Vidhva in Gujarati Short Stories by Dr Rakesh Suvagiya books and stories PDF | વિધવા

Featured Books
Categories
Share

વિધવા

રક્ષ પોતાના વર્કિંગ કમ્પ્યુટર ટેબલ પર બેઠો બેઠો ટાઇપ કરી રહ્યો હતો… આજ એને આનંદ હતો કે એની ખુરશી બદલી ગય હતી તે સિનિયર પોસ્ટ માં પ્રમોટ થયેલો હતો ને એ બેસતો એ ખુરશી કોઈ નવા વ્યકતી ની શોધ માં હતી..'રક્ષ પટેલ 'એના માતા પિતા નું એક માત્ર સન્તાન ! અને ભણવામાં પ્રગતિપૂર્વક ડિગ્રી પુરી કર્યા બાદ તે આ 'યોર વેબ ' નામ ની શહેર ની ખ્યાતનામ વેબ સાઈટ ડિઝાઇન કમ્પની માં એક વર્ષ પેલા જ નોકરી પર લાગ્યો હતો, પોતે ખુબ મહેનતુ ને સાથે સાથે સ્માર્ટ વર્કર તો ખરો જ જે પોતાને એક વર્ષ માં જ સિનિયર તરીકે ની પોસ્ટ અપાવી ચૂક્યું હતું.. એને આ પોસ્ટ થી પણ સંતોષ ના હતો એ પોતે ખુબ ઊંચે ઉડવાના સપનાઓ સેવી રહ્યો હતો અને પોતાની ખુદ ની આવડી કમ્પની ઉભી કરવી એ એનું સપનું હતું અને એ માટે એ દિવસ રાત એક કરી દેવા તૈયાર હતો....

સવાર ના સાડા નવ વાગ્યા હતા ને રક્ષ રોજ ની જેમ પોતાના કામ પર ચોક્ક્સ સમયે આવી જ જતો એ ક્યારેય સમય બાબતે બાંગ છોડ કરતો નહીં..

બહાર સરસ મજાની સવાર ખીલી હતી જેમ સૂર્ય દેવતા પોતાની ભર જુવાની માણી રહ્યા હોય એમ કુમળો તડકો રેલાવી રહ્યા હતા..ઓફીસ ની ખુલ્લી બારી માંથી ઠંડો પવન આવી રહ્યો હતો..આખું ઓફિસ કમ્પાઉન્ડ રાજવૃક્ષ (ગરમાળા) ના પીળા અતિસુંદર ફૂલો થી છવાયેલું હતું અને એ ફૂલો ને સફાઈ વાળા માસી કમ્પાઉન્ડ વારી ને બાય બાય કરી રહ્યા હતા..આકાશ એક દમ સાફ હતું ચોમાસુ બેસવાને હજુ અઠવાડીયા જેટલો સમય હતો ગરમી ખુબ પડતી પણ સવાર ની ઠંડી હવા ઉનાળો ભુલાવી દેતી હતી..રક્ષ ની ખુરશી માંથી આખી ઓફિસ દેખાય એવા સ્થાને ખુરશી હતી, સવાર ની કોફી એના ટેબલ પર આવી ગય હતી અને સરસ મજાના ગુલાબના બે ફુલ એને સામે ડેસ્ક પર પડેલી ફુલદાની માં ખોસ્યા એને પુષ્પો પ્રત્યે ખુબ વ્હાલ હતું એટલે એ જયારે ફુલ માર્કેટ પાસેથી નીકળે ત્યારે અલગ અલગ જાત ના ફૂલો ખરીદી આવતો અને આજે એ ગુલાબ ના ફુલ લાવ્યો હતો ..અનાયાસે !!!

