દોસ્તો, આપ સૌ નો સાથ સહકાર મળ્યો એ બદલ આભાર......
આપણે આગળ કહાની માં જોયુ કે રાજ નું પ્લેન ક્રેશ થઈ ગયુ હતું અને એક લાશ આઈડેન્ટીફાઈ કરી હતી કે એ ખુશી ની છે……
એ પછી તો ખુશી ના કેશ ની ફાઈલ એમ જ બંધ થઈ ગઈ અને એ વાત ને એક વર્ષ વિતી ગયુ હતુ…... આજે ફરી થી રોહિત જુના સંસ્મરણો ને વાગોળતો હતો…. અને એક ઝબકારો થયો હતો…… એક શક થયો હતો…એ બેચેન બની ગયો હતો….
***
….હવે કહાની આગળ વધારતાં
અજીબ સવાલો થી રોહિત નુ માથુ ભમતુ હતુ. હવે કોફી એની બેચેની નો ઈલાજ કરવા સક્ષમ ન હતી . રોહિત તેના પપ્પા ની રાહ જોતા કંટાળ્યો હતો. પણ રાહ જોયા સિવાયે એની પાસે ઓપ્સન જ ન હતો. એટલે તે બહાર હિંચકા માં આવી ને બેઠો ત્યાં જ વ્હાઈટ કલર ની મર્સિડિસ માં તેનાં પપ્પા આવ્યાં. રોહિત તેના પપ્પા ને જોતાજ ગુસ્સા થી ધમધમી ઉઠયો તેનો ચહેરો લાલ થઈ ગયો છતાં પણ તેને ગુસ્સા ને કંટ્રોલ કરવાની કોશીશ કરી જે નાકામ રહી. તેના પપ્પા આખી રાત મિતલ અરોરા સાથે જાગી સુખ દુખ ને વ્હેંચવાની કોશીશ કરી હતી પણ કહે છે ને ભાગ્ય માં લખેલુ કોઈ ભુસી શકતુ નથી. અશ્વિન શાહ ની આંખો ઘેરાયેલી હતી એટલે તે ગાડી માં થી ઉતરી ને તેમનાં નોકર શંભુ ને કહયુ કે ગાડી બેસમેન્ટ માં પાર્ક કરી દેજે. અને તે ઘર માં જતા રહ્યાં.
આ પછી રોહિત તેના પપ્પા ની પાછળ ગયો. તેનાં પ્પ્પા સોફા માં બેઠાં કે તરત જ ઠંડા પાણી નો ગ્લાસ લઈ ને એમની પત્ની અનીતા એ આવી ને પુછયુ કે; “ કેવુ છે ? એકાંકી બેન ને……” અશ્વિન ભાઈ એ કહયુ કે; “હજી કોઈ સુધાર થયો નથી, ઈન્જેકશનો એમ જ ચાલુ રાખવા ડોકટરે કહયુ છે..” અને કહયુ કે હુ ખુબ થાકી ગયો છુ તો શાવર લઈ ને આજે આરામ કરીશ રોહિત ને ઓફિસ માં ફોન કરી ને કઈ દેજે ..ત્યારે અનિતા એ કહ્યુ કે રોહિત હજી ઘેર જ છે અને પેઢી ના કામ ને લઈ ને કાલ રાત નો ચિંતા માં પણ છે…અનીતા આટલુ બોલે છે ત્યાં રોહિત અંદર આવે છે એટલે અશ્વિન શાહ એને પુછે છે કે આ તારી મમ્મી શુ કહે છે રોહિત શુ ટેન્શન છે પેઢી ના કામ નુ ..?? ત્યાં રોહિત કહે પપ્પા હિસાબ માં થોડી ગડબડ છે.બીજુ કાંઇ નહિ તમે જ જાતે જોઈ લો હુ બતાવુ ચાલો ..