Jugar.com - 13 in Gujarati Fiction Stories by Dinesh Jani ...Den books and stories PDF | જુગાર.કોમ - 13

Featured Books
Categories
Share

જુગાર.કોમ - 13

CHAPTER 13

યોગરાજ મહેતાનાં બંગલાની બાજુમાંજ આવેલ મારવાડી બાબુલાલ જૈન નાં બંગલામાં સ્કોડા ગાડી પ્રવેશી. ઉભી રહેતા જ રામદીન કાર પાસે દોડી આવ્યો. કારનો દરવાજો ખોલ્યો. વિંધ્યાએ રામદીનને જોયો. અપેક્ષા ન હ્તી. કારણ સતનીલે સવારેજ તેનાં ખિસ્સામાં હજાર રૂપિયા આપી ઉદેપુર ફરવાં જવાનું સજેશન કર્યું હતું. ગાડીમાંથી નીચે ઉતરતા વિંધ્યા બોલી.’રામદીન!’ તું અહિં ?..ત્યાં રોકાયો નહિ?’’મેડમજી !’ આપને ડખ્ખા કરવાયા. મૈ સોચા અકેલે નૈ ઘુમનેકા. તો બાઝાર સે સાડી કે બઝાય બીબીકે લીયે દુકાનવાલી લડકીને સમજાયા હુવા ડ્રેસ લે ગયા. ઘર જાકે મૈ બોલા “સુન દત્તુકી માં હેપ્પી વેનન્ટેલાઇન ડે ‘

થોડીવાર રામદીન મુંગો રહ્યો.. વિંધ્યા બોલી ગુડ ડ્રેસ પસંદ આયા?’’ઉસને બોલા ‘ પ પહેલી બાર કુછ અચ્છા લાયે હો. યે મૈ દત્તુ કો શાદીમે દેણે વાસ્તે રખ દુંગી. ‘ફિર બોલી.’ નૌકરી છોડકે ક્યુ આગયે હો. ?કોઇ ચક્કર બક્કર તો નહિં હૈ ના ? બસ ઇસલીયે યહા ચલા આયા

વિંધ્યા હસી પડી, સતનીલ હજુયે ગુમસુમ બેઠો હતો તે પણ નીચે ઉતર્યો. તે વિંધ્યા સાથે પગથીયા ચડી મકાનમાં પ્રવેશ્યા. સતનીલ પહેલા સોફા પર બેસવા જતો હતો ત્યારે વિંધ્યા કિચન તરફ કામ કરતા નોકર ને જ્યુસ બનાવવાનો ઓર્ડર કરવા ગઇ. સતનીલે સોફાને ચક્કર લગાવ્યું. દાદર અને એક ઉચા પીલ્લર વચ્ચે આવેલ પુજાઘરનાં દરવાજાની દિવાલનાં ટેકે જમીન પર બેસી ગયો. થોડીવારે વિંધ્યા જ્યુસનો ગ્લાસ લઇને આવી સતનીલને જમીન પર બેઠેલ જોઇ બોલી

‘આ શું માંડ્યુ છે. નીલ?’ અહીં નીચે બેસાય ? કેટલુ ખરાબ લાગે ? ચાલ ઉભો થા અને જ્યુશ પી લે.’’ કોને કેવું લાગે? એ મારે શામાટે જોવુ જોઇએ ? હું..હુંતો સાવ લાવારીશ હોય તેવો ભાસ થાય છે. ‘ તેના અવાજ માં સર્પદંશની વેદનાઓ નો પડઘો પડતો હતો.

