Sanam tari kasam - 1 in Gujarati Drama by આર્યન પરમાર books and stories PDF | સનમ તારી કસમ (ભાગ ૧)

Featured Books
Categories
Share

સનમ તારી કસમ (ભાગ ૧)

સનમ તારી કસમ

( 1 )

નાયક : નિલ ફર્નાન્ડિઝ

નાયિકા : આરફા કુરેશી

યાર બોલને કઈક તે એને કેમ મારી દીધો? બોલ યાર બોલ....તને ખબર છે ને એ શહેરના જાણીતા રાજનેતાનો છોકરો છે.

હું તારી સાથે રહીને....!!!

મને સમજાતું નથી તું કેમ હમેશા ચૂપ રહે છે, મને ખબર છે તું મને કે ગટ્ટીને કઈ નહિ થવા દે પણ અમને તું સમજાવ તારા દિમાગમાં શુ ચાલી રહ્યું છે?

વારંવાર પ્રશ્નોનો મારો ચલાવનાર બોડો( મહેશ બાબુ) કે જે નિલનો ખાસ જીગરી દોસ્ત હતો.

હમણાં જ એ ત્રણે ખૂન કરીને નીકળ્યા હતા.

આ પ્રશ્નો બોડો ફોર વ્હિલ ચલાવનાર નીલને પૂછી રહ્યો હતો,પણ નિલ એના એકપણ પ્રશ્નનો જવાબ આપી રહ્યો ન હતો.

આખરે શુ કારણ હતું નિલના ના બોલવા પાછળ?

બોડા દ્વારા પૂછાયેલ વાક્યો પરથી એવુ તરી આવતું હતું કે આ ખૂન એમને ખાલી જ કરી દીધુ હતું જરૂર નહોતી અથવા ભૂલથી થઈ ગયું હતું સાથે બોડાએ એ પણ ઉમેર્યું છે કે એને વિશ્વાસ છે નિલ પર.

નિલ......!!!

છવ્વીસ વરસનો યુવાન કદ કાઠી જોઈને જ જણાઈ આવે કે એ 26 ની આજુબાજુ હશે, 6 ફૂટ 2 ઇંચની ઊંચાઈ, શરીર નો બંધો એકદમ મજબૂત રણવીર સિંહ જેવી એની બોડી ચેસ્ટ બહાર પેટ અંદર હોય એટલે સમજણ આવી જ જાય કે જીમમાં કરેલ મેહનત નું ફળ છે આ, કોઈ ફોરેનરને પણ સાઈડમાં મૂકી દે એવો એનો વર્ણ ગોરો, માથામાં સહેજ સલમાન જેવી ટાલ અને બ્રાઉની હેર ( કુદરતી નહોતા આજની ફેશન પ્રમાણે હેર કલરથી મેળવેલ),

ઠેર ઠેર ટેટુ કોતરાવેલા,એક લાઈનબદ્ધ એના દાંત અને ભરચક દાઢીમાં એ એટલો તો હેન્ડસમ લાગતો કે કોઈપણ યુવાન છોકરી મોહિત થઈ જ જાય.

જેટલું એનું વ્યક્તિત્વ મોહિત હતું એટલું જ એનું નામ પણ ખરાબ હતું વડોદરાનું એક પણ પોલીસ સ્ટેશન નથી જ્યાં એણે કોઈ રાત ના ગુજારી હોય, સૌ પ્રથમ પોલીસ સ્ટેશન જવાનું સૌભાગ્ય ( નીલના મત પ્રમાણે) એક કોન્સ્ટેબલને મારવા સાથે થયેલું,

ત્યારપછી તો ઘણી વખત....

કદાચ હમણાં મર્ડર કરીને નીકળ્યા છે એની ઇન્વેસ્ટિગેશન પછી પણ જવાનું થાય,

નિલનું કોઈ હતું નહીં અનાથાશ્રમમાં રહ્યો સારા સંસ્કાર અને ઈન્ટેલિજન્સી હોવાને કારણે ભણવા બહાર જવા મળ્યું ત્યારપછી એવા કયા સંજોગ બન્યા કે જેનાથી એ અનાથાલયનો સંસ્કારી છોકરો આજે ક્રાઈમ કરતો થઈ ગયો ??

નિલ ખૂબ જ ઓછું બોલતો મતલબ બોલવું એ એના નેચરમાં આવતું જ ન હોય એકદમ શાંત ક્યારેય કોઈ ઉતાવડીયા પગલાં ના ભરે.

સવાર-સાંજ રોજિંદી ક્રિયા પ્રમાણે યોગાસન કરતો.શાસ્ત્રીય સંગીતની આવડત હોવાને કારણે સમય મળ્યે એ પણ કરી લેતો.

આમતો તમે કહી શકો કે નિલ એક હરતી ફરતી શાળા હતો એનામાં એવી તમામ આવડત હતી જે એને ભારતનો સફળ વ્યક્તિ બનાવી દેવા માટે કાફી હતી...

બોડાનું ઘર આવ્યું એટલે એણે ગાડી સાઈડમાં ઉભી રાખી, બોડો ઊતર્યો અને બોલ્યો,

" યાર ચલ કોફી પીને જ નિકળજે "

નિલએ ઉત્તરમાં ફક્ત માથું ધૂણાવ્યું અને ગિયર બોક્સની બાજુમાં મૂકેલ સિગારેટ સળગાવી પાછળ નજર કરી એક ઈશારો કર્યો,

બોડાએ જોયું અને કહ્યું, એને પણ અહીં જ ઉતારી દઈએ એને ચઢી ગયું છે ઘરે જશે તો એનો મા**દ બાપ આપણી 31 32 કરશે. આટલું કહી એને પાછળનો દરવાજો ખોલ્યો અને પાછળ રહેલો બીટ્ટી(સોહન દવે)ને ખભાના સહારે ઉભો કર્યો બહાર લીધો. દરવાજો બંધ કરતા કહ્યું,

"યાર ધ્યાન રાખજે સાચવીને જજે અને પછી મેસેજ કરી દેજે"

ગાડી ચાલુ કરી અને નિલ રવાના થયો,

ગાડી આવતા જોઈ કોપ્લેક્સનો વોચમેન તરત જ આવ્યો અને ગેટ ખોલી બોલ્યો, "સલામ સાહેબ..."

નિલએ માથું હલાવ્યું અને ગાડી પાર્ક કરી લિફ્ટમાં 3 નમ્બર દબાવી પોતાની 58 નમ્બર ની રૂમમાં આવ્યો,

ગાડીની ચાવી મૂકી અને ફ્રેશ થઈ આગળની બાજુમાં રહેલ ગેલેરીમાં જઇ સિગારેટ કાઢી કસ લગાવ્યા અને ત્યાં જ રહેલી ચેર પર બેઠો અને વિચારવા લાગ્યો.

'મમ્મી આપણા પપ્પા કેમ નથી? ગટ્ટી શ્યામને બધા ને છે મારે કેમ નથી?',

માના ખોળામાં માથું રાખીને સુતેલા નિલ એ એની મમ્મીને આ સવાલ કર્યો.

આવા પુછાયેલા નિર્દોષ સવાલનો જવાબ આપતા એની મમ્મી કહી રહી હતી કે બેટા, "તારા પપ્પા તારો બની ગયા છે".

જે માણસ સારા કામ કરે અને ભગવાનને ગમી જાય એને ભગવાન પોતાની પાસે લઈ લે તારા પપ્પા પણ ખૂબ સારા માણસ હતા એટલે,

તો પછી મમ્મી ભગવાન એ આપણું કેમ ના વિચાર્યું તું અને હું એકલા રહી જશું? કાકા કહેતા હતા કે તારા પપ્પાનું મર્ડર થઈ ગયું હતું? મમ્મી આ મર્ડર એટલે શું?

આવા પૂછાયેલ ધીરગંભીર સવાલોના જવાબ ના હોવાને કારણે મમ્મી એ એટલું જ કીધું હતું કે બેટા ભગવાને કઈક વિચારીને જ કર્યું હશે ને!! અને બીજા લોકોનું તું ના સાંભળ તું તારા ભણવા પાર ધ્યાન આપ મારો ડીકૂ કાલે સ્કૂલમાં જશે ને?

હા મમ્મી પણ......

અચાનક વાઈબ્રેશન થતા જ નિલની આંખ ખુલી અને જોયું તો બોડાનો ફોન હતો અને અત્યાર સુધી જોયેલ એ સપનું હતું.

ફોન રિસિવ કરી વાત કરી અને ટાઈમ જોતા ભાન થયું કે 1:04 AM થઈ ગયા છે એટલે એ ઉભો થયો અને પોતાના બેડરૂમમાં જઈને સુઈ ગયો.

સવારના એલાર્મ સાથે આંખ ખુલી અને ઉભો થઇ ફ્રેશ થયો એટલામાં સંતોષી આવી,

"સાહેબ કોફી લઈ આવું??"

નિલ એ ન્યૂઝ પેપર વાંચતા વાંચતા માથું ધૂણાવ્યું, સંતોષી સમજી ગઈ અને કિચનમાં ગઈ.

સંતોષિ કોફી આપી પોતાના કામે લાગી ગઈ,એને પણ ખબર હતી એનો સાહેબ બહુ ઓછું બોલે છે એટલે કઇ પણ બોલતા પહેલા જ વિચાર કરી લેતી કે જવાબ મળશે કે નહીં.

ડોરબેલ રણક્યો અને સંતોષી કિચનની બહાર આવી દરવાજો ખોલ્યો એણે ગુડ મોર્નિંગ કીધું પણ કોઈ પ્રત્યુતર ન આવતા કિચનમાં જતી રહી, ફટાકથી બોડો અંદર ધસી આવ્યો,

ઓય નિલ તે જોયું આજના પેપરમાં??

કાલે આપણે જે ખૂન કર્યું એની ઇન્વેસ્ટિગેશન ચાલુ છે,

ધીરે રહીને સંતોષી સાંભળે ના એવા અવાજે કહ્યું, છતાંપણ નિલ એ કઈ ના કહ્યું અને કોફીનો મગ મૂકી બાથિંગ લેવા માટે ગયો.

(આમ તો બોડો સાવ ઉલટો આટલો સમય નિલ સાથે રહ્યો પણ એનામાં નિલનો એકપણ ગુણ આવ્યો નહોતો બકબક કરવું અને મસ્તી મજાક તથા એન્જોય કરવું જ એની લાઈફ હતી )

ઘરમાં એક સ્ત્રી હોય અને બોડો એની પાસે ના જાય એવું ના બને એટલે કોઈ પણ બહાનું બનાવી કિચનમાં જવાનું વિચાર્યું,

"સંતોષી તું ક્યાં રહુ છું?",

બોડાના પૂછાયેલ પ્રશ્નમાં એક અલગ ફિલિંગ નજર આવી રહી હતી,

સંતોષી......!!! કે જે નિલના રૂમમાં કામ કરવા આવતી હતી એ આમ તો વડોદરાના એક ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવતી હતી નિલ જ્યારે રેડલાઈટ એરિયામાં જતો ત્યારે તેની મુલાકાત સંતોષી સાથે થઈ હતી ત્યારપછી નિલ એ એને ઘરે કામ પર રાખી લીધી હતી, કારણ એટલું જ કે સંતોષીને વેશ્યા તરીકે જિંદગી જીવવી નહોતી આ વાત એણે નિલને જણાવી હતી, ક્યારેક સંયોગ અને પરિસ્થિતિ આવા કર્યો કરવા પર મજબુર કરી દેતી હોય છે ઠીક એવું જ એની જિંદગીમાં પણ બન્યું હતું, એ તો ભગવાનનો રોજ આભાર માનતી કે નિલ જેવા સર મળ્યા અને કામ મળ્યું.

બોડા ને આ બધી ખબર નહોતી કે સંતોષી કેવા Background માંથી આવી છે, નહિતર અત્યાર સુધી એણે એકાદ ચાન્સ તો મારી જ લીધો હોત.

બોડો સંતોષી પાસે જવાની જ કોશિશ કરતો હતો અને એવામાં જ બાથરૂમનો દરવાજો ખુલ્યો નિલના બહાર આવવાનો અણસાર થતા શ્યામ મનમાં બણબણ્યો,

"યાર આ ક્યાંથી આવી ગયો". તે વાત બદલી જલ્દીથી નિલ પાસે ગયો અને કપડાં બદલી રહેલ નિલને બોલવા લાગ્યો, તને યાદ તો છે ને આજે આપણે મિસ્ટર પી.આર ને મળવા જવાનું છે? તે કઈ બોલ્યો નહીં,

બંને બહાર ડાઇનિંગ ટેબલ પર આવીને બેસી ગયા સવારનો નાસ્તો કર્યો અને નીકળ્યા, નિલને નીકળતા જોઈ સંતોષી પણ બોલી કે, "સાહેબ હું કામ પૂરું કરીને જઈશ અને ચાવી પણ સાથે લઈ જઈશ".

નિલ અને બોડો નીકળ્યા નિલ પાર્કિંગમાંથી ગાડી કાઢવા માટે પોતાની ગાડી તરફ ગયો,

બોડા એ બિટ્ટીને પણ કોલ કરીને ફાટક આગળ ઉભા રહેવા કીધું, કાર ચાલુ કરી બંને નીકળ્યા.

નિલ મેં બીટ્ટીને ફોન કરીને કીધું છે કે ફાટક આગળ ઉભો રહેજે એ આવી ગયો હશે તું ગાડી એમ ફરીને લઇ લેજે ત્યાંથી શૉર્ટકટમાં પણ નીકળી જશું આપણે ટ્રાફિક પણ નહીં નડે.

નિલ એ બોડાના કહેવા પ્રમાણે ગાડી લિધી અને બિટ્ટીને પણ લઈ લીધો,

"બોસ કહા જાના હે?", હમણાં જ કારમાં બેસેલ બીટતીએ પૂછ્યું.

(બીટ્ટી આમ તો ગુજરાતી જ હતો પણ એની મમ્મી મરાઠી હોવાને કારણે બધું ભેગું બોલી લેતો વધારે પ્રમાણમાં હિન્દી વાપરતો)

બીટ્ટી.....!! જે નિલ અને બોડાનો ખાસ મિત્ર આ ત્રણેય 3 Idiots ની મુવી જેવા જીગરીજાન બસ ફરક એટલો જ હતો કે પેલા સ્ટુડન્ટ્સ હતા અને આ ત્રણેય ક્રિમિનલ...

"અલ્યા ભય તું બેસી રેને તારે આવવા સાથે મતલબ ક્યાં જવાનું છે એ તારે નહીં પૂછવાનું"

બોડા એ જબાબ આપ્યો,

બીટ્ટીને થોડો જલ્દી ગુસ્સો આવી જતો એટલે એણે કહ્યું,

"કયું ? મુજે કયું નહીં પૂછને કા હક ? "એક કામ કરો કાર સ્ટોપ કરો મેં જા રહા હું...

હા જા જા.....કાળિયા એમ પણ તારું કામ નથી...!

બોડા એ બીટ્ટીની સામે મજાક કરતા કહ્યું...

બીટ્ટી ફરી બોલ્યો,

"ભાઈ નિલ તું ખડી રખ મેં જા રહા હું".

બેસો ને યાર શાંતિથી, બોડા તું રેડિયો ચાલુ કર.

પાછલા 48 કલાકમાં પહેલી વખત નિલ કઈક બોલ્યો હતો.

મેરા નિલ ભાઈ બોલ રહા હે ઇસલીએ મેં રૂક રહા હું....

બોડો કૈક બોલવા જ જતો હતો ત્યાં બોડા તરફ જોઈને નિલ એ હોઠ પર આંગળી મૂકી કઈ ના બોલવા ઈશારો કર્યો અને આ ત્રણેયમાં એક ખાસિયત એ હતી કે કંઈ પણ હોય નિલ કઈક બોલે કે ઈશારો કરે એટલે ચૂપ થઈ જતા.

નિલ એ ગાડી સ્ટોપ કરી અને હેન્ડબ્રેક ચઢાવી પાછળ મોબાઈલમાં વ્યસ્ત તથા આગળ ઊંઘી રહેલ બીટ્ટી સફાળા જાગી ગયા,

નિલ એ બહાર ઉતરીને નીકળવા ઈશારો કર્યો. શાયદ પીઆર નું ઘર આવી ગયું હતું,

બન્ને નીચે ઉતર્યા પણ એક બિજાનું મોઢું ના જોયું અને નિલની પાછળ પાછળ ચાલવા લાગ્યા,બહાર ઉભેલ વોચમેન જોડે નિલ એ કઈક ઈશારો બોડા તરફ કર્યો એટલે બોડો જલ્દીથી દોડીને આવી ગયો અને પૂછુંયુ શુ?

વોચમેન એ જવાબ આપ્યો, " કોણ? "

બોડા એ કહ્યું મિસ્ટર પીઆર સાથે ગઈકાલે વાત થઈ 'તી એ....

વોચમેન એ કહ્યું હા ઉભા રહો હું સરને પૂછી લઉં આટલું કહી વોચમેન એની બનાવેલ ઓરડીમાં ગયો,

નિલ બોવ મોટી નોટ લાગે છે નય કામ પણ મોટું જ હશે.

વોચમેન બહાર આવ્યો અને અંદર જવા માટે કહ્યું, ત્રણેય અંદર ગયા, ઘર ની બહાર ઉભેલ બીજા ગાર્ડ એ પૂછયું અને બોડા સાથે કઈક વાત કરી, મિસ્ટર પીઆર સામે લઇ ગયો કે જયાં પી.આર ચા પી રહ્યા હતા.

સર....રાત્રે જે વાત થઈ હતી એ,

બોડાના આટલા કહેવાની સાથે જ મિસ્ટર પી.આર સમજી ગયા હોય એ રીતે બેસવાનો ઈશારો કર્યો,

"ચા લેશો કે કોફી?",

મિસ્ટર પીઆર એ કહ્યું.

ઉત્તરમાં નિલ એ કહ્યું કે No Mr. PR its ohk Thank You...

મિસ્ટર પીઆર.....!! કે જે વડોદરા શહેરની મોટામાં મોટી કમ્પની નો માલિક હતો.શરીર ભરાવદાર અને માથામાં ટાલ, ગાલ પર ઠેર ઠેર ખાડા પડી ગયેલા હતા એક નજરમાં તો ભયાનક જ લાગે એવો માણસ.

મિસ્ટર પી.આર એ નિલને બોલાવાનું કારણ જણાવતા કહ્યું કે "નિલ એક માણસ છે અમને થોડો અડચણ રૂપ છે એને ટપકાવી દેવાનો છે",

આ રહી એની માહિતી અને ફોટો,આટલું કહી પીઆર એ એક પરબીડિયું આપ્યું અને સાથે નોટો ભરેલ બંડલ આપતા કહ્યું બીજું કામ પુરૂ થઈ ગયા પછી.

***

બોસ પ્લાન રેડી હે !

કાલે અંજામ આપવાના કામને લઈને નિલ બોડો અને બીટ્ટી જ્યારે નિલના રૂમમાં Discussion કરી રહયા હતા ત્યારે બિટ્ટી એ કહ્યું,

હા બીટ્ટી.....

તમને બીટ્ટી વિશે માહિતી અધૂરી અપાઈ હતી, નિલ જે કામ લેતો એ કામનું આખું માળખું(પ્લાન) બીટ્ટી જ રેડી કરતો. આ વખતના પ્લેનમાં જે એને નક્કી કર્યું હતું એ નિલ અને બોડા ને સમજવવા તેણે પેન અને પેપર લીધું,

દેખો બોસ....મિસ્ટર પી.આર કે દીયે ગયે મેપ કે હિસાબ સે "જનાબ ફેજલ કુરેશી કા ઘર ઠીક બીચો બીચ કસાઈવાળા મેં હે,

ઔર મસલા યે હોગા કી કસાઈવાળા મેં રાત કો કામ દેર તક હોતા હે, મતલબ યે કી હમ આસાની સે પોહચ તો જાયેંગે પર કામ નિપટા કે વહા સે નિકલ પાના મુશ્કિલ હે હાથ મેં આ ગયે તો કુરેશી જેસે બકરો કો કાટતે હે હમેં ભી કાટ દેગે ",

ઇસલીએ હમ અલગ અલગ હોકર જાયેંગે પહલે મેં જઉંગા વહા કી લાઇટ કનેક્શન કો કટ કરવા દુંગા.

પણ "કનેક્શન બન્ધ કેવી રીતે કરીશું??",

વચ્ચે બોડા એ પ્રશ્ન મુક્યો,

જવાબમાં બીટ્ટી એ કહ્યું કે,

"વહા કા ઓપરેટર મેરે પેહેચાન કા હે વૉ મેં કરવા દુંગા",

ફીર બોડા તું જાના વહા ઔર બોલના કી મેં ઠીક કર શકતા હું,

પણ હું જઈશ ક્યાં??

બોડા એ પૂછ્યું...

"દેખ ઉસ્કી શોપ હે ચિકન કી વહા જાકે બોલના...."

ફીર કુરેશી કે સાથ જાના ઔર બાદ મેં,

નિલ ઔર મેં આયેંગે ઔર કામ નિપટા કે નિકલ આયેંગે....

ઓકે ડન.....,

બોડા એ કહ્યું.

પ્લાન ફિક્સ થયો અને બીટ્ટી તથા બોડા એ નિલ સામે જોયુ નિલ એ પણ પ્રતિક્રિયા આપતા હકારમાં માથું ધુણાવ્યુ...

ક્રમશ: