Premni Pa Pa pagli in Gujarati Magazine by Dr Rakesh Suvagiya books and stories PDF | પ્રેમ ની પા પા પગલી

Featured Books
Categories
Share

પ્રેમ ની પા પા પગલી

તરણ કળા જો પ્રવીણ હો તો તરી શકો સમુંદરો

ડૂબી ગયા જો પ્રેમ માં તમેં બચી શકો નહીં....: હર્ષવી પટેલ...

કૌમાર અવસ્થા નો અંત ને યુવા અવસ્થા ની શરૂઆત આ સમય માં તો દરેક ના શરીર માં ડોપામાઇનના (લવ હોર્મોન) ના ફુવારા છુટતા હોય ને ક્યારે પ્રેમ માં પડી જવાય એનો ય ખ્યાલ રહેતો નથી પછી થોડા સમય વિતાવ્યા પછી ખબર પડે કે 'જિસ નાવ મેં હમ બેઠે થે ઉસમે તો છેદ થા'????....

યુવા વયે થતા પ્રેમ અને એની સફળતાનાં મારા મતે થોડાક મન્તવ્યો આ મુકયા ???? તમારી સામે....

"વો વીર હી ક્યાં જીસકે સામને શૃંગાર અપની પલકે ના જુકા દે ઔર વો શૃંગાર હી ક્યાં જીસકે સામને વીર અપની તલવાર ના રખ દે" -- આ ડાયલોગ ની જેમ પેલું પગથિયું તો બધા રૂપ નું ચડતા હોય છે ને પછી તો આ શ્રુંગાર છેલ્લે કઈ કામ વગર નો થય પડે છે માત્ર જોવાથી કઈ ના થાય જીવવું પડે એમાં...વાત રહી સુંદરતા પસન્દ કરાય કે નહીં એમાં અલગ અલગ મન્તવ્ય છે ને પોતાની અલગ ચોઇસ હોય પણ સુંદરતા સફેદી થી નય સંસ્કાર થી ખીલે છે. આના માટે હું એક વાક્ય હમેશા પ્રયોગતો હોવ કે 'સાદગી થી મોટી કોઈ સુંદરતા નથી'. સુંદરતા હ્ર્દય, વર્તન ની અને સન્માન ની હોવી જોયે તો આ પ્રેમ નું ઝાડ વસન્ત ની જેમ શોળે કલા એ ખીલે...યસ યહી હે રાઈટ ચોઇસ બેબી. હજી ય બિકિની ગર્લસ કરતા વધુ ચાહકો વિદ્યા બાલન ને રેખા ના છે.

બીજું આવે સમજણ, રામ ને મીઠા બોર ખવડાવવા હોય તો સબરી ની જેમ પેલા કેટલાય ખાટા બોર ની વચ્ચે થી પસાર થવું પડે પછી મીઠા બોર મળે...આમેય પ્રણય ની શરૂઆત વસન્ત જેવી જ છે...પણ પાનખર માંથી ય ગૂંજરવાની તૈયારી રાખવી પડે ને...માટે બંને પક્ષે થી થયેલ સમજણ આ સંબંધ ને આગળ ધકાવે છે...

પ્રેમ કા ઇકરાર : આ સૌથી અગત્ય નું. ' માત્ર એક ટકો જોયે મોહબ્બત માં, બાકી ના 99% ખર્ચી નાખ હિમ્મત માં " મરીઝ નો આ શેર બવ બધું સૂચવે છે. સમય ને સાચવતા ન આવડે એ ચુકી જાય.. રુકમની એ પત્ર ના લખ્યો હોત તો કૃષ્ણ મલેત જ નય ને. ઘણા કપલ મેં પૂછીએ તો એક જવાબ હોય કે બીજા ઘણા સારા હતા પણ આને પેલા પૂછ્યું એટલે એને હા પાડી ને બીજા પૂછી ના શક્યા????...