ફાઈલો મારા રુમ માં પડી છે. અશ્વિન ભાઈ ઉભા થાય છે અને અનીતા ને કહે છે કે એક ચા મોકલાવજે રુમ માં ..અનીતા કહાર મા માથુ હલાવીને રસોડા મા જતાં રહયાં અને અશ્વિનભાઈ અને રોહિત બંને બાજા માળે રોહિત નાં રુમ માં ગયાં. ત્યાં રુમ માં જતાં જ અશ્વિનભાઈ એ પેન્ટ નાં ખિસ્સા માં થી બ્લેક કલર નુ બોકસ કાઢી તેમાંથી ચશ્માં કાઢ્યાં અને રુમાલ થી સાફ કરી પહેર્યા. ત્યાં જ રોહિતે રુમ નો દરવાજો બંધ કર્યો. અને તેનાં પપ્પા ની બાજુ માં જઈ ને બેઠો.ત્યાં જ એના પપ્પા એ પુછયુ કે ફાઈલો કયાં છે?? રોહિત કહે પપ્પા હુ જુઠ્ઠ બોલ્યો હતો ખરેખર પેઢીનાં કામ નુ નહિ પરંતુ મને બીજુ ટેન્શન છે. આટલુ બોલી રોહિત ઉભો થઈ ને બારી પાસે ગયો ત્યા થી તેની પીઠ તેનાં પપ્પા તરફ હતી તે જોઈ અશ્વિન શાહ થોડી ચિંતા વાળા મુખે રોહિત ની પીઠ ને જોતા રહયાં અને પુછયુ કે શુ થયુ બેટા ?? મને ખબર છે કે આપણી વચ્ચે એટલો સારો બોન્ડ નથી તુ નાનપણ થી તારા મામા ના ઘેર રહયો છે પણ તુ વિના સંકોચે મને પોતાની ટેન્શન કહી શકે છે તુ તારી પ્રોબ્લેમ શેર કરી શકે છે આટલુ કેહતા તે રોહિત ની બાજુ માં જઈ ઉભા રહે છે….આ સમયે મને એક કહેવત યાદ આવે છે કે; “ છોરા કછોરા થાય પણ માવતર કમાવતર નાં થાય”… અહિંયા રોહિતે તેનાં પિતા પર શક કર્યો પણ રોહિત ના પિતા એ તો તેને સહકાર જ આપ્યો.…
આટલુ થયા પછી રોહિત ગળગળો થઈ ગયો. છતાંપણ તેને હિંમત કરી અને….પુછયુ કે પપ્પા રાજ ની ફલાઈટ હતી એ રાતે આપ અડધો કલાક કયાં ગાયબ હતાં.??? અશ્વિનભાઈ કહે અચાનક તને આજે કેમ આ સવાલ કરવાનુ સુઝયુ ?? રોહિતે ગુસ્સા માં છતા નમ્રતા સાથે કહયુ પાપા અત્યારે મારા સવાલો નો જવાબ આપો પછી કહુ આપને…… અશ્વનિનભાઈ રોહિત ના ગુસ્સા સાથે ની બેચેની કળી ગયા હતા એટલે રોહિત ને વધુ સવાલો નહિ કરતા એમને કહયુ પણ એમના ચેહરા પર કાંઈક ચિંતા હતી એટલે રોહિત ના હાથ ને હાથ માં લઈ ને નીચુ મસ્તક કરી ને કહયુ એ રાત્રે હુ કયા ગયો હતો એ મે તારી મમ્મી ને પણ કહયુ નથી પણ હવે લાગે કે તને એ વાત ની ખબર હોવી જોઈએે આફટરઓલ આગળ જઈ ને આ પેઢી ધંધો બધો કારોબાર તારે જ સંભાળવાનો છે તો સાંભળ…..
