Bepanah - 3 in Gujarati Love Stories by Dharmik bhadkoliya books and stories PDF | બેપનાહ (ભાગ-૩)

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

બેપનાહ (ભાગ-૩)

(શ્રુતિ ની સગાઈ નક્કી થઈ ગઈ. એક વર્ષ પછી શ્રુતિ ના લગ્ન થઈ ગયા અને શ્રેયસ હજી કોમા માં હતો. શ્રુતિ શ્રેયસ ને ભૂલી ગઈ હતી. )

શ્રેયસ એકવર્ષ ને ચાર મહિના પછી આજે કોમા માંથી બહાર આવ્યો. તેને ધીમે ધીમે આંખો ખોલી.. માથા પર હજી ઘણું દર્દ હતુ. "શ્રુતિ... શ્રુતિ... કરતો ઉભો થયો. લંગડાતો લંગડાતો હોસ્પિટલની બહાર નીકળ્યો. હોસ્પિટલ ના માણસો રોકતા હતા. " ચલ હટ... " શ્રેયસ હાથ છોડાવતા બોલ્યો.

રાજકોટ ની ટ્રાફિકમાં શ્રેયસ રસ્તામાં ભટકતો હતો. ભુખ તરસ તેની પાસે પૈસા પણ નહોતા આમ રસ્તા પર શ્રુતિ ને શોધતા શોધતા ગાંડો થઈ ગયો. હોબકળો બની.

રાત દિવસ એક જ સ્મરણ શ્રુતિ...

એક દિવસ અચાનક શ્રેયસ ને તેના મિત્રો તેને શોધતા મળી ગયા. શ્રેયસ ની આવી હાલત જોઇ નિકુંજ તેનું બારડુ જાલી ખેંચી ગયા.

" મુક મને કોણ છો તું ?? " શ્રેયસ હાથ છોડાવતા બોલ્યો.

"અરે હું નિકુંજ ભૂલી ગયો.." નિકુંજ બોલ્યો.

"હું કોઈ ને નથી ઓળખતો" શ્રેયસ લંગડાતો લંગડાતો ત્યાંથી નીકળી ગયો.

"હૈય... ઉભો રે..."

શ્રેયસ શ્રુતિ શ્રુતિ કરતો નીકળી ગયો.

શ્રેયસને ઘણા મિત્રો અને સ્વજનો સમજાવા આવ્યા. પણ શ્રેયસ ગમે એમ છટકી જતો. હવે તો શ્રેયસ ના પિતાએ પણ જોઈ લીધું કે હવે શ્રેયસ નો કોઈ ઈલાજ નથી તેને શ્રુતિ સિવાય કોઈ યાદ નહોતું અને તે હોસ્પિટલમાં જવા માટે ના પાડતો હતો.

દોસ્ત એ દોસ્ત કેવાય બધા મિત્રો શ્રેયસ ને હોસ્પિટલ લઈ ગયા અને ટ્રીટમેન્ટ શરૂ કરી..

"ડોકટર સાહેબ..."

"જુઓ શ્રેયસના મન માં શુ છે એ નથી ખબર અને તે પ્રયત્ન કરે તો કદાચ બધું યાદ આવી શકે અને જો એ શ્રુતિ ને પકડી રાખે તો પરિણામ કહી ના શકાય."

" પણ આપણે શ્રેયસ ને સમજાવી ને.." હિરેન બોલ્યો

" ડોક્ટર સાહેબ અમે અત્યારે શ્રેયસ ને મળી શકીએ ?" નિકુંજ એ પરમિશન લીધી.

"ચોક્કસ.."

બધા મિત્રો શ્રેયસ ના રૂમ માં ગયા...

"ઓહ.. આ શું ?"

શ્રેયસ ગાયબ શ્રેયસ બારીમાંથી ભાગી ગયો..

"હિરેન હવે માનવું પડે...." શ્રેયસ ના નાનો ભાઈ બોલ્યો.

"શુ ?"

