1 - સમુદ્ર ક્ષિતિજ
દરિયાઈ રાત્રિ નો અંત આવ્યો અને સૂરજે ધીમે ધીમે પશ્ચિમ તરફ પ્રયાણ કર્યુ. રાત્રિ ના અંત સાથે જ તન અને મનનેન પ્રફુલ્લિત કરી દેતી સવાર પડી. સૂરજ પણ આકાશ માં પોતાનું સ્થાન શોધવા લાગ્યો.
દરિયો અને આકાશ જેમ એક થઈ જતા હોય તેમ કયું આકાશ છે અને કયો દરિયો છે તેનું કોઈને પણ ભાન ન રહેતું. આવા દરિયા અને આકાશ ને ભેદતી ક્ષિતિજ રેખા સુધીના મોજા પાછા વળતા ત્યારે તેના અવાજ થી લોકો પોતાની
ઊંઘ ક્યાંય દૂર મૂકી આવતા. સમુદ્રી સફર કરી રહેલું જહાજ પણ દરિયા ના પાણી સાથે મંત્ર મુગ્ધ હોય તેમ ધીમે ધીમે જતું હતુ.
સમુદ્ર પર ઉડતા પક્ષીઓ પોતાની દિશામાં ગતિ કરતા અને પછી ક્યાંય દૂર સુદુર અદ્રશ્ય થઈ જતાં. આકાશ માં ઉડતા ગીધ પોતાની પંખથી આકાશ અંબી લેવાના હોય તેવી રીતે પોતાની પાંખ ફેલાવી પોતાનો રસ્તો પકડતા હતા.
દૂર દૂર તરતા જહાજ પર દ્રશ્ય એવું લાગતું હતું કે તેના પર મુસાફરી કરતા લોકો ઊથી ગયા છે અને પોતાની ઊંઘ ખંખેરી નવા દિવસ ની તૈયારીઓ કરી રહ્યા છે. જહાજ ક્ષિતિજ રેખા પર પોતાના રસ્તા પર પોતાની ગતિ દોડાવી રહ્યુ છે અથવા કે તરવી રહ્યુ છે. જહાજ પર થી ચાર બાજુ માત્ર દરિયો જ દરિયો દેખાતો હતો.
મંદ મંદ વહેતા પવન અને વહેતું જતું પાણી નું મોજું ધ્યાન તેમની તરફ લઈ જતું હતુ. સૂર્ય ધીમે ધીમે માથે ચઢવા લાગ્યો હતો. સૂર્ય નો પ્રકાશ પણ સૂર્ય ની જેમ આજે અલગ પ્રકાર નો લાગ્યો હતો . સૂર્ય ના પ્રકાશ થી હૂંફ મેળવતું સમુદ્ર જળ પણ ચળકતું હતુ અને ધીમું ધીમું છલકતું હતુ.
દરિયાના ચળકતા પાણી સાથે જ જહાજ પણ હિલોળા લેતું આવતું હતું. દરિયાના મોજા તો તેને ઓર હલાવતા હતા.
જો આકાશ માં ઉડતા પક્ષીઓનો ,પવન ન સૂસવાટા નો,જહાજનો તથા મોજાંઓ અવાજ જો બેધ્યાન કરીએ તો વાતાવરણ માં બિલકુલ શાંતિ હતી.
દરિયો સુંદર ભલે હોય પણ જ્યારે પોતાનું દરિયાઈ તાંડવ શરૂ કરે છે ત્યારે તે લોકોને કંપાવી મૂકે છે. તોફાને ચઢેલા દરિયો અને પાગલ થયેલો હાથી જો કાબૂ માં ના રહે તો તે બધું તહસનહસ કરી મૂકે છે. પાગલ હાથી પર તો કાબૂ કરી શકાય છે પરંતુ સમુદ્ર નું શું? સમુદ્ર ના તોફાન નું શું?
પરંતું અજ નું હવામાન ચોખું હતું. આકાશ પણ સ્વરછ હતુ એટલે કે આકાશ માં વાદળ ન હતા તેથી વરસાદ નો ભય તો હતો જ નહિ. સમુદ્ર માં આવતા તોફાન નું મૂળ કારણ તે સ્થાન નું હવામાન હોય છે. અને જો હવામાન સારું હોય તો પર ધોડ સાથે પાડતો વરસાદ જહાજ ને ઉથલાવી મૂકે છે.