“ પેઢી મા આપણે એ સાંજે રેડ પડી હતી કે તમારી પાસે ગેરકાનુની હથિયારો તથા તમે ડ્રગ્સ ની હેરફેર મા સામેલ છો અને તમારી પાસે કાળાં નાણાં છે… એટલે એ સાંજે મે મારી મુશ્કેલી માં થી ઉગરવા માટે મારા એવા ખાસ દોસ્ત ડીઆઈજી અમર ને વાત કરી હતી એને આ પ્રોબ્લેમ માંથી બહાર નીકળવા માં મારી મદદે તાત્કાલિક આવી પ્હોંચ્યો હતો અને મારા માટે એનો આભાર માનવો જરુરી હતો એટલે હુ તેના ઘેર ગયો હતો તેનો બંગલો એરપોર્ટ થી નજીક હતો અને હજી રાજ ની ફલાઈટ ને ટાઈમ પણ હતો એટલે હુ મારુ રુણ ચુકતુ કરી આવ્યો હતો…” …..રોહિત શાંતિ થી આ સાંભળતો હતો પછી તેને પપ્પા ને કહયુ કે તમે સાચે જ ત્યા હતાં ને અને થોડો ગુસ્સો પણ કર્યો કે આટલી મોટી મુશીબત આવી હતી અને તમે મને કે રાજ ને કાઈ કહયુ પણ નહિ …
ત્યા જ અશ્વિનભાઈ કહે કે ના આ વાત રાજ જાણતો હતો અને એને જ તો અમર સાથે વાત કરી ને મદદ માંગવાની સલાહ આપી હતી એટલે જ તો આજે આ બધુ સહી સલામત છે અને હુ સાચુ જ બોલુ છુ વિશ્વાસ ના હોયતો તુ એરપોર્ટ ની ફુટેજ જોઈ લે એમા ડીઆઈજી અમર ના ડ્રાઈવરે જ ગાડી ચલાવી હતી અને હુ એમની જ ગાડી માં એમના ઘેર સુધી ગયો હતો એ રાત્રે અમર પણ તેમની છોકરી રેશીતા ને એરપોર્ટ મુકવા આવ્યા હતા એ કેનેડા જવાની હતી અને એની ફલાઈટ પોણા એક ની હતી એટલે એની ફલાઈટ ગયા પછી થોડી વાર માં તુ આવ્યો એટલે હુ તારી સાથે વાત કરી ને ત્યાં થી નીકળ્યો.અમર સાથે અને થોડી વાર પછી એજ ડ્રાઈવર મને પાછો અહી એરપોર્ટ ડ્રોપ કરી ગયો હતો …..પણ તુ કેમ આજે આ બધુ પુછે છે તને લાગે છે કે મે કાંઈ ખરાબ કામ કર્યુ હશે???
રોહિત કહે ના ના પપ્પાં મને તમારા પર પુરો ભરોસો છે અને તેને એક તદન જુઠ તેનાં પપ્પા ને પકડાવ્યુ અને કહયુ કે આ વાત મને તમારા જુના મેનેજર ની પત્ની એ કરી હતી આજે હુ તેમનાં ઘેર પૈસા આપવો ગયો ત્યારે કે જે રાત્રે આપના મેનેજર નુ એકસીડન્ટ થયુ એ રાત્રે કાંઈક ઓફિસ નુ એમને ટેન્શન હતુ એટલે આવુ થયુ એમની સાથે ..અને આપના મેનેજર ને આપણી પેઢી ની બધી જ ખબર રહેતી એટલે મને એમ કે” …બસ આટલુ કહી ને તે રોકાઈ ગયો … પછી થોડી ક્ષણો રોકાઈ ને કહયુ કે પાપા તમે ટેન્શન ના લો હુ ફકત સાચુ જાણવા માંગતો હતો બસ…હવે આપે એ કહી દીધુ એટલે મારા બધા ડાઉટ કલીયર થઈ ગયાં….
બસ આટલી વાત કરી ત્યાં જ અનિત ચા સાથે બિસ્કિટ લઈ ને આવી ત્રણેય એ બેસી ને શાંતિ થી મજાક મસ્તી કરતાં હોય એમ નોર્મલી રીતે ચા પીધી …અને ચા પીતાં પીતાં દર વખત ની જેમ ફરી થી રોહિત નાં લગ્ન ની વાત છેડી ત્યારે એ રોજ ની જેમ આજે પણ હકયુ કે હા કેમ નહિ કરાવી દો લગ્ન પણ હા જો જો હો પછી એ તમને ઘર ની બહાર કાઢી ને વિધ્ધા આશ્રમ મા મુકવા આવશે તો પછી મને કાંઈ કહેતા નહિ કારણ તમને શોખ હતો મને પરણાવાનો…..હા હા હા “ કરી ને હસતો તે રુમ માં થી જતો રહયો અને કહયુ કે આજે હુ લંચ ઓફિસ માં જ કરી લઈશ અને હા માતા શ્રી આપના આ પતિ પરમેશ્વર નથી આવા ના તો રાત્રે કદાચ મોડુ થાય તો ચિંતા ના કરતાં …..
