Premni Seema - 2 in Gujarati Drama by Sanjay Nayka books and stories PDF | પ્રેમની સીમા - 2

Featured Books
Categories
Share

પ્રેમની સીમા - 2

 

(પુન: પૂર્ણવિરામ પામતી પ્રેમ ગાથા)

Full length Gujarati Natak

PART-2

[ત્રીજું દ્ગશ્ય]

(સવારનો સમય છે. રાહુલ કસરત કરી રહ્યો. કસરત કરતા પરસેવાથી રેબઝેબ થઈ ગયો છે અને ઊંડા-ઊડા શ્વાસ લે છે જાણે 100 મીટરની દોડ દોડી આવ્યો હોય. ડોરબેલ વાગે છે.)

રાહુલ : પ્રિયા પ્લીઝ દરવાજો ખોલશો ?

(પ્રિયાનો કંઈ જવાબ આવતો નથી.)

રાહુલ : પ્રિયા ..??

(ફરી કોઈ અવાજ નથી આવતો તેથી રાહુલ હાંફતો- હાંફતો દરવાજો ખોલવા જાય છે. ત્યાં શાંતિ

આંટી આવે છે.)

શાંતિ આંટી : ઑહ્હ સોરી સોરી ખોટા સમયે આવી ગઈ. આવું થોડી વાર પછી બાય ..

(આંટી જતાં રહે છે.)

રાહુલ : અરે આંટી ? શું થયું ? એવું કંઈ નથી ! ખાયા પિયા કુછ નહી ગ્લાસ તોડા બાર આના

(આંટી જતા રહે છે અને રાહુલ દરવાજો બંધ કરે છે. પ્રિયા ઝાડું લઈને આવે છે.)

પ્રિયા : મને બોલાવતાં હતાં ? કોણ આવ્યું હતું ?

રાહુલ : શાંતિ આંટી હતા તમે ક્યાં હતાં ?

પ્રિયા : એક ઉંદર રસોડામાં ફરતું હતું તેને જ શોધતી હતી.

રાહુલ : ઑહ્હ !

(પ્રિયા ફરી રસોડામાં જાય છે. રાહુલ પોતને વ્યવસ્થિત કરે છે. પરસેવો લૂછે છે અને પાણી પીએ છે અને પોતાના રૂમમાં જાય છે. પ્રિયા ઝાડું લઈને ઉંદરને પકડવા માટે ભાગતી ભાગતી આવે છે અને ઉંદરની આગળ પાછળ ભાગે છે. પણ ઉંદર હાથમાં નથી આવતું અને પ્રિયા થાકીને એક જગ્યા પર ઉભી રહે છે અને ઉડા-ઉડા શ્વાસ લે છે. ફરી ડોરબેલ વાગે છે. પ્રિયા હાંફતી-હાંફતી દરવાજો ખોલવા જાય છે. ફરી શાંતિ આંટી આવે છે.)

શાંતિ આંટી : હજી પણ ?? સોરી સોરી (આંટી જાય છે.)

પ્રિયા : અરે આંટી ! શું થયું આંટી ?

(રાહુલ આવે છે.)

રાહુલ : કોણ હતું પ્રિયા ? અને તમે હાંફો છો શું કામ ?

પ્રિયા : શાંતિ આંટી હતા પણ સોરી સોરી કહીને જતાં રહ્યા.

રાહુલ : શાંતિ આંટી પણ છે ને ! તમે પણ તે સમયે આવી રીતે હાંફતા હતા ?

પ્રિયા : હા કેમ શું થયું ? અને તમે પણ મતલબ ?

રાહુલ : અરે હું સવારે કસરત કરતો હતો તે સમયે પરસેવાથી રેબઝેબ ઉંડા શ્વાસ લેતો હતો અને તે જ સમયે શાંતિ આંટી આવી ગયા અને મને પરસેવાથી રેબઝેબ અને ઊંડા શ્વાસ લેતા જોઈ વેજ વાતને નોન-વેજ રૂપ સમજીને જતાં રહ્યા અને પછી તમે હાંફતા-હાંફતા ગયા એટલે તેમને ફરી નોન-વેજ વિચાર આવ્યો હશે. આ શાંતિ આંટી પણ નોન-વેજ આંટી છે.

પ્રિયા : અચ્છા ! હવે સમજી (નાનકડું શરમીલું હાસ્ય આપતાં) એટલે જ તમે કહેતા હતા ને કે ‘ખાયા પિયા કુછ નહી ગ્લાસ તોડા બારહ આના’ કેમ ?

(રમૂજ કરતા ઝાડું ઉચકે છે.)