હા કરું કે ના? આના માટે પઝેસિવ ના થવું કારણ કે પ્રપોઝ કરવા નું કામ 50% જ આપડા હાથ માં છે પછી બાકીનું 50% સામે વાળા પર...પણ જો સમજણ હ્ર્દય ની સુંદરતા ને પરસ્પર આત્મીયતા હોય તો બધું સમયસર થય શકે....

પ્રપોઝ થી આગળ ધકાવીયે....

પહેલે મિલન કા મઝા :

"આગમન એનું સુણી ને ઉર્મિઓ હરખાઈ ગય

ચાંદ ઉગ્યો પણ નહીં ને ચાંદની રેલાય ગય..."

આ શેર ની જેમ મળવાની વાત આવે એટલે થોડા ગભરીફાઇડ થઇ જાય પણ એ ગભરુ નાર ના ગાલો ગુલાબી થયેલા જોવા મળે...ભાઈ ધડામ દય ને ગિફ્ટસ ના મોલ ફીન્દવા માંડે.. બને પોત પોતાના મિત્રો ની સલાહ મુજબ ફુલ તૈયારી સાથે ઉતરી જાય મેદાન માં.

જોરદર મોર્ડન કપડાં( એ પણ ધરાર આગ્રહ થી પેરાવેલા)માં કોઈ લટકતી ચાલ જોવાનું તો ચુકી જ જવાય. વેસ્ટર્ન વર્લ્ડ ના આંધળા અનુકરણ માં જ એની આખો ને અણીયારી બનાવતું કાજળ, ને એ કાજળ ભર્યા નયન ના કામણ ને ચુકી જવાય. સોનેરી કે કાળા લાંબા વાળ ને એમાંય એકાદી મો પર આવતી લટ ને સુંવાળો સ્પર્શ કરી ને સરખી કરવાનું ચુકાય જાય.

મેકડોનાલ્ડ ની સર્વિસ ની જેમ સ્પીડી રિલેશન્સ થઈ ગયા ને એમાં મળતા વેંત ' યે ફોન મુજે દિખા દે ઠાકુર ' જેવું વાતાવરણ સર્જાય ને અંત માં એનો સાર એવો કાઢવામાં આવે કે ' અમારા ઇવડા ઈ તો બવ હારા હતા એના ભાઈબન્ધુએ જ બગાડી નાખ્યા. DP ની વાતું કરવામાં જ નજર સમક્ષ રહેલો ચેહરો ચાહવાનું ભૂલી જવાય.

" सुला चुकी थी दुनिया थपक थपक के मुझे ,

जगा दिया तेरी पाजेब ने खनक खनक के मुझे ।" ( राहत इंदोरी)

આ શેર સાચો પણ અત્યારે તો ઝાંઝર હોય તો રણકે ને. ઘણા વર્ષો થી કોઈ એ ઝાંઝર પહેર્યું હોય ને એનો અવાજ કાને પડ્યો નથી. આમ જ ઇમરજન્સી જેવા સંબધો થય જાય ને સડસડાટ દોડતા આ પ્રેમીઓ , પ્રિયકાન્ત પરીખ અને મધુરાય જેવા લેખકો એ વર્ણવેલા પ્રેમ ના દ્રશ્યો ને લવ સ્ટોરીઓ ની ગાડી ના ટાયર ફુસ દય ને પન્ચર થઇ જાય.

હસીન તોહફા

આની એક અનેરી મજા હોય પણ શું કેવાય બેબી કો તો પુરા મોલ પસન્દ હે. ...????????????.એ ય ને કાન નું ઝુમખુ લઇ જવું ને પોતાના હાથે એને સજાવવું, સાઉથ ની વેણીઓ પણ ખુશનુમા હોય.પ્રેમ કહાની ના પુસ્તકો અપાય ને એના પર ભરપૂર ચર્ચાઓ થાય.પણ હવે ક્યાં આ શક્યતાઓ, આમેય આપડે તો આ ગાડી પન્ચર પેલા જ કરી નાખી તી. અત્યાર ના પર્સડા ને કપડાં તો આપડે આપીએ એના કરતા તો સારા ભેગા કરી ને બેઠા હોય. પછી ના ગમતા હોય તો ય એને સારું લગાડવા કમને બન્ને પેરી ને નીકળે.આમેય યુદ્ધ ની તૈયારીઓ તો તડામાર જ હોય ને.

