Hu Tari rah ma - 5 in Gujarati Fiction Stories by Radhika patel books and stories PDF | હું તારી રાહ માં - 5

Featured Books
  • ભાગવત રહસ્ય - 107

    ભાગવત રહસ્ય-૧૦૭   જ્ઞાની પુરુષો –પરમાત્માના રૂપમાં એવા મળી જ...

  • ખજાનો - 74

    " તારી વાત પરથી એવું લાગી રહ્યું છે કે તમે લોકો મિચાસુને ઓળખ...

  • મૂર્તિનું રૂપાંતર

    મૂર્તિનું રૂપાંતર ગામની બહાર, એક પથ્થરોની ખાણ હતી. વર્ષો સુધ...

  • ભીતરમન - 53

    મેં ખૂબ જ ઉત્સાહ સાથે કાગળ ખોલી વાંચવાનું શરૂ કર્યું,"પ્રિય...

  • ગામડાં ની ગરિમા

    ગામના પાદરે ઉભો એક વયોવૃદ્ધ વડલો તેના સાથી મિત્ર લીમડા સાથે...

Categories
Share

હું તારી રાહ માં - 5

( આગળ જોયું... Finally મેહુલ અને રિદ્ધિ વચ્ચે વાતચીત શરૂ થાય છે અને વાતચીતથી આગળ બન્ને સારા મિત્રો બની જાય છે અને એટલી હદ સુધી સારા મિત્રો કે બન્ને ને હવે એક બીજા જોડે વાત કર્યા વગર હવે ચાલતું નથી પરંતુ હજુ પણ મેહુલના હજુ રિદ્ધિને તેના દિલની વાત જણાવતા ડરે છે.

ત્યારે જ તેનો મિત્ર મિલન તેને એક તરકીબ આપે છે રિદ્ધિના દિલની વાત જાણવા માટે પરંતુ મેહુલ ડરે છે કે ક્યાક આ તરકીબથી રિદ્ધિ તેની નાજુક આવવાના બદલે દૂર ન જતી રહે પરંતુ હીંમત કરીને તે રિદ્ધિને વાત જણાવવાનું નક્કિ કરે છે હવે આગળ....)

3:45 નો સમય થયો હોય છે. મેહુલ ઓફિસ માં પ્રવેશતા જ રિદ્ધિ તેને બોલાવે છે. “ મેહુલ જરા જોતો આ Data Entry બરાબર તો છે ને? મને આમાં કઈક Fault લાગે છે.”

“ હા આવું .” મેહુલ રિદ્ધિ પાસે જાય છે.

“ આમા તો બધુ બરાબર જ છે કઈ Problem નથી અને Data Entry પણ Parfect છે.” મેહુલ એ કહયું.

“ હા, એ તો મને પણ ખબર છે પરંતુ આ તો તારી સાથે વાત થઈ જાય છે અને થોડી ઘણી મસ્તી કરવાના આશયથી મે તને આમ જૂઠું બોલી.” રિદ્ધિ એ ચોખવટ કરતાં કહયું.

“ અચ્છા , મારી સાથે તને વાત કરવાની અને મસ્તી કરવાની બહું મજા આવે છે.?” મેહુલએ સ્પસ્ટ પ્રષ્ન ક્યો.

“ અરે ના Actully હું તો ...” રિદ્ધિ જાણે શરમાઇ જ ગઈ.

“ હા બોલ શું તું તો ... બોલ.... બોલ શું કેહતી હતી તું?” મેહુલએ રિદ્ધિને પૂછ્યું.

“ અરે ના કઈ નહિ યાર હું તો બસ એમ જ .” રિદ્ધિએ વાત વાળતાં કહયું.

“ સારું ચાલ તું કઈ નહિ ન કહે તો હું પણ નહિ કહું હવે થી કઈ. હું તો માનતો હતો કે આપણે સારા મિત્રો છિએ પરંતુ તું તો મને કઈ જ નથી જણાવતી .” મેહુલએ જુટ્ઠો ગુસ્સો કરતા કહયું.

“ અરે ના યાર, સાચે જ કઈ નહોતું પરંતુ ઓફિસમાં હું તારી સૌથી વધારે Close છું એટલે મને તારી જોડે વાતચીત કરવી ગમે. બસ આટલી જ વાત હતી પાગલ બીજું કઈ નહીં. શું તું પણ નાની નાની વાતે ગુસ્સે થાય છે?” રિદ્ધિએ મેહુલને મનાવતા કહયું.

