સાનફ્રાન્સિસ્કો બંદરે થી નીકળી ચુક્યું હતુ. પ્રવાસ શરુ કરતા પહેલા કેપ્ટન અને નાવિકો ને સુચના આપી દેવાઇ હતીકે જો એવા સંજોગો ઉભા થાય કે જહાજ ને કશુક થાય અને જહાહ ડુબવા માંડે તો સૌ પહેલા એ પટારા ને મોટી લાઇફ બોટ માં મુકી બચાવી લેવાનો હતો નાવિકો એપોતાની સલામતીનું પછી જોવાનું. અને જો તેમ પણ ના બની શકે તો ફરજ ના નામે એ બધા એ શહિદ થઇજવાનું હતુ. પણ હિરોશિમા ના બદનસીબે એવું કશું બન્યું નહિ અને જહાજ સહીસલામત ટિનિઆન ટાપુ પર પહોંચી ગયુ

મિશન ના બે દિવસ પહેલા ઓગસ્ટ ૪, ૧૯૪૫ ના રોજ અમેરિકન નૌકાદળના કેપ્ટન વિલિયમ પાર્સન્સે B29 ના ચાલક સભ્યોને બ્રિફિંગ રુમ માં બોલાવવા માં આવ્યા. અને ન્યુ મેક્સિકો ખાતે ભૌતિક નિષ્ણાતો એ કરેલા અણુબોમ્બ ના પરિક્ષણ ની ફિલ્મ બતાવી ત્યારે એ શસ્ત્ર ની ભયાનકતા નો ખ્યાલ આવ્યો. એ અણુબોમ્બ ના વિસ્ફોટ પછી કિરણોત્સર્ગી મશરુમ વાદળ જોઇને ખબર પડી કે અણુબોમ્બ ને હવામાં તરતો મુક્યા પછી શા માટે તાત્કાલિક ૧૫૮૦ નો ટર્ન લઇને પાછા વળી જવા ઉપર શા માટે ભાર મુકાયો હતો. વિમાન જો ભુલેચુકે પણ પણ જો એ વાદળમાં ફસાયું તો કોઇનું ય જીવતા બચી જવું અશક્ય હતું. કેપ્ટન વિલિયમ પાર્સન્સ અણુબોમ્બ ની રચના નો જાણકાર તો હતો જ પણ સાથે સાથે ‘લિટલ બોય’ ને એક્ટિવેટ કરવા નું કામ પણ એણે જ કરવાનું હતુ. અને એ માટે બાર જણા ની ચાલક ટુકડી માં એ પણ સામેલ હતો. ત્યારે અમારા B29 પ્લેન કે જેને જાપાન ના શહેર પર અણુબોમ્બ નાખિને તારાજી ફેલાવવા ની હતીએ B29 બોમ્બર પ્લેન ને એનોલા ગેય નામ આપવામાં આવ્યું કે જે કર્નલ પોલ ટિબેટ્સ ની માતા નું નામ હતું. અણુબોમ્બ ને છેવટ સુધી નિષ્ક્રીય જ રહેવા દેવાનો હતો જેથી કરીને ચાલુ પ્રવાસે અકસ્માત થાય કે ટેક ઓફ વખતે પ્લેન ને કંઇ થાય અને અને બોમ્બ પટકાય તો પણ ફુટે નહિ. શહેર ની નજીક પહોંચ્યા પછી જ એના સેફ્ટીફ્યુઝ કાઢી અથવા બદલી નાખવા ના હતા.

