Mamu Boy - 3 in Gujarati Short Stories by Pravina Mahyavanshi books and stories PDF | મામુ બોય - 3

Featured Books
Categories
Share

મામુ બોય - 3

મામુ બોય

ભાગ : ૩

ડૉ. ઉત્સવ અનિકાની બાજુમાં સારું લાગે એટલે થોડી વાર માટે બેસ્યો હતો. પરંતુ અનિકા હજુ એ જ વિચારે ચઢી હતી કે ડૉ. ઉત્સવને વંશના દગા વિષે કહેવું કે નહીં?

થોડા સમય બાદ ડૉ. ઉત્સવે ચેર પરથી ઉઠતાં કહ્યું, “ અનિકા તમે આરામ કરો, હું જસ્ટ ગયો અને આવ્યો.”

ઉત્સવ રૂમની બહાર જ જઈ રહ્યો હતો ત્યાં તો અનિકાએ બૂમ પાડીને રોકતા કહ્યું, “ઉત્સવ..!!”

અનિકાની બૂમ સાંભળીને ડૉ.ઉત્સવ ફરી નજદીક આવીને ચેર પર બેસી ગયો તેણે જોયું કે અનિકાની ફિક્કી થઈ ગયેલી નજરોમાં જાણે કોઈ અનહદ દુઃખ છુપાયેલું હોય..!! અનિકાનો એક હાથ પોતાના હાથમાં લેતાં કહ્યું, “ અનિકા, વિચારવાનું છોડી દે યાર.”

“ના ઉત્સવ, મને કહેવું છે અત્યારે જ. છે ને મારા માટે સમય? કેમ કે મારો સમય તો હવે ખતમ થઈ રહ્યો છે.” ધુંધવાતા સ્વરે અનિકાએ કહ્યું.

ડૉ.ઉત્સવ પણ ઉપચાર સિવાય કઈ કરી શકે એમ ન હતો. દિલાસો આપતા તે કહેવાં લાગ્યો, “ તું ટેન્સ છોડ અને પોસિટીવ વિચાર અનિકા.!!”

“ઉત્સવ!! તે મામુ બોયનું સારાપણું વાચ્યું ને? એનું શાણપણું મારા દ્વારા હવે સાંભળ.” અનિકાને જાણે જોશ આવ્યો હોય તેવી રીતે જે કહેવાનું હતું તે સમય બગાડ્યા વગર ફટ થી કહી દીધું.

“બોલ અનિકા તું શું કહેવાં માગે છે ?” અનિકા ન જ માનતા ડૉ.ઉત્સવને કહેવું પડ્યું.

***

અનિકાને જે આગળ ડાયરીમાં લખવું હતું તે અધૂરી વંશની કહાની, ધીમે ધીમે તે પોતે આગળ સંભળાવા લાગી.

“તો હવે કેટલા મહિના બાકી રહ્યાં છે.” વંશનું બધું જ સાંભળીને મારો મદદ કરવાં વાળો સ્વભાવને આધીન થતાં હું એણે પૂછી પાડ્યું.

વંશે કહ્યું, “જોબ તો મળી ગયો છે પરંતુ શરતની મુદ્દત મુજબ એક મહિનો બાકી રહેવાના કારણે અદિતીને રહેવા માટેના ઘરનું બંદોબસ્ત કરવું પડશે.”

“કેમ ઘરનું બંદોબસ્ત?” મેં પૂછ્યું.

“મારા માં બાપ, ના તો અદિતી સાથે લગ્ન કરવાં માટેની પરવાનગી આપી છે કે ના મને એમની શરતો માન્ય કરવાં માટે. એમ જોવા જઈએ તો બંને પરિવારવાળા અમારા લગ્નનાં વિરોધમાં છે.” વંશે ગમગીન થતાં કહ્યું.

હું તરત જ કહ્યું, “જો પૈસાની જરૂરત હોય તો મને જણાવજે. અને હા એમ નહીં સમજતો કે હું તારા પર કોઈ ઉપકાર કર્યો છે. એ જ પૈસાથી તું તારું ઘર વસાવ. જયારે તારી પાસે રકમનું બંદોબસ્ત થાય એટલે રીટર્ન કરજે.” હું સહેજતાથી કહેવાં લાગી.