ટરરરર..... આવો અવાજ દરવાજા માંથી આવ્યો અને રક્ષ ની નજર દરવાજા તરફ પડી.. એક કોમળ હાથ દરવાજા ને ધક્કાવી રહ્યો હતો ને આછા ગુલાબી રન્ગ ની ઝાંય એ કાચ ના અર્ધ પારદર્શક દરવાજા ને પાર દેખાતી હતી...રક્ષ ની નજર ત્યાંથી હટી નહીં એક જુવાન સુંદર અને ઊંચી દેખાતી છોકરી ઓફિસ માં દાખલ થય...એના કાળા લાંબા અને ખુલ્લા વાળ એના સફેદ ચેહરા ની શોભા ને ખીલવતા હતા એનો ચેહરો થોડો ભરાવદાર અને કાન રતુમ્બળા હતા.. બદામ જેવી આખો હતી અને એ આખો પર સતત પાપણો નો પહેરો રહેતો હતો એની આખો નીચે જુકેલી રહેતી અને એમાં એક ગજબ ની ઝાંખી થતી હતી..લાંબુ પાતળું નાક અને બને નેણ જરાક ભેગા થવાની તૈયારી માં હતા..લાંબુ ગળું ને એમાં એક પાતળો સોનાનો ચેન પહેરેલો નઝરે પડતો હતો પ્રથમ નઝરે જ ખબર પડી જાય કે મેક અપ નથી કરેલો પણ તોય એની સુંદરતા અલૌકિક હતી..એને આછા ગુલાબી રંન્ગ નો ડ્રેસ પહેર્યો હતો ને આછો સફેદ પાતળા કાપડ નો ખુલતો પેયઝામો જેમાંથી એના સુંદર પગ દ્રશ્યમાન થતા હતા...એના વાળ એના નિતંબ સુધી આવતા હતા અને એની ચાલ માં એક પ્રકાર ની શાલીનતા હતી ધીમી ચાલ હતી અને પાતળી કમર પર આવી શાલીન ચાલ શોભતી હતી એનો નિત્મબ પ્રદેશ જરા પહોળો હતો એની છાતી ભરાવદાર હતી...મેનકાની સુંદરતા જેમ વિશ્વામિત્ર નું તપ તોડે એમ રક્ષ આ છોકરી ને એકી નઝરે જોયા જ કર્યો એણે કોઈ દિવસ આવી છોકરી જોય નહોતી..

ચહેરો નિરખતા એના માંસલ હોઠ હતા અને વારંવાર પોતાના નીચલા હોઠ ને દબાવતી હતી એની આખો આમ તેમ જરા ભટકતી હતી પોતે જરા ડર માં એવું લાગી રહ્યું હતું...રક્ષ એને જોયા કરતો હતો એ રક્ષ ની બાજુ માંથી જ પસાર થય હતી..રક્ષ એ ઉભા થય ને વાત કરવા પ્રયત્ન કરવાનો વીચાર કર્યો ત્યાં જ એના બોસ વસન્ત પરમાર એની કેબીન માંથી બહાર આવે છે..

"વેલકમ...… રેણુ" બોસ એ એને શબ્દો થી આવકારી હતી..

ખબર નય એ કોણ હશે એ જ ગડમથલ માં રક્ષ નું મન ખોવાય ચૂક્યું હતું ત્યાં જ બોસ અને એ છોકરી એની તરફ આવતા દેખાયાં...

લુક રેણુ " હી ઇઝ મિષ્ટર રક્ષ પટેલ, એ તારા સિનિયર ડિઝાઇનર ને એડવાયઝર રહેશે "

એન્ડ રક્ષ " શી ઇઝ મિસ રેણુ રાઠોડ ...તારી જૂની જગ્યા ની સંભાળ લેશે"

"તમે બન્ને મળીને બધૂ ગોઠવી લે જો આઈ હેવ ટુ ગો...." એમ કહી ને વસઁત પરમારે ત્યાંથી રજા લીધી...

***

સાંજ પડી રક્ષ ઘરે ગયા પછી પણ પોતાની જાત ને રેણુ ના વિચારો માં વાગોળાતી રોકી ના શક્યો ..

એ માત્ર 'રેણુ રાઠોડ ' આ નામ સિવાય કઈ પણ જાણતો ન હતો...આ અલૌકિક દિવ્ય ને ભરપૂર સુંદર છોકરી વિશે એને વધુ જાણવાની ઈચ્છા થય અને કેમ ના પણ થાય..? રેણુ હતી જ એવી છોકરી કે જેને જોય ને કોઈ પણ પુરુષ લપસી જાય એમ હતો..

પરન્તુ રક્ષ ને તો આ છોકરી માટે કંઈક અલગ ભાવો જ હતા...એ એની ખામોશી અને ચેહરા પર દેખાતા આછા ડર અને કન્ફયુઝન ને સોલ્વ કરવા માંગતો હતો...

મળવા માટે ના આગોતરા વિચારો રક્ષ કઠિયારો જેમ એક એક સાઠીકડું ભેગું કરે એમ કરી રહ્યો હતો. અને બીજે દિવસે ઓફીસ પત્યા પછી વાત....આવું મનોમન નક્કી કરી ને એણે પોતાની પાંપણો ને પોઢી જવા માટે પરવાનગી આપી દીધી..