રાહુલ : નહી આવું મે ક્યા કંઈ કહ્યું ?

(પ્રિયા ઝાડુ લઈને રાહુલ તરફ આવે છે.)

રાહુલ : આંટીના ચક્કરમાં મારે માર ખાવાનો વારો આવશે. પ્રિયા.....જો તારા નીચે ઉંદર... ઉંદર......

(પ્રિયાનું ધ્યાન હતાવતા કહ્યું)

પ્રિયા : ક્યાં છે ક્યાં છે (ઉંદરને મારવા આમ તેમ જુએ છે.)

(રાહુલ પ્રિયા ઝાડુથી બચતો પોતાના રૂમમાં જાય છે.)

પ્રિયા : બહાર નિકળો તો ?

રાહુલ : નહી ! એ મેરા ઇલાકા હૈ મેરે ઇલાકે મે આને સે આદમી દસ બાર સોચતા હૈ

પ્રિયા : ઇલાકા ની શું વાત કરો ! તમે બહાર તો આવો બધા ઇલાકા ભુલાવી દઈશ.

રાહુલ : તમે આવો મારા રૂમમાં મમ્મી પપ્પાની રમત નહી રમુ બસ !

પ્રિયા : કોઈ દિવસ તો બહાર નિકળશો ને ! ત્યારે જોઈ લઈશ

(પ્રિયા પોતાના રૂમ તરફ જાય છે.)

રાહુલ : હમ તુમ એક કમરે મે બંધ હો ઔર ચાબી ખો જાયે.

(પ્રિયા ગુસ્સામાં ઝાડું રાહુલ તરફ મારે છે.)

રાહુલ : અરે જોઈને લાગી જશે (ઝાડુંથી બચતો બબડ્યો)

(રાહુલ ટેબલના ડ્રાવરમાંથી એક સિગારેટ કાઢી મોં માં નાખીને લાઈટર શોધે છે ત્યાં પ્રિયા આવે છે.)

પ્રિયા : કંઈ ખુશીમાં સિગારેટ પિવાય છે ? File-5

રાહુલ : ઓહ્હ પ્રિયા ! નહિ આ તો કોઈક વાર જ !

પ્રિયા : સિગારેટ ઇઝ ઇન્જર્સ ટૂ હેલ્થ ! સેહત કે લીએ હાનિકારક હોતા હૈ !

રાહુલ : ફિલ્મી ડાયલૉગ છે. પ્રિયા હયાત હતી ત્યારે મારી સિગારેટની લત છોડાવવાની ઘણી કોશિશ કરેલી પણ ના છોડાવી શકી !

પ્રિયા : હું સિગારેટ છોડાવી દઉ તો ?

રાહુલ : તમે જે કહો તે કરીશ.

પ્રિયા : એવુ છે ? તો લાઓ સિગારેટ

રાહુલ : કેમ તમે પીવાના ?

(રાહુલ પ્રિયાને સિગારેટ આપે છે. પ્રિયા સિગારેટ લઈને તેના ઉપર 'પ્રિયા' નામ લખે છે અને રાહુલને આપે છે.)

પ્રિયા : આ લ્યો ! સિગારેટ ઉપર મે 'પ્રિયા' નામ લખી દીધું છે જોઈએ હવે તમે પ્રિયાને કેવી રીતે સળગાઓ છો !

રાહુલ : ઑહ્હ ! એક સિગારેટ પર નામ લખી દીધું પણ બીજી સિગારેટનું શું ?

પ્રિયા : પહેલી પણ પ્રિયા હતી ! અને બીજી પણ પ્રિયા જ છે હવે તમારી મરજી !

(પ્રિયા ત્યાંથી જતી રહે છે.)

રાહુલ : પહેલી પ્રિયાને તો ખોઈ બેઠો છું હવે બીજીને ખોવા માંગતો નથી.

(રાહુલ સિગારેટને કચડી નાખી છે.)

પ્રિયા : ગુડ !

રાહુલ : પ્રિયા ! એક વાત પૂછવાનો માંગતો હતો !

પ્રિયા : હા બોલો !

રાહુલ : તમે મારી સ્વર્ગવાસી પત્નીને કદી મળ્યા હતાં ?

પ્રિયા : નહી તો ? કેમ શું થયું ?

રાહુલ : તમારા હાથે બનાવેલી વાનગીનો સ્વાદ આટલો સરખો કેવી રીતે હોઈ શકે ? મતલબ કે સવારની ચા, બપોરેનું ઉઘયું અને સાંજના બટાકા વડા ! વાહ ! વાહ! માની ગયા તમને પ્રિયા !

