CHAPTER 15
તેર ફેબ્રુઆરીની બે હજાર ચઉદની એ રાત વિંધ્યા માટે કશ્મકશ ભર્યા વિચાર શ્રૂંખલાઓથી ઘેરાયેલી રહી હતી. સાત વર્ષની તપશ્ચ્રર્યાનું મિલનફળ પામવાની ઝંખનાએ તેને ઉંઘાવા ન દીધી.
સુંદર, નમણી, ગૌરવર્ણી, વિંધ્યાએ સત સત વરસથી સૌંદર્ય પ્રસાધનોનો પરિત્યાગ કર્યો હતો. પ્રેમનાં અંતિમછોર રૂપ નિર્ણયથી તેણીએ દર્પણની દુનિયાને મુર્છિત કરી દીધી હતી કારણકે આ સાત વર્ષમાં ઇચ્છાથી આયનાંને પોતાનો ચહેરો બતાવ્યો ન હતો. આવતી કાલનાં સુર્યનાં કિરણો પર સવાર થઇ તેનો પ્રેમ આવવાનો હતો. તે રાત્રે સપનાનાં આકાશમાં ગમતીલી ઇચ્છાઓની પાંખો પસારી ઉડાઉડ કરતી હતી.
વિંધ્યાને સતનીલનો હસતો ચહેરો દેખાયો. શરણેશ્વરનાં હસ્તિદ્વાર સામેનાં વડલા નીચે જગતને ભુલી નીલની વિશાળ ભુજાઓમાં પોતાને ભીંસાતી જોઇ. નીલનાં કામુક પસીનાંની ગંધમાં એ આહ ભરતી હતી... તો શ્વેતાયન બંગલાની ઉપરનાં ભાગે આવેલ ખુલ્લા રમણાંમાં ઉભી હતી. અને પાછળથી આવી નીલએ આંખો પર હાથ દબાવીને પુછ્યું “ ઓળખી દે હું કોણ છું?” .... હાઇવે પર બાઇક પર નીલની પાછળ ચીપકીને તે બેઠી હતી.. સ્પીડ વધતાં ચીસો પાડતી હતી. ને અચાનક તેણીએ નીલનાં ખભાનાં ભાગે બચકું ભરી લીધું. એ સથેજ ચીસ સાથે નીલે જોરથી બ્રેક મારી. નીલને પીડા આપવાની મજા આવી હોવા છ્તા તે ધ્રુજતી હતી. નીલએ બાઇક સાઇડ્માં લઇ સ્ટેન્ડ કર્યું. વિંધ્યાનાં ગાલ પર પ્રેમથી હાથ ફેરવ્યો. તેણીનાં ખુલ્લા વાળમાં આંગળીઓ ફેરવી. વિંધ્યાની આંખો બંધ થઇ ગઇ હતી. ધીમેથી ગાલમાં ટપલી મારી. હા... એ ગાલ પર હોઠ પણ ફરવાં લાગ્યા.
વિંધ્યાને સીરોહીનું દીવડાઓથી ઝગમગ થતું રેલ્વે સ્ટેશન દેખાયું. અસંખ્ય લોકોની ભીડ હતી. કોઇ હાર, કોઇ પુષ્પગુચ્છ, કોઇ ગીફ્ટબોક્ષ, લઇ ઉભા હતાં. બધાની આંખોમાં ઇન્તઝાર હતો. નીલ જોગી, ઋષિ, તપસ્વી, ની દુનિયાને ત્યાગી, ગેરૂઆ રંગ છોડી, વિંધ્યાની રંગીન દુનીયાંમાં અવી રહ્યો હતો. ભીડ્નાં મોટાભાગનાં લોકો યોગરાજ મહેતાનાં એમ્પાયર સાથે જોડાયેલા હતા.
વિંધ્યા એકલીજ ભીડ્થી દૂર એક પીલરની પાછળ સંતાઇને ચાતક નજરે નીલનાં આવવાની રાહ જોતી હતી. અચાનક તણીનો હાથ પાછળથી કોઇએ જોરથી ખેંચ્યો.ચમકીને પાછળ ફરી જોયું “ અરે... નીલ” તું અહિં ?” નીલ માત્ર હસતો હતો. “ પણ અહિંયા કેવી રીતે ?’
સતનીલે વિંધ્યાનાં હોઠ પર આંગળી મુકી ચુપ રહેવાં ઇશારત કરી. પણ વિંધ્યા આશ્ચ્રર્ય અને આવેગમાં હોવાથી ચિલ્લાવા માટે મ્હો ખોલ્યું પણ અવાજ નીકળ્યો નહીં કારણ કે સતનીલે પોતાનાં હોઠથી વિંધ્યાનાં હોઠ સીવી દીધાં હતાં. ક્ષણમ વિરમ્ય..