સમય જોઇ વિન્ની પણ જમીન પર તેની બાજુમાં જ બેસી ગઇ. જ્યુસનો ગ્લાસ નીચે મુક્યો નીલનોં હાથ પકડીને કહ્યું ‘ નીલ!’ બહુ લાંબા વિચારો ના કરીશ’

સતનીલે વિંધ્યાની આંખમાં હમદર્દી જોઇ તેની પણ આંખો ભરાઇ ગઇ. માંડ રોકી રાખેલા બંધનો છુટી ગયા. કાચી તુટી પડેલ ભેખડોમાંથી ધસી આવતા જળરાશીનાં પ્રાવાહ ની જેમ આંખો છલકાઇ ગઇ. વિંધ્યાને ભેટી પડ્યો. અને ડુસ્કુ ખાઇ લીધું. વિંધ્યાએ તેની પીઠપર અને માથા પર હાથ ફેરવ્યો. સતનીલને નાના બળક્ની જેમ છાતીએ લગાડી રડી લેવા દીધો.થોડીવાર પછી સતનીલનું મન શાંત થઇ જતા વિંધ્યાએ કહ્યું ’ડોન્ટ વરી.. કાંઇ ખરાબ ના વિચારીશ. હું પોતે જ પરિસ્થિતિનો ક્યાસ કાઢી લઇશ. પપ્પાજી અને મમ્મીજીને મળી લઇશ. તારે સીધા જ કોઇને ફેસ કરવા નથી.તારા માટે હું ગમે તેને ગમે તે પુછી લઇશ. હવે તું રૂમમાં પલંગ પર આરામ કર હું બધી તપાસ કરીને આવું ત્યા સુધી મન શાંત રાખજે.”

સતનીલ થોડોક સ્વસ્થ થઇ ને બોલ્યો

‘ યેસ માય લવ ! હવે દિમાગ શાંત જ રાખીશ. એ માટે પલંગ પર આરામની જરૂર નથી હવે મને કોઇ વૈભવ આરામ આપી નહિ શકે. હું અહીં દેવદ્વારે જ બેઠો છું.’” ભલે એમ કર. પણ હવે તું ચિંતા ના કરીશ. અહિં શું બની ગયુ છે ? કે શું બની રહ્યુ છે ? તેનો ચિતાર હું હમણાજ લઇને આવું છું.” સતનીલનાં માથા પર હાથ ફેરવી વિંધ્યા શ્વેતાયનમાં જવા ઉભી થઇ..

એકાદ કલાક બાદ વિંધ્યા પરત આવી. સતનીલ હજુયે ઘુંટણ વાળી જમીન પર બેઠો હતો.વિંધ્યા તેની પાસે આવી ફરી બેસી ગઇ. વિગતે વાત કરવા બોલી.” સૌથી પહેલા ગુડ ન્યુઝ એ છે કે કજારીકાની હાર થઇ છે. એટ્લે જ એ હાર નો બદલો લેવા, ઉશ્કેરાઇને ફોન કરી, તને મુંજવવા ખેલ નાખ્યો હતો. તારા અસ્તિત્વનો, તારા પિતા વિશે મમ્મીજીને શંકિત સવાલ કરવાની મારામાં હિંમત નહોતી એટલે મે સીધુ જ પપ્પાજીને પુછ્યું કે કજારીકા આન્ટિ આવ્યા હતા? તેણે ઉતર આપવાને બદલે સામે સવાલ કર્યો કે “ નીલ ઘેર કેમ ન આવ્યો.?” મે બહું જ સરળતાથી કજારીકાનાં ફોનની તથા ત્યાર પછીની તારી મનોવ્યથા ની વાત કરી એટલે એક મહાન પિતાએ તેની ભાવિ પુત્રવધુ સમક્ષ વિવેકભાન રાખી મર્યાદામાં આખી વિગત જણાવી.’ વિંધ્યાએ કહ્યું કે “ નીલ’ આખી વાત નો સાર એ છે કે. અધર્મ હાર્યો હતો. પપ્પા, તારા એક જ વચન ઉપર કજારીકા સામે હૈયુ કઠણ કરી; કજારીકાથી બચવા ખોટું બોલ્યા હતા. એમ કહીં યોગરાજે કહેલી વાત શબ્દશ: નીલને કહીં સંભળાવી. સતનીલ આંખો બંધ કરી સાંભળતો હતો. વિંધ્યાને થયુ કે સતનીલ હવે હળવો થઇ ગયો છે. હવે તેનાં મનનું સમાધાન થઇ ગયું છે. પપ્પાજીએ કજારીકાને કહેલ અંતિમ શબ્દ પણ કહી દીધો છ્તાં નીલ શાંત જ હતો તેથી વિંધ્યાને થયું કે પપ્પાજીનાં આ મહાન ત્યાગથી સતનીલ પ્રસન્ન થઇ જશે. તેથી વિંધ્યા એ સતનીલનો હાથ પકડીને ઉભો કરવાની મહેનત કરતા બોલી.’નીલ!’ ફરગેટ ઇટ ! ચાલ ઉભો થા. ઓલ ઇઝ વેલ.”