પ્રિયા : આમા આટલું બધું વિચારવા જેવુ કશું નથી ! તમને વાનગીઓ ભાવીને ? બસ તો પછી.

(પ્રિયા રસોડા તરફ જાય છે.)

રાહુલ : પ્રિયા ? (પ્રિયાને જતાં અટકાવતા કહ્યું અને પ્રિયા ઊભી રહે છે.)

પ્રિયા : હા બોલો !

રાહુલ : તમે થોડીઘણી પ્રિયાની કમી વસૂલ કરી દીધી છે.

પ્રિયા : એટલે ?

રાહુલ : એટલે કે સવારની કડક મીઠી પુદીના વાળી ચા ! બપોરે મસ્ત મજાનું સ્વાદિષ્ટ ઉધીયું !

સાંજે ગરમાગરમ બટાકાપુરી ! હવે રાતનો પણ જુગાડ કરી દો.

પ્રિયા : શું રાતનો જુગાડ (જોરથી બરાડા પાડતાં)

રાહુલ : અરે !! તમે ખોટું વિચારો છો હું તો રાતના ભોજનમાં લસણિયા બટાકાના શાકની વાત કરતો હતો.

પ્રિયા : તો ઠીક !

રાહુલ : તમે શું સમજ્યાં (રમૂજ કરતાં)

પ્રિયા : તમે જેટલા સામાજિક લાગો છો તેટલા છો નથી !

(રાહુલ નાનકડું હસે છે. પ્રિયા રસોડા તરફ રવાના થાય છે.)

રાહુલ : પ્રિયા ! તે રાત્રે મારા માથામાં તેલ નાખીને માલિશ પણ કરી આપતી હતી. (પ્રિયાને નહી સંભળાય તેવી રીતે બોલે છે.)

(રાહુલના મોબાઈલ પર ફોન આવે છે.)

રાહુલ : હા બોલો એચ આર મૅડમ !

એચ.આર : હા રાહુલ ભાઈ તમે ક્યારે ઓફિસ જોઈન કરશો ?

રાહુલ : અરે લગ્નની રજા મળે તો રજા પતે પછી જ ઓફિસ જોઈન કરીશ ને !

એચ.આર : ઑ.કે. આ તો તમે કહેતા હતાં ને કે તમે વહેલા જ ઓફિસ જોઈન કરી લેવાના છો એટલે ફોન કર્યો.

રાહુલ : હા કહેતો હતો પણ હવે વાત જુદી છે.

એચ.આર : કેમ હવે શું થયું (મજાક કરતા)

રાહુલ : અરે તમે તો ..?

એચ.આર : ઑહ્હ ટોપ સિક્રેટ ! કંઈ નહી એન્જોય કરો ! બાય

રાહુલ : બાય

(ફોન કટ કરે છે.)

રાહુલ : (સ્વગત) શું થયું ?? શું કહું હવે મને 'ફરી પ્રેમ થયો છે' (રોમૅન્ટિક સંગીત વાગે છે)

કાલે પ્રિયાનો બર્થ ડે છે મે તેના પાન કાર્ડમાં જોઈ લીધું છે. કાલે તેને પ્રેમનો એકરાર કરી દઈશ જો કેવું સરપ્રાઇઝ આપું તેને !

(રાહુલ મનમાં ને મનમાં ખુશ થતો પોતાના રૂમમાં જાય છે અને પ્રિયા પોતાના રૂમમાંથી નીકળે છે અને એવો ચહેરો બનાવે છે કે રાહુલની બધી વાત તે સાંભળી ગઈ છે.)

[અંધારું]

[ચોથું દ્રશ્ય]

(પ્રિયા એક હાથમાં સૂટકેસ અને બીજા હાથમાં એક કાગળ લઈને પોતાના રૂમમાંથી આવે છે. તેનો પહેરવેશ અને દેખાવ આજે કંઈક અલગ છે. દુલહનની લાલ સાડીની જગ્યાએ જીન્સ પેન્ટ અને ટી શર્ટ પહેર્યા છે. ગળાનો મંગલસૂત્ર અને માથાનું કુમકુમ ગાયબ છે. આજે પ્રિયા પરિણિત સ્ત્રી નહી પરતું કુંવારી કન્યા જેવી લાગે છે. પ્રિયા જ્યાં રેડિયો મૂકેલો છે ત્યાં આવીને ઊભી રહે છે. હાથમાં રાખેલુ કાગળ રેડિયોની બાજુમાં મૂકે છે અને તે કાગળ પર મંગલસૂત્ર રાખીને ત્યાંથી જવાની તૈયારી કરે છે પણ તેનાથી ભૂલથી રેડિયાની સ્વિચ ચાલુ થઈ જાય છે.)