"પ્રેમ માં પાગલ થાય એ તો બહુ સાંભળ્યું હતુ. પણ પહેલીવાર પ્રેમ માં પાગલ ને જોયો " હિરેન બેક્ષણ શ્રેયસ ના ભાઈ સામે જોતો જ રહી ગયો.

"ક્યાં હતો ને ક્યાં પોહચી ગયો.." હિરેન બોલ્યો બને મિત્રો એકબીજા ની સામે એક સાથે ફર્યા. બન્ને ની આંખ માં ચોધાર આંસુઓ હતા.

કાળા તડકા માં શ્રેયસ ને ઇન્જેક્શન ની આડઅસર થઈ અને આખા શરીરે નાની નાની ફોલ્લીઓ થઈ અને અને તેમાં પરું નો ભરાવો થયો. ધીરે ધીરે સંધ્યા સમય થયો. આ અસહ્ય આંતરિક અને બાહ્ય દર્દ માટે તે પાણી શોધતો હતો. રાત ના સમય માં શ્રેયસ પાણીની શોધ માં તેને એક સરકારી નળ મળી ગયો. નળ ખોલી ખોબે ખોબે પાણી પીધું અને ત્યાં જ બેસી ગયો. નળ એક પગ વળેલો અને તેની પીડા ને લીધે તેના પર હાથ રાખી શ્રેયસ નળ નીચે રાહત મેળવતો હતો.

"ચલ ઉભો થા,સાલા...આવી ગરમી માં પાણી બગાડે છે" કોઈ પોલીસવાળા એ તેને ત્યાંથી ભગાડ્યો. શ્રેયસ એક ટ્રક પાસે આવી ત્યાં સુઈ ગયો. તેના શરીર મા પેલા જેવી ફિટનેસ કે ઝનૂન નહોતુ. સવારે આંખ સામે હાથ રાખતા ઉભો થયો. ફરી ચોતરફ રખડવા લાગ્યો.

રોજ રાતે તે ટ્રક પાસે સૂતો અને રોજ ની જેમ જ

"શ્રુતિ......" કોઈ મીઠા ખ્વાબ માં શ્રુતિ નો હાથ છૂટ્યો હશે અને શ્રેયસ બરાડી ઉઠ્યો

" અબે... સાલે કુત્તે.. સો જા રોજ પરેશાન કરતા હૈ.." મહારાષ્ટ્ર નો ટ્રક ડ્રાઇવર બોલ્યો.

કરવટુ લઇ શ્રેયસ સુઈ ગયો. શ્રેયસને હવે શ્રુતિ પાર ચીંથરી ચડી હતી. શ્રુતિ પર અચાનક ગુસ્સો આવે અને તરત જ ઠંડો પડી જાય.

અને આ બાજુ શ્રુતિ તો જાણે ભૂલી જ ગઈ... તેના લગ્ન રાજકોટ માં થયા હતા અને શ્રેયસ પણ રાજકોટ માં જ રખડતો હતો કોઈ સંજોગે બંને ની મુલાકાત થઈ શકે અને બન્યું પણ એવુ જ.

ઉનાળામાં ભરબોપરે ટ્રાફિકજામ હતી હોર્ન ના અવાજથી શોર મચ્યો હતો. આ ટ્રાફિકમાં એક બાઈક પર દંપતી હતુ પતિ પત્ની બંને વાતો કરતા હતા હાથ માં છ મહિના નું બાળક લઈ બેઠેલી તે સ્ત્રી ની નજર એક ગાંડા પર પડી. ગાંડો ફરતો ફરતો ગાડીઓ ની વચ્ચે નીકળ્યો આખા શરીરે ખંજવાળતો હતો શર્ટ ફાટેલો પેન્ટ માં ઘુંટણ છોલાયેલા અને મોટા વાળ લાંબી ગુંચવાયેલી દાઢી. એક હાથ પોતાની છાતી પર હતો. ચારે તરફ જોતો હતો. જેવો તેને પોતાનો હાથ છાતી પરથી લીધો અને તે સ્ત્રી ની નજર પડી તેને તરતજ મો ફેરવી લીધું અને આંખો ફાટી ગઈ. તેને યાદ આવ્યુ કોલેજ માં શ્રેયસે મારુ નામ છાતી પર લખ્યું હતુ તેના મન માં વિચારો ફરવા લાગ્યા.