“મેડમ થેંક યું. હા પણ તમેં જે રેસ લગાડીને મને રસ્તો બતાવ્યો છે એના માટે તો ડબ્બલ થેંક યુ.” એના હોઠો પર ત્યારે આચ્છું સ્મિત ફરકાયું હતું.

હું પૂછવા લાગી, “ કયો રસ્તો હું બતાવ્યો તને ?”

તે મારા સામે જોઈને ચૂપ રહ્યો પરંતુ જાણે મનમાં કોઈ પ્લાન ગોઠવી રહ્યો હોય તેવો આભાસ મને ત્યારે થયો.

એમાં જ એણે એમ જ વાત પૂછવાના માટે પૂછી લીધું, “ મેડમ, આપનો કોઈ બોયફ્રેન્ડ નથી?”

મેં પણ સામે એવો જ જવાબ આપ્યો, “ મારા ઘણા બધા બોયફ્રેન્ડ છે. હું રોજ નવા નવા બોયફ્રેન્ડ બનાવું છું. બોલ તને પણ બનવું છે મારો બોયફ્રેન્ડ?”

એ ખડખડાટ હસી પડ્યો. પણ હું ચૂપ રહી.

અમે બંને થોડી વાર માટે ચૂપ રહ્યાં. પરંતુ મારું મન પડી ગયું હોય તેમ હું કહેવાં લાગી, “ યાર અંધારું આજે વહેલું જ થઈ ગયું છે મને મારા બંગલે પહોચવું પડશે.”

મારા લાઈફમાં સાચે જ ત્યારે અંધકાર છવાઈ ગયો હતો. હું બંગલે પહોંચી બાથ લઈને ગાઢ નિદ્રામાં જતી રહી.

એણે મદદની જરૂર હતી. એટલે કંઈ પણ પૂછવા વગર મેં એણે રોકડ ત્રણ લાખની રકમ આપી હતી. ત્યારે એ મને કહેવાં લાગ્યો હતો, “ મેડમ, તમને મારી ક્યારે પણ જરૂરત પડશે ત્યારે એક વાર મને યાદ કરીને ફોન કરજો હું જરૂર બનતી મદદ કરીશ.”

પરંતુ એના પછી એ મને મળ્યો જ નહીં. મને ત્યારે એમ લાગ્યું કે એ મામુ બોય મને મામુ બનાવીને ગયો. એ તો પૈસા લઈને ઉડનછુ થઈ ગયો અને હવે ફરી એ મારા લાઈફમાં આવ્યો છે. તે દિવસે તો હદ જ કરી દીધી મારો હાથ પકડીને..!! હવે બીજી કઈ મોટી રકમ પડાવા આવ્યો હશે મને ઈમોશનલ ફૂલ બનાવીને, આટલા વર્ષો બાદ..!! અનિકા પોતાની લાગણીઓ પર કાબુ ગુમાવતા ધ્રુસકે ધ્રુસકે રડતા ડૉ. ઉત્સવને કહેવાં લાગી.

ડૉ.ઉત્સવ, અનિકાનો અવિવાહિત સાથી હતો જે વંશના ગયા બાદ મળ્યો હતો. જેણે ત્રણ વર્ષ પહેલા જ અનિકાને બ્લડ કેન્સર થયાનું દર્દનાક સમાચાર રિપોર્ટ બતાવતાં કહ્યું હતું. જયારે અનિકાને આ વાતની ખબર પડી ત્યારે એણે પોતાના પર વિશ્વાસ જ ન હતો થયો કે મારી આટલી નાની ઉંમરમાં બ્લડ કેન્સર..!! ડૉ.ઉત્સવ બધી જ રીતે સારી એવી ટ્રીટમેન્ટ આપતો પરંતુ અનિકા કોઈ સકારાત્મકતા જીવન જીવવા માટે દેખાડતી ન હતી.