રેડિયાનો અવાજ : હેલ્લો મારું નામ રાહુલ છે.

(રાહુલનું નામ સાંભળતા પ્રિયાના આગળ વધાતા કદમ થંભી જાય છે.)

આર.જે : રાહુલ જી તમારું સ્વાગત છે આ પ્રોગ્રામમાં જેનું નામ છે ‘ડાઇરેક્ટ દિલ સુધી’ તો બોલો કોને તમારો સંદેશો મોકલાવા માંગો છો ?

રાહુલ : મારી પત્નીને

આર.જે : કેમ અત્યારે તમારી પત્ની તમારી સાથે નથી ?

રાહુલ : નહી એવું નથી. તે મારી સાથે રહે છે પણ વાત એમ છે કે આ મારા બીજા લગ્ન છે અને મારી પત્નીનું નામ પ્રિયા છે. પ્રિયાના પણ આ બીજા જ લગ્ન છે. લગ્નના પ્રથમ દિવસે જ અમે બન્ને એ નક્કી કરી લીધું હતું કે અમે એકબીજા સાથે પતિ પત્ની તરીકે નહી પણ ફ્રેન્ડસ તરીકે રહેશું કારણ કે અમારા બન્નેના લગ્ન ઘરવાળાની ખુશી માટે કર્યા હતા મનની ખુશી માટે નહી. પણ થોડા દિવસ પ્રિયા સાથે હસી મજાકમાં ગુજાર્યા બાદ મારા સુકાય ગયા દિલમાં પ્રેમનાં અંકુર ફૂટવા લાગ્યા મારા ચટ્ટાન જેવા મનમાં કંઈક કોતરી ગયુ હતું. મારા પહેલી પત્નીના મ્રુત્યુ પછી મે વિચાર્યું લીધું હતું કે હું ફરી પ્રેમ નહી કરું પણ હવે મને લાગે છે મને ફરી પ્રેમ થયો છે.

(પ્રિયા રેડિયા તરફ જુએ છે.)

આર.જે : રાહુલ જી ! તો પાઠવો તમારો સંદેશો તમારા પ્રિય પ્રિયાને !

રાહુલ : હેપ્પી બર્થ ડે પ્રિયા ! મને માફ કરજો હું મારા પ્રેમનો ઇઝહાર કરવા રેડિયાનો સહારો લઉં છું કારણકે તમારી સમક્ષ કદાચ મારાથી નહી કહેવાશે કે પ્રિયા હું તને પ્રેમ કરું છું.

(પ્રિયા રાહુલના શબ્દ સાંભળી જોરદાર અચરજમાં પડે લાગે છે. બૅકગ્રાઉન્ડમાં જોરદાર સંગીત વાગે)

આર.જે : હેપ્પી બર્થ ડે પ્રિયા ! તો પ્રિયા માટે કયું ગીત તમે સંભળાવવા માંગો છો ?

રાહુલ : દો દિલ મિલ રહે હૈ મગર ચુપકે ચુપકે ...

આર.જે : તો આવી રહ્યું છે રોમાન્ટીક તમારી પસંદગીનું ગીત તમારી પ્રિયા માટે. ઓ.કે બાય ગીત ‘દો દિલ મિલ રહે હૈ મગર ચુપકે ચુપકે ...’ ચાલે છે અને પ્રિયા પોતાનો સામાન લઈને ઘરથી બહાર જતી રહે છે. File-6

(પ્રિયાના જતાં અંધારું થાય છે. થોડીવાર પછી અજવાળું થાય છે.

(દીવાનખંડમાં રેડિયો વાગી રહ્યો છે. રાહુલ ‘પ્રિયા......’ પ્રિયા......’ નામની બુમ મારતો આવે છે. રાહુલના હાથમાં કેક છે.)

રાહુલ : પ્રિયા......? પ્રિયા..... ? ક્યાં છે ? અરે રેડિયો પણ ચાલુ છે.

(રેડિયો બંધ કરે છે. રાહુલ કેક મૂકીને પ્રિયાને કિચનમાં શોધવા જાય છે પણ ત્યાં પ્રિયા નથી મળતી

તેથી તે પ્રિયાના રૂમ પાસે ઉભો રહીને બોલાવે છે.)

રાહુલ : પ્રિયા..… પ્રિયા...... ?