પણ વિંધ્યા એ જ્યારે સતનીલ ની આંખ માં જોયુ તો તેને કંઇક જુદીજ ચમક દેખાઇ.નીલ ઉભો થવાને બદલે ફરી આંખ બંધ કરી ગયો. ધીમેથી સહેજ બદલાયેલા અવાજમાં કહ્યું

“ વિન્ની !’ આ સ્થિતિને તુ ઓલ ઇઝ વેલ કહે છે ? તું સ્ત્રી છો. એક પુરૂષની, એક પિતાની, એક ધર્મ સાથે લડતા વીર પુરૂષ ને, એક યુવાન સ્ત્રી પાસે એકાંતમાં પોતે શીખંડી હોવાની બનાવટી વાત કરવાની વેદનાં તને નહિ સમજાય.આ ઘટનાથી મારી વેદનાં ઘટવાને બદલે વધી ગઇ છે. તું આખીયે ઘટનાને સહજ ગણી ભુલી શકવા સમર્થ હોઇશ. પરંતુ મારી માં એ લીધેલ અઘોર નિર્ણય.અને એથી પિડાયેલ પિતા.આ બધા પાપોની મુક્તિ માટે હું પ્રાયશ્વિત કરીશ.. એ માંએ મને નવ માસ ગર્ભમાં જતનથી સાચવી પીડાઓ સહન કરીછે. તો તેનાં એક નાનકડા અપકૃત્ય માટે હું શુધ્ધિયજ્ઞ કરવા ઇચ્છું છું. બીજુ પાપા આખીયે ઘટનામાં અકસ્માતે દંડાયા.. બિચરા કેમ બોલી શક્યા હશે ? એ સો સો વિંછી ની ડંખ ની વેદનાં જેવા વાક્યો. તને કેમ સમજાય ? કે કામિનીનાં અફાટ ખુલ્લા દેહ સમક્ષ પુર્ણ પુરૂષે શીખંડી વાક્ય કેવી રીતે બોલ્યા હશે? અને એ મહાપીડા માત્ર મારા એક જ વાક્ય ઉપર, માત્ર મને સારૂં લગાડવા ભોગવવી પડી. આના કરતા તો, તેં જુગારની વાત સાંભળી જ નહોત, ..મને કીધી જ ન હોત. અને મે પપ્પાને ચેતવ્યાજ ન હોત, તો કમસેકમ પપ્પા આ પીડા માંથી, ખોટ્ટા કબુલાત નામાથી, બચી જાત. બહુ તો શું થાત ? એક પતિ પોતાની પત્નિ તરફ બેવફા બન્યાની લાગણી અનુભવી ભુલી જાત, કદાચ કોઇ જાણી પણ ના શકત કે યોગરાજ અને કજારીકા વચ્ચે શું થયું હતું ? પરંતુ મે આવી સહજ ઘટનાં રોકવા, પપ્પાને એક ભયંકર આંધીમાં ધકેલી દીધા. એ પરમ પિતાને મારે લીધે માનસીક કષ્ટ થયું છે. અને તેનું પ્રાયશ્વિત પણ મારે જ કરવું રહ્યુ. મારે થોડા સમય માટે સમાજથી દૂર રહેવું છે. મતલબ કે માત્ર થોડા સમય માટે સધુત્વ સ્વીકારી ભોગ વૈભવથી દુર રહેવું છે, . આજે તું મને સહકાર આપે તેવી ઇચ્છા રાખુ છું.”

