Hu Tari rah ma..4 in Gujarati Fiction Stories by Radhika patel books and stories PDF | હું તારી રાહ માં - ૪

Featured Books
Categories
Share

હું તારી રાહ માં - ૪

(આગળ જોયું.... મેહુલ અને રિદ્ધિ કામકાજ સર ક્યારેક વાત કરી લે છે પણ પહેલા જે ગભરામણ થતી વાત કરવા માટે એ નથી હતી.

સાથે પંકજભાઈ અને મિલન બંન્ને મેહુલને રિદ્ધિની નજીક જવામાં મદદ કરે છે.

પરંતુ મેહુલ હજુ પણ એટલી Freely વાત કરવામાં તો શરમાતો જ હોય છે પણ ધીરે ધીરે Friendship નો સિલસિલો આગળ વધારવાનું વિચારે છે હવે આગળ....)

Good Morning બેટા... રમાબહેનનો અવાજ સાંભળતાં જ મેહુલ ઉઠી જાય છે. અને રાબેતા મુજબ તૈયાર થઈ ને નાસ્તો કરવા નીચે કિચનમાં ગયો અને નાસ્તો કરી ફટાફટ બહાર નીકળી ગયો.

આજ મેહુલ અને મિલન બંને ઓફિસએ અડધો ક્લાક વહેલા પહોચી ગયા હતા કેમ કે આજ બંને ને કોલેજ પણ જવાનું હતું. Week માં એકાદ વખત મિલન અને મેહુલ બંને સાથે જ કોલેજ એ જતાં હતા.

પંકજભાઈ પાસેથી બૅન્કનું બધું Collection લઈ મેહુલ અને મિલન કોલેજ જવા માટે નીકળી ગયા. પહેલા બૅન્કનું કામ પૂરું કરી બંને કોલેજ તરફ ગયા. કામ તો પૂરું થઈ ગયું હતું પરંતુ આજ રિદ્ધિને સવારમાં ન જોઇ શકવાથી મેહુલ થોડો બેચેન હતો . પરંતુ ‘સાંજે જોઈ લઈશ’ એમ મનને મનાવી લીધું.

J.K.M (જુનાગઢ કેળવણી મંડળ) કોલેજના મેઇન ગેઇટની અંદર પ્રવેશતા જ મેહુલના બીજા મિત્રોએ તેમને ઘેરી લીધો. અને થોડી વાત – ચિત પછી બધા Class માં ગયા.

આમ તો મેહુલ સ્વભાવે શાંત હતો પરંતુ જ્યારે તે કોલેજમાં પ્રવેશતો અને તેના કોલેજના મિત્રોને મળતો ત્યારે ‘એકદમ ફની’ બની જતો હતો. અને હરક્તો પણ બધા મિત્રો સાથે મળીને એવી કરતો. અરે ત્યાં સુધી કે જો કોઈ Lecturer ને ખબર પડી જાય કે આજ મેહુલ આવ્યો છે તે દિવસે શિક્ષકો Lecture લેવા જ આવતા નહિ. આટલી હદ સુધી તે કોલેજમાં Famous હતો અને Classroom ને તો Circus ની રિંગ જ સમજી લેતો.

જે દિવસે મેહુલ - મિલનની જોડી Collage માં પ્રવેશ કરે તે દિવસે ક્લાસમાં કોઈ ભણી શકતું નહિ.

તો પણ બધા Students મેહુલની રાહ જોઈને બેઠા હોય અને ખાસ કરીને છોકરીઓ. છોકરીઓના ખાસ Feviroute હતો મેહુલ પરંતુ મેહુલના મન માં વસી શકે તેવી કોઈ છોકરી હજુ કોલેજ માં આવી નહોતી.