ટ્રાફિક સિગ્નલ ગ્રીન થયું શ્રુતિના પતિ એ બાઇકની કિક મારી અને તે સાથે શ્રુતિ બાળક સાથે જમીન પર ઢળી ગઇ. શ્રુતિ ને હોસ્પિટલમાં દાખલ કરી. રાત સુધી તે બેભાન હતી. માથા પર ઘણુંખરું વાગ્યું હતું મધરાતે શ્રુતિ ભાન માં આવી અને તે ઉભી થઇ. હાથમાંથી બાટલાની સોઈ કાઢી તે દોડવા મડી.. અને હવે શ્રેયસ ના નાદ સાથે તે ચોકડી પાસે આવી. ત્યાંથી તે કોઈ ગેરેજ પાસે અવાજ સાંભળી ત્યાં ગઈ.

ત્યાં ગાંડો શ્રેયસ આકાશમાં જોઈ પૂનમ ના ચાંદ તરફ આંગળી ચીંધી શ્રુતિ.. શ્રુતિ કરતો હતો. અને ત્યાં શ્રુતિ આવી શ્રેયસ ને ભેટી પડી શ્રેયસ એ શ્રુતિ ને ધક્કો માર્યો અને ફરી ચંદ્ર ને જોવા મડયો. શ્રુતિ જોર જોરથી રડી તેને સમજાવતી હતી. "

હું શ્રુતિ છું...."

"જવા દે.. શ્રુતિ જો જો ઉપર છે... હા… હા… હા..." શ્રેયસ ને શ્રુતિ ફક્ત ચાંદની માં જ દેખાતી હતી.

"શ્રેયસ સોરી..." શ્રુતિ ની આંખમાંથી આસુંડાની ધાર થઈ હતી

"હા મારી ભૂલ હતી શ્રેયસ... હું જ બેવફા કે તારો પ્રેમ સમજી ન શકી " શ્રુતિ રાડો નાખી ને બોલતી હતી સાથે શ્રેયસ નો શર્ટ પકડી સમજાવતી હતી. શ્રેયસ ને કોઈ ફર્ક ના પડ્યો.

"હે ભગવાન ખબર નોહતી કે પ્રેમ માં આવું થાય બાકી પ્રેમ કરત જ નહિ." શ્રુતિ આકાશ તરફ જોઈ ભગવાન ને કહેતી હતી. શ્રુતિ હજી સમજાવતી હતી શ્રેયસ ગાંડા ની જેમ ઉપર જોતો હતો. શ્રુતિ શ્રેયસ ને કેટલું કીધું શ્રેયસે શ્રુતિના હાથ માં કોલેજ કાળ માં શ્રુતિ નું તૂટેલું બ્રેસલેટ આપી શ્રેયસ લંગડાતો લંગડાતો ચાલતો થયો શ્રુતિ બે ક્ષણ હાથમાં બ્રેસલેટ જોયું અને શ્રેયસ પાછળ ગઈ.

"શ્રેયસ....." શ્રુતિ ને પથ્થર ની ઠેસ આવી અને નીચે પડી ગઈ.

બેપનાહ પ્રેમ..... શ્રુતિ તને બેપનાહ પ્રેમ કરું છું..." શ્રેયસ આકાશ તરફ જોઈ બોલ્યો અને શ્રુતિની નજર સમક્ષથી અદ્રશ્ય થઈ ગયો.

(પૂર્ણ)

(બધા વાંચકમિત્રો ને ધન્યવાદ... હજુ ક્યાંક મારી વર્ણનશક્તિ ઘટે છે. મે પુરા પ્રયત્ન સાથે આ પ્રેમકથા લખી છે. આપ સૌ ને પસંદ આવી હોય અથવા કોઈ ભૂલ હોય તો જરૂર જણાવશો અને રેટિંગ આપવાનું નહીં ભૂલતા)

dharmikbhadkoliya365@gmail.com