CHAPTER 14
કજારીકા ફ્લેટનાં કમરામાં આમથી તેમ ચક્કર લગાવતી હતી. જીવનમાં હાર ઘણી જોઇ હતી,. પણ આજની હાર, જીતેલી બાજીનો સોનાનો સિક્કો પીતળ નીકળ્યાની હાર હતી. તેને જાત સાથે મનોદ્વંદ ખેલવાનું શરૂં કર્યું હતુ. બદલાની આગમાં ભડ્ભડ બળતી હતી ત્યારેજ તેને ક્રિષ્નાને ખરી ખોટી સુનાવી દીધી હતી. તેણીનાં જ મોબાઇલથી સતનીલને પણ વિચારોનાં બવંડરમાં ધકેલી દીધો હતો. અચાનક તેને ફરી સતનીલ યાદ આવ્યો. હારનો બદલો લેવા ફરી એટેક કરવાનું વિચાર્યું. સતનીલ હેંડ્સમ દેખાવા લાગ્યો. વિચારોની આગમાં સઘળુ બળી રહ્યું હોય તો સતનીલ કેમ બાકી રહે ? એક ચાન્સ છે. આખરી વાર કરવાની ખ્વાહિશ જાગી. સતનીલ તો યોગરાજની જેમ નામર્દ નહીં જ હોય. યોગરાજ નહિ તો સતનીલ.....
પર્સ ઉઠાવ્યુ. રૂમ લોક કર્યો. પગથીયા ઉતરી પાર્કીંગમાંથી ગાડી કાઢી, સતનીલનાં વિચારોમાં ખોવાઇ ગાડી ચલાવતી હતી. શ્વેતાયન પહોચી ત્યારે ધબકાર વધી ગયા હતા. આજની આરપારની લડાઇ માટે મનમાં ઘણું ગોખી રાખેલું હતું. સડસડાટ પગથીયા ચડી ગઇ. મુખ્ય ખંડનાં દરવાજે પહોચી ઉભી રહી પરંતું જે દ્રષ્ય જોયુ. તેનાં પગ ખીલ્લો થઇ ગયા. માથે વીજળી પડી, મ્હો માંથી ચીખ પણ નીકળીના શકી. આખુ શરીર ધ્રુજવા લાગ્યુ., હાથ તથા હોઠ્ની કંપન વધી ગઇ હતી, ક્ષણિક એક ધબકાર પણ ચુકી ગઇ. વજ્રદ્ત શાસ્ત્રી મંત્રોચ્ચાર કરતા હતા. સતનીલ ખુરશીમાં ભગવા વસ્ત્ર ધરી, ફુલ, ચોખાનો અભિષેક ઝીલતો હતો. કજારીકાને પૃથ્વિ ગોળ ગૉળ ફરતી હોય તેમ ચક્કર આવતા હતા. વિચારો ક્ષુબ્ધ થઇ ગયા હતા. ‘ ફટ રે કજા, , મનનો સેવેલ એક પુરૂષ નામર્દ છું કહીં પીઠ ફેરવી ઉભો રહી ગયો હતો. અને આ બીજો.?. એ તો ચરિત્ર્ય પર વાર કરૂં તે પહેલાજ ધર્મની ભગવી ઢાલ ધરી. સાધુત્વનું કવચ પહેરી મંદમંદ મુસ્કુરાતો હતો. યોગરાજ એક તરફ ઉભા હતા. ક્રિષ્ના ખુરશીમાં પાગલની જેમ મુંગી મુંગી જોતી હતી. બાબુલાલ ભીની આંખ સાફ કરતા હતા. વિંધ્યા સતનીલની પાછળ ઉભી હતી. લગભગ બધાને કજારીકાનાં આવવાની જાણ હતી.છ્તા કોઇએ તેની જરા પણ નોંધ લીધી નહીં, અંદરનો આક્રોશ આંખોમાં સ્પષ્ટ કળાતો હતો. એક માત્ર સતનીલે તેને આવકારી
” પધારો ‘માં’ દિકરાને આશિષ દેવા આવ્યાછો ?” કજારીકાનો ગુસ્સો ઔર વધી ગયો. અને કંપતા સ્વરે બોલી.
’ સતનીલ તને પણ ખાત્રી થઇ ગઇ લાગેછે. કે તું યોગરાજનું સંતાન નથી. યોગરાજે તને બધી સ્પષ્ટતા નહીં કરી હોય. કરે પણ ક્યા મોઢે ? મને કહ્યું એ તને કેમ કહી શકે ? તેણે મારા જેવી ગૌરાંગનાનાં ઉઘાડા દેહથી પીઠ ફેરવી ચિલ્લાઇ ચિલ્લાઇ ને બરાડા પાડીને કહ્યું હતું.