૬ ઓગસ્ટ, ૧૯૪૫ અને સમય મધરાત પછી ૧:૩૭ વાગ્યે ટિનિઆન ટાપુ ના રનવે પર થી ત્રણ B 29 પ્લેન આકાશમાં ચડ્યા અને જાપાન નો પ્રવાસ શરુ કર્યો . આ પ્લેન ના ચાલકો એ અનુક્રમે હિરોશિમા, નાગાસકી, અને કોકુરા ત્રણેય શહેર ના હવામાન ની તપાસ કરવા ની હતી. એ માટે ત્રણેય પ્લેન ને અલગ અલગ દિશામાં ઉડાન ભરવા ની હતી. નિશાન બરાબર જોઇ શકાય એવું હવામાન કયા શહેર છે એના સાંકેતિક મેસેજ પાછળ આવી રહેલા ‘લિટલ બોય ‘ ના B 29 ને વાયરલેસ રેડિયો વડે આપવા નો હતો . અને પછી ત્રણ માંથી જે શહેર નું હવામાન સાફ હોય એ શહેર ના આકાશમાં અમારા B 29 પ્લેન ના ચાલક કર્નલ પોલ ટિબેટ્સે અણુબોમ્બ તરતો મુકવા નો હતો. એ ત્રણેય પ્લેન ના રવાના થયા બાદ કલાકેક પછી રાત્રે ૨:૪૫ વાગે અમે કર્નલ પોલ ટિબેટ્સે સાથે પ્લેન લઇને ટિનિઆન ના રનવે પર થી દોટ મુકી. B 29 પ્લેન માં સવા ચાર ટન નાો વજનદાર અણુબોમ્બ હતો. ચાર એન્જિનો નો કુલ હોર્સ પાવર ૮૮૦૦ હતો. છતાં બોજાના લીધે સ્પીડ પકડ માં આવતી ના હતી. હું કર્નલ પોલ ટિબેટ્સ સાથે કો પાયલટ હતો. મારું ધ્યાન સતત સ્પીડોમીટર પર હતું. કલાક ના ૧૨૦ કિમી…૧૬૦ કિમી, ૨૦૦ કિમી પ્લેન ની સ્પીડ વધતી જતી હતી. રન વે ૨૬૦૦મીટર લાંબો હતો. થોડી સેકન્ડોમાં તો પ્લેને પોણા ભાગ નું અંતર કાપી નાખ્યું . લગભગ છેડા પર પહોંચી કર્નલ પોલ ટિબેટ્સે પ્લેન ના રન વે પરથી ઉડાન ભરી. અમારી સફર લગભગ ૧૩ કલાક લાંબી હતી. અમુક સમય પછી B 29 પ્લેન જાપાન ની દિશા પકડી. સાઇપાન ટાપુ ને પસાર કર્યા બાદ પ્લેન પ્રશાંત મહાસાગર ના આકાશમાં મહત્તમ સ્પીડ પકડી. અમારા B 29 ની આગળ પાછળ ત્રણ B29 ઉડી રહ્યાં હતા. એક પ્લેન માં અણુધડાકાના ફોટોગ્રાફ્સ લેવા માટે ના કેમેરા હતા જ્યારે બીજા બે પ્લેન મા્ અણુબોમ્બ ની વિસ્ફોટ શક્તિ અને કિરણોત્સર્ગ માપતા અલગ અલગ વૈજ્ઞાનિક સાધનો હતા. અને ત્રીજા પ્લેન નું કામ એનોલા ગેય માં જો કોઇ ખામી આવે તો એનાોલા ગેય ની જગ્યા લેવાની હતી . અને ત્યારે લિટલ બોય ને પણ એમાં જ ટ્રાન્સફર કરી દેવા નો હતો. પરંતુ એનોલા ગેય માં કોઈ ખામી ના આવી નહિ.

એ દરમ્યાન કેપ્ટન વિલિયમ પાર્સન્સ B 29 ના ફાલકા માં ઊતર્યો જ્યાં અણુબોમ્બ ગોઠવેલો હતો. એણે લિટલ બોય ને એક્ટવેટ કરવાનું શરુ કર્યુ . એ સમયે રાતના ૩: ૧૮ નો સમય હતો. પરંતુ જાપાન ના નાગરિકો માટે તો ત્યારથી જ કાળરાત્રિ શરુ થવાની હતી.