સતનીલે પોતાની અસ્ખલિત ગોરંભ વાણી પુર્ણ કરી મૌન થઇ ગયો. વિંધ્યા સતનીલનાં વાક્યો સાંભળી સ્તબ્ધ થઇ ગઇ. બન્ને ક્યાંય સુધી મૌન રહ્યા.વિંધ્યાનું પહેલુ પ્રતિવાક્ય હતુ

“ નીલ !’ આ શું બોલી ગયો તને ખબર છે ? તું તારી પ્રેયસી, ભાવિ પત્નિ પાસેથી એવા સહકાર ની અપેક્ષા..રાખે છે કે એ તને બાવો બનવામાં મદદ કરે. ? હું કોઇ પિંગળા નથી કે તને ભરથરી બનવામાં મદદ કરૂં અન્ય કોઇ દિવસ હોત તો તને તમાચો જડી દીધો હોત. પરંતું આજનો દિવસ મે તારા નામ નો લખી દીધો છે. આજે સવારે તૈયાર થઇ પર્સમાં લાલ ગુલાબ મુક્યું ત્યારે જ મનોમન પ્રતિજ્ઞા કરી હતી કે ‘ આજે મારા નીલનું એકેય વચન નહીં ઉથાપુ, તેના દરેક નિર્ણયને હું સહર્ષ સ્વીકારી લઇશ. સવારથી તારી એકેય વાત નકારી હોય તો કહે.? અજે તે મને સંકટમાં મુકી દીધી છે.”

સતનીલે ફરી ધીમાં અવાજમાં કહ્યું ‘આ નિર્ણય મે નથી કર્યો, સંજોગોએ મને નિર્ણય કરવા મજબુર કર્યો છે. મને અન્ય કોઇ રસ્તો દેખાતો નથી. છ્તાં તું કહે તો મારો નિર્ણય કેન્સલ કરૂં. પણ પછી આખી જીંદગી મારા કાનમાં પપ્પાની મહાવ્યાથા ભરેલા શબ્દો ગુંજ્યા કરશે અને એનાં ઓથાર તળે હું.... !

“ બસ “ નીલ” હું તને રોકવા માંગતી નથી. લાગણીમાં આવી જઇને તને બે શબ્દો કહી દીધા. હું અત્યારે પણ તારા નિર્ણયને વધાવું છું. બોલ મારે શું કરવાનું છે ?’

’વિન્ની !’ પાપા કહેતા હતા કે જ્યારે મુંજાઇ જાવ ત્યારે ધર્મનાં શરણમાં જવું. તું વજ્રદત શાસ્ત્રીજીને અહીં બોલાવી લાવ. મારે તેની સાથે વિમર્શ કરવું છે. અને નિર્ણય ના થાય ત્યાં સુધી હું અહિંથી ઉભો થવાનો નથી સતનીલે આદેશાત્મક અવાજમાં કહ્યું. વિંધ્યા સતનીલનાં આદેશથી સક્રિય થઇ ગઇ હતી. પ્રથમ યોગરાજ ને ફોન કરી નીલનાં નિર્ણયની જાણ કરતાં કહ્યુ કે “ પપ્પાજી નીલ આ બાબતે “ વજ્રદત શાસ્ત્રી ને મળવા માંગે છે. તેને મળ્યા વગર તે જગ્યા પણ છોડવા માંગતો નથી. યોગરાજને થયું કે કદાચ વજ્રદત તેને સમજાવે તો નિર્ણયમાં ફેરફાર કરે.બસ એક નાનકડી આશામાં યોગરાજે વજ્રદતને ફોન કરી માત્ર સતનીલનાં સાધું થવાની વાત વિશે ટૂંકમાં જણાવ્યુ. અને અશીર્વાદ આપવા બાબુલાલ જૈનનાં બંગલે પધારવાનું આમંત્રણ આપ્યુ. વજ્રદતે અમંત્રણ નો સહર્ષ સ્વીકાર પણ કર્યો અને બરાબર સાંજે પાંચને દસ મીનીટે શારણેશ્વરથી નીકળેલી સફેદ ફોર્ડ ગાડી બાબુલાલ જૈનનાં બંગલાની પોર્ચમાં આવીને ઉભી. શાસ્ત્રીજી ગાડીમાંથી ઉતર્યાં અને ધીમી ગતિએ પગથીયા ચડવા લાગ્યા.

