Hu Tari rah ma - 6 in Gujarati Fiction Stories by Radhika patel books and stories PDF | હું તારી રાહ માં - 6

Featured Books
Categories
Share

હું તારી રાહ માં - 6

( આગળ જોયું ... રિદ્ધિ પણ મેહુલ વિશે તેવું જ Fill કરવા લાગી હોય છે જેવુ મેહુલ રિદ્ધિ વિશે Fill કરે છે. પરંતુ બન્ને આ વાતથી અજાણ હોય છે અને મનમાં ને મન માં મુંઝાતા હોય છે કે કેમ મનની વાત જણાવવી ? રિદ્ધિ ને એવું Fill થાય છે કે કોઈ અજાણી વ્યક્તિ તેના પર નજર રાખેલી છે... પણ આ કોણ છે? જોઈએ આગળ...)

રવિવાર દિવસ હતો. આજ તો ઓફિસ જવાનું ન હતું. આથી મેહુલ થોડો મોડો ઉઠ્યો હતો. ઊઠીને ફ્રેશ થઇ તેણે તેની જુની જ્ગ્યા પર બેસવા જવાનું વિચાર્યું આથી તેને કદાચ રિદ્ધિના દર્શન થઈ જાય ...!! આમ પણ રિદ્ધિને જોયા વગર મેહુલની સવાર હવે ક્યાં પડતી હતી? લોકોને આંખ ખોલવા ‘ચા’ ની જરૂર પડતી હશે પણ મેહુલને તો રિદ્ધિ ની એક ઝલક જ કાફી હતી.

મેહુલ એ ઉત્તમ અને મિલનને પણ બોલાવી લીધા પોતાની બેઠક પાસે.

“ મમ્મી હું બહાર જાઉં છું.” કહેતા મેહુલ પોતાની બેઠક તરફ જવા નીકળો.

કોઈ હજુ આવ્યું નહોતું આથી મેહુલએ આવીને સીધી રિદ્ધિના ઘર તરફ નજર ફેરવી પરંતુ તે તરફ કોઈ દેખાયું નહીં આથી નિરાશ થઈ મેહુલ એ બાઇક પર બેસતા ઉત્તમ ને Call કર્યો.

“ અલ્યા , ક્યાં છો તમે લોકો? કેટલા Call લગાવવાના હે ? મારી જાનમાં આવવાનું કહેતો હોય એવા લાડ કરો છો તમે તો.” મેહુલ બોલ્યો.

“ અરે આવું છું મિલનને લેવા ગયો હતો રસ્તામાં જ છીએ.” ઉત્તમ બોલ્યો.

“ હા આવો. “ મેહુલ બોલ્યો.

થોડીવાર પછી ઉત્તમ અને મિલન બન્ને આવતા દેખાયા આથી મેહુલ એ 3 ક્ટીંગ ટી નો ઓર્ડર આપ્યો.

“ આવો ... આવો ... બહુ વહેલા આવ્યા હજુ થોડીવાર પછી આવ્યા હોત તો ચાલત.” મેહુલ એ ગુસ્સે થતા કહયું.

“ બસ હો ... વધારે ન બોલ. એ તો આજ ખબર નહીં ભાઈ કેમ વહેલા આવી ગયા બાકી અમારે તેડવા ઘરે ધકો થાય છે 10 – 10 Call પછી પણ યાદ છે ને ? “ ઉત્તમ મજાક કરતાં બોલ્યો.

“ અરે ઉત્તમ તું નહીં સમજે હવે તો આ ભાઈ ને રાતે નીંદર જ ક્યાં આવે છે? હવે તો બસ સવાર પડવાની જ રાહ જોતાં હોય છે ભાઈ.” મિલન પણ મસ્તી કરતાં બોલ્યો.

“ શું વાત છે એવું હે?” ઉત્તમ બોલ્યો.

“ હા ઉત્તમ, ભાઈ કોઈના પ્રેમમાં છે .” મિલન ખુલાસો કરતાં બોલ્યો.

“ શું વાત છે ? ક્યારે ? કોની સાથે ? અને પહેલી વાત, મને કોઈએ કેમ ન કહયું હે ? કેમ ભાઈ, મેહુલ શું આ વાત સાચી છે ?” ઉત્તમ ઘણા આશ્ચર્યમાં હતો.