સવાર ના ૬:૦૭ વાગે ઇવો જિમા ટાપુ સુધી પહોંચ્યા બાદ લેન્ડિંગ ટોપ નામના પ્લેને ત્યાં ઉતરાણ કરી દીધું. કેમ કે એ એનોલા ગેય નું બેકઅપ પ્લેન હતું જેની જરુર નહતી. બાકીના ત્રણ વિમાનો એ પોતાનો પ્રવાસ ચાલુ કર્યો . આગળ ના ત્રણેય પ્લેન અમારાથી ઘણા આગળ હતા. આ ત્રણેય પ્લેન ને જાપાન ત્રણેય નિશાન બનનારા શહેરો ના વાતાવરણ ની તપાસ કરવાની હતી. અને જેપણ શહેર ના વાતાવરણમાં વાદળો ની સંખ્યા ઓછી હોય એ શહેર ના નાગરિકો માટે કાળ બનવાનું હતુ. કેપ્ટન વિલિયમ પાર્સન્સ અને એનો મદદનીશ એન્જિનિયર સેકન્ડ લેફ્ટનન્ટ મોરિસ જિપ્સન બંન્ને એ લિટલ બોય ને યાંત્રિક રીતે એક્ટિવેટ કરી દીધો હતો. પરંતુ યંત્રો ના વીજસપ્લાય માટે બેટરી ની સ્વીચ ઓન નહોતી કરી. એ કામ એમણે નિશાન બનનારા શહેર ના આકાશમાં જઇને કરવાનું હતું. સવાર ના ૮:૨૫ થઈ ગયા હતા પરંતુ હવામાન નું નિરિક્ષણ કરવા ગયેલા ત્રણેય પ્લેનો દ્વારા કોઇ સંદેશ મળ્યો નહોતો. બરાબર ૮:૩૨ વાગ્યે હિરોશિમા ગયેલા B 29 તરફ થી અમને સાંકેતિક મેસેજ મળ્યો.

Y-2, Q-3, B-2, C-1 આ સાંકેતિક મેસેજ નો અર્થ હતો કે હિરોશિમા ના આકાશ માં૩૦% વાદળો છે. બાકીનું ૭૦% આકાશ ચોખ્ખું છે. મતલબ જે શહેર નિશાન બનવાનું હતુ એ હતુ હિરોશિમા . અને તરત જ કર્નલ પોલ ટિબેટ્સે એનોલા ગેય ને એ દિશામાં વાળ્યું .

હિરોશિમા ના સ્થાનિક સમય મુજબ સવાર ના ૮:૦૦ વાગ્યા હતા. હિરોશિમા કોઇ ઔદ્યોગિક શહેર હતુ નહિ. એટલે અમારા વિમાનો એ બીજા શહેરો કરતાં હિરોશિમા ને સૌથી ઓછું નુકસાન કર્યું હતું. જેનું સાટું આજ અમારે લાખો લોકો નો ભોગ લઇને વાળવાનું હતું. અમે સવાર ના૮:૧૫ વાગ્યે હિરોશિમા પહોંચ્યા. ત્યારે ચેતવણીરુપ એક સાયરન વાગી. ત્યારબાદ એક B29 માં થી અમે ત્રણ પેરાશુટ બહાર કાઢ્યા. જેમાં કિરણોત્સર્ગ માપતા સાધનો હતા. જેમનો ડેટા સંદેશ રુપે B 29 પ્લેન નાં રિસિવર ને મળવાનો હતો. અમુક સેકન્ડ પછી એનોલા ગેય માંથી કર્નલ પોલ ટિબેટ્સ દ્વારા ‘લિટલ બોય’ પેરાશુટ ની મદદ થી હવામાં તરતો મુકવામાં આવ્યો. કે જે અણુબોમ્બ ને વીજ સપ્લાય આપતી બેટરીની સ્વીચ કેપ્ટન વિલિયમ પાર્સન્સ દ્વારા અમુક સેકન્ડ પહેલા ઓન કરી દીધેલ હતી. ને એજ ક્ષણે કર્નલ પોલ ટિબેટ્સે B29 પ્લેન ને ૧૫૮૦ નો ટર્ન મારીનેપ્લેન ને થોડા મીટર ઓર ઉપર ચડાવીને વિરુદ્ધમાં દિશામાં પ્લેન ને ઉડાડ્યું. તે સાથે કર્નલ પોલ ટિબેટ્સે રાહત નો શ્વાસ લેતા મને કહ્યુ, ’હવે યુદ્ધ નો અંત નક્કી છે.. ગણતરીની સેકંડોમાં જ અમારું B29 લિટલ બોય ના ધમાકાથી ૯માઇલ (૧૮કિમિ) દુર પહોંચી ગયા. લિટલ બોય નો વિસ્ફોટ હિરોશિમા ના આકાશમાં તરતો મુક્યાના ૪૩ સેકંડે થયો. એ વિસ્ફોટ નો પ્ર૮કાશ ૧૦ સુર્યો ના જેટલો હતો. આરંભમાં જાંબલી, પછી કેસરી અને પછી સફેદ કિરણોત્સર્ગી મશરુમ વાદળો એ પોતાનો વ્યાપ વધારીને ૫૫૦ કરી નાખ્યો . અને એ નું તાપમાન હતું ૫, ૫૦૦૦૦૦ સેલ્સિયસ . એ વિસ્ફોટ નો પ્રકાશ અને એના કિરણોત્સર્ગી મશરુમ વાદળો ની તીવ્રતા અમે એટલા અંતરે થીયે એટલી સ્પષ્ટ રુપે જોઇ શક્યા. એ વાદળો નું સ્વરુપ જોઇને મારા મોં માથી નીકળી ગયુ, ” Oh god what have we done. ?” મતલબ” હે ઈશ્વર અમે શું કરી દીધું ?”