ખાના ખાતે હે.

મેડમ ઘરે થી સ્વાદિષ્ટ પોતાના હાથે બનાવી ને શીરો કે પછી હલવો સ્ટીલ ના સરસ મજા ના વાસણ માં પેક કરી ને ગુલાબ ની પાંખડી થી સજાવી ને લાવે ને ખવડાવે જે પચી ગયા પછી પ્રેમ બની ને શરીર ની નસો માં દોડે. પણ મન્ચુરીઅન ને પનજાબી ને પિઝા આ તો એકલા ય ખાય શકાય એમાં બિલ સિવાય પ્રેમ વધી શકે એવું કઈ નઝરે ચડતું નથી.ભાઈ નો ઠાઠ હોયકે ચાલો મોંઘી રેસ્ટોરન્ટ માં જમાંડુ(ઉછીનો વટ).ને બેન પણ એવા ભારે ડાયલોગ ફરમાવતા હોય કે 'હમ હલવાઈ નહીં હે' એને કોણ સમજાવે કે હલવાઈ ને આપના શીરા માં શું ફેર હોય. એમાં ઘી નીતરે ને આમાં પ્રેમ.

સ્ત્રી કે પુરુષ વિરુદ્ધ ની વિચારસરણી નથી પણ આ તો એક વ્યક્તિ સાથે ખુશ ને લાંબો સમય રેહવું હોય તો રોજ નવા કારણો નું ક્રિએશન બન્ને બાજુ એથી કરવું પડે.બાકી બોર તો બેઠા બેઠા ય થઇ જવાય.

"ये कारनामे किये जो रंगीन ,क्या करे बताये तो घर वाले होंगे गमगीन"

કોલેજ નું છેલ્લું વર્ષ હોય ને કા પછી જસ્ટં ગ્રેજ્યુએશન પૂરું થાય ને ઘરવાળા તડાતોબ તમને શહીદ કરવાની તૈયારી માં લાગી જાય.બલી પેલા જેમ હલાલ કરવાના બકરા ને તૈયાર કરેલો હોય એવી જુવાનીયા ઓ ની હાલત થઇ પડે કે 'જાયે તો કહા જાયે '. એક તરફ થી પોતાના ઘર નું પ્રેશર ને બીજું સામે વાળા પાત્ર નું ગોઠવાય જાય એ પેલા કંઈક કરવું પડે એવી મન ની અસમનજસ ભરી સ્થિતિ.

પછી ધ્રુજતા ધ્રુજતા ઘર માં જેની સાથે સારું બનતું હોય(ભાઈ કે ભાભી એ પેલી ચોઇસ હોય????)એની સાથે વાત કરી ને ઘરવાળા ને મનાવવા માટે નો પેલો પ્રયત્ન દરેક જુવાનીયા ને તરતા ન આવડતું હોય ને પાણી માં ધુબાકા દીધા જેવો લાગે. વાત પહોંચે એટલે ઘરના મુખી સરસ મજાની મીટીંગ નું આયોજન કરે જેમાં આખા ઘર ના સભ્યો એ કોણ છે એ જાણવા ઉત્સાહિત હોય અને આ જુવાનીયો બીકણ બિલ્લી થય ને બેસી રે.

પછી જમાના મુજબ ચાલવા માટે સીધી ના તો ના પડાય પણ ઘર ના મુખી અને સભ્યો તપાસ ચાલુ કરે.