“ અચ્છા , એવું તો તને મારી જોડે વાત કરવાની બહું મજ આવે છે હમમમ.... શું વાત છે હે ?” મેહુલ રિદ્ધિની મજાક કરતાં બોલ્યો.

“ જો મને ખબર જ હતી મસ્તી તું શરૂ કરી દઇશ એટલે જ હું નહોતી કહેતી.” રિદ્ધિએ ચિડાતા કહયું.

“ અરે અરે ડિયર , હું તો મસ્તી કરતો હતો થોડી આમ તું મને તારો બેસ્ટ ફ્રેન્ડ કહે છે અને વળી પાછી મસ્તી કરું તો ચિડાઇ છે ? નથી ગમતું તારી મસ્તી કરું એ ? ન ગમતું હોય તો ન કરું ?” મેહુલએ પ્રષ્નાથ નજરે રિદ્ધિ સામે જોયું.

“ અરે ના હવે હું તો બસ એમ જ ... કરી જ શકે ને મજાક. એમ પણ ઓફિસમાં તું જ તો છો મારો સૌથી સારો મિત્ર.” રિદ્ધિએ મેહુલને પ્રેમપૂર્વક કહયું.

“ Ok Dear અને Thanks હો મારા પર આટલો વિશ્વાસ કરવા માટે.” મેહુલ એ રિદ્ધિનો આભાર વ્યક્ત કરતાં કહયું.

“ એય, પાગલ બસ હવે Friendship માં No Sorry અને No Thanks સમજાયું? હવે Sorry કે Thanks કીધું તો હું વાત નહિ કરું તારા જોડે.” રિદ્ધિએ કહયું.

“ હા Ok હવે નહિ બોલું બસ.” મેહુલ એ હસતાં કહયું.

મેહુલ અને રિદ્ધિ બન્ને એકસાથે હસી પડ્યા.

“ એય ચાલ હવે મારે બૅન્ક જવા માટે મોડુ થાય છે હું આવીને વાત કરું હો.” આમ કહી મેહુલ બૅન્ક જવા માટે નીકળી ગયો.

“ હા ok બાય.” રિદ્ધિ બોલી.

મેહુલના ગયા પછી રિદ્ધિ પણ મનોમન વિચારતી હતી કે, શું હું મેહુલને પસંદ કરવા લાગી છું? શા માટે મને મેહુલની હાજરીથી આટલો ફર્ક પડે છે? શા માટે મેહુલ જોડે જ મને વારે વારે વાતો કરવાનું મન થાય છે. આ પહેલા પણ હું ઘણા છોકરાઓને મળી છું અને હાલમાં પણ પુરુષ મિત્રો છે ઘણા પરંતુ જે Fillings મેહુલ જોડે છે તે બીજા જોડે કેમ નથી? શા માટે પોતે મેહુલ વિશે કઈક અલગ Fill કરે છે ? રિદ્ધિ મનમાં ને મનમાં વિચારતી હતી ત્યાં જ ઘરેથી રિદ્ધિના મમ્મીનો Call આવ્યો.

“ Hello બેટા રિદ્ધિ આજ ઘરે થોડી વહેલી આવી જજે થોડું કામ છે તો ઘરે.” રિદ્ધિના મમ્મી બોલ્યા.

“ હા મમ્મી હું પંકજભાઈને કહીને આજ થોડી વહેલી ઘરે આવવા નીકળી જઇશ.” રિદ્ધિ બોલી.

“ સારું ચાલ આવી જજે Bye.” રિદ્ધિ ના મમ્મી એ રિસીવર મુક્તા કહયું.

“ હા , Bye મમ્મી.” રિદ્ધિ બોલી.

રિદ્ધિ ફરી વિચારોમાં ખોવાઈ ગઈ. તેને સમજાતું નહોતું તેની સાથે શું થઈ રહ્યું છે? પછી તેને અચાનક જ વિચાર આવ્યો કે હું મમ્મી ને જણાવું આ વાત તો કેમ રહેશે? મમ્મી જરૂરથી મારી મદદ કરશે.

રિદ્ધિ ના મમ્મી તેના મમ્મી કરતાં તેના સહેલી વધારે હતા આથી તે તેના મમ્મી ને બધી જ વાત જણાવતી.

