Turning point in L.A. - 3 in Gujarati Fiction Stories by Vijay Shah books and stories PDF | ટર્નિંગ પોઈન્ટ ટુ એલ.એ. - 3

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

ટર્નિંગ પોઈન્ટ ટુ એલ.એ. - 3

પ્રકરણ ૩

સ્વીટ સિક્સટીન પાર્ટી.

વકિલો ગમે તે નામ આપે પણ લખાણું એટલે તેના ભંગ સમયે વકીલો પાછા લઢવાનાં જ. અને સામાન્ય રીતે લખાણ ભરોસો બેસાડવા જ થતા હોય છે. આ કોંટ્રાકટ મેરેજને અક્ષર તો હસતો જ હતો. તેમાં જેટલા બંધનો હતા તેટલી તે છુટ લઈ શકતો હતો. વળી રૂપા તો હજી ભોળી છે..વડીલોની હાજરી જ્યારે મેઘાની હોય ત્યારે રૂપાની મજાલ કે ચું કે ચા થાય?

રૂપાની સોળમી વર્ષ ગાંઠે, સ્વીટ સિક્સટીન પાર્ટીમાં અક્ષરને તેનો બોયફ્રેંડ જાહેર કરવાની ઘડી હતી. ચાર મહીના થઈ ગયા હતા. કોઇએ એક મેકનો કોઇ પણ રીતે સંપર્ક ન કર્યો હતો. પૈસા નિયમિત રીતે પહેલી તારીખે પહોંચી જતા હતા. રૂપા માટે અક્ષરે કરેલી વાતો ખોટી નીકળેલી. રૂપાનાં શૈશવે ફક્ત એક જ નામ હતું અને તે અક્ષરનું.

તેનાં જન્મ દિવસની પાર્ટીમાં અક્ષરને આમંત્રણ મેઘા દ્વારા જાનકી એ આપેલું અને જાનકી ને અક્ષયે ફોન દ્વારા કન્ફર્મ કરેલું તેથી તે દિવસે આવશે કે મળશે વાળી આશંકા હતી નહી. રૂપા પરી પાસેથી અક્ષર વિશે ઘણું જાણતી હતી. હા છેલ્લા અઢી વરસ થયે વાત નહોંતી કરી. તેને તેની સાથેની દરેક પળોનો રોમૅન્ટિક હિસાબ તેને યાદ તો હતો જ. પણ હવે એ અલ્લ્ડપણું જતું રહ્યુ હતું.

અક્ષરને જોયા પછી જાનકીને ચિંતા થતી હતી પણ આ એવું દુઃખ હતું કે જે સહન કર્યે જ છુટકો હતો..જે એવો એરુ હતો જેણે જુવાની પહેલાં દીકરીને ડંખી ગયો હતો. સદાશિવ. મેઘા, રામ અવતાર અને જાનકી ત્યાં હાજર હતા પણ એક ભય જેના જુદા-જુદા સ્વરૂપ સૌને દેખાતા હતા. નાનકડો પાર્ટી હૉલ મિત્રોથી ભરેલો હતો. વડીલો કેક કાપ્યા પછી જતા રહેવાનાં હતા. જુવાનીયાઓની ધમાલમાં રામ અવતારે લેડીઝ પોલિસ સાદા ડ્રેસમાં રાખી હતી કે જેથી ઘડી એ ઘડી નો અહેવાલ મળે.

અક્ષર શુટ પહેરીને આવ્યો હતો સદાશિવની મીની કોપી હતો. રૂપા બે સખીઓ સાથે જ્યારે હોલમાં પ્રવેશી ત્યારે એના રુપે સન્નાટો વ્યાપી ગયો. સુંદર આસમાની કલરનાં ડ્રેસમાં તે ખીલતી હતી .. બેશક અક્ષર તેની પાસે વામણો અને ઉતરતો લાગતો હતો. હળવા મ્યૂઝિક સાથે પીણું પીરસાયું અને પહેલા રામાવતાર અને જાનકીને તે પગે લાગી. સોળમા વર્ષ પ્રવેશનાં આશિષ મેળવ્યા. પછી સદાશીવ અને મેઘાને પગે લાગી અને મિત્રોની શુભેચ્છાઓ લેતી લેતી તે મુખ્ય ટેબલ તરફ વળી જ્યાં તેની કેક હતી.

ચારેય વડીલોની નજર અત્યારે અક્ષર અને રૂપાની તરફ હતી ત્યારે ડી.જે એ અક્ષરને ઇશારો કર્યો અને ૨૪ લાલ ગુલાબનો ગુલદસ્તો લઈ રૂપા તરફ જવા કહ્યું. રૂપાની આંખમાં વહાલ નહોંતુ. અક્ષર સહેજ ડરી ગયો. પણ ડીજે એ શબ્દોનાં પુલો બાંધી હિંમત આપી અને પરી એ માઇક હાથમાં લઇને ગાયુ “ભાભીને મારો.. હેપી ભાઇ કહે હેપી બર્થ ડે.. હેપી બર્થ ડે.”

પુષ્પો અપાઈ ગયા કેક કપાઈ ગઈ અને ડાન્સ પ્રોગ્રામ શરુ થવાનો હતો તેથી વડીલોએ હૉલ છોડીને તેમના રૂમ પ્રતિ પ્રયાણ કર્યુ.

અક્ષર તો રૂપાનું ઉઘડેલું રૂપ જોતો જ રહ્યો. મેઘાએ કહ્યું હતું તેનાથી તો ઘણું જ સુંદર હતુ. તેણે મમ્મીનો મનોમન આભાર માન્યો. સ્ટેજ ઉપર તે ઘડી આવી ગઈ જ્યારે બોય ફ્રેંડની ઓળખાણ સૌને કરાવવાની હતી.

રૂપાને માઇક હાથમાં આપ્યુ અને તેનો ચહેરો ફુલની જેમ ખીલી ગયેલો જોઇને પરી ખુશ થઈ ગઈ.

“ મારો સાહ્યબો પરીનો ભાઈ અક્ષર.. હું નાસમજ હતી ત્યારથીજ હું અક્ષર સાથે રહેવા મથતી હતી અને આજે સમજણી થયા પછી તો આખી જિંદગી સાથે રહેવા માંગુ છું બસ શરત એટલી જ કે આખી જિંદગી તે યસ મેમ કહીને મારા કંટ્રોલમાં રહે. મને રાણીની જેમ રાખે અને મારું કહ્યું જ માને.”

આખા હોલમાં હસાહસ થઈ રહી હતી.

અક્ષરે માઇક હાથમાં લઈને કહ્યું “યેસ મેમ”

ફરીથી હાસ્યનું મોજુ ફરી ગયું

પાછુ માઇક હાથમાં લેતા રૂપા બોલી “ તને સમજ નથી પડતી અક્ષર કે આજના દિવસમાં શું કરવાનું? ચાલ મને ,, તારી ગર્લ ફ્રેંડને કીસ કર.”

અક્ષર કહે “ મને શરમ આવે છે. આટલા બધાની હાજરીમાં..હું નફ્ફ્ટ નથી.”

“ મને ના પાડે છે?”

“ના. હું તો લાઈટ બંધ કરવાનું કહું છું”

ડીજે એ લાઇટ બંધ કરી અને સ્પોટ લાઇટ બંને ઉપર મુકી જ્યાં રૂપાએ તેના હોઠ ઉપર બચકુ ભર્યુ.. ઉંહકારા ભરતા બોય ફ્રેંડે ચીસ પાડી અને લાઈટો ચાલુ થઈ ગઈ.આખો હોલ હસતો હતો

રૂપા ફરીથી બોલી “બોલ રહીશને સાથે?”

અક્ષર ફરી બોલ્યો “યેસ મેમ!”

પરી અક્ષરને કહે “નો મેમ કહે આજે તો હોઠ કરડ્યો પણ કાલે આખો કરડી ખાશે ભઈલા!”

રૂપા કહે “બોલ રહીશ ને સાથે...”

અક્ષર કહે “યેસ મેમ”

રૂપા કહે “ કોઇનું કહ્યું માનીશ?”

અક્ષર હડબડાટીમાં બોલ્યો “ યેસ મેમ.” અને પછી તરત ભુલ સુધારી “નો મેમ નો મેમ”

હાસ્યનો ગુબારો ઉઠ્યો. ખાવાનું શરુ થયું આઇસ્ક્રીમ અને મીઠાઇ વહેંચાઇ. લોકોએ બંનેને અભિનંદન આપ્યા. પાર્ટી પુરી થઈ.

***

વડિલોની રાહ જોવાતી હતી ત્યારે રૂપાએ અક્ષરને પુછ્યું આ “ટાઇમ પાસ” એટલે શું? પરીની હાજરીમાં પુછાયેલ પ્રશ્ન ઉપર તે સહેજ હડબડી ગયો.

“ટાઇમ પાસ એટલે ટાઇમ પાસ.”

પરી કહે અક્ષરભાઇ હવે તો સાચી વાત કહો.

“તારી હાજરીમાં ડોક્ટરની ભાષા આવી જશે.”

” ભલે હું અને રૂપા બંને તે વાત સમજી શકીયે તેટલા મોટા તો છીએ”

તો સાંભળ રૂપા તારા કરતા હું પાંચ વર્ષે મોટો તેથી પુખ્તતા વહેલી આવેલી જ્યારે રૂપા કાચી ઉંમરની. પણ તેની નજરમાં હું ભાઈ નહીં પણ માન હતું તેથી મારા વર્તનને વહાલ સમજતી. અને આવું વર્તન બધા સાથે ન થાય તેવું ગતકડું તેને સમજાવી દીધું હતું..

એક દિવસ આ માન સાહ્યબાનાં નામે સ્થિર થયુ. અને મારે સાન એન્ટોનીયો જવાનું થયું ત્યારે વિજ્ઞાન અને ગુગલે રૂપાને સમજાવી દીધુ હતું કે કેવી રમત અને રમતમાં ભુલ થતી હતી આ ભુલની જવાબદારી લેવાને બદલે મેં તેને “ટાઇમ પાસ” કહીને ખંખેરી નાખી.

રૂપા કહે “અક્ષર તારી શારીરિક છેડછાડે મને સમય કરતા વહેલી પુખ્ત કરી નાખી હતી અને મને મુકીને તું ભણવા જતો રહ્યો.”

પરીએ વાતનું અનુસંધાન કરતા કહ્યું તમે લોકો રેડ રુમમાં ભરાતા હતા પણ તમને તેમાં ક્લોઝ સર્કીટ સિસ્ટમની ખબર નહોંતી જે મેં એક દિવસ જોઇ અને રૂપાને બતાવી. તેને ડીલીટ કરી મેં થંબ નેઇલ ઉપર લીધી અને જાનકી આંટીને બેક ગ્રાઉંડ વાઈપ કરી ને આપી અને પછીની બધી કથા તમને ખબર છે.

તારો હોઠ તો આ ગુસ્સમાં કરડી ખાધો હતો ઓ બેવફા બાલમ સમજ્યો? રૂપા બોલી.

“તો? હવે શું?”

રૂપા બોલી કોર્ટેથી કેસ હટી ગયો છે. શંકાનાં વાદળો ઘટી ગયા છે હવે તું અને હું બંને ભણીશું અને પાંચ વર્ષનાં અંતે ધાર્યુ જીવન જીવશું.

અક્ષર બોલ્યો “પણ ટાઇમ કેવી રીતે કાઢશું?”

પાછળથી ડોકીયું કરતા બોલ્યા હેડ કોંન્સ્ટેબ્લે રામ અવતારે જજની અદામાં કહ્યું” નો ટાઇમ પાસ ટીલ યુ ગ્રેજુએટેડ” કથામાં આવેલ ટર્નની જેમ જેમ સૌને ખબર પડતી ગઈ તેમ તેમ વાતાવરણ હળવું થતુ ગયુ.

અક્ષરે ભણવા માટે લોન લેવાની અને અત્યાર સુધી આપેલા પૈસા લોન આવે પરત કરવાના એ જાણતા જ રામ અવતાર હળવો થઈ ગયો અને મેઘા બાજી હાથમાંથી ગઈ એમ વિચારીને થોડીક દુઃખી થઈ પણ રૂપા અને અક્ષરને પ્રસન્ન જોઇ હળવી થઇ ગઈ.

***