એકદમ ગૌરવાન, છ ફુટ પુર્ણ ઉંચાઇ, કસાયેલ દેહ, ક્લીનસેવ લંબગોળ ચહેરો, મુંડનયુકત લલાટમાં કેસરી ત્રિપુંડ, બદામી કીકીવાળી પહોળી આંખો, લાંબુ નાક, લાંબી બુંટ વાળા વિંધાયેલા જમણા કાનમાં સોનામાં જડેલ ડાયમંડ રીંગ, દાઢીની ચીબુકનાં એક ખુણે નાનકડૉ કાળૉ મસો, પહોળા ખભાપર સફેદ અને ક્રીમ કલરની ઝાંય વાળા, પહોળી પટ્ટીનાં સોલ્ડર વાળા, ગોળ ગળાનાં ઝભ્ભાનાં બટનો પણ કાળા ચમકતા નાના સ્ટોનથી મઢેલ રીંગમાં હતા ચાર ઇંચની સોનેરી ડિઝાઇન વાળી પહોળી પટ્ટીનું ગોલ્ડનયલો રંગનું ધોતીયુ પહેર્યું હતુ, ગળામાં વીસેક તોલા વજનનો લાંબો હાર તથા સાથે બે સેર વાળી મોતીની માળા પહેરી હતી, ડાબા હાથમાં કાળા ચામડામાંથી બનાવેલ ગોળ કડું હતું જેના બન્ને છેડાઓ પર ચાંદીનાં હાથીમોઢા જડેલા હતા, બીજા હાથમાં એક ઇંચ પહોળુ સોનાનું ઝીક ઝેક ખાંચાવાળું બ્રેસલેટ હતું જેમાં મધ્યે જીણા ડાયમંડનો ઉપયોગ કરીને ઓમ ઉપસાવેલો હતો, તથા એજ હાથનાં કાંડામાં રંગ બેરંગી દોરીઓનું રક્ષાસુત્ર બાંધેલુ હતુ. ચારેય આંગળીઓમાં સોનાની વીંટીઓ હતી, ખભાપર આછાબદામી સિલ્કનાં ખેસ ની કનાર પર જરદોસી વર્ક કરેલ હિંન્દુ શુભ ચિન્હો હતા. ભવ્ય જાજરમાન વ્યક્તિત્વ ધરાવતા ધનાઢ્ય, ધાર્મિક રાજ્પુરોહિત દેશાવરમાં ખ્યાતિ પામેલ, કર્મકાંડ વિશારદ, વજ્રદત શાસ્ત્રીનું મુખ્ય દ્વાર પાસે વિંધ્યાએ સ્વાગત કર્યુ. જે નોકરોને તેના આવવાની ખબર હતી તેઓએ ચરણ સ્પર્શ નો લાભ લઇ લીધો પછી. વિંધ્યાની સુચનાથી બધા દુર થતા; વિંધ્યા વજ્રદ્તને સતનીલ જ્યાં આસન લગાવી બેસી ગયો હતો ત્યાં દોરી લાવી. ઉંચી અને કાળા સીસમનાં લાકડા માંથી કાર્વીંગ કરી બનાવેલ ખુરશી પર સ્થાન લેવા વિંનંતિ કરી. જમીન પર બેઠેલ સતનીલની સામે રાખેલ ખુરશી પર વજ્રદત બેઠા. વિંધ્યાએ નોકરોએ તેયાર રાખેલ જળનો ગ્લાસ ધર્યો. વજ્રદતે થોડું જલપાન કરી ગ્લાસ પરત કર્યો. સતનીલે વજ્રદત ને બેઠાબેઠા વંદન કર્યા. વજ્રદતે આશીર્વાક્ય ઉચ્ચાર્યુ. ‘ દેવ શરણેશ્વર તમારૂ રક્ષણ કરો. ‘ સતનીલ’ તને કાંઇ મુંઝવણ છે ? “ શાસ્ત્રીએ જ વાત ઉચ્ચારી, પુછ્યુ, વિંધ્યાએ તેઓને વાતથી અવગત કરેલ હતા.