રિદ્ધિએ ઘરે જઇ મમ્મી જોડે આ બાબતે વાત કરવાનું વિચાર્યું અને પછી પંકજભાઈ ની ઓફિસમાં ઘરે વહેલા જવા રજા લેવા માટે ગઈ.

“ Sir May I Come In ?” રિદ્ધિ એ ઓફિસમાં આવવા માટે રાજા માગી.

“ અરે આવ, આવ રિદ્ધિ. ” પંકજભાઈ બોલ્યા.

“ બોલ રિદ્ધિ શું વાત છે ? કઈ જોઈએ છે ? Any Problem ?” પંકજભાઈએ પુછ્યું.

“ સર, Actully મમ્મીનો Call આવ્યો હતો. આજ થોડું કામ છે તો ઘરે વહેલું આવવા કહયું છે. શું હું આજ વહેલી ઘરે જઇ શકું ? “ રિદ્ધિ એ થોડું અચકાતાં પુછ્યું.

“ અરે હા , જવાનું જ હોય ને... એમાં પુછવાનું થોડું હોય ? તું તારે જ કામની ચિંતા ન કરીશ તું અત્યારે જ રજા લઈને જતી રહે.” પંકજભાઈ એ રજા આપતા કહયું.

“ Thank You Sir હું બાકીનું કામ કાલ આવીને જોઈ લઈશ.” રિદ્ધિ એ આભાર વ્યક્ત કરતાં કહયું.

“ અરે કામની ચિંતા નહીં કરવાની એ તો હવે ચાલ્યા કરે. આમ પણ હું આ ઓફિસના કોઈપણ Member ને Employee નહીં મારા ફેમિલી મેમ્બર જ માનું છું.” પંકજભાઈ બોલ્યા.

“ સર એટલા માટે જ હું આ ઓફિસમાં જલ્દીથી સેટ થઈ ગઈ છું. Thank you So Much Again.” રિદ્ધિ બોલી.

5:00 PM થવા આવ્યા હતા રિદ્ધિ ઓફિસે થી ઘરે જવા નીકળી ગઈ રસ્તામાં તે મનોમન વિચારતી હતી કે ,” આજ તો મેહુલને જોયા વગર જ ઘરે જાવ છું. તે આવીને મને શોધશે પણ તેને જાણ કેમ કરું કે હું ઘરે વહેલી આવી ગઈ છું?”

પછી અચાનક તેને વિચાર આવ્યો કે, હું તેના વિશે વિચારું છું, શું તે પણ મારા વિશે વિચારતો હશે? તે પણ મને Miss કરતો હશે? તે પણ મારી જેમ જ બેચેની અનુભવતો હશે જ્યારે હું જોવા ન મળું? આ બધા વિચારોએ હવે રિદ્ધિના મનમાં સ્થાન જમાવી લીધું હતું. પરંતુ તેને એક વાતની ખબર હતી કે તે મેહુલનો સાથ ખુબ જ Enjoy કરે છે.

વિચારોમાં જ ક્યારે ઘર આવી ગયું તેની રિદ્ધિ ને ખબર જ ન રહી.

“ અરે તું આટલી વહેલી આવી ગઈ? સારું ચલ આવી ગઈ છે તો Fresh થઈ જ હું તારા માટે ચા મૂકું છું પછી સાથે બેસીને ચા – નાસ્તો કરીએ.” રિદ્ધિને ઘરે આવેલી જોઈ ભારતીબહેન( રિદ્ધિ ના મમ્મી ) બોલ્યા.

“ હા મમ્મી પંકજભાઈ એ કીધું તું વહેલી જતી રહે એટલે હું આવી ગઈ.” રિદ્ધિએ કહયું.

“ તારા બોસ ખુબ જ સારા સ્વભાવના છે બાકી તો અત્યારે કોઈ એ રીતે રજા આપવા તૈયાર જ ન થાય. મને એમ કે તું એકાદ કલાક વહેલી આવીશ પણ જો તને તો હાફ ડે જેટલી છુટ્ટી મળી ગઈ.” ભારતીબહેન બોલ્યા.

“ હા મમ્મી અમારા બોસ ખુબ જ સારા છે . તે પોતાની ઓફિસ ના બધા Employee ની ખુબ જ Respect કરે છે, And Infect મારી ઓફિસના બધા જ Employee સારા છે ખુબ જ સારી રીતે હળીમળી ને Work કરે.” રિદ્ધિએ ઓફિસની વાત કરતા કહયું.