રોહિત ખરેખર ખુબ ટેન્શન માં હતો છતાં પણ એને એક કુશળ કલાકાર કેવો રહયો એને પોતાની બેચેની બખુબી છુપાવી હતી…..
રોહિત પોતાની સાથે વાતો કરતો કરતો ઓફિસ પહોંચ્યો હતો અને એની કેબિન માં જઈ ને બેઠો અને બેલ મારી ને તેની સેક્રેટરી મેરી ને અંદર બોલાવી …અને તેને કોફી નો ઓર્ડર આપ્યો .તેની સેક્રેટરી ઓર્ડર લઈ ને પણ ત્યાં જ ઉભી રહી એટલે રોહિત નુ ધબેધ્યાનપણુ દુર થયુ કારણ એ કયારેય આવી રીતે કોફી મંગાવતો નહિ તે હંમેશા હસતા હસતા બહાર મેરી ના ટેબલ પર જઈને નાટક કરતાં કહેતો કે કોઈને પડી છે ખરી મારી હુ કગંપની ના બોસ નો છોકરો છુ અને મને કોઈ એક ચા કોફી નુ તો જવા દો પાણી નુ પુછવાનુ પણ ના ના ના….હુ તો અહિંયા દાંડિયા રમવા આવુ ને એટલે કોઈ ને ક્યા પડી જ હોય મારી..ત્યા જ મેરી એના કાન ખેંચી ને કહેતી કે હા તારા જેવા તોફાની કાનુડો ત્યાં જ શોભે….પછી મેરી અને રોહિત બંને જોરથી હસતા અને એ્ના કામ ની શરુઆત કરતાં પણ આજે કાઈક નવુ જ થયુ હતુ એટલે મેરી થોડી અસમંજસ માં પડી ગઈ પણ રોહિતે તરત જ સંભાણી લીધી વાત ને અને મેરી ને કહયુ કે આજે હુ સાચે જ દાંડિયા લઈ આવ્યો છુ……હા હા હા ….એટલે મેરી હસતી હસતી બહાર જતી રહી અને રોહિત માટે કોફી મોકલાવી દીધી…….
રોહિતે કોફી પીધી અને વિચાર કર્યો એને બધી વાતો નુ મનોમંથન કર્યુ તેની કેબિન માં થોડી વાર આમ તેમ આંટા માર્યા અને એને એક ઇ મેઈલ આવ્યો લેપટેપ માં ત્યા એને યાદ આવ્યુ કે કંપની ના ઓર્ડર નુ બીલ આપવા નુ બાકી છે એટલે થોડી વાર મા પોતાના કામ માં ખોવાઈ ગયો……
હવે શુ થશે આ કહાની માં આગળ..
હજી ખુશી નાં મોત નુ રહસ્ય નથી ઉકેલાયુ અને રોહિત નો તેના પપ્પા પર ના શક થી એક નવી વાત જાણવા મળી હતી …
શુ એ વાત ને ખુશી નાં મોત સાથે સંબંધ હશે ..??? શુ રોહિત ના પપ્પા સાચુ જ બોલતા હશે ને ….??? કે પછી ખોટુ બોલતાં હશે …..?? શુ રોહિત આ વાત માની લેશે કે પછી શોધખોળ કરશે ...???
આ બધુ જાણવા માટે જોતા રહો “કહાની એ રાત ની” સ્ટોરી નાં આગળ નાં ભાગ......
આ સ્ટોરી ને આપનો કિંમતી સમય આપવા બદલ આભાર.......
દોસ્તો ; આપના પ્રતિભાવો જણાવવાં વિનંતી.....
કશીશ..… આપની સખી......