“ હું નામર્દ છું, હીજડૉ છું, કા-પુરૂષ છું, નપુશંક છું, ફાતડૉ છું, નીર્વીર્ય છું, પુરૂષોમાં નથી, ‘સતનીલનાં કાનમાં બ્લાસ્ટીંગ થતું રહ્યું. મગજનાં બધા તંતુઓ ક્ષણિક અચેત થઇ ગયા. ત્યાં ઉભેલ બધા સ્તબ્ધ થઇ ગયા હતા. સતનીલ એકેક શબ્દ ગણતો રહ્યો, પછી કોણ જાણે શાંત થઇ ગયો. કજારીકાને કહ્યું.
“ બસ કર ‘માં’..તારે લીધે મારા દૈવત્વધારી પિતાને, બ્રમ્હાંડ ફાટી જાય તેવા શબ્દોમાં સાત સાત વખત બરાડા પાડવા પાડ્યા. પણ હવે મારો બીજો નિર્ણય તું અને તારી સથે અહીં ઉભેલ તમામ લોકો બધા સાંભળી લો ‘ બધાજ સામે નજર કરી વજ્રદત સામે જોઇ ફરી બોલ્યો
“ ગુરૂદેવ.. અત્યાર સુધી મે સાધુત્વ નો કાળ નક્કી ન્હોતો કર્યો.કદાચ ચાર છ, માસ કે એક બે વર્ષમાં પરત ફરી જવાનો હતો. પણ જે પિતાએ દિકરાનાં એક વચન ઉપર જો સાત સાત વખત તેજોહિન થઇ ને ખોટ્ટુ બોલવું પડ્યુ તેથી હું સાત શબ્દો માટે સાત વર્ષ આ વસ્ત્રો ધારણ કરીશ.
સતનીલ ની નવી ઘોષણા સૌએ સાંભળી છ્તા બધા મૌન રહ્યા, સમય જ એવો હ્તો કે દલીલનો કોઇ અર્થ ન હ્તો. બાબુલાલનો ક્રોધ સૌથી પહેલો પ્રગટ થયો કજારીકા તરફ ગુસ્સામાં આગળ વધ્યા. પરંતુ એ પહેલાની એકાદ ક્ષણ પહેલાજ કજારીકા ઉંબરો છોડીને પીઠ ફેરવીને તેજ ગતિથી પગથીયા ઉતરી ગઇ હતી; કજારીકા ભયંકર હારની પછ્ડાટથી જીંદગી હારી ગઇ હતી એક જ વિચાર આવતો હતો.. મૃત્યુ...
કમરામાં બેચેની ભરી શાંતિ હતી. મંત્રોચ્ચાર બંધ થયા હતા. સતનીલ પાનાં વચ્ચે પિંચ્છુ રાખેલ ડાયરી લઇ ઉભો થયો. સાત વર્ષનાં ગેરૂઆ પ્રાયાણનું પ્રથમ ડગ ઉપાડતા પહેલા વજ્રદતને પ્રાણામ કર્યા. પિતાને પણ વંદન કર્યા.માતા સામે જોઇ મસ્તક નમાવ્યુ. વિન્નીની આંખમાં આંખ પરોવી.બાબુલાલને નમન કર્યું. ઘેરા અવાજમાં કહ્યુ.