“ હા યાર મને એ ખૂબ જ ગમે છે. Afterall I m in Love With Her.” મેહુલ એ ઉત્તમ સામે જોતાં બોલ્યો.

ચા આવી ગઈ હતી આથી મેહુલએ કીધું ચા પીતા – પીતા વાત કરું.

“ હા ચાલ ચા પીતા મને બધી વાત કર.” ઉત્તમ બોલ્યો.

“ હમમ ... ઠીક છે.” મેહુલ બોલ્યો

ચા ને બધા ને ન્યાય આપી પછી મેહુલએ વાત કરી.

“ ચાલ પુછ હવે શું પુછવું છે ?” મેહુલ એ કહયું.

“ શું નામ છે ? ક્યાથી છે ? શું કરે છે ? તમે ક્યાં મળ્યા.?” ઉત્તમ એ એકદમ થી બધા જ પ્રશ્નો પૂછી લીધા.

“ નામ રિદ્ધિ,

રહે છે જૂનાગઢમાં જ ,

ઓફિસમાં જ Employee છે,

અને મળવામાં તો બહુ જ લાંબી Story છે.” મેહુલએ ચોખવટ કરતાં કહયું.

“ સાચે...? ઉત્તમએ આશ્ચર્યથી કહયું.

“ આ પહેલી વખત થયું છે જે તારી લાઈફમાં આવડી મોટી વાત થઈ ગઈ છે ને મને ખબર નથી.” ઉત્તમએ નકલી ગુસ્સો વ્યક્ત કરતા કહયું.

“ અરે ના યાર એવું નથી પણ મને પોતાને આ વાતની પછી ખબર પડી.” મેહુલએ ચોખવટ કરતાં કહયું.

“ સારું ચાલ મને એ કહે કે એ જૂનાગઢમાં કયા રહે છે?” ઉત્તમ એ ફરી પ્રશ્ન કરતાં કહયું.

મેહુલએ રિદ્ધિના ઘર તરફ ઈશારો કરતાં કહયું,” જો ત્યાં. ”

“ સામે ?” ઉત્તમ એ ચોંકતા કહયું.

“ હા સામે, અને પહેલી વાર મે તેને ત્યાં જ જોયેલી.” મેહુલએ ચોખવટ કરતાં કહયું.

“ અરે વાહ યાર, તું તો બહુ જ મોટો છૂપો રૂસ્ત્મ નીકળ્યો. કોઈને જાણ પણ ન થવા દીધી આ વાતની.” ઉતમ એ મજાક કરતાં કહયું.

“ અરે સાચે યાર આ બધુ આટલી જલ્દી થઈ ગયું મને ખુદને આ બધુ સમજવવામાં ખુબ સમય લાગ્યો હું તમને શું સમજાવું બોલો?” મેહુલ એ સમજાવતા કહયું.

ત્યાં થોડીવારમાં રિદ્ધિ બહાર ફ્ળીયામાં દેખાય. મેહુલનું ધ્યાન તે તરફ ગયું. મિલનએ ઉત્તમ ને બતાવતા કહયું,” જો પેલી છોકરી છે એ રિદ્ધિ છે.”

મેહુલ ને રિદ્ધિ પાસે જઈને વાત કરવાનું મન હતું. પણ જઈ શકે તેમ ન હતો કારણ કે ત્યાં તેના ઘરના કોઈ જોઈ જાય તો મુશ્કેલી થઈ શકે અને રિદ્ધિ ના ફોન નંબર તો હતા નહીં આથી Call કરવાનો તો કોઈ પ્રશ્ન જ ન હતો. પરંતુ ઈશ્વર ખરેખર મેહુલ ઉપર હમણાથી મહેરબાન હતા. થોડી જ વારમાં રિદ્ધિ કોઈ કામથી ઘરની બહાર નીકળી. તે મેહુલ હતો તે બાજુ જ આવતી હતી. ત્યાં આચનક રિદ્ધિનું ધ્યાન મેહુલ તરફ ગયું.

“ અરે મેહુલ તું અહિયાં ક્યાથી?” રિદ્ધિએ એ ખુશ થતાં કહયું.