અમારું મિશન પતાવીને પ્રશાંત મહાસાગર પરથી સળંગ સાડા ૬ કલાક ની સફર જ્યારે અમે પાછા આવ્યા ત્યારે અમારુ સ્વાગત કરવા માટે ખુશ્કીદળ, હવાઇદળઅને નૌકાદળના ના લશ્કરી અફસરો હાજર હતા. જેમણે અમને ચંદ્રક પહેરાવીને અમારું સ્વાગત કર્યું . ત્યારે જે થયું એ બદલ અમને દુ:ખ હતું. પણ સાથે અમને બધાને આશા હતી કે જાપાન શરણાગતિ સ્વીકારી હથિયાર હેઠા મુકી દેશે. પ્રમુખ હેરી ટ્રુમને રેડિયો પર થી જાપાન પર અમેરિકા દ્વારા અણુબોમ્બ ફેંકાયા ની સત્તાવાર જાહેરાત કરી. સાથે સાથે જાપાન ની સરકાર ને ધમકી પણ આપી કે જાપાન લડાઇ બંધ કરીને શરણાગતિનહિ સ્વીકારે તો જાપાન ના બીજા શહેરો નીહાલત પણ હિરોશિમા જેવી થશે. એ પછી અમેરિકન સરકાર તેમજ અમને હતું કે જાપાન હવે યુદ્ધ માંહાર માની લેશે પરંતુ બે દિવસ થઈ ગયા જાપાનતરફ થી ના તો શરણાગતિ નો કોઇ સંદેશ મોકલવામાં આવ્યો ના તો યુદ્ધ બંધ થયું . સરકાર માટે વહેલામાં વહેલી તકે જાપાન શરણાગતિ સ્વીકારે અને લડાઇ બંદ થઈ જાય એ જરુરી હતુ. આખરે કમને સરકાર ને જાપાન ના બીજા શહેર પર બીજો અણુબોમ્બ ફેંકવાનો નિર્ણય લેવો પડ્યો. અને છેવટે ૯ઓગસ્ટ ૧૯૪૫ ના રોજસવાર ના નાગાસાકી પર ફેટમેન નામનો અણુબોમ્બ ઝીંકાયો. જેનાથી નાગાસાકીમાં પણ અંદાજે ચાલીસેક હજાર માણસોનું મ્રૃત્યુ થયુ. ને બાકીબચ્યા એ રિબાઇ રિબાઇને મરવા માટે બચી ગયા. આ અણુબોમ્બ ફેંકવામાં કો પાયલટ તરીકે હું નહોતો રહી શક્યો.

