-: અકસ્માત :-
ગોપાલ અને અર્ચના એક બીજા ને ગળા ડૂબ પ્રેમ કરે છે. પ્રેમ ની સાથે સાથે કોલેજ નાં લાસ્ટ ઈયર નું સ્ટડી પણ સારી રીતે કરે છે.
જ્યારે બંને એ કોલેજ માં એડમિશન લીધુ ત્યારે બંને એ એકબીજા ને જોયા અને જોતાવેંત બંને પ્રેમ માં પડી ગયા. ધીમે ધીમે બંને એક બીજા ને ખૂબ પ્રેમ કરવા લાગ્યા. પારસ મણી જેવો પ્રેમ, ના કોઈ ડિમાંડ કે નાં કોઈ ખોટા શોખ. લાગણીવાળો પ્રેમ, જાણે બે શરીર અને એક આત્મા. કોઈ એક ને જરા સરખું વાગે તો દર્દ બંને ને થતું અને એ દર્દ આંખો માં છલકી આવતું. સાચા અર્થ માં કહું તો તે દર્દ ન્હોતું તેતો એક બીજા પ્રત્ય નો પ્રેમ હતો.
બંને એ દોસ્ત બનાવ્યા ન્હોતા. જેનું કારણ હતું બને એવું ઈચ્છતા હતા કે કોઈ તેમને ડિસ્ટ્રબ ના કરે. બંને કોલેજ માં એક ઝાડવા નીચે બેસી સાથે લંચ લેતા. આવું રોજ થતું. બંને વાંચતા તોય એક બીજા ની પીઠ ને ટેકો દઈને વાંચતા, જોવો તો લાગે જાણે પ્રણ્ય નાં પાઠ ભણી રહ્યા હોય.
તેવો જીંદગી ને દિલ થી જીવતા હતા. બંને સંસ્કારી હતા એટલે બંને એ પહેલા ઘરે વાત કરી દિધી. ઘરના ઓ એકબીજા ને મળ્યા અને સગપણ નક્કિ કરી નાખ્યું. લગ્ન કોલેજ પૂરી થાય તે પછી રાખશું એવો નિર્ણય લેવાયો.
અડધુ લાઈસન્સ મળી ગયું હતું એટલે બંને ખૂલ્લે આમ બાઈક લઈને ફરતા હતા. ઘરના નો ડર હતો નહિ. રજા ના દિવસે કલાકો સુધી બગીચા માં બાહો માં બાહો નાખી, બંને વાતો કર્યા કરતા. સારી લવ સ્ટોરી વાળી મૂવી જોવા જતા. ક્યાંય મન નાં લાગે ત્યારે બાઈક લઈ લોંગ ડ્રાઈવ પર નિકળી જતા.
ગોપાલ ને બાઈક હાંકવા નો બહું શોખ હતો. તેને નાનપણ થી બાઈક આવડતી હતી. એક નો એક છોકરો હોવા છતા તેના પિતા એ તેને બાઈક શિખવાડી હતી. પણ બાઈક શિખતી વેળા એ કે શિખ્યા પછી તેણે અત્યાર સુધી ક્યારેય બાઈક કોઈ સાથે ટચ પણ ન્હોતી કરી. એકદમ પરફેકટ ડ્રાઈવ કરતો. જીવનો પણ બહું સારો હતો. પોતાના પિતાનાં પૈસા અને પોતાની પોકેટ મની માંથી દર રવિવારે કોઈ અનાથ બાળક ને, કોઈ ગરીબ બાળક ને કે કોઈ ભિખારી ને બને તેટલી મદદ કરતો હતો.
અર્ચના પમ ગોપાલ સાથે રહિ બિલકુલ ગોપાલ જેવી બની ગઈ હતી. ખુબ દયાભાવ વાળી, લાગણીવાળી થઈ ગી હતી. ભિખારી ને પૈસા ન્હોતી આપતી પણ તેને ૪૦-૫૦ રૂપિયા નો નાસ્તો લઈ દઈ તેનું પેટ ઠારતી હતી. ટૂંક માં દુ:ખી લોકો ને જોઈ બંને દુ:ખી થઈ જતા. નાત જાત ધર્મ વગેરે બધુ ભૂલી માત્ર માણસાઈ ના નાતે તેમની મદદે દોડી જતા.
બધુ સારી રીતે ચાલતું હતું. જેટલા બંને ખુશ હતા તેના કરતા વધુ બીજાને ખુશ તરતા હતા. ઘરના ઓ એ ફરિયાદ કે ઠપકો દેવો પડે તેવું તે લોકો એ કિયારેય ન્હોતું કર્યું. તેવો તો ખૂબ રાજી હતા કે તેમનાં સંતાનો પરોપકારી છે. સમય સાથે જીંદગી ચાલી રહિ હતી. સૂરજ ઉગે અને આથમે એટલે જીંદગી નો એક દિવસ ઓચો થતો હતો. પણ કોઈ ક્યાં જાણે છે પોતાની જીંદગી માં કેટલા દિવસો છે.