સુર્ય જેમ જેમ માથે ચઢતો જતો હતો તેમ તેમ ગરમી વધતી જતી હતી . જહાજ પરના મુસાફરો માં રોમાંચ વધતી જતી હતો. સૂર્ય પોતાનું અગનગોળા નું સ્વરૂપ લઇ પોતાની કાળઝાળ ગરમી વરસાવતો હતો. પણ દરિયાનું પાણી ઠંડું હતુ. જાણે સૂર્ય ના તપ નો તેને કોઈ અસર થતી નથી. દરિયાનું પાણી સૂર્યપ્રકાશ થી ચળકતું હતુ. તેને જોતા એવું લાગતું હતુ કે જાણે સૂરજ પોતે દરિયાના પાણીમાં સમુદ્ર સાથે ગમ્મત કરવા ના ઘૂસી ગયો હોય.
ક્ષિતિજ રેખાને અડીને આવતું જહાજ જેમ સમુદ્ર નું મિત્ર હોય તેમ દરિયાના પાણી સતે સાથ મિલવતું અને પવન સાથે વાતો કરતું આવ્યું જતું હતુ.
આવી સુંદર સમુદ્ર ક્ષિતિજ માં કોણ જાણે ક્યારે સમુદ્ર દેવ પોતાનું આક્રંદ સ્વરૂપ બતાવે.
***
2 - દરિયામાં દુશ્મન
18, સપ્ટેમ્બર ,sitiayango થી નીકળેલું જહાજ દરિયાની મુસાફરી કરતું કરતું એક ટાપુ પર જઈ રહેલું છે. જહાજ નો કપ્તાન જ્યોર્જ ત્રિકાસ જહાજ ને હાંકી રહયો છે. જહાજ પર કુલ 5 મુસાફર આવેલા છે. જે એકમેક ના મિત્રો છે. જેક ફોર્ડ હાથ માં નકશો લઈને દૂરબીન લગાવીને કશુંક જોઈ રહ્યો છે.
"આપણે કેટલા સમય માં ટાપુ પર પહોંચી જઈશું?" જેક બોલ્યો
"મને લાગતું નથી કે આપણે 3 દિવસ થી ઓછા સમય માં ત્યાં પહોંચી જઈશું?" જ્યોર્જ ચિંતા ના ભાવ સાથે બોલ્યો.
જેક ફરી આંખે દૂરબીન લગાવીને કંઇક જોવાનો પ્રયાસ કરવા લાગ્યો.
"ત્યાં દૂર દૂર જો કશુંક દેખાય છે. "જેક બોલ્યો
જ્યોર્જ હાથમાંથી દૂરબીન ખેંચી આંખે લગાવ્યું.
"જેક મને કઈ નથી દેખાતુ. "જ્યોર્જ બોલ્યો.
"કદાચ મને એવો આભાસ થયો લાગે છે કે ત્યાં કંઇક છે"
જેક દૂરબીન લગાવી બોલ્યો.
"આવો ભાસ કેટલીક વખત થતો હોય છે. આપણે અવાઓ ભાસ રણપ્રદેશ માં પાણી બાબતે કરી શકીએ છીએ. કેટલીક વાર આપણને મૃગજળ દેખાય છે તે આવા જ ભાસ નો પ્રકાર હોય છે. "
જ્યોર્જ જહાજ સંભાળતા બોલ્યો.
"નિકોલસ ક્યાં ગયો" જ્યોર્જ બોલ્યો
"મને નથી ખબર કદાચ તે હજી સૂતો હશે . શું હું એને ઊઠાડું?" જેક બોલ્યો
"ના રહેવા દે ગઈ કાલે અડધી રાત તેણે જ જહાજ સંભાળ્યું હતું. "જુયોર્જ બોલ્યો
અચાનક અંદર થી એક અવાજ આવ્યો અને જહાજ આખું હલી ગયું.
"આ શું થયું"જેક ubha થતાં બોલ્યો.
"મને નથી ખબર . ચાલ અંદર નિકોલસ જ્યાં સુએ છે ત્યાં જોઈએ" જ્યોર્જ બોલ્યો.