......સવારે ઓફિસ પહોંચી ને જોયું ત્યાં રેણુ એની પેલા પહોંચી ગઈ હતી ..!!..અને અત્યાર સુધી માં આ પ્રથમ વખત બનેલી ઘટના હતી કે કોઈ રક્ષ ની પહેલા ઓફીસ આવ્યું હોય...એ રોજ સૌની પેલા આવી જતો ..! રેણુ ને ત્યાં જોય ને એ જરાક ચોંક્યો અને એને આનંદ પણ થયો કારણ કે એને ચુસ્ત સમયપાલક વ્યક્તિઓ વધુ ગમતી હતી. આવી ને પોતાના ભાવો ને સહજ રાખવાના પ્રયત્ન કરતો રક્ષ , રેણુ ના ટેબલ પાસે પહોંચે છે..

હેય...ગુડમોર્નિંગ યન્ગ...લેડી..!!!

રેણુ ભીનાશ ભર્યા સ્મિત થી પ્રત્યુત્તર આપે છે

"વેરી ગુડ મોર્નિંગ સર...."

'ઓહ...સર..??? ઈટ ડઝન્ટ સ્યુટ..

સોરી સર...રેણુ જરા નીચે નઝર ઝુકાવી ને

"અગેઇન સર..?..યુ કેન કોલ મી ઓન્લી રક્ષ..."

"ઓહકે રક્ષ"

ઓકે...ફાઈન..ઓલ ધ બેસ્ટ અને ક્વેરિ હોય ત્યાં પૂછી લે જે બેજીજક....

બન્ને એક બીજા સામે આછેરું સ્મિત કરી ને રક્ષ એના ટેબલ તરફ ગયો...

રેણુ ની નઝર માં રક્ષ એક સીધો, મહેનતુ અને બુદ્ધિ જીવી વ્યક્તિ હતો અને વસન્તભાઈ એ પણ એ બાબતે એને પ્રથમ દિવસે જ કહેલું હતું...

બન્ને પોતાના કામ માં પરોવાય ગયા...

સમી સાંજ હતી ને અચાનક જ પવન ફૂંકાવા લાગ્યો.,ધૂળ ની ડમરીઓ ઊડતી હતી , કમ્પાઉન્ડ માં રહેલા ઝાડ ના પાંદડાઓ આમ તેમ ઉડી રહ્યા હતા ,જાણે કે વાદળો ગાભણા(પ્રેગ્નન્ટ) થયા હોય એવું વાતાવરણ હતું ..રાત્રે વરસાદ ચોક્કસ પડશે એવું અનુમાન બાંધી શકાય એવું વાતાવરણ હતું...

રેણુ અને રક્ષ બન્ને ઓફીસ ના કામ થી કંટાળી ગયા હતા...દિવસ પૂરો કરી ને બન્ને ઓફિસ ની બહાર નીકળે છે..

ઠન્ડુ વાતાવરણ બન્ને ને કઈ ગરમાવી પીણાં ને પીવા માટે ઈશારો કરી રહ્યું હતું.. એટલામાં જ રક્ષ બોલી ઉઠ્યો કે

"હાઉ વોઝ યોર ડે ...લેડી???

"ફાઈન"

"ચલ કોફી પીવા જવું છે?"

રેણુ ના મોઢા એક તેજ આવી ગયું કારણ કે એને કોફી અત્યંત પ્રિય હતી અને આવા વાતાવરણ માં રક્ષ એ કોફી નું પૂછી એના મન ની વાત છીનવી લીધી હોય એવું પ્રતીત થઇ રહ્યું હતું..

સામે જ દેખાય રહેલી " નવાબ એ-વન કોફી શોપ" માં બન્ને જણા પ્રવેશ્યા..

ફોફી પિતા પિતા ઓળખાણો અને વાતો નો સિલસિલો ચાલતો રહ્યો...હવે રક્ષ પણ જરાક રેણુ ના મન માં ઉતરવા મંડ્યો હતો..

રક્ષ પૂછે છે કે , "તું ક્યાં રહે છે?"

"અહીં...નિર્મલ ચોક પાસે જ"

"ઓહ..હું એ બાજુ થી જ નીકળું..ત્યાંથી આગળ ગંગેશ્વર ટાઉન શિપ માં જ અમે રહીએ છીયે.....વેલ.!! તું કોની સાથે રહે છે?.."

આ પ્રશ્ન જરા રેણુ ના ચેહરા પર ઝાંખપ કરી ગયો અને એ રક્ષએ પણ નિહાળ્યું પણ બનાવટી ચેહરા સાથે રેણુ એ જવાબ આપી દીધો કે " એકલી....." ફેમિલી ગામડા માં છે..."

