Redlite Bunglow - 14 in Gujarati Fiction Stories by Rakesh Thakkar books and stories PDF | રેડલાઇટ બંગલો ૧૪

Featured Books
Categories
Share

રેડલાઇટ બંગલો ૧૪

રેડલાઇટ બંગલો

રાકેશ ઠક્કર

પ્રકરણ-૧૪

રેડલાઇટ બંગલાની સામેના બંગલામાં પહેલા ગ્રાહક માટે અર્પિતા તૈયાર થઇને બેઠી હતી. તે રાજીબહેનને પહેલી માત આપવા જાણે સજ્જ થઇને બેઠી હતી. તે અતિસુંદર હતી અને એટલી સરસ તૈયાર થઇ હતી કે કોઇપણ પુરુષ અપ્સરા મળી હોય એટલો ખુશ થઇ જાય એમ હતો. અર્પિતાનું રૂપ જાણે સોળે કળાએ ખીલી ઉઠ્યું હતું. મઘમઘતા ફૂલ જેવી લાગતી હતી. અર્પિતાએ આખા રૂમમાં નજર ફેરવી લીધી. ક્યાંય સીસીટીવી કેમેરા હોય એવું લાગ્યું નહીં. તેને હાશ થઇ. રાજીબહેને પોતાની આંખ સામેનો જ બંગલો ખરીદીને ચાલાકી કરી હતી. તેણે એવી રીતે ધંધો ચાલુ રાખ્યો હતો કે કોઇને શંકા ના જાય. આસપાસના મોટા બંગલાઓમાં રહેતા મોટા લોકોને પોતાની બાજુના બંગલામાં તો શું પોતાના બંગલામાં પુત્ર-પુત્રી શું કરે છે તેની પણ ખબર રહેતી નહીં હોય. આ બંગલાની બનાવટ પણ એવી હતી કે મુખ્ય દરવાજો પાછળની બાજુ હતો. એટલે કોણ ક્યારે આવે અને જાય એનો ખ્યાલ જ ના આવે. અર્પિતા રાજીબહેનની ચાલાકીઓ પર મંથન કરી રહી હતી.

થોડીવારમાં એક યુવાન વિરાગ નાની બેગ સાથે તેની રૂમમાં આવ્યો. વીણા તેને છોડી ગઇ હતી. તેને જોઇને અર્પિતાએ મધુર સ્મિત આપ્યું. એ પહેલી નજરમાં જ જાણે ઘાયલ થઇ ગયો. અને દોડીને તેના નાજુક ગુલાબની પાંખડી જેવા હોઠને હળવેથી ચૂમી લીધા. પહેલા જામથી જ નશો ચડી જાય એમ તેના શરીરનો થનગનાટ તે અનુભવી શકી. તે તરત જ બેડરૂમનો દરવાજો બંધ કરી વોશરૂમમાં ગયો. અર્પિતા તેની રાહ જોતી આગળનું વિચારવા લાગી. ત્યાં વિરાગ બહાર આવ્યો. તેણે કપડાં બદલી નાખ્યા હતા. પહેલાં તેણે મ્યુઝીક સીસ્ટમમાં પેનડ્રાઇવ નાખી અને રોમેન્ટીક ઇન્સ્ટ્રુમેન્ટમાં ગીતો શરૂ કર્યા. પછી એસી ચાલુ કર્યું. વાતાવરણમાં શીતળતા સાથે સુગંધ ફેલાઇ રહી. તેનું તનમન તરબતર થવા લાગ્યું. રોમાન્સ માટે વાતાવરણ તૈયાર થઇ રહ્યું હતું. તેણે બેગમાંથી ફર્સ્ટએઇડનું બોક્સ કાઢી બેડની બાજુના ટેબલ પર મૂક્યું. એ જોઇ અર્પિતા મનોમન હસી.