એ પછી વાયુદળમાં અમુક વર્ષો સેવા આપીને પછી મે નોકરી છોડી દીધી . ને એ પછી મુર્તિ ઓની કારીગરી કરવાનું શરુ કર્યું . પણ એક દિવસ મારી મુલાકાત એ માણસ સાથે થઇ કે જે હિરોશિમા પર થયેલા હુમલા માં જીવતો બચી ગયો હતો. એનું નામ હતું ત્સુમોઉ યામાગુચી. એણે મને એ હુમલા પછી લોકોની અવદશાનું વિસ્તારપૂર્વક વર્ણન કર્યું . એણે કહ્યું, ”એ અણુબોમ્બ ના અમુક મીટર ના વિસ્તારમાં જે લોકો હતા એમના તો શરીર ની માત્ર છાપ બાકી રહી ગઇ કારણ કે એમનાં શરીરોનું બાષ્પીભવન થઇ ગયું હતુ. અને બાકીના બળીને એ હદે કાળા પડી ગયા કે એમનો આગળનો ભાગ કયો અને પાછળનો કયો એ ઓળખી શકાય એવું ય ના રહ્યું . લાખો ડિગ્રી સેલ્સિયસ નીગરમીમાં દાઝેલા લોકો યે એ આશા એ કે ઓતા નદીનું પાણી થોડી ઠંડક આપશે એ વિચારીનદીમાં પ્રવેશ કર્યો તો તેના ઉત્કલબિંદુ કરતા યે અનેકગણા વધારે ટેમ્પરેચરે ઉકળી ગયેલા પાણીએ એમને બાફી દીધા.

જે બચી ગયા એમને વિક્રૃત ચહેરા અને શહેરો સાથે રિબાઇ રિબાઇ ને મરવા માટે જીવતા રહેવું પડ્યુ. એણે મને કહ્યું કે હું એ સમયે શહેર ની બહાર ટેકરી પર ઉભો હતો. અને જે વિસ્ફોટ થયો એ પછી એણે જોયું કે એના મામા દુર થી બળેલી હાલત માં આવી રહ્યાં હતા ને એમનો અડધો ચહેરો પીગળી ગયો હતો. એક સ્ત્રી નો ચહેરો કાનસુધી ચીરાયેલો હતો. એક યુવાન નીઆંખમાં ૧૨” ની ખપાટ ઘુસી ગઇ હતી . તેમજ એના શરીરમાં પણકાચ ના ટુકડા ઓ ઘુસેલા હતા. હું પણ એ વિસ્ફોટ માં દાઝેલો અને ઘવાયેલો હતો. પણ એ પછી ની સારવાર થી બચી ગયો હતો.. તમારી સરકારે અમારા દેશની સરકારે કરેલા હુમલા નો બદલો અમારા જેવા નિર્દોષ નાગરિકો પર લીધો . ”

એનું વર્ણન સાંભળીને હું આખી રાત રડ્યોને દિવસો સુધી એણે વર્ણન કરેલા દ્રશ્ય મારી આંખ સામે થી ખસતા જ નહોતા. હું પોતાની જાતને કમનસીબ સમજવા લાગ્યો કે મારે આ મિશન માં સહભાગી થવું પડ્યુ. ને એ પછી પુસ્તક લખવાનો નિર્ણયની લીધો કે આ પુસ્તક વાંચી ને લોકોને અને દેશની સરકારો વિશ્વયુદ્ધ શરુ કરતા પહેલા વિચારે.

હું એવીજ આશા રાખું છું કે ક્યારેય આ વિશ્વ ને ત્રીજા વિશ્વયુદ્ધ નો સામનો નાકરવો પડે. અને જો કોઇ પણ ભવિષ્યમાં આવું બન્યું તો ઇશ્વરે રચેલી આ સુંદર સ્રૃષ્ટિ નો ભયાનક અંત નક્કી છે.

***