વિંધ્યાનો હાથ પકડી દૂર દૂર આવેલ મરૂભુમિનાં શાંત વાતાવરણ માં લઇ ગયો. રેતાળ રણમાં આવેલ લાલ પથ્થરની નકશીવાળી છત્રીઓ તરફ બન્ને દોડ્યા. એક છત્રીનાં પગથીયા ચડે થાંભલીનાં ટેકે નીલ બેસી ગયો. વિંધ્યા પાસે બેસી ગઇ. નીલની છાતીનાં વાળ સાથે ગાલ ઘસતી વિંધ્યાએ આંખો બંધ કરી પુછ્યું “ નીલ” સાચ્ચુ કહેજે હો.. હું કેવી લાગું છું? “
“ એ જવાબ તો તને આયનાંઓ રોજ આપતા હશેને ? “
“ નીલ” તું ગયો તે દિવસથી આજ દિવસ સુધી મે આયનાંને ચહેરો બતાવ્યો નથી, કે ચહેરાને સજાવ્યો નથી. બસ તું જે વર્ણન કરીશ તે માની લઇશ. બસ એકવાર કહે હું કેવી લાગુ છું ?’
ફરી નીલે તેનો હાથ પકડી ઉભી કરી, છત્રીનાં પગથીયા ઉતરી, એકદમ નજદીક આવેલ નદીનાં પટની ભેખડની ધાર પાસે દોરી ગયો.ભેખડ્ની ધાર પર નીચાણ ભાગે પાણીનો વીરડૉ બનાવેલ હતો. ભેખડ્નોં છાંયડો વીરડા પર પડતો હતો. પરંતું વીરડા પાસે ઉભેલી વિંધ્યાનાં મ્હો પર સૂર્યપ્રકાશ પડતો હતો. વીરડાનાં શાંત જળમાં સતનીલે વિંધ્યાને તેનો ચહેરો જોવાનું કહ્યું. વિંધ્યાને તેનું પોતાનું પ્રતિબિંબ દેખાયું.
“નીલ’ ચહેરો બરાબર દેખાતો નથી.”
નીલે નીચે બેસી ઝુકીને જોવા સુચવ્યું. વિંધ્યા વીરડા પાસે ઘુંટણીયે બેસીને જળમાં પોતાનાં ચહેરાનું પ્રતિબિંબ જોવા લાગી. નીલે મજાક કરી. વિંધ્યાનું મસ્તક સહેજ ધક્કા સાથે જળમાં ડુબાડ્યું. મ્હો પર અચાનક જોરથી પાણીની ઝાલક વાગી. થોડું પાણી પણ પીવાઇ ગયું. મ્હો સાફ કર્યું ત્યારે ખબર પડી કે સ્વપ્ન હતું, જે તુટી ગયું. વોશબેઝીન માં પોતે મ્હો ધોતી હતી. મનમાં હસી પડી.
“ પાગલ નહીં તો.. સપનામાં પણ પજવે છે. “
વિંધ્યાને કંઇક વિચાર સ્ફૂર્યો. ઉછળતી લાગણીઓનાં ધસમસતા પ્રવાહમાં ટીખળનું નાનકડું ભંવર રચવાની ઇચ્છા થઇ.- દુલ્હન નો સાજ સજીને તારી રાહ જોઇશ -... તેવું વચન નીલને આપેલ તે યાદ આવ્યું. મનમાં બબડી “ નીલ આજે તારી વિન્નીની આ છેલ્લી મજાક હશે.”....
એ મજાકનું પુર્ણરૂપ આપવાં એકાદ કલાક બાદ તૈયાર થઇ.કાછોલા પાસેની બન્નેની ગમતીલી જગ્યા “ ગંગા જળીયા “ જવા કાર માં રવાનાં થઇ.
***
કાર હવામાં ઉડતી હોય એ રીતે હાઇવે પર દોડતી હતી. વિંધ્યનાં વિચારોમાં કાછોલા ક્યારે આવી ગયુ તે સતનીલને ખ્યાલ ના રહ્યો. ગંગાજળીયા તરફનો રસ્તો હાલ ડાઇવર્ટ કરેલ હતો. કારણ કે કાછોલા જેવા નાનકડા ગામમાં રજવાડી લગ્નનાં મહાઉત્સવની તૈયારી પુરજોશમાં ચાલતી હતી. ગામથી થોડે દૂર ચાર ખુલ્લા ખેતરોની જગ્યામાં.સેટ ડીઝાઇનર દાસગુપ્તાએ ભવ્ય સેટ ઉભો કર્યો હતો, બાબુલાલ જૈનને કન્યાદાન કરવાનો અનેરો ઉત્સાહ હતો. મહેમાનોની યાદી યોગરાજ ઉપર છોડી હતી. બાકી પ્રસંગનાં તમામ આયોજનમાં બાબુલાલ જાતે જ નજર રાખતા હતા. દીકરીનાં કન્યાદાન પહેલા કાછોલાનાં ગરીબ પરિવારની એક સાથે સાત કન્યાઓનાં કન્યાદાન કરવાનાં હતા તે તમામ ખર્ચ પણ બાબુલાલ ભોગવવાનાં હતા. બાબુલાલે માં વગરની દીકરીને જરાય ઓછું ના આવે તેવું આયોજન કર્યું હતુ. બસ તે દિવસે સવારે બાબુલાલ જીવનમાં પહેલીજ વાર યોગરાજને ભેટીને ખુબજ રડ્યાં હતા. કારણ તે વિંધ્યા સામે રડવા માંગતા ન હતા.