ધીમે રહીને તે અર્પિતાની નજીક આવ્યો. અને કંઇ બોલ્યા વગર ધીમે ધીમે રોમાન્સ કરવા લાગ્યો. અને તેના એક પછી એક વસ્ત્ર ઉતારતો ગયો. અર્પિતાએ પહેલાં તો તેના આંતરવસ્ત્રો ઉતારવા દીધા નહીં અને તેને થોડો તડપાવ્યો. તે અર્પિતાનું રૂપ માણવા અધીરો થઇ ગયો. ત્યારે અર્પિતાએ મચક આપી. અર્પિતાનું કપાળ, આંખો, હોઠ, ગળું, ઉરોજ, કમરના કમનીય વળાંક, નિતંબ, પગની પીંડી એમ દરેક જગ્યાએ તેણે સાથે લાવેલા ગુલાબના ફૂલને ફેરવ્યું. પગ ભીંસીને સૂતેલી અર્પિતાને અંગેઅંગમાં અનેરો રોમાંચ થઇ રહ્યો. પછી એ બધી જ જગ્યાએ તેણે ચૂમવાનું શરૂ કર્યું. ધીમે ધીમે તે અર્પિતાના અંગેઅંગનું મર્દન કરવા લાગ્યો. અર્પિતા નવાઇથી તેની હરકત જોઇ રહી હતી. અને વિચારતી હતી કે આમ કરવામાં જ રાત પાડશે કે શું? એક-બે વખત તેના હાથના દબાણ વખતે અર્પિતાએ ઉત્તેજનાવાળા ઊંહકારા પણ કર્યા. છતાં તે તેના નાજુક અંગોને પંપાળતો રહ્યો. કંટાળીને અર્પિતાએ એકદમ તેને બેડ પર આડો પાડ્યો અને એના પર આવી ગઇ. પછી તેના શરીર સાથે પોતાનું શરીર ઘસ્યું. વિરાગ હવે અર્પિતાને ભોગવવા ઉતાવળો બન્યો. અર્પિતા અચાનક ઊભી થઇ ગઇ અને હાથમાં ઓશિકું લઇ શરીર આગળથી ઢાંકી દીધું. વિરાગ તેનો સાથ માણવા ઉત્તેજીત થઇ ગયો. અને ઓશિકું ખેંચવા લાગ્યો. અર્પિતાએ ઓશિકું ફાડીને તેના પર રૂ ઉડાડ્યું. અને બોલી:"રાજ્જા, પહેલી મુલાકાતની બક્ષિસ નહીં આપો?"

અર્પિતાનું ભર્યું ભર્યું ગોરું શરીર જોઇ પાગલ બનેલો વિરાગ એકદમ બોલી ઊઠ્યો:"હા, તું તો લાખોમાં નહીં કરોડોમાં એક છે. આવું ફિગર પહેલી વખત જોયું છે. કવિ કહે છે એમ ખુદાએ બહુ ફુરસદથી તને બનાવી છે. આ લે, હવે વધારે ના તડપાવ." વિરાગે તેના હાથમાંથી લાખ રૂપિયાની હીરાની વીંટી કાઢી તેને આપી દીધી.

અર્પિતાએ ખુશ થઇને તેના હોઠ ચૂમી લીધા. અને ભેટી પડી. અર્પિતાએ તેની છાતીમાં એટલી ભીંસ આપી કે તેના ઉરોજના સ્પર્શથી વિરાગ પાણીપાણી થઇ ગયો.