“ અરે હાય રિદ્ધિ, આ જ્ગ્યા પર હું મારા મિત્રો સાથે ફ્રી ટાઈમમા બેસવા આવું છું. પરંતુ તું અહિયાં ?” મેહુલએ અજાણ્યા બનતા પ્રશ્ન કર્યો.

“ મારુ અહિયાં જ ઘર છે જો સામે પેલા ક્વાર્ટર દેખાય છે તે પહેલું ક્વાર્ટર અમારું છે. મારા પપ્પા અહિયાની હાઈસ્કૂલના શિક્ષક છે. અમે થોડા જ સમય પહેલા પપ્પાની સિફ્ટિંગ થવાથી અહિયાં રહેવા આવિયા છીએ.” રિદ્ધિએ જણાવ્યુ.

“ Oh ... That’s Great. ત્યારે હું માનું કે તું આટલી હોશિયાર કેમ છે? જેમના પપ્પા ટીચર હોય તેમની દીકરી તો હોશિયાર હોવાની જ.” મેહુલએ રિદ્ધિના વખાણ કરતાં કહયું.

“ ના હું કઈ હોશિયાર નથી .” રિદ્ધિએ શરમાતા કહયું.

“ ચાલ હું તને મારા મિત્રોને મળાવું જો આ ઉત્તમ છે મારો સૌથી ખાસ મિત્ર અને મિલન ને તો તું ઓળખે જ છે.” મેહુલએ ઓળખાણ કરાવતા કહયું.

“ હાય.” રિદ્ધિ એ સ્માઇલ સાથે જવાબ આપ્યો.

“ ચાલ હવે હું નિકળીશ મારે થોડું કામ છે.” રિદ્ધિએ જતાં કહયું.

“ હા, ઓકે બાય.” મેહુલ બોલ્યો.

“ મેહુલ આજ સાંજે મારા ઘરની પાછળ ગાર્ડન છે તેમાં મળીએ તો ?” રિદ્ધિએ કહયું.

મેહુલ તો મનમાં જ ખૂબ હરખાઈ ગયો અને પછી કહયું,” હા ઓકે.”

“ સાંજે 6 વાગ્યે હું તારી રાહ જોઈશ.” રિદ્ધિએ કહયું.

“ હું 6 વાગ્યે આવી જઇશ.” મેહુલએ સ્માઈલ સાથે કહયું.” પછી બન્ને છુટા પડ્યા.

થોડીવાર આમતેમ વાતો કરતાં પછી મેહુલ, મિલન, અને ઉત્તમ પણ ઘરે જવા નિકળા.

ઘરે આવી જમીને મેહુલ રૂમમાં જાય છે અને 6 વાગ્યાની રાહ જોવા લાગે છે. ઘડિયાળમાં બપોરના 2 વાગ્યા હોય છે. “ ઓહ હજુ તો 4 કલાકની વાર છે.” મેહુલ બબડ્યો.

સામે રિદ્ધિ પણ 6 વાગવાની રાહમાં હોય છે . પછી તે પણ આરામ કરવા માટે રૂમમાં જાય છે.

સાંજના 6 વાગ્યે બરાબર મેહુલ રિદ્ધિને કહેલા ગાર્ડનમાં આવી જાય છે. રિદ્ધિ હજુ આવી નથી હોતી એટલે તે એક બૅન્ચ પર બેસી રિદ્ધિની રાહ જોવા લાગે છે. થોડીવારમા રિદ્ધિ આવતી દેખાય છે બ્લેક એન્ડ રેડ પંજાબી સલવાર સુટ માં રિદ્ધિ એકદમ પંજાબી છોકરી જેવી લગતી હોય છે . લાંબો ખજુરી ચોટલો અને કપાળ પર બ્લેક ચાંદલાની ટીલળી માં રિદ્ધિ ગજબની ખૂબસુરત લગતી હોય છે. આમ તો રિદ્ધિ હતી જ સુંદર પણ દરેક વખતે મેહુલને તેનું અલગ જ રૂપ જોવા મલતું હતું . મેહુલ તો રિદ્ધિને જોતો જ રહી ગયો.

“ હાય .” રિદ્ધિએ મેહુલ પાસે આવતા કહયું.

“ હેય , આવી ગઈ ?” મેહુલએ કહયું.

“ હા બસ જો હમણાં જ ફ્રી થઈ પછી અહિયાં જ આવી સોરી હો થોડું મોડુ થયું તેના માટે.” રિદ્ધિએ કહયું.