બને નિકોલસ જ્યાં સુએ છે ત્યાં ગયા અને જોઉં કે નિકોલસ એ પોતાના હાથ જહાજ ના પાટીયા પર દબાવ્યા હતા.
"જલ્દી. . . આ જહાજ પર થયેલા કાના માંથી પાણી અંદર આવે છે. જલદી કંઇક લાવો"
નિકોલસ બોલ્યો
જ્યોર્જ તરત એક કપડું તથા લાકડું લાવ્યો અને જહાજ પર ના કાણા ને બંધ કરી દીધું.
જ્યોર્જ એ પૂછ્યું કે "આવું કઈ રીતે થાઉ "
પણ નિકોલસ એ કોઈજ જવાબ ના આપ્યો કદાચ તેને પણ નહિ ખબર હોય.
થોડીવાર પછી નિકોલસ બોલ્યો કે "આ મને નથી ખબર હું સૂઈ ગયો હતો મારા હાથ ને પાણી નો સ્પર્શ થયો એટલે હું ઉઠીઓ. પછી મે જોઉં કે પાણી જહાજ માં આવેછે એટલે મેં કૂદીને મારો હાથ કાના પર મૂકીને તેને રોકવાનો પ્રયત્ન કર્યો"
જ્યોર્જ વિચાર માં પડી ગયો કે ' જહાજ માં ગઈ કાલ રાત્રે તો કશું કાણા જેવું હતું જ નહિ. ગઈ કાલે જ્યારે હું કચરો વાળતો હતો ત્યારે મને કઈ દેખાયું નહિ તો a કાણું આવ્યું ક્યાંથી? '
જ્યોર્જ હવે વિચારી વિચારીને પાગલ થઇ રહયો હતો. આ જોઈ જેકે કહ્યું
"જ્યોર્જ હવે બહુ વિચાર ના કર કદાચ કોઈ કુદરતી રીતે પડી ગયું હશે"
જેકે આ વાત ગંભીરતાથી ના લીધી પણ જ્યોર્જ ને એ ખબર પડી ગઈ હતી કે a Kam કુદરત દ્વારા નહિ પણ કોઈ મનુષ્ય એ કર્યુ છે કારણ કે જહાજ નું નીચેનું લાકડું કપાઈ ગયેલું છે તે સીધી રીતે પણ દેખાતું હતુ.
જ્યોર્જ આ વાત ને સહેલાઇ થી ખંખેરવા નહિ તો માંગતો . તેને હવે એવું લાગવા માંડ્યું હતું કે a કૃત્ય કોઈ દુશ્મન નું છે . જે નથી માંગતો કે આપણે હીરાના ખજાના સુધી પહોંચી જઈએ.
જેક પછી પોતાનું દૂરબીન લઈ કંઇક જોવા લાગ્યો અને બોલ્યો "મને હજી પણ દૂર દૂર કઈંક દેખાય છે. જ્યોર્જ તું ફરી એક વાર જોઈ લે કે તે કોઈ ટાપુ કે કોઈ પ્રદેશ તો નથી ને?"
"હા,લવ દૂરબીન"જ્યોર્જ પોતાનો હાથ જેક તરફ કરીને બોલ્યો "એક વાર ફરી જોઈ લવ"
જેકે પોતાનું દૂરબીન જ્યોર્જ ને આપ્યું. જ્યોર્જ દૂરબીન પોતાની આંખે લગાડતો હતો જ કે ત્યાં પાછળ થી નિકોલસ આવી ગયો.
નિકોલસ એ પોતાનો હાથ જ્યોર્જ ના ખભા પર મૂકી ને કહ્યું કે" આપણને હવે પ્રવાસે નીળ્યા ને બે દિવસ થઈ ગયા છે પણ હજી આપણને એ ખબર નથી પડી કે આપણે કઈ જગ્યાએ છે. "
"હા એ વાત તો છે પણ તું ચિંતા ના કર આપણે કોઈ નેકોઈ તો રસ્તો મેળવી જ લઈશું. "જેક બોલ્યો.
ત્યારેજ પાછળ થી એક અવાજ આવ્યો કે " મને ખબર છે . આપણે ક્યાં છે"
***
3 - ખતરા નું આગમન
બધાએ પાછળ વળી ને જોઉં તો પાછળ થી સ્ટીવ ફોર્ડ પાછળ થી હાથમાં કંઇક લઇને આવતો હતો. તેના હાથ માં કંઇક ગોળ વસ્તુ હતી.