कन्या वरेती रूपम् , पिता वित्तम् ,माता गुणम् ,मिष्टान्नम् इतरे ही जना: ||

કન્યા હોય કે કુંવર આ સન્સ્કૃત વાક્ય(from jv speech) ની જેમ પોતે રૂપ તો પેલા જ જોય લીધું હોય જેનો ઉલ્લેખ થય પણ ગયો.પછી વાત આવે પિતા ની તો એના મુજબ વિત્તમ એટલે પૈસા જોવામાં આવે ,સામે વાળા શું નોકરી ધંધો કરે છે એ ને કેટલા રૂપિયા કમાય છે એના પર ફોકસ કરવામાં, ક્રિએટિવિટી ના ફુગ્ગા ની હવા ફુસસ્સ થઇ ને નીકળી જાય. માતા ગુણમ એટલે માતા સામે વાળા નું ખાનદાન જોવે એમાં માણસો કેટલાક સીધા છે કેવીક ફેશન કરે છે થી માંડી ઘરમાં કોનું ચાલે છે ત્યાં સુધી ની માહિતી સૂત્રો દ્વારા એકત્રિત કરે.અને બાકી વધ્યા પાડોશીઓ એને કેવું મળે એમાં કઈ બોવ રસ ના હોય ખાલી એને તો ગોઠવાય જાય તો સારું જમણવાર થાય એમાં જ રસ હોય એટલે સલાહો નો મારો ચલાવે કે બોવ કઈ જોવાનું ના હોય કરી નાખો ને આમ પણ ઉંમર વય જશે તો સારું પાત્ર નય મળે ના નારા સાથે આ મફત માં મોજ કરતી પ્રજા સલાહ ની તલવાર લઇ ને આવી જાય.

પછી સર્વાંગી અવલોકનો અને સૂત્રો ની માહિતી એકઠી કરી ને જેમ એસીપી પ્રદ્યુમન ચુકાદો આપે એમ ઘર ના મુખી ચુકાદો આપે , આ ચુકાદો પેલા સેસન્સ કોર્ટ (ભાઈ ભાભી)થકી આપવામાં આવે પણ જો વિરુદ્ધ ફેંસલોઃ આવે તો એને ગુનેગાર માન્ય ના ગણે અને જીદ પકડે, આ જીદ નું પેલું હથિયાર બધા પ્રેમીઓ ગાંધી પાસેથી શીખ્યા હશે એવું લાગે છે એટલે સૌથી પેલા ખાવાનું બંધ થાય ,પછી હાઈ કોર્ટ (મમ્મી) ને સમજાવવા મોકલવામાં આવે પણ એમાંય કઈ ઠરે નય ,પછી સુપ્રીમ કોર્ટ (મુખી) ધડ દય ને પોતાનો ચુકાદો ફાઇનલ કરે અને આ બાબત પર વધુ ચર્ચા થી ઇન્કાર કરે..ગુનેગાર હિંમત વગર નો હોય તો હરિ ઈચ્છા અને હિંમત વાળો હોય તો લડે ને ગૃહપતિ(દાદા કે દાદી) જેને પૌત્ર કે પૌત્રી પ્રત્યે સૌથી વધુ પ્રેમ હોય એને સજા માફ ની અરજી કરાય ને ખરડો પસાર..????????????

આમાં છેલ્લે સુધી ટકી જાય એ જીતી જાય(લગન કરી ને તો હરવાનું જ તો ય) ને વચ્ચે થી હારી જાય એ પછી ડાયલોગ મારતા ફર્યા કરે કે "ફર્સ્ટ લવ નો તો ચાર્મ જ અલગ હોય" પછી છાના માના જગજીત ની ગઝલો લગાવી ને ઝળઝળિયાં આવી ગયેલી આખો લય ને બેઠા હોય ????????

કોર્ટ નો ચુકાદો જો ના જ આવે છેલ્લે સુધી તો?

"કાયમ મુજ ને થાતું કે સાવ ખાલે વળગ્યા ખોલાં છે

ઠૈસુ વાગી ત્યારે સમજાયું આ નખ તો બવ અણમોલા છે "

સ્નેહી પરમાર માં આ શેર ની જેમ ઘરવાળા ના પાડે ત્યારે સાવ નકામા લાગે પણ પછી જેની પાસેથી(પ્રિય પાત્ર) સપોર્ટ ચાહ્યો હોય ને ના મળે ત્યારે ઘરવાળા બવ અણમોલા લાગે. આગળ ના પાર્ટ માં કિધૂ એમ ચુકાદો પણ ના આવે અને આપણને છેલ્લે લાગણી પણ થય આવે ઘરવાળા પર ,એટલે બન્ને મળી ને સારી છોકરી કે છોકરો શોધવાનું કામ તળાબોળ ચાલુ થય જાય છે.