“ અરે ના It’s Ok.” મેહુલએ કહયું.

“ તે મને મળવા બોલાવ્યો કઈ ખાસ કામ હતું? મેહુલએ પ્રશ્ન કર્યો.

“ કેમ કામ હોય તો જ વાત કરવાની? તો જ મળવાનું બાકી નહીં?” રિદ્ધિએ પૂછ્યું.

“ અરે ના મળાય ને એમ ને એમ હું તો બસ એમ જ પુછતો હતો.” મેહુલએ કહયું.

“ Actully જૂનાગઢમાં મારે કોઈ ખાસ મિત્ર હજુ બન્યું નથી ઓફિસમાં તું અને મિલન બે જ છો. તેમાં પણ મને તારી જોડે વધારે બને. આજ રવિવાર હતો અને રજામાં હું એકલી ઘરે બોર થઈ જાવ. મમ્મી માસીના ઘરે ગયા છે. હું ઘરે એકલી હતી. અને મે સવારમાં તને જોયો આથી ઘરે એકલી કંટાળી ન જાવ આથી મે તને અહી બોલાવ્યો.” રિદ્ધિએ ચોખવટ કરતાં કહયું.

“ ઓકે ઓકે . “ મેહુલએ કહયું.

“ તારે કઈ કામ તો નહોતું ને ? મે તને અહિયાં બોલાવ્યો તારું કોઈ કામ તો અટક્તું નથી ને ? રિદ્ધિએ પુછ્યું.

“ અરે ના સારું કર્યું આમ પણ હું રવિવારે Bor થતો હોય તો એ બહાને તારી જોડે બેસીસ તો સમય નીકળી જશે.” મેહુલએ કહયું.

મેહુલ અને રિદ્ધિ થોડી આડીઅવળી વાતો કરતાં હતા અચાનક જ રિદ્ધિ ગભરાઈ ગઈ. રિદ્ધિનો ગભરાયેલો ચહેરો જોઈ મેહુલએ પુછ્યું.’ શું થયું રિદ્ધિ તું ઠીક છે?”

“ હા હું એકદમ ઠીક છું” રિદ્ધિએ થોડી શાંત થતાં કહયું.

“ ના , તું મને કઈ ઠીક નથી લાગતી હમણાં સુધી હસતી – હસતી વાતો કરતી હતી આમ અચાનક તારા ચહેરો ઉપર છવાયેલી ગભરાહટ હું વાચી શકું છું . મને બોલ શું વાત છે?” મેહુલએ રિદ્ધિને પુછતા કહયું.

“ મેહુલ હમણાં બે – ત્રણ દિવસથી મને એવું લાગે છે કે મને કોઈ છુપાઈ ને જોઈ રહ્યું છે.” રિદ્ધિએ કહયું.

“ કોણ ? અને શા માટે ?” મેહુલએ પુછ્યું.

“ એ જ તો ખબર નથી. બે દિવસ પહેલા હું મમ્મી સાથે માર્કેટ ગઈ હતી ત્યારથી મને એવું લાગે છે કે જાણે સતત કોઈ મારો પીછો કરી રહ્યું હોય અને મારા પર નજર રાખી હોય. મે મમ્મીને પણ વાત કરી પરંતુ તેણે મારો વહેમ હશે તેમ કહી વાતને ઉડાવી દીધી.” રિદ્ધિ અત્યંત ચિંતિત સ્વરમાં બોલી.

“ તું પહેલા શાંત થા . હું તારી સાથે છું, ચિંતા ના કર અને મને જણાવ તને કોઈના પર શક છે ? કોઈ એવું જેની જોડે તારે અણબનાવ હોય કે પછી કઇપણ ...?” મેહુલએ પુછ્યું.

“ ના આમ તો મારે બધા સાથે સંબંધ સારા છે. મારો ક્યારેક કોઈ જોડે ઝઘડો નથી થયો. ફ્રેન્ડ્સ ગ્રુપ પણ સારું છે. પણ ...” રિદ્ધિ બોલતા અટકી ગઈ.

“ પણ ... શું “? મેહુલએ પ્રષ્ન કર્યો.