(પ્રિયાના રૂમમાંથી અવાજ નહી આવતા તે તેના રૂમમાં જાય છે પણ રૂમમાંથી પણ પ્રિયા દેખાતી નથી એટલે ઉદાસ થઈ તે ટેબલ પાસે ઉભો રહે છે જ્યાં રેડિયો છે. હવે રાહુલની નજર કાગળ અને મંગલસૂત્ર ઉપર જાય છે. રાહુલ મંગલસૂત્રને ભયભીત નજરે જોએ છે અને કાંપતાં હાથે કાગળ ઊચકીને વાંચે છે.)

પ્રિયાનો અવાજ :

રાહુલ,

મને માફ કરજો ! હું તમારા જીવનમાંથી હમેશા માટે જઈ રહું છું.

(રાહુલને આટલાં શબ્દો વાંચતાં જ આઘાત લાગે છે.)

તમે પણ વિચારતા હશો કે આટલાં દિવસથી હસી ખુશી રહી અને અચાનક જઈ રહું છું ! રાહુલ તમે દિલના એકદમ સાચા અને પ્રમાણિક છો તમે મારાથી કોઈ વાત છુપાવી નથી એમ કહું તો ખોટું નથી કે તમે એક અરીસા જેવા છો. પણ ..હું એવી નથી. મે તમારાથી ઘણી વાત છુપાવી છે. હું તમને આટલાં દિવસથી ધોકો આપી રહી હતી.

(આ વાક્ય રાહુલના દિલ પર તેજ ખંજરના જેમ વાગ્યુ હોય તેવું જોરદાર સંગીત વાગે)

લગ્નના પહેલા જ દિવસે મે કહ્યું હતું ને ? કે મારા લગ્ન થઈ ગયા છે અને મારા પતિ મ્રુત્યુ પામ્યા છે. એ બધું મેં ખોટું કહ્યું હતું પણ હકીકત તો એ છે કે હું લગ્ન પહેલા એક છોકરાના પ્રેમમાં હતી અને અમે બન્ને લગ્ન કરવા ઇચ્છતા હતાં. મે મારા ઘરવાળાને અમારા પ્રેમની વાત કરી પણ તેઓ નહી માન્યા. પણ હું તો તે જ છોકરા સાથે પરણવા માંગતી હતી. તેથી અમે ઘર છોડીને કોર્ટ મૅરેજ કરવાનું નક્કી કર્યું. પ્રેમમાં પ્રેમી બધું ભૂલી જતાં હોય છે ત્યાં હું પણ મારી ખરી ઉંમર ભૂલી ગઈ હતી. હું ભૂલી ગઈ હતી કે મારા 18 વર્ષ પુરા નથી થયા. હજી 18 વર્ષ પુરા થવા 6 મહિના બાકી છે. અમે નક્કી કર્યું કે આ 6 મહિના પોતાના ઘરે જ વિતાવશું અને 18 વર્ષ પુરા થતાં જ ઘરથી ભાગીને કોર્ટ મૅરેજ કરી પોતાનો અલગ સંસાર વસાવીશું. પણ અમારું ધારેલું અમારું નહિ થયું. 6 મહિના પતવામાં થોડા જ દિવસો બાકી હતા ત્યાં મારા પપ્પાને હાર્ટ ઍટેક આવ્યો. પપ્પાની હાલત ગંભીર થતા મારે તમારે સાથે લગ્ન કરવા પડ્યા. તમારી સાથે લગ્ન થયા ત્યારે 18 વર્ષ પુરા થવામાં 7 દિવસ બાકી હતાં. સાચું કહુ તો મે તમારા સાથે લગ્ન ફક્ત 7 દિવસ વિતાવવા માટે જ કર્યા હતાં. આ 7 દિવસ વિતાવવા અને તમને મારા પર શક નહી જાય તે માટે તમારી મનપસંદ વાનગી ખવડાવતી રહી અને તમે મારા માટે ખોટું ના વિચારો તે માટે થોડી ઘણી હસી મજાક કરી લીધી. હવે તમે વિચારતા હશો કે તમારી મનપસંદ વાનગી તે પણ તમારી સ્વર્ગવાસી પત્ની જેવી બનાવવાની મને કેવી રીતે ખબર પડી ? તેનો જવાબ છે તમારી સ્વર્ગવાસી પત્નીની ડાયરી ! તે ડાયરીમાં તમારી પત્ની હયાત હતી ત્યારે તમારી મન ગમતી વાનગી અને રીત લખી છે મે તેમાંથી જોઈને વાનગી ખવડાવી અને તમે તેના વખાણ કર્યા.

(રાહુલની આંખોમાંથી સળસળાટ આંસુંનો પ્રવાહ વહેવા લાગ્યો.)