" સ્ટીવ તને કેમની ખબર કે આપણે ક્યાં છે?"જ્યોર્જ બોલ્યો
"જુઓ મારી પાસે એક હોકાયંત્ર છે. સિતિયાંગો થી નીકળતા મે મારી બેગ માં મૂકી દીધું હતું પણ મને મળતું ના હતુ. "
જ્યોર્જ તો હોકાયંત્ર જોઈ ખુબ ખુશ થઈ ગયો. તેને હોકાયંત્ર લીધું અને દિશા જોવા ચાલતો ચાલતો. જહાજ ના તૂતક પર જતો રહયો.
સ્ટીવે કહ્યું કે "હવે આપણે સાચી દિશા તથા સમુદ્ર માં આપણું સ્થાન જાણી શકીશુ. "
જેકે કહ્યું"હા. "
"હું જ્યારે સિતિયંગો ની પાસે આવેલા અંડીસ પર્વત માળા ચઢવા ગયો હતો ત્યારે મારી પાસે લઈ ગયો હતો. " સ્ટીવ બોલ્યો
જ્યોર્જ થોડી વાર પછી આવીને ચિંતાતુર ભાવ સાથે બોલ્યો "આપણને સાચો માર્ગ તો મળી ગયો છે પણ. . . . "
આટલું બોલતાં જ જ્યોર્જ અટકી ગયો.
નિકોલસ એ જ્યોર્જ ને આગળ બોલવા કહ્યુ
જ્યોર્જ આગળ બોલવા લાગ્યો કે
" હવે 3 માઈલ પછી કે માર્ગ શરૂ થવાનો છે તે ખૂબ અઘરો છે?" જ્યોર્જ ફરી ચિંતામાં આવી જતા બોલ્યો
"કેમ અઘરો છે? શું આગળ કોઈ મોટું તોફાન સર્જાવાની શકયતા છે?". સ્ટીવે કહ્યુ
"ના, હવે આગળ તેના થી પણ મોટો ખતરો આપણી રાહ જોઈ ને બેઠો છે. "
જ્યોર્જ પોતાની કપ્તાન ની ટોપી ઉતરતા જવાબ આપ્યો.
"તે કયો ખતરો છે?"
જેકે જ્યોર્જ ની એકદમ નજીક આવી જ્યોર્જ ના ખભા પર પોતાનો ડાબો હાથ મૂકતા કહ્યું.
"હવે આગળ નો જે રસ્તો છે ત્યાં આપણને સમુદ્રી લૂંટારાઓ નો સામનો થવાનો છે. તે લૂંટારાઓ ત્યાંથી પસાર થતી કોઈ પણ બોટ કે જહાજ ને લૂંટ્યા વગર આગળ જવા નથી દેતા"
જ્યોર્જ ફરી બોલીને જહાજનું તળિયું જોવા લાગ્યો.
"શું આપણી પાસે પૂરતો દારૂગોળો કે રાયફલ બંદુકો નથી?"
પાછળથી કેવિન નામનો તેમનો સાથીદાર કોઈજ ચિંતાના ભાવ વગર આવ્યો અને પૂછ્યું.
"હા, આપણી પાસે પૂરતી જરુર ના સમયે વાપરી શકાય તેટલી બંદૂક છે પણ તેમની પાસે આપણાથી વધુ પડતો સારી બંદુકો હશે"
જ્યોર્જ કહ્યું.
"ચાલશે, આપણે માત્ર લૂંટારાઓને ડરાવવા માટે જ રાયફલ નો ઉપયોગ કરવો છે. "
કેવિન જ્યોર્જ ની ટોપી પોતાના માથા પર મૂકી બોલ્યો. જાણે કહેતો ના હોય કે તે સંકટ સમયે તેમની કપ્તાન બની આગેવાની સ્વીકારશે. બધા માં ભય તો હતો જ પણ જ્યોર્જ માં વધુ પડતો લાગતો હતો. જ્યોર્જ પોતેજ એક કપ્તાન હતો પણ તેને પણ ખૂબ ચિંતા થતી હતી.
ક્રમશ...