Class માં પ્રવેશતાની સાથે જ બધા છોકરાઓં એ અલગ – અલગ હરકતો કરવાની ચાલુ કરી દીધી. ક્યારેક Class ની લાઇટો કાઢી લે તો ક્યારેક પંખા... એ બધુ તો ઠીક પણ સર જ્યારે Lecture લેતા હોય તો પાછળ થી વિચીત્ર અવાજ કરવા આ તો એ બધાનું Main કામ હતું.

આમ ને આમ બધા Lecturer ને હેરાન કરી મુક્તા. પરંતુ બધા આવા સર ના હોઈ જે ચુપચાપ સહી લે . એક સર એવા પણ હતા કોલેજમાં કે જેના Lecture માં આ વાંદરાઓનું ટોળું પણ ચુપચાપ અવાજ કર્યા વગર બેસી રહેતું.

માકડીયા સર, હતા જ એટલા Strict કોઈપણ તેમના Lecturer માં અવાજ કરવાની હિમંત સુધા ન કરતું. એક આ Lecturer સિવાય બીજા બધા Lecturer માં બધા આવી જ મોજ મસ્તી કરતાં હતા.

***

2:30 વાગ્યે કોલેજથી મેહુલ – મિલન પરત ફર્યા ત્યારે રિદ્ધિ લંચ માટે ઘરે નીકળી ગઈ હતી. અત્યારે પણ રિદ્ધિ ને ન જોઈ શકવાથી મેહુલ થોડો ઉદાસ થઈ ગયો. બૅન્કના Document પંકજભાઈ ને આપી મેહુલ લંચ માટે રવાના થયો.

જમીને થોડીવાર આજ મેહુલ Rest કરવા માગતો હતો. થોડો થાકેલો પણ હતો અને આમ પણ કઈ ખાસ કામ હતું નહિ. ઓફિસ એ અને રિદ્ધિ પણ 3:30 જ આવતી હતી આથી તે થોડીવાર Rest માટે પોતાના રૂમમાં ગયો.

જોત જોતામાં મેહુલની આંખ લાગી ગઈ અને તે સૂઈ ગયો. ઊઠીને ફરીથી જોયું તો ઘડિયાળમાં 3:45 થઈ ગઈ હતી. આથી મેહુલ ફટાફટ ઓફિસ જવા માટે નીકળી ગયો.

આ તરફ રિદ્ધિ સવારથી મેહુલને ઓફિસમાં ન જોતા થોડી પરેશાન દેખાતી હતી. એ પણ મનોમન મેહુલને ‘મીસ’ કરતી હતી. આમ પણ એ મેહુલ અને મિલન સિવાય ક્યાં કોઈને ઓફિસમાં ઓળખતી હતી ?

કદાચ ‘ હાફ ડે’ ની છુટ્ટી લીધી હશે એમ વિચારી રિદ્ધિ પોતાના કામે વળગી ગઈ. ત્યાં જ થોડી વારમાં મેહુલ સામેથી આવતા દેખાયો. રિદ્ધિના ચહેરા પર અજીબ પ્રકારની ખુશી આવી ગઈ. મેહુલના સામે આવતા જે ખુશી તેના ચહેરા પર હતી તે આડકતરી રીતે રિદ્ધિ એ છુપાવવાની કોશીશ કરી. રિદ્ધિ ને ખુદને ખબર ન હતી શા માટે તે મેહુલને જોઈને આટલી ખુશ થાય છે?

મેહુલ પણ રિદ્ધિને જોઈને મનમાં મુસ્કાતો હતો. જાણે રણમાં ઝરણું મળી ગયું હોય તેવી ખુશી તેના ચહેરા પર હતી. પણ મેહુલને ખબર ન હતી કે ક્યારે તે આ ખુશી શબ્દોમાં રિદ્ધિની સામે વ્યક્ત કરી શકશે? પણ અત્યારના સમયને તે માણી લેવા માગતો હતો.

“ Hi “, રિદ્ધિ એ મેહુલ જોડે વાત ની શરૂઆત કરી.