આજે મારી બર્થ ડે છે આજ થી હું 18 વર્ષની થઈ ગઈ છું અને મને હવે કોર્ટ મૅરેજ કરવા કોઈ નહી રોકે. હું મારા પ્રેમ પાસે જઈ રહું છું. થઈ શકે તો માફ કરજો.મને ખબર છે તમે મને પ્રેમ કરવા લાગ્યા છો પણ મને ફરી માફ કરજો પણ હવે મારાથી ફરી પ્રેમ નહી થશે. મને આશા છે કે તમે તમારા પ્રેમના પ્રેમમાં અડચણ નહી બનો !

પ્રિયા ....

(લેટર વાંચી રાહુલ તેની સ્વર્ગવાસી પત્નીની તસવીર સામે જોઈને આંખોમાં આંસુનો મહાસાગર લઈને નીચે ઢળી પડે છે અને એટલું જોરથી ચિલ્લાય છે કે જાણે તેના દિલમાં કોઈએ ખિલી ખોસી દીધી હોય !)

'પ્રિ.......યા.......'

[અંધારું]

[પાંચમું દ્રશ્ય]

અવાજ: 6 મહિના બાદ

(રાહુલના દીવાનખંડની દશા ફરીથી અવદશા થઈ ગઈ છે જે લગ્ન પહેલાના દિવસોમાં હતી.રાહુલ ઉદાસી ઘેરાયેલો ડ્રોઈંગરૂમના આમતેમ ચક્કર લગાવી રહ્યો છે. રાહુલ માટે સમય કાપવો કપાતો ન હતો. અચાનક તેના પગ ઉભા રહ્યાં અને ખિસ્સામાંથી સિગારેટ કાઢી મોઢામાં મૂકે છે અને ફરી કંઈ વિચાર આવતા સિગારેટ ફેંકી દે છે અને રેડિયો તરફ જાય છે અને રેડિયો ચાલુ કરે છે.)

ગીત વાગે છે. ‘ઓ જાનેવાલે હો શકે તો લૌટ કે આના’

રાહુલ ચેનલ ચેઇન્જ કરે છે.

બીજી ગીત વાગે છે ‘મેરા જીવન કોરા કાગજ કોરા હી રેહ ગયા’

ફરી ચેનલ ચેઇન્જ કરે છે: ગીત ‘જીએ તો જીએ કૈસે બીન આપકે’

ફરી ચેનલ ચેઇન્જ કરે છે: ગીત ‘અચ્છા સિલા દીયા તુને મેરે પ્યાર કા’

રાહુલ : અરે રેડિયો પર ગમે ત્યારે ગમે તે મૂડના ગીતો વાગતા હોય છે જ્યારે રોમૅન્ટિક ગીતો વાગવા જોઈએ ત્યારે નોન-વેજ ગીતો વાગે છે અને જ્યારે ખુશીના ગીતો સાંભળવા હોય ત્યારે દર્દના ગીતો વાગે છે.

(રાહુલ ફરી રેડિયોની ચેનલ ચેઇન્જ કરે છે. ગીત: ‘પિયા તું.... અબ તો આજા......’

દરવાજામાંથી મોઢુ મલકાવતી શાંતિ આંટી આવે છે. જાણે રાહુલે ગીત તેના માટે જ મુક્યુ હોય)

શાંતિ આંટી : હા હું આવી ગઈ છું.

(રાહુલ આંટીને જોતા રેડિયો બંધ કરે છે.)

શાંતિ આંટી : અરે સરસ ગીત છે ચાલવા દે ને !

રાહુલ : અરે આંટી તમે ? અંકલનુ તો ટ્રાન્સ્ફર થઈ ગયું હતું ને ?

શાંતિ આંટી : ટ્રાન્સ્ફર કૅન્સલ કરવી દીધું અને 6 મહિનામાં પાછા રિટર્ન ફાઈલ

રાહુલ : રિટર્ન ફાઈલ ?

શાંતિ આંટી : અરે પાછા આવી ગયા !

રાહુલ : ઓહ !

શાંતિ આંટી : પ્રિયા ક્યાં છે ? કશે બહાર ગઈ છે ? અત્યાર સુધીમાં તો મારો અવાજ સાંભળી આવી ગઈ હોય !

રાહુલ : પ્રિયા ? પ્રિયા તો નથી.

શાંતિ આંટી : નથી ? એટલે ?

રાહુલ : એટલે તે ગઈ છે.

શાંતિ આંટી : ક્યાં ગઈ ?

રાહુલ : તે..તેના ઘર ગઈ છે.

શાંતિ આંટી : ઓહ્હ ! કેમ શું થયુ ?