પરણવા માટે કેવી વ્યક્તિ ની પસન્દગી કરવી એનું આયુર્વેદ માં ઉત્કૃસષ્ટ વર્ણન છે.જેમાં સ્ત્રી પસન્દગી ના ગુણો પર વધુ ધ્યાન અપાયું છે એ બદલ માફી....

  • ઉંમર :
  • "पञ्च विशे ततो वर्षे पुमान् नारी तू षोडशे

    समत्वम्आगतेवीर्यो तौ जनियात कुशलो भिषक् |"

    સુશ્રુત સંહિતા ના સૂત્ર સ્થાન માં આપેલો આ શ્લોક વૈદ્ય ને અનુલક્ષી ને છે પણ એનું બધા જ વ્યક્તિઓ માટે ઘણું મહત્વ છે.

    પચીસ વર્ષ નો પુરુષ અને સોળ વર્ષ ની સ્ત્રી લગ્ન માટે ની શ્રેષ્ઠ ઉંમર છે ? શા માટે? એનો જવાબ બીજી લીટી માં જ છે કે બન્ને ના શરીર માં વીર્ય સમ હોય છે અને પછી વર્ષો મુજબ આ ઘટતું જાય છે...અત્યારે ભાગદોડ ને પૈસા પાછળ ની દોટ અને સાથે મેચ્યોરિટી માટે લાગતા વલખા ને લીધે વ્યન્ધત્વ નું પ્રમાણ વધ્યું હોય એમ જણાય છે ને લગ્ન માટે આ મુદ્દો જરાક વ્યાજબી પણ છે..

  • अतुल्य गोत्र अतुल्य अभिजनाम
  • અલગ અલગ ગોત્ર માં જન્મેલા સ્ત્રી પુરુષ હોવા જોયીએ તેમજ તેના માતા પિતા પણ અલગ અલગ ગોત્ર ના હોવા જોયે. આના વૈજ્ઞાનિક અભિગમ માં ના પડતા ડાયરેક્ટ ઉદાહરણ સલમાન ખાન ,કેટરીના ઉપરાંત ઘણા બીજા....જેમ આંતર ધર્મ અને પ્રાદેશિક અંતર વધતું ગયું એમ ટેલેન્ટ પણ વધતું જ ગયું ને...

    જૈવ વિવિધતા લાગે ને..????

  • असंचारिरोग कुल प्रसूता
  • જનીનીક રોગ વાળા પરિવાર માંથી ન હોવી જોયે. ઋષિઓ એ કેટલું ધ્યાન રાખ્યું કેવાય જે તે સમય માં ? અત્યારે પણ મોટા ભાગ ના લોકો આ જોવાનું ચુકી જ જાય છે..ભણેલા ગણેલા વર્ગ માં થોડી જાગૃતિ આવી છે આ બાબત પર..

  • रूप शील गुण सम्पन्न
  • રૂપ, શીલ, અને ગુણોથી સંપન્ન

  • दन्त ओष्ठ कर्ण नख केश स्तनी
  • જેના દાંત, હોઠ, કાન, નખ, વાળ અને સ્તન સુંદર અને પૂર્ણ હોવા જોયીયે..આ અંગો જોવા એ ખરાબ નઝર ના કેવાય પણ આયુર્વેદ મુજબ આને એક સાર તરીકે પણ ગણી શકાય ને આ તંદુરસ્ત શરીર ના સૂચક છે..

  • न कपिला न पिंगला न हिन् अधिकांगि
  • અતિશય કાળી અને અતિશય પીંગલી પણ નય,,, ઉપરાંત અધિક અંગો ધરાવતી વ્યક્તિ પણ નય.

    તો લાગી જાવ કામે જે બાકી હોય એ આના પ્રમાણે....????????????

    લેખન : ડો. રાકેશ સુવાગિયા