રિદ્ધિ Fresh થઈને આવી ત્યાં ભારતીબહેને ચા - નાસ્તો રેડી રાખ્યો હતો પછી બંને મમ્મી – દિકરીએ સાથે બેસીને વાતો કરવા લાગ્યા.

રિદ્ધિ એ વિચાર્યું શું અત્યારે મમ્મી ને વાત કરું? શું કહેશે મમ્મી ? રિદ્ધિ પોતાના વિચારોમાં હતી ત્યાં ભારતીબહેન એ પુછ્યું,” શું વાત છે રિદ્ધિ ક્યાં વિચારોમાં ખોવાયેલી છે?”

“ મમ્મી મારે તને એક વાત કહેવી છે.” રિદ્ધિ એ તેના મમ્મી સામે જોયા વગર જ કહયું.

“ હા, બોલ બેટા શું વાત છે ?” ભારતીબહેન બોલ્યા.

“ મમ્મી વાત એમ છે કે મારી ઓફિસમાં એક છોકરો છે મેહુલ ....” રિદ્ધિ અચકાતાં બોલી.

“ હા.... બોલ તો મેહુલ શું...?” ભારતીબહેન રિદ્ધિ સામે જોતાં બોલ્યા.

“ Actully મમ્મી મેહુલ ખુબ જ સારો છે અને મને Work માં પણ ખુબ જ Help કરે છે અને અમે સારા મિત્રો પણ છીએ.” રિદ્ધિએ આગળ બોલી.

“ માત્ર મિત્રો જ કે પછી ...?” ભારતીબહેન એ ફરી પૂછ્યું.

“ અરે ના મમ્મી અમે માત્ર સારા મિત્રો જ છીએ બીજું કઈ નહીં.” રિદ્ધિએ ચોખવટ કરતાં કહયું.

“ હા તો તેમાં Problem શું છે ? એ તો મિત્રો બધાને હોય , અને સારી વાત છે ને તારા Working Place પર તારે સારા Relation છે તો.” ભારતીબહેનએ કહયું.

“ હા મમ્મી એ બધુ બરાબર પણ ...” રિદ્ધિ બોલી.

“ પણ... શું ? ભારતીબહેન બોલ્યા.

“ હું મેહુલને મનોમન પસંદ કરવા લાગી છું.” રિદ્ધિએ પુરી વાત જણાવી.

“ ઓહ... તો વાત આમ છે હું પણ જોવા ક્યારના ‘ બહેન ‘ કેમ આમ તેમ વાતોને ગોળ – ગોળ ફેરવે છે.” ભારતીબહેન હસતાં બોલ્યા.

“ કેવો છે મેહુલ ? અહિયાનો જ છે? આમ તો મારી દિકરીને પસંદ આવ્યો છે એટલે કઈક તો વાત હશે જ તે છોકરામાં. તો પણ કહે તો ખરી કઈક તેના વિશે.” ભારતીબહેન આતુરતા પૂર્વક પૂછ્યું.

“ એક જ શબ્દમાં કહું તો સોથી અલગ .” રિદ્ધિ એ પોતાની આખો બંધ કરતાં કહયું.

“ મેહુલ વિશે આમ તો ગમે તેટલુ કહીશ ઓછું જ છે તો પણ સાચું કહું તો તે એકદમ અલગ છે બધાથી એકદમ નમ્ર , સ્ત્રીઓની Respect કરવા વાળો , બધાની મદદ કરે તેવો... અને દેખાવ વિશે કહું તો એકદમ શ્વેત ડોક સુધી લાંબા વાળ, આકર્ષક વ્યક્તિતત્વ, 5’10” જેટલી ઊચાઇ. પણ મને તેની એક વાત ખુબ જ આકર્ષે છે. “ રિદ્ધિએ મેહુલ વિશે કહયું.

“ કઈ વાત છે જે તને વિશે ખુબ ગમે છે?” ભારતીબહેનએ ફરી પ્રષ્ન કરતા કહયું.

“ તેની આંખો.” રિદ્ધિએ જવાબ આપ્યા કહયું.

“ કેમ એવું તો શું છે તેની આંખોમાં ?” ભારતીબહેનએ ફરી પ્રષ્ન કર્યો.

“ ખબર નહીં મમ્મી તેની આંખોમાં એવું શું છે? પણ તેની આંખો મે વારે વારે વાંચવાની કોશિશ કરી છે એક આજીબ રોમાંચ છે તેમાં . ખુબ જ સરસ છે તેની આંખો એમ થાય છે જોયા જ કરું તેની આંખોમાં.” રિદ્ધિએ આંખો બંધ કરતા કહયું.