“ આ ખંડદ્વાર પછી મારી સાથે કોઇ નહીં આવે”... તેનાં બીજા છેલ્લા શબ્દો હતા
“ વિન્ની’.. આજથી બરાબર સાતમે વર્ષે વેલેંટાઇન ડે નાં દિવસે હું તારો જ રહીને તારા જ માટે પરત ફરીશ. આ મારૂં પ્રથમ ગેરૂઆ વચન છે.” સતનીલ ડગલુ ભરે તે પહેલા વિન્ની બોલી
’ ઉભો રહે, તારી પ્રિયાનાં બે શબ્દ તું પણ સાંભળી લે. તારા એ સાત વર્ષ હું અહીં ઉર્મિલા થઇ તારી રાહ જોઇશ સાતમાં વર્ષનાં તારા એ દિવસે તારા નામનું ઘરચોળુ પહેરીને સુર્ય આથમતા સુધી રાહ જોઇશ. એ દરમ્યાન જો તું કોઇ પણ સંજોગોમાં ન આવી શક્યો તો તું જ્યારે આવીશ ત્યારે મને સદેહે મળી શકીશ નહિ.આ મારૂ પણ તને વચન છે, જા નવજીવન તરફ પ્રાયાણ કર અમે તને કોઇ નહિ રોકીએ.. ‘
સતનીલ પગથીયા ઉતરી ચાલવા લાગ્યો. તેને દુર જતા સૌ કોઇ જોઇ રહ્યા. તે રાત્રે સીરોહી રેલ્વે સ્ટેશન પર દીલ્હી જતી ટ્રેઇનનાં એસી કોચનાં દરવાજામાં પ્રવેશ કરવા સતનીલ પગથીયું ચડ્યો
ત્યાર પછીનાં બરાબર સાત વર્ષે સીરોહી રેલ્વે સ્ટેશન પર દીલ્હીથી આવતી સ્વર્ણ જયંતિ રાજધાની એક્ષ્પ્રેસ ઉભી રહી. એસી કોચ માંથી યોગરાજ મહેતાનો પુત્ર સતનીલ, વિંધ્યાનો પ્રિયતમ નીલ, સ્માર્ટ, હેંડ્સમ હીરો સ્ટાઇલમાં નીચે ઉતર્યો. સ્ટેશનમાં નજર દોડાવી, સાત વર્ષ પહેલા છોડેલું આ સ્ટેશન બદલાઇ ગયું હતું. સ્વચ્છતા ઉડીને આંખે વળગે તેવી હતી. લારીઓ બદલાઇ ગઇ હતી, નવા રેસ્ટોરન્ટ ખુલી ગયા હતા.. બધે ઇલેક્ટ્રોનીક્સ સાઇન બોર્ડ ચમકતા હતા. ખભે હોલ્ડઓન લટકાવી ચાલતો થયો. એક્ઝીટ ગેઇટ પાસે એક યુવાન છોકરાનાં હાથમાં નાનકડુ બેનર હતું તેમા લખ્યું હતું. ‘વેલકમ સતનીલ‘ સતનીલ તેમની પાસે ગયો તે છોકરો વારે વારે મોબાઇલમાં જોતો હતો, સતનીલ ને જોઇ મોબાઇલ બંધ કરી દીધો. ગળામાં ટાઇ પહેરીલ હતી, એક હાથમાં ડાયરી હતી. ચશ્મા ઠીક કરતા સતનીલને કહ્યું.
“ વેલકમ ટુ સીરોહી. ‘ સર..જી.. માય સેલ્ફ નારાયણન ઐયર..ફ્રોમ કોચી આજસે આપકે પર્શનલ સેક્રેટરી કી સેવા કે લીયે મુજે રખ્ખા ગયા હે. ચલીયે ગાડી તૈયાર હે. ફોનમાં વાત કરી ગાડી સ્ટેશનનાં ફોયરમાં મંગાવી. થોડી વારે બ્લેક લીમ્બોર્ગીની ગાડી આવીને ઉભી રહી. નારાયણને ગાડી નો પાછ્લો દરવાજો ખોલ્યો. સતનીલે સીટ પર સ્થાન લીધુ દરવાજો બંધ થયો. નારાયણન આગળની શીટમાં બેઠો. ગાડી ઉપડી. સતનીલ કાંઇ વિચરે તે પહેલાજ નારયણને બોલવાનું શરૂં કર્યું. ‘
’ સર જી.. આપકે રાઇટ હેન્ડ સાઇડ સીટ બોક્ષ મે આપકા આઇ ફોન રખ્ખા હે. ‘સતનીલે સીટ પાછળ બનાવેલ બોક્ષ ડૉર ખોલ્યું તેમાં આઇ ફોન હતો તે ઉઠાવ્યો.
“ સર જી. બોસ ને સિર્ફ આપકે લીયે દસ દિન પહેલે યે કાર લે રખ્ખી હે. ઇસમે બૈઠ્ને વાલે આપ પહેલે હો. સરજી.. આજ કાછોલા ગાંવમે મહેતા ઔર જૈન પરિવાર કી ઔર સે સ્વર્ગકા સેટ ખડા કીયા હે. આપકી શદી જો હે. સીરોહીકી સારી હોટેલ મહેમાનોકે લીયે બુક કર લી હે. રાજ પરિવાર, આલા અધિકારી, નેતાલોગ, સબ કાછોલાકી ઔર જાયેગેં અગલે તીન દિન તક ચલનેવાલે સમારોહકે ઇવેન્ટ મેનેજર ઇન્દોર કે પીઠોઇ બ્રધર્સ હે, આપકી શાદી કી ચર્ચા સીરોહી કી હર ગલી મહોલ્લેમે હો રહી હે. પ્રેસ વાલે ભી કવરેજ દે રહે હે.