***

ડૉ.ઉત્સવને અનિકાની ત્રણ લાખ રૂપિયાની મદદની વાતો સાંભળીને આશ્ચર્ય તો થયું અને એ વિચાર પણ આવ્યો કે અનિકા કેવી રીતે ફક્ત જીમની મુલાકાત દરમિયાન એ મામુ બોયને વગર વિચારે ચેક ના બદલે કેશમાં રકમ આપી હશે..!! પરંતુ હવે વિચારીને કોઈ ફાયદો નથી એમ માણી ડૉ. ઉત્સવે અનિકા સામે નજર સ્થિર કરી.

“શું વિચારે છે ઉત્સવ? એમ જ ને કે આ અનિકા તો એ મામુ બોય કરતાં પણ વધુ મામુ નીકળી.” અનિકા પોતાને જ ઠપકો આપતી હોય તેવી રીતે કહ્યું.

આટલું કહી તે અટકી. અને ફરી કહેવાં લાગી.

“ઉત્સવ, તમે જે વિચારો છો એ તમારા જ નજરોમાં નહીં પરંતુ દુનિયાની નજરોમાં પણ હું બેવકૂફ સાબિત થાઉં. બટ ઉત્સવ તમે જ મને કહો ને, આજે પૈસા આગળ ચાલે છે અને પાછળ માણસ. પૈસા વગર માણસની વેલ્યુ પણ ઝિરો હા....?? તો હું કેમ ન ખરીદી શકું પૈસાથી મારો હમદર્દ જે એના લગ્ન બાદ પણ મારી પાસે ફક્ત બે ઘડી આવીને વાતો તો કરી સકતે..!! એ વંશ મને પસંદ હતો એટલે હું થોડાક પૈસાની મદદ કરી. ફક્ત ને ફક્ત મારો દર્દ વહેંચવા માટે. પણ એ તો જો કેવી રીતે ભાગ્યો...” એટલું કહી અનિકાથી રડી પડાયું.

ડૉ.ઉત્સવે અનિકાને રડવા લીધી. પછી વિચારીને જવાબ આપ્યો.

“અનિકા તારો આ જ સ્વભાવ તું છોડી દે. બીજા પર હક જમાવાનો.!! પૈસાથી બધું જ ખરીદી નથી શકાતું. તું એમ વિચારીને એણે પૈસાની મદદ કરી હોય કે એ રૂપિયાનાં અહેસાન હેઠળ તારી સાથે સમય વિતાવે તો એ તારી મોટી ભૂલ છે. વંશની પોતાની કોઈ લાઈફ છે જ નહીં? એની વાઈફ વિષે પણ તે ન વિચાર્યું?”

“ઉત્સવ મને પૈસા જવાનો જરા પણ રંજ નથી. વંશને એના પત્નીથી હું ક્યાં અલગ કરવાં માંગતી હતી યાર? ઈનફેક્ટ મને એ બાબતે તો પહેલા કઈ જાણ પણ ન હતી. મારી તો જસ્ટ ફ્રેન્ડશીપની શરૂઆત થઈ હતી. મને ફક્ત વંશ જ એક એવો સારો છોકરો લાગ્યો હતો જે મારી લાગણીઓને સમજી શકે, જે મારી બધી જ પર્સનલ વાતોને પણ પોતાના દિલમાં છુપાવી રાખે. કેમ કે આજની દુનિયામાં કોણ એવો મળી શકે જે બીજાના લાઈફના સિક્રેટને પોતાના પુરતું રાખે? આજે તો ફ્રેન્ડશીપના અંત સાથે આપણું સિક્રેટનું પણ અંત આવી જાય. મને વંશ ત્યારે એકાંત જીવન જીવનાર છોકરો લાગ્યો હતો. પરંતુ એ તો જો કેવો લબાડ માણસ નીકળ્યો. અધવચ્ચે જ આવી રીતે છોડીને જવાય..!!” અનિકા રડમસ સ્વરે બોલી પડી.

“અનિકા મારું તો એટલું જ કહેવાનું છે! જો કે હું પહેલા પણ કહ્યું છે. તારી જિંદગીના થોડા વર્ષો જો તું હસી ખૂશીથી કાઢી શકે તો.....” ડૉ. ઉત્સવ એટલું જ બોલી શક્યા.