રાહુલ : અરે આંટી ! પત્ની મારી છે મને જેટલી ચિંતા નથી એટલી તમને ચિતાં ઉભરાતી છે.

શાંતિ આંટી : હાસ્તો વળી ! ચિંતા નથી મતલબ ? બન્ને વચ્ચે કંઈ લડાઈ ઝઘડો થયો ?

રાહુલ : આંટી એવું કંઈ નથી. તમને કહ્યું ને કે તેના ઘર ગઈ છે.

શાંતિ આંટી : તું મારાથી કંઈ છુપાવતો છે.

રાહુલ : અરે આંટી તમને ચાઈનીઝ ભાષા આવડે ?

શાંતિ આંટી : નહી પણ ચાઈનીઝ રેસીપી બનાવતા આવડે.File-7

રાહુલ : તો મે ગુજરાતીમાં જ કહ્યું હતું કે આવું કંઈ નથી. ચાલો મને ઓફિસ જવા મોડું થાય છે.

શાંતિ આંટી : ઑહ્હ ! ચલ તો હું પણ રજા લઉં છું.

રાહુલ : થેન્ક યુ આંટી !

(શાંતિ આંટી થોડા પગલા વઘ્યા અને અચાનક બોલી પડ્યાં.)

શાંતિ આંટી : ઑહ્હ અત્યારે સમજી !

રાહુલ : શું સમજ્યા ?

શાંતિ આંટી : સમજી ગઈ કે કોઈ ગુડ ન્યૂઝ છે એટલે પ્રિયા તેના ઘરે રહેવા ગઈ છે કેમ ?

રાહુલ : કાસ હું આર્મીમાં હોત !

શાંતિ આંટી : આર્મીમાં ?

રાહુલ : તેઓને એક ખૂન માફ હોય છે ને !

શાંતિ આંટી : હાય હાય તું કોનું ખૂન કરવા માંગે ?

રાહુલ : 2 મિનિટ્સ ઉભા રહો ! હું કિચનમાંથી ચપ્પુ લઈને આવું પછી વાત કરીએ.

શાંતિ આંટી : અરે મને એક કામ યાદ આવી ગયું. હું જાઉં છું.

(શાંતિ આંટી જલ્દી જલ્દી ભાંગી જાય છે. રાહુલ જોરદાર દરવાજો બંધ કરે છે.)

રાહુલ : શું ગુડ ન્યૂઝ ? છેલ્લા એક વર્ષથી ન્યૂઝ પેપર નથી વાંચ્યું. ગુડ ન્યૂઝની વાત કરે !

(રાહુલના મોબાઈલ પર ફોન આવે છે. રાહુલ પોતાના રૂમમાંથી ઝાડુ લઈને આવે છે.)

રાહુલ : હેલ્લો કોણ બોલો ?

સામેથી : તારો બાપ બોલુ !

રાહુલ : બોલો બાપ !

સામેથી : તારો બાપ બળવંતરાય બોલુ છું.

રાહુલ : બાપુજી (એકદમ ચોકી જતાં) કેમ તમારા ફોનને શું થયું ?

બાપુજી : અરે રિપેરમાં છે. બધી વખતે અમારે જ ફોન કરીને તમારા ખબર અંતર પૂછવાના ?

રાહુલ : અરે બાપુજી ! કામમાં ને કામ ..

બાપુજી : ચલ રહેવા દે હવે ! બહાના બંધ કર ! અને બોલ કંઈ નવા જુની ?

રાહુલ : નવી પણ નથી અને જુની પણ નથી !

બાપુજી : શું ?

રાહુલ : અરે બાપુજી !

બાપુજી : ચલ રહેવા દે હવે ! લે તારી બા સાથે વાત કર !

(રાહુલની મમ્મી વાત કરે છે.)

બા : રાહુલ દીકરા ! કાલે અમે સાંજની બસે તારા ઘરે આવી રહ્યા છીએ. તુ અમને લેવા માટે આવી જજે. ચાલ ફોન મૂકુ.

રાહુલ : બા ? હેલ્લો ?

(ફોન કટ થઈ જાય છે. રાહુલ બાને ફરી ફોન લગાવીને કોશિશ કરે છે પણ ફોન સ્વિચ ઓફ આવે છે.)

રાહુલ : (સ્વગત) અરે બા એ પણ ફોન એસ.એમ.એસ જેવો કર્યો. કેમ આવવાના ? કારણ પણ નહી કહ્યું. બા-બાપુજી ઘરે આવશે અને પ્રિયા વિશે પૂછશે તો શું કહીશ ? ચલ જોઈએ તો ખરી મારા જીવનમાં કેટલા ચક્કર છે કે પછી હું જ ઘનચક્કર છું.