અર્પિતાએ તેનાથી અળગા થઇ વીંટી જોઇ અને પોતાની હાથની આંગળીઓમાં પહેરવાનો પ્રયત્ન કર્યો. દરેક આંગળીમાં વીંટી ઢીલી પડતી હતી. અર્પિતા વારંવાર આંગળીમાં વીંટી નાખીને કાઢવા લાગી. અર્પિતાની આંગળીમાં વીંટીની કાઢઘાલ વિરાગ રસથી જોઇ રહ્યો. અર્પિતા તેને આંખોથી ઇજન આપી રહી હતી. પછી વીંટીને બેડની બાજુમાં મૂકી તેણે અર્પિતાને ખેંચીને બેડ પર સુવડાવી દીધી. અને તેની ઉપર આવી ગયો. પછી કાનની બૂટને દાંત વચ્ચે સહેજ દબાવી ઉરોજ પર હાથ ફેરવતાં ધીમા અવાજે તેના નાજુક અંગોના વખાણ કરવા લાગ્યો. અર્પિતાએ શરમથી બંને હાથ વચ્ચે મોં છુપાવી દીધું. પછી તેની સાથે મસ્તી શરૂ કરી. અર્પિતા હવે તેની જીતની ક્ષણની રાહ જોવા લાગી. વિરાગની ઉત્તેજના સીમા વટાવી રહી હતી. તેણે સાથ માણવા પ્રયત્ન શરૂ કર્યો અને સરળતાથી આગળ વધી ગયો. તેને નવાઇ લાગી. તેણે ચમકીને અર્પિતાની આંખોમાં આંખો નાખી. અર્પિતાએ તેને ભીંસી નાખ્યો. અર્પિતાને ખ્યાલ આવી ગયો કે સંબંધમાં અપેક્ષા કરતાં જલદી આગળ વધી ગયો એનો તેને ખ્યાલ આવી ગયો હતો. તેમ છતાં તેણે તેનો સહવાસ ના છોડ્યો.

થોડીવારે સંતુષ્ટ થઇ તે અર્પિતાથી અલગ થયો અને બોલી ઊઠ્યો:"આ તો ચીટીંગ છે."

"શું થયું? આટલી તો મજા કરી! મારામાં કંઇ કમી હતી? કંઇ ઓછું પડ્યું?" અર્પિતાએ નવાઇથી પૂછ્યું.

"ના, પણ રાજીબહેને આમ કરવું જોઇતું ન હતું. વર્જિન છોકરી માટે મારી વાત થઇ હતી અને મેં સૌથી વધુ બોલી લગાવી હતી." તેણે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું.

અર્પિતા તેને કોઇ પ્રતિભાવ આપ્યા વગર કપડાં પહેરવા લાગી અને ધીમેથી હીરાવાળી વીંટી પર્સમાં સરકાવી દીધી.

કપડાં પહેરી વિરાગે તરત જ મોબાઇલ ઊઠાવ્યો અને રાજીબહેનનો નંબર ડાયલ કર્યો.

"મેડમ, તમે વાયદો પાળ્યો નથી. તમે વર્જિન છોકરી પૂરી પાડી નથી....મારા આનંદનો ભંગ કર્યો છે. માન્યું કે એ સુંદરતામાં બધાથી નંબર વન છે... પણ પહેલી વખતનો અનુભવ મળ્યો નથી.... એ બધી જ રીતે બરાબર છે પણ મારી જે ઇચ્છા હતી... શોખ હતો એ પૂરો થઇ શક્યો નથી. જે માટે ભાવ આપ્યો હતો એ મળ્યું નથી. આ ધંધામાં પણ છેતરપીંડી ચાલે છે?.... મારે તમારી કોઇ વાત સાંભળવી નથી. આમાં તો અડધું જ પેમેન્ટ મળશે.....હવે પછી સોદો કરતાં પહેલાં વિચારવું પડશે..."