“આટલું હેપ્પી હેપ્પી જીવન તો જીવી લીધું છે બીજું શું જોઈએ મને..!!” અનિકા આંસુ લૂછીને હતાશભરી નજરે ડૉ.ઉત્સવ સામે જોતાં કહ્યું.

“અનિકા, એકાંતમાં રહેવાનું છોડી દે હવે. મારું માન તું તારી અધૂરી જે ઈચ્છા હતી વંશ સાથેની દોસ્તી એ પૂરી કર. જો વંશ તારી સમક્ષ પોતે હાજર થઈને આવ્યો છે તો એણી સાથે ખૂલીને વાત કર.” ડૉ. ઉત્સવ, અનિકાની ગંભીર હાલતથી વાકેફ થઈને ભલા માટે કહી રહ્યાં હતાં.

અનિકા ચૂપ જ રહી.

ત્યાં જ થોડા મહિના પહેલા ડૉ.ઉત્સવ અનિકાને સારું લાગે એટલે બસમાં પ્રવાસ માટે લઈ ગયો હતો. અચાનક અનિકાનો હાથ પકડીને વંશ નામના યુવકની સામે પોતાને બોયફ્રેન્ડ ગણાવ્યો હતો તે જ વિચાર ડાયરી વાચતા પણ ઝબકયો હતો. આ ઘટના બાદ જ અનિકાએ થોડી થોડી કરીને ડાયરી લખી હતી.

અનિકાની ચૂપકીદી તોડતાં ડૉ.ઉત્સવ પૂછવા લાગ્યાં, “અનિકા તમે જવાબ નહીં આપ્યો, મને શા માટે બોયફ્રેન્ડ ગણાવ્યો?”

“ઓહ્ હો! ડોકટર ઉત્સવ, તમે પણ ક્યાં આ વાત લઈને બેઠા. એ લબાડને મારી સામે ઊભો રાખું અને પછી એ બીજો મારી સાથે ઈમોશનલ ખેલ રમે એમ તમે ઈચ્છો છો. જો હું એમ નહીં કહેતે તો એ મારો પીછો આટલી આસાનીથી છોડી શકવાનો હતો? મને મામુ બનાવા આવ્યો હશે એ બોય ફરી..!! કેમ બરાબર ને ડૉ.ઉત્સવ.?” અનિકાએ એક એક શબ્દ પર ભાર આપતાં ગુસ્સેથી કહ્યું.

“તને આરામની જરૂર છે અનિકા, તમે વધારે નહીં બોલો.” ડૉ. ઉત્સવ દિલાસો આપતા કહ્યું.

“વંશ મને ગમતો દોસ્ત હતો અને રહેશે પણ એ મારો લવર નથી ડૉ.ઉત્સવ!! શું કહું એણે કે હું મોટી બિમારીથી પીડાઈને મૌતનાં મોઢામાં જઈ રહી છું એટલે તું મારી લાઈફમાં ફરી આવ અને મારી અધૂરી ઈચ્છા પૂરી કર દોસ્તીની..!!” ના ઈચ્છવા છતાં પોતાના મનની વાત ગુસ્સો શાંત થતાં અનિકા સાફ મનથી કહેવાં લાગી.

“મારા મંતે તો એમ છે કે તને વંશને બધું સાચે સાચું કહી દેવા જોઈએ..!!” ડોકટર ઉત્સવે પોતાનું મંતવ્ય રાખતાં કહ્યું.

“ડોકટર ઉત્સવ તમે આવું કેવી રીતે બોલી શકો? શું કહું હું વંશને કે મારી લાઈફના દિવસો હવે ગણતરીના છે એમ..?” રડમસ અવાજે અનિકા કહેવાં લાગી.