[અંધારું]

[છઠ્ઠું દ્રશ્ય]

(રાહુલ બા-બાપુજીનો સામાન લઈને દીવાનખંડમાં પ્રવેશે છે અને ઘરના દીવાનખંડ તરફ નજર કરે છે. ઘરનો દીવાનખંડ એકદમ વ્યવસ્થિત અને સુંદર મલકાતો હતો. રૂમની સાફ-સફાઈ એવી હતી કે જે લગ્નના બીજા દિવસે પ્રિયાએ કરી એવી હતી. રાહુલ ઘરની સફાઈ જોઈ ચોકી જાય છે અને વિચારે છે કે આ રૂમની સાફ-સફાઈ કોણે કરી છે.)

રાહુલ : આવો બા-બાપુજી આવો !

બાપુજી : હા હવે અંદર જ આવવાના બીજે કસે ક્યાં જશું ? (બાપુજીએ ફરી રાહુલની વાત પર કાતર ફેરવી.)

બા : વાહ રાહુલ ! ઘર તો એકદમ સુંદર રાખ્યું છે ને ?

બાપુજી : આ શું રાખવાનો સાફ-સફાઈ ? આ તો પ્રિયા જ સાફ સફાઈ રાખતી હશે ! યાદ છે પેલા વખતે આવેલા ત્યારે રૂમનો શું હાલ હતો ? રૂમાલ સોફા પર લટકેલા હતા, કચરો ગમે તેમ પડેલો હતો, કપડાં ખુરશી પર આરામ ફરમાવતા હતા અને ગંજી-જાગીયા ફર્શ પર અટવાતા હતા.

રાહુલ : બાપુજી........ !

બાપુજી : ચલ રહેવા દે !

બા : બસ કરોને હવે ! હજી તો આવ્યા જ ને ચાલું થઈ ગયા ! ચાલો બેસો હવે !

(બા-બાપુજી બેસે છે.)

બા : રાહુલ બેટા ! પ્રિયા ક્યાં છે ? હજી બહાર નહી આવી ?

રાહુલ : કૂવામાં હોય તો હવાડામાં આવે ને ? (ધીરેથી બોલ્યો.)

બા : શું ?

રાહુલ : બા બાપુજી મારે તમારા સાથે એક જરૂરી વાત કરવાની છે!

(રાહુલ બા પાસે ઘુટણે બેસી જાય છે.)

બા : શું થયુ દીકરા ? કોઈ ચિંતાની વાત છે ?

રાહુલ : પ્રિયાની જ વાત છે ! જો તમે ગુસ્સા ના કરતા !

બાપુજી : ગુસ્સો નહી પણ આ લાકડીથી જરૂર મારીશ જો તે કોઈ વાત છુપાવી છે તો ?

બા : અરે બે મિટીટ્સ ! તમે શાંત થાઓ ! તું બોલ દીકરા !

રાહુલ : વાત એમ છે ને !

(તે જ સમયે પ્રિયા બધાં માટે ઠંડું લઈને આવે છે.)

પ્રિયા : કેમ છો બા-બાપુજી ?

(પ્રિયાનો અવાજ કાને પડતા રાહુલ એકદમ અચંબામાં પડીને તેના સામે જુએ છે.)

રાહુલ : પ્રિયા .....??

(પ્રિયા બા-બાપુજીને ઠંડું આપે છે અને એક ગ્લાસ રાહુલને પણ આપવા જાય છે. પ્રિયા રાહુલ પાસે આવીને એવી રીતે ઊભી રહે છે જાણે કંઈ થયુ જ હોય ! રાહુલ પ્રિયા તરફ રોષે ભરાયેલી નજરે જુએ છે અને ખબર પડે છે કે પ્રિયાના ચહેરા અને સ્વભાવમાં કંઈ બદલાવ આવ્યો નથી પણ....આ શું પ્રિયા પ્રેગ્નન્ટ છે .....???તેના મનમાં સવાલોના મોજા ઉછળવા લાગે છે પ્રિયા મને છોડીને 6 મહિના થઈ ગયા છે અને જ્યારે સાથે રહેતા હતા ત્યારે અલગ અલગ રૂમમાં રહેતા હતાં અને આ પ્રેગ્નેન્સી ? બા-બાપુજી પણ પ્રિયા સાથે એવો વ્યહાર કરે છે કે જાણે પ્રિયાની પ્રેગ્નેન્સી વિશે તેઓને ખબર જ હોય ! અને આ બાળક કોનું છે ?)

[અંધારું]

[પ્રથમ અંક સમાપ્ત]