સતનીલે પુછ્યુ. “ આપ દૈવજ્ઞ છો. પ્રાકાંડ પંડિત છો. શસ્ત્રોનાં ખ્યાતા છો. આપનાં મતે મને મારા કર્મ નો પ્રાયશ્ચિત ધર્મ બતાઓ. હું અનુશરણ માટે તૈયાર છું “

સતનીલે આમતો પડકાર ફેક્યો હતો કે ધર્મ કે શાસ્ત્ર મુજબ રાહ બતાઓ. બહુવિધ ચતુર પંડિતની મુંઝવણ એ હતી કે ખરેખર આવા કર્મનું કોઇ પણ જાતનું પ્રાયશ્ચિત કર્મ તેનાં વાંચન માં આવેલ ન હ્તું. ધર્મસિંધુ, કે નિર્ણયસિંધુ, જેવા પુસ્તકોમાં પણ ન હ્તુ. અલ્પકાલીન સાધું ન થવાય તેવી કોઇ ઠોસ દલીલ પણ તેની પાસે ન હતી. તે ખરેખર તો સતનીલને સમજાવવા આવ્યા હતા, પણ અહિંયા તો એક સમૃધ્ધિવાન નબીરો જમીન પર આળૉટતો હતો. માત્ર સતનીલનાં ચહેરા પરનોં અટલ ભાવ અને સાધુત્વનું ઝનૂન જોઇને વજ્રદત પોતેજ અંદરથી તુટી ગયા હતા, છ્તા આવ્યાજ છે. એટલે અહંકાર પોષવા પણ કંઇક બોલવુ પડે એમ સમજી તેઓ બોલ્યા.

’ વત્સ !. ગીતામાં શ્રીકૃષ્ણએ કાલ સાથે યુધ્ધ કરવા આહવાહન આપ્યુ છે. તારા સાધુત્વ નું કોઇ તાત્પર્ય જણાતુ નથી. વેદનાંઓથી ભાગીને સંસારથી દૂર થવાથી સંસાર તારાથી દૂર થવાનો નથી. એકેય પુરાણ કે શાસ્ત્રમાં આ માટેનું પ્રાયશ્ચિત લખેલ નથી. મને તો તારો નિર્ણયજ વ્યર્થ લાગે છે.’

કલાકો સુધી મૌન શ્રોતાઓ સમક્ષ જ્ઞાનની વાતો બોલી શકનારને આજે પોતાનાજ શ્બ્દો ખોખલા લાગતા હતા. પહેલી જ વાર દિમાગમાં ભરેલ મંત્રો, ઋચાઓ, વેદની કંડીકાઓ, બધાનો અત્યાર સુધી બોજ લઇને ફરતા હતા એવું વજ્રદત ને લાગતુ હતું એક નાનકડો યુવાન પોતાનાં સંકલ્પથી આપોઆપ તેની નજર માં મહાન દેખાવા લાગ્યો. સતનીલે કહ્યું ’ પુરોહિતજી !’ એક દીકરાએ કરેલ પ્રાયશ્ચિત, કોઇ પુરાણમાં લખેલ ના હોય તો નવો અધ્યાય આપ વેદજ્ઞો મારા જીવનથી લખજો. ધુંધળી દેખાતી ભાવિ પેઢીને કદાચ માર્ગ મળશે. ‘પ્રભુ !’ ત્યાગ તો આવશ્યક છે, પણ વિધિ વિધાન પુર્વક થાય એવી ઇચ્છા થાય છે. આપ આજેજ અને અત્યારેજ દિક્ષા આપો એટલે અહિંથી જ ડગલુ ભરીને ચાલી નીકળું “