ગોપાલ અને અર્ચના એ વ્હોટચઅપ અને ફેસબૂક ના જમાના પણ પોતાના સંસ્કાર અને મર્યાદા નું ખૂબ ધ્યાન રાખ્યું હતું. બંને એકાંત માં મળતા ત્યારે વાતો અને ચુમ્મા ચાટી સિવાય લગ્ન પહેલા બીજું કરવું તે યોગ્ય ન્હોતા માનતા. ઈચ્છા થતી પણ ઈચ્છા ને મારી નાખતા. અને વીટ જોતા કોલેજ ના લાસ્ટ ઈયર ના એક્જામ ની. પણ જેની વાટ હોય તે સમય તો એકદમ જરૂર આવવાનો છે જ.
કોલેજ માં એડમિશન, ફ્રેન્શિપ, લવ,ડેટ્સ, એન્ગેજમેન્ટ અને સ્ટડી આ બધુય મલી ને પૂરા થયા ત્રણ વર્ષ. ત્રીજા વર્ષે પરીક્ષા આપી અને બંને ટેન્સન મુક્ત થયા.
એન્ગેજમેન્ટ વખતે ઘરના ઓ એ જે નિર્ણય લીધો હતો તેને અમલ માં મૂકવાનું વિચાર્યું. બંને પક્ષ માં લગ્ન ની ખરિદી શરૂ થઈ, મોંગી કંકોત્રી છંપાવવા માં અાવી અને દરેક સગા સંબંધી ને આમંત્રણ અપાયું. શહેર નાં સારા પાર્ટી પ્લોટ માં ભારતીય સંસ્કૃતી થી લગ્ન થયા. બધા બહું ખુશ હતા. સૌથી વધુ ખુશ ગોપાલ અને અર્ચના હતા, કેમ કે તેમના પ્રેમ ને આજે નવું નામ મળી ગયું હતું લગ્ન....! અને બંને પ્રેમી પ્રેમીકા માંથી પતી પત્ની બની ગયા હતા. લગ્ન ના પોશાક માં બંને રાજ કુમાર અને રાજ કુમારી જેવા લાગતા હતા. કોઈ પણ એકવાર જોઈ જાય એટલે મન માંએટલું તો બોલે જ કે વાહ શું જોડી છે.
લગ્ન માં આવેલા દૂર ના સગા ઓ માં પુરૂષો ગોપાલ ને અને સ્ત્રી ઓ અર્ચના ને જોયા કરતી ચોખ્ખા શબ્દો માં કહું તો તેવો નઝર પાડી રહ્યા હતા. લગ્ન પૂરા થયા એટલે તમામ મહેમાનો પોતપોતાના ઘરે જતા રહ્યા.
એક વર્ષ ફ્રેન્ડશિપ, દોઢ વર્ષ લવ અને છ મહિના ના એન્ગેજમેન્ટ રહ્યા તે દરમિયાન જે ન્હોતું કર્યું તે કરવાનો સમય આવી ગયો હતો. સ્વતંત્ર રહિ આંખો થી હોઠો થી તો બહું પ્રેમ કર્યો હતો. પણ હવે સંસાર નાં ગાડડા માં બેસી જીંદગી ની સફર કરવા ની હતી. અને બંધ બારણે ખૂબ પ્રેમ કરવા નો હતો. અંતે સમય તો આવી જ ગયો, સુહાગરાત ની આખી રાતે બંને એ આખી જીંજગી નો પ્રેમ કર્યો. બંને ના ચહેરા શરમાઈ રહ્યા હતા. અને બંને ના ચહેરા પર વર્ણી ના શકાય તેવી ખુશી હતી.
પૈસાદાર હતા એટલે પિતા એ હનીમૂન માટે પોતાના દિકરા અને વહુ ને વિદેશ મોકવાનું નક્કિ કર્યું પણ ગોપાલ અને અર્ચના એ ચોખ્ખી ના પાડી દિધી કે અમારે ક્યાંય નથી જવું કેમકે તેવો માનતા હતા કે ગઈ કાલે જે મજા પોતાના ઘર ના બેડરૂમ આવી હતી તે મજા કદાચ કોઈ મોંઘી હોટલ માં નહિ આવે. પિતાજી ઘણું કર ગર્યા પણ દિકરો અને વહું એકના બે ના થયા.
લગ્ન પછી ત્રીજા દિવસે બંને તૈયાર થઈ શહેર ના બીજા છેડે રહેતા એક સંબંધી ને ત્યાં 'લંચ' લેવા ગયા. લંચ લઈ તરત ઘરે જવા નિકળી ગયા. ત્યા રસ્તા માં વિચાર આવ્યો કે ફિલ્મ જોવા જવું છે. બંને ફિલ્મ જોવા ગયા. ફિલ્મ પૂરી કરી. સાંજ નાં બાઈક લઈ ઘરે જવા નિકળ્યા. બાઈક શહેર નાં રસ્તા પર ધીમે ધીમે ચાલી રહિ હતી. બંને વાતો માં મશગુલ હતા.
ગોપાલ નું ધ્યાન ગાડી ચલાવવા માં હતું પણ તેના કાન અર્ચના ની મીઠી મીઠી વાતો માં હતા. જે મગજ ને તેની તરફ ખેંચતા હતા. અને ગાડી તેની મેલે મેળે ચાલતી હતી.
આપણે સૌ જાણીએ છિએ કે શહેર માં રેઢીયાર ગાયો નો બહું ત્રાસ હોય છે. જે હંમેશા રેડ પર બેઠી રહેતી હોય છે. બસ તેમાની જ એક ગાય ઊભી થઈ રોડ ક્રોસ કરવા નો પ્રયાસ કરે છે. ગાય ધીમે ધીમે ચાલતી હતી જેનું કારણ હતું કે ગાય લંગડી (અપાહિજ) હતી. ગાય તેની મંજીલે પહોંચવા માંગતી હતી અને ગેપાલ અને અર્ચના તેની મંજીલે પહોંચવા માંગતા હતા.
વાતો માને વાચો માં ગોપાલ ને ખ્યાલ પણ ના રહ્યો કે સામે ગાય આવી ગઈ છે. ક્ષણવાર માં બાઈક ધડાંગ કરતી ગાય સાથે અથડાણી અને નવદંપતી સીધા રોડ પર.... બાર રે બાપ તે કાળા મકોડા જેવો રોડ પળવાર માં લાલ બની ગયો. બાઈક અથડાવવાથી અપંગ ગાય વધુ ઘાયલ થઈ ગઈ. લોહિ ભાળી અવર જવર ગાડીયું ઊભી રહિ ગઈ. ગોપાલ લંગડાતો લંગડાતો ઊભો થયો અને અર્ચના પર નઝર કરી તો તેનાથી રાડ પડી ગઈ. કેમ કે અર્ચના ના માથા માંથી ખૂબ લોહિ નિકળી રોડ સાથે ચોંટી ગયું હતું. ગોપાલ અર્ચના પાસે ગયો અને તેણી ને બોલાવી તો તે બોલી નહિ કેમકે, અર્ચના મૃત્યું પામી હતી. બંને ને હોસ્પિટલ માં ખસેડવા માં આવ્યા જ્યા અર્ચના મે સતાવાર મૃત જાહેર કપવા માં આવી.
અર્ચના ને અગ્ની દાહ દેવાયો, તમામ વિધી પૂર્ણ થઈ. અર્ચના ને મર્યા ના પંદર વિસ દિવસ થી ગયા હતા. છતાય ગોપાલ હજી આઘાત માંથી બહાર ન્હોતો આવ્યો. તે સતત અર્ચના ને યાદ કરી રડ્યા કરતો હતો. એક દિવસ ગોપાલ અર્ચના વિચાર કરતો હતો. તેવા માં તેને વિચાર આવ્યો કે ગાય ના લીધે જેમ મારી પત્ની મને છોડી ને ચાલી ગઈ, તેમ બીજા કેટલાય ની પત્ની, પતી, ભાઈ, બેન, માતા પિતા, દિકરો દિકરી વગેરે છોડી ને ચાલ્યા ગયા હશે કે ચાલ્યા જશે. માત્ર ગાયો ના લીધે.
મારી સાથે જે થયું તે બીજા સાથે ના થાય તે માટે મારે કંઈક કરવું પડશે. બસ તેજ વિચાર સાથે ગોપાલે અર્ચના ના નામે એક ગૌશાળા બનાવી. અને તેમા લુલી લંગડી રેડિયાર ગાયો નું લાલન પાલન શરૂ કર્યું. જોત જોતા માં વિશાળ સંખ્યા માં ગાયો એકઠી થઈ ગઈ. અને ગોપાલ પોતે તેમજ સેવા ભાવી માણસો સાથે સેવા કરવા લાગ્યો.
આ ઉમદા કાર્ય ની સરકારે પણ નોંધ લીધી અને ગૌશાળા ચલાવવા માટે ઘણી મદદ પણ કરી. ગૌશાળા અને ગાયો માટે મિડિયા ને ગોપાલ એવું કહે છે કે મારી અર્ચના અકસ્માત માં ભલે મૃત્યું પામી. પણ તે આ ગૌશાળા માં મારી સાથે કાયમ જીવતી છે.
મિત્રો કહાની કેવી લાગી અવશ્ય જણાવજો.
"જય ગૌ માતા"