સતનીલ એટલુ તો સમજી ચુક્યો હતો કે પપ્પાજીનો ઉત્સાહ હવે સોળેય કળાએ ખીલ્યો છે. લગ્નની આવડી મોટી ઇવેન્ટ કાછોલામાં કેમ ? એ વિચારે ચડ્યો. પણ ત્યાં ગાડી શ્વેતાયન બંગલામાં પ્રવેશી ચુકી હતી. સતનીલને નારાયણનએ દરવાજો ખોલી આપ્યો હતો, તે નીચે ઉતર્યો. બંગલાને નવો ઓપ આપવામાં આવ્યો હતો એલીવેશનમાં ફેરફાર કરેલ હતો નવા રંગ રોગાન થયા હતા. બગીચા અને લોનમાં પણ બદલાવ દેખાયો. તે પગથીયા ચડ્યો તેનાં સ્વાગત માટે સાત કુમારીકાઓ કળશ લઇને ઉભી હતી. તેની પાછળ શરણેશ્વર મંદિરનો એક પુજારી મંત્રોચ્ચાર કરતો હતો. સતનીલનું કુમકુમ તિલકથી સ્વાગત થયું. બાળાઓ બાજુએ હટી જતા સૌ પ્રથમ યોગરાજ ઉભેલા દેખાયા. તે દોડ્યો અને ભેટી પડ્યો., . એટલું જ બોલી શક્યો... “પાપાજી”
યોગરાજે પીઠ થાબડી. ‘” મને પુર્ણ વિશ્વાસ હતો.એટલેજ તૈયારીમાં કોઇ કચાશ રાખી નથી. વેલ્કમ માય સ્માર્ટ બોય, આઇ એમ પ્રાઉડ ઓફ યુ. “ . ‘
બન્ને છુટા પડ્યા. પાછળ વ્હિલચેરમાં ક્રિષ્ના ‘માં’ બેઠી હતી. શરીર સાવ દુર્બળ થઇ ગયું હતું. આંખોમાં તેજ રહ્યું ન હતું. તેને બોલવામાં પણ તકલીફ પડતી હતી. ફક્ત બે હાથ ફેલાવી સતનીલ સામે જોયું. સતનીલ પાસે ગયો. માં ની શારીરીક હાલત જોઇ ઘુંટણીયે પડી ખોળામાં માથુ રાખી રડી પડ્યો. ક્રિષ્ના સતનીલનાં માથામાં હાથ ફેરવતી રહી, માતા-પુત્રનાં અદ્ભુત મિલનનાં સાક્ષી તરીકે ઉભેલ સૌની આંખો ભીની થઇ. યોગરાજ સતનીલની પાસે આવ્યા તેનાં ખભે હાથ રાખી. ધીમેથી બોલ્યા.
“ નીલ’ .. પુજાગૃહમાં ભગવાનને પગે લાગી લે.’
સતનીલ ઉભો થઇ પુજાઘર તરફ ગયો. ઘરને પણ નવું બનાવી નાખ્યું હતું. અંદરનું મંદિર માર્બલની બારીક નકશી કામ વાળું નવું બનાવ્યું હતું. પુજા ઘરમાં મંદિર પાસેની લાકડાની પીઠ પર શિવાઅદા બેઠા બેઠા માળા કરતા હતા. સતનીલને સમજાયુ કે પપ્પાજીએ મંદિરનાં દર્શનનું કેમ સુચન કર્યુ ? શિવાગોર ઠાકરને પગલાની આહટ આવી એટલે આંખો વધુ જોરથી બંધ કરી ગયા. તેની છાતીનાં ધબકાર વધી ગયા હતા. તે નજર મિલાવવા માંગતા ન હતા. સતનીલે અદાને પગે લાગી ચરણ સ્પર્શ કર્યા. અદાએ બંધ આંખે જ માથે હાથ ફેરવ્યો.” “આયુષ્યમાન ભવ:’
” અદા આંખો તો ખોલો’ સતનીલે કહ્યું.