“ જ્યારે અમે મોરબી રહેતા જુનાગઢ શીફ્ટ થવા પહેલા ત્યારે મારી કોલેજમાં એક છોકરો હતો કેયુર તે પાગલની જેમ મારી પાછળ પડ્યો હતો. મારી ઘણીવાર ના કહેવા છતાં મારી પાછળ આવતો. મને તેનો પ્રેમ સ્વીકારી લેવા ફોર્સ કરતો મને તે ખુબ જ હેરાન કરતો.” રિદ્ધિએ મેહુલને બધી વાત કરી.

“ તો તને એમ લાગે છે કે તે કેયુર હોઇ શકે?” મેહુલએ પુછ્યું.

“ હા કદાચ.” રિદ્ધિએ કહયું.

“ પણ એ જ કેમ ?” મેહુલએ પુછ્યું.

“ કેમ કે તેણે મને ચેતવણી આપેલી કે જ્યાં સુધી હું તેનો પ્રેમ સ્વીકાર નહીં કરું ત્યાં સુધી તે મારો પીછો નહીં મૂકે ભલે પછી હું બીજા શહેરમાં જતી રહું તે ત્યાં પણ મારી પાછળ આવશે એવું તેણે સ્પષ્ટ કહેલું આથી મને તેના પર જ શક છે અને શક શું હું તો પાક્કુ જ કહું છું કે તે જ છે.” રિદ્ધિએ ધ્રૂજતાં સ્વરે કહયું.

“ તું ચિંતા ના કર. એક કામ કર તું અત્યારે ઘરે જા મને તારા નંબર આપ કાલ તું જ્યારે ઘરેથી નીકળ મને Call કરજે. હું તારી પાછળ જ હોઈશ અને જોઈશ કે કોણ તારો પીછો કરે છે? પછી આપણે તેણે પકડી લઈશું.

“ હા ઓકે.” રિદ્ધિએ કહયું.

રિદ્ધિ મેહુલએ ફોન નંબરની આપ – લે કરી પછી બન્ને છુટા પડ્યા. રિદ્ધિના ઘરે પહોચી જવા સુધી તે રિદ્ધિની સાથે હતો. પછી તે પણ ઘર બાજુ ગયો.

સાંજના 7:30 થવા આવ્યા હતા. આથી મેહુલ થોડું Computer Work કરવા માટે બેઠો. પરંતુ તેનું મન તેમાં લાગતું નહોતું તે રિદ્ધિ માટે પરેશાન હતો. આથી મેહુલને Call કરવાનો વિચાર આવ્યો. પણ આમ રિદ્ધિને અચાનક Call કરવાનું મેહુલને ઠીક ના લાગ્યું આથી તેણે કામમાં મન પરોવ્યું.

***

રાતે જમીને Free થઈ મેહુલ રૂમમાં સૂતો હતો. તેણે રિદ્ધિને Watsapp માં Message કરવાનું વિચાયું.

“ Hi “ મેહુલએ રિદ્ધિને મેસેજ કર્યો.

પંદર મિનિટ જતી રહે છે અને સોળમી મિનિટે રિદ્ધિનો રિપ્લાય આવે છે.

“ Hey “ રિદ્ધિએ રિપ્લાય આપ્યો.

“ How Are You ?“ મેહુલ રિદ્ધિનો મેસેજ વાચતાં તરત જ રિપ્લાય કરે છે.

“ I Am Fine, You?” રિદ્ધિ.

“ I Am Also Fine.” મેહુલ.

“ Had You Take a Dinner ?” રિદ્ધિ.

“ Yes And You?” મેહુલ.

“ Me Also .” રિદ્ધિ.

“ એક વાત પૂછું ?” મેહુલ.

“ હા પુછ.” રિદ્ધિ

“ ઘરે ગયા પછી કોઈ હેરાનગતિ તો નહોતી થઈ ને ? મારો મતલબ છે પેલી વ્યકતી તરફથી કઈ ... ? ” મેહુલ એ પુછ્યું.

“ ના ... ના પછી તો કોઈ Problem નહોતો થયો અને આમ પણ થોડી વાર પછી તો મમ્મી પણ આવી ગયા હતા એટલે કઈ Problem ન થયો.” રિદ્ધિએ જવાબ આપ્યો.