“ બસ , બેટા હવે સપના જોવાનું બંધ કર અને એ કહે મને કે મેહુલને આ વિશે કઈ ખબર છે ?“ ભારતીબહેન એ ફરી પ્રષ્ન કર્યો.

“ અરે ના મમ્મી આ તો મારા હદયની લાગણી છે જે મે તને સૌથી પહેલી જણાવી. સાચું કહું તો હું મેહુલને પસંદ કરું છું તેની મને ખુદને જ આજ ખબર પડી. એટલે જ તો તને વાત કરું છું કે હવે હું શું કરું? મારે કેમ જણાવવી આ વાત મેહુલને ? શું આ યોગ્ય સમય છે ? કે પછી ન જણાવું આ વાત ? રિદ્ધિ એકી શ્વાસે બધા પ્રશ્નો કર્યા.

“ જો રિદ્ધિ પહેલી વાત તને ખુદને હજુ ખબર નથી કે મેહુલ પણ તારા જેવુ જ વિચારે છે કે નહિ ? અને બીજી વાત તારા માટે હજુ આ અનુભવ નવો છે. પહેલા તું મેહુલ જોડે મિત્રતા વધાર તેના વિચાર જાણ પછી તેને તારા વિચાર જણાવ. ત્યાં સુધીમાં તું પણ મેહુલને પુરેપુરો ઓળખી જઇશ અને તને પણ ખબર પડી જશે કે મેહુલના મનમાં તારા વિશે શું છે? બની શકે કે તે પણ તારા વિશે આવું જ કઈક વિચારતો હોય.” ભારતીબહેનએ સલાહ આપતા કહયું.

“ અને હા હજુ એક વાત બની શકે કે તેના મનમાં તારા માટે કઈ ન પણ હોય અને તે તને માત્ર સારી મિત્ર માનતો હોય અને તેના જીવનમાં કદાચ પહેલેથી કોઈ બીજું પણ હોય, જો હું તને ડરાવતી નથી પણ સમજવું છું કે તારે તારી જાતને બધી પરિસ્થિતી માટે તૈયાર કરવી જોશે.” ભારતીબહેનએ વધુમાં સમજાવતા કહયું.

“ અને ‘ કોઈને ગમાડવું ’ એ જીવનમાં ખુબ જ અલગ filling હોય છે જે ક્યારેય શબ્દોમાં તો વ્યક્ત કરી જ શકાય તેવી નથી પરંતુ હા જો કદાચ તે કોઈ બીજી વ્યક્તિ ને પસંદ કરતો હોય તો પણ તારે દુઃખી નથી થવાનું હો ... કેમ કે જીવનમાં તેવું જરૂરી નથી કે આપણે જેને પસંદ કરીએ , પ્રેમ કરીએ તે પણ એકદમ તેવું જ આપણાં વિશે Fill કરે. કદાચ તે આપણાં વિશે તેવું Fill ન કરતું હોય તો પણ આપણી ફરજમાં એ આવે છે કે આપણે તે વ્યકતીને અને તેની જે પણ Fillings છે આપણા તરફની તેને માન આપીએ પછી ભલે તે આપણને એક મિત્ર જ માણતું હોય. અને તું તો ખુબ જ ખુશનસીબ છો કે તું જેને પસંદ કરે છે તે તારો સારો મિત્ર છે. તારી Fillings તેની સાથે Share કરવાનો તને Chance તો મલશે. બાકી તો આ દુનિયામાં તેવા ઘણા લોકો છે જેને તેનો પ્રેમ બસ દિલમાં જ દબાવી ને રાખવો પડે છે. તે સાચી વાત તે વ્યકતીને નથી જણાવી શકતા . થોડી વાર લાગશે પણ વિશ્વાસ રાખ બધુ થઈ જશે સમય આવ્યે.” ભારતીબહેન એ રિદ્ધિ ની મુંઝવણ દૂર કરતાં કહયું.

“ હમમ.... વાત તો બરાબર છે તારી મમ્મી . જે પણ થાય પણ અમે સારા મિત્રો છીએ અને રહેશું જ ભલે પછી તેની લાઈફમાં કોઈ હોય કે ના હોય.” રિદ્ધિએ એક આત્મવિશ્વવાસ થી છલકાતી સ્માઇલ આપી.