અનિકા એકને એક વાતો ક્યારની કહી રહી હતી. વંશનો આટલો મોટો વિશ્વાસઘાત તે જીરવી શકી ના હતી. એણે પૈસા જવાનો કોઈ રંજ ન હતો. પરંતુ પૈસા લઈને તે ફરી ક્યારે પણ દેખાયો નહીં અને એમાં જ પાછો એનો આ જીવલેણ રોગ. એણે લાગતું હતું કે તેણે પોતાના પરથી કાબુ ગુમાવી રહી છે.

***

થોડા મહિનાઓ બાદ,

હોસ્પિટલના બેડ પર સૂતેલી અનિકાના સામે વંશ અને થોડે દૂર તેની પ્યારી પત્ની અદિતી ઊભી હતી. એના જ થોડે દૂર સોફા પર અનિકાનાં મોમ ડેડ ચિંતા કરતાં બેઠા હતાં.

ત્યાં જ ડૉ.ઉત્સવ, અનિકા હોશમાં આવે તેની રાહ જોતો ઊભો હતો. થોડી વારે અનિકાને હોશમાં આવતાં જ તે કહેવાં લાગ્યો, “ મિસ અનિકા. વંશ.......”

અનિકાની નજર વંશ પર પડતા જ કેટલો સમય સુધી એણે નિહાળતી જ રહી. ઉડતી નજરે એણે અદિતીને પણ જોઈ. પછી ગુસ્સાથી તમતમી રહેલી નારાજ અનિકાએ પોતાની ગરદનને બીજી બાજુ ઘુમાવી દીધી.

ઉત્સવ આ બધું જોતાં જ ઈશારાથી બધાને રૂમની બહાર જવા માટે કહ્યું. પરંતુ વંશ સાથે અદિતી પણ ત્યાં જ સામે ઉભી રહી. ડૉ. ઉત્સવ સહિત બધા બહાર જતા રહ્યાં.

“મેડમ” ઠંડક આપતા સ્વરે વંશ કહેવાં લાગ્યો. “સોરી”

આખા રૂમમાં શાંતિ છવાયેલી હતી. પરંતુ અનિકાએ પ્રત્યુતર કર્યો નહીં.

“મેડમ તમે જે વિચારો છો મારા માટે એટલો હું લબાડ નથી. હા હું ફરી આવ્યો નહીં એનું કારણ જાણવા નહીં માંગો?”

સામેથી અનિકાનો કોઈ ઉત્તર આવ્યો નહીં.

“તે દિવસે બન્યું જ એવું હતું કે હું અદિતીનાં મમ્મી પપ્પાની શરતોમાં ખરો ઉતર્યો હતો પરંતુ તેઓ પોતાની શરતો પરથી ફરી જતા અદિતીની સગાઈ નક્કી કરી લીધી હતી. હું શારીરિક રીતે તો ત્યારે નબળો હતો પરંતુ હું ધુવાપુવા થઈને અદિતી સાથે નાસી જવાનો પ્રયત્ન કર્યો ત્યાં જ એનો થનાર મંગેતર રાજને અમને પકડી પાડ્યા હતાં. નસીબજોગે અદિતીના ગ્રુપના ફ્રેન્ડોના મદદ દ્વારા એની આંખોમાં ધૂળ ઝોંકીને અમે બંને ત્યાંથી રફુ ચક્કર તો થયા પરંતુ મેડમ એ ત્રણ લાખની રોકડ રકમ જેમાંથી મેં એક રૂપિયો પણ ખર્ચ ન કર્યો હતો એ મારા ઘરે જ પડ્યા હતાં જેને લીધા વગર જ અમે ત્યાંથી નાસી છુટીને પૈસા પૂરતા ન હોવાનાં કારણે મુંબઈમાં જ ભટક્યા હતા.

અમારી નાસી જવાની ફરિયાદ પોલીસખાતે બંને પરિવારમાંથી કોઈએ પણ નહોતી કરી. એ બધી વાતો અમને પાછળથી ખબર પડી જયારે મારો દયાવાન શેઠે અમને બંને ને લોકલ ટ્રેનના ડબ્બામાં પકડી પાડ્યા હતાં. અમારી બંનેની ભાગી જવાની કહાની શેઠને ત્યાં પણ પહોંચી ગઈ હતી એ પણ મારા માં બાપ દ્વારા.” એક એક ઘટનાને વંશ સ્પષ્ટ સમજ પડે એવી રીતે અનિકાને કહી રહ્યો હતો. પરંતુ અનિકાએ હજુ પણ વંશ સામે જોયું નહીં.