“ Hello “ મેહુલ એ સ્માઇલ સાથે કહ્યું.

“ આજ હાફ ડે ની છુટ્ટી લીધી હતી કે શું?” રિદ્ધિ એ આગળ વાત વધારતા કહયું.

“ ના Actully આજે મારે કોલેજ એ જવાનું હતું તો, સવારે જ બૅન્કનું Work Complete કરી સીધો કોલેજ જતો રહ્યો હતો.” મેહુલ એ પણ હવે વાત ની શરૂઆત કરી.

“ Oh… તો તમે study પણ કરો છો એમ?” રિદ્ધિ એ કહયું.

“ હા હું B.C.A. Final Year માં Study કરું છું.” મેહુલએ કહયું.

“ કઈ કોલેજ ? “ રિદ્ધિએ પૂછ્યું.

“ જુનાગઢ કેળવણી મંડળ” મેહુલએ જવાબ આપ્યો.

“ Ok …. Nice.." રિદ્ધિએ કહયું.

“ તો Study સાથે Job એમ ને?” રિદ્ધિ એ ફરીવાર પ્રષ્ન કર્યો.

“ હા બંને સાથે જ.” મેહુલ એ કહયું.

“ બન્ને સાથે કરી શકો?, I Min આટલું બધુ એક સાથે Meneage થઇ જાય?” રિદ્ધિ એ વાત આગળ વધારતા પ્રષ્ન ક્યો.

“ હા થઈ જાય બન્ને Manage, કેમ કે કોલેજ તો રોજ જવાનું ન હોય, Week માં એકાદ વખત જઇ આવીએ એટલે ચાલે.” મેહુલએ કહયું.

“ મિલન અને તમે બન્ને આજ નહોતા તો મને લાગ્યું કે કોઈ કામથી તમે આજ રજા પર હશો.” રિદ્ધિ એ કહયું.

મેહુલ રિદ્ધિ તેની હાજરીની આટલી બધી નોંધ રાખે છે તે જાણી ખુશ થયો.

“ હા હું અને મિલન બન્ને એક જ કોલેજ માં સાથે Study કરીએ છીએ.” મેહુલ એ

કહયું.

“ ઓહ તો તમે બન્ને કોલેજ Friends પણ છો....? Good...Good “ રિદ્ધિ બોલી.

“ અરે ના... ના અમે તો બાળપણ ના મિત્રો છીએ.” મેહુલ એ હસતાં કહયું.

“ Oh... Wow Great “.... રિદ્ધિ એ હસતાં કહયું.

આજ બન્ને વચ્ચે આટલી વાત આગળ થી આથી મેહુલ ખુશ હતો પરંતુ તે હજુ રિદ્ધિ જ પ્રષ્નો કરતી તેના જ જવાબ આપી શકતો પોતે કઈ પણ રિદ્ધિને પુછી ના શકતો તેના વિશે.

આમ ને આમ ક્યારેક કયારેક બન્ને વચ્ચે વાતચીત થઈ જતી હતી અને ક્યારેક કયારેક શું દિવસ માં રિદ્ધિ – મેહુલને એકબીજા જોડે વાત કર્યા વગર ચાલતું ન હતું. હવે તો બન્ને સારા મિત્રો બની ગયા હતા.

“ એક દિવસ મિલન અને મેહુલ બૅન્ક ના કામ માટે બહાર ગયા હતા. ત્યારે મેહુલ અને મિલન બન્ને રિદ્ધિ વિશે વાત કરી રહ્યા હતા.

“ યાર , હું જોવ છું તમે સારા મિત્રો બની ગયા છો પરંતુ તું તારા દિલની વાત રિદ્ધિને જણાવતો કેમ નથી?” મિલન એ મેહુલને પૂછ્યું.

“ અરે હું કોશિશ તો કરું છું પરંતુ હું આ વાત કરવામાં ખુબ જ ગભરાવ છું ” મેહુલ એ કહયું.