વિરાગની વાત પરથી અર્પિતાને લાગ્યું કે રાજીબહેન દલીલ કે માફી માટે કહી રહ્યા હશે પણ કોઇ વાત સાંભળ્યા વગર તેણે ફોન કાપી નાખ્યો. પછી અર્પિતા તરફ જોઇને બોલ્યો:"મજા તો આવી સ્વીટહાર્ટ! તેરે જૈસા કોઇ નહીં! પણ એક અફસોસ રહી ગયો. મને હેપ્પી એન્ડ ગમતો નથી. આપણી ફિલ્મ ક્લાઇમેક્સ આવતા સુધી મસ્ત ચાલી પણ છેલ્લે સામેની વ્યક્તિને જે દર્દ થાય છે એની મને મજા આવે છે. ખેર, કંપની માટે આભાર!" અને તેણે નિરાશા સાથે ફર્સ્ટએઇડની કીટ લઇ પાછી પોતાની બેગમાં મૂકી દીધી. અર્પિતા ફરી મનમાં હસી. બિચારો!

થોડીવાર પછી અર્પિતા રાજીબહેનની સામે ઊભી હતી. અર્પિતાના મોં પર ભોળપણ લીંપાયેલું હતું. જ્યારે રાજીબહેનના ચહેરા પર ગુસ્સો હતો.

તેમણે ગુસ્સામાં બારીના બંધ પડદાને બે-ત્રણ વખત ખસેડીને ખોલબંધ કર્યો. પડદો બંધ થતો ત્યારે અંધારું થતું હતું અને ખૂલે ત્યારે અજવાળું આવતું હતું. અર્પિતા રાજીબહેનના મનની સ્થિતિનું બધું સમજતી હતી પણ કંઇ બોલી નહીં.

"અર્પિતા, આ કેવી રીતે બની શકે? ગયા અઠવાડિયે તો આપણે ડોકટરને બતાવ્યું હતું. તેં એવું તે શું કર્યું કે વર્જિન ના રહી?"

".....મેડમ, મને જ નથી સમજાતું. કદાચ ઘરના અને ખેતીના કામ કર્યા હતા એટલે. બે દિવસ તો માને મદદ કરવા સખત મજૂરી કરી હતી. કોદાળીથી જમીન ખોદી, ઝાડ પર ચડી લાકડા પાડી આપ્યા....આવી મહેનત અગાઉ કરી નથી." અર્પિતાએ કારણ બનાવી દીધું.

રાજીબહેનને માન્યા વગર છૂટકો ન હતો. તે અર્પિતાને એકદમ ભોળી માનતા હતા. તેના પર શંકા કરવા માટે કોઇ કારણ ન હતું. "અર્પિતા, શું જરૂર હતી જાતે બધું કરવાની. મજૂર રાખી લેવાનો હતો. તને ખબર છે કે હવે તારે શું "કામ" કરવાનું છે. તારી સુંદરતાને આંચ ના આવવી જોઇએ. હવે પછી ધ્યાન રાખજે. મારા માટે તો પહેલો સોદો જ ખોટનો રહ્યો."

અર્પિતા પોતાને ભેટ મળેલી હીરાજડિત વીંટી યાદ કરીને મનોમન ખુશ થઇ રહી હતી કે તેના માટે તો પહેલો સોદો લાભદાયક રહ્યો છે.

"અર્પિતા, હવે કાલથી કોલેજ શરૂ થઇ રહી છે. બહુ જલદી કોલેજક્વીન સ્પર્ધા આવશે. તેની તૈયારી અત્યારથી જ શરૂ કરી દેવાની છે."

"જી મેડમ" કહી અર્પિતા પોતાની રૂમ તરફ જવા નીકળી અને મનોમન બોલી:"રાજીબહેન, તને રાજી થવાનો એકપણ અવસર હું આપવાની નથી. એ યાદ રાખજે."

અર્પિતાના મગજમાં કોલેજક્વીન સ્પર્ધામાં રાજીબહેનને કેવી રીતે માત આપવી તેના વિચારો શરૂ થઇ ગયા હતા.

અર્પિતા ફરીથી રાજીબહેનને માત આપી શકશે? અને માત આપશે તો કેવી રીતે ? એ જાણવા હવે પછીનું પ્રકરણ વાંચવાનું ચૂકશો નહીં.