“ ચાલ હવે જલ્દી તૈયાર થઈ જ આપણે માર્કેટ જવાનું છે થોડી Shopping કરવાની છે ઘર માટેની .” ભારતીબહેન એ કહયું.

રિદ્ધિ અને ભારતીબહેન માર્કેટમાં Shopping માટે નીકળે છે. બંને માર્કેટમાં ફરતા હોય છે ત્યારે રિદ્ધિ સાથે એક અજીબ ઘટના થાય છે તેને લાગી રહયું હોય છે કે તેનો કોઈ પીછો કરે છે અને સતત તેના પર નજર રાખેલી હોય છે.

“ રિદ્ધિ ક્યાં ધ્યાન છે તારું ? હું ક્યારની તને પૂછું છું કે આ યલ્લો બેડશીટ સારો છે કે પહેલા ગ્રીન ?” રિદ્ધિના મમ્મી એ તેને પુછાતા કહયું.

“ મમ્મી મને લાગે છે કે મને કોઈ જોઈ રહ્યું છે. કોઈ મારો પીછો કરી રહ્યું છે.” રિદ્ધિ મુંઝાતા બોલી.

“ અરે બેટા વહેમ છે તારો એ એવું કઈ ન હોય ચાલ હવે શોપીંગ ફટાફટ પૂરું કરીએ. ઘરે જવામાં મોડુ થાય છે.” ભારતીબહેન બોલ્યા.

શોપીંગ કરીને બંને ઘરે પાછા ફરે છે પરંતુ રિદ્ધિના મનમાં હજુ પણ એવું લાગ્યા કરે છે કે તેને સતત કોઈ જોઈ રહ્યું છે બીજી ક્ષણે તે આ વિચાર છોડી મન ને બીજે વિચારમાં લગાવી દે છે.

સાંજના 7:00 વાગ્યા હતા. મેહુલ ઓફિસએ આવ્યો ત્યારે રિદ્ધિ ઓફિસ નહોતી. મેહુલ રિદ્ધિ ને ગોતવા લાગે છે. તેણે પંકજભાઇને પુછ્યું તો તેણે કહયું ,” રિદ્ધિ ઘરે વહેલી જતી રહી છે.”

“ લ્યો થઈ ગયું કલ્યાણ ... એક તો દિવસમાં મહા મુશ્કેલીથી થોડી વાર સાથે રહીએ તેમાં પણ સાવ આવું.” મેહુલ ઉદાસ થતાં બોલ્યો.

“ કાલ જોઈ લેજે આવશે જ કાલ.” પંકજભાઈ એ કીધું.

ઓફિસ Hour Complete થતાં બધા Employee પોતપોતાના ઘરે જતાં હતા. મેહુલ પણ ઘરે જાવ નીકળ્યો પછી અચાનક તેને કઈક વિચાર આવ્યો ને બાઇક રિદ્ધિના ઘર તરફ વાળી.

કદાચ રિદ્ધિ જોવા મળી જાય આજ વિચારથી તે રિદ્ધિના ઘરની સામે બાઇક પાર્ક કરી થોડી વાર ઊભો રહ્યો. ઇશ્વર પણ મેહુલ પર મહેરબાન હતા હમણાં થી આથી રિદ્ધિનો ચહેરો તેને જોવા મળી ગયો. પછી ખુશ થતાં તે ત્યાથી ઘર તરફ વળી ગયો.

Hello Friends , How Are You? મજામા ને ? તો Finally આપણી Story ની હિરોઈન Miss. રિદ્ધિ મેહુલને પસંદ કરવા લાગી છે પણ શું તે મેહુલને આ વાત જણાવી શકશે ? કે પછી જેમ મેહુલ મનમાં જ પોતાની વાત કહેવા માટે ડરે છે તેમ રિદ્ધિ પણ... ? અત્યારે તો Hero અને Heroine બંને ની હાલત મને તો સરખી જ લાગે છે અને હા રિદ્ધિ નો પીછો કરવાવાળી અજાણી વ્યક્તિ કોણ હશે? કે પછી તે માત્ર રિદ્ધિનો વહેમ છે. જોશું આવતા અંકમાં ત્યાં સુધી રાધિકા પટેલ ના સૌ વાંચક મિત્રો ને જય શ્રી કૃષ્ણ.

www.radhikapatel8121996@gmail.com

(ક્રમશ:)