હવે વજ્રદત ખરેખર મુંજાયા હતા. આજે પહેલીજ વાર પોતાનાં વસ્ત્રો, અલંકારો, માળાઓ, ટિલાઓ, આડંબરોનો ભાર લાગતો હતો. જાત પ્રત્યે ધૃણા થવા લાગી. કર્મઠતા, પંડિતાઇ, વામણી લાગી, એક સામાન્ય છોકરાએ આયનો બતાવી દીધો હતો, એક સનાતન સત્ય સ્વીકાર કરી તક ઝડપી લેવાનું મન થઇ ગયુ. ક્ષણનોય વિલંબ કર્યા વગર વજ્રદત ખુરશી પરથી નીચે ઉતરી સતનીલ ની એકદમ નીકટ જમીન પર બેસી ગયા. સતનીલ નો હાથ પકડી લીધો.’ દિકરા !’ ધન્ય છે.તારી જનેતાને... તારા જેવા પુત્રને જન્મ આપ્યો. સાચી વાત કહું કે હું દિક્ષા આપવાનો અધિકાર ધરાવતો નથી. જે તે સંપ્રદાયનાં ગાદીનસિન યોગી, જતિ, સંત, કે આચાર્યજ દિક્ષા આપી શકે છે. હું તો એક કર્મકાંડી વેદ ગોખેલ બ્રામ્હણ છું. શ્ર્લોક વેતા યજ્ઞવેદી, ગોર છું. અને તારે તો કોઇ દિક્ષાની પણ જરૂર નથી.તારો નિર્ણય એજ શ્રેષ્ઠ દિક્ષા છે. તારૂં સાધુંત્વ તો અલ્પકાલીન છે, સંસારમાં તું પરત તો આવવાનોજ છો. છ્તા એક કામ કરીશ આજે સાંજે તારાજ ઘરમાંજ પુજન વિધાન સાથે તને ભગવા વસ્ત્ર ધારણ કરાવીશ. આ મારી મહેચ્છા ગણજે. હું પણ તારા યજ્ઞમાં ભાગીદાર બનવાની ઇચ્છા રાખુ છું’

સતનીલ નો હાથ પકડી વાત કરતા હતા ત્યારે વજ્રદતનું વિરાટ વ્યક્તિત્વ ઝાંખું લાગતું હતું.સતનીલ ની ઓજસી આભાનાં દર્શન વિંધ્યા પણ કરી રહી હતી.. સતનીલે વજ્રદતની વાતમાં મૌન સંમતિ આપેલ જેથી શાસ્ત્રીજીની સુચના મુજબ રામદીનને શરણેશ્વર મંદિરે મોકલી કેટલીક પુજન સામગ્રી તથા ભગવા વસ્ત્ર ની જોડ મંગાવી. યોગરાજને સતનીલનાં આખરી નિર્ણયની જાણ વજ્રદતે કરી.યોગરાજને શાસ્ત્રીજીની વાત થોડી ગળે ઉતરી. વિચાર આવ્યો કે દીકરો લાગણીનાં આવેશમાં આવીને આમ કરવા તૈયાર થયો છે. લાડકોડ માં ઉછર્યો છે. કષ્ટ શું કહેવાય તેની ખબર નથી, સાધુત્વનાં માર્ગમાં આવતી કષ્ટદાયી જીવનશૈલી સામે આવતા જ પરત ફરી જશે. સત્ય સમજાઇ જશે. ભલે જીવનની આ જીદ પણ પુરી કરી લે. યોગરાજે જેમતેમ મન મનાવ્યુ. ‘ શ્વેતાયનમાં’ પુજનની તૈયારી થવા લાગી. ક્રિષ્ના હજુ પણ પુર્ણ શુધ્ધિમાં ન હતી. સતનીલ નાં નિર્ણયની તેણીને જાણ કરી તો બધા સામે ટગર-વગર જોતી રહી કાંઇ બોલીજ નહીં. બંગલામાં મુખ્ય ખંડ મધ્યે ખુરસી રાખવામાં આવી.

બાબુલાલનાં બંગલેથી શાસ્ત્રીજી, તેની પાછ્ળ સતનીલ અને વિંધ્યા પણ નીકળ્યા.ચાલીને શ્વેતાયનમાં પ્રવેશ્યા.