“ દિકરા એ હિંમત ન્હોતી ચાલતી એટ્લે જાપ કરવાનો ડૉળ કરતો હતો.બાકી તારા નામનું જ રટણ કરતો હતો. તું વચનનો પાક્કો નીકળ્યૉ. હું ધોરાજી છોડી અહીં રહેવા આવી ગયો છું. આ મંદીરમાં કરમાળાથી થાય તેટ્લાં પ્રાયશ્ચિત જાપ કરૂં છું, કારણ કે આ બધી ઘટનાઓનાં મુળમાં હું જવાબદાર છું. પુત્રી પ્રેમમાં અંધ બની દીકરીને રોકવાને બદલે ફરીવાર જુગાર માટે પ્રોત્સાહિત પણ મે જ કરી હતી...મારે આ ઉંમરે વતનની માટીથી વિમુખ થવું પડ્યું, ધોરાજી છોડવું પડ્યું. ‘ અદાનાં અવાજમાં થાક અને દર્દ નીતરતું હતું.
“ અદા એમ કેમ કહો છો ? તમારો કોઇ દોષ નથી એ બધુ તો નિયતિનાં ખેલનો એક ભાગ છે.તમે અને હું કઠપુતળી છીએ... નેવું વર્ષનાં કર્મકાંડી શિવાગોર ઠાકરને, નાનાઅદાને નાનકડૉ દોહિત્ર. જીવનનું સુત્ર સમજાવતો હતો. અદાએ કહ્યું. તારી એકેક વાત બરાબર છે. તારી આ નિયતિ એ કેવા ખેલ ખેલ્યા છે. તે સંભળી લે.
“ આ તારો મામો પદ્મકાંત, તારી માં ની સેવાને બહાને, મને, તારા બાપને અને સવજી પટેલને છેતરી, પેલી જમનાડીને અહીં લાવ્યો હતો. થોડા દિવસોમાં પદુડાએ પોત પ્રકાશ્યું. તે કહે ‘ હવે જમના ધોરાજી નહીં જાય.અમે લગ્ન કરવાનાં છીએ. અહીજ રોકાઇ જઇશું. નાનુમોટુ કામ ગોતી લઇશું. બન્ને આજ ગામમાં બીજે ભાડે રહેવા લાગ્યા. આ વાતથી ધોરાજીમાં કોહરામ મચી ગયો. બધા મને જાતજાતનાં સવાલો પુંછવા લાગ્યા.એમાં ઉપરથી તારી દયામાં... મને દગો દઇ કૈલાશમાં જતી રહી. હું સાવ એકલો પડી ગયો....યોગી મને અહીં લાવ્યો” અદા રડમસ થઇ ગયા. અચાનક આંખો ગમછાથી લુછી નાંખી બોલી ઉઠ્યા.
“ તું આવ્યો ત્યારથી તારી આંખો ચકળ વકળ કોઇને શોધે છે?. કોને શોધે છે.?
“ પહેલીજ વાર આ ઘરમાં કોઇએ હ્ર્દયની વાત ઉચ્ચારી. તે આનંદમાં આવીને બોલી ઉઠ્યો.
“ અદા..‘ તમે તો ત્રિકાળજ્ઞાની છો. બસ જલ્દી કહી દો એ કેમ દેખાતી નથી ? ક્યાં છે? આ ઉંમરે તમેય મને હેરાન થતો જોવા માંગો છો. ? પ્લીઝ અદા જલ્દી કહોને. ‘’તારી વિંધ્યા અહીં નથી. તે ગંગાજળીયામાં તારી રાહમાં બેઠી છે. બેઠો છો. શું ? જા ઝડપ કર એ ગભરૂ છોકરી તરી વધુવાર રાહ નહીં જોઇ શકે, ‘અદાનાં શબ્દો પુરાં થયા કે તરતજ સતનીલનાં શરીમાં સ્ફુર્તી નો સંચાર થયો. પાંખો ફુટી.હાથમાં રહેલી મોરપિંચ્છ રાખેલી ડાયરી લઇને ઉભો થઇ લગભગ દોડ્યો જ. યોગરાજ સમજી ગયા કે અદાએ દીકરાને મંજીલ બતાવી છે. સતનીલ પાર્કીંગમાં રાખેલ નવી, પાપાએ ભેંટ આપેલ ગાડી પાસે પહોચ્યો. નારાયણન પણ પાછળ દોડ્યો હતો. શોફર પણ દોડીને આવ્યો.પણ સતનીલે કોઇ તરફ લક્ષ્ય ના આપ્યુ ગાડીનો દરવાજો ખોલી ડ્રાઇવીંગ સીટ પર બેસી દરવાજો બંધ કરી ગાડી ચાલુ કરી. સતનીલ ને અટકાવવાની કોઇની હિંમત ન હતી.
યોગરાજે નારાયણને સુચના આપી કે સતનીલ ને ફોલો કરે તેને કોઇ તકલીફ ના પડવી જોઇએ.
***