શેઠે અમને બંનેને વિશ્વાસમાં લીધા. જોગેશ્વરીમાં એક ખોલીમાં અમને બંનેને સહારો આપ્યો. લગ્ન કરવાં વગર જ અમે બંને સંસાર વસાવી લીધો હતો. ત્યાં જ શેઠ અણધારી રીતે મારા માં બાપ ને મળવા માટે ખોલી પર લાવ્યા હતાં. મારા માં બાપે તમારી ત્રણ લાખની સાચવેલી રકમ મને સોંપતા એટલું જ કહ્યું હતું કે બેટા સુખી થા. અમે બંનેએ કોર્ટ મેરેજ કરી લીધા હતાં.

શેઠની મહેરબાનીથી સંસાર માટે બધું જ પર્યાપ્ત હતું પરંતુ મને જોબ નહીં બિઝનેસ કરવો હતો. તમે આપેલા ત્રણ લાખની રકમથી હું સફળ બિઝનેસમેન બની ગયો છું. હું તમને મળવા માટે અને સાથે જ ત્રણ ના બદલે ચાર લાખ રૂપિયા લઈને સોંપવા આવ્યો હતો પરંતુ મારું રૂપરંગ જોઈને તમારા મોમે મને ત્યાંથી ભગાવી દીધો હતો. હું જીમમાં પણ તમારો કોન્ટેક્ટ મેળવવાનો પ્રયત્ન કર્યો પરંતુ ત્યાં પણ મને નિરાશા હાથ લાગી હતી. મેડમ તમે ક્યાં હતાં?? મેં શોધવાનો પ્રયત્ન ઘણો કર્યો.”

“મારા ધંધાના કામ હેઠળ હું નાસિક આવ્યો હતો. ત્યાં જ અચાનક મને તમે બસમાં નજરે આવ્યાં. તમારો હસમુખો, ધગશવાળો ચહેરો એકદમ ફિક્કો નજર આવ્યો એમાં જ અણજાણ પુરુષ સાથે તમારું હોઉં મને અજીબ ફીલ કરાવી રહ્યું હતું.

એ સમયે હું મારું કામ પડતું રાખીને તમારો પીછો કર્યો. ત્યાં જ હું તમને બંને ને હોસ્પિટલમાં જતાં જોઈ રહ્યો. મેં ત્યારે તો વાતને પડતી રાખી. આ બધી જ ઘટનાને મેં મારી પત્ની અદિતીને જણાવી અને એણે પણ નાસિક તેડી લીધી. બસ સ્ટોપ પર તમારું વર્તન જોઈને મને અહેસાસ થઈ ગયો હતો કે તમે મારા પર કેટલા ગુસ્સે છો. આપણા વચ્ચે કોઈ તમાશો ઊભો ન થાય એટલે હું મારી પત્ની અદિતીને આગળ કરી. એ ડો.ઉત્સવને મળી. ત્યાં સુધી તો ડૉ.ઉત્સવ મારા વિષે ઘણું બધું જાણી લીધું હતું તમારી ડાયરી દ્વારા. ડાયરીની વાત તથા તમારું હોસ્પિટલમાં એડમીટ હોવાનું કારણ ડૉ.ઉત્સવે અમને જણાવ્યું હતું.” આ બધો ખુલાસો કરતાં વંશ ગળગળો થઈ ગયો.

વંશનું આટલું કહ્યાં બાદ પણ રૂમ માં શાંતિ પથરાયેલી હતી.