મુખ્યખંડ ની જમણી તરફ ની પરસાળનાં નાનકડી જગ્યામાં ગોઠવેલ બુધ્ધપ્રતિમાપાસે યોગરાજ અને સતનીલ ભેગા થઇ ગયા... વાવાઝોડા પછીનું પિતા-પુત્ર નું પ્રથમ મિલન હતું.થોડીક ક્ષણૉ બન્ને મૌન રહ્યા. યોગરાજે ધીમેકથી પુછ્યુ ’ નીલ ‘ સાચ્ચેજ તું ? ‘ આંખમાં આંખ પરોવી નીલે યોગરાજને મૃદુસ્વરમાં કહ્યુ ‘ યેસ માય ગ્રેઇટ પાપા’. મને નાનકડુ તર્પણ કરવા

દો પ્રાયશ્ચિતની આગમાં તપીને બહાર આવવું છે. પાછો જરૂર આવીશ.તમારા ઉભાકરેલ બિઝનેશ એમ્પાયર માં સામેલ થઇ જઇશ. બસ એક્જ નાનકડી ઇચ્છા પુરી કરવા દો ?

પણ એ સાથેજ બન્ને ભેટી પડ્યા. આંખોએ રડી લીધુ. પાછળ ઉભેલ બાબુલાલે મજાક પણ કરી લીધી’યોગરાજ તમારે દીકરી ન્હોતી એટલે મને એમ કે વિદાઇની પવિત્ર ક્ષણૉ તમારા ભાગ્યમાં નહીં હોય. પણ દીકરી ને બદલે આ દીકરાએ મીઠો અનુભવ કરાવ્યો. યોગરાજ, બાબુલાલ, શાસ્ત્રીજી બધાને સતનીલ પગે લાગ્યો. ક્રિષ્ના મમ્મી ને પગે લાગ્યો ત્યારે. તેને કોઇ પ્રતિક્રિયા આપી નહીં.તેને શોક લાગ્યો હતો. યોગરાજે કહ્યું પણ ખરા ‘’ શી ઇઝ શોક્ડ ‘સતનીલ લાગણીમાં આવવા માંગતો ન હ્તો. તે ઉપરનાં ભાગે આવેલ તેનાં રૂમમાં જવા દાદર ચડ્યો.સમય પારખી વજ્રદતે વિંધ્યાને તેની સાથે જવા આંખથી સમજાવ્યુ. વિંધ્યા પણ સતનીલની પાછ્ળ દોરાઇ. સતનીલ પોતાનાં કમરામાં આવ્યો. આખાય કમરામાં લટાર મારી. બધીજ વસ્તુઓને મન ભરીને નીરખી લીધી. ત્યાં વિંધ્યા સામે ઉભી રહી ગઇ.

ફરી એક્વાર આકાશ નો ગોરંભ એકાકાર થઇ ગયો. શ્વાસો થંભી ગયા. શરીરની ભીંસ વધી વિંધ્યાનો ગુંગળામણ ભર્યો અવાજ નીકળ્યો ‘નીલ...’

‘સોરી વિન્ની...... ‘ નીલ એટલુજ બોલી વિંધ્યાને બાહુઓમાંથી મુક્ત કરી. વિંધ્યાએ આંસુ લુછી નીલ ને મોરપિચ્છ આપ્યુ. નીલે પુન: સ્વીકાર કર્યો. એક નાનકડી ડાયરીની વચ્ચે મુકી દીધું. વિંધ્યાનાં કપાળને ચુમતા બોલ્યો ‘’વિન્ની આજે નિયતિ એવીજ હશે કે વેલેન્ટાઇન ડે આમજ....?. ‘’નીલ..તારા આજનાં નિર્ણયને પણ હું સ્વીકારૂ છું. આઇ વેઇટ યુ, કમ સુન.. ‘

સતનીલે વિન્નીને નીચે જવા ઇશારો કરી સમજાવ્યું કે હું વસ્ત્રો બદલી નીચે આવું છું. વિંધ્યા જતા સતનીલે ગેરૂઆ વસ્ત્રો ધરણ કર્યા, ધીમે છ્તા મક્કમ ચાલે પગથીયા ઉતરવા લાગ્યો.

***