“ અરે તેમાં શું વળી ગભરાવાનું?” મિલન એ પ્રષ્ન કરતાં કહયું”

“ હું તેની સાથે વાત કરું છું એ મારા નસીબ માનું છું યાર, ક્યાક તે મારી વાત સાંભળીને મિત્રતા તોડી ને મારી સાથે બોલવાનું જ બંધ ના કરી દે.” મેહુલએ પોતાની વ્યથા જણાવતા કહયું.

“ અરે ના ભાઈ, એવું કઈ જ નહીં થાય તું બસ એકવાર હીંમત કરી ને જો.” મિલન એ હીંમત વધારતા મેહુલને કહયું.

“ હીંમત ? હા...હા...હા... અરે દોસ્ત હીંમત ની તું વાત કરે છે ? જો મારામાં હીંમત હોત તો તો હું અત્યારે આ હાલતમાં હોત?” મેહુલ એ પોતાની વાત રાખતા કહયું.

“ હા એ વાત પણ સાચી હો તારી પણ કેંઈક તો કરવું જ જોશે હવે નહિ તો વાત હાથમાંથી નીકળી જશે અને તારી ‘પરી’ ને કોઈક બીજું જ ઉડાડી ને લઈ જશે.” મિલન એ મેહુલની મજાક કરતાં કહયું.

“ બસ હો મિલનયા તું વધારે બોલશ આવું ન બોલ યાર. એક તો મારી હાલત આમ પણ ખરાબ છે તેમાં તું આવું બોલીને મને વધારે પરેશાન કરશ.” મેહુલ એ થોડું પરેશાન થતાં બોલ્યો.

“ અરે બસ બસ Cool યાર હું તો બસ તારી મજાક કરતો હતો. રિદ્ધિ તારી છે ને તારી જ રહેશે બસ. પણ આ માટે તારે જ થોડી હીંમત કરવી જોશે એ હું તને સલાહ આપું છું.” મિલન એ કહયું.

“ પણ શું કરું હવે તું જ કેંઈક રસ્તો બતાવ તો કઈક ખબર પડે.” મેહુલએ પ્રશ્નાર્થ ભરી નજરે મિલનને કહયું.

“ એક રસ્તો છે, જો તું કરી શકે તો?” …. મિલન થોડું અચકાતાં બોલ્યો.

“ પણ શું હવે બોલને આગળ....!” મેહુલ અધીરાઈથી બોલ્યો.

“ તારે થોડું ખોટું બોલવું પડશે રિદ્ધિ ને.” મિલન એ પોતાની વાત રાખતા કહયું.

“શું?...

ખોટું ?

અને એ પણ હું?

અને એ પણ રિદ્ધિ ને?

અલ્યા તારું મગજ ફરી ગયું છે. શું તું પણ બોલે છે કઈ પણ.” મેહુલ અક્ળાતા બોલ્યો.

“ અરે પણ તું મારી પુરી વાતતો સાંભળ પહેલા શું આમ ખોટેખોટો રાડો પાડે છે?” મિલન એ મેહુલને શાંત કરાવતા કહયું.

“ હમમમ… બોલ શું વાત છે?” મેહુલએ ફરી પ્રષ્ન કર્યો.

“ જો તારે રિદ્ધિને માત્ર એટલુ જ કહેવાનું છે કે તું તારી કોલેજમાં છે તે છોકરીને પસંદ કરે છે અને પછી રિદ્ધિ ના શું હાવભાવ છે એ તારે જોવાના છે, બસ જો તેને તારા માટે કઇ Fellings હશે તો એ ઉદાસ થઈ જશે અથવા કઇપણ. ” મિલન એ મેહુલને આખી વાત સમજાવતા કહયું.

“ તું મને એક વાત સમજાવ કે તું મારૂ રિદ્ધિ જોડે ગોઠવવાની વાત કરે છે કે બગાડવાની?” મેહુલ બોલ્યો.