ગંગાજળીયાનાં મંદિર પાસે સતનીલે ગાડી પાર્ક કરી. તે દોડ્યો. બન્યુ એવું કે પેલી સાત ગરીબ દંપતિમાંનું એક દંપતિ અહિં દર્શને આવેલ. તેનો પતિ પુજારી સાથે વાત કરવા રોકાયો ત્યારે ઘરચોળુ પહેરેલ કન્યા એક પથ્થર પર પતિની રાહ જોતી બેઠી હતી. સતનીલે તેની માત્ર પીઠ જોઇ. તેને વિન્નીનું અંતિમ વાક્ય યાદ આવ્યું.
’ નીલ સાત વરસ પછી હું તારા નામનું ઘરચોળું પહેરીને તારી વાટ જોતી હોઇશ.’
નીલને મજાક કરવાનું મન થયું. તે ધીમેથી પેલી ઘરચોળું પહેરી બેઠેલ કન્યા તરફ આગળ વધ્યો.તેને વિંધ્યાને સરપ્રાઇઝ આપવા.ચમકાવી દેવા ટપલી મારવા વિચાર્યું. તે હજુ પીઠ પર ધબ્બો મારવા નીચો નમ્યો કે તરતજ સતનીલની પીઠ પર અચાનક ધબ્બો લાગ્યો.તે એકદમ ચમકીને સીધો થઇ ગયો. પાછળ ફરી જોયું, તો વિન્ની ઉભી હતી. તે હસતી હતી. બસ ને ભુલી ગયોને ? છેતરાયો ને? .. નીલ યાદ કર તે તારી રૂમમાં મને છેતરીને પીઠ પાછ્ળ ધબ્બો માર્યો હતો.... ચાલો હિસાબ ચુકતે. હવેથી મને કદી હેરાન કરતો નહિં ‘
સતનીલ હસ્યો વિંધ્યાની નજીક સરવા ગયો ત્યાં વિંધ્યા દોડીને જતી રહી. નીલ તેની પાછ્ળ દોડ્યો. દોડતી વિંધ્યા નીલની ફેવરીટ જગ્યા “ હોલીરોક” પર જઇ શાંત થઇને ઉભી રહી ગઇ. સતનીલ પહોચ્યો. વિંધ્યાનાં ધબકાર વધ્યા. સતનીલે શર્ટનાં અંદરનાં ભાગે રાખેલ મોરપિંચ્છ કાઢ્યું. વિંધ્યાએ હાથ ફેલાવ્યા, પિંચ્છાને છાતી સરસું રાખ્યું અને સતનીલે વિંધ્યાને વિશાળ ભુજાઓમાં જકડી લીધી. બેઉનાં શરીર વચ્ચે મોરપિંચ્છ ગુંગળાતું હતું. બન્નેની આંખો બંધ હતી. સમગ્ર બ્રમ્હાન્ડ બન્ને માટે સંગીત રેલાવતું હોય તેમ ઝાડીમાંથી પક્ષીઓનાં અવાજ આવતા હતા. ગંગાજળીયા નાં ઘુનાનાં ધોધ માંથી નીકળતો રવ કવિતાઓ ગાતો હતો. બધુ એકાકાર થઇ ગયું હતું ..સતનીલનાં ગળામાંથી માર્દવ અવાજ નીકળ્યો “ વાની મારી વિન્ની “.... વિન્ની જવાબ ન દઇ શકી તેનાં હોઠ. મિલન માં તરબોળ હતા.
સમાપ્ત..
વાચક મિત્રો,
થોડા હપ્તામાં આપને વધું સારી અને સસાળ વાર્તા આપવાનોં પ્રયત્ન કર્યો છે. આપે બહોળી સંખ્યામાં માતૃભારતીનાં માધ્યમથી. જુગાર ડોટ કોમ વાંચી જેથી આપનો ખુબ ખુબ આભાર વાર્તા વિશે અને પાત્રો વિશે આપનાં અભિપ્રાય જાણવાનો દરેક સર્જકને એક ઉત્સાહ હોયછે. જે મને પણ છે. આપનાં અભિપ્રાય ની અકાંક્ષા રાખું છું.. બસ જરૂરથી લખી મોકલવાં વિનંતિ.
મોબાઇલ. વોટ્સએપ.. 97232 28027
Email - dineshjani189@gmail.com...