રક્ષ પણ વિચારતો રહ્યો કે આ પ્રશ્ન માં એવું તો કઈ જ ના હતું તો પણ કેમ રેણુ ફિક્કી પડી ગય હતી...આ બધું કોયડાઓ સ્વરૂપે રક્ષ ના મગજ માં ગોઠવાયા કરતું હતું અને આ કોયડા ઉકેળવાંની અદમ્ય ઈચ્છાઓ એના નસ નસ માં દોડવા માંડી..

કોફી પી ને નીકળ્યા પછી રક્ષ પોતાની નવી આઈ ટ્વેન્ટી માં રેણુ ને બેસાડી ને ઘર સુધી ડ્રોપ કરવાનું વિચારે છે...પણ એને એક ડર હોય છે કે આ કરવું યોગ્ય છે? આમ રક્ષ આવા વિચારો માં ખોવાયેલો હતો ત્યાં જ રેણુ બોલી કે .."એ બાજુ જાય છે તો મને જરા ડ્રોપ કરી દેજો...!!!"

રક્ષ ને આ સાંભળી જરા આશ્નર્ય થયું કે આ આટલી નિખાલસતા થી ઘરે મુકવાનું કઈ શકે છે ને થોડી વાર માં ડર ના વાદળો કેમ છવાઈ જાય છે..?? આ બધા કોયડાઓ રક્ષ ના મગજ માં ઘર કરી રહ્યા હતા....

રક્ષ એના ઘર ના ગેટ સુધી એને મૂકી આવ્યો અને એ ગાયબ થય ત્યાં સુધી એને જોતો રહ્યો.

રેણુ પણ ઘરે આવી ને રક્ષ ના વિચારો માં જ હતી એને પણ ખબર નય કેમ આ છોકરો ગમવા લાગ્યો હતો અને આ છોકરા માટે ઉભરી આવતી લાગણીઓ એને ક્યારેય થય ન હતી...

એ ઘર માં અવવરા પડેલા પલન્ગ પર જઈ ને સુતી પણ એની આખો માં આજ વિચારો આવતા હતા..એ સવા છ ફુટ નો કદાવર માણસ ,જેનો ચહેરો હમેશા હસ્યાં કરતો હતો અને એના ગાલ માં પડતા ખાડા એ રેણુ પર ખુબ રોમાંચિત અસર કરી હતી...

સામે ની બાજુ રક્ષ પણ આ કોયડા ઓ ના ઉકેલ લાવવા માટે મગજ ને કામે લગાડી રહ્યો હતો પણ છેલ્લે તો એને જાત ને મનનાવવી પડી કે આવી બાબતો માં સમય જ એનું કામ કરતો હોય છે..અતિ આવેગશીલ બનીને તે એની કુમળી, નાજુક,કોરાયેલી મિત્રતા એને નોતી ખોવી..

***

આજ રવિવાર અને રજા નો દિવસ હતો...બપોર નો સમય હતો અને બહાર એક દમ કુદરત સોળે કળાએ ખીલી હતી, રેણુ ને બારી માંથી ભીની માટી ની આહલાદક સુગન્ધ આવી રહી હતી અત્યારે વરસાદ થોડી ક્ષણો માટે વિસામો લઇ રહ્યો હતો.બારી માંથી આવતો પવન સીધો એના મોઢા પર તાંજગી રેલાવતો હતો ..

રેણુ કુદરત ના સાનિધ્ય માં ખોવાયેલી હતી ત્યાં જ એનો ફોન રણક્યો… ટ્રિન ટ્રિન...!! ટ્રિન ટ્રિન !!!!

"હેલો..."

"હેય યન્ગ લેડી , બારી બહાર જોતો "

રેણુ ફોનમાં અવાજ તો રક્ષ નો જ હતો એ ઓળખી ગઈ હતી અને એને રક્ષ નો આ હળવો સ્વભાવ ગમતો હતો.

રેણુ એ બારી માંથી બાર જોયું ત્યાં પોતાના ફ્લેટ માંથી એને નીચે રોડ પર કાળા કલર ની આઈ ટ્વેન્ટી દેખાય ..એ તરત સમજી ગય કે રક્ષ એને લેવા આવ્યો છે..

બીજી જ ક્ષણે એને વિચાર આવ્યો કે આજ તો રવિવાર છે તો પણ આ મુરતિયો કેમ અહીં લેવા આવ્યો હશે એવું હળવું ટીખળ કરી ને રક્ષ ને પૂછ્યું...

"મારા કેલેન્ડર માં તો આજ રવિવાર છે...તમારે કયો વાર છે?"

સામે થી અવાજ આવે છે કે "અમે જરા વરસાદ માં આપની જેવા સુંદર વ્યક્તિ સાથે કોફી પીવા કેલેન્ડર બદલી નાખ્યું છે"....

આવી મસ્તી મજાક કરતા ફોન રાખીને રેણુ ઝડપભેર તૈયાર થઈ ને જાય છે અને ના પણ કેમ જાય , આજ તો રક્ષ પણ એને ગમવા લાગ્યો તો અને એની ફેવરિટ કોફી તો હતી જ...

બન્ને કોફી શોપ ની નવાબ કોફી પી ને બહાર નીકળે છે ને પાર્કિંગ તરફ ધીમે ધીમે ચાલવાનું શરુ કરે છે..

અચાનક જ આકાશ માંથી એક કડાકાભેર વીજળી નો ચમકાર થાય છે...એ અવાજ રેણુ ના કાને એવો સરવરયો કે તેણે તરત જ બાજુ માં ઉભેલા રક્ષ ને બાથ ભીડી લીધી...ઝરમર.ઝરમર.. માથે મેઘ વરસવા માંડ્યો..રક્ષે પણ પોતાની બાહો માં રેણુ ને સમાવી લીધી....

રક્ષ ખુબ દેખાવડો અને મજબૂત બાંધા નો યુવાન હતો એના બાવડાં અને ખભા જરા પહોળા હતા, આછો સફેદ રન્ગ નો શર્ટ પહેર્યો હતો...એની સપાટ કમર અને બાઈસેપ્શ સારી રીતે વિકસિત થયેલા હતા...એના ચેહરા પર આછી એવી દાઢી હતી અને એ ચેહરા ની શોભા વધારતી હતી...બને વરસાદ ના કારણે ભીંજાય ચુક્યા હતા...રેણુ આવા સરસ કાઠીલા બદન ને બાથ ભીડી ને એક અલગ જ અનુભવ કરી રહી હતી..રેણુએ પહેરેલું જાંબલી ટોપ પણ આજ એને ખુબ ખીલતું હતું..

રક્ષ ને આવા સમયે પોતાના મન ની વાત કહી દેવાનું યોગ્ય લાગ્યું..એને આજ દિલ ખોલી ને કહી જ દેવું હતું જે એ રેણુ ને કેટલો ચાહે છે...આજ સુધી આટલી કોઈ છોકરી એને એકેય વાર ગમી નહોતી..એની ઉભરી જતી લાગણીઓ આજ એણે વ્યક્ત કરી જ દેવી હતી..

એ કહેવા જવાની તૈયારી માં હતો ત્યાં જ એની છાતી પર ગરમ પાણી નો અહેસાસ થયો. એને રેણુ ને તરત અળગી કરી અને જોયું તો એ રેણુ ની આંખ માંથી નીકળતા આંસુ હતા..

રક્ષ ના મન માં કોયડા ઓ ઉપર કોયડાઓ ઘડાતાં ગયા પરન્તુ આ સમયે કશુ પૂછી શકવાની એની હિમ્મત ના થય અને નિશબ્દ એ એના ઘરે મૂકી આવ્યો...

***

રેણુ દોડી ને સિડીઓ ચડી ગય અને પોતાના ફ્લેટ ના હોલ માં આવી ને પોતાના શરીર ને એણે પડતું મૂકી દીધું અને દીવાલ તરફ જોય ને ચોધાર આંસુ એ રડવા લાગી...

લાગણીઓ આજ ખાલી એના રડવાથી જ શમી જાય એમ નહોતી...એ દિવાલ પર લટકેલા ફોટો તરફ જોય ને જોર થી પ્રશ્નો વરસાવવા માંગી...

..મારા માં બાપ એ મને વિસ વર્ષે જ પરણાવી દીધી એમાં મારો શું વાંક?...!.!??

હે..ચન્દ્રકાન્ત રાઠોડ લગ્ન ના છ મહિના માં જ તું મને છોડી ને જતો રહ્યો એમાં મારો શું વાંક...???

અને આ યુવા વયે મારે વિધવા તરીકે જીવવાનું એમાં.મારો શું વાંક?

આખી જિંદગી આમ ઘી ની વગર રોટલી જેવી કાઢી નાખવાની? કોના માટે?? દુનિયા માટે???? પણ આ...માં... મમમમમારો શું વાંકક્કક ??..

રેણુ ની આંખ અને મુખ બન્ને માંથી નિસાસા નીકળતા રહ્યા...

રક્ષ ના મન માં રહેલા કોયડાઓ પણ બીજા દિવસે રેણુ ના ટેબલ પર પડેલ રાજીનામુ જોય ને અકબન્ધ રહી ગયા...

THE END

લેખક : ડો રાકેશ સુવાગિયા..