“ડાયરી વાંચ્યા બાદ ડૉ. ઉત્સવ, મને એટલે કે મામુ બોયને મળવા માટે આતુર બની ગયા હતાં પરંતુ સંજોગે હું જ એમને સામેથી મળી ગયો. ડૉ. ઉત્સવ તમને હરહાલમાં ખુશ રાખવાં માગતાં હતાં જેથી કરીને તમારી હાલતમાં સુધારો થઈ શકે. તમારું એકલપણને એ દૂર કરવા માગતાં હતાં.” વંશ આજે બધું જ છુટે મને કહી રહ્યો હતો પરંતુ અનિકા જરા પણ રીસ્પોન્સ આપતી ન હતી.

“મેડમ, તમને ગુસ્સો થવાનો મારા પર પૂરો અધિકાર છે પણ તમે આમ ચૂપ નહીં રહો. તમે જે સજા આપશો એનાં માટે હું તૈયાર છું.” વંશ કલાવલા કરતો કહેવાં લાગ્યો.

એકલો જ બોલી રહેલો વંશને પત્ની અદિતી ચુપચાપ ક્યારની સાંભળી રહી હતી.

વંશનાં આટલા પ્રયત્નો છતાં પણ અનિકાએ વળતો જવાબ આપ્યો નહીં. વંશ ચૂપ જ રહ્યો અને પોતાની પત્ની અદિતી તરફ મીટ માંડતા જાણે પૂછી રહ્યો હોય, કે હવે મારે શું કરવું જોઈએ?

વંશની પત્ની પણ, પતિની મુંઝવણ પામી ગઈ હોય તેવી રીતે પ્રયત્નો ચાલું રાખો નાં સૂચન આંખો દ્વારા કહેતી ગઈ.

થોડી વારમાં વંશે ફરી કહેવાં માંડ્યું, “ મેડમ, આપ આ વાતથી તો અણજાણ જ હશો, કે ડૉ.ઉત્સવ આટલી મોટી ઉંમર બાદ પણ અપરિણીત છે. જેવી રીતે તમે મારામાં પોતાનાં મનની વાતો કરવા માટે એકાંકી છોકરો નિહાળ્યો હતો. એવી જ રીતે ડૉ.ઉત્સવ પણ તમારામાં એ જ એકાંકી સાથી પોતાનાં માટે શોધી રહ્યાં હતાં. પરંતુ ના તમે આ વાતનો મારા સમક્ષ ત્યારે ખુલાસો કર્યો અને આ જ બાબત હવે ડૉ.ઉત્સવ પણ અત્યારે એમ જ કરી રહ્યાં છે. મેડમ, કેમ આપણે લાઈફમાં કોઈ પણ વાતનો સમયસર ખુલાસો કરી શકતા નથી?”

વંશ અનિકાને મનાવા માટેના પ્રયત્નો કરીને થાક્યો હતો. તેને હવે ડર લાગવાં માંડ્યો કે અનિકા મેડમ જવાબ કેમ નથી આપતા. એટલામાં જ દરવાજો ખોલીને ડૉ.ઉત્સવ અંદર પ્રવેશ્યો.

તે સીધો જ અનિકાની બીજે તરફ ફરેલી ગરદન જોઈને તપાસવા લાગ્યો. ડૉ.ઉત્સવને તો અનિકાની નાજુક સ્થિતિ વિષે પહેલા જ ભાન થઈ ગયેલું હતું એટલે જ તેણે અનિકાની અંતિમ ઈચ્છા મુજબ મામુ બોયને મળવા માટે લાવ્યો હતો અને સાથે જ અનિકાનાં મોમ ડેડને પણ બોલાવી લીધા હતાં.

***

અનિકાનાં મૃત્યુનાં થોડા દિવસો બાદ, યાદગીરી તરીકે ‘મામુ બોય’ વાળી ડાયરીને સોંપતા ડૉ. ઉત્સવ, વંશને કહેવાં લાગ્યાં, “ અનિકાએ મરણ પહેલા ડાયરીમાં તારા માટે મેસેજ છોડેલો હતો.”

વંશે આતુરતાપૂર્વક ડાયરીના પાના ફેરવ્યા એમાં લાસ્ટ પેજે લખ્યું હતું, “ હેયય મામુ બોય!! તું તો સાચે જ વાઈફ સાથે રહીને સ્માર્ટ બોય લાગી રહ્યો છે.”

(સમાપ્ત.)