“ Ok. “ મેહુલ

“ Say Else ” રિદ્ધિ

“ You Don’t Worry, I Am With You કાલ તું ઘરેથી ઓફિસ માટે નીકળ ત્યારે મને Inform કરજે. હું આવીશ તારી સાથે.” મેહુલ

“ હા. Ok “ રિદ્ધિ

“ Ok ... So ... Good Night ... કાલ મળીએ.” મેહુલ

“ Same To You Jay Shree Krishna.” રિદ્ધિ

“ Yah .... Jay Shree Krishna ... “ મેહુલ

***

સવારે 9:30 એ મેહુલને રિદ્ધિનો Call આવે છે. મેહુલ તૈયાર હોય છે. તે રિદ્ધિનો Call Receive કરતાં કહે છે, “ હા તું ઘરથી થોડે દૂર ઊભી રહે હું આવું જ છું.”

રિદ્ધિ ઘરેથી નીકળી થોડે દૂર ઊભી હોય છે ત્યાથી જ પાછળથી કોઈ તેના ખભા પર હાથ રાખે છે અને બોલાવે છે રિદ્ધિ એકદમ ડરી જાય છે. તેને એવું લાગે છે કે ફરી તે વ્યક્તિ ....

.... પણ પાછળ વળી ને જુએ છે તો મેહુલ હોય છે.

“ ઓહ ... તું છો હું તો સાચે જ ડરી ગઈ.” રિદ્ધિએ ગભરતા અવાજમાં કહયું.

“ Relex રિદ્ધિ હું છું. જો તને કહયું હતું ને કે હું થોડી જ વારમાં આવું છું તું નાહક જ ડરે છે હો.” મેહુલએ રિદ્ધિને શાંત કરતાં કહયું.

“ અને આમ પણ રિદ્ધિ તારે ડરવું ન જ જોઈએ . તું છોકરી છે તેનો મતલબ એવો નહીં કે તારે ડરવાનું હિમંતથી કામ લે આજ હું તારી સાથે છું અને કાલ કદાચ તું એકલી હોય તો પણ તારે હિમંતથી જ કામ લેવાનું અને ડરવાનું તો બિલકુલ પણ નહીં, સમજી?” મેહુલએ સમજાવતા કહયું.

“ યસ ... બોસ.” રિદ્ધિ ખડખડાટ હસી પડી.

સાથે મેહુલ પણ હસવા લાગ્યો.

“ચાલ હવે ઓફિસએ જઈશું?” મેહુલ

“હા ... ચાલ.” રિદ્ધિ .

બન્ને ઓફિસએ પહોચે છે અને પોતપોતાના કામમાં લાગી જાય છે.

***

બપોરે 1:30 એ લંચ બ્રેક પડતાં રિદ્ધિ ઘરે જવા માટે નીકળે છે. મેહુલ બૅન્કના કામથી બહાર ગયો હોય આથી તે એકલી જ નીકળી જાય છે. મેહુલને કહે તો તે ઘર સુધી મૂકવા આવે કામ Pending રાખીને આથી એકલી જ નીકળી.

રસ્તામાં રિદ્ધિ જતી હોય છે ત્યારે ફરીથી તેને એ જ અહેસાસ થાય છે કે કોઈ પીછો કરી રહ્યું છે. પણ આ વખતે મેહુલના સમજાવ્યા મુજબ તે મન મક્કમ કરી આગળ ચાલવા લાગે છે. ત્યાં જ અચાનક તેની સામે એક બાઇક આવીને ઊભું રહે છે. તે માણસને જોઈને રિદ્ધિ ડઘાઈ જાય છે તેને પોતાની આંખ પર વિશ્વાસ નથી આવતો.

“ તું ... અહીયાં ?” રિદ્ધિ

“ હા ... હું. “ અજાણ્યો માણસ

“ તો તું જ મારો ઘણા દિવસથી પીછો , કરશ ?” રિદ્ધિ

“ હા ... તે હું જ છું “ અજાણ્યો માણસ.

કોણ હતો તે માણસ ? શું તે કેયુર હતો ? કે પછી બીજું કોઈ શા માટે તે રિદ્ધિનો આમ પીછો કરી રહ્યો હતો ? જાણશું આગળ... ત્યાં સુધી રાધિકા પટેલ ના સૌ વાંચક મિત્રો ને જય શ્રી કૃષ્ણ.

(ક્રમશ :)