“ શું વાત કરે છે યાર તું? Ofcource તમારો સંબધ જોડવાની જ વાત કરું છું.” મિલન બોલ્યો.

“ આમ તો મારું બનવા કરતા બગડી જશે બકા .” મેહુલ એ ઉદાસ થતા કહ્યું.

“ અરે ના યાર કઈ જ નહિ થાય, શું તને મારા પર વિશ્વાસ નથી? હું કઈ તારું ખરાબ થાય તેવી સલાહ થોડી આપું?” મિલન એ મેહુલ ને કહયું.

“ અને જો કદાચ તેને કઈ ફરક ન પડે તો તું ખોટેખોટુ નાટક કરજે તેની સામે તેને જ પ્રપોઝ કરવાનું અને કહેજે કે મને ‘ ગમતી છોકરી’ ને કહેવામાં ડર લાગે છે એટલે હું પહેલા થોડી Preparation કરી લઉં તમારી સામે અને આમ પણ તે તારી Best Friend બની ગઈ છે તો તેને પણ તારી આ વાતથી કઈ અજીબ નહિ લાગે અને તે બહાને આપણે રિદ્ધિના મનમાં શું ચાલે છે તે જાણી લઈશું મિલન એ આખી વાત મેહુલને શાંતિથી સમજાવતા કહયું.

મેહુલને પણ હવે વાત ગળે ઉતરી ગઈ હતી આથી તે પણ આ પ્લાન માટે તૈયાર થઈ ગયો. થોડું કામ પૂરું કરી અને બંને ઓફિસ એ જાય છે. બપોરના 2 વાગી ગયા હોય છે. આથી રિદ્ધિ લંચ બ્રેક માટે જતી રહી હોય છે. પછી મેહુલ અને મિલન બંને પણ લંચ માટે જતાં રહે છે.

ઘરે જઈ જમીને મેહુલ થોડીવાર પોતાના રૂમમાં આરામ કરવા માટે જાય છે. પણ તેને નિંદર આવતી નથી આથી તે કાનમાં હેન્ડસેટ લગાવી રોમેન્ટીક સોંગ ચાલુ કરે છે અને રિદ્ધિના વિચારોમાં ડુબી જાય છે.

“ શું મિલન એ આપેલ ઉપાય પ્રમાણે હું રિદ્ધિ જોડે વાત કરું?”

તેના થી કોઈ ખોટું Result તો નહીં મળે ને ?” આમ ઘણા બધા પ્રશ્નો મેહુલના મનમાં આવતા હોય છે.

“ પણ આખરે કઈક તો કરવું જ જોશે ને? કઈ કર્યા વગર તો કશું જ મળશે નહિ અને વાત પણ આગળ નહિ વધે.” આમ વિચાર કરી મેહુલ મનોમન રિદ્ધિ જોડે ક્યાથી વાતની શરૂઆત કરવી તેની તૈયારી માં લાગી જાય છે.

ઘડિયાળ માં બપોરના 3:30 થયા હોય છે. મેહુલ ઓફિસ એ જવાની તૈયારી કરે છે. ( હવે આગળ ...)

શું મેહુલ પોતાના મનની વાત રિદ્ધિ ને જણાવી શકશે? શું રિદ્ધિને તે સમજાવી શકશે જે વાત તેના મનમાં ચાલે છે ? શું Reaction હશે રિદ્ધિનું જ્યારે તે આ વાત જાણશે? તે મેહુલ ને શું Responce આપશે? આ બધા સવાલોના જવાબ જાણીએ આવતા અંકમાં... અને હા અપના અભિપ્રાય આપવાનું ચુક્સો નહિ. ત્યાં સુધી રાધિકા પટેલ ના સૌ વાંચક મિત્રો ને જય શ્રી કૃષ્